________________
જ્ઞાન પુષ્પાંજલિ
અધ્યયન વિષયક–સંશોધન વિષયક ગ્રંથોનો સુંદર સંગ્રહ આ સંસ્થાનમાં છે. ૮૦થી ૮૫ જેટલા વિશાળકાય કબાટ ભરીને આ શ્રુતવારસાની જાળવણી પાટણ ખાતે કરવામાં આવે છે. અનેક આચાર્ય ભગવંતશ્રીઓ, સંશોધકો, અભ્યાસકો આ સંસ્થામાં પધાર્યા છે અને શ્રુતોપાસનામાં આ સંસ્થાનો લાભ લઈ રહેલ છે.
૧૭૪
પ્રેરણાદાતા પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. તથા પૂ. શ્રી કલ્યાણબોધિ વિ મ. સા., પૂ. શ્રી મહાબોધિ વિ મ. સા. દીર્ઘદૃષ્ટિથી શ્રીસંઘની સર્વાંગીસેવા થાય તેવું માર્ગદર્શન આપી રહ્યા છે અને ટ્રસ્ટીવર્ય શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, શ્રી પુંડરીકભાઈ, શ્રી લલિતભાઈ ઇત્યાદિ શ્રદ્ધાસંપન્ન સુશ્રાવકરત્નો આ સંસ્થાના વિકાસમાં અનુપમ ફાળો અને યોગદાન આપી રહેલ છે.
ક્યાંય પણ યોગ્યક્ષેત્રમાં નવા જ્ઞાનભંડારોનું નિર્માણ કરવાનું હોય અને આ સંસ્થાનો સંપર્ક કરી અરજી મોકલવામાં આવે તો વિના મૂલ્યે લગભગ ૧૨૫થી ૧૩૦ જેટલા ગ્રંથો ભેટરૂપે મોકલી આપવામાં આવે છે.
આવી રીતે પાટણ નગરમાં રહેલ આ સંસ્થા ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રુતોદ્ધારનું મહાનકામ કરી રહેલ છે.
સંસ્થા વિશેષ પ્રગતિ સાધીને જિનશાસનનું મહારત્ન બને તે જ અભિલાષા સહ....
Jain Education International
‘‘સત્ત્વેષુ મૈત્રી’’ નો ભાવાનુવાદ...મંગલપ્રાર્થના... જગના જીવો પ્રતિ પ્રભુ મને, મૈત્રીનો ભાવ હોજો. ગુણિજન કેરા ગુણ સમૂહનો ઉર આનંદ હોજો. દીન દુઃખિયાનાં દુઃખ પ્રતિ પ્રભુ ! ભાવકારૂણ્ય હોજો. અવગુણીઓના અવગુણપ્રતિ, ભાવ માધ્યસ્થ હોજો.
For Private & Personal Use Only
www.jainelibrary.org