________________
* * --(જ્ઞાનપુષ્પાંજલિ )
આ રીતે મારે તેમની પાસે લગભગ પણ મહિના ભણવાનું થયું. ભણાવવાનો તેઓશ્રીનો એવો રસ કે ૩-૩ કલાક ક્યાં પસાર થઈ જાય તે પણ ખ્યાલ ન આવે. લગભગ ૮૦ વર્ષની ઉંમરે પણ શરીર કમજોર છતાં એ જ ખંતથી ભણાવતા હોય ત્યારે ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. આમ મારી ઉપર તેમનો ઘણો ઉપકાર છે, જેનો બદલો ક્યારેય વળી શકે તેમ નથી.
વિદ્વદ્વર્ય શ્રી છબીલદાસભાઈએ આજીવન શ્રુતજ્ઞાનની ગંગા વહાવી હતી. તેમાં કેટલાયે સાધુ-સાધ્વીજી-જિજ્ઞાસુઓ જ્ઞાનાર્જન કરી ધન્ય બન્યા હતા. તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરનારા આજે પણ તેઓને યાદ કરતાં આનંદ અનુભવે છે.
તેમના ગુણોની અનુમોદના કરતાં કરતાં આપણે પણ જીવનમાં જ્ઞાનયોગ સાધીએ અને સ્વપરનું કલ્યાણ કરીએ એ જ શુભેચ્છા.
(0) કલિકાલસર્વજને હાદિ8 વંદના
1 જ્ઞાનના સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વરજી મહારાજ ! આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી, – એ સુભગ અકસ્માત હતો. દેશ–પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા; જયારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, એ રાજયનું, એ પ્રજાનું સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પરલોક પધાર્યા. આપનું એ પરલોકે પધારવું; – એ એક અનિવાર્ય નિયતિ હતી. આપના જવાથી, અમે રંક બન્યા તેવું લાગ્યું; પણ આપે જે આપ્યું, તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ, એ પણ એટલું જ સાચું છે અને તે તો, સ્મૃતિમાં સતત ઝબકે છે. આજે સંસ્કૃતિ–સાહિત્ય સમેત અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે; તે આપના કારણે જ છે. આપનાથી જ, આજે અમે ઉન્નત મસ્તક છીએ. આપના પવિત્ર ચરણોમાં, નતમસ્તકે ફરી વંદના કરીએ છીએ. જય હો ગૂર્જર સંસ્કાર–વિધાતા, યુગનિર્માતા, શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજને. બe.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org