________________
૯૫
જ્ઞાન પુષ્પાંજલિ
પરમ આદરણીય પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કે. સંઘવી
અધ્યાપક શ્રી ગુણવંતભાઈ સંઘવી (ભાભરવાળા) ચાણસ્મા ૪
જેમનું નામ સ્મરણ કરતાં જ મસ્તક આદરથી ઝૂકી જાય, જેમનું સંસ્મરણ તન, મનમાં ધર્મની સુવાસ ફેલાવી જાય, જેમની યાદ શ્વાસે-શ્વાસે હૃદય સંસ્મરતું હોય તેવા સૌના પ્રિય, સરળ સ્વભાવી પં. છબીલદાસભાઈનો જન્મ, ધાર્મિક તથા વ્યાપાર ક્ષેત્રે જાણીતા બનાસકાંઠાના ભાભર ગામમાં થયો હતો.
પિતાશ્રી કેશરીચંદભાઈ અને માતાશ્રીના ઉરમાં હરખ સમાતો નહોતો. પુત્રને ધર્મના સુસંસ્કારોનું સિંચન અને જ્ઞાન-ધ્યાનના રસ્તે જ આગળ વધશે એવું મનમાં ઠામી લીધું.
ધર્મ સંસ્કાર ક્ષેત્રે આગળ વધવા તેઓશ્રીએ મહેસાણા શ્રીમદ્ યશોવિજયજીન જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. વિદ્વાન-કર્મઠ શ્રદ્ધાળુ પંડિતશ્રી પ્રભુદાસભાઈના સાન્નિધ્યમાં તેમજ તેમના માર્ગદર્શન મુજબ તથા પૂ. આચાર્ય ભગવંતોની નિશ્રા દ્વારા તેઓશ્રીએ દ્રવ્યાનુયોગ, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર વગેરેનું સુંદર અધ્યયન કર્યું, તેમનું શાસ્ત્રો વિષેનું જ્ઞાન તેમજ સમજ, તેના ઊંડા અભ્યાસ અને ઊંડા ચિંતનને આભારી હતું.
અભ્યાસ પૂર્ણ કરી તેઓ સ્તંભનતીર્થ (ખંભાત)માં શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિરમાં જ્ઞાનદાનાર્થે પ્રાધ્યાપક તરીકે જોડાયા. એક ધાર્યાં અડતાલીસ વર્ષ સુધીના તેમના સેવાકાળ દરમિયાન તેમના જ્ઞાનને અનેક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા કેટલાય જ્ઞાનપિપાસુ શ્રાવક-શ્રાવિકાઓને પિરસી તેમનામાં જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત કરેલી. જે આજે પણ અખંડ જલતી રહી કેટલાંય શાસનપ્રભાવનાના કાર્યોમાં ઉજાસ ફેલાવી રહી છે.
તેમનો સ્વભાવ ખરેખર અદ્ભુત હતો. તેમને પ્રથમવાર મળવા આવેલ વ્યક્તિ પણ તેમની વાત્સલ્યતા, મમતા અને મિલનસાર સ્વભાવથી અંજાઈ જતા. તેમના આવા પ્રેમાળ સ્વભાવને કારણે જ આખાય ખંભાતમાં તેમની ચાહના ખૂબ જ હતી. એટલે જ તો ભાભરના વતની હોવા છતાં જ્યારે વાત આવે કે છબીલભાઈ ક્યાંના ? તો જવાબ હોય ખંભાતના.
Jain Education International
આટલા વરસના મીઠા-મધુરા સહવાસ અને જ્ઞાનનું ઝરણું વહાવ્યા બાદ જ્યારે તેમની વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે ખંભાતની સંસ્થાઓના ટ્રસ્ટીઓ દ્વારા મોટી રકમથી તેમનું બહુમાન કરવાનો આગ્રહ તેમણે વિવેકપૂર્વક માન્ય ન કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org