________________
_સંસ્કારદાતા ઉપકારી સ્વજન _|
શ્રી રમેશભાઈ સી. શાહ (ખંભાતી) 8
પંડિતવર્ય મારા જીવનના ઘડવૈયા હતા. મારા આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, સાંસારિક જીવનમાં સ્થિરતા અને શુદ્ધિના જે અંશ જણાય છે તેનો યશ તેઓશ્રીના ફાળે જાય છે. પંડિતવર્યના આશીર્વાદ સૌથી પ્રથમ મારા શૈશવકાળમાં ધાર્મિક અભ્યાસ દરમિયાન પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો તે સમયે પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓશ્રી પ્રત્યે મારા હૈયામાં આદર બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યાં. તેઓના જ્યેષ્ઠ પુત્ર જશવંતની બીમારી સમયે મારી નૈતિક ફરજ સમજી હું તેમને સહાયક બનવા કટિબદ્ધ થયો, તેનો પ્રત્યુત્તર મારા જીવનમાં મારો પુત્ર ડૉ. સંદીપ અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારે અતિશય આર્તધ્યાનના પ્રસંગમાં અમારા પરિવારના મોભી બની, અમારા આત્માને તીવ્ર કર્મબંધથી ઉગારી કર્મ સત્તાના પાઠ સમજાવી જીવનમાં સ્થિર કર્યા. તેઓશ્રીનો ઉપકાર શું ભુલાય? અમારું સૌભાગ્ય કે મુંબઈમાં જ્યારે આવે ત્યારે અમારા ઘેર પરિવારના સભ્ય સ્વરૂપે આવતા. તેઓશ્રીના આવવાથી તેમની સાથે સંબંધ ધરાવતા પંડિતવર્યો, શ્રેષ્ઠીવર્યો, ગુરુભગવંતોના પગલાં અમારા ઘેર થવાથી અમને ભક્તિ કરવાનો લાભ મળતો. જેથી અમે ખૂબ આનંદિત થતા. જ્ઞાન-જ્ઞાનીની ભક્તિ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે આવી શીખ સદાય મારા ધર્મપત્ની રસીલાને આપતા. રસીલા સદાય પિતા તુલ્ય પંડિતજીની શીખામણને જીવનચર્યા બનાવવા સતત પ્રયત્નશીલ રહેતી. મારા દીકરા ચિ. નિખિલની મૌનપણે માસક્ષમણ કરવાની ભાવનાથી શરૂ કરેલ મૃત્યુંજય તપમાં સાંસારિક વિટંબણાઓ આવવા છતાં ખૂબ ધીરજ આપી પ્રસન્નતા તથા શ્રદ્ધાથી ચિ. નિખિલનું માસક્ષમણ આરાધના સહિત પૂર્ણ કરાવ્યું.
. વિ. સં. ૨૦૫૬ ગિરિરાજ ચાતુર્માસ, સાગર સમુદાય-બંધુ બેલડીની પાવનનિશ્રા, શ્રેષ્ઠીવર્ય રાજાપરિવારની ભક્તિ, પૂ.પંડિતજી સાથે આરાધનાનો સુઅવસર સાંપડ્યો -પંડિતવર્યોનો સમૂહ જ્ઞાન ગંગાપ્રવાહ...સતત ચતુર્વિધ સંઘને અધ્યયન કરાવે. અધ્યયન કરાવવા સાથે નાદુરસ્ત તબિયત, વૃદ્ધાવસ્થા છતાંપણ જ્ઞાનપરિણતીના પરિપાકથી કર્મનિર્જરાના પ્રબળ કારણસમ તપ ધર્મની આરાધના માટે તીવ્રભાવના, પ્રથમ ઉપવાસ કર્યો. બીજા દિવસે અટ્ટમ કર્યો. કોઈને કશું જ જણાવ્યું નહિ. અઢાઈની ભાવના પ્રદર્શિત કરી. મારી તેઓશ્રીની પ્રત્યેની મમતા-લાગણીના કારણે તેઓશ્રીની ભાવના પંડિતવર્યશ્રી વસંતભાઈને જણાવી - પૂ. વસંતભાઈ પંડિતવર્ય તથા રાજા પરિવારીય શ્રી હિમાંશુભાઈ પંડિતજી પાસે આવ્યા તપ ધર્મની આરાધનાથી આત્મતત્ત્વને તપાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org