________________
(૧૨૮)
૩ જw v, v.in . " . *
* e તો » મા "
- : કે
શાનપુષ્પાજલિ
તો
શાસનરત્ન, પંડિત શિરોમણિ શ્રીયુત છબીલદાસ કેસરીચંદ સંઘવીને ગુણાંજલિ - પૂ. મુનિરાજ શ્રી નિર્વેદચન્દ્ર વિ. મ. સાહેબ હં
(તેરી શહનાઈ ડોલે-રાગ) છબીલભાઈ પરલોક જાયે, જ્ઞાનની જ્યોત જલાયે, સહુની આંખો ભીની ભીની થાય ચાંદ પૂનમનો ડૂબી જાય, અમાસી અંધારા પથરાયે, સૂનું સૂનું બધું બની જાય રે... ધન્ય ધન્ય ભાભરની ધરતી, તે આપી આવી દિવ્ય વિભૂતિ, કેશરીભાઈને કુળ દિવાકર, તે શાસનનું અણમોલ જવાહર, જે કોર માતાના દુલારા, લીલાબેનના પ્રાણ પ્યારા, અમર યાદો મુકીને જાય રે, ધન્ય ધન્ય મહેસાણા પાઠશાળા, જ્ઞાનીજનોની તું છે જનેતા, કેટકેટલા પંડિતો તે આપ્યા, કેટકેટલા પ્રભ પંથે વળીયા, આવી માતાના ખોળે, છબીલભાઈ ઉછરે, પંડિત શિરોમણી એ બની ગયા રે... પચાસ વરસો ખંભાતમાં વીતાવ્યાં, જ્ઞાનનાદાન અખંડ વહાવ્યાં, મોટા નસીબ છે સુરત શહેરના, પંડિતજી અહીં આવી વસીયા, એના આગમનથી બની, સુરત જ્ઞાન નગરી, એના નામો ભારતમાં ગવાય રે... જ્ઞાનમંદિર જેવું ઘર હતું એનું, સાધુ-સાધ્વીથી ભરેલું ભરેલું, હવે પડી ગયું સૂનું સૂનું, એક જાતા બધું થઈ ગયું નકામું, પગલાં સાધુ-સાધ્વીના, હવે ક્યાંથી થવાનાં, એના દીકરા-દીકરી બહુ મૂંઝાય રે, શ્રાવણ સુદની તે રસ ગોઝારી, મૃત્યુના સંદેશા લઈને આવી, નવકારમંત્રી સુણતાં ને સમરતાં, દુનિયાથી છેલ્લી વિદાય લીધી, દેહ પિંજર છોડ્યું - પંડિત મરણ લીધું - એનું મૃત્યુ મહોત્સવ બની જાય રે... હજારો રડતી આંખે જોવાતી, અંતિમયાત્રા એની ચાલી, ધ્રુજતા હાથે ને ભાંગેલ હૈયે, વહાલાને વસમી વિદાય આપી, શિરછત્રા ગયું - ઘરનું મોભ તૂટ્યું - નોંધારા સહુયે બની જાય રે, જ્ઞાનસાધના એવી કરી ગયા છો, વજસ્વામી બની જન્મ લેજો, જ્ઞાનદીપ એવા પ્રગટાવજો, જિનશાસનના સિતારા બનજો, પ્રભુ તારા ધામમાં લેજે, શાશ્વત શાંતિ દેજે, સુરત સંઘ ગુણાંજલિ ગાય રે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org