________________
૮૧ ) . એક
૩w
શ્રુતજ્ઞાન પ્રતિભાસંપન્ન પં. પ્ર. શ્રી છબીલદાસભાઈ કે. સંઘવી
૪ વસંતલાલ મફતલાલ દોશી (અમદાવાદ) 3 શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણાના તેજસ્વી વિદ્યાર્થી શ્રી છબીલદાસભાઈને જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોના ચિંતન-અનુપ્રેક્ષાની દિશા પંડિત પ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પાસેથી મળી.
સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન પૂ. પાદ આ. ભ. શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. પાદ આ. ભ. શ્રીમદ્ વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મ.સા. પાસે રહીને મેળવ્યું.
ન્યાયના વિષયમાં નિપુણતા પૂ. મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સાહેબ પાસે રહી મેળવી. અભ્યાસકાળ પછી અધ્યાપનના ક્ષેત્રમાં પંડિતજીનું વિશેષ યોગદાન જ્ઞાનનગરી ખંભાતમાં રહ્યું. ખંભાતમાં પણ શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ-સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળામાં ‘૪૮' વર્ષ પ્રાધ્યાપક રહ્યા.
આ સમય દરમ્યાન તપાગચ્છ તેમજ અન્યગચ્છના સેંકડોની સંખ્યામાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો અને જૈન-જૈનેતર વિદ્વાનોએ પંડિતજીના જ્ઞાનનો લાભ લીધો, તદુપરાંત રાત્રિના સમયે પ્રૌઢવર્ગને સૂત્રોના રહસ્યો સરળ ભાષામાં સમજાવતા જેથી ક્રિયા કરવામાં આ વર્ગને રસ પડતો આજે પણ ખંભાતના યુવાનો અને પ્રૌઢવર્ગના હૈયામાં પંડિતજી માટે બહુમાન-આદર જણાય છે તે તેઓની વાત્સલ્યસભર વાણીનું સૂચક છે.
સુરત આગમન મન જરા પણ માનતું ન હતું, પરંતુ ધર્મપત્નીના સ્વર્ગવાસ પછી ધંધામાટે સુરત સ્થાયી થયેલા પુત્રોના આગ્રહવશ ખંભાત છોડી સુરત જવાનો નિર્ણય થયો.
સુરત જવાના સમાચારે ખંભાતના ભાઈ-બહેનોના ખાસ કરીને વિદ્વાનોના હૈયાને આંચકો આપ્યો, પરંતુ પંડિતજી માટે અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. ખંભાતના શ્રી સંઘોએ શેઠ શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફના પ્રમુખ સ્થાને વિદાય સમારંભનું આયોજન કર્યું. આ પ્રસંગે હૈયાના ઉગારો જેઓએ સાંભળ્યા તેઓએ અનુભવ્યું કે પંડિતજીનો વ્યક્તિગત પ્રભાવ ખંભાતના શ્રી સંઘો ઉપર કેવો હતો.
શ્રીસંઘોને પંડિતજીના વિશિષ્ટ બહુમાન માટે આટલા વરસોમાં પહેલો અવસર મળ્યો જેથી સમજાવવાના અનેકવિધ પ્રયત્નો થયા, પરંતુ પંડિતજી વિનમ્ર ભાવે આ સન્માનથી દૂર રહ્યા. શ્રી સંઘના આશીર્વાદ સ્વરૂપ મંગલતિલક કરાવી શ્રીફળ સ્વીકાર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org