________________
( જ્ઞાનપુષ્પાંજલિ
પંડિતજીનો ખંભાતમાં પરિચય થયો. અમારા સાધુઓ તેમની પાસે ભણ્યા છે, વિદ્વાન સાધુસાધ્વીઓને તૈયાર કરી જિનશાસનની ઘણી સારી સેવા કરી છે. અંત સમય સુધી જ્ઞાનદાન જેવું શ્રેષ્ઠ દાન કરતાં કરતાં મૃત્યુને મહોત્સવ બનાવનાર પંડિતજીના ગુણોની અનુમોદના કરીએ છીએ.
પૂ. આ. ભ. શ્રી ચન્દ્રસેનસૂરિજી મ. સા.
અનેક પુણ્યાત્માઓને સમ્યજ્ઞાન આપવા દ્વારા શ્રદ્ધાથી પુષ્ઠ બનાવી સંસારની અસારતાના દિગ્દર્શન કરાવી ચારિત્રમાર્ગના પથિક બનાવ્યા. સંયમમાર્ગને પ્રાપ્ત થયેલ પૂજયોને સમ્યગુજ્ઞાનનું દાન કરવાપૂર્વક અધ્યયનની સતત પ્રેરણા અને પ્રચાર કરવાપૂર્વક જીવનને ધન્ય બનાવ્યું હતું. હું પણ અનેક વખત પંડિતજીના પરિચયમાં આવેલ હતો તેઓશ્રીની દીર્ધદષ્ટિ, સંયમ ચુસ્તતાની ભાવના, સ્વાધ્યાયમાં રમણતા, સંકટના સમયમાં સહિષ્ણુતા અને શાસનપક્ષ ઉપરનો રાગ અજોડ હતો.
| વિચાર-વાણી અને વર્તનશુદ્ધિ તથા દર્શનની વિશુદ્ધિ દ્વારા અનેક મુમુક્ષુ પુણ્યાત્માઓના હૃદયમાં પ્રભુશાસનની સ્થાપના કરવામાં નિમિત્ત બની મહાવિદેહ ક્ષેત્રના માર્ગના પથિક બની જીવનને ધન્યાતિધન્ય બનાવી ગયા. શાસનસમ્રાટુ સૂરિવર શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના સેંકડો આચાર્યાદિ મુનિવરો તેમજ સાગર સમુદાયના સેંકડો પૂજયોના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પંડિતજીને સાંપડ્યું છે. અને પોતાની પુત્રીને પણ શાસનને સોંપી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અમર બનાવ્યું છે. મેં પણ પંડિતજી પાસે વ્યાકરણનો અભ્યાસ કરેલ. અત્યંત શ્રદ્ધા, શાસન પ્રત્યેની વફાદારી ને જિનાગમના તત્ત્વને જીવનમાં ઉતારી જીવન ધન્ય બનાવી ગયા,
પૂ. આ. ભ.શ્રી નિત્યોદયસાગરસૂરિ મ.સા., પૂ. આ. ભ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા.
પંડિતજીએ વયોવૃદ્ધ ઉંમરે પણ જ્ઞાનદાનનું કામ અવિરત ચાલુ રાખ્યું અનેકોને ભણાવ્યાપંડિત બનાવ્યા. સિદ્ધહેમ વ્યાકરણ બાબત એમના જેવા મર્મજ્ઞ અને અનુભવી વિદ્વાન કોઈ નજરે ચડતા નથી.
એમના પાંડિત્યનો કેટલોક લાભ પુસ્તક પ્રગટ કરી સા. શ્રી લાવણ્યશ્રીજી (પાટડીવાળા)ના પરિવારે આમ જનતા માટે સુલભ અને અમર કર્યો છે. એમાં જે કાંઈ અધૂરું હોય તે પૂરું થાય તો સારું.
પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા.
જિનશાસનના સાધુ-સાધ્વી પરિવારને એક જ્ઞાની સુશ્રાવક, શ્રદ્ધાળુ જ્ઞાનદાતાની ખોટ પડી છે.
મિલનસાર સ્વભાવ, પ્રેમાળરીતે ભણાવવાની વિશિષ્ટ હથોટી, વ્યાકરણ અને કર્મગ્રન્થાદિનું તલસ્પર્શી જ્ઞાન, સાધુ-સાધ્વી પ્રતિ બહુમાન અને જ્ઞાનદાનનો શોખ આ હતી પંડિતજીમાં વિશેષતા. પંડિતજીએ જ્ઞાન અને જ્ઞાનદાન દ્વારા જીવનની અપૂર્વ સાધના કરી લીધી.
પૂ. આ. ભ. શ્રી યશોવર્મસૂરિજી મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org