________________
(૧૪૬ ) મા
તે મer :
ocગી " એક ગ ,
ગ »
cocી - શાનપુષ્પાંજલિ
કર્મસાહિત્યના પ્રકાંડનિષ્ણાત પૂ આ. દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મસા.એ પોતાના સાધુઓ પાસે લખાવેલ પડિબંધો, ઠિઈબંધો, નવગસેઢિ વગેરે કર્મસાહિત્યના ગ્રંથો મુદ્રિત કરવા પૂર્વે તેમની પાસે સંશોધન કરાવી વિદ્વત્તાની પ્રતિષ્ઠા કરાવી.
પ્રકૃતિએ તેજ, સ્વભાવે સરળ અને કરકસરતાપૂર્વકનું તેમનું જીવન હતું.
પ. પૂ. આ. દેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. પાસે તેમણે શ્રાવકનાં બારવ્રત ઉચ્ચર્યા હતાં. સામાયિક, જિનપૂજા, ઉકાળેલ પાણી, બાર તિથિ પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ, નિત્ય ચૌદ નિયમનું ધારવું, આ તેમનાં નિયત અનુષ્ઠાનો હતાં. તપશ્ચર્યા કરવાની શારીરિક અનુકૂળતા ઓછી હતી છતાં ઓછામાં ઓછું પાંચ તિથિ એકાસણ ન છોડતા.
પિતાજી તો અધ્યાપક બન્યા પહેલાં અવસાન પામ્યા હતા. પણ માતાજીની પરિચર્યા તથા પોતાના અંગત ખર્ચ માટે સંસ્થામાંથી મર્યાદિત જ વેતન લેતા. માતાજીના અવસાન પછી ગમે તેટલી મોંઘવારી વધી પણ વેતનવૃદ્ધિ ક્યારેય સંસ્થાએ સામેથી કહેવા છતાં સ્વીકારી ન હતી.
શાસ્ત્રીય બાબતોમાં અત્યંત ચુસ્ત હતા. ક્યારેક આ બાબતોમાં અન્ય સાથે મતભેદ થાય તો તે તે સમયના પાંચ ત્યાગી ગીતાર્થ મહાત્માઓને પૂછી અભિપ્રાય પ્રાપ્ત કરી પોતાની ભૂલ થતી હોય તો સ્વીકારવા તત્પર રહેતા.
બહુમાન સ્વીકારવું તે નૈતિકતાના સ્મલનનું કે સ્વાભિમાનતાના ભંગનું પહેલું પગથિયું છે એમ તેઓ માનતા અને તેથી શક્ય પ્રયત્ન તેનાથી દૂર જ રહેતા.
પોતાના નક્કી કરેલ સિદ્ધાંતોના પાલનમાં અતિઆગ્રહી રહેતા. સાચી વાત કહેવામાં ક્યારેય સંકોચ ન અનુભવતા. પોતાની પાસે અભ્યાસકરતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કે છાત્રોની અભ્યાસની કચાશને તેઓ ચલાવી ન લેતા, જે તે વિદ્યાર્થીઓ તો તેમની પાસે ભણવાની હિંમત જ ન કરી શકતા. તેમની આ ભલી લાગણીના કારણે તેમની પાસે અધ્યયન કરેલ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને વિદ્યાર્થીઓ સારા ચિંતક, વિવેચક કે અભ્યાસુ બની શકેલ છે.
પોતાના અભ્યાસના નિચોડરૂપે વ્યાકરણનું સાંગોપાંગ અધ્યયન ન હોવા છતાં સંસ્કૃતમાં ખૂબ જ ઉપયોગી સમાસસુબોધિકા અને કર્મસાહિત્યના આકરગ્રંથસ્વરૂપ પંચસંગ્રહ ભાગ ૧-ર જેનો અનુવાદ પંહીરાલાલ દેવચંદે પ્રકાશિત કરેલ. તે અપ્રાપ્ય બનવાથી તે જ ગ્રંથને સુધારા-વધારા ટિપ્પણીઓ, પ્રશ્નોત્તરી, સારસંગ્રહ અને યંત્રોથી સમૃદ્ધ બનાવી તેનું પુનઃ પ્રકાશન પણ તેમણે જ કરેલ, આ સિવાય અન્ય ગ્રંથો પણ તેમણે સંપાદિત કરેલ, જે જૈન જગતમાં ખૂબ જ ઉપયોગી અને આદરપાત્ર બનેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org