________________
) - " જન્મ - -
- • # # # (
જ્ઞાન પુષ્પાંજલિ )
હવ્યાકરણ વિશારદ પં. શ્રી છબીલદાસભાઇ
સંઘવી ચોક નામાભિધાન-ખંભાત
પ્રગટ પ્રભાવી શ્રી સ્થંભનપાર્શ્વનાથ દાદાના દર્શન, ચૈત્યવંદન કરી, શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી વિશાળ જનમેદની દાદાસાહેબની પોળ પાસે આવ્યા. શ્રી સિદ્ધહેમ વ્યાકરણ વિશારદ પંડિત પ્રવર શ્રી છબીલદાસ સંઘવી ચોકને ખુલ્લો મૂકતાં ગુજરાત રાજ્યના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી કુમારપાળભાઈ દેસાઈએ જણાવ્યું કે શ્રી છબીલદાસભાઈ જ્ઞાનના સાધક હતા, નમ્ર હતા, આડંબર વિનાના હતા.
તક્તિ અનાવરણબાદ આયંબિલભવનમાં યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે પૂ. પંન્યાસજીશ્રી નિપુણચંદ્રવિજયજી મ.સા.ના મંગલાચરણ બાદ શ્રી રમેશભાઈ, શ્રી કુમુદભાઈ તથા શ્રી તરૂણભાઈ સંધવીએ જ્ઞાનપૂજન કર્યું. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
સ્વ. પંડિતજીના ફોટાને પં.શ્રી રસિકભાઈ મહેતા, પં.શ્રી રતિભાઈ દોશી, પં.શ્રી વસંતભાઈ દોશીએ ફુલહાર પહેરાવ્યો.
પીનલભાઈ શાહે ઉપસ્થિત મહેમાનોને આવકારી સહુનું સ્વાગત કર્યું. આ પ્રસંગે જૈનાચાર્યો અને જૈન શ્રેષ્ઠીઓના આવેલા સંદેશાઓનું વાંચન શ્રી ભદ્રિકભાઈ કાપડીયાએ કર્યું.
સુરતથી પધારેલા શ્રી નિલેશભાઈ સંઘવીએ સ્વ. પંડિતજીના જીવનને સંગીતના સુરીલા શબ્દોમાં રજૂ કર્યું.... પંડિતોના રાજા..... પૂ.પં.શ્રી. નિપુણચન્દ્ર વિ.મ.સાહેબે તથા મુનિશ્રી જ્ઞાન રશ્મિવિજયજી મ. સાહેબે જણાવ્યું કે સ્વ. પંડિતજીની જ્ઞાનસાધના ગજબની હતી જે અંતિમ સમય સુધી રહી.
શ્રી ભદ્રિકભાઈ કાપડીયાએ કહ્યું કે ખંભાતના જૈન સમાજમાં આજનો દિવસ યાદગાર રહેશે. ખંભાતને ગૌરવવંતુ બનાવનાર સ્વ. પંડિતજીની કાયમી સ્મૃતિમાં ખંભાત નગરપાલિકાએ ‘દાદા સાહેબ પોળ' પાસે ચોકનું નામ આપી પ્રશંસનીય કામ કર્યું છે.
અતિથિ વિશેષ:- શ્રી શિરીષભાઈ શુક્લ (એમ.એલ.એ) તથા ખંભાત નાગરિક બેંકના ચેરમેન શ્રી નિતીનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે સ્વ. પંડિતજીએ ખંભાતમાં ૫૦ વરસ સુધી જ્ઞાનામૃતનું પાન કરાવી ખંભાતનું નામ ગાજતું કર્યું તે બદલ ખંભાત ગર્વ અનુભવે છે.
ઉપસ્થિત પંડિતશ્રીઓ, સ્વ. પંડિતજીના ચિ. તરૂણભાઈ સંઘવી અને પૌત્ર વિરલ જયેશભાઈ સંઘવીએ પ્રાસંગિક વકતવ્યોમાં પંડિતજીના ગુણોને યાદ કરી સ્વ. પંડિતજીના આર્શીવાદ મળતા રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org