________________
(૧૩૧ )
- ૧
+
- એક સાંસદ ગોપાલ માં જ્ઞાનપુષ્પાંજલિ
(ટ વાત્સલ્યનિધિ પૂજ્ય પિતાશ્રીના
સ્થંભનપાર્શ્વનાથ પ્રભુજી જે નગરીનું આભૂષણ કહેવાય અને ઇતિહાસમાં જેની સમૃદ્ધિની વાતો સુવર્ણાક્ષરે લખાઈ છે તે “ખંભાત' નગરીમાં ૫૦ વર્ષ એકધારી જ્ઞાનગંગા વહાવી ચતુર્વિધ શ્રી સંઘની જ્ઞાનતરસ છીપાવવા આપે ભગીરથ પુરુષાર્થ કર્યો.
આપનો જ્ઞાન વારસો લેવામાં અમે ઉણા રહ્યા. આમ છતાં જે સંસ્કારસભર અમારું જીવન છે તે આપને આભારી છે.
ધંધાર્થે અમે સૂરત આવ્યા છતાં આપ અને અમારા પૂ. માતુશ્રી ખંભાતમાં જ રહ્યા અને પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી ભગવંતો તથા પ્રૌઢ શ્રાવકોને આપ સતત જ્ઞાન પીરસતા રહ્યા.
પૂ. માતુશ્રીના સ્વર્ગવાસ બાદ અમારા અતિઆગ્રહથી અનિચ્છાએ ખંભાતથી આપનું સુરતમાં આગમન થતાં અમારા રોમે રોમમાં આનંદ આનંદ થયો.
અસ્વસ્થ શરીરમાં પણ જ્ઞાનયોગ અવિરત ચાલુ રહ્યો. અભ્યાસ માટે પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી ભગવંતોના પગલાં પ્રતિદિન ઘરમાં થતાં રહ્યાં. આપે જ્ઞાન આપી લાભ લીધો અને અમને સુપાત્રદાનનો મહાન લાભ અપાવ્યો.
આપની પાસે ખેંચાઈને પંડિતજીઓ અને અધ્યાપકશ્રીઓ આવતા કારણ આપનામાં જ્ઞાન સાથે વાત્સલ્યભાવ, ગંભીરતા, નમ્રતાદિ ગુણો હતા. અફસોસ અમે જ કોરા રહ્યા.
આપના પ્રેમની છત્રછાયામાં ન હતી ચિતા કે ન હતી ફિકર પણ આપની અણધારી વિદાયથી અમારા અરમાન અધૂરાં રહ્યાં.
વિદાયની ક્ષણે અમારી હાજરી એ અમારું અહોભાગ્ય સમજીએ છીએ. કોઈક વિરલ પુરુષને જ અંત સમયે આવી સમાધિ હોય. આપના સ્વર્ગવાસના સમાચાર જાણ્યા પછી પૂ. આચાર્યભગવંતાદિના, પૂ.સાધ્વીજી ભગવંતોના, શ્રેષ્ઠીઓ, પંડિતજીઓ, સાહિત્યકારોના જે સંદેશા આવ્યા તે વાંચ્યા પછી લાગ્યું કે આપ કેવા મહાન હતા? ગુણ વૈભવ મેળવવામાં અમે ખરેખર વંચિત રહ્યા. આપ જે પંક્તિ વારંવાર કહેતા તે યાદ આવે છે.
હંસ તો જ્યાં જશે ત્યાં શોભારૂપ બનશે, હાનિ તો હંસે છોડી દીધેલા જળાશયને છે. આજે આપના વિરહમાં અમે સૌ શોભાહીન અને નિસ્તેજ જળાશય જેવી હાલત અનુભવી રહ્યા છીએ.
આપના જેવી સમાધિ અને પંડિતમરણ અમોને પણ મળજો એવી પ્રાર્થના સાથે પુનઃ નતમસ્તકે વંદન કરીએ છીએ.
પુત્રો તરૂણ, જયેશ, ઉમેશ પુત્રવધૂઓ અપેક્ષા, કલ્પના, આશિતા પૌત્રો તરલ, વિરલ પૌત્રીઓ સેફાલી, રિયા, પ્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org