________________
*--*( જ્ઞાન પુષ્પાંજલિ )
લેખન સામગ્રી :
પત્ર, કંબિકા, દોરો, ગાંઠ(ગ્રંથિ), લિપ્યાસન(તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છંદણ, સાંકળ, સહી(મશી, મેસ, કાજળ), કલમ, ઓલિયા(કાગળ પર ઓળી-લીટી ઉપસાવવા માટે સરખા અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ઘંટો, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. ગ્રંથ સંરક્ષણ :
જૈન પ્રતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એક વાર જોવા માત્રથી એવી સુઘડતા, સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જૈનમત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહન-પ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલું બંધન એ અપરાધ તરીકે સમજવામાં આવતું હતું. પ્રતોના અંતમાં પ્રતિલેખન સંલગ્ન મળતા વિવિધ શ્લોકમાંથી એક અતિ પ્રચલિત શ્લોકમાં ખાસ ચેતવણી આપવામાં આવેલ છે કે “રક્ષેત્ શિથિન્નવંધનત". આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉંદર, ચોર, મૂર્ખ તથા પર-હસ્તથી પ્રતની રક્ષા કરવાની ચેતવણીઓ પણ મળે છે. કયારેક પોતાના હાથે ખૂબ જ મહેનતથી લખાયેલ પ્રત પ્રત્યેની લાગણીઓ પ્રતિલેખક આ
શ્લોકો-પદ્યો દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પ્રત વાંચતી વખતે એને પૂંઠામાં સાચવીને રાખવામાં આવતી તેમ જ વાંસની ઝીણી પટ્ટીઓથી બનાવેલ સાદડી જેવી કવળીમાં ગ્રંથને સુરક્ષિત લપેટીને રાખવામાં આવતો.
કહેવાય છે કે મુદ્રણયુગ આવવાથી ગ્રંથોના અભ્યાસુઓ માટે ખૂબ સવલતો ઊભી થઈ છે. જેમાં ગ્રંથ ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સંપાદન વગેરે પાસાંઓ એક મહત્ત્વપૂર્ણ તથ્ય છે પરંતુ વાચકો માટે અત્યંત ઉપયોગી એવી વિભક્તિ-વચન સંકેત જેવી ઉપરોક્ત સવલતો સાથે એક પણ પ્રકાશન થયેલ જોવા મળતું નથી. મુદ્રણકળાએ ગ્રંથોની સુલભતા અવશ્ય કરેલ છે પરંતુ ક્યાંક એ ભુલાઈ જાય છે કે સુલભતાનો મતલબ સરળતા એટલે કે–મહાપુરુષોના ગ્રંથગત કથનના એકાંત કલ્યાણકારી યથાર્થ હાર્દ સુધી પહોંચવું નથી થતો; સરળતા તો એકાગ્રતા, પુરુષાર્થ અને સમર્પણથી પ્રાપ્ત ગુરુકૃપાનું જ પરિણામ હોઈ શકે છે...
(આંશિક-આધાર-મુનિ પુણ્યવિજયજી લિખિત ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org