________________
જ્ઞાન પુષ્પાંજલિ
તેમની પાસે અભ્યાસ કરનારા અભ્યાસની સાથે સંસ્કાર સમૃદ્ધિ પામીને નિર્ભયપણે ઉજ્જવલ જીવન જીવવાની શક્તિનો અનુભવ કરતા.
૧૭
મારા સાધુઓને પણ અભ્યાસ કરાવી તેમણે તૈયાર કર્યા છે જેથી સાધુઓ વારંવાર તેમનો ઉપકાર યાદ કરે છે.
ઉત્તમસ્થાનમાં રહેલો પંડિતવર્યનો આત્મા અનેકોને પ્રેરણા આપનાર બને એ જ અંતરની
ભાવના.
પૂ. આ. ભ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા. (ગિરિવિહાર, પાલીતાણા)
पंडितजीने अनेक पू. साधुभगवन्तो तथा पू. साध्वीजी महाराज को विद्यादान दिया है । जीवनपर्यंत सम्यग्ज्ञानकी उपासना पठन-पाठन द्वारा की है। एक महान पण्डित के चले जाने से संघ को बड़ी क्षति हुई है । उनकी आत्मा को परमशान्ति मिले यही जिनेश्वरदेवसे मेरी प्रार्थना है પૂ. આ. ભ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.
જ્ઞાનામૃતમાં નિમગ્ન, શ્રુતજ્ઞાનના અઠંગ ઉપાસક, સરસ્વતીનંદન વિદ્વર્ય શ્રી છબીલદાસભાઈના નિધનના સમાચારથી આઘાત અનુભવ્યો.
-
તેઓશ્રીના મુખારવિંદ પર હંમેશાં જ્ઞાનનું તેજ તપતું હતું.
કરકમલમાં શ્રુતસાગર લહેરાતો, હૈયામાં સરસ્વતીની સાધના હતી. જ્યારે જુઓ ત્યારે સ્વાધ્યાયની સેજ પર શ્રાવક જીવનની મોજ માણતા હતા.
તેઓશ્રી નિઃસ્વાર્થ ભાવે, નિખાલસહૈયે, વાત્સલ્યપૂર્ણ હૃદયે ગહનવિષયોને સરળ અને સુરુચિકર બનાવી વિદ્યાદાન કરતા હતા.
જીવન ધૂપસળી જેવું સુગંધમય હતું. મનની અમીરાત જબરજસ્ત હતી. વયોવૃદ્ધ છતાં પળનો પ્રમાદ નહિ અને શારીરિક અસ્વસ્થતા છતાં મનોબળ મેરુ જેવું અચલ હતું.
આજીવન નિષ્પક્ષ-નિષ્ઠાપૂર્વક સાધુ-સાધ્વીજી ત્યાગી વૃંદને ભણાવવું એ તેમનું આત્મકલક્ષી કર્તવ્ય હતું જે અંતિમ શ્વાસોશ્વાસ સુધી બજાવ્યું. તેઓશ્રીની વિદાયથી સમસ્ત જૈન સમાજે શ્રૂતરત્નનો અણમોલ ખજાનો ગુમાવ્યો છે. જે નજીકના સમયમાં પૂરી શકાશે નહી.
સમભાવથી સમાધિમરણ પ્રાપ્ત કરી પંડિતજીએ જીવન સફળ કરી દીધું.
સ્વ. ધર્માત્મા પરમકૃપાળુ પરમાત્માના શાસનને પુનઃ પામી પરમપંથે પરમપદના અધિકારી બને એ જ શુભકામના.
Jain Education International
પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી સમુદાય)
For Private & Personal Use Only
www.jainelibrary.org