________________
જ્ઞાન પુષ્પાંજલિ
પંડિતજીની આ ખુમારી હતી :- ચાતુર્માસમાં પૂ. મુનિભગવંતોને ભણાવતાં એકદા પગાર લેવા માટે પેઢીમાં ગયા...મુનિમજી કહે, પંડિતજી પાંચ મિનિટ બેસો..પછી હિસાબ પતાવી દઉં... પંડિતજી સ્વસ્થતાથી બેસી રહ્યા...પાંચ ને બદલે પંદર મિનિટ થઈ, મુનિમજીની સાથે હિસાબ પતાવી પંડિતજી વિદાય થયા. બીજા દિવસે પૂ. આ. ભગવન્તને (પ. પૂ. રામચંદ્ર સૂ. મ.સા.ને) વંદન કરીને કહે, સાહેબ ! આપ આદેશ આપશો તો આપના મહાત્માને ૧૫ મિનિટ વધુ ભણાવીશ...પણ પેઢીમાં પગાર લેવા...જવું અને મુનિમનું મોઢું જોઈ ૧૫ મિનિટ બેસી રહેવું. એ મારાથી નહીં બને. .પૂ. શ્રી સમજી ગયા. . .અને તરત જ ટ્રસ્ટી દ્વારા મુનિમને બોલાવી ત્રણેયની હાજરીમાં કહે - પંડિતજી પગાર લેવા પેઢીમાં નહીં આવે. છેલ્લી તારીખે તેઓશ્રી ભણાવતા હોય ત્યારે (તમારે) ટ્રસ્ટીએ એમને-એમની પાસે આવી હાથ જોડી બહુમાનપૂર્વક પગાર આપી જવાનો !
૧૦૫
ટ્રસ્ટીવર્યશ્રી સમ્મત થયા.દરમહિને તે પ્રમાણે જ થઈ ગયું. આવી હતી પં. વર્ષની ખુમારી અને આવી હતી પ. પૂ. ગચ્છાધિપતિશ્રીની જ્ઞાની પ્રત્યેની સદ્ભાવના !
મારા ઉપર તો તેઓશ્રીનો અતિ-અતિ ઉપકાર છે. એ ઉપકારો ક્યા શબ્દોમાં વર્ણવું ? તેઓશ્રી સાથેના પ્રત્યક્ષ યા પરોક્ષ કોઈ પણ વ્યવહારમાં અવિનયાદિક થયા હોય તો ક્ષમા યાચી વિરમું છું.
Jain Education International
પ્રભુ! તારી વાણી છે ધ્રુવતારો. તિમિરભરેલા ભવસાગરમાં, છે બસ એક સહારો. મારગ સાચો દાખવવામાં, એનો એક ઈજારો. અંધારુ ચોમેર ભલે હો, મુજને ના મુંઝારો. એની જ્યોતિ ઝીલી કેઈ, પામ્યા ભવનો આરો, મુજને પણ લઈ જાશે મોક્ષે, તારો તેજ સિતારો. પ્રભુ ! તારી વાણી છે ધ્રુવતારો.
For Private & Personal Use Only
www.jainelibrary.org