________________
(૧૩૨ ) Aur wાર
ડબ એ બને . જો રાજ (
રશીનપપ્પાજાલ
વિભાગ - ૨ વિદ્યાદાતા પ.પ્રશ્રી છબીલદાસભાઈ સંઘવીનું ' પાલીતાણામાં વિશિષ્ટબહુમાન (I/
વીતરાગની આજ્ઞાનું પાલન એ વિતરાગની મોટીપૂજા છે. વીતરાગની આજ્ઞા, જ્ઞાન પ્રાપ્તિથી સમજાય છે. જ્ઞાનના માધ્યમથી શાસન ચાલે છે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હોવા જરૂરી છે. વર્તમાન સમયમાં ધર્મ પર આક્રમણો થઈ રહ્યાં છે ત્યારે બચાવનારું તત્ત્વ કોઈ હોય તો તે જ્ઞાનતત્ત્વ છે. સાધુસંસ્થા ઉત્કૃષ્ટ સંસ્થા છે. એને તૈયાર કરનાર પંડિતો છે. પંડિતોનું સન્માન કરવાની આપણી સૌની ફરજ છે. આજે પંડિતોની અછત છે. જ્ઞાનનું મૂલ્ય થઈ શકે નહીં. પંડિતોનું ગૌરવ કોઈ રીતે ઓછું થવું ન જોઈએ.
શુક્રવાર, તા. ૪-૪-૯૭ના રોજ પાલીતાણામાં તળેટી પાસે આવેલી ગિરિવિહાર સંસ્થાના રજતજયંતિ મહોત્સવ નિમિત્તે પૂ.આ.ભ.શ્રી હેમપ્રભસૂરિજી મ.સા.ની નિશ્રામાં પૂ.સાધુસાધ્વીજી ભગવંતોને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપનાર પંડિતોના યોજાયેલા વિશિષ્ટ બહુમાનસમારંભમાં પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસાગરસૂરિજીએ ઉપરના શબ્દોમાં જ્ઞાન અને જ્ઞાનદાતાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
પૂ.આચાર્યશ્રી હેમપ્રભસૂરિજીએ તેમના પ્રવચનમાં ગુરુકૃપાનું મહત્ત્વ સમજાવીને પંડિત પ્રવર છબીલદાસ સંઘવીના ઉપકારનું પ્રેમપૂર્વક સ્મરણ કર્યું હતું અને પંડિતોના વિશિષ્ટ બહુમાનના રૂપમાં ‘ગિરિવિહારમાં યાત્રા નિમિત્તે આવનાર પૂ. સાધુભગવંતો અને પૂ. સાધ્વીજી મ. સાહેબોને ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત આદિ ગ્રન્થોનો અભ્યાસ કરાવનાર પંડિતજીઓને પરિવાર સાથે શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સૂચનાનુસાર નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા આપવા એક બ્લોક ખાલી રહેશે એવી જાહેરાત કરી હતી. બ્લોક નં. ૪૧ પર મૂકવામાં આવનાર તકતીમાં આ બ્લોક ઉપરોક્ત હેતુથી પંડિત પ્રવર છબીલદાસ સંઘવીને અર્પણ કરાયાનો ઉલ્લેખ વાંચી સંભળાવવામાં આવ્યો હતો.
પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ધાર્મિક અભ્યાસ કરાવનાર ૮૨ પંડિતોની યાદીમાંથી કેટલાક વિશિષ્ટ પંડિતોનો પરિચય આપવામાં આવ્યો હતો. (આ પંડિતો મહેસાણાની પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, તેમાં ૬૫ વર્ષથી જ્ઞાનગંગા વહાવતા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પંડિતવર્ય છબીલદાસ સંઘવી, ૪૫ વર્ષથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા, દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પંડિતવર્ય ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૪૩ વર્ષથી ધાર્મિક અધ્યાપન કરાવતા, રસિકલાલ શાંતિલાલ મહેતા (બધા સુરત નિવાસી), જૈન ધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના મંત્રી, અને મુંબઈની ગોડીજી પાઠશાળામાં ૩૫ વર્ષથી ધાર્મિક શિક્ષણ આપી રહેલા પંડિત વસંતભાઈ દોશી, મુંબઈમાં પચાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org