________________
જ્ઞાન પુષ્પાંજલિ
હતી. બહુ ઓછા પંડિતજી હોય છે કે જેઓનું એક માત્ર કર્તવ્ય વિદ્યાવ્યાસંગનું જ હોય ! પંડિતજી તેમાંના એક હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી અભ્યાસ કરાવતા રહ્યા. જાણે જ્ઞાનદાનની પરબ ખોલીને બેઠા હતા. જે આવે તેને જ્ઞાનનું પાન કરાવતા હતા.
૮૭
અનેક શાસ્ત્રો ભણ્યા હતા. જૈનદર્શનના આરૂઢ વિદ્વાન હતા, વર્ષોનો અનુભવ હતો, અનેક સાધુ-સાધ્વી ભગવંતના વિદ્યાગુરુ હતા છતાંય અહંકારનો અંશ પણ ન હતો. શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તુરભાઈના પ્રિયપાત્ર અને શેઠશ્રી શ્રેણિકભાઈના આદરણીય છતાં તેનો ગર્વ ન હતો. સાચું અને શાસ્ત્રોક્ત કહેવામાં જરાય ખચકાતા નહીં. ધારી સફળતા ન મળે તો પણ નિરાશ ન થતા. છેલ્લા દિવસોમાં મળવાનું થયું ત્યારે તેમના મુખ ઉપર જીવન જીવ્યાનો આનંદ વર્તાઈ રહ્યો હતો. જરાય દુ:ખ, ખેદ કે ઓછપનો ઓછાયો જણાતો ન હતો. મેં એક પ્રશ્ન પૂછ્યો હતો, પંડિતજી ! તમારા જીવનમાં કયા ગ્રંથે સહુથી વધુ પ્રભાવ પાડ્યો છે ? તેમણે તરત જ ઉત્તર આપ્યો - જ્ઞાનસાર ઉપાધ્યાય યશોવિજયજીનો આ ગ્રંથ તેમને સહુથી વધુ પ્રિય હતો. આમ તો અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ પણ પ્રિય હતાં પણ જ્ઞાનસાર વધુ. તેઓએ જણાવેલું કે ગમે તેટલા પાઠ હોય પણ એક પાઠ જ્ઞાનસારનો અવશ્ય રાખે જ. તેમને મન આ જૈનશાસનનું એક અદ્ભુત નજરાણું હતું. બીજો એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમને સિદ્ધાન્તનો ક્યો ગ્રંથ સહુથી વધુ પ્રિય છે. ત્યારે તેમણે જણાવેલું કે તત્ત્વાર્થાધિગમ સૂત્ર ! આ ગ્રંથ સમગ્ર જૈન દર્શનનો નિચોડ છે. આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન પણ સતત કરાવતા હતા. આવા પંડિતજીના જીવનમાં પ્રભુભક્તિનું પણ અનેરું સ્થાન હતું. રોજ અચૂક પ્રભુભક્તિ કરે જ. કાંઈ પણ વિધાન કરતા પરમાત્માના શાસનની બીક તો અચૂક રાખે જ. વિદ્વત્તા, નીડરતા, નિખાલસતા, સરળતા, સહજતા, સાદગી આવા અનેકગુણોથીઅલંકૃત પંડિતજી જૈન શાસનના એક અનન્ય પંડિતશ્રી હતા. તેમને શતશઃ વંદન.
Jain Education International
વિશ્વની કોઈ સંસ્કૃતિએ ધાર્મિક શાસ્ત્રગ્રન્થોની જેટલી કિંમત નહીં આંકી હોય તેટલી જૈનસંઘે આંકી છે. જૈનશાસનમાં તીર્થંકરભગવંતની મૂર્તિની જેટલી પૂજ્યતા ગણવામાં આવે છે તેટલી જ પૂજ્યતા અને પવિત્રતા જૈન આગમોની આંકવામાં આવી છે. જૈનો જે રીતે ભગવાનની મૂર્તિની અષ્ટપ્રકારીપૂજા કરે છે એ જ રીતે જૈન આગમગ્રન્થોની પૂજા કરે છે. પવિત્ર આગમગ્રન્થોના આ વારસાનું જતન કરવા માટે જ પ્રાચીન કાળથી વિવિધ કેન્દ્રોમાં જ્ઞાનભંડારો સ્થાપવામાં આવ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org