________________
(૨૦) * * *
- * * * * * * * * * * * * * * (
જ્ઞાન પુષ્પાંજલિ )
પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈના સ્વર્ગવાસના સમાચાર જે રીતે જાણ્યા તે ઉપરથી કહી શકાય કે તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ એમના જીવનમાં કરેલું મહાન જ્ઞાનદાનનો પ્રભાવ છે. જ્ઞાનસંબધી તેમનો પવિત્રવારસો આગળ વધારીએ એ જ શુભકામના
પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસૂરિજી મ.સા.
પંડિતજી શાસનમાં એક રત્નશ્રાવક હતા. તેમના હસ્તે ઘણા આત્મા અભ્યાસ કરી સંયમી બની સારા વ્યાખ્યાનકારક બન્યા છે. મારા ગુરુદેવપૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા. (ડહેલાવાળા) પાસે ઘણીવાર પધારતા અને શાસનની વાત કરતા એમના રૂંવાટે પ્રભુશાસન વસ્યું હતું.
પૂ. આ. ભ. શ્રી વિમલરત્નસૂરિજી મ. સા. (ડહેલાવાળા)
પંડિતજીના સ્વર્ગવાસથી એક અનુભવી અને સરળ સ્વભાવી અધ્યાપક-આરાધકની શાસનને ખોટ પડી છે.
૬૫ વર્ષ જેટલા લાંબા કાળ સુધી શ્રી સંઘમાં અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓને સમ્યગજ્ઞાન પ્રદાન કરી પ્રચંડ પુણ્ય પ્રાપ્ત કર્યું છે અને એટલે જ મૃત્યુ શાસ્ત્રમાં જણાવેલ પંડિતમરણ થયું છે જે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. એ અજબ કોટિના જ્ઞાનોપાસક, શ્રમણોપાસક, સુશ્રાવકની ખોટ પડી ગઈ.
પૂ. આ. ભ. શ્રી હેમરત્નસૂરિજી મ. સા.
પંડિતજીની વિદાયથી અનેકગણી વ્યથા આજે અનેક પૂજ્યો અનુભવતા હશે કે જેમણે પોતાના વિદ્યાદાતા સુશ્રાવકને ગુમાવ્યા છે.
સરળ સ્વભાવ, નિર્દોષ હૃદય, વિદ્યાદાન માટેની સદાબહાર ઉત્કટતા, નિર્મળ શ્રદ્ધા, આચાર પાવિત્ર્ય ઈત્યાદિ અનેક ગુણોનું સ્વામિત્વ ધરાવતા પંડિતવર્યશ્રીનો આત્મા જયાં પણ ગયો હશે ત્યાં પ્રભુના માર્ગની આરાધના ચાલુ જ રાખશે.
પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. સા.
પંડિતવર્ય શ્રી છબીલભાઈ સંઘવી “૮૪ વર્ષની ઈહલૌકિક યાત્રા પૂર્ણ કરી નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક પરલોકની વાટે સંચર્યા છે. સદ્ગત પંડિતવર્યશ્રીએ નાની ઉમરમાંજ સુંદર શ્રુત મેળવી પોતાની શક્તિ, સંયોગ અને સમયના વ્યયપૂર્વક અગણ્ય સાધુ-સાધ્વીજી ભગવતોને વ્યાકરણાદિ ગ્રન્થોનો અભ્યાસ કરાવી ખૂબ જ ઉપયોગી ભાથું ભેગું કરેલ છે. ઉપરાંત સંઘના શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ શ્રતોપાસનાને વેગ મળે એ માટે તેઓશ્રી તન-મન-ધનથી પ્રયત્નશીલ રહ્યા હતા.
આ શ્રુત સાધનાના પરિણામે જ તેઓને સુંદર સમાધિમૃત્યુની પ્રાપ્તિ થવા પામી છે. તેઓ તો જયાં હશે ત્યાં પોતાની સાધના આગળ વધારી શ્રેય સાધશે. પરંતુ હવે તેમની ગેરહાજરીમાં શ્રુતજ્ઞાનની સેવા કરવાની ફરજ સહુની વધી જાય છે. સુંદર રીતે શાસનને આરાધી સહુ સ્વ-પરનું શ્રેય સાધો.એ જ અભિલાષા
પૂ.આ.ભ.શ્રી. વિજય કીર્તિયશસૂરિજી મ. સાહેબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org