________________
૩૦ ) + *
* * * * *
* * * * * *
*
* આ છે મા " , " ક "
( રાનપુષ્પ
આ જ્ઞાતની અવિરત પરબ
પૂ. આ.ભ.શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા.
(પૂ.આ.ભ. શ્રી નેમિસૂરિજી સમુદાય) ખંભાતની “શ્રી ભટ્રિબાઈ સંસ્કૃત પાઠશાળામાં વર્ષો સુધી રહી સાધુ, સાધ્વીજી મહારાજોને અવિશ્રાન્તપણે અભ્યાસ કરાવનાર પંડિત છબીલદાસ કેશરીચંદનો જ્ઞાનનો ક્ષયોપશમ અજબ પ્રકારનો હતો. તેઓએ આ વ્યવસાય જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખ્યો હતો.
મહેસાણા-પાઠશાળામાં તો તેઓએ ૫. પ્રભુદાસભાઈની રાહબરી નીચે ધાર્મિક તથા ન્યાય વ્યાકરણનો અભ્યાસ કર્યો જ હતો. પણ એના ઉચ્ચ અભ્યાસમાં અમારા સમુદાયના બે વિદ્ધદરેણ્ય પૂજય પાદ આચાર્યશ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.શ્રી તથા મુનિરાજ શ્રી ધુરન્ધરવિજયજી મહારાજ (આ.શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરિજી) પાસે રહ્યા હતા - તેઓ બંનેએ પણ તેમને ઘણી લાગણીપૂર્વક સારીરીતે અભ્યાસ કરાવ્યો હતો.
સાધુ, સાધ્વીજીને ભણાવતાં/ભણાવતાં મોટા ભાગના ગ્રંથો જાણે કંઠસ્થ જેવા જ થઈ ગયા હતા. વગર પુસ્તક હાથમાં લીધે જ તેઓ ગ્રંથની પંક્તિઓ કડકડાટ બોલી જતા હતા.
અનેક પૂજય પ્રવરો સાથે તેઓ નિકટતા ભર્યો ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા.
ખંભાતમાં સ્થિરતા દરમ્યાન પૂજયપાદ સંઘનાયક આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય નંદનસૂરીશ્વરજી મ. શ્રી સાથે ખૂબ જ નિકટતા આવી ગઈ હતી. શાસ્ત્રીય કે શાસન કોઈ પ્રશ્નોની વિચારણામાં લાગી જતા તો કલાકોના કલાકો ક્યાં વીતી જાય તેની ખબર પણ ન પડતી – એમના જવાથી શાસનને એક પ્રૌઢ વિદ્વાન્ પુરુષની મહાન્ ખોટ પડી છે.
'विलन्ति टाणे ते लत्ति' જીવ જીવ વચ્ચેની ભેદ બુદ્ધિ ટળ્યા સિવાય સાચી ભક્તિ પ્રગટ થતી નથી. એને ટાળવાનો સર્વોત્તમ ઉપાય હૃદય પરમાત્માને સોંપી દેવું તે છે. તેથી સર્વ જીવો સ્વહૃદયસ્થ (સુહૃદય) બને છે. ભક્તિ આત્મ સમર્પણ સ્વરૂપ છે, તેથી અહંકાર ગળી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org