________________
( જ્ઞાન પુષ્પાંજલિ )
ન હસ્તપ્રત : એક પરિચય અને
– પૂ. મુનિરાજ શ્રી અજયસાગરજી મ.સા. 8 પ્રાચીન લેખન-શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત-લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ તેનો આધાર હસ્તપ્રત છે. શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાડુલિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. પ્રતિલિપિ પરથી પ્રત શબ્દ આવ્યો હોય તેમ જણાય છે. પ્રાચીન ધર્મ-દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઇતિહાસનું નિર્માણ સર્વાગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યકતા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવા લેખન-સ્થળોના આધાર પરથી અભ્યાસુઓને વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળવિશેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશનકાર્યમાં વિભિન્ન કુલોની પ્રતોનું ખૂબ જ મહત્વ રહેલું છે.
હસ્તપ્રતના પ્રકારો આંતરિક પ્રકાર :
હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે, જેમાં પ્રતની લેખનપદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એકપાઠી, ક્રિપાઠી, (સામાન્યપણે બન્નેપડખે મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી, (વચ્ચે મૂળ અને ઉપર નીચે, ટીકા), પંચપાઠી(વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા), શુડ(શૂઢ), ઊભી લખાયેલ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રૌપ્તાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે. ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ જ્ઞાત થાય છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાથી જ તેની વિશેષતાની જાણકારી મળે છે. બાહ્ય પ્રકાર :
વિક્રમના ચૌદમાસૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવા તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્ય ભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org