________________
જ્ઞાન પુષ્પાંજલિ
વિદ્યાપ્રેમીએ હંમેશાં વિદ્યાદાન આપ્યું હતું. સદા જ્ઞાનદાન આપનાર કશું લે ખરા ? એ વિદ્યાદાન સ્વીકારે, પણ ધનદાન તો નહીં જ ! આથી એમણે પોતાના એ સન્માનનો સ્નેહથી અસ્વીકાર કર્યો. પંડિતવર્ય પાસે કેટલાય ધાર્મિક શિક્ષકો આવતા, પોતાની મુશ્કેલીઓ કહેતા. એમની આર્થિક અને અન્ય મુશ્કેલી સાંભળીને પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનું હૃદય દ્રવી જતું. જ્ઞાનના આ વિરલ વડલાને શ્રી નમસ્કાર મહામંત્ર પર અપ્રતિમ આસ્થા હતી. ચિત્તમાં એવું પણ હતું કે જીવનભર સ્વાધ્યાય તપ કર્યું. એ સ્વાધ્યાયના ભાવમાં જ જગતની વિદાય લેવાય તો કેવું સારું ! અને બન્યું પણ કેવું !
૮૯
ઈ. સ. ૨૦૦૨, ૨૦મી ઑગસ્ટે સવારે જિનેશ્વર દેવની પૂજા કરી. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવા માટેની તૈયારી કરતા હતા, તે સમયે એમના પર હૃદયરોગનો હુમલો થયો. એમના જીવનમાં સદૈવ પ્રિય એવા નમસ્કાર મહામંત્રનું એમના પુત્રોએ રટણ કર્યું અને એ અંતિમ વેળાએ પંડિતવર્ય છબીલદાસભાઈની દૃષ્ટિ અરિહંત પરમાત્માની છબી પર હતી.
કેવું ધન્ય જીવન ! કેવું ધન્ય મૃત્યુ !
પંડિતવર્ય છબીલદાસભાઈનું જીવન જોતાં યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની એ કાવ્યપંક્તિઓ ચિત્તમાં જાગી ઊઠી :
Jain Education International
શરીર બદલે, તું તો અમર છે, નિર્ભય જ્ઞાને રહેશો. મૃત્યુ તે તો મહોત્સવ સરખું, માન અલખપદ લેશો.
હે દયાનિધિ ! ક્રોધ અને વેર, શોક અને ઈર્ષા, નિંદા અને ચાડી, આ બધાને ઘૂંટીઘૂંટી મારામાં ભર્યા છે. દ્વેષ ભારોભાર ભરાયો છે. બહુ ઊંડાં એનાં મૂળ છે. છતાં, મેં તો અન્યના જ દોષ જોયા છે. અપ્રીતિ જગાડી છે અને મૈત્રી ભગાડી છે. આ દ્વેષે મને બાળ્યો છે. બળીને હું કોલસા જેવો થઈ ગયો છું.
હું નું સ્વરૂપ સર્વથા બદલાઈ ગયું છે. મારા ઘરમાં મહેમાન માલિક બની ગયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org