________________
૧૪૪
પં. શ્રી પુખરાજજી અમીચંદજી
સ્પ્રે શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ક
ગુજરાતનું ગૌરવ અને રાજસ્થાનનું રતન એટલે પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી. જન્મભૂમિ : રાજસ્થાનનું શિવગંજ પાસેનું ગામ-વડગામ કર્મભૂમિ : યશોવિજયજી જૈનસંસ્કૃતપાઠશાળા-મહેસાણા
વિ. સં. ૧૯૭૬માં વડગામ(શિવગંજ)માં કોઠારી કુટુંબમાં તેમનો જન્મ થયો. માતાનું નામ કંકુબહેન અને પિતાજીનું નામ અમીચંદભાઈ.
ભાઈ-બહેન-માતા અને પિતાજી એમ ચારનું નાનકડું કુટુંબ. પિતાજી વ્યવસાયને અંગે મહારાષ્ટ્રમાં કલ્યાણ પાસેના એક નાનકડા ગામમાં કુટુંબ સહિત રહેતા.
પાંચ વર્ષની હસવા-રમવા-ખેલવાની વયે ‘શીતળા’ નીકળ્યાં. શક્ય ઉપચારો કર્યા. શરીર સ્વસ્થ થયું. પણ નયનોનું તેજ હણાઈ ગયું. ષ્ટિ ગુમાવી બેઠા.
પિતાજીએ લાડકવાયા એકના એક દીકરાની પાછળ પ્રથમ તો ખૂબ ખર્ચ કર્યો પણ દૃષ્ટિનું તેજ પાછું ન અપાવી શક્યા. પ્રયત્નો ફળ પ્રાપ્ત ન કરાવી શક્યા. તેથી છેવટે સર્વની સલાહ લઈ રાજસ્થાન વતનમાં પાછા ફર્યા. દેશી ફકીર-ભૂવા આદિ પ્રયત્નો પણ ઘણા કર્યા છતાં કંઈ ફરક ન પડ્યો.
હવે દૃષ્ટિ વાસ્તવિકતા તરફ આવી. આવા દૃષ્ટિહીન પુત્રને શું શિક્ષણ આપવું ? કઈ કળા શીખવવી ? તેવામાં પૂ જિતેન્દ્રસાગરજી મ. સા. (પૂ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના પૂ ગુરુદેવ) વિહાર કરતા વડગામ પધાર્યા.
પુત્રને પૂ મ સા પાસે લઈ ગયા. બધી વાત કરી. મ સાહેબે જણાવ્યું કે મહેસાણામાં જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવતી યશોવિજયજી પાઠશાળામાં દાખલ કરો. ભવિષ્યમાં સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ અને પરના જીવનમાં અજવાળાં પાથરશે.
Jain Education International
જ્ઞાન પુષ્પાંજલિ
મ સાની વાત પસંદ તો પડી. પણ એકના એક પુત્રને એટલે દૂર ક્યાં મોકલવો ? રાજ્ય જુદું, ભાષા જુદી, દૃષ્ટિહીન દીકરો ત્યાં એકલો કઈ રીતે રહેશે ? કેવી રીતે ભણી શકશે ? વગેરેના વિચારોમાં વર્ષ પસાર થઈ ગયું. પિતાજી તૈયાર થાય તો માતાજી ના પાડે, માતાજી તૈયાર થાય તો પિતાજીનું મન પાછું પડે.
For Private & Personal Use Only
www.jainelibrary.org