________________
(૧૦૦)
૦
* * - - - ( જ્ઞાન પુષ્પાંજલિ )
[, પંડિતજીની ગુણ સુવાસ |
8 અધ્યાપક શ્રી દિનેશભાઈ કે. મહેતા - અમદાવાદ ૪ , એક પંખી આવી ઉડી ગયું વાત સરસ સમજાવી ગયું
પૂ.આ.ભ.શ્રીલબ્ધિસૂરીશ્વરજી મહારાજદ્વારા સ્થપાયેલ શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાનપ્રચારકપરિષદૂના માધ્યમથી પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનો પહેલો પરિચય થયો. ધીમેધીમે વધુ નજીકથી પંડિતજીને નિહાળવાનું-માણવાનું થયું. અનુભવનો ખજાનો એટલે પંડિતજી, આમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, પ્રથમપંક્તિના વિદ્વાન્ છતાં નમ્ર, સરળ, ગંભીર હતા.
તેમની પાસે આવનાર શિક્ષકોને માનથી બોલાવતા તથા પિતાસમાન વાત્સલ્ય આપતા. નમ્રતા :- પંડિતવર્યશ્રી ધીરૂભાઈ મહેતા પાસે તર્કસંગ્રહનો ક્લાસ શિક્ષક મિત્રો માટે સુરત
ગોઠવાયેલ, તે સમયે વડીલ હોવા છતાં ગુણાનુરાગથી પંડીતજી કલાકો સુધી સહુની
સાથે બેઠા. વીસમી સદીનું આ એક આશ્ચર્ય ગણાય. સરળતા :- વિરલ વ્યક્તિઓમાં જોવા મળે તે ગુણો પંડિતજીમાં સહજ હતા. શ્રી સંઘના-શાસનના
કોઈ કાર્ય માટે ક્યાંય જવાનું હોય ત્યારે તેઓશ્રીની સંમતિ સહજતાથી મળતી. અમારા જેવા શિક્ષકો પ્રતિ લાગણી ગજબની હતી અને તેથી જ વારંવાર જવા મન ખેંચાતું પંડિતજીના હૈયામાં શિક્ષક માત્રને સ્થાન હતું તે નિર્વિવાદ છે. પંડિતજીની ભાવના હતી કે મારી પાસે બેસો તો વર્ષોના અનુભવથી જે જાણ્યું છે તે કહું પરંતુ
અફસોસ કે અમે લાભ લઈ શક્યા નહીં. ખુમારી :- સાચી વાત કહેવામાં પંડિતજી નિર્ભય હતા આમ છતાં વિવેક જરા પણ ચૂકતા નહી.
સ્પષ્ટવક્તા પરંતુ વિવેક પૂર્વકની રજૂઆત કરતાં જીવન ખુમારીથી જીવ્યા છે કર્મસંયોગો :-પ્રતિકૂળ પ્રસંગો આવ્યા ત્યારે ત્યારે સ્વસ્થ રહ્યાં છે. કર્મના વિપાકે આવેલી ઉપાધિઓને
સ્વીકારી જ્ઞાનબળથી સમતાભાવમાં રહી કર્મની નિર્જરા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org