________________
*( જ્ઞાન પુષ્પાંજલિ )
વ્યાકરણ વિશારદ પંડિતજી
2 અધ્યાપક શ્રી. ભાવેશકુમાર રવીન્દ્રભાઈ દોશી 8
અમદાવાદ,
મા સરસ્વતીના પનોતા પુત્ર પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનું જૈન સમાજમાં અધ્યાપન કાર્યમાં આગવું સ્થાન ધરાવનાર વ્યક્તિત્વ હતું બનાસકાંઠાના એક ભાભર ગામમાં જન્મ પામેલ આ વિભૂતિએ મહેસાણાની યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. અનેક અનેક વિષયનો પંડિતજીએ તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મૃતિ, નિર્ણય લેવાની શક્તિ આજની પળે ખૂબ જ યાદ આવે છે. અનેક વિષયોમાં નિપુણતા ધરાવનાર પંડિતજીનો અભિપ્રાય અચૂક લેવાનું મન થતું. તેઓશ્રીનો અભિપ્રાય લેવામાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, કુટુંબીજનો અને કેવલ પંડિતવર્યોજ નહીં પણ સાધુ-સાધ્વીજી ભગવંતોનો પણ સમાવેશ થતો હતો.
પંડિતજી મૃત્યુ પહેલાં ઘણા વર્ષોથી એક વાતનું રટણ કરતા કે હવે આપણી ઉમંર થઈ ગઈ બસ એક જ ઈચ્છા છે કે આ દેહ ભણાવતાં ભણાવતાં છોડીએ એટલે બસ અને થયું પણ એમ જ કે મૃત્યુની પળે પણ અભ્યાસુ સાધ્વીજી ભગવંત અભ્યાસાર્થે આવી ગયા હતા.
છેલ્લા વર્ષોમાં તેઓની તબિયત નાદુરસ્ત હતી પરંતુ ઘરે ભણાવવાનું ચાલું રાખેલ જયારે ભણાવતાં ત્યારે શરીરનું દર્દ ભૂલી ઉત્સાહમાં આવી જતાં
પંડિતજીનો સિદ્ધહેમ શબ્દાનુશાસન પ્રત્યે ખૂબ આદર અને ઊંડું જ્ઞાન હતું. કારણ ગમે તેવા મથામણના પ્રશ્નો ક્ષણવારમાં ઉકેલી આપતાં.
તેઓશ્રી પૂ.સા. શ્રી લાવણ્યશ્રીજી મ.સા.ની શિષ્યા પૂ.સા.શ્રી મયૂરકળાશ્રીજી મ.સા.ના શિષ્યાઓ તથા મારા બેન મ.સા. પ્રશાન્તયશાશ્રીજી મ.સા. આદિ ઠાણાંને વ્યાકરણ ભણાવતા પંડિતજીએ પ્રેરક પ્રેરણા કરી કે ભણ્યા છો તો હવે આ વિષય બીજાને ઉપયોગી બને તેવું ગુજરાતી સરળ વિવેચન લખો અને તે પ્રેરણા એવી તો નિમિત્ત બની કે જેને આજે ૪ અધ્યાય સુધી પાંચ ભાગમાં ૨૦૦૦ પેજ જેટલું લખાણ લખાઈ ગયું અને જેની ત્રણ ત્રણ આવૃત્તિ છપાવવી પડી. પંડિતજીએ ખૂબ આ વિષયમાં કાળજી લીધી હતી. ચીવટથી મુફો પણ જોઈ આપ્યા હતાં આ પુસ્તકની ખૂબ માંગ રહી છે.
પંડિતજીમાં સરળતા ઘણી હતી. છતાં શાસન પ્રત્યે વફાદારીના કારણે ભલભલાને સાચી વાત કડવાશથી કહેવામાં પણ ખચકાતા નહોતા તેનો અમોને અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org