________________
જ્ઞાન પુષ્પાંજલિ
o
પંડિતજીની ચિરવિદાય બાદ પૂ. આચાર્ય ભગવંતો વગેરેના જે પ્રતિભાવ સાંભળવા છે મળ્યા ત્યારે થયું કે કોઈ વિરલ વ્યક્તિત્વ આ જ્ઞાની સુશ્રાવકનું હતું. આ
તત્કાલીન જે. મુ.પૂ. તપાગચ્છ જૈનશ્રમણસંઘના વડીલ આ.ભ. પૂ.પાદ શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજી મ.સાહેબ (ડહેલાવાળા) આદિ ગુરુભગવંતો, પંડિતજી પાસે અભ્યાસ કરી છે જ્ઞાન અને ચારિત્રધર્મની આરાધનામાં રત પૂ. સાધ્વીજી મ. સાહેબો, શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ હુકમ
કસ્તુરભાઈ શેઠ આદિ સુશ્રાવકો તથા વિદ્વાન પુરુષોના આવેલા સંદેશાઓ વાંચતાં સ્વ. પંડિતજી , પ્રતિ લાગણી ધરાવતા શ્રુતરસિક પુણ્યાત્માઓના અંતરમાં એવો ભાવ જાગ્યો કે નાનાસ્વરૂપમાં પણ સ્મૃતિવિશેષાંક પ્રગટ થાય. સ્વ. પંડિતજી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ સાથે પ્રારંભથી સંકળાયેલા હતા એટલું જ નહિં પણ અંતિમ સમય સુધી માર્ગદર્શક રહ્યા. આ સંસ્થાના 06 પદાધિકારીઓના હૃદયમાં પંડિતજીનું અદ્વિતીય સ્થાન હતું “પરિષદૂ’ સ્મૃતિવિશેષાંક પ્રકાશિત કરે આ ભાવના શુભેચ્છકોએ દર્શાવતાં પરિષદે તેમની રજૂઆત વધાવી લીધી. જ્ઞાનના માધ્યમથી પુષ્પોનીજેમ સુવાસ પ્રસરાવનાર જ્ઞાનીપુરુષને અંજલિ આપવાની હોવાથી આ ‘સ્મૃતિવિશેષાંક'નું .યથાર્થ નામ ‘જ્ઞાનપુષ્પાંજલિ' રાખવાનું નક્કી થયું.
| સ્મૃતિવિશેષાંકમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિના, પૂ. સાધ્વીજી મ. સાહેબોના, સુશ્રાવકોના અને વિદ્વાન્ અધ્યાપકોના લેખ, સંદેશા પ્રાપ્ત થયા તે લીધા છે તદુપરાંત પરિશિષ્ટ • વિભાગમાં શ્રીમદ્ યશોવિજયજી જૈનસંસ્કૃત પાઠશાળા -મહેસાણા (પંડિતજીની " જ્ઞાનદાત્રીમાતૃસંસ્થા) તથા ધર્મવીર શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ (માતૃસંસ્થાપક), જિનશાસનના દૃઢરાગી સ્વ. પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ (વિદ્યાગુરુ), વ્યાકરણ વિશારદ્ સ્વ. પં. પ્ર શ્રી હવે © શિવલાલભાઈ – પાટણ (સહાધ્યાયી), કર્મસાહિત્ય નિપુણ પ્રજ્ઞાચક્ષુ સ્વ. પં. શ્રી પુખરાજજીભાઈ કે -
(વિદ્યાર્થી) આ જ્ઞાની પુરુષોનું જીવન અને યોગદાનશું છે તેનો ખ્યાલ શ્રી સંઘોને મળે તેથી તે સંબંધી લેખો પણ લીધા છે.
તથા (૧) હસ્તપ્રત એક પરિચય (૨) શ્રી કૈલાસ સાગરસૂરિજ્ઞાનમંદિર, કોબાતીર્થ, (ગાંધીનગર-અમદાવાદ) (૩) જિનશાસન આરાધના ટ્રસ્ટ
જિનાગમની વિશેષ જાણકારી મળી શકે તે ધ્યાનમાં લઈ આ ત્રણ લેખો પણ મૂકવામાં આવેલ છે
આ સ્મૃતિ વિશેષાંકનું પ્રકાશન શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદે કર્યું છે આ અંગેનો ખર્ચ સંસ્થામાં નાખવામાં આવેલ નથી પરંતુ શુભેચ્છકોએ સંપૂર્ણ આર્થિક સહયોગ આપી આ લાભ લીધો છે.
0
Jain
25