________________
૩૯ )
,
, v * * * * * * * માર ww-
r- ક » ' , ' ' આ પમ *
રાનપુખાજાલ
અમારા હૃદયને જીવનભર એ વસવસો રહેવાનો કે એમના એ અરમાનને સફળ કરવામાં અમો ઉણા ઉતર્યા...
અયોધ્યાપુરની પ્રતિષ્ઠામાં એમના માર્ગદર્શનની તાતી જરૂરત હતી. પરંતુ એનો જવાબ આપ્યા પૂર્વે જ તેઓશ્રી ચાલ્યા ગયા...
શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા – ખંભાતમાં દરેક ગચ્છના પૂ. સાધુ ભગવતો, પૂ.સાધ્વીજી ભગવંતો પંડિતજી પાસે ભણવા આવતા. એટલું જ નહિ અભ્યાસના હેતુથી ખંભાતમાં સ્થિરતા કરતા, ચાતુર્માસ પણ કરતા.
જ્ઞાન સાથે વિનમ્ર સ્વભાવના કારણે ખંભાતના દરેક શ્રીસંઘોને માન્ય હતા. ખંભાતમાં જૈન, જૈનેતર વિદ્વાનો પણ સત્સંગ કરતા. ક્યારેક પ્રશ્નોનું સમાધાન પણ મેળવતા.
પ્રૌઢજનો જૈનતત્ત્વજ્ઞાનના રહસ્યો સમજવા આવતા તથા યુવાન વર્ગ પણ પંડિતજીનો અનુરાગી હતો કારણકે દરેક પ્રસંગે માર્ગદર્શન મળતું. વિધિ-વિધાનમાં કુશળ યુવાનવર્ગ ખંભાતમાં છે તે પંડિતજીનો ઉપકાર છે.
ખંભાત સાથેની પચાસેકવર્ષની આટલી આત્મીયતા હોવા છતાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ અને પુત્રોનો ધંધાર્થે સુરતમાં વસવાટ આ એકમાત્ર હેતુથી વિદાય લેવાનો પ્રસંગ આવ્યો.
ખંભાતના વિવિધ સંઘો અને સંસ્થાઓના ઉપક્રમે જિનશાસનરત્ન શેઠશ્રી રમણલાલ દલસુખભાઇ શ્રોફના પ્રમુખસ્થાને વિદાય સમારંભનું આયોજન થયું. આ પ્રસંગે જેઓ ઉપસ્થિત હતા તેઓએ જાણ્યું કે ખંભાતવાસીઓના હૃદયમાં પંડિતજીનું કેવું સ્થાન હતું.
શ્રી સંઘો અને સંસ્થાઓનો ઘણો ઘણો ભાવ હતો પરંતુ પંડિતજીની નિઃસ્પૃહતાના કારણે જે શ્રી સંઘો તથા સંસ્થાઓએ તિલક કરી, શ્રીફળ અર્પણ કરી સંતોષ માનવો પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org