________________
૮૮ મુજબ તિow: અ » અ »ex સગ્ગી
બાબત - ડીસા રાનપુષ્પાંજલિ
વિ સમ્યગુજ્ઞાનની જીવંત પરબ
* શ્રી કુમારપાળભાઈ દેસાઈ, અમદાવાદ પંડિતવર્ય શ્રી છબીલદાસ સંઘવીનું વિદ્યોપાસનાયુક્ત જીવન એટલે પ્રગાઢ શ્રુતભક્તિનો અવિરત મહાયજ્ઞ. ૮૪ વર્ષના એમના જીવન પર દૃષ્ટિપાત કરીએ તો જૈનધર્મના પંડિતો અને શિક્ષકોની ગરિમાનો ખ્યાલ આવે છે. એમણે સાધુ-સાધ્વીજીઓને પોતાની આગવી શૈલીથી અભ્યાસ કરાવ્યો. કેટલાયના એ જ્ઞાનદાતા ઉપકારીગુરુ બન્યા. શ્રાવક-શ્રાવિકાઓએ એમની પાસે ભણીને દીક્ષા અંગિકાર કરી ! જ્યારે કેટલાય શ્રાવક-શ્રાવિકાઓને એમની પાસેથી જૈનધર્મનું ગહન જ્ઞાન પ્રાપ્ત થયું ! એમણે અનેક ધાર્મિક શિક્ષકો તૈયાર કર્યા અને એ રીતે જીવનભર ધર્મ-દર્શનના જ્ઞાનનો મહાયજ્ઞ કરતા રહ્યા. આ રીતે જૈનદર્શનની એક વિરાટ યુનિવર્સિટી સમાન પંડિતજી હતા. જૈન તત્ત્વજ્ઞાન, દ્રવ્યાનુયોગ અને ન્યાય જેવા વિષયોમાં એ પારંગત હતા. હજારો સાધુસાધ્વીજીઓને એમણે કઠિન ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. ન્યાય, વ્યાકરણ કે કર્મસાહિત્યના ગહન વિષયોમાં પંડિતજીની એવી સરળ ગતિ હતી કે અઘરામાં અઘરો પ્રશ્ન તેઓ ઉકેલી આપતા. અનુપમ જ્ઞાન, ઉત્કટ શાસનપ્રેમ, ધાર્મિક શિક્ષણ આપવા માટે લીધેલો ભેખ – આ બધી બાબતો પંડિતજીના જીવનમાં સુપેરે પ્રગટ થતી રહી.
મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં એમણે જૈનશાસ્ત્રનો અભ્યાસકર્યો. જૈન સમાજ આ પાઠશાળાનો હંમેશાં ઋણી રહેશે કે જેના દ્વારા જૈનદર્શનની અને ધર્મશિક્ષણની જયોત સદૈવ જલતી રહી છે. એમાં અભ્યાસ કરનારાઓએ ગુજરાતમાં જૈનધર્મનું પાયાનું શિક્ષણ આપ્યું. આવી પાઠશાળામાં અભ્યાસ કરનાર પંડિતજી સ્વયં પાઠશાળા બની ગયા, આથી જીવનના અંત સુધી એમને ધાર્મિક અભ્યાસ કરાવવાની પ્રબળ ઇચ્છા રહેતી. સાધુસાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક અભ્યાસ માટે સતત ચિંતા સેવતા હતા. પોતે સ્વયં અભ્યાસ કરાવવામાં એટલા ઓતપ્રોત થઈ જતા કે સમય ભૂલીને કલાકોના કલાકો સુધી ભણાવતા રહેતા.
આવા મહાન પંડિતવર્યના જીવનમાં કંઈ ઓછી અગ્નિ પરીક્ષા આવી નથી ! જીવનમાં કેટલીય વ્યવહારિક આપત્તિઓના ઝંઝાવાતો આવ્યા. શ્રાવિકાનું અવસાન, પુત્રનું અવસાન, પ્રથમ પુત્રી અને જમાઈનું અવસાન અને બીજા જમાઈનું અવસાન – આ બધી અતિ દુ:ખદ ઘટનાઓ એમના જીવનમાં બની, આમ છતાં એ તમામ વ્યાવહારિક વિટંબણાઓને સમભાવથી સ્વીકારતા રહ્યા. આ વિદ્યાગુરુની મહત્તા તો જુઓ ! ૩૩ વર્ષ પૂર્વે ખંભાત અને કલક્તાના સંઘોએ બે લાખ રૂપિયાની થેલી અર્પણ કરવાનું નક્કી કર્યું. એ સમયે બે લાખ રૂપિયાનું મૂલ્ય ઘણું હતું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org