________________
૭૭
‘સરસ્વતીનંદન શ્રીયુત્ છબીલદાસભાઈ’
æ દલપતભાઈ સી. શાહ, નવસારી જ
સારસ્વતોના જન્મ, જીવન અને શ્રુતસાધનાના અમર ઇતિહાસ આ ભારતવર્ષની ભૂમિ ઉપર આજે પણ શ્રુતની સૌરભ પ્રસરાવી રહ્યા છે.
જ્ઞાનપુષ્પાંજલિ
કઈ કઈ અણગારો, યોગીઓએ પણ સરસ્વતીની ઉપાસના દ્વારા શ્રુતસાગરના પારને પામવાના પ્રયાસોમાં સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; તો કઈ કઈ સગૃહસ્થોએ પણ પોતાનું જીવન મા સરસ્વતીના ખોળામાં સમર્પિત કરવામાં ધન્યતા અનુભવી છે... એ બધાનાં નામો તો જાણીતાં જ છે કારણ તે સહુ સ્વનામ ધન્ય બની ગયા છે.
આ શતાબ્દિમાં શ્રીમદ્ યશોવિજયજી જૈન સં. પાઠશાળા, મહેસાણા સંસ્થાએ પણ આવા જ શ્રુતદેવીને સમર્પિત અને શ્રુતોપાસનાને જ પોતાનું જીવન અને શ્રુતસ્વાધ્યાયને જ પોતાનો શ્વાસ સમજનારા સારસ્વતોની ભેટ શ્રી જિનશાસનને-સંઘને સમર્પણ કરી છે.
એ અમરયાદીમાં જ એક તેજસ્વીરત્નસમા શ્રુતજ્ઞાનનો પ્રકાશ વેરી જનારા વિદ્વમૂર્તિ હતા પંડિતજી શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી. ભાભર જેવા બનાસકાંઠાના ગામના એ વતની.
બચપનથી જ મળી ગઈ શ્રુતદેવીની મીઠી ગોદ... અને એ માતાના આશીર્વાદથી જૈનશાસનના ગ્રન્થો અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ, ન્યાય, કાવ્યો આદિ અનેક જટિલ વિષયો કે જેમાં ભલભલાની ચાંચ પણ ના ડૂબે...એમાં એ તો ઊંડે સુધી ડુબકી લગાવી શકતા હતા !
અનેક આચાર્ય ભગવંતો, પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો, અનેક મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓએ એમના શ્રુતઅધ્યાપનનો રસાસ્વાદ માણ્યો છે અને જેણે માણ્યો હોય એ જ એમને જાણી શકે.
ખંભાત જેવી તીર્થભૂમિને એમણે શ્રુતજ્ઞાનની સ્વાધ્યાય ભૂમિ બનાવી દીધી ! એમની સુવાસથી આકર્ષાઈને જ તો અનેક પૂ. સાધુ-સાધ્વીજી ગણ ખંભાતમાં સ્થિરતા કરતા અને શ્રુતજ્ઞાનનું અધ્યયન કરી સંતોષ-તૃપ્તિ અને ધન્યતા અનુભવતા.
અને....માત્ર શ્રુતજ્ઞાનના જ ક્ષેત્રે નહીં, સમ્યગ્ દર્શનની ભૂમિકા પણ એમની એટલી જ મજબૂત. જિનેશ્વર પરમાત્મા અને ત્યાગી ગુરુભગવંતોની ભક્તિ-પ્રેમ અને જિનકથિત સિદ્ધાંતો ઉપર અટલ અને અફર વિશ્વાસ. કોઈ બાંધછોડ નહિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org