________________
( જ્ઞાન પુષ્પાંજલિ ) પ્રગતિ સાધી શકે એવું બને કે કેમ?
- પંડિતજીએ ગંભીરતા પૂર્વક જવાબ આપ્યો ભાઈ ! આપણે ગમે તેટલું ભણેલા હોઈએ અને ગમે તેટલી સમજદારી પૂર્વકની આરાધના-સાધના શ્રાવકધર્મની કરીએ તો પણ આપણા કરતાં સાધુપણાની આરાધના અસંખ્ય ગુણ કર્મનિર્જરા કરે છે. માટે ગમે તેવો પણ શ્રાવક કદાચ ભાવથી સાધુતાનો સ્પર્શ અનુભવતો હોય તો પણ સાધુ જીવન કરતાં ચઢે તો નહિ જ !
ચારિત્રધર્મનું પ્રોત્સાહક બળ ઉત્પન્ન કરવા જ્ઞાનીઓએ કહ્યું છે કે – “સમણો ઈવ સાવઓ હવઈ” પરંતુ નિશ્ચયધર્મનું ભાવ સામાયિક આવે ત્યારે એ ભાવસાધુતા ક્યારેક સ્પર્શી જાય, પરંતુ કર્મનિર્જરા તો સાધુ ધર્મમાં જ વધુ છે. ભલે પછી એ કદાચ તપશ્ચર્યા ન પણ કરતા હોય તો પણ આપણાથી આગળ જ છે.
સંયમધર્મ પ્રત્યેનું કેવું ઉછળતું બહુમાન હતું એમના અંતરમાં ! એ એમની વાત અને વિચારો ઉપરથી ફલિત થાય છે.
‘શ્રુતજ્ઞાનનું સાચું ફળ વ્રત અને ચારિત્ર જ છે' ‘વતચરણ ફેલ” એ વાત એ દૃઢતાપૂર્વક સમજતા. અનાસક્તિ પૂર્વકનું એમનું જીવન, સમતા અને સમાધિપૂર્વકનું એમનું સદા પ્રસન્ન મન, શ્રુતજ્ઞાન પ્રદાન અને તત્ત્વજ્ઞાનનું જ સદા સ્મરણ આપણને સહુને એક પ્રેરક દીવાદાંડી સ્વરૂપ બની રહે એજ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના. સ્વર્ગસ્થ પંડિતજી ભલે આપણી વચ્ચે નથી પણ આ મૃતિગ્રંથનું અવાર નવાર કોઈ પણ એકાદ પેજનું પણ વાંચન આપણે કરીશું તો પંડિતજી જાણે આપણી સાથે જ સત્સંગ કરી રહ્યા છે એવી અનુભૂતિ અવશ્ય થશે. અંતમાં આ સ્મૃતિગ્રન્થના સહાયકો, લેખકો અને અન્ય સંપાદકોની હાર્દિક અનુમોદના સાથે વિરમું છું
સ્વર્ગસ્થ શ્રુતજ્ઞાનદાતા પંડિતજીને ભાવભરી વંદના..
ચિંતન કણિકા મંત્ર-તંત્ર-યંત્ર, દેવ-ગુરુપૂજન, ભક્તિ-સ્મરણ, જ્ઞાન ધ્યાનાદિયારે આરાધના સ્વરૂપ બને છે ત્યારે સાનુબંધી બને છે અને મુક્તિ પર્યંત પહોંચાડે છે.
Jata Educator