________________
- --*** # - - * * (
રાનપુષ્પાજલિ
પંડિતવર્યશ્રી છબીલભાઈએ ખૂબ જ વિનમ્રભાવે, ગાંભીર્યતાદિ ગુણોથી વાસિત અંતઃકરણપૂર્વક જીવનની છેલ્લી ક્ષણ સુધી જ્ઞાનદાન જ કર્યું છે. તે તેમના આત્માની ઉચ્ચતા દેખાડે છે.
તેઓ ઘણીવાર મને અભ્યાસના ગ્રંથો વિષે સૂચન કરતા. ગત વર્ષે મને જણાવ્યું કે પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથનું ફરી સંપાદન કરવા જેવું છે. મને એમનું સૂચન ગમ્યું અને ગ્રંથ તૈયાર પણ થઈ ગયો, પહેલી નકલ મેં એમને મોકલાવી. તેઓએ તરત જ તેનો ઉપયોગ શરૂ કરાવી દીધો. મારા આ સામાન્ય કાર્યની પણ ખૂબ ખૂબ ઉપબૃહણા કરતા રહ્યા.
વર્તમાનના પંડિતવર્યોમાં જેમનું મોખરાનું સ્થાન અને માન હોવા છતાં તેઓએ નમ્રભાવ જ કેળવેલ હતો, જેથી આજે લગભગ નાનાથી મોટા ધાર્મિક શિક્ષકોને તેમના પ્રત્યે પૂજય દાદાપિતાતુલ્ય ભાવ હતો.
પંડિતજીની જ્ઞાન સાધના આગળ વધતાં તેમને પૂર્ણ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવશે.
વિનયનું સ્વરૂપ અને ફળ' विणयाहिगया विज्जा दिति फलं-इहपरलोअम्मि ।
न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाणि ।। વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આલોક અને પરલોકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિદ્યા પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org