________________
(૩૫) * * * * * - *--*-*--- * * * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ )
સામાન્ય રીતે પંડિતોમાં દેખાતી અપેક્ષાવૃત્તિથી તેઓ ઘણા દૂર હતા. કોઈ તેમનું બહુમાન કરે કે દ્રવ્ય અર્પણ દ્વારા ભક્તિ પ્રગટ કરે તો તેઓ દ્રવ્યનું પ્રત્યાર્પણ કરતા.
સંવત ૨૦૫૬ના મારા સુરત કૈલાસનગરના ચાતુર્માસના અવસરે પૂજયપાદ આગમોદ્ધારકશ્રી દ્વારા સિત્તેર વર્ષ પૂર્વેથી પ્રગટ થતાં આગમતત્ત્વના ખજાના જેવા સિદ્ધચક્ર માસિકના પુનઃ મુદ્રણની વાત નીકળતાં તેઓ એટલા આનંદિત થઈ ગયા કે આ કાર્ય ગુરુભક્તિ રૂપે જલ્દી કરવા જેવું છે. જે કાર્યનો પ્રારંભ થયો અને પ્રથમ પ્રસ્તાવના આગમના મર્મને સ્પર્શતી સુંદર લખીને મોકલી જે પ્રથમ વર્ષના ગ્રંથમાં પ્રકાશિત થઈ છે. પંડિતજીએ જ્ઞાનને એવું પચાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે ભણવા આવે તો તેઓ અપ્રમત્તપણે તૈયાર થઈ જતા હતા. પંડિતજી જયારે આવે ત્યારે કંઈને કંઈ નવું વિચારવાનું કે વાગોળવાનું લેતા જ આવે. તેઓ એકવાર પ્રસંગોપાત બોલ્યા કે દીક્ષા ન લીધી એ મોટી ભૂલ થઈ છે. પરમાત્માના શાસનની સફળતાનું લક્ષ્ય એમના દિલમાં રમમાણ હતું.
આ પ્રસંગે એમના ત્રણે સુપુત્રો પાસે એક જ અપેક્ષા કે પિતાના માર્ગે સંપૂર્ણ ભલે ન ચલાય પણ શાસન પ્રત્યેનો તેમના જેવો અવિહડરાગ ધરી શાસનના કાર્યોમાં સદાય આગળ વધતા રહો.
પરમના કૃપામ્સને મેળવવા
પાત્રતાવિકસાવીએ આપણે પરમને પ્રાર્થના કરીએ અને તે પ્રાર્થના ઓછી ફળે તો, આપણે પરમની શક્તિમાં શંકા કરવાને બદલે, આપણી પાત્રતા તરફ નજર કરીએ તો, તરત જ મર્મ પકડાશે કે પાત્રતા પ્રમાણે જ ફળ મળ્યું છે. જેવો પાત્રતાનો વિકાસ થશે કે તરત જ ફળનું પ્રમાણ વધવા લાગશે.
ગંગાનો અફાટ જળરાશિ અગાધ અને અપાર છે; તે તમને ભીંજવવા અને તૃપ્ત કરવા, તમારા પાત્રને છલકાવવા તત્પર છે, પણ તે તમારા પાત્રમાં સમાય તેટલું જ આપી શકે, તેથી વધારે નહીં. ' પાત્ર જેટલું હોય, તેટલું જળ મળે.
પરમાત્માની કૃપાનું પણ આવું જ છે. પરમાત્માની શક્તિનું અવતરણ પણ એવું જ છે. આપણી પાત્રતા પ્રમાણે લાભ કરે. આપણે તો, આપણા પાત્રને સતત વિકસાવતા રહેવાનું છે. ગુણસમૃદ્ધિ દ્વારા આપણી પાત્રતા વિકસાવીએ અને પરમના કૃપા-રસથી આપણા જીવનના પાત્રને છલોછલ છલકાવીએ, પરમનું તો આપણને આમંત્રણ છે જ.
પરમ અને પાત્રતાનો મેળ થશે તો, પાત્ર ભરપૂર ભરાઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org