________________
૧૦) * - - - -
- - - - - - - - -
- જ્ઞાનપુષ્પાંજલિ )
નમસ્કાર આપના ચરણોમાં,
8 અધ્યાપક શ્રી રાજેન્દ્ર એસ. સંઘવી. ડીસા ,૪ જેઓશ્રીનું પૂર્વાહ ભાભરની ભવ્યભૂમિમાં, મધ્યાહન ખંભાતતીર્થમાં અને સાયાહ્ન સુરતની સલુણીધરામાં વ્યતીત થયું એવા
જ્ઞાનભાનુ પં. શ્રી છબીલદાસભાઈના મંગળ નામાક્ષરથી કોઈક જ જિજ્ઞાસુ અજાણ હશે.
તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. તે સમાચારને સ્વીકારવા મનડું હજુ માનતું નથી. સમગ્ર જીવનની રંગોળીને જ્ઞાનના તેજથી પ્રકાશિત-પ્રજવલિત કરનાર આ જ્ઞાનકુંજને કેમ વિસરી શકીએ ?
ધીરતા...પરિમિત પણ સચોટ વચનશીલતા... અધ્યાપન પટુતા...ગંભીરતા... ઔચિત્યાદિ ગુણપુષ્પોથી મઘમઘાયમાન તેઓશ્રીનું જીવન ઉદ્યાન હતું.
મારી ડીસાથી-ખંભાતની તીર્થભૂમિમાં અધ્યાપક તરીકે નિમણૂક કરનાર...ત્યાં સ્થિર કરનાર...અવસરે વ્યાકરણાદિ વિષયોની શંકાને સરળ ભાષામાં સચોટ રીતે ઉકેલી આપનાર એ જ્ઞાનનિધિને કેમ ભૂલી શકું?
વ્યાકરણમાં સત્વરે જેવા કઠિન સૂત્રને ખૂબ જ સરળભાષામાં સમજાવ્યું ત્યારે મારો આનંદ નિરવધિ બન્યો ! જીવનની ઢળતી સંધ્યાએ જયારે તેઓશ્રીને રૂબરૂ મળવાનું થયું. ત્યારે તેઓશ્રીના મુખમાંથી એક જ વાત સરતી કે જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી. પ્રભુ મહાવીર જેટલું આઉખું ભોગવાઈ ગયું...હવે જેટલું ભોગવાશે તેટલું બોનસમાં..
કેટલાય બુઝર્ગો પાસે સાંભળવા મળેલું કે વર્તમાનના જેટલા પણ આચાર્યપ્રવરો છે તેમાંના ઘણા આચાર્યભગવંતો આપશ્રી પાસે ભણેલા... તૈયાર થયેલા છે.
અભ્યાસ કરાવવાની સાથે વ્યવહારનીતિ પણ સમજાવતા...સત્ત્વનો વિકાસ કેવી રીતે કરવો એ ખાસ જણાવતા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org