________________
(૧૧૨ કેવ - શિર " -
- xી - સાબર - ત્રીજો માળ જ્ઞાન પુષ્પ
ભગવંતોના હૃદયમાં તેમનું પવિત્ર સ્થાન હતું, એટલું જ નહીં પણ ધુરંધર પંડિતો પણ તેમને પોતાના ગુરુ માનતા હતા. આવું વ્યક્તિત્વ કેળવેલું એમ છતાં ફળ આવતાં આમ્રઘટા ઝૂકી પડે તેમ હંમેશા ઝૂકેલા રહેતાં હતાં. ન જ્ઞાનનું અભિમાન, ન બોલવામાં જરાયે તોછડાઈ, ન કોઈ આડંબર, ન કોઈ મોટાઈ.
જૈનશાસનના અનેક પ્રસંગોમાં તેમની સલાહ લેવામાં આવતી. કારણ કે જૈન તત્ત્વજ્ઞાન, દ્રવ્યાનુયોગ, ન્યાય વિ. વિષયોમાં અત્યંત પારંગત હતાં. તેમના જીવનનું ઘડતર અનેક જૈનાચાર્યોએ કર્યું હતું તેથી ખૂબ જ ઉજ્વળ હતું. તેથી જૈનસમાજમાં ખૂબ જ વિનયી વ્યક્તિ તરીકે, બિન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
એમની મહાનતા તો જુઓ ! રૂપિયા દેખી મુનિવર ચળે એ ગુજરાતી કહેવતને ના-કામ બનાવવા તેમને ખંભાત અને કલકત્તાના સંઘો આજથી લગભગ ૩૩ વર્ષ પહેલાં બે લાખ (હાલે જેની લાખોની કિંમત થાય) રૂપિયાની થેલી તેમને અર્પણ કરવા આવ્યા પણ તેમણે એ સન્માન પ્રેમથી પરત કર્યું.
એમણે જીવનની શરૂઆતથી અંત સુધી માત્ર એક કામ કર્યું હતું જ્ઞાન-સાધના અને જ્ઞાનદાનનું.
જૈનોની સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ દ્વારા નિર્મિત શ્રુતસંબોધિભવન ભવન'નું ઉદ્ઘાટન એમણે કર્યું હતું. એ પેઢીનું સદ્ભાગ્ય કહેવાય !
પોતે જ્ઞાન મેળવવા માટે એક આજ્ઞાંકિત વિદ્યાર્થી પણ બની જતા પ.પૂ.આ.ભ. શ્રીલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી પાસે ન્યાયશાસ્ત્રનો વિશિષ્ટ અભ્યાસ કર્યો હતો. તે વખતે તેઓ પંડિત જ હતા.
સિદ્ધહેમ શબ્દાનુશાસન' લઘુવૃત્તિનું પૂ. સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી (પાટડીવાળા)ના શિયા, પ્રશિષ્યાઓને અધ્યયન કરાવી તેનું વિવરણ છપાવવાની પ્રેરણા કરેલી અને તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડેલ. આવા મહાન ગ્રંથનું વિવરણ કરવું તે કોઈ નાની વાત નથી.
એઓ જ્ઞાની ઉપરાંત ખૂબ જ ધૈર્યવાન હતા. સંસારિક જીવનમાં પણ તેમણે અનેક ઝંઝાવાતોનો સામનો કરવો પડ્યો હતો. કોઈ કાચા-પોચા હૈયાવાળો હોય તો ભાંગી પડે. પણ આ તો આધ્યાત્મિકજ્ઞાન અને જૈનકર્મવાદને પચાવીને બેઠા હતાં. એટલે શ્રાવિકાનું અવસાન, પુત્રનું અવસાન, પ્રથમ પુત્રી-જમાઈનું અવસાન, બીજા જમાઈનું અવસાન, એમના હૃદયને ઠેસ મારી ગયું પણ નિયતિને સલામ કરી આંખમાં આવેલા આંસુને અંદરથી જ પાછા વાળી દીધાં. ધન્ય છે છબીલકાકાને !!! ધન્ય છે તમારી વીરતાને !!!
તેમનું કાર્ય શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષ, શ્રી જૈન જે. એજયુકેશન બોર્ડ, શ્રી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા અને ખંભાત વિ. અનેક જૈન સંસ્થાઓના એઓ રાહબર હતા અને તે સંસ્થાના પ્રાણસમ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org