________________
૮૪ )મા » જar w w w . જો
એક જ સમય
મv sw new
જ્ઞાનપુષ્પાંજલિ
સુર-નર જસ સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કમેં વિલંબીયા રે, તો માણસ કંઈ માત્ર રે પ્રાણી
મન નાણો વિખવાદ પંડિતજી કહેતા કે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણાનો આ પરમ ઉપકાર છે. ત્યાંથી જે જ્ઞાન મળ્યું છે. તેનો જ આ પ્રભાવ છે.
જગદ્ગુરુ શ્રીમદ્ હીરસૂરીશ્વરજી મું.પ્રા.ધાર્મિકગોડીજીજૈન પાઠશાળા, પાયધુની, મુંબઈમાં અધ્યાપક તરીકે ઈ.સ. ૧૯૬૩માં મારી નિમણુંક થવામાં સ્વ. યુગદિવાકર પૂ.પાદુ આ.ભ.શ્રીમદ્ ધર્મસૂરીશ્વરજી મ.સા.નો મુખ્ય ઉપકાર છે અને તે પ્રસંગે કોઈ પણ પરિચય વિના મહેસાણાપાઠશાળાના વિદ્યાર્થીતરીકે લાગણી સાથે ગોડીજીના ટ્રસ્ટીઓને ભલામણ કરનાર પંડિતજી હતા આ સ્મૃતિ આજે પણ એવી જ છે. ત્યારબાદ કલકત્તા, બેંગલોર પર્વાધિરાજ પર્યુષણાની આરાધના પ્રસંગે વારંવાર પંડિતજીની સાથે જવાનું, રહેવાનું થતાં (આરાધનાનું સ્થળ ભિન્ન હોય) વધુ નજીક આવવાનું થયું, માર્ગદર્શન વારંવાર મળતું રહ્યું,
શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સ્થાપના બાદ વારંવાર સલાહ લેવાનું થતાં વધુ નિકટ આવવાનું થયું, પ્રશ્નો થાય ત્યાં સમાધાન મળતુ. પરિષદૂના કે શાસનના કોઈપણ કાર્ય પ્રસંગે બહારગામ જવાનું હોય તો પણ પંડિતજી સાથે જ રહેતા આ માટે તેમના સુપુત્રોની હંમેશાં સંમતિ રહેતી. વૃદ્ધાવસ્થાને કારણે ક્યારેક પંડિતજીના પુત્રોપણ સાથે રહેતા ટુંકમાં નાનામાં નાના અધ્યાપકપ્રતિ બહુમાન અસાધારણ હતું. અંગતરીતે ખોટ ઘણી પડી છે છતાં સ્વ. પંડિતજીએ આપેલી સમજ મુજબ, મૃતોપાસનાના કાર્યમાં આગળ વધીએ અને તે માટે સ્વ. પંડિતજીના પુણ્યાત્માનો સતત આશીર્વાદ મળતોરહે એ જ શુભકામના
મંત્રીશ્વર વસ્તુપાળની પ્રજાની માંગણી
अनायासेन मरणं, विना दैन्येन जीवनं। .
देहान्ते तव सानिध्यं, देहि मे परमेश्वर ॥ હે દેવ, માગું તુજ કને આયાસ–વિણ મૃત્યુ મળે, દુ:ખમાંહી પણ દીનતા વિનાનું, જીવન મારું ઝળહળે;
ને અલંકાળે શરણ તારું, નાથ માગું ભાવથી, પામ્યો પ્રભુ તુજને હવે ભવ-વન મહીં ભમવું નથી.
આ ધવલક્કપુર – ધોળકાના રાજા વીરધવલના મંત્રીશ્વર વસ્તુપાળના હૃદયના ઊંડાણમાંથી ઊપજેલા ભાવો પ્રભુ સમક્ષ ઉચ્ચરાયા છે. આ પ્રાર્થના આપણે આજે આપણી બનાવીને કરવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org