________________
૬૫ ) માટે. એ અને બી - જ - wજ, w
ves * *
* *
* * * બ
શાનપુષ્પાંજલિ
જ લેતા. ઘણી વખત કહેતા દવા લેવાનો વિચાર આવે ત્યારથી જ “વેદનીય કર્મ બાંધવાનું ચાલુ થઈ જાય છે.
-ઘણા આચાર્ય ભ. તથા સાધુ-સાધ્વીજી ભ.ના. વિકટ પ્રશ્નો આવતા તેનો પણ સહજ રીતે જવાબ આપી દેતા. ત્યારે હું પૂછું-આવા પ્રશ્નોના જવાબ ક્યાંથી આટલા જલ્દી આવડી જાય છે. તો કહે કે જ્ઞાનના અનુભવથી આવી જાય છે બાકી બધું “ગાલ પુરાણ'માંથી આવે છે. “ડાચા તેટલા સાચા, પોથા તેટલા થોથા” માટે ભણીને બધું જ અનુભવમાં લાવીને યાદ રાખવું.
-જે પણ વિષય ભણાવે તેને ભણાવતાં પહેલા કહી દે કે ભણાવવાની જવાબદારીથી ભણજો. ગોખેલું “હજાર દિવસ' ટકે અને સમજેલું જિંદગીમાં જાય નહીં.
“એક વખત લખો” અને “દસ વખત ગોખો બરાબર થાય માટે લખીને બધું જ તૈયાર કરવું.
-ભણેલું છ મહિના સુધી રોજે ગોખવું. જે દિવસે ન ગોખાય તે દિવસે અથવા બીજા દિવસે મીઠું નહીં ખાવાનું. સામાન્ય પણ કઠીન નિયમ બતાવતા.
-જે ભણો તે નવ જણને ભણાવવાનું જેથી વિષય બરાબર થઈ જાય.
બીજી પણ અનેક વાતો તરફ ધ્યાન દોરાવતા. એકલું ભણાવાનું નહીં, વ્યવહારિક જીવનની પણ તાલીમ આપતા. “બધાંની સાથે રહેવાનું અને બધાંથી અળગા રહેવાનું' આ તેમનું મુખ્યસૂત્ર હતું.
-સતત જ્ઞાનધારા જ ગમતી. અત્યારે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકામાં આરાધના ઓછી અને બાહ્યાડંબર વધી ગયો તે જોઈને કહેતાં કે પૂ. યશોવિજયજી મ. કહી ગયા છે “ધૂમધામે ધમાધમ - ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર' આવી ઘણી પંક્તિઓ વારંવાર યાદ કરતા.
બાહ્ય પ્રવૃત્તિઓથી દુઃખ થાય પરંતુ કહે કે આપણે આપણું સંભાળીને બેસવાનું, સલાહ લેવા આવે તેને આપવાની. “પરોપદેશે પંડિત' નહીં બનવાનું.
–ઘણી વખત કહેતા જીવન શાંતિથી સુખરૂપ જીવવું હોય તો ક્યારે પણ “હાય” શબ્દ નહીં વાપરવાનો હોય' શબ્દ જ વાપરવાનો, જેથી ક્લેશ ન થાય, કર્મબંધથી છૂટી જવાય.
આવી રીતે સતત હિતશિક્ષા આપતા હતા, મારા ઉપર તો ઉપકારોની અનહદ હેલી વરસાવી છે. જેને શબ્દોમાં વર્ણવવું બહુ મુશ્કેલ છે. મને સંયમજીવનની નૌકામાં બેસાડવાનો તેમનો જ ઉપકાર છે અને તેથી જ સુંદર રીતે સંયમજીવન જીવી રહી છું.
-બીજા પણ ઘણા અનુભવો થયા છે પરંતુ અહીં કિંચિત્ વર્ણવ્યા છે.
-ગુણાનુવાદ કરવાથી કે યાદ કરવાથી કંઈ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ક્યાભવમાં ઋણમુક્ત બનીશ એ તો હવે એક સવાલ થઈ ગયો છે.
-બસ તેમની સમાધિ તેમજ મહોત્સવરૂપ મરણ તે જ આપણે વિચારીને સંતોષ માનવાનો છે. પરંતુ જ્ઞાનીનો વિરહ કયારેપણ ભુલાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org