________________
*( જ્ઞાન પુષ્પાંજલિ )
શ્લોકપ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં તેઓશ્રીને કાશીના વિદ્વાનોએ “ન્યાયાચાર્ય” બિરુદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. ત્યાં તેઓએ બૌદ્ધદર્શન વગેરે એકાંતવાદીઓનું ખંડન કરવા પાછળ રહસ્ય નામાંકિત, ‘બિંદુ' નામાંકિત, અર્ણવ” નામાંકિત સેંકડો ગ્રંથો બનાવ્યા. પણ દુઃખની વાત છે કે ટૂંકા ગાળામાં પણ એ બધા ગ્રંથોની ઉપલબ્ધિ નથી. જે કંઈ ઉપલબ્ધ છે તે તો તેમની રચનાની દષ્ટિએ ૧૦ ટકા જ હોય તેમ લાગે છે. છતાં પણ આજે આપણા માટે એટલું પણ મળ્યું માની સંતોષ માનીએ તેના કરતાં અવારનવાર આવી પરિષદો યોજી ખોજ કરવી જ જોઈએ.
ઉપાધ્યાયજી મહારાજશ્રીએ “તત્ત્વાર્થભાષ્ય” ઉપર ટીકા રચી છે. તેમાંનો માત્ર પ્રથમ અધ્યાય જેટલો જ ભાગ મળે છે. જેના ઉપર ઐદયુગીન આઇ શ્રીમદ્વિજયદર્શનસૂરીશ્વરજી મ. સાહેબે ટીકા રચેલ છે તેની હું પ્રેસકોપી કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું સંકોત્કીર્ણ એક એક વચન અગાધ પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું. તો દશેય અધ્યાયની ટીકા મળી હોત તો આજે મળતી બીજી તત્ત્વાર્થભાષ્યની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જ જાણવા-વિચારવાનું મળત છતાં આજે જે ગ્રંથો મળે છે તે પણ આપણે માટે તો એટલા છે કે તેને સારી રીતે વાંચવાની વિચારવાની, ઊંડાણમાં ઉતારવાની પડી છે કોને? છતાં આવી પરિષદો સુષુપ્ત માનસને જાગ્રત કરવા માટે અતિ ઉપયોગી બનશે તેવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. અને એ રીતે તેમના બનાવેલા ગ્રંથોનું વાંચન-મનન-પરિશીલન થાય, અનુપલબ્ધ ગ્રંથોની શોધખોળ થાય, અપ્રગટ હોય તે પ્રગટ થાય તે તેમની સાચી સેવા છે.
વળી તેમનાં વચનો પ્રમાણે યથાશક્ય માર્ગના પાલનરૂપ ઓછામાંઓછી જરૂરિયાતોથી આપણા જીવનને નિભાવવા જેટલો સ્વાર્થત્યાગ કેળવીએ કે જેમાં અંશતઃ ભૂતમાત્રની સેવાનો ફાળો આવે તેમ જ તેમણે આપેલો વારસો જાળવી રાખ્યો ગણાય. નહીં તો વારસામાં મળેલી વસ્તુનો દુરુપયોગ કરનાર અકુલીન પુત્રની જેમ આપણે પણ આવા મહાપુરુષોને અન્યાય આપી રહ્યા હોઈએ એમ શું નથી લાગતું?
તો બને તેટલા તન-મન-ધન ખર્ચે તેમના અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશમાં લાવવા અને પઠનપાઠનના મોટા વર્ગો, ઇનામો અને ઉપાધિઓની યોજના કરવી તે હાલના તબક્કે અતિઆવશ્યક છે.
ઉપાધ્યાયજી સમર્થ તાર્કિક હતા, એટલું જ નહિ પણ ભારોભાર અધ્યાત્મજ્ઞાની પણ હતા, એ તેઓશ્રીના બનાવેલા “અધ્યાત્મસાર', “અધ્યાત્મોપનિષદ્', “જ્ઞાનસાર' વગેરે ગ્રંથોથી સ્પષ્ટ માલુમ પડે છે.
પૂર્વના મહાપુરુષો શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ તથા શ્રી સિદ્ધસેનદિવાકરજીનાં પરસ્પર વિરુદ્ધવચનો દેખાવા છતાં નયાપેક્ષ વચનોને બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું છે. તે વર્તમાન પૂ.આચાર્યપુંગવોએ ધ્યાનમાં લેવા જેવું છે.
તેમના જીવનને લગતી કેટલીક કિંવદંતીઓ ચાલી આવે છે અને તેમાં તથ્ય હોવાની સંભાવના ઘણી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org