Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
: લે ખક :
હૈ, પ્રવીણચંદ્ર ચિ. પરીખ
છે
cony
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ- ગુજરાત રાજય
Page #2
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
લેખક : ઠે. પ્રવીણચંદ્ર ચિ. પરીખ,
એમ. એ., પીએચ. ડી. અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬
Page #3
--------------------------------------------------------------------------
________________
ANCIENT INDIAN SCULPTURE
by: Dr. Pravinchandra C. Parikh
-:પ્રકાશક : જે. બી. સેંડિલ
અધ્યક્ષ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય
અમદાવાદ-૩૮૦ ૦૦૬
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
પ્રથમ આવૃત્તિ ઃ ૧૯૭૮
નકલ = ૧૧૦૦.
કિંમત : રૂા૭-૦૦
*Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University devel, of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New D:lhi.”
: મુખ્ય વિક્રેતા : મેસસ બાલગેવિંદ બુકસેલર્સ મોડલ સિનેમા પાસે, બાલા હનુમાન, ગાંધી રોડ,
અમદાવાદ૩૮૦ ૦૦૧
: મુદ્રક : ઈન્દુભાઈ શાહ
નેશનલ ટેસ કેઠી મહેલ્લે, લાલદરવાજા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. એ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાન ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજપની યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને અન્ય વિદ્વાને દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તકો અને અન્ય સંદર્ભ ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે. અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
ગુજરાત રાજયમાં વિનયન વિદ્યાશાખાના ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલું પુસ્તક ભારતીય પ્રાચીન શિલ્પકલા પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. પ્રવીણચંદ્ર ચિ. પરીખ એ વિષયના જ્ઞાતા છે અને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓને અને જિજ્ઞાસુઓને તેમજ શિલ્પકલાના રસિકોને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે. આ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદજુલાઈ, ૧૯૭૮
જે. બી. સેંડિલ
અધ્યક્ષ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રરતાવના
ભારતે પ્રાચીન કાળમાં સાહિત્ય, વિજ્ઞાન અને કલાને ક્ષેત્રે હાંસલ કરેલી અદ્ધિઓ વિશેષ ગૌરવપ્રદ છે. લલિતકલાઓને ક્ષેત્રો સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર ત્રણેય કલાઓનો અપૂર્વ વિકાસ થયો હતો. આ ત્રણેય કલાઓને વિકાસ છેક આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિના પ્રાચીન તબક્કાથી તારવી શકાય છે. શિલ્પકલા સ્થાપત્યનું અવિભાજય અંગ બની તે પહેલાં પણ પ્રાચીન ભારતમાં છેક હડપ્પીય કાલથી પથ્થર, ધાતુ અને માટીમાં પૂર્ણ મૂર્ત અને અંશમૂર્ત શિલ્પો કંડારાવા લાગ્યાં હતાં. ધીમે ધીમે આ કલાનો ઉત્કર્ષ થતો ગયો અને ઐતિહાસિક કાળ દરમ્યાન તે એના વિકાસના ચરમ શિખરે પહોંચી ગઈ. એમાં દેવતા, અર્ધ દેવતાઓ, મનુષ્યો, પશુ, પક્ષીઓ, પ્રકૃતિ વગેરે અનેકવિધ તો આવરી લેવાયાં. મૂર્તિવિધાનને લગતાં શાસ્ત્રો રચાયાં. આ શાસ્ત્રીય મૂર્તિવિધાન તેમજ પોતાનાં કલ્પનાશકિત, કલાસૂઝ તથા ભાવવ્યંજના દ્વારા પ્રાચીન ભારતીય કલાસિદ્ધોએ ભારતીય સંસ્કૃતિના આત્માને શિલોમાં વ્યકત કરવાનો સફળ પુરૂષાર્થ કર્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં તેને સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યો છે.
આ ગ્રંથમાં ઈ. સ. ૧૩૦૦ સુધીની પ્રાચીન ભારતીય શિલ્પકલાનું તબક્કાવાર નિરૂપણ નવ પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. પહેલા પ્રકરણમાં શિલ્પ વિશેની સામાન્ય છણાવટ કરી ભારતીય શિલ્પના પદાર્થો, વિષયો અને સાહિત્યનું પ્રાસ્તાવિક નિરૂપણ કર્યું છે. બીજા પ્રકરણમાં આદ્ય ઐતિહાસિક અને ત્રીજા પ્રકરણમાં વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલાનું સ્વરૂપ આલેખ્યું છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા
પ્રકરણમાં અનુક્રમે મૌર્યકાલી, અનુમૌર્યકાલ અને ગુપ્ત-વાકાટક કાળ દરમ્યાનની પાષાણ શિલ્પકલાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે, જયારે સાતમા, આઠમા અને નવમા
પ્રકરણમાં ક્રમશ: અનુગુપ્તકાલ, પ્રતીહાર-રાષ્ટ્રકૂટ-પાલ કાલ અને પૂર્વ-મધ્યકાલનાં શિલ્પોની સમીક્ષા પ્રસ્તુત કરી છે. તે પછી માટીનાં પકવેલાં, ધાતુનાં તેમજ કાષ્ઠ અને હાથીદાંતનાં શિલ્પોનું વિવરણ અલગ અલગ ચાર પરિશિષ્ટોમાં આપ્યું છે. ભારતીય શિલ૫માં વ્યાલ શિલ્પોનું વિશિષ્ટ મહત્ત્વ હોવાથી કેટલાંક અગત્યનાં વ્યાલ શિલ્પોનું સ્પષ્ટીકરણ કરવું એક નાનું પરિશિષ્ટ છેવટના ભાગમાં જોડયું છે.
પ્રત્યેક પ્રકરણ અને પરિશિષ્ટમાં તે તે કાલની શિલ્પકલાનાં સામાન્ય લક્ષણો વર્ણવી, સ્થાનિક શૈલીઓના ક્રમમાં તેને પ્રદેશવાર પરિચય આપવામાં આવ્યો છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
વચ્ચે વચ્ચે અગત્યનાં શિલ્પનું રેખાંકન આપીને તે દ્વારા શિલ્પ-વિધાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આવાં કુલ ૫૦ રેખાંકનો ધરાવતા ૧૬ પટ્ટો પુસ્તકમાં જે તે પ્રકરણ કે પરિશિષ્ટમાં મૂકવામાં આવ્યા છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં આધાર તરીકે લેવામાં આવેલ ગ્રંથોની સંદર્ભ સૂચિ તેમજ ગ્રંથમાં પ્રયોજેલી પ્રાચીન તથા અર્વાચીન પરિભાષાના અંગ્રેજી-ગુજરાતી તથા ગુજરાતી-અંગ્રેજી પર્યાયોની સૂચિ ગ્રંથને અંતે આપવામાં આવી છે.
આ ગ્રંથ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના ભારતીય સંસ્કૃતિ વિષયના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમને અનુલક્ષીને લખાયો છે. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા “હિંદુ મૂર્તિવિધાન' નામનો ગ્રંથ પ્રગટ થયો છે અને બૌદ્ધ તથા જૈન મૂર્તિવિધાનને લગતા સ્વતંત્ર લઘુગ્રંથો પ્રગટ થવાના છે. આથી આ ગ્રંથમાં મૂર્તિવિધાનને લગતો ખંડ છોડી દેવામાં આવ્યો છે.
ભારતીય સંસ્કૃતિના સ્નાતક વિદ્યાર્થીઓને અનુલક્ષીને ગુજરાતીમાં આ ગ્રંથ તૈયાર કરાવી પ્રગટ કરવા માટે હું યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડને હાર્દિક આભાર માનું છું.
આ ગ્રંથ અંગે સદ્ગત ડો. કાન્તિલાલ . સેમપુરાએ કેટલુંક કાચું લખાણ તૈયાર કરેલું. તે જોવાનો લાભ આપવા બદલ તેમના કુટુંબીજનોને હું આભારી છું. ગ્રંથનાં આજન, નિરૂપણ અને છણાવટની બાબતમાં માર્ગદર્શન આપવા માટે મારી વિદ્યાગુરુ છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી તથા મારા પરમ મિત્ર ડો. ચિનુભાઈ જ. નાયકનો ઉપકાર માનું છું.
પ્રસ્તુત ગ્રંથ ભારતીય સંસ્કૃતિના વિદ્યાર્થીઓ ઉપરાંત ભારતીય શિલ્પકલાના અભ્યાસીઓને પણ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું.
પ્રવીણચંદ્ર પરીખ
અમદાવાદ ૨૧-૨-૭૮
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રકરણ
૨૫
૧ પ્રસ્તાવના
૧. શિલ્પકલા એટલે શું? લલિતકલાઓના કુલમાં એનું સ્થાન ૨. પૂર્ણ મૂર્ત અને અંશમૂર્ત શિલ્પો ૩. શિલ્પના પદાર્થો ૪. શિલ્પના
વિષયો ૫. શિલ્પ-સાહિત્ય ૨ આઘ-ઐતિહાસિક હિપે
(ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦) ૧. પ્રાગ્રહડપ્પીય શિલ્પ-પરંપરા ૨. હડપ્પીય સભ્યતાનાં વિવિધ શિલ્પસ્વરૂપે: (અ) મુદ્રાઓ પરનાં રેખાંકનો, (આ) માટીનાં પકવેલાં
શિલ્પ, (ઈ) પાષાણ અને ધાતુનાં શિલ્પો ૩ વેદકાલથી નંદકાલ સુધીની શિ૯૫કલા
(ઈ.સ. પૂર્વે ૧૫૦૦થી ઈ.સ. પૂર્વે ૩૨૫) ૧. વૈદિક અને અનુ-વૈદિક સાહિત્યમાં શિલ્પના ઉલ્લેખ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ઈ.સ. ૬૦૦) ૨. મહાજનપદ કાલની શિલ્પકલા (ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ઈ.સ. પૂર્વે ૪૦૦) ૩. શૈશુનાગ કાલ અને નંદકાલની શિલ્પકલા (ઈ.સ.
પૂર્વે ૪૦૦ થી ઈ.સ. પૂર્વે ૩૨૫) ૪ મોયલીન શિપ
(ઈ.સ. પૂર્વે ૩૨૫ થી ઈ.સ. પૂર્વે ૧૮૭) ૧. સામાન્ય લક્ષણો ૨. અશોકના શિલાખંભે અને એનાં શીર્ષો ૩. યક્ષયક્ષિણીની મૂર્તિઓ ૪. શૈલગૃહોનાં શિલ્પો ૫. મૌર્ય શિલ્પો
પર વિદેશી અસર ૫ અનુમૌર્યકાલીન શિ
(ઈ. સ. પૂર્વે ૧૮૭ થી ઈ.સ. ૩૫૦) ૧. લક્ષણે ૨. સાંચીનાં વેદિકા અને તારણ ઉપરની શિલ્પસમૃદ્ધિ ૩. ભરડુતની વેદિકા અને રણ પસ્નાં શિલ્પો ૪. બધગયાની
૪૩
૫૮
Page #8
--------------------------------------------------------------------------
________________
१४४
વેદિકાનાં શિલ્પ ૫. ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓની શિપસમૃદ્ધિ ૬. ગંધાર શૈલી ૭. મથુરા શૈલી ૮. ગુજરાતની
શિલ્પકલા ૯. દખ્ખણનાં શૈલગૃહોની શિલ્પસમૃદ્ધિ ૧૦. વૃંગી શૈલી ૬ ગુપ્ત-વાકાટક કાલનાં શિક
(ઈ.સ. ૩૫૦ થી ઈ.સ. ૫૫૦) ૧. સામાન્ય લક્ષણો ૨. ઉત્તર અને પૂર્વ ભારતનાં શિલ્પ ૩. મધ્ય
પ્રદેશ ૪. ગુજરાત ૫. દખણ ૬. દક્ષિણ ભારત ૭ અનુગુપ્તકાલીન શિક
(ઈ.સ. ૫૫૦ થી ઈ.સ. ૭૦૦) ૧. સામાન્ય લક્ષણો ૨. ઉત્તર ભારત ૩. પૂર્વ ભારત ૪. મધ્ય
પ્રદેશ પ. ગુજરાત-રાજસ્થાન ૬. દખણ ૭. દક્ષિણ ભારત ૮ પ્રતીહાર-રાષ્ટ્રકૂટ-પાલ કાલનાં શિલ્પ
૧૫૯ (ઈ. સ. ૭૦૦ થી ઈ. સ. ૧૦૦૦). ૧. સામાન્ય લક્ષણો ૨. ઉત્તર ભારત ૩. બિહાર–બંગાળ ૪. ઓરિસ્સા ૫. ગુજરાત રાજસ્થાન-માળવા ૬. દખણ
૭. દક્ષિણ ભારત ૯ પૂર્વ–મધ્યકાલીન શિલ્પકલા
(ઈ. સ. ૧૦૦૦ થી ઈ. સ. ૧૩૦૦) ૧. સામાન્ય લક્ષણો ૨. ઓરિસ્સા ૩. બિહાર–બંગાળ-ઉત્તર પ્રદેશ ૪. મધ્ય ભારત પ. ગુજરાત-રાજસ્થાન-માળવા ૬. દખણ
૭. દક્ષિણ ભારત પરિશિષ્ટ ૧. માટીનાં પકવેલાં શિક
૧૯૨ પરિશિષ્ટ ૨. ધાતુ-શિ પરિશિકટ ૩. કાઠ--શિe
૨૧૮ પરિશિષ્ટ ૪. હાથીદાંતના શિક પરિશિષ્ટ પ. ભાલ શિરે
२२२ સંદર્ભ સૂચિ પરિભાષા શદ સૂચિ
२२०
જ
»
જ
Page #9
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ચિત્ર
ચિત્રોની સૂચિ
પઃ ૧
૧ પશુપતિ, ૨ એકશૃંગ પશુ, ૩ માતૃદેવી, ૪ માતૃદેવી, પ ન કી, ૬ પુરુષનું ધડ, ૭ યાગી.
પટ્ટઃ ૨
૪૫
૮ પૃથ્વી દેવી, ૯ શ્રીચક્રના ખંડ, ૧૦ મૌ સ્તંભશીષ –રચના, ૧૧ સારનાથનું સ્તંભશી ૧૨ રામપુરવા –સ્તંભશી .
૫૯ઃ૩
૫૭
૧૩ મણિભદ્ર યક્ષ, પારખમ, ૧૪ દિદારગંજની યક્ષિણી, ૧૫ માયાદેવીનું સ્વપ્ન, ભરહુત, ૧૬ ધ ચક્રપૂજા, સાંચી
૭૧
પટ્ટ : ૪ ૧૭ ગજલક્ષ્મી, બાધગયા, ૧૮ યક્ષ દંપતી, ઉદયગિરિ, ૧૯ ભારપુત્રક, પિલખારા, ૨૦ નગિરિ હાથીની શરણાગતિ, અમરાવતી
પટ્ટઃ ૫
૨૧ બુદ્ધ, ગંધાર, ૨૨ બુદ્ધમસ્તક, ગંધાર, ૨૩ સુશાભન, ગંધાર, ૨૪ શુકક્રીડા, ગંધાર.
પૃષ્ઠ
૧૯
પટ્ટઃ ૨૫ બેાધિસત્ત્વ, સારનાથ ૨૬ બુદ્ધ, કટરા, ૨૭ આયાગપટ્ટ, મથુરા, ૨૮ એકમુખ શિવલિંગ, મથુરા. ૫ટ્ટઃ ૭
૪૭ ન
૧૯
૮૭
૯૯
સ્તૂપની વૈદિકા-સ્તંભ પરની નારીઓ, મથુરા
આકૃતિ ચિત્ર
પૃષ્ઠ
૩૨ પ્રસાધન, મથુરા, ૩૩ ચામુડા,
શામળાજી
પટ્ટઃ ૮
૧૨૫
૧૩૫
૩૪ બુદ્ધ, સારનાથ, ૩૫ બુદ્ધ, મથુરા પટ્ટઃ ૯ ૩૬ વરાહ અવતાર, ઉદયગિરિ (મધ્ય પ્રદેશ), ૩૭ વીરભદ્ર શિવ, શામળાજી પટ્ટ : ૧૦
૧૪૯
૩૮ માતા અને શિશુ, કાટયર્ક, ૩૯ મહિષાસુરમદિ નીદુર્ગા, મામલ્લ
પુરમ્
પટ્ટ : ૧૧
૪૦ વિશ્વરૂપ વિષ્ણુ, કનાજ,
પટ્ટઃ ૧૨ ૪૧ સૂર્ય, કોણારક, ૪૨ ૫ત્રલેખા,
ખજુરાહો.
પ૯૩ ૧૩
૪૩ ચંડેશાનુગ્રહમૂર્તિ, ગ ંગકોંડ
ચેાળપુરમ્.
પટ્ટઃ ૧૪
૪૪ સ્ત્રી-પુતળી, પટણા મ્યુઝિયમ, ૪૫ આપાનગોષ્ઠી, કૌશામ્બી,
૪૬ મસ્તક, મથુરા.
૪૭ મિથુનમૂર્તિ, અહિચ્છત્રા.
પટ્ટ : ૧૫
૪૮ બુદ્ધ, સુલતાનગંજ, ૪૯ ચામરધારિણી, અકોટા,
૧૬૨
પટ્ટ : ૧૬ ૫૦ નટરાજ (મદ્રાસ મ્યુઝિયમ).
૧૮૩
૧૯૭૦
૧૯૮
૨૦૫
૨૧૬
Page #10
--------------------------------------------------------------------------
________________
૧. પ્રાસ્તાવિક
૧), શિલ્પકલા એટલે શુ ? લલિતકલાના કુલમાં એનું સ્થાન
ભારતમાં ‘sculpture” ના પર્યાય તરીકે “શિલ્પ” શબ્દ પ્રયાજવામાં આવે છે.. પણ પ્રાચીનકાલમાં એ વિવિધ અર્થમાં પ્રયોજાતા હતા.
“શિલ્પ” શબ્દ વેદામાં વપરાય છે. ત્યાં એના અર્થે ‘“વિવિધતાવાળુ” થાય છે. પાછલા સમયમાં એ શબ્દ “રૂપ” અને “રૂપ ઘડવાની ક્રિયા” કે “કલા”ના અર્થમાં પ્રચારમાં આવ્યા હાવાનું જણાય છે. સાયણાચાર્યે કહ્યુ' છે : ‘શિવ રાષ્વશ્રાશ્ચર્યાં વર્મ દૂતે । (સાયનાચાર્ય-માધ્ય, પૃ. ૭૬૪). એટલે કે “શિલ્પ” શબ્દ આશ્ચર્યકર કમ સૂચવે છે. ‘ઐતરેય બ્રાહ્મણ’ (૬,૫,૨૭)માં એ શબ્દ મૂર્તિ, દણ, વસ્ત્ર, ઘરેણાં અને રથાદિ ઘાટની કલાએ! માટે પ્રયોજાયો છે. ‘કૌશીતિક બ્રાહ્મણ' (૨૧, v)માં શિલ્પને ત્રણ પ્રકારનું કહી તેમાં નૃત્ય, ગીત અને વાદનને ગણાવ્યાં છે. ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ (૬, ૫, ૨૭)માં કલાત્મક રચનાઓ ઉપરાંત હસ્તકલાના ઉદ્યોગોને પણ સ્થાન આપ્યું છે. આમ વૈદિક સાહિત્યમાં “શિલ્પ” શબ્દ ઘાટની તેમજ સ્વર તથા ગતિની કલાઓ માટે વપરાયા છે. ટૂંકમાં પ્રાચીનકાલથી શિલ્પ શબ્દ બધી કલાઓ માટે વપરાતા હેાવાનું જણાય છે. આ પરંપરા પ્રશિષ્ટ સાહિત્યમાં પણ ચાલુ રહી છે. કાલિદાસના ‘માલ-વિકાગ્નિમિત્ર' નાટકના ટીકાકાર કાટયલેમ “શિવં તાવિદ્યા” (ગ્ ?, શ્લા ૬), શિલ્પ એટલે કલાની વિદ્યા એમ સમજાવે છે. ‘અમર કોશ’ પણ “શિરૂં કર્માવિમ્ ’’-કલા વગેરેનું ક (ક્રિયા) તે શિલ્પ એવો અર્થ ઘટાવે છે. એના ટીકા-કાર મહેશ્વર કલામાં ગીતનૃત્યાદિ ક્રિયાઓ ગણાવે છે. હેમચંદ્ર તેા “શિવં લા-વિજ્ઞાન”. (મમિયાન ચિંતામTMિ, ૩, ૫૬૪) કહૌ શિલ્પમાં કલા અને વિજ્ઞાન બંનેને સામાન્ય અર્થ સૂચવે છે. આમ શિલ્પ શબ્દ કોઈ પણ કલા કે કારીગરી માટે વપરાય છે, જે ઘાટ આપવાની કલાના મના ઘોતક બની રહે છે. શિલ્પમાં ઘાટ આપવાની. કલાના મબોધ તો છે જ છતાં એની કેટલીક વિશેષતાઓના કારણે તે શિલ્પકલા બની રહે છે.
સર સિડનો કોલ્વિને ‘Encyclopedia of Arts' (pp.839–40)માં આપેલી ‘Sculpture’ની વ્યાખ્યા અનુસાર “શિલ્પ એ ઘાટ આપનારી કલા છે, જેનું કામ ઘનરૂપમાં કુદરતી પદાર્થો અને મુખ્યત્વે માનવ શરીરની અનુકૃતિથી ભાવ વ્યકત ભા. પ્રા. શિ. ૧
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાથીન શિલ્પકલા
કરવાનું અને ઉત્તેજવાનું છે. આ કાર્ય તે પદાર્થનાં ત્રણ પરિમાણો, લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ કે જાડાઈમાં તેમનાં વાસ્તવિક પ્રમાણો દ્વારા કરે કે ફકત બે પરિમાણ લંબાઈ અને પહોળાઈ દ્વારા ને ત્રીજા પરિમાણ ઊંડાઈ અપચય કરીને કરે.” અહીં આ અર્થમાં ભારતીય પ્રાચીન શિલ્પકલાનું નિરૂપણ અભિપ્રેત છે. પ્રાચીન ભારતમાં “લા” કે “
શિલ્પી” શબ્દ બધી કલાઓ માટે પ્રયોજાતો હિતે. પશ્ચિમી શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ભારતમાં પણ ૧) ઉપયોગી કે સામાન્ય કલા અને ૨) લલિતકલા–એવા બે વર્ગોમાં પ્રાચીન ભારતીય કલાઓનું વગીકરણ કરવામાં આવ્યું છે. ઉપયોગી કલાઓમાં સુથારીકામ, સોનીકામ, લુહારીકામ, દરજીકામ, રત્નપરીક્ષાકામ, રાંધણકલા વગેરે જીવનોપયોગી કલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય સૌંદર્યની અનુભૂતિ અને આનંદ પ્રાપ્તિ કરાવતી કલાઓ છે, જેને લલિતકલાઓ કહેવામાં આવે છે. “જે અનુભૂત સૌંદર્યના પુનર્નિર્માણથી આપણા -આત્માનો વિકાસ થાય, મનને આનંદ થાય અને આપણી ચેતના જાગ્રત થાય તેને
લલિતકલા કહેવામાં આવે છે.” સિડની કોલ્વિને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત . અને કાવ્યને લલિતકલાઓમાં સમાવેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાનો એમાં નૃત્ય
અને નાટયને પણ ઉમેરો કરે છે. લલિતકલાઓને ૧) રૂપપ્રદ કે આકારપ્રદ કલા | (shaping arts) અને ૨) શાબ્દિક કલાઓ (speaking arts) એવા બે ઉપવિભાગોમાં - વહેંચવામાં આવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય અને નાટય એ રૂ૫પ્રદ કલાઓ : છે, જ્યારે સંગીત અને કાવ્ય એ શાબ્દિક કલાઓ છે. આમ લલિતકલાના કુલમાં શિલ્પકલા એ રૂપપ્રદ કલા છે. પ્રાચીન ભારતમાં સ્થાપત્ય સાથે એને સંબંધ સંગીન રહ્યો છે. કેટલાંક શૈલગ્રહો અને મંદિરોમાં એને યોગ સ્થાપત્ય અને ચિત્રકલાની સાથે સુમેળથી થયેલો જોવા મળે છે.
૨) પૂર્ણમૂર્ત અને અંશમૂર્ત શિ૯ શિલ્પ રચના પરત્વે બે પ્રકારના ઘાટ અથવા આકાર ધારણ કરતાં જોવામાં આવે છે. જે શિલ્પ ચારે બાજુએથી કોતરાયેલાં હોય એટલે કે જેમની રચના એ રીતે કરવામાં આવી હોય કે તેમનું સન્મુખ દર્શન, પાર્શ્વ દર્શન અને પશ્ચાત્ દર્શન તેમના સંપૂર્ણ સ્વરૂપે નજરે પડી શકે. આવું શિલ્પ પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) તરીકે ઓળખાય છે. બીજા પ્રકારના શિલ્પને અંશમૂર્ત શિલ્પ (sculpture in relief) કહે છે. એમાં પશ્ચાત્ દર્શન કરાવવામાં આવતું નથી. આથી આ પ્રકારનાં શિલ્પ કોઈ એક ફલક પર ચટાડવામાં કે ઉપસાવવામાં આવ્યાં હોય તેવાં લાગે છે. અંશમૂર્ત શિલ્પના પણ ત્રણ પ્રકાર જોવામાં આવે છે. તેમાં પહેલા પ્રકારનાં શિલ્પોને ઉઠાવ ઘણો જ આછો અથવા સામાન્ય રેખાઓ મારફતે નિપજાવવામાં
Page #12
--------------------------------------------------------------------------
________________
૧ પ્રાસ્તાવિક
આવે છે. આવાં શિલ્પોને અલ્પમૂર્ત શિલ્પ (low or bas relief) તરીકે ઓળખવામાં આવે છે. બીજા અને ત્રીજા પ્રકારનાં અંશમૂર્ત શિલ્પોમાં ઘેરું તથા ઊંડું કોતરકામ કરવામાં આવે છે. એમાં શિલ્પને લગભગ અડધો ભાગ કોતરેલો હોય છે. આવાં શિલ્પોને અર્ધમૂતં (half relief) તરીકે ઓળખવામાં આવે છે જ્યારે શિલ્પના લગભગ પોણો ભાગ ઉપસાવેલો હોય ત્યારે એને અતિમૂર્ત કે અધિકમૂર્ત (high relief) કહેવામાં આવે છે.
પ્રાથમિક અવસ્થામાં ગુફા શિલ્પનું રેખાંકન માત્ર રેખાઓ દ્વારા નિપજાવવામાં આવ્યું છે અને આથી આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક અવસ્થાની અને ગુફાઓનાં શિલ્પોની આ પરંપરા જેમ જેમ વિકાસ પામી તેમ તેમ ઉત્તરોત્તર વધુ ઘેરા ઊંડા તક્ષણની શૈલી અસ્તિત્વમાં આવી. એમાંથી પૂર્ણમૂર્તિ શિલ્પોની શૈલીનો ઉદય થયો.
૩) શિપના પદાર્થો શિલ્પો બનાવવા માટે પ્રાચીન ભારતમાં માટી (પકવેલી તેમજ કાચી), સેલખડી, ફાયન્સ, કાષ્ઠ, પાષાણ, હાથીદાંત કે ધાતુ જેવા પદાર્થોને પ્રયોગ થતો જોવામાં આવે છે.
શિલ્પમાં વપરાતા પદાર્થોના વપરાશની અનુકૂળતા-પ્રતિકૂળતા તે પ્રદેશમાં સહેલાઈથી પ્રાપ્ત થતા તે તે પ્રકારના પદાર્થોને અનુરૂપ હોવાનો સંભવ છે. અનુકૂ. ળતાની બાબતનો વિચાર કરીએ તો માટી અને લાકડા જેવા પદાર્થ લગભગ દરેક સ્થળે મળે તો તે પ્રકારનાં શિલ્પો પણ ત્યાં જોવા મળે છે. વળી વિશિષ્ટ પ્રકારનું લાકડું પણ વપરાશની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ભોગવે છે. લોકભોગ્ય શિલ્પના નમૂના આ બે પદાર્થોમાં સવિશેષ નજરે પડે છે. પાષાણ, ધાતુ, હાથીદાંત, છીપ, વગેરે પદાર્થો વિશિષ્ટ પ્રકારની કલાકારીગરી માટે તેમજ સફાઈદાર કામ કરવા માટે વિશેષ અનુકૂળ જણાય છે.
આમાં માટીકામની પરંપરા અન્ય દેશોની જેમ ભારતમાં પણ સૌથી જૂની હોય તેમ જણાય છે. આદ્ય ઐતિહાસિક કાલમાં હડપ્પીય સભ્યતાથી પણ પહેલાંની બલુચિસ્તાન, સિંધ વગેરે પ્રદેશોમાંની સંસ્કૃતિઓમાંથી માટીનાં શિલ્પ મળી આવ્યાં છે. હડપ્પીય સભ્યતાનાં પ્રાચીન શિલ્પોની પરંપરાનું પૂર્વ સંધાન આ સંસ્કૃતિમાં જોવામાં આવે છે. માટીનાં પકવેલાં શિલ્પોની પરંપરા ભારતમાં ગુપ્તકાલ સુધી ઉત્તરોત્તર વિકાસ પામતી જણાય છે અને ભારતમાંથી તેના ઘણા નમૂના ઉપલબ્ધ બન્યા છે. ઉત્તરકાલમાં પણ આજ દિન સુધી માટીનાં શિલ્પોની આ પરંપરા અવિરતપણે ચાલુ રહી છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પક
ચૂન (stucco), સેલખડી (steatite), અને ફાયન્સ (ઘસીને બનાવેલી માટીમાંથી બનાવેલાં શિલ્પ પણ હડપ્પીય સભ્યતાનાં કેદ્રોનાં ઉત્પનામાંથી મળી આવ્યાં છે. પણ તેની પરંપરા તે પછી ધીમે ધીમે અદશ્ય થતી જણાય છે. પરિણામે ઈસુની ૧ લી સદી પછીનાં આ પદાર્થોમાંથી બનાવેલાં શિલ્પો જવલ્લે જ જોવામાં આવે છે.
શિલ્પની બનાવટમાં કાષ્ઠ એટલે લાકડાનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પ્રાચીનકાળમાં મકાને અને મંદિરો લાકડાનાં બનાવવાની પરંપરા હતી. આ પરંપરા છેક મધ્યકાલ સુધી ચાલુ રહી હતી. કાષ્ઠની પ્રતિમાઓ જો કે જવલ્લે જ મળે છે, છતાં એનો પ્રચાર હતો. અલ્બરૂનીએ પોતાની પ્રવાસનેધમાં મુલતાનમાં આવેલી કાષ્ઠની સૂર્ય-પ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. જગન્નાથપુરીની જગદીશની પ્રતિમા કાષ્ઠમાંથી જ બનાવેલી છે. સૂર્ય અને રન્નાદેવીની કાષ્ઠમાંથી બનાવેલી મોટી પ્રતિમાઓ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં છે. અને તે શ્રીમાળના જગસ્વામીના સૂર્ય મંદિરની પ્રતિમાઓ હેવાનું મનાય છે.
શિલ્પની બનાવટમાં અગત્યના પદાર્થ તરીકે પાષાણને ઉપયોગ છેક હડપ્પીય સભ્યતાના કાલથી થતા નજરે પડે છે અને અદ્યાપિપર્યત તે પરંપરા ચાલુ રહી છે. ભારતીય સ્થાપત્યોમાં કાષ્ઠ અને ઈંટયુગ પછી પાષાણને ઉપયોગ પહાડોમાં ગુફાઓ કોતરવાની પ્રથાથી શરૂ થયો હોવાનું મનાય છે. પ્રથમ ગુફાને સાદા રૂપમાં અને પછી, ઘાટ–નકશી વડે અલંકૃત કરવામાં આવતી. પ્રાચીન ગુફાસ્થાપત્યના અવશેષો બૌદ્ધ ગુફાઓમાં મળી આવે છે. અહીં બાંધણીની જે પરંપરા સૂચિત થાય છે, તેનું અગાઉની કાષ્ઠની બાંધણી સાથે ભારે સામ્ય વરતાય છે. કેટલીક ગુફાની છત કાષ્ઠની પ્રતિકૃતિરૂપ છે. સ્તંભો, ધાર, દ્વારશાખાઓ વગેરેની રચનામાં પણ કાષ્ઠની બાંધણીની પરંપરા દૃષ્ટિગોચર થાય છે.
| શિલ્પના માધ્યમ તરીકે સાધારણ રીતે પ્રાદેશિક પાષાણને ઉપયોગ થયેલો જોવા મળે છે :
૧) હડપ્પાનાં શિલ્પ ઘણું કરીને ચૂનાના પથ્થર (lime stone) કે સેલખડીનાં બનેલાં છે. આ ખનીજ પદાર્થો સિંધની સ્થાનિક ખાણના છે.
૨) અશોકકાલીન શિલ્પ મિરઝાપુર જિલ્લાના ચુનાર ગામની બદામી રંગના રેતિયા પથ્થરની ખાણમાંથી બનેલા છે. આ પથ્થર પર અરીસા જેવો ઓપ આવી શકે છે.
૩) ભરત અને સાંચીની વેદિકાઓમાં મધ્ય ભારતને ઘેર લાલ પથ્થર વાપરેલ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧: પ્રાસ્તાવિક
૪) મથુરા શૈલીનાં ઘણાંખરાં શિલ્પો ભરહુત જિલ્લાની ખાણોના ક્ષારવાળા લાલ રવાદાર પથ્થરના બનેલાં છે.
૫) ગંધાર શિલ્પોનો પથ્થર અફઘાનિસ્તાનની સ્વાતની ખીણમાંથી લવાયો છે. આ પથ્થર સ્લેટ જેવા ભૂખરા રંગનો (blue slate) તેમજ પારેવા (schist) પથ્થરની જાતને છે. પારેવા પથ્થર અફઘાનિસ્તાન ઉપરાંત પૂર્વ ગુજરાત તેમ જ માળવાના પ્રદેશમાંથી મળી આવે છે. ગુજરાતમાં બહુ પ્રસિદ્ધિ પામેલ, શામળાજી, ડાકોરજી, દ્વારકાધીશ વિગેરે મંદિરોની મુખ્ય મૂર્તિ પારેવા પથ્થરની બનેલી છે. આ પથ્થર કોતરવામાં નરમ પણ વજનમાં સીસા જેવો ભારે હોય છે. વળી તેને લીલાશ પડતો રંગ ધી જેવા ચીકણા પદાર્થ દ્વારા તદ્દન કાળા રંગમાં પલટાવી શકાય છે.
૬) કુષાણકાલીન કેટલાંક શિલ્પમાં સ્લેટિયા રંગને આછા ભૂરાશ પડતા રંગને પોચો પથ્થર (soft stone) વપરાયેલો જોવા મળે છે. આ પથ્થર ઘણું કરીને વાયવ્ય સરહદની ખાણોનો છે.
૭) ગુપ્તકાલીન શિલ્પોમાં કાળી આછી છાંટ વાળો સફેદ પથ્થર વપરાયેલો છે, જે ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં મળે છે.
૮) ઉત્તર ભારતમાં ૭મી સદીથી ઘણેઅંશે સફેદ પથ્થરનાં શિલ્પો બનવા માંડયાં. આ સાદો રેતિયો પથ્થર બિહાર અને બંગાળની પાલ શૈલીનાં શિલ્પોમાં મોટે ભાગે વપરાયેલો જોવામાં આવે છે. ઉલટ પક્ષે દક્ષિણ ભારતનાં શિલ્પ તનકાળા પથ્થરનાં બનેલાં છે. આ પથ્થરને અંગ્રેજીમાં basalt તરીકે ઓળખવામાં આવે છે.
૯) ગુજરાત અને રાજસ્થાનનાં શિલ્પ સફેદ કે લાલ રેતિયા પથ્થરનાં છે. આ પથ્થર સ્થાનિક ખાણોના છે. વળી કેટલાંક શિલ્પ શ્વેત આરસ પથ્થરનાં બનેલાં પણ છે. એની ખાણો આબુ અને જોધપુર પાસે મકરાણામાં આવેલી છે.
ભારતમાં શિલ્પો બનાવવાની એક બીજી પ્રાચીન પરંપરા અસ્તિત્વમાં હોવાનું જણાય છે. પથ્થર અગર માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવતી. આ પ્રકારની મૂર્તિઓને “પ્રસ્તર' મૂર્તિ તરીકે ઓળખવામાં આવતી. આ પરંપરા ઘણી પ્રાચીન હોવાનું જણાય છે. કારણ કે હડપ્પા અને મોહેજો-દડોમાંથી આવી ઘણી મૂર્તિઓ મળી આવે છે. શિશુનાગ વંશના અજાતશત્રુ અને તેના ભત્રીજા ઉદાયી તથા પુત્ર નંદિવર્ધનની આવી પ્રસ્તર મૂર્તિઓ મળી આવી છે. અશોકના ધર્મલિપિવાળા તંભે આ પ્રસ્તર કલાના સુંદર નમૂના છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલપકલા
ધાતુ શિલ્પો એ ભારતીય શિલ્પોની એક વિશિષ્ટ પ્રણાલિકા છે. હડપ્પીય સભ્યતામાંથી મળેલ ધાતુ-પ્રતિમાના નમૂના પરથી આ પરંપરા એ સમય જેટલી પ્રાચીન જણાય છે. ઐતિહાસિક કાલમાં ઈસુ પૂર્વે ૧ લી સદીથી ધાતુ-શિલ્પો પ્રાપ્ત થાય છે ને આ પરંપરા ઈસુની ૧૮ મી સદી સુધી ભારતમાં વ્યાપક રીતે પ્રચલિત રહી હોય તેમ જણાય છે. ધાતુશિલ્પ મુખ્યત્વે કાંસાનાં અને કવચિત તાંબા, ચાંદી અને સુવર્ણનાં પણ બનતાં હતાં.
ભારતમાં હાથીદાંતમાંથી બનાવેલાં શિલાની પરંપરા ઘણા પાછલા સમયની છે. આ પદાર્થમાંથી બનાવેલા નમૂનાઓ ઈસુની ૪થી સદીથી મળવા લાગે છે. હાથી - દાંતમાંથી બનાવેલાં શિલ્પો ઈસુની ૬ઠ્ઠી સદીથી વિકસિત સ્વરૂપ ધારણ કરતાં જણાય છે. દક્ષિણ ભારતમાં આ પ્રકારનાં શિલ્પોનું બાહુલ્ય નજરે પડે છે.
શંખ અને છીપમાંથી ૫ણ શિલ્પ બનતાં હતાં તે પ્રાપ્ત પુરાવશે પરથી નકકી થાય છે.
૪) શિ૯૫ના વિષ પ્રાચીન ભારતીય શિલ્પકલા નોંધપાત્ર વિષય-વૈવિધ્ય ધરાવે છે. એમાં ધાર્મિક અને ધાર્મિકેતર એમ બે પ્રકારો જોવા મળે છે. ધાર્મિક પ્રકારનાં શિલ્પોમાં બ્રાહ્મણ, બઇ, અને જૈન એ ત્રણેય ધર્મો ઉપરાંત લોકધર્મને લગતા વિષયો સ્થાન પામ્યા છે. એમાં મુખ્યત્વે દેવ-દેવીઓ અને યક્ષ-યક્ષિણીઓનાં શિલ્પો, ઉપરાંત પૌરાણિક કથાનકો અને શિલ્પ-પ્રતીકો દુષ્ટિ ગોચર છે. ધાર્મિકતર શિલ્પોમાં પૂતળાંઓ, રમકડાં, સુશોભનો અને રૂપાંકનો વગેરેનો સમાવેશ થાય છે. આ શિલ્પોમાં પ્રાચીન ભારતીય સમાજજીવનનું પ્રતિબિંબ પડતું હોવાથી ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના આલેખનમાં શિલોનો અભ્યાસ ઘણો અગત્યનો બની રહે તેમ છે.
૫) શિપ-સાહિત્ય શિલ્પ-સાહિત્યમાં અલંકરણાત્મક શિલ્પની અપેક્ષાએ મૂર્તિ શિલ્પ (પ્રતિમાઓ)ને લગતું સાહિત્ય અને ઉલ્લેખો વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
પ્રતિમાને લગતા કેટલાક ઉલ્લેખો વૈદિક સાહિત્યમાં જોવામાં આવે છે. ઋગ્વદમાં ઈ, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે પ્રમુખ દેવોનાં વર્ણને આપેલાં છે, પરંતુ આ કાલની તેમજ અનુવેદકાલની કોઈ મૂર્તિઓ ઉપલબ્ધ ન હોવાના કારણે વૈદિક દેવોના પ્રતિભાવૈધાનિક સ્વરૂપ વિશે નિશ્ચિત વિધાન કરી શકાય તેમ નથી. અલબત્ત, “વિશ્વકર્મા”નો ઉલ્લેખ એમાં થયો છે. વિશ્વકર્મા એ દેવોના શિલ્પી હોવાનું અનુ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧ : પ્રાસ્તાવિક વૈદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે અને મોટેભાગે તે ઉત્તર ભારતની શિલ્પસ્થાપત્યની પ્રણાલિકાના આચાર્ય હોય તેમ જણાય છે. દક્ષિણની પરંપરાના મુખ્ય આચાર્ય “મય” નામથી ઓળખાય છે. તેમણે શિલ્પ–સ્થાપત્યની સ્વતંત્ર પ્રણાલિકા નિપજાવી હોવાનું મનાય છે.
બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્રગ્રંથોમાં સ્થાપત્યકીય સ્વરૂપોને લગતાં ઠીક ઠીક વર્ણને આપેલાં છે. પણ એમાં શિલ્પ-પ્રતિમા વિધાનને લગતી માહિતી બહુ ઓછી ઉપલબ્ધ થાય છે. રામાયણ અને મહાભારતમાં દેવાલયો, રાજમહાલયો, નગરો વગેરે વાસ્તુકલાને લગતા ઉલ્લેખ જોવામાં આવે છે. ત્યાં પણ વિશ્વકર્મા અને મયને અનુક્રમે દેવો અને દાનવોના શિલ્પીઓ તરીકે ઓળખાવ્યા છે. દેવોને જે સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં આવતા તેને મંદિર, દેવતાયન, સુરાલય વગેરે નામે ઓળખાવેલ છે ને તે પરથી વિવિધ દેવ ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા, વગેરેની મૂર્તિઓ બનતી હોવાનું જાણવા મળે છે. રામાયણમાં બ્રહ્મા પાસેથી વાસ્તુવિદ્યાનું જ્ઞાન માટે કેવી રીતે. મેળવ્યું હતું એનું વર્ણન “કિષ્કિન્ધાકાંડમાં આપ્યું છે (અ. ૫૧). વળી અહીં નિરૂપિત કથા પ્રમાણે મય અને શુક્ર એક જ વાસ્તુવિદ્યાની પરંપરાને અનુસરતા, તેવું પણ સૂચવાયું છે.
પ્રતિમા–નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાએ-પુરાણ, આગમ, તંત્ર શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠાપદ્ધતિ-પ્રચલિત હોય તેમ જણાય છે.
ભારતીય શિલ્પ અને પ્રતિમા–રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર અને પ્રસાર છે. આ કારણે જ ભારતમાં ભવ્ય પ્રાસાદો, વિમાનો, રમૈત્યગૃહો, વિહારો,. તીર્થસ્થાનો, જલાશો વગેરેનો વિકાસ થયો છે. આ વાસ્તુ-વૈભવના એક અંગ, તરીકે પ્રતિમા અને શિલ્પ-નિર્માણની અદ્ભુત પરંપરા ઉપરોકત સાહિત્યિક ધારાએ ઉપરાંત જ્યોતિષ જેવા અર્ધવાસ્તુશાસ્ત્રીય ગ્રંથોમાં પણ વાસ્તુનિર્માણ સાથે પ્રતિમા. કલાનાં પ્રકરણો આકાર પામ્યાં છે. દા.ત., વરાહમિહિરની ‘બૃહત્સંહિતા.' પુરાણ અને આગમ
આમ તો લગભગ બધાં જ પુરાણોમાં દેવ પ્રતિમા–નિર્માણની પ્રચુર માહિતી સંગ્રહાઈ છે, પરંતુ મત્સ્ય, વિષણુ, લિંગ, અગ્નિ, ગરુડ, કંદ અને ભવિષ્ય પુરા-- ણમાં અને ખાસ કરીને વિષ્ણુધર્મોત્તારમાં પ્રતિભા-વિધાનને લગતી વિસ્તૃત ચર્ચાઓ આવી છે. મત્સ્યપુરાણમાં લગભગ દસ અધ્યાયો(૨૫૨, ૨૫-૨૬૭)માં વિવિધ પ્રતિમા-લક્ષણોની ચર્ચાઓ આપી છે. એમાં ચર્સેલ પ્રતિમા-માનનું પ્રકરણ (અ.૨૬૭) તે અદ્ભુત છે. વળી શિવ પ્રતિમાઓમાં લિંગ-મૂર્તિઓ ઉપરાંત આગમ પ્રસિદ્ધ
Page #17
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
લિંગા દ્ભવ મૂર્તિઓ તથા શિવની પ્રતિમાઓ અર્ધનારીશ્વર, વગેરેનું વર્ણન છે. મહિષાસુરમદિની, ઇન્દ્ર-ઇન્દ્રાણી,, વગેરેની પ્રતિમાઓનાં વર્ણન એમનાં તાલમાન સાથે આપેલાં છે. મત્સ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓ-ભૃગુ, અગ્નિ, વશિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ ગણાવ્યા છે.
અગ્નિપુરાણની મૂર્તિવિધાનની ચર્ચા કુલ ૧૬ (અધ્યાય ૪૧-૪૬; ૪૯-૫૫, ૬૦-૬૨) અધ્યાયોમાં વિશદપણે આપી છે. એમાં વાસુદેવ, દશાવતાર, સૂર્ય, ચતુ:ષષ્ટિયાગિની પ્રતિમા, લક્ષ્મી વગેરેને લગતાં વર્ણનો વિગતવાર છે. વળી આ પુરાણમાં પ્રતિમા દ્રવ્યને લગતું પ્રકરણ નિરૂપાયુ છે એ એની બીજી વિશેષતા છે. ૨૪ પ્રકારના શાલિગ્રામેા તથા ૨૦ પ્રકારનાં લિંગાનાં વર્ણન પણ રોચક છે.
વિષ્ણુધર્માત્તરપુરાણના ત્રીજા ખંડના અંતિમ ૪૨ અધ્યાયેામાં મૂર્તિકલા પર વિસ્તૃત શાસ્ત્રીય વર્ણન છે. તેમાં દેવ-દેવીઓ ઉપરાંત દિક્પાલ, નાગ, યક્ષ, ગંધર્વ, નવગ્રહ, સૂર્ય તથા મૂર્તિ રૂપે ઉપાસ્ય નહીં. એવા વેદશાસ્ત્ર,પુરાણ, ઇતિહાસ વગેરેમાં આવતા દેવાની પ્રતિમાઓનાં વર્ણન આપ્યાં છે. એમાં લગભગ ૧૨૮ પ્રકારની પ્રતિમાઓનાં વર્ણન છે. સ્કંદપુરાણના માહેશ્વર ખંડ (અ-૪૫, ૪૭, ૪૮)માં મૂર્તિઓનાં વિધાના તથા શાલિગ્રામનાં લક્ષણેા આપેલાં છે. ગરુડપુરાણ (અ-૪૫)માં શાલિગ્રામના પ્રકારો વિસ્તારથી વર્ણવ્યા છે. ભવિષ્યપુરાણમાં (અ-૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમા-લક્ષણ, પ્રતિમા-દ્રવ્યો અને પ્રતિમા–માન વગેરે વિષયા વર્ણવ્યા છે.
વરાહમિહિરની ‘બૃહત્સંહિતા’ (અધ્યાય ૧૮-૬૦, ૬૯) અર્ધપુરાણ ગણાય છે. એમાં પ્રતિમા-વિધાનને લગતા ચાર અધ્યાયો—પ્રતિમા લક્ષણ, પ્રતિમાનિર્માણ માટેનાં આવશ્યક દ્રવ્યો, પ્રતિમાવિધિ અને પંચમહાપુરુષ લક્ષણ (અ. ૫૮-૬૦ તથા ૬૬) તથા વજ્રલેપનવિધિ (૫૭) વગેરેને લગતાં વર્ણન છે. ખંડિત, સ્ફટિત અને ભગ્ન પ્રતિમાઓનું સંધાન કરવાની વિધિ વજ્રલેપનમાં નિરૂપાઈ છે.
આગમ ગ્રંથામાં પ્રતિમા-વિધાનને લગતી વિપુલ સામગ્રી આપી છે. વળી પુરાણા કરતાં આગમેાની સંખ્યા (અનુક્રમે ૧૮ અને ૨૮) અધિક છે. ઉપપુરાણેાની જેમ ઉપાગમા પણ છે. અને તેમની સાંખ્યા તે। લગભગ બસેાથી પણ વિશેષ છે. આથી આગમમાં વાસ્તુ અને પ્રતિમાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગેાપાંગ વિવેચને જોવામાં આવે છે. કેટલાંક આગમામાં તે વાસ્તુશાસ્ત્રીય રચનાએ એટલી તો અધિક છે કે તે વાસ્તુગ્રથા તરીકે જ ઓળખાય છે; દા.ત., કામિકાગમ, સુપ્રભેદાગમ, વૈખાનસાગમ, કરણાગમ, અંશુમભેદાગમ વગેરે એ દૃષ્ટિએ ગણનાપાત્ર
Page #18
--------------------------------------------------------------------------
________________
૧ : પ્રાસ્તાવિક
છે. વળી આગમાનો વિશેષતા એ છે કે એમાં શિવની લિંગદ્ભવ મૂર્તિઓનાં વર્ણના સાંગાપાંગ છે. તાલમાનનાં વિવેચને પણ પ્રશસ્ય છે. આટલી ચાકસાઈ પુરાણેમાં જોવામાં આવતી નથી. આથી મૂર્તિકલાના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનાં વિવરણા જેવાં આગમામાં જોવામાં આવે છે તેવાં પુરાણામાં નથી. પુરાણા પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે, જ્યારે આગમા પ્રતિમાઓના રચના-કૌશલને વિશદ રીતે પ્રગટ કરે છે. દક્ષિણી પ્રસ્તર કલા એમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે.
ધ
કામિકાગમમાં મૂર્તિ-વિધાનને લગતા જે થોડા અધ્યાયેા (અ. ૬૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪) છે, એમાં લિંગલક્ષણ, પ્રતિમાલક્ષણ, દેવસ્થાપનવિધિ, પ્રતિમાપ્રતિષ્ઠા અને પરિવારસ્થાપન વગેરે વિધાના મુખ્ય છે.
કરણાગમના પહેલા ભાગ(અ. ૯, ૧૧, ૧૨, ૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિ સંબંધી તાલમાન સાથેનાં વર્ણના અને બીજા ભાગ(અ. ૧૩, ૨૧)માં લિંગશુદ્ધિ અને સ્થાપન-વિધિની ચર્ચાઓ આપી છે. વૈખાનસાગમ (પટલ ૨૨)માં પ્રતિમા-લક્ષણને સ્વતંત્ર અધ્યાય છે. એજ રીતે સુપ્રભેદાગમમાં મૂર્તિ વિધાનને લગતા ચાર અધ્યાયેા (૩૩, ૩૪, ૩૬, ૪૦) આપ્યા છે.
તત્ર
શૈવ-તંત્રોને “આગમ” અને વૈષ્ણવતંત્રોને “પંચરાત્ર” નામે ઓળખવાની પરિપાટી છે, પરંતુ અહીં... એ તંત્રગ્ર ંથા સાથે નિસ્બત છે કે જેમાં શાકત, શૈવ કે વૈષ્ણવ-દેવ-મૂર્તિને લગતી વૈધાનિક ચર્ચાઓ વહીત થયેલ હોય. તાંત્રિક આચાર અને પૂજા-પદ્ધતિ વૈદિક તથા પૌરાણિક આચાર તથા પૂજા-પદ્ધતિથી વિલક્ષણ હોવાના કારણે પણ એ સ્વરૂપે સમજવાનાં હોય છે. લગભગ ૨૫ જેટલા તંત્રશ થેામાં દેવમૂતિઓનાં રૂપવિધાન તથા તેમનાં પ્રતીકાત્મક વિશદ રહસ્યો ચર્ચાયાં છે. આ સર્વમાં ‘હયશીષ પંચરાત્ર’નામના તંત્રગ્રંથ સોર્રાત્તમ છે. ‘મહાનિર્વાણ-તંત્ર’માં પ્રતિમા, લિંગ, ભગ્નમૂર્તિસંધિ, પ્રતિમાદ્રવ્ય વગેરેનાં વર્ણન છે. આગમ-ગ્ર ંથા તંત્રવિદ્યાની એક મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોકત પદ્ધતિએ પૂજન તથા અનનાં વિધાને આપેલાં છે. બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનામાં જુદા જુદા સંપ્રદાયની મૂર્તિઓનાં વિશેષ વર્ણના મળે છે.
શાસ્ત્રીય ગ્રંથે
પુરાણ, આગમ અને તંત્રગ્ર ંથા ઉપરાંત કેટલાક શાસ્ત્રીય ગ્રંથેામાં મૂર્તિવિધાનને લગતી ચર્ચાઓ કરી છે. એમાં કૌટિલ્યકૃત ‘અર્થશાસ્ત્ર' ઉખેખનીય છે. એમાં વાસ્તુને લગતી વિપુલ સામગ્રીના ઉલ્લેખ કરતાં દેવકુલ કે દેવતાયતન નગરની મધ્યમાં
Page #19
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા તેમજ મુખ્ય માર્ગો પર કરી એમાં અપરાજિત, યંત, શિવ, વૈશ્રવણ, અશ્વિન તથા શ્રી–દેવીનાં સ્થાનકો સ્થાપવાનો આદેશ છે. તેથી એ સમયે એમની મૂર્તિ બની હોવાનું જણાય છે. શિલ્પશાસ્ત્ર
શિલ્પશાસ્ત્રની ભારતમાં બે-પરંપરા છે. ઉત્તારી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. ઉત્તારી અથવા નાગરશૈલીના વાસ્તુ ગ્રંથોના મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા ગણાય છે. નાગરશૈલીના ગ્રંથમાં “વિશ્વકર્મ–વાસ્તુ–શાસ્ત્ર' (વિશ્વકર્મ–પ્રકાશ) ભોજદેવનું “સમરાંગણસૂત્રધાર અને ભુવનદેવનું “અપરાજિતપૃચ્છા' મુખ્ય છે. દ્રવિડશૈલીના વાસ્તુગ્રંથોના પ્રણેતા મય’ ગણાય છે. દ્રવિડ શૈલીને પ્રમુખ ગ્રંથ “માનસાર” છે. તે ઉપરાંત અગત્ય-રચિત “સકલાધિકાર, કશ્યપને “અંશુમભેદાગમ.” મયને “મયમત, શ્રીકુમાર-કૃત “શિલ્પરત્ન’ ગણનાપાત્ર ગ્રંથ છે. “માનસારના કુલ ૭૦ અધ્યાયમાં ૫૦ અધ્યાય વાસ્તુકલા પર અને બાકીના ૨૦ અધ્યાય મૂર્તિકલા પર છે. એમાં હિંદુ ઉપરાંત જૈન અને બૌદ્ધ મૂર્તિ—વિધાનની વિગતો પણ આપી છે. અગત્યને સકલાધિકાર માત્ર શૈવ પ્રતિમા-વિધાનની જ ચર્ચાઓનું સંકલન કરે છે. કાશ્યપનું અંશુમભેદાગમ” ઘણો વિસ્તૃત ગ્રંથ છે. તેમાં ૮૬ અધ્યાયો પૈકી શરૂના ૪૫ અને અંતિમ ૨ અધ્યાય વાસ્તુને લગતા છે, બાકીના ૩૯ અધ્યાયોમાં વિવિધ પ્રતિમાઓનાં સાંગોપાંગ વર્ણને આપેલાં છે. “મમત” માં મૂર્તિશાસ્ત્રને લગતા ચાર અધ્યાયો છે. વિશ્વકર્મા પ્રકાશ નાગરશૈલીનો પ્રાચીન ગ્રંથ છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા–વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટદેવીની મૂર્તિ–નિર્માણ–વ્યવસ્થાનું તેમ જ બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન છે. “સમરાંગણસૂત્રધારમાં પણ કેટલાક અધ્યાયો મૂર્તિવિધાનને લગતા છે.
ભુવનદેવનો ‘અપરાજિતપૃચ્છા' વાસ્તુની જેમ પ્રતિમા–વિધાનનો એક અપ્રતિમ ગ્રંથ છે. મૂર્તિવિધાનના એના સ્વતંત્ર અધ્યાયો (સૂત્રો) વિપુલ માહિતી આપે છે. એનાં ઘણાં સૂત્રો, લિંગ, શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, ગણપતિ, દેવી, પંચાયતન, જૈન વગેરેની મૂર્તિઓના અનેકવિધ પ્રકારોનાં વૈધાનિક સ્વરૂપોની વિશદ ચર્ચાઓ રજૂ કરે છે. આ સિવાય પ્રતિમા–વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથોમાં પાંચરાત્ર દીપિકા, ચતુર્વર્ગચિંતામણિ, મૂર્તિધ્યાન, મૂર્તિલક્ષણ, લક્ષણસમુચ્ચય, દેવતાશિલ્પ, રૂપમંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, રૂપાવતાર, જ્ઞાનરત્નકોશ, શિલ્પસાર, શિલ્પરત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે પ્રકરણો કે સ્વતંત્ર ગ્રંથો નેધપાત્ર છે. શુક્રનીતિ, શારદાતિલક, નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરતંત્ર, શ્રીતત્ત્વનિધિ પૂજા પદ્ધતિઓ, પ્રતિષ્ઠાવિધિઓ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ મૂર્તિ–વિધાનની
Page #20
--------------------------------------------------------------------------
________________
૧ : પ્રાસ્તાવિક
ચર્ચાઓ છે. એમાં ઇશાન-શિવ-ગુરુ-દેવપદ્ધતિ’, ‘હરિભકિત વિલાસ'. ‘અભિષિ તાર્થચિ’તામણિ' (માનસેાલ્લાસ’) ‘કૃષ્ણાનંદ તંત્ર—સાર' વગેરે ગ્રંથા પ્રતિમા–વિધાનની અપાર સામગ્રી ધરાવે છે.
૧૧.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમાનિર્માણ અંગે કેટલાક સ્વતંત્ર ગ્રંથો રચાયા છે. ચિત્રલક્ષણ' નામના ગ્રંથમાં બૌદ્ધ દેવ-દેવીઓનાં ચિત્રોની શાસ્ત્રીય માહિતી છે. આ ગ્રંથની મૂળપ્રત અપ્રાપ્ય છે. પરંતુ તિબેટી ભાષામાંથી એને જર્મનમાં જે અનુવાદ બહાર પડયો છે તે પરથી તે ઘણી મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. ‘તારાલક્ષણ’ નામના ગ્રંથમાં તારા તથા અન્ય દેવીઓનાં વર્ણન આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂર્તિ માટે તિબેટી ભાષામાં દશતાલન્યગ્રોધ પરિમંડલ બુદ્ધ પ્રતિમા—લક્ષણ' નામક ગ્રંથ રચાયા છે. ‘સાધનમાલા'માંથી સેંકડો બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાને મળે છે, બિંબમાન અને બુદ્ધપ્રતિમાલક્ષણ પર બૌદ્ધ ધર્મમાં ઘણા ગ્રંથા ઉપલબ્ધ છે.
જૈન ધર્મના પ્રતિમાવિધાન માટે કેટલાક ગ્રથામાં પ્રકરણા અપાયાં છે. જેમાં ‘વાસ્તુસાર’, ‘અપરાજિતપૃચ્છા’, ‘લોકપ્રકાશ’, ‘આચાર દિનકર’, ‘નિર્વાણકલિકા’, ‘પ્રતિષ્ઠાસારોદ્ધાર’, ‘રૂપમંડન’, ‘રૂપાવતાર’, વગેરેમાં જૈન પ્રતિમા વિશે વિપુલ
માહિતી આપી છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૨. આદ્ય-ઐતિહાસિક શિલ્પો
(ઈસ. પૂર્વે ૨૫૦૦ થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦)
ભારતમાં આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિની શોધે ભારતીય કલાપ્રવૃત્તિ ઈ.સ. પૂર્વે ૨૫૦૦ વર્ષ સુધીની એટલે કે લગભગ સાડા ચાર હજાર વર્ષ જેટલી જૂની હોવાનું નિશ્ચિત કરી આપ્યું છે. વળી ત્યાં પ્રાપ્ત થયેલાં શિલ્પો તથા મુદ્રાઓ પરનાં આલેખન વિકસિત સ્વરૂપનાં હોવાના કારણે ભારતીય કલાપ્રવૃિત્તિાનાં મંડાણ એથીયે પહેલાના સમયમાં થયાં હોવાનું સૂચવાયું છે.
૧. પ્રાગૂ હડપ્પીય શિ૯૫પરંપરા બલુચિસ્તાન અને સિંધના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૪000 થી નાના જૂથમાં વહેંચાયેલી ખેત જેવી આદિમ પ્રજાને વાસ હતો. એમની કૃપક સંસ્કૃતિ(peasant culture)ના ઘણા અવશેષો આ પ્રદેશમાં ઠેર ઠેર થયેલાં ખોદકામ દ્વારા પ્રાપ્ત થયા છે. આ નમૂનાઓ પ્રાથમિક અવસ્થાના હોવા છતાં નોંધપાત્ર છે. ચકચકિત વાસણ પરનાં ચિતરામણમાં નિષ્પન્ન થતા રંગેની અભિવ્યકિત અને રેખાઓનું માર્દવ તેમનામાં રહેલી કલા-સૂઝને વ્યકત કરે છે, પરંતુ આ આદિ પ્રજાના રૂપક્ષમ નમૂનાઓ કમનસીબે મળ્યા નથી. - ઈ.સ. પૂર્વે ૨૫૦૦ માં બલુચિસ્તાનમાં ઉત્તર અને દક્ષિણે બે ભિન્ન સંસ્કૃતિઓ અસ્તિત્વમાં હોવાનું જાણવામાં આવ્યું છે. બલુચિસ્તાનમાં ઉત્તરે આવેલ ઝાબ (Zhob) નદીના કાંઠેથી એક સંસ્કૃતિની વસાહતો મળી છે. તે આ પ્રદેશમાં દક્ષિણે કુલ્લી (kulli) અને મકાન (Makran) સંસ્કૃતિ અસ્તિત્વમાં હોવાનું જણાય છે. ઝેબ અને કુલ્લી-આ બંને સંસ્કૃતિની એકબીજા પરની અસર એમના વિકાસના શરૂઆતના તબકકામાં દષ્ટિગોચર થાય છે. આ બંને સંસ્કૃતિઓ તેમની ઉત્તરાવસ્થામાં હડપ્પા સભ્યતામાં ભળી જતી જોવા મળે છે. ઝોબ અને કુલ્લી સંસ્કૃતિમાં સુઘાટય કલાનાં સર્વ પ્રથમ દર્શન થાય છે.
સ્ત્રીઓ તથા પ્રાણીઓનાં અનેક મૃત્તિકા શિલ્પો ઝોબ તેમજ કુલ્લી સંસ્કૃતિમાંથી મળી આવ્યાં છે. કુલી સંસ્કૃતિના વિસ્તારમાંથી મળી આવેલ ખાંધવાળા વૃષભનું શિલ્પ તેના શરીર પર ચિત્રિત કરેલી ઊભી રેખાઓ તથા ખાંધ પર તેમજ -આગલા બે પગ પર અંકિત કરેલ ચેકડીઓના કારણે ખાસ નોંધપાત્ર બને છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨ : આધ-અતિહાસિક શિષે
૧૩
તેની આંખા પણ ચીતરેલી છે. શિંગડાનાં મૂળ તથા ગરદન પણ રેખાઓ વડે અંકિત કરેલાં છે. આ શિલ્પના અંગમરોડ સુરેખ છે. હડપ્પા સભ્યતામાંથી મળી આવેલ વૃષભ સાથે આ વૃષભનું સામ્ય વરતાય છે.
ફુલ્લી વિસ્તારમાંથી વૃષભ કરતાં વધુ સંખ્યામાં સ્રી-મૂર્તિઓ કે પૂતળીઓ મળી છે. સ્ત્રી-મૂર્તિઓનું મહત્ત્વ ભારતીય શિલ્પમાં સવિશેષ છે. આ પૂતળીઓ ચિતરામણેાથી વિભૂષિત કરેલી નથી. હડપ્પાની જેમ અહીંની પૂતળીઓમાં મુખ્ય દેહ અલગ બનાવી, તેના પર અલગ અલગ બનાવેલ આંખો, વાળ, નાભી, સ્તન વગેરે ચેાટાડયાં છે. એ જ રીતે દેહ પરનાં ઘરેણાં અને શિરાવેષ્ટન (head-dress) પણ અલગ બનાવીને લગાડયાં છે. તેમના કેડ પાસેના દેહ સપાટ છે. મુખ ભાગ કંઈક ખરબચડો, કપાળ સાંકડું, ચોટાડેલું અણીદાર નાક અને ચોટાડેલી ઊપસેલી વર્તુલાકાર આંખા, ઘરેણાંના ભારથી લચી પડતા ખુલ્લા સ્તન, સીધા લટકતા કે છાતી પાસે અદબ વાળેલા હાથ વગેરે લક્ષણા વિશિષ્ટ રચનાપદ્ધતિના કારણે નોંધપાત્ર છે. આ પૂતળીઓની કેશરચના પણ વિશિષ્ટ ઘાટની છે. ગુચ્છાદાર વાળના અંબાડા બેાચી પર લટકતા રહે છે અને કપાળ પાસેથી પસાર થતી પટિકા વડે તેને ચારે બાજુથી બાંધેલી છે. એમનું અલંકારવૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. કાનમાં શં આકારનાં એરિંગ, કંઠમાં લંબગેાળાકાર કે વૃત્તાકાર ઘાટના પેન્ડલવાળા હાર અને કરમાં વલય તથા બાજુબંધ જોવા મળે છે.
પૂતળીઓની ઊભા રહેવાની છટા, હાથની સ્થિતિ વગેરે પરથી આ પૂતળીએ કોઈક ધાર્મિ ક વિધિ સાથે સંબંધ ધરાવતી હોવાનું સૂચન થાય છે. આ પૂતળીઓ દૈવી સર્જનશકિતની પ્રતીક હોવાનું કેટલાક માને છે. કેટલીક જગ્યાએ આ પૂતળીઓ બાળકસહ પણ મળી આવી છે.
ઝોબ સંસ્કૃતિમાંથી મળેલાં પ્રાણીશિામાં વૃષભ અને અશ્વનાં શિલ્પ નોંધપાત્ર છે. પ્રાચીન સંસ્કૃતિમાં અશ્વનાં શિલ્પ ભાગ્યે-જ જોવા મળે છે. તેથી અહીંનાં અશ્વ-શિલ્પ વિશિષ્ટ ગણાય. અહીંથી મળેલ વૃષભશિલ્પામાં ખાંધવાળા વૃષભ પણ છે. વૃષભનું એક ૮'' લાંબુ ધડ મળી આવ્યું છે. ઇતર રાંસ્કૃતિઓમાંથી મળતા નમૂનાઓમાં વૃષભના પગ એકદમ સીધા અને ઊભા રહેતા હોવાથી કૃત્રિમ લાગે છે, જ્યારે આ વૃષભને એની નૈસર્ગિક છટામાં ઊભેલ દર્શાવ્યા છે, તેથી એ રમ્ય લાગે છે. તેના દેહમાં માર્દવ અને ગતિશીલતા અંકિત થયાં છે. કુલ્લી સંસ્કૃતિનાં આ પ્રકારનાં શિલ્પાની સરખામણીમાં તેની અભિવ્યકિત કલાત્મક અને આકર્ષીક છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
જોઇ
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
પકવેલી માટીની જે પૂતળીઓ અહીંથી મળે છે તેમાં પણ કુલ્લી કરતાં વધુ વિકાસ નજરે પડે છે. આ પૂતળીઓને કેડ નીચેનો ભાગ સપાટ બનાવી તેનું રૂપાંતર સમચોરસ કે લંબચોરસ બેઠકમાં પરિણમતું દર્શાવ્યું છે. અહીંથી મળેલી પૂતળીઓના હાથ મળ્યા નથી. મુખભાગ અને ધડભાગમાં સુઘાટય કલાના અંકુર ફુટતા જણાય છે. પેરીઆન-બું, કડની અને મોઘુલ–jડઈમાંથી પ્રાપ્ત થયેલ પૂતળીઓ આ પ્રકારની છે. ચિબુક ઉપરના બંને ઓષ્ઠનું સુરેખ અંકન, વિશાળ સુંવાળું કપાળ, શુકનાસ જેવી નાસિકા અને ઘેરી ઊંડી નયનબખેલો (જેમાં કીકી અલગ મૂકવામાં આવતી) ત્યાંના લોકોની ક્લાત્મક દૃષ્ટિનાં ઘાતક ઉદાહરણ બની રહે છે. ધડભાગમાં સ્તન પર્ણ વૃત્તાકાર ઘાટના છે. વળી તેમાં યથાસ્થાને સ્તનડીટી -દર્શાવી છે તે પણ એમની કલાસૂઝ દર્શાવે છે.
ઝોબ સંસ્કૃતિની પૂતળીઓ ઉપરોકત કુલ્લી સંસ્કૃતિના જેવાં ઘરેણાં તથા શિરોણન ધરાવે છે. આ આભૂષણો લગાડવાની પદ્ધતિ પણ કુલ્લી જેવી છે. વિશેષમાં મસ્તકને રૂમાલ જેવા વસ્ત્ર વડે ચૂસ્ત બાંધવામાં આવે છે. આ વસ્ત્રના બંને છેડા ખભા પર લટકતા હોય છે. કુલ્લીની જેમ આ પૂતળીઓને પણ કોઈ ધાર્મિક વિધિ સાથે સંબંધ હોવાનું જણાય છે. એ માતૃપૂજાની દ્યોતક હોય તેમ મનાય છે.
પ્રાથમિક કક્ષાનું કૌશલ દર્શાવતા આ બંને સંસ્કૃતિના નમૂનાઓમાં પ્રાચીન ભારતીય સુઘાટય કલાનાં બીજ નજરે પડે છે. ભાવ અને વેગનું પ્રાકટય એ કોઈ પણ કલાની મૂળભૂત નિષ્પત્તિ છે. એની પ્રાથમિક અવસ્થો અહીં દૃષ્ટિગોચર થાય છે. આ પૂતળીઓનું શરીરસૌષ્ઠવ સુરેખ છે. કેશકલાપ અને આભરણ આકર્ષક છે. કુલ્લી કરતાં ઝોબનું મહત્ત્વ એક બાબતમાં વિશેષ છે અને તે એ કે ઝોબમાં આપણને કલાની પ્રગતિની પ્રતીતિ થાય છે. આ બંને સંસ્કૃતિઓ તેમની ઉત્તરકાલીન અવસ્થામાં હડપ્પીય સભ્યતા સાથે ભળી જતી હોવાથી તેમની શિલ્પપરંપરા હડપ્પીય સભ્યતામાં વિકસિત સ્વરૂપે નજરે પડે છે.
૨. હમ્પીય સભ્યતાનાં વિવિધ શિલ્પસ્વરૂપ આ સભ્યતાને સમયપટ લગભગ એક હજાર વર્ષ (ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ઈ.સ. પૂર્વે ૧૫૦૦) જેટલો મૂકાય છે અને તેને તત્કાલીન ફેલાવો લગભગ ૧૫૦૦ ચો. માઈલ વિસ્તારમાં જણાય છે. બલુચિસ્તાનના મકરાને પ્રદેશથી માંડી પંજાબના અંબાલા જિલ્લાના રુપર, રાવી નદીના કાંઠે આવેલ હડપ્પા તથા ત્યાંની સરસ્વતીના કાંઠે કાંઠે હાલના બિકાનેર સુધી તથા સિંધુ નદીના કાંઠે આવેલ મોહેજો-દડોથી માંડીને દક્ષિણે નર્મદાના કાંઠે આવેલ નવડાટેલી અને માહેશ્વર સુધી તેને ફેલાવો
Page #24
--------------------------------------------------------------------------
________________
૨: આઘ-એતિહાસિક શિરે હોવાનું જણાયું છે. આ સભ્યતાનાં કેટલાંક નવાં કેન્દ્રો પાકિસ્તાન સરકારે પણ શોધ્યાં છે. આજ સુધી એનાં લગભગ ૪૦ જેટલાં કેન્દ્રો જાણમાં આવ્યાં છે.
આ કેન્દ્રોમાંથી પ્રાપ્ત થયેલ સેના-ચાંદી અને મણિએમાંથી બનાવેલાં ઘરેણાંથી માંડીને માટી પથ્થર, ધાતુ જેવા પદાર્થોમાંથી બનાવેલાં આમજનતાને ઉપયોગી ઘરેણાં, વાસણો, રમકડાં, શિલ્પ, ચિત્રાંકનો વગેરે ઉન્નત નગરજીવનનાં દ્યોતક હોવા ઉપરાંત પ્રજાજનોની કલારુચિના પણ દ્યોતક છે.
હડપ્પીય સભ્યતાનાં શિલ્પ સુઘાટય કલાના નમૂના છે. એમાં અંશમૂર્ત અને પૂર્ણ મૂર્ત બંને પ્રકારો મળી આવે છે. આ શિલ્પો મૃત્તિકા (માટી), પાષાણ
અને ધાતુનાં બનેલાં છેઆમાં પાષાણ અને ધાતુનાં શિલ્પ માટીનાં બનાવેલાં શિલ્પની અપેક્ષાએ અધિક સુરેખ, ક્લાય અને ઉત્કૃષ્ટ છે.
માટીનાં બનેલાં શિલ્પ અને પાષાણ ધાતુનાં શિલ્પની રૂપક્ષમતા તેમજ બંનેની શૈલી વરચે ભારે તફાવત વરતાય છે. માટીનાં શિલ્પ સમાજના નીચલા થરના લોકોની લોકકલાનાં ઘાતક હોવાનું જણાય છે. જ્યારે પાષાણ અને ધાતુનાં શિલ્પ સમાજના ઉદાત્ત વર્ગની કલાના નમૂના હોવાનું લાગે છે. આ ફરક સમાજમાં પ્રવર્તમાન આર્થિક વિષમતાને લઈને હોવા સંભવે છે.
હડપ્પીય સભ્યતાનાં શિલ્પો મુખ્યત્વે ધાર્મિક વિષયને અનુસરે છે. મનુષ્યાકાર, પ્રાણી-આકાર અને બંનેના મિશ્રા આકાર ધરાવતાં શિલ્પ મુખ્યત્વે મુદ્રાઓ અને મુદ્રાંકો પર પ્રાપ્ત થાય છે. ઉપરાંત માટી, પાષાણ અને ધાતુનાં કેટલાંક શિલ્પ પણ આ પ્રકારનાં છે. વળી લિંગ, જળધારી અને વૃક્ષની શિલ્પકૃતિઓ પણ મળે છે. (અ) મુદ્દાઓ પરનાં રેખાંકને
મુદ્રાઓ પરનાં રેખાંકનો બીબામાં બનાવીને ઉપસાવેલાં છે, જ્યારે મુદ્રાંકો પર શિલ્પાના આકાર ઊંડા ઊતરેલા જોવા મળે છે.
મુદ્રાઓમાં આઘશિવ તરીકે ઓળખાતી ત્રણ મુદ્રાઓ વિશિષ્ટ છે. એમના પરનાં ત્રણ રેખાંકનમાં દેવના જે આકાર આલેખવામાં આવ્યા છે તે અનુકાલીન મહાદેવના રવરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. બે રેખાંકનમાં એમનાં, એક દક્ષિણાભિમુખ, એક સમ્મુખ અને એક વામાભિમુખ એમ કુલ ત્રણ મુખ આલેખ્યાં છે; જ્યારે ત્રીજા રેખાંકનમાં માત્ર એક દક્ષિણાભિમુખ બતાવ્યું છે. એકમાં એ દેવ ભૂમિ પર બેઠેલા છે, જ્યારે બીજા બેમાં એ બાજઠ પર બેઠેલા છે, જેમાંના એકના પાયા વૃષભાકારે ઘડવામાં આવ્યા છે. ત્રણેયમાં એ દેવ યોગાસનમાં બેઠેલા
Page #25
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
છે, જેમાં બંને પગની પાની એકબીજાને અડોઅડ લાવીને એનાં ચાપાં નીચાં રાખ્યાં છે. બંને હાથ ત્રાંસા લંબાવીને ઢીંચણ પર ટેકવેલા છે. બેઉ હાથ પર છેક ખભાથી કાંડા સુધી નાનાં મોટાં કડાં ને કલ્વીઓ પહેરેલાં છે. એક રેખાંકનમાં દેવના કંઠમાં હારાવલી પહેરાવેલી છે, કટિમેખલા પણ છે અને એની નીચેના ભાગમાં ઊર્ધ્વશિશ્ન આલેખેલું છે. માથા પરના વેષ્ટનમાં વચ્ચે મંજરીનું છોગું બેસેલું છે. એની બંને બાજુએ બે શિંગડાં છે. એક મુખવાળા આકારમાં પાછળ લટોને લાંબો જૂટ લટકે છે. બે રેખાંકનોમાં દેવને એકલા આલેખ્યા છે, પરંતુ ત્રીજા રેખાંકનમાં એમની આસપાસ પશુઓનો પરિવાર છે. એમાં એમની જમણી બાજુએ હાથી અને વાઘ, ડાબી બાજુએ ગેંડો અને પાડો ને આસનની નીચે બે હરણ છે. (જુઓ આકૃતિ ૧)
ઉપરનાં ત્રણે રેખાંકનનાં લક્ષણો પાછલા સમયના શિવ-સ્વરૂપ જેવાં જણાય છે. એક પૂર્ણ મૂર્ત સન્મુખ અને બે અર્ધમૂર્ત પાર્શ્વગત એમ ત્રણ મુખનાં શિલ્પ શિવના મહેશ્વર સ્વરૂપની મૂર્તિ એમાં પ્રચલિત છે, વેપ્ટન પરનાં મંજરી અને શિંગડાં મળીને બનતાં ત્રણ પાંખાં અનુકાલીન શિવના ત્રિશૂળના આકારનો સંકેત કરે છે. યોગાસન અને ઊર્ધ્વશિશ્ન પણ શિવના યોગીશ્વર સ્વરૂપનાં દ્યોતક છે. પશુનો પરિવાર તેમના પશુપતિ સ્વરૂપને સંકેત કરે છે. ગજ, વાઘ અને મૃગ શિવ સાથે (ગજચર્મ, વ્યાઘચર્મ, મૃગચર્મ દ્વારા પણ) સંકળાયેલાં છે. સિંહાસનની જગ્યાએ વૃષભાસન શિવના વાહન નંદીનું સ્મરણ કરાવે છે.
સ્ત્રીદેહના આકારની માટીમાંથી બનાવેલી ભારે શિરોષ્ટનવાળી પૂતળીઓ માતૃદેવીની હોય એમ મનાય છે, જેનું વિગતવાર નિરૂપણ આગળ ઉપર કરવામાં આવશે. મોહેં જો–દડોની એક મુદ્રા પરના રેખાંકનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે એમાં એના માથા પર બે શિંગડાં છે. આ યુગની ઘણી સંસ્કૃતિઓમાં શિંગડાં એ દેવદેવીઓનું વિશિષ્ટ અભિજ્ઞાન ગણાતું. એ પરથી તેમજ એની ઉપાસ્ય તરીકેની અવસ્થા પરથી આ આકૃતિ કોઈ મુખ્ય દેવીની હોવાનું સ્પષ્ટ થાય છે. એની આગળ શિંગડાંવાળી બીજી વ્યકિત નીચે નમીને એની ઉપાસના કરી રહી છે ને એ વ્યકિતની પાછળ મનુષ્યની કળાવાળો રાની બકો ઊભો છે. આડી પંકિતની નીચેના ભાગમાં સાત સ્ત્રીઓ હારબંધ ઊભી છે. દરેક સ્ત્રીના માથાની પાછળ લાંબુ છોડ્યું અને લાંબો ચોટલો લટકે છે. આમ આમાં મુખ્ય દેવી વનસ્પતિ સાથે નિકટ સંબંધ ધરાવતી જણાય છે. હડપ્પાની એક મુદ્રા પરના રેખાંકનમાં એની યોનિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો બતાવ્યો છે. એ પરથી પણ આ દેવીના વનસ્પતિ સાથેના સંબંધની પ્રતીતિ થાય છે. મધ્ય-પૂર્વ અને પશ્ચિમ (સમીપ) પૂર્વમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
૨ ઃ આઘ-એતિહાસિક શિ
૧૭, પહેલાં આવી સર્જક શકિતની ઠેરઠેર ઉપાસના થતી ને એ લોકો એને “માતાજી” (માતૃદેવી) તરીકે આરાધના. ભારતમાં આજે પણ ભિન્ન ભિન્ન પ્રકારે માતાજીની આરાધના પ્રચલિત છે
હડપ્પા સભ્યતામાં મનુષ્પાકાર દેવોની ઉપાસનાની સાથે સાથે પશુ, પક્ષી કે નર-- પશુ અને નર–પક્ષીનાં મિશ્રિત સ્વરૂપ(વ્યાલ)ની ઉપાસના પ્રચલિત હોય એમ લાગે છે.
મોહેંજો-દડોની ચોક મુદ્રા પરના રેખાંકનમાંથી વૃષભના પગ, પુચ્છ અને શિંગડાં ધરાવતી મનુષ્પાકાર વ્યકિત સ્પષ્ટત: દૈવી સ્વરૂપની દ્યોતક છે. (આવા નર વૃષભનો આકાર સુમેરનાં શિલ્પોમાં પણ નજરે પડે છે.) બીજી એક મુદ્રામાં આ દેવને શિંગડાંવાળા વાઘ સાથે લડત દર્શાવ્યો છે. એમાં વાઘ પણ કોઈ પ્રતિસ્પધી દેવ હોવો જોઈએ. બીજી ત્રણ મુદ્રાઓ પરનાં રેખાંકનમાં આવો કોઈ વીરપુરુષ બે હાથે બે વાઘ પર પોતાનું જોર અજમાવી રહ્યો છે. આવાં અવાસ્તવિક મિશ્રિત પ્રાણીઓનાં આલેખન પાછળ ધાર્મિક હેતુ ઉદ્દિષ્ટ જણાય છે.
મુદ્રાઓ અને તાવીજે પરનાં રેખાંકનમાં ખાસ કરીને પશુ આકૃતિઓ આપ-- વામાં આવી છે. આમાં કશુંગી વૃષભની છાપ (આકૃતિ ૨) સૌથી વધુ જોવામાં આવે. છે. તેના માં નીચે હંમેશાં ધૂપદાની કે હોમદાની જેવું પાત્ર મૂકેલું હોય છે. એક સરઘસના દશ્યમાં એક માણસ જો વૃષભના પૂતળાને માથા પર મૂકીને જતો જણાવ્યો છે. આમ પશુઓમાં આ એકશૃંગી વૃષભ કોઈ મુખ્ય દેવનું સ્વરૂપ હોય તેમ જણાય. છે. આ ઉપરાંત મુદ્રાઓનાં રેખાંકનમાં આપેલાં પશુએ-ખાંધ વગરને સાંઢ, ખાંધવાળો સાંઢ, હાથી, વાઘ, ગેંડો, પાડો, બકરો, હરણ વગેરે બીજાં પશુ પણ દૈવી સ્વરૂપનાં મનાતાં હશે. એમાંનાં ઘણાં પશુઓની સાથે પેલું પાત્રપ્રતીક પણ જોવામાં આવે છે. મિશ્રિત પ્રાણીઓ પણ ધાર્મિક સ્વરૂપનાં જ છે. માણસના મોં વાળો બકરો વૃક્ષદેવતા સાથે સંકળાયેલો જણાય છે. એક રેખાંકનમાં સ્ત્રીના ઊભા દેહની ડાબી બાજુએ વાઘનું ધડ જોડવામાં આવ્યું છે ને એ સ્ત્રીના માથા પર બે શિંગડાં છે. આ કોઈ અલૌકિક વ્યકિત હોવી જોઈએ. એક રેખાંકનમાં ઘેટાના આકારમાં વૃષભનાં શિંગડાં, માણસનું મોં, હાથીની સૂંઢ અને દંતશૂળ જોડવામાં આવ્યાં છે. આ રેખાંકન અહીંથી પ્રાપ્ત થયેલ છ મુદ્રાઓ પર જોવામાં આવે છે... તેથી અનુમાન છે કે આ મિશ્રિત પ્રાણીની કલ્પના ઘણી પ્રચલિત હશે. એક રેખાંકનમાં વૃષભના એક ધડ સાથે હરણનાં ત્રણ મોઢાં જોડવામાં આવ્યાં છે. એક રેખાંકનમાં બે વાઘનાં શરીર એકબીજાની આરપાર વીંધેલાં છે. બીજા એક રેખાંકનમાં મધ્યમ વર્તુલની છ બાજુએ જુદાં જુદાં પશુઓનાં મસ્તક જોડવામાં આવ્યાં છે. એમાંનું ભા. પ્રા. શિ. ૨
Page #27
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા એક ડોકું પેલા એકશુંગી વૃષભનું, બીજું ટૂંકા શિંગડાંવાળા વૃષભનું, ત્રીજું હરણનું ને ચોથું વાઘનું છે. બાકીનાં બે ખંડિતમાં એક ગેંડાનું અને બીજુ હાથીનું હોવાનું લાગે છે એ પરથી જણાય છે કે પશુસ્વરૂપવાળા બધા દેવો આખરે સૂર્યદેવનાં જ વિવિધ સ્વરૂપ હોય તેમ મનાતું હશે.
નાગદેવને આકાર મોહેંજો-દડોની બે મુદ્રાઓ પર અંકિત થયેલ છે. એકમાં -એની સાથે બાજઠ પર દૂધ જેવો કંઈ પદાર્થ ધરવામાં આવ્યો છે. બીજામાં યોગાસનમાં -આસનસ્થ દેવની સામે નીચા નમી રહેલા બે ઉપાસકોની પાછળ એક એક નાગ ઊભા છે. હડપ્પાની મુદ્રામાં પણ તેને એક ઘાટ મળ્યો છે. ચિત્રિત વાસણો પર તેને આકાર ઘણી જગ્યાએ અંકિત થયેલો છે.
મુદ્રાઓ પર વૃક્ષનાં રેખાંકનો કવચિત દેખા દે છે, પરંતુ મુદ્રાંકો પર વૃક્ષનાં - ઘણાં રેખાંકનો મળ્યાં છે. એક રેખાંકનમાં નાના મોટા નવ પાંદડાવાળા પીપળાના - થડમાંથી બે બાજુએ એકશૃંગ પશુનાં ડોકાંટેલાં છે. તેમાં વૃક્ષનું દેવી સ્વરૂપ મૂર્ત - થયું છે. એક મુદ્રામાં એક પાડો વૃક્ષદેવતાની રેકી કરતો દર્શાવ્યો છે.
આ ઉપરાંત કેટલાંક રૂપાંકનોમાં સ્વસ્તિકની આકૃતિ પણ દેખા દે છે.
લોથલમાંથી મળેલાં મુદ્રાઓ અને મુદ્ર પરનાં રેખાંકનમાં કેવળ પ્રાણીઓની આકૃતિઓ જોવા મળે છે. પ્રાણીઓની જીવન-સદશ મૂર્તતા કુશળતાપૂર્વક દર્શાવાઈ છે. વાસ્તવિક સ્વરૂપમાં બધી સ્નાયુગત વિગતો દર્શાવીને એમનું સબળ નિરૂપણ - કરવામાં આવ્યું છે. હડપ્પા ને મોહેંજો-દડોમાં જોવા મળતો આગળ પડતી ખાંધ
અને ગોદડી માટે જાણીતો વૃષભ લોથલમાં જોવા મળતો નથી. અલબત્ત ત્યાંનું લોકપ્રિય - પ્રાણી એકશૃંગ અહીં પણ સવિશેષ જોવા મળે છે. વળી ખાંધ વગરનો વૃષભ, હાથી, - પહાડી બકરો વગેરેનાં અંકન થયાં છે. સૌરાષ્ટ્ર હાથીઓનું નિવાસસ્થાન હોવાથી લોથલના કલાકારે એને નજીકથી અભ્યાસ કર્યો હોવો જોઈએ. કેમ કે એને ઘણી વિગતે કંડાર્યો છે. લોથલમાં પણ મિશ્ર–પશુનું આલેખન થયું છે. એમાં આગળ પડતી ખાંધવાળા વૃષભનાં શીંગડાં, આગલા પગ તથા મોઢ, હાથીનાં સૂંઢ તથા દાંત અને પૂંછડી સર્પના જેવી ફેણ માંડેલી ઊભી કરી છે.
આ) માટીનાં પકવેલાં શિલ્પ માટીનાં પકવેલાં શિલ્પમાં પૂતળીઓ ખાસ ધ્યાન ખેંચે છે. આ પૂતળીઓનું શિલ્પકામ પ્રાથમિક લોકકલાના સ્વરૂપનું જણાય છે. અલબત્ત, કેટલીક પૂતળીએ કલાકારના હાથે પણ ઘડાઈ હોય એવી સરસ છે. આછા ગુલાબી કે ઘેરા ગુલાબી રંગની માટીમાં ચૂનો કે અભરખની મેળવણી કરીને આ પૂતળીઓ બનાવેલી છે. કેટલીક
Page #28
--------------------------------------------------------------------------
________________
૫
૧
'?
૧. ૫ પતિ ક, મતૃદેવી
૨. એકગપશુ ૫ નર્તકી
૬. ધડ
૩ માતૃદેવી
૭. ગી
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
પૂતળીઓને ઘસીને સારી રીતે લીસી અને ચકચકિત કરેલી છે. આ પૂતળીઓમાંની કેટલીક દેવીઓના સ્વરૂપની, કેટલીક માનતા માટેની તા કેટલીક છેાકરને રમવા માટેનાં રમકડાં સ્વરૂપની છે. દેવી-સ્વરૂપની સ્રી-પૂતળીઓમાં એના ભારે વેષ્ટનની બંને બાજુએ લટકતા વીંટાઓમાં ધૂપદીપની નિશાનીઓ મળતી હોવાથી તેમની પૂજા થતી હોવાનું સ્પષ્ટ થાય છે (આકૃતિ ૪). પૂતળીએ મેટે ભાગે ઊભી અવસ્થામાં, કવિચત્ બેઠેલી અને કયારેક ગતિમાન અવસ્થામાં તે જૂજપણે સૂતેલી અવસ્થામાં પણ દર્શાવી છે. સામાન્ય રીતે પૂતળીઓના હાથપગ સીધા ઊભા જોવામાં આવે છે. આંખનેા આકાર બતાવવા માટે માટીની નાની લંબગાળ ટીકડીઓના ઉપયાગ કરવામાં આવતા. એની અંદરની કીકી કવિચત્ કોતરીને બતાવાતી પણ બહુધા એ ૨ંગથી સૂચવાતી. નાકના ભાગ મુખના ભાગમાંથી ઉપસાવી લેવામાં આવતા અને હોઠને આકાર લાવવા માટે એક સાદા કાપા પાડવામાં આવતા. અલબત્ત, કેટલીક સરસ પૂતળીઓમાં બંને હોઠ ઉપસાવીને બનાવેલા પણ જોવા મળે છે. પૂતળીઓનાં વસ્ત્રાભૂષણ અને કેશવિન્યાસ વિશિષ્ટ પ્રકારે બનતાં. દરેકને અલગ અલગ બનાવી, પૂતળીઓનાં દેહ પર ચોંટાડી પૂતળીઓને પકવવામાં આવતી. આ પ્રકારની પ્રક્રિયાને મૂર્તન પતિ (હથેળી અને આંગળીઓ વડે દબાવી ઘાટ આપતી પદ્ધતિ) કહે છે. વેશભૂષામાં એરિંગ, કંઠહાર, હારમાળા, બાજુબંધ, વલય કે બંગડીઓ, કલ્લાં, કટિમેખલા, નૂપુર વગેરે મુખ્ય છે. શ્રી પૂતળીઓમાં નીચે ટૂંકી ચડ્ડી જેવું વસ્ત્ર પહેરેલુ જોવા મળે છે.
२०
સ્ત્રી–પૂતળીઓ માટે ભાગે ઊભી અવસ્થાની હોય છે. કવિચત્ કોઈ સ્ત્રી-આકૃતિ કથરોટમાં કણક બાંધતી, ખેાળામાં બાળકને લઈ ધવરાવતી કે નિરાંતે બાજઠ પર બેઠેલી પણ દર્શાવી છે. સ્ત્રી–પૂતળીઓના મસ્તક પર ઊભા પ ́ખા ઘાટનું વેષ્ટન જોવા મળે છે (આકૃતિ ૩). આ વેષ્ટન ૠગ્વેદ—વર્ણિત “ઓપસ” પ્રકારનું હોવાનું મનાય છે. આ વેષ્ટન બહુધા માથાની પછવાડેથી અને કવિચત્ વચલા ભાગમાંથી પહેરાવેલું જણાય છે. વેષ્ટન સાથે ખાસ કરીને દૈવી સ્વરૂપની પૂતળીઓમાં ઉપર જણાવ્યું છે તેમ, બંને બાજુના કાન પરના ભાગમાં છાલા (ટોપલી) ઘાટના બે અર્ધ ગાળ વીંટા ઉમેરવામાં આવતા. કેટલીકવાર આ વીંટાઓની નીચે શંકું ઘાટનાં ચાક જેવાં ઘરેણાં પણ જોવા મળે છે. કેટલીક પૂતળીઓમાં વેષ્ટનની આગળના ભાગમાં સુશોભિત પટ્ટાયુકત મુકુટ પહેરાવ્યા હોય છે. એમાંથી થઈને નીકળતી કેશની એક એક સેર બને ખભા પર થઈ પાછળ લટકતી દર્શાવી છે. વેનમાં એક કઠી કે કંઠહાર જેવી સેરો લટકતી જોવા મળે છે. એક બીજી મૂર્તિ, જે ઘણું કરીને ‘“માતૃદેવી” તરીકે ઓળખાયેલ છે, તેના મસ્તક પરનું વેષ્ટત ઉષ્ણીષ (પાઘડી કે ફેટા) જેવા ઘાટનું છે. (મથુરા અને તક્ષશિલામાંથી મળી આવેલી માટીની પ્રાચીન
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૧
૨આદ્ય-એતિહાસિક શિ મૂર્તિ એના મસ્તક પર આવા જ પ્રકારનું વેષ્ટન જોવામાં આવે છે, જે આ પરંપરા અનુકાલમાં પણ ચાલુ રહી હોવાના ઉદાહરણ રૂપ છે.)
બલુચિસ્તાન, સિંધ અને પંજાબનાં સ્થાનોમાંથી મળે છે એવી લાક્ષણિક સ્ત્રીઆકૃતિઓ કાલીબંગન (રાજસ્થાન), લોથલ, રંગપુર અને દેસલપુર (ગુજરા )માંથી મળતી નથી તેથી રાજસ્થાન અને ગુજરાતના હડપ્પીય લોકોમાં માતૃદેવીનો સંપ્રદાય પ્રચલિત નહીં હોવા સંભવે છે. લોથલમાંથી મળેલી સ્ત્રી-આકૃતિઓ સિંધુ ખીણમાંથી મળેલી આકૃતિઓ કરતાં સ્નાયુગત વિગતોનું વધુ સારૂં નિરૂપણ ધરાવે છે. એમાંના ઘણા કિસ્સાઓમાં બાવડાં અને પગ તૂટી ગયા છે અને છૂટા લગાડેલા સ્તન ખરી પડ્યા છે. એક પૂતળીમાં પાતળી કમર, ભારે સાથળ અને સપ્રમાણ અવયવો જોવા મળે છે. બીજીમાં ખભા, કાંડુ અને સાથળ સુંદર રીતે દર્શાવ્યાં છે. એક સ્ત્રીની બેઠંગી આકૃતિમાં મોટાં સ્તન, ચીમટીને કાઢેલું નાક અને માથાની બંને બાજુ એકેક છાલકું નજરે પડે છે. આમ આ આકૃતિ સિંધુ ખીણની માતૃ-દેવી સાથે પહેલી નજરે મળતી આવે છે, પણ અવયવો સ્પષ્ટપણે બતાવેલા નહીં હોવાથી અને ત્યાંના જેવા કોઈ અલંકારો પણ દર્શાવેલા નહીં હોવાથી આ માતૃદેવીની પૂતળી હોવાનું જણાતું નથી.
પુરુષાકૃતિ પૂતળીઓ મોટે ભાગે નિર્વસ્ત્ર હોય છે. ચડી જેવું વસ્ત્ર પણ ભાગ્યે જ નજરે પડે છે. પુરુષોના મસ્તક પરના લાંબા વાળની લટોને સાધારણ રીતે પાછલા ભાગમાં જ્યાબંધની જેમ ગૂંથી લીધેલી જોવા મળે છે. કોઈ કોઈનાં મસ્તક સફાચટ પણ છે. કોઈના મુખ પર ટૂંકી દાઢી દેખા દે છે. કેટલાકને માથે શંકુ ઘાટની ટોપી, તો કેટલાકને માથે લટકતા છે ગાવાળી પાઘડી છે. કોઈકે કંઠહાર, બાજુબંધ વગેરે અલંકાર પણ ધારણ કર્યા છે. પુરુષાકૃતિએ બહુધા ઊભેલી સ્થિતિમાં છે, પણ કેટલીકમાં બે ઢીંચણ ઊંચા રાખી એની આસપારા હાથ વીંટી જાણે ડાયરામાં બેસવાને ઉત્સુક હોય એવી સ્થિતિમાં પણ નજરે પડે છે. સ્ત્રીઓની પૂતળીઓના મુકાબલે પુરુષોની પૂતળીઓની સંખ્યા જ છે.
લેથલમાંથી મળેલ ત્રણ પુરુષાકૃતિઓ નોંધપાત્ર છે. એમાંનું એક ઉત્તરાંગ (bust) છે. એમાં ચોરસ કાપેલી દાઢી, તીક્ષ્ણ નાક, લાંબી કાપેલી આંખો અને લીસું માથું વિશિષ્ટ છે. બીજી આકૃતિમાં હાથપગ વગરના ધડને મોટી ફાંદ અને નાભી છે. આ આકૃતિ હડપ્પામાંથી મળેલા પથ્થરના ધડ સાથે મળતી આવે છે. ત્રીજો નમૂનો પકવેલી માટીમાંથી ઘડેલી મિસરની “મમી”નો છે. એમાં કોરી કાઢેલી આંખો ચીમટી કાઢેલું મોટું અને નાક આકર્ષક છે. મોહેંજો-દડોમાંથી આને મળતી આવતી આકૃતિ દિલ્હીના સફદરગંજ મ્યુઝિયમમાં સંગૃહીત છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
ભારતીય પ્રાચીન શિપકલા માટીમાંથી બનાવેલ વૃષભ, વાનર, સસલાં, બકરાં, ઘેટાં, દરિયાઈ ઘોડા, હાથી, ભેંસ વગેરે જુદી જુદી જાતનાં જળચર અને સ્થળચર પ્રાણીઓનાં શિલ્પો હડપ્પા અને મેહે જો–દડોમાંથી મોટી સંખ્યામાં મળી આવે છે. એમાં કશૃંગ પશુ વિશેષ ધ્યાન ખેંચે છે. એના શૃંગને આકાર કોઈ હરણના આગળ પડતા અને વાંકી અણીવાળા શીંગડા જેવો છે. ક્યારેક શીંગડા પર સાબરના શીંગડાને મળતા આવતા ગોળ ગોળ આંટા કે નાના નાના આડા ફણગા દેખાય છે. હંમેશાં નર જાતિમાં આલેખન પામતા અને જમણી બાજુ માથુ રાખીને ઊભા રહેતા આ પ્રાણીનું માં લાંબું અને સાંકડું, કાન લાંબા અને અણીદાર તેમજ પૂંછડી લાંબા ગુચ્છાવાળી હોય છે. એની પીઠ પર પક્ષીના સુશોભનવાળું આચ્છાદન જોવા મળે છે. એની ડોક પર નાની મોટી સંખ્યાબંધ હાંસડીઓ પહેરાવેલી છે. લોથલમાંથી એકશૃંગ પશુનું એક માથું મળ્યું છે. એમાં મણકા જેવી આંખો છે અને ચામડીનાં પડ બહાર ઊપસતાં જોવામાં આવે છે. એની જીભ મોઢામાં કાંકરાથી બતાવી છે. એના કાન નીચે પડી ગયા છે. એકશૃંગ પશુના મુખ પાસે બહુધા ધૂપદાની-આકારનું પાત્ર મૂકેલું હોય છે. આ પશુ ધાર્મિક મહિમા ધરાવતું હોવાનું મનાય છે.
વૃષભનાં શિલ્પમાં એમની બે જાત જોવા મળે છે : ટૂંકાં શિંગડાવાળે ખાધ વગરનો વૃષભ અને લાંબા શિંગડાવાળો ખાંધવાળો વૃષભ. ટૂંકાં શિંગડાવાળા વૃક્ષભના આલેખનમાં એને હંમેશાં ખીજાઈને ગળું મારવા આવતો હોય તેવો દર્શાવ્યો છે. એનાં શિંગડાં અંદરના ભાગમાં ગોળ વળેલાં છે, ગરદન પરની કરચલીઓનું આલેખન હૂબહૂ છે. લાંબા શિંગડાવાળો વૃષભ ખાંધવાળો ને કદાવર છે. એનાં શિંગડાં તદ્દન ઊંચાં ને જરાક અંતર્ગોળ વળેલાં હોય છે, એની ડોક નીચે ચામડીની ભારે ગોદડી લટકે છે. આ બંને જાતના વૃષભમાં સ્નાયુગત વિગતે કાળજીપૂર્વક કરવામાં આવી છે.
હડપ્પા અને મોહેં-જો-દડોમાંથી મળેલાં બીજા પ્રાણી-શિલ્પોમાં વાનર, ઘેટાં ને દરિયાઈ ઘોડાનાં કેટલાંક શિલ્પ ઉલ્લેખનીય છે. એમાંય વૃક્ષ પર ચઢતા વાનરની અંગભંગી મનહર છે. લોથલમાંથી મળેલ ગોરીલા વાનરની આકૃતિ ઘણી વાસ્તવિક છે. એ ટૂંકા પગ, ભરાવદાર શરીર, નાનું માથું, ચીમટી દીધેલું નાક અને લંબાઈ કાઢેલું મોટું ધરાવે છે. લોથલમાંથી મળેલી ગાયની આકૃતિમાં ટૂંકાં અને આગળ નીકળતાં શિંગડાં, નીચી ખાંધ આંચળ, અને પ્રજનન અંગે સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યાં છે. રમકડાંમાં હાથી, વાઘ, ગેંડા, પાડા, બકરાં, વાનર, બિલાડી, કૂતરા, ઇત્યાદિ પ્રાણીઓ તેમજ ગરૂડ, કબૂતર, પોપટ, મેર, ઢેલ, મરધી, બતક, હંસ, ચકલી, સમડી, ઘૂવડ વગેરે પક્ષીઓ વિશેષ પ્રમાણમાં મળી આવે છે. એમાંનાં કેટલાંક મિશ્રા
Page #32
--------------------------------------------------------------------------
________________
૨ : આદ્ય-ઐતિહાસિક શિલ્પ
૨૪
ઘાટનાં પણ છે. જેથલમાંથી મળેલ એક મિશ આકૃતિમાં માનવશરીર પર ઘોડાનું માથું છે. જો કે આ અશ્વમુખ માનવઆકૃતિમાં અવયવો બનાવવામાં ખાસ કાળજી રખાઈ નથી. અનુકલીન પીરાણિક કથાનકો પરથી આ પ્રકારના પશુનું શિર અને માનવ શરીર ધરાવતી આકૃતિઓ અર્ધ દૈવી સો હોવાનો ખ્યાલ મળે છે.
ઈ) પાષાણ અને ધાતુનાં શિલ્પ આવાં શિલ્પો સિંધુ ખીણનાં સ્થાનમાંથી સારા પ્રમાણમાં મળી આવ્યાં છે. આ શિલ્પોની રૂપક્ષમતા તત્કાલીન માટીનાં પકવેલાં શિલ્પોને મુકાબલે ઉચ્ચ પ્રકારની છે..
આ શિલ્પોને કલાની દૃષ્ટિએ બે વિભાગોમાં વહેંચી શકાય છે. આ બંને વિભાગ બે જુદી જુદી શૈલીઓના દ્યોતક છે. એક શૈલીમાં પ્રાકૃતિકતા અને શારીરિક અવયવોનું યથાતથ આલેખન થયું છે. હડપ્પામાંથી પ્રાપ્ત નગ્ન પુરુષની બે. પાષાણ આકૃતિઓ અને મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત સ્ત્રીની એક કાંસ્ય મૂર્તિ આ શૈલીનાં દૃષ્ટાંતરૂપ સરસ નમૂના છે. બીજી શૈલીમાં બાહ્ય આકારસૌષ્ઠવ કરતાં આત્મિક સૌંદર્ય અભિવ્યકત કરવા તરફ વિશેષ ધ્યાન અપાયું છે. મોહેજો-દડોમાંથી મળી આવેલ ચૂના અને સેલખડીનાં કેટલાંક શિલ્પ આ શૈલીનાં દ્યોતક છે.
પહેલી શૈલીને વ્યકત કરતું હડપ્પામાંથી મળેલું એક પાષાણ શિલ્પ પુરુષાકૃતિ. ધડ (torso) છે (આકૃતિ ૬). લાલ પથ્થરમાંથી ઘડેલી આ આકૃતિનું માથું, અને પગ ગૂમ થયેલાં છે. પણ ધડના ડોકાના ભાગ તેમજ ખભાના બાહુમૂલ પરથી જણાય છે કે એનાં માથું અને હાથ છૂટાં હશે અને તેમને ધડ સાથે સાલ દ્વારા જોડવામાં આવ્યાં હશે. ઘાટીલા ને માંસલ અવયવો પુરુષના દેહસૌષ્ઠવને સરસ રીતે નિષ્પન્ન. કરે છે. આ શૈલીનું બીજું શિલ્પ સ્લેટિયા રંગના ભૂખરા પથ્થરમાંથી ઘડેલી પુરુપાકૃતિનું છે. પ્રથમના શિલ્પની જેમ આનાં પણ મસ્તક અને હાથ છૂટા સાલમાં બેસાડ્યા છે, જે ગૂમ થયેલાં છે. પગ પણ તૂટી ગયા છે. પુરુષની દેહછટા જોતાં એનો એક પગ જમીનને અડેલ અને બીજો ઊંચે કરેલ હોવાનું લાગે છે. શરીર. કટિમાંથી ડાબી તરફ ઝૂકેલું હોવાથી એ નૃત્યની કોઈ લલિત છટા વ્યકત કરતું લાગે. છે. લોથલમાંથી આલાબાસ્તરમાં બનાવેલા બાવલાનો હાથ પાષાણ શિલ્પને સુંદર. નમૂનો છે. નાજુક રીતે વાળેલી આંગળીઓ અને સ્નાયુની વિગતો કંઈક અંશે મિસરની કલા સાથે સંબંધ સૂચવે છે. પગ છૂટાં ઘડાય એવાં અંગેની જોગવાઈ હડપ્પાની નગ્નપુરુષ આકૃતિઓ સાથે સામ્ય ધરાવે છે.
આ વાસ્તવલક્ષી શૈલીને અભિવ્યકત કરતું શિલ્પ કાંસાની એક નર્તકીનું છે (આકૃતિ ૫). ધાતુના ઢાળાના કામનો આ પ્રાચીનતમ નમૂનો છે. ઉપરોકત બંને પુરુષ--
Page #33
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિપકલા આકૃતિઓની જેમ આ સ્ત્રી-આકૃતિ પણ નગ્ન છે. એમાં એક પગ તૂટેલો છે, જ્યારે બાકીનાં અંગો અકબંધ છે. આમાં બંને પગ સહેજ લચક લઈ વળેલા છે. ડાબો પગ સહેજ આગળ લીધેલ છે, જમણો હાથ કટિ પર ટેકવેલો છે અને ડાબો હાથ આગળ લટકતો રાખેલો છે. એને ભારે અંબોડો જમણી બાજુના ખભા પર ગોઠવાયો છે. ડાબા હાથે છેક બાહુમૂળથી કાંડા સુધી બંગડીઓ પહેરેલી છે, જ્યારે જમણા હાથે કાંડામાં કેવળ બે બંગડી ને કોણીના ઉપરના ભાગમાં બાજુબંધ ધારણ કરેલો છે. તેને કેશકલાપ આકર્ષક છે. તેની દેહલતા સપ્રમાણ છે, પણ હાથ અને પગની લંબાઈ વધુ છે. દેહલતા નાજુક છટાદાર ને મેહક બની છે. મોહેંજો– દડોમાંથી કાંસાની બનેલી ભેંસ પણ મળી આવી છે. લોથલમાંથી કાંસામાં ઢાળેલી પ્રાણી–આકૃતિઓ મળી આવી છે. એમાં કૂતરાની બે આકૃતિઓ, બેઠેલા વૃષભની -તાવીજ તરીકે વપરાતી આકૃતિ, પક્ષીના મસ્તકવાળી સળી, એક સસલું, એક કૂકડો કલાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અહીંથી થોડી તાંબાની પશુઆકૃતિઓ પણ મળી આવી છે પણ એ ઓળખી શકાઈ નથી. મહેજો-દડો, લોથલ વગેરે સ્થાનોએથી મળેલાં ધાતુશિલ્પો નષ્ટ-મીણની પદ્ધતિએ ઢાળેલાં છે.
બીજી શૈલીનાં પાષાણનાં કેટલાંક શિલ્પો બહુધા પોચા ચૂનાના પથ્થર અને આલાબાસ્તર તેમજ સેલખડીમાંથી બનાવેલાં મળે છે. તેમાં હડપ્પામાંથી મળી આવેલ શાલ -ઢેલા પુરુષનું એક પૂતળું (આકૃતિ ૭) સર્વાધિક પ્રસિદ્ધ છે. શાલમાં ઠેકઠેકાણે ત્રિદલની ભાત છે. ત્રિદલમાં સિંદરિયો રંગ ભરી ઉઠાવ આપવાનો પ્રયાસ કર્યો છે. આવી ત્રિદલ ભાત તત્કાલીન અવશેષોમાં ઘણી જગ્યાએ દેખા દે છે. તેથી તે સુ-રની જેમ હડપ્પીય સભ્યતામાં પણ ધાર્મિક મહિમા ધરાવતી હોવાનું મનાય છે. આ પૂતળું કોઈ દેવ, પુરોહિત કે ઘણે ભાગે યોગીનું હોવાનું મનાય છે. એની કાનની બૂટ નીચે કંઠહાર પહેરવાનાં કાણાં રાખેલાં છે. એની લાંબી અર્ધમીંચી આંખો (નાસાગદષ્ટિ) પરથી એ ધ્યાનસ્થ હોવાનું જણાય છે. આત્મિક ભાવ અભિવ્યકત કરવામાં કલાકારને સફળતા સાંપડી છે. એના મુખ પર દાઢી મૂછ છે. માથા પર વાળનાં પટિયાં પાડી એને પટીબંધ વડે ચૂસ્ત રાખવામાં આવ્યાં છે. એનું કપાળ ના ચપટ અને ગાલ ભરાવદાર છે. આ શિલ્પને મળતું આલાબાસતરમાંથી કંડારેલું બેઠેલ અવસ્થાનું એક શિલ્પ મોહેંજો-દડોમાંથી મળી આવ્યું છે. એમાં મસ્તક ખંડિત થયેલ છે.
મોહેજો-દડોમાંથી વિવિધ મુખાકૃતિઓને પ્રગટ કરતાં કેટલાંક મસ્તકો મળી આવ્યાં છે. આમાનું એક મસ્તક ઊપસી આવતાં ગાલનાં હાડકાં, મોટું નાક, જાડા હોઠ અને વિશાળ ભાલથી જુદુ તરી આવે છે. તેની આછી દાઢી અને ગુચ્છાદાર છતાં સરસ રીતે ઓળેલા વાળ પણ તેની વિશિષ્ટતામાં વધારો કરે છે. વાળને એક ગાંઠમાં ગાંઠી ડાબી બાજુએથી ગોળાકાર હેરપીન ભરાવી વ્યવસ્થિત રખાયા છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩. વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
(ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ઈ. સ. પૂર્વે ૬૦૦) ૧) વૈદિક અને અનુર્વેદિક સાહિત્યમાં શિલ્પના ઉલ્લેખ
વૈદિક સંહિતાઓમાં ભૌતિક સામગ્રીમાંથી બનાવેલાં શિલ્પોના ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદસંહિતાઓના કાલ (આશરે ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) ના કોઈ નમૂના ઉપલબ્ધ થયા નથી. યજ્ઞક્રિયા સાથે સંબંધ ધરાવતા યજ્ઞયૂપ (સ્તંભ) માટે લાકડું કાપવા “ધૂપઘસ્ક” નામનો એક કાહવર્ધા કિ (કઠિયારો) કુહાડી અને વાંસલો લઈને જંગલમાં જતો વર્ણવ્યો છે. તેની પાસે તાંબામાંથી બનાવેલાં ઓજારો છે. તેમાં વાંસલી પણ છે.
અથર્વવેદના શાલા સૂકતમાં દેવદારૂ અને શાલ વૃક્ષના કાષ્ઠમાંથી બનાવેલા મોટા મહેલોનું વર્ણન છે. ગામ લોકો આ વૃક્ષોને કાપીને તંભ, ભી તે, પાટડા, અટારી (ઝરૂખા) વગેરેનું નિર્માણ કરતા વર્ણવ્યા છે. આ પરથી એ સૂચિત થાય છે કે વૈદિક શિલ્પ-સ્થાપત્યનો મોટો ભાગ કાષ્ઠમાં-લાકડામાં નિર્માણ પામ્યો હતો. (કાષ્ઠ શિલ્પસ્થાપત્યની પરંપરાનાં દ્યોતક અનુસરણો પશ્ચિમ ભારતનાં શૈકીર્ણ ચૈત્યગૃહોમાં જોવા મળે છે.) - શ્વેદમાં “રૂપ” (શિલ્પ-નિર્માણના ઘણા ઉલ્લેખો આવે છે. ભારતીય શિલ્પ– સ્થાપત્યનો મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા” નામે ઓળખાય છે. ભવન-પ્રાસાદોનું તે નિર્માણ કરે છે. માટે તે “ભવન વિશ્વકર્મા” કહેવાય છે. તે જ રૂપ-નિર્માણનું કામ કરનાર “વષ્ટા” તરીકે ઓળખાય છે. તક્ષણ કાર્ય (કોતરકામ) દ્વારા વિવિધ રૂપોનું નિર્માણ તે કરે છે. ઈન્દ્રને પણ “વષ્ટા” તરીકે ઓળખાવ્યો છે. તેના સંબંધમાં કહ્યું છે કે તે પોતાની માયા(શકિત) વડે અનેક રૂપોનું નિર્માણ કરે છે. “વધકિ” કાષ્ટ-શિલ્પી છે. “કસ્મર”—લુહારને પણ ઋગવેદમાં ઉલ્લેખ છે. - આ ધંધાકીય શ્રેણીઓના ઉલ્લેખ ઋગ્વદના સમયમાં વિકાસ પામેલી શિલ્પ કલાનો ખ્યાલ આપે છે. કલા અને ઉદ્યોગો માટે તે સમયે “શિલ્પ” શબ્દ પ્રચારમાં હતો. સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી “શ્રી” નામે ઓળખાતી. એની સખી હતી “લક્ષ્મી.” એ બંને મળીને જે દેવીનું સ્વરૂપ વિકાસ પામ્યું તે “શ્રી-લક્ષ્મી.” દેવી શ્રીલક્ષ્મી ભારતીય કલાના મૂર્ત સૌન્દર્યની અધિષ્ઠાત્રી હતી. આ દેવીની પૂજા અને માન્યતા
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪
ભારતીય પ્રાચીન શિયા
વૈદિક યુગથી માંડી આજ સુધી ચાલુ રહેલ છે. પદ્મહસ્તા પદ્મિની કે ગજલક્ષ્મી રૂપે એ આજે દીપાવલીના અવસર પર પૂજાય છે.
“મૂર્તિ”ના ઉલ્લેખા ઋગ્વેદમાં અવારનવાર થયા છે. દા.ત. આ મારા ઇન્દ્રને દશ ગાયાથી કોણ ખરીદશે ? (૪, ૨૪, ૧૦). આ પરથી ઇન્દ્રની મૂર્તિ બનતી હોવા સંભાવના જણાય છે. ઇન્દ્ર મરુતા વગેરેની મૂર્તિ એ પૂજા માટે નહીં પણ ઉત્સવેામાં વિશિષ્ટ પ્રયોજન માટે બનતી હશે. મૂર્તિ બનાવવાની પ્રક્રિયા જાણીતી હોવાનું જણાય છે. દા.ત. ‘જે વિરૂપ ધન પદાર્થોં છે તેમાંથી સુંદર મૂર્તિ બનાવેા' (ઋ. મ. ૪, ૨૬, ૬, અથવ’વેવ ૪, ૨૭, ૬). સુંદર રીતે ઘડાયેલી મૂર્તિને “સંશ” કહેવામાં આવતી, “ન સંદશે તિષ્ઠતિ É અસ્ય 7 નથ્થુપા પતિશ્ર્વનૈનમ્', (એનું રૂપ કોઈ પણ મૂર્તિના ક્ષેત્રમાં રહેલું નથી, એના આકાર સ્થૂળ ચક્ષુથી કોઈ પણ જોઈ ન શકે). આ અને અન્ય આવા ઉલ્લેખો (. મ. ૨, ૪, ૪, વગેરે) પરથી “સંદશ” સુંદર રીતે ઘડાયેલી મૂર્તિના અર્થમાં વપરાયેલ લાગે છે.
આ સિવાય બ્રાહ્મણ અને સૂત્ર ગ્રંથેામાં સ્થાપત્યને લગતાં ઠીક ઠીક વર્ણના મળે છે પણ એમાં શિલ્પાને લગતી માહિતી જપણે પ્રાપ્ત થાય છે.
બ્રાહ્મણ ગ્રંથોમાં સૂર્ય પૂજાને લગતી યજ્ઞયાગાદિની વિધિમાં ચક્ર કે સુવર્ણના ટુકડા સૂર્યના પ્રતીક તરીકે પૂજાતા હોવાનું જાણવા મળે છે. શ્રૌત અને ગૃહસૂત્રોમાં પ્રતિમા પૂજનના સ્પષ્ટ ઉલ્લેખ છે. એવા ઉલ્લેખ મળે છે કે જરા નામની દાનવી મગધના રાજા જરાસંઘની ઈષ્ટદેવી હતી. એનું શિલ્પ નગરચેાકમાં પૂજનાર્થે રાખવામાં આવતું.
વૈદિક પ્રતિકા
વૈદિક દેવસૃષ્ટિમાં અનેકવિધ દેવદેવીઓનાં વર્ણના સ્થાન પામ્યાં છે, વૈદિક સમાજ મૂર્તિપૂજક ન હતા પરંતુ મૂર્તિ પૂજાનાં બીજ આ વર્ણનામાં જોવામાં આવે છે. એમનાં સુરેખ વર્ણનાએ પૌરાણિક સમયમાં તેમનું મૂર્તિવિધાન રચવાની પ્રક્રિયાને ભારે વેગ આપ્યો હાય તેમ લાગે છે. દેવ-દેવીઓ ઉપરાંત વૈદિક દાર્શનિક ભાવા (દા.ત. દેવાસુર—સંગ્રામ, વરાહ અવતાર દ્વારા પૃથ્વીને સમુદ્રમાંથી ઉદ્ધાર, જ્યોતિલિંગ= યજ્ઞજ્વાલા), પશુ પ`ખીઓ, વિવિધ પદાર્થો (દા.ત. પૂર્ણકુંભ, સપ્ત— રત્ન, ઇન્દ્રાસન વગેરે), વૃક્ષવેલી, પાનપુષ્પ, મિથુન વગેરે અનેકવિધ રૂપવિધાના ઋગ્વેદે ભારતીય શિલ્પ પરંપરાને પૂરાં પાડયાં છે. આનાં કેટલાંક દૃષ્ટાંત જોઈએ : શ્રીલક્ષ્મી
એને વિષ્ણુની પત્ની કહી છે. વિષ્ણુ વિશ્વના અધિષ્ઠાતા દેવ છે. તો શ્રીલક્ષ્મી સૌન્દર્ય અને સમૃદ્ધિની લાકવ્યાપક અધિષ્ઠાત્રી દેવી છે. ઋગ્વેદના પુરુષસૂકતથી
Page #36
--------------------------------------------------------------------------
________________
૩ : વેદકાલથી ન“દકાલ સુધીની શિલ્પકલા
આજ સુધી શ્રીલક્ષ્મી શ્રીમ ંતાની દેવી મનાતી રહી છે. તે સમુદ્રની પુત્રી, કમલાસન પર આરૂઢ કે કમલવનમાં વિહરતી દેવી છે. એનું આલેખન કલામાં આવા જ કોઈ ભાવને અનુરૂપ થતું જોવામાં આવે છે. કમલસ્થિત એ દેવીના મસ્તકે બન્ને બાજુએથી બબ્બે હાથી પાતાની ઊંચે ઉઠાવેલી સૂંઢમાં ધારણ કરેલા ઘડામાંથી દિવ્ય જલના અભિષેક કરતા આલેખાય છે. આ હાથી ચાર દિશાઓના સૂચક છે. અને પૂર્ણઘટમાં ભરેલું દિવ્ય જલ અમૃત કે સામરસ છે. કમલઝુંડથી છવાઈ ગયેલ સરોવર વિશ્વના સંકેત કરે છે. પક્ષી કે કમલ જીવનતત્ત્વનાં સૂચક છે.
૨૦
લક્ષ્મી અને વિષ્ણુ વિશ્વનાં માતા-પિતા છે. તેમનાં અન્ય સ્વરૂપે છે: ઘાવા-પૃથિવિ, શિવપાર્વતી, રાધાકૃષ્ણ. એ બંને વિશ્વનાં આદિ કારણ હિરણ્યાણ્ડ' છે. આ અંડના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ અનંત સ્ત્રી-પુરુષોની પરંપરિત પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તા રહે છે.
શ્રીલક્ષ્મીનું અંકન ભરહુત, સાંચી, અમરાવતી, બોધગયા, મથુરા, ખંગિરિ, ઉદયગિરિ અને પશ્ચિમ ભારતીય ગુફાઓમાં થયું છે. એ કોઈ સંપ્રદાય પૂરતી સીમિત ન રહેતાં વ્યાપક રૂપે દરેક ધર્મની આદર્શ દેવી મનાય છે. ભરહુતમાં ઉત્કીર્ણ “સિરિમા”” દેવી એનું જ રૂપ છે. મથુરાની અમૃતકુંભ લઈને ઊભેલી “પદ્મિની” પણ શ્રી લક્ષ્મી જ છે (આકૃતિ ૩૦).
રક્ષ
એ બ્રહ્મનું બીજું નામ છે. અથર્વવેદમાં કહ્યું છેકે ભુવના (ત્રણેલાક કે ચૌદ-લાક)માં વ્યાપ્ત, સૃષ્ટિનું આદિકારણ, વિશ્વના અધિદેવતા યક્ષ છે મત્ યક્ષ મુવનસ્થ મધ્યે (૨૦-૭-રૂ૬). તે મહાવૃક્ષ સમાન છે જેની શાખા પ્રશાખાઓ પ? અનેક દેવાના વાસ છે.
આર્યો ભારતમાં આવ્યા ત્યારથી યક્ષપૂજા લૌકિક ધર્મનું એક વ્યાપક અંગ હતું,. જે આજ સુધી પ્રચલિત રહેલ છે. જૈન બૌદ્ધ અને બ્રાહ્મણ દરેક ધર્મે તેને સમાનરૂપે સ્વીકારેલ છે. વૈદિક સાહિત્યમાં ઇન્દ્ર, મિત્ર, વરુણ, અર્થમા વગેરેની યોા સાથે તુલના કરી છે. કાલાન્તરમાં બુદ્ધ અને મહાવીરને પણ યક્ષ સ્વરૂપ આપવામાં આવ્યુ છે. પ્રાચીન સમયનાં ગ્રામ દેતા તરીકે તેની સ્થાપના દરેક ગામના ચારા પર થતી.. તેને વાર્ષિક ઉત્સવ મનાતો. તેને “ક્ષમહ” કહેતા. યક્ષને જ મધ્યયુગમાં “વીર”” નામાભિધાન મલ્યું. જૈન-બૌદ્ધ સાહિત્યમાં કેટલાંયે “યક્ષચેતિય” (મંદિરો) કે યક્ષાયા-તનેાનાં વર્ણન છે. વૈદિક કાલમાં તે “યક્ષસદન” તરીકે ઓળખાતાં.
Page #37
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
સ્વસ્તિક
ચારે દિશાઓમાં વ્યાપ્ત, વિશ્વમંડળની ચતુર્ભુજાના પ્રતીક રૂપ આ સંજ્ઞા સૂર્ય સાથે સંબંધ ધરાવે છે. એ ચાર ભુજાની મધ્યમાં સૂર્ય છે. માનવ અને વિશ્વનું આ સર્વોત્તમ માંગલિક ચિહ્ન છે. આ ચાર ભુજાઓમાં દરેકને જમણી બાજુએ વળાંક આપવાથી એનું સુંદર રૂપ નિર્માણ પામે છે. એ જીવન-કલ્યાણનું પ્રતીક છે.
ટ્વેદ પ્રમાણે ચાર દિશાના ચાર અધિપતિ અગ્નિ, ઇન્દ્ર, વરુણ અને સોમ - હતા. પરંતુ લોકધર્મમાં આ કલ્પના બદલાઈ અને ચાર દિશાના ચાર લોકપાલોની પૂજા આકાર પામી. અને તે “ચતુર્મહારાજિક” દેવ તરીકે ઓળખવા લાગ્યા. બૌદ્ધ સ્તૂપની ચાર દિશાનાં તોરણો પર જે મૂર્તિઓ મૂકાઈ તે ચાર દિશાના આ ચાર લોકપાલ હતા : ગંધર્વોના અધિપતિ ધૃતરાષ્ટ્ર, કુબ્બાડોના અધિપતિ વિરુઢક, યક્ષોના વૈશ્રવણ અને નાગોના વિરૂપાક્ષ. ધૃતરાષ્ટ્ર પૂર્વના, વિરુઢક દક્ષિણના, વિરૂપાક્ષ પશ્ચિમના અને વૈશ્રવણ ઉત્તારના લોકપાલ બન્યા.
સ્વસ્તિકને ચતુષ્પાદ બ્રહ્મ અને ચતુર્મુખ બ્રહ્માના પ્રતીક તરીકે પણ સ્વીકારવામાં આવેલ છે. પાછલા સમયમાં આ પ્રતીકનો વિસ્તાર થતાં તે ચાર વેદ, ચાર લોક, ચાર દેવ, ચાર દિશાઓ, ચાર વર્ણ, અને ચાર આશ્રમનું પ્રતીક ગણાવા લાગ્યો. પૂર્ણ ભ
ફલપત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક છે. ઘડામાં ભરેલું જલ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફલપત્તાં જીવનના નાનાવિધ આનંદ અને ઉપભેગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે. એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે.
ટ્વેદમાં જેને પૂર્ણ અથવા ભદ્ર કલશ કહેલ છે તે સોમરસથી ભરેલ પાત્ર છે. અથર્વવેદમાં આ કલશ વૃત (ઘી) અને અમૃતથી ભરેલો હોવાનું વર્ણવ્યું છે. ઘટને મંગલ કલશ કહેલ છે. અથર્વવેદમાં પૂર્ણકુંભ-નારીને પણ ઉલ્લેખ છે. કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી માંગલિક ઘટ લઈને જતી દર્શાવવી એ શોભાયાત્રા ગણાય. આથી સ્ત્રીને વેદમાં “ઉદકકુભિની” તરીકે ઓળખાવી છે. આજે પણ આ માંગલિક ચિહન જ ગણાય છે. “લલિતવિસ્તારમાં માયાદેવીની ઉદ્યાનયાત્રાના પ્રસંગોમાં એક પૂર્ણકુંભ કન્યાને ઉલ્લેખ છે. આવી કન્યાની ગણતરી અષ્ટ મંગલ કન્યાઓમાં થતી. -રાજાઓની યાત્રાનું તે એક મહત્ત્વનું અંગ લેખાતું રામાયણમાં રાવણની સાથે ચાર મંગલ કન્યાઓ ચાલતી હોવાનું વર્ણન છે, રાજાના અભિષેક માટે આવી આઠ કન્યાઓ રખાતી. સુગ્રીવના રાજ્યાભિષેક સમયે સોળ કન્યાઓને આમંત્રણ અપાયું હતું.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩ઃ વેદકાલથી નંદકાલ સુધીની શિલાકલા
ર૯
આમાં એક ઉદકકુંભ કે પૂર્ણકુંભ અવશ્ય હતી. યુધિષ્ઠિર પ્રાત:કાળે હંમેશાં કલ્યાણમયી અષ્ટ કન્યાઓનાં દર્શન કરતા. મથુરાની શિલ્પકલામાં પૂર્ણકુંભના અંકનનું બાહુલ્ય છે. ભારતીય કલામાં પૂર્ણકુંભનું ચિત્રણ ભરહુત, સાંચી, અમરાવતી, મથુરા, કપિશા, નાગાર્જુનીકોંડા, સારનાથ વગેરે સ્થળોએ થયું છે. ભારત બહાર બેરો. બુદુરના સ્તૂપ પર પણ પૂર્ણકુંભનું અંકન થયું છે.
લૌકિક ધાર્મિક પૂજામાં પૂર્ણઘટ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક તરીકે સર્વથી પ્રથમ પૂજાય છે. તથા તેની પ્રથમ સ્થાપના થાય છે (દા. ત. સત્યનારાયણની કથા). ચક
આ સૂર્ય અથવા કાલનું પ્રતીક છે. તેથી આને વિશ્વનું ભવચક્ર કે સંસારચક્ર પણ કહે છે. જીવનચક્ર, બ્રહ્મચક્ર વગેરે ગતિ સૂચક છે. ચક્રમાં નિયમિત ગતિનો ભાવ છે. ચક્રના બે ભાગ હોય છે. એક ઉભાગ એટલે કે ચક્રનો ઉપલો અર્ધભાગ અને બીજો નિ:ભાગ-નીચલો અર્ધભાગ છે. ચક્રના સહસ્ત્ર આરા છે, જેનો અર્થ અનંત છે. વિશ્વને નિયમિત કરનાર તે સાથે તેને સંબંધ છે. વળી ૭૨ દિવસની એક ઋતુ માની ચક્રને “પંચાર” અથવા ૬૦ દિવસ માની “ડર” નામાભિધાન પણ આપેલ છે. રથની ગતિનો આધાર ચક્ર (પૈડાં) પર છે. તેથી ભવચક્રને “દેવરથ” કહેવામાં આવે છે. સારનાથને અશોક સ્તંભ મૂળમાં ચક્ર-સ્તંભ હતો. તેના શીર્ષભાગ પર એક મહાચક્ર હતું. બૌદ્ધ ધર્મ પ્રમાણે તે ધર્મચક્રની સંજ્ઞા હતું. મથુરાની જૈન કલામાં તેવું જ ચક્ર છે. વેદમાં ચક્રનું નામ “વૃત્તરચક્ર” અપાયું છે. કાલાન્તરે વૈષ્ણવોએ તેને “સુદર્શન” નામાભિધાન આપ્યું. કાલ પોતે જ સુદર્શન છે. કારણ કે તેનું દર્શન નિરંતર મનુષ્યને થતું જ રહે છે. યુપ કે યજ્ઞ સ્તંભ
વિશ્વ યજ્ઞ રૂપ છે. એને ધારણ કરનાર ચૂપ છે. “દિવ્યાવદાન” યૂપને ધર્મનું ચિહ્ન માને છે (કવેલ, “દિવ્યાવદાન', પૃ. ૫૯). મૂપનાં દર્શન કરનાર ચક્રવતી સમ્રાટને પોતાના ધર્મયુક્ત કર્તવ્ય-પાલનનું સ્મરણ થતું. એ પરમેષ્ઠી પ્રજાપતિની. ઊર્ધ્વ અને પ્રજાવિષ્ણુ શકિતનું પ્રતીક હતા. વૈદિક યજ્ઞસ્તંભ, બૌદ્ધ શિલા-સ્તંભ,
જૈનોન ઇન્દ્રધ્વજ, યૂ૫ વગેરે આને જ સંકેત કરતા. સત રત્ન
વેદમાં એને ઉલ્લેખ છે. ત્યાં જણાવ્યું છે કે અગ્નિ દરેક ઘરમાં સપ્તરત્નો નિપજાવે છે. અનુવેદકાળથી સસરનો સંબંધ ચક્રવતી સમ્રાટ સાથે જોડાયો. બૌદ્ધ સાહિત્યમાં આ સાત રત્નોને ચક્ર, હસ્તિ, અશ્વ, મણિ, સ્ત્રી, ગૃહપતિ (કોષ્ઠી)
Page #39
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા અને પરિયાણક (મંત્રી) તરીકે ઓળખાવ્યાં છે. પૌરાણિક પરિપાટી પ્રમાણે એમાં થોડો ફેર છે. ગૃહપતિ અને પરિયાણકના સ્થાને તે નિધિ અને રથને મૂકે છે (મસ્ય-પુરાણ ૨૪૨, ૬૨). સૂર્ય અને ચન્દ્ર - આ બંને એવાં પ્રતીક છે કે જે વૈદિક કાલથી આજ દિન સુધી લોકમાન્ય રહ્યાં છે. હિમ અને ધ્રુસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેનાં રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે તàવાવનો સાધત્ત હિમાં દં ર સહિત. (-૨-૪૬). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી અને ગરમી એ બંને અગ્નિને ધારણ કર્યાં.).
શિમાં સૂર્ય અને ચંદ્રનું અંકન સાસાની (ઈરાની) અસર નીચે વિકાસ પામેલ ભારતીય કલામાં જોવામાં આવે છે. સૂર્યના અનુચરો “દંડ” અને “પિંગલના મસ્તક પરની કુલુ ટોપી પર ચંદ્રનું પ્રતીક અંકિત થાય છે. સૂર્ય ઉચ્ચ વિજ્ઞાન -અને બુદ્ધિનું પ્રતીક છે તે ચંદ્ર ઇન્દ્રિયોની ઇચ્છાનુસાર વર્તનાર મન કે પ્રજ્ઞાનું
પ્રતીક છે. કહ૫વૃક્ષ અને ઊર્મિવેલા
માનવ મન અનેક અભિલાષાઓનું જન્મ સ્થાન છે. એ કયારેક ધન-ધાન્યને ઝંખે છે. કયારેક સુવર્ણની અપરિમિત રાશિને, કયારેક પૃથ્વી પરના આધિપત્યને, કે ઇન્દ્ર જેવા એશ્વર્યને, કયારેક અત્યંત સુંદર અને કમનીય સ્ત્રીને તો ક્યારેક અમિત વિદ્યા અને જ્ઞાનના ભંડારને; આમ માનવીની લિપ્સા-એષણા અપાર છે. ભારતીય આખ્યાયિકાઓમાં માનવની આ સઘળી મનોકામના પૂર્ણ કરે તેવા ચોક વૃક્ષની કલ્પના છે, અને તે છે કલ્પવૃક્ષ. એની જન્મ ભૂમિ ઉપર કુરુનો પ્રદેશ હોવાનું સૂચવાયું છે. રામાયણમાં સુગ્રીવ હનુમાનને સીતાની શોધ એ પ્રદેશમાં કરવાનું સૂચવતાં તે પ્રદેશની નૈસર્ગિક સમૃદ્ધિનું જે વર્ણન કરે છે તે કલ્પવૃક્ષની મનોકામના પૂર્ણ કરવાની શકિતનું દ્યોતક છે. અગ્નિની જવાળાસમ પ્રજવલિત પુષ્પ તથા મધુર રસાળ ફળો ત્યાં સદૈવ લહેરાય છે. દિવ્ય સુગંધિત એ કલ્પવૃક્ષો અનેકવિધ વસ્ત્રાભૂષણ, મુકતાવૈર્યાદિ કીમતી રત્નો, મધુ પય અને ખાદ્ય પદાર્થો હરેક
તુમાં પ્રકટાવે છે. રૂપયૌવન ગુણસંપન્ન અંગનાઓ પણ તેમાંથી ફળફૂલની જેમ પ્રકટે છે (મા. શિ. મ રૂ . જરૂ–૪૬). મહાભારતમાં “ જ વૃક્ષા:”થી સુશોભિત ઉત્તર કુરુના પ્રદેશનો ઉલ્લેખ છે (મીમપર્વ . ૭, મો. ૨-૧૨). “વાયુપુરાણના ભુવનકોશમાં અનેક પ્રકારનાં વાદ્ય, શયનાસન, રત્ન, પાણીને ઉત્પન્ન
Page #40
--------------------------------------------------------------------------
________________
૩વેદકાલથી નંદકાલ સુધીના શિહાકલા
૩૧ કરનારાં હજારો કલ્પવૃક્ષનાં વર્ણન છે. મહાવાણિજ જાતક (નં. ૪૯૩)માં જણાવ્યા પ્રમાણે વેપારીઓનું એક વૃંદ દ્રવ્યભંડારની શોધમાં નીકળ્યું. તેમણે એક મોટું ન્યગ્રોધ વૃક્ષ જોયું. વૃક્ષની પૂર્વ તરફની ડાળીમાંથી સ્વચ્છ શીતળ જળ, તથા સર્વ પ્રકારનાં પયપદાર્થો ટપકતા હતા. દક્ષિણ તરફની શાખાઓમાંથી તેમને મનવાંછિત ફળ મળી ગયાં. પશ્ચિમ તરફનો ડાળીઓમાંથી સુંદર અંગનાઓ, અનેકવિધ રત્નો, સૂક્ષ્મ વસ્ત્રો ને આભૂષણો તથા ઉત્તર તરફની ડાળીઓમાંથી સોના, રૂપા અને રત્નનો પ્રવાહ વહેતો હતે. જાતક વર્ણિત આ વૃક્ષ કલ્પવૃક્ષ હતું.
ભારતીય શિલ્પમાં કલ્પવૃક્ષનાં આલેખને છેક ભરહુત અને સાંચીનો સ્તૂપથી શરૂ થઈ ગયાં હતાં. કલ્પવૃક્ષને શિલ્પમાં કલ્પતરૂ, દેવત, કલ્પવલ્લી, કલ્પલતા, કામલતા કે ઊર્મિવેલા નામે ઓળખાવેલ છે. ભારહુતની વેદિકા પરની કમલદલાન્વિત કલ્પલતા સળંગ વળાંકમાં આલેખન પામે છે. તેની દરેક કમલકલીમાં પ્રાકારવપ્ર તરીકે ઓળખાતાં કર્ણકુંડલ. મુકતામાળાઓ, શંખવલયોની વિવિધ ભંગીઓ પ્રગટ કરતા બાજુબંધ અને નૂપુરો તથા ગોમૂત્રિકાના ઘાટનાં સુશોભન વડે અલંકૃત કિનારી અને પાલવવાળી સાડી ધારણ કરતી દેવાંગનાઓનાં શિલ્પો છે. સાંચીના
સૂપના દક્ષિણ દિશાના તોરણના પશ્ચિમ બાજુના સ્તંભ પર ઉત્તર કુરુ પ્રદેશનાં દશ્યો કોતરેલાં છે. તેમાં કલ્પવૃક્ષ નીચે બેઠેલાં મિથુનયુગલ વાદ્ય અને સંગીતને આસ્વાદ લઈ રહ્યાં છે. એ વૃક્ષોમાંથી વસ્ત્રાભૂષણો પ્રકટ થાય છે. ભાજાના ચૈત્યગૃહના મુખભાગની દીવાલની એક બાજુ ચક્રવતી માંધાતા ઉત્તર કુરુના પ્રદેશમાં વિહાર કરતા દર્શાવ્યા છે. એમાં ઉત્તર કરુના ઉદ્યાનનાં અનેક દૃશ્યો છે. ગુપ્તકાલીન શિલ્પોમાં કલ્પવૃક્ષ અને ઊર્મિવેલાનાં અલંકરણો ખૂબ વિસ્તાર પામ્યાં છે. ગઢવાલના એક મંદિરના સ્તંભ પર કામલતાનું આલેખન નોંધપાત્ર છે. લતાનાં નવપલ્લવિત અંકુરો સાથે ડાળીએ ડાળીએ યૌવનસંપન્ન નગ્ન કુમારિકાઓનાં અવનવી ભાવભેગી પ્રકટાવતાં આલેખનો અત્યંત આકર્ષક છે. શિલ્પમાં કપલતા યા કે ગ્રાસના મુખમાંથી લતા સ્વરૂપે પ્રકટ થતી ઘણીવાર દર્શાવવામાં આવે છે. તો કેટલીક વાર વનસ્પતિજન્ય પ્રાકૃતિક રૂપમાં આવિર્ભાવ પામી અનેકવિધ ભાતમાં પરિણમે છે અને તે બધાં માનવ મનની અનંત ભાવભંગીઓને પ્રકટાવે છે.
સુમેરુ
વિશ્વના ધ્રુવ-કેન્દ્રનું એ પ્રતીક છે. એ સુવર્ણ પર્વત છે ને સુવર્ણપ્રાણને સંકેત કરે છે. મેરુના ચાર દિશામાં ચાર પર્વત અને ચાર મહાદ્વીપ હોવાનું મનાય છે. ચાર દિશાએ વહેતી ચાર મહાનદીઓ મેરુમાંથી નિષ્પન્ન થાય છે. એમનું મુખ્ય
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨
ભારતીય પ્રાચીન શિલ્પકલા
સ્રોત ચાર સરોવર છે. ચાર મહાપણુ, ચાર મહાલેાકપાલ ઇત્યાદિના મેરુ સાથે સંબંધ છે. વળી મેરુ સર્વ દેવાનુ' નિવાસસ્થાન છે. હિમાલય મેરુના મિત્ર મનાય છે.
કમલ
ભારતીય કલા, ધર્મ અને દર્શીનમાં કમળ એ સૌથી મહત્ત્વનું પ્રતીક છે. અગાધ જલ પર તરતા પ્રાણનું એ પ્રતીક છે. આ પુષ્પ સૂર્યોદયના સમયે પોતાની પાંખડીઓ વિકસાવે છે. સૂર્યને બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. આથી કમલ પ્રાણનું એવું રૂપ છે, જે સમષ્ટિગત પ્રાણીઓના પ્રાણ યા જીવનને આહ્વાન કરે છે. વિષ્ણુની નાભિમાંથી તે પ્રકટ થવાથી તેનામાં પ્રાણસંવર્ધક શકિત છે. વિષ્ણુની નાભિમાંથી પ્રકટેલ કમળ પર બ્રહ્માના વિકાસ થયા અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું.... આમ કમલ સર્જન સાથે સંવર્ધનનુ પ્રતીક બને છે. કમલના પાન કે વેલને સૃષ્ટિની યાનિ કહી છે. એનામાં ગર્ભાધાનની શકિત રહેલી છે.
ભાગવતાએ સંસારને ભૂ-પદ્મકોષ કહ્યો છે, ને સૃષ્ટિના જન્મ પદ્મમાંથી થયો હાવાનું જણાવ્યું છે. તેમાં બે પ્રકારની સૃષ્ટિ માની છે : ૧) પદ્મજા અને ૨) અણ્ણજા. પદ્મજા સૃષ્ટિનું નિર્માણ ક્ષીરશાયી વિષ્ણુની નાભિમાંથી થાય છે. અણુજા હિરણ્યગર્ભ વડે જન્મે છે. આમ વૈદિક માન્યતામાં જે સ્થાન હિરણ્યગર્ભનું હતું તે સ્થાન ભાગવતદર્શનમાં પદ્મને મળ્યુ છે. વેદ પ્રમાણે પૃથ્વી પર અગ્નિ અને ઘુલાકમાં આદિત્ય (સૂર્ય) એ બે મેટાં પદ્મ છે. હિરણ્યગર્ભની સૃષ્ટિ અગ્નિ પર અને પદ્મની સૃષ્ટિ જલ પર નિર્ભીર છે. પૂર્ણ ઘટકમાં અણુજા અને પદ્મજા અર્થાત્ કમલ અને જલ એ બંને કલ્પનાઓના સમન્વય છે. ભારતીય કલામાં કમલનુ` અનેકવિધ આલેખન છે. એમાં અનેક પ્રકાર—નામેા પ્રચલિત છે : ઉત્પલ, પુણ્ડરીક, શતપત્ર, સહસ્રપત્ર, પુષ્કર, પદ્મક વગેરે.
સમુદ્ર
શિલ્પમાં સમુદ્રનું આલેખન સૃષ્ટિના પ્રારંભ જલમાંથી થયો હોવાના સ`કેત કરે છે. સમુદ્રની મંથન-શકિતમાંથી વિશ્વના જન્મ થયા એ ભાવ એ વ્યકત કરે છે. દા.ત. ઉદયગિરિ(મધ્યપ્રદેશ)ના મહાવરાહના દૃશ્યમાં સમુદ્રનુ` અંકન આ હેતુયી થયું છે. સમુદ્રમંથનનું દૃશ્ય તથા અનંતનાગ પર પોઢેલા ક્ષીરસાગરશાયી વિષ્ણુ વગેરેમાં પણ આ જ સંકેત છે. દેવગઢના દશાવતાર મ ંદિરની દીવાલ પર આનું સુંદર
આલેખન છે.
નામ
આ પણ લોકધર્મ ને જ દેવતા છે. શિલ્પામાં તેનું આયેાજન મહદ્ અંશે નર-વ્યાલ વિગ્રહમાં થયું છે. આ વિચારધારા વૈદિક અહિ–વૃંત્ર (વૃત્ર નામનેા નાગ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨
:
૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા અને ઇન્દ્ર વચ્ચેના વિગ્રહમાંથી નિષ્પન્ન થઈ છે. મહાસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ નાગ–અનંત શેષનાગને વિષણુના વાહન તરીકે કલ્પવામાં આવ્યો છે. નાગ પાતાલલોકના અધિપતિ હતો. એ દેવતા રૂપમાં સ્વીકારાયો. વૈદિક કથાઓમાં નાગને મૃત્યુ તમ (અંધકાર) અને અનત (અસત્ય)ના પ્રતીક તરીકે ઉલ્લેખ્યો છે. બુદ્ધ, મહાવીર અને દેવેની કોટિના જીવનમાં નાગનું સ્થાન છે. ઇન્દ્ર જેમ વૃત્ર નામના અહિ (નાગ)નું દમન કર્યું હતું તેમ બુદ્ધ અપલાલ, મહાવીરે ચણ્ડ અને કૃષ્ણ કાલિયા નાગને વશ કર્યા હતા. અર્ધનારીશ્વર
નરનારીના સંયુકત દેહની કલ્પનામાંથી આ રૂપ આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણ અંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને “ઘાવા–પૃથિવી' કહ્યાં છે, જે વિરાટ સુષ્ટિનાં આદ્ય માતા-પિતા છે (થી: પિતા પૃથિવી માતા). એમને જ પાર્વતીપરમેશ્વર કે ઉમામહેશ્વર કહ્યાં છે. (ગમત: fષત વન્ડે પાર્વતીપરમેશ્વરી), વેદોમાં આ તંદ્રને સ્ત્રીપુરુષ અથવા કુમાર-કુમારી કહ્યાં છે (વં સ્ત્રી વં પુમાનસિ ā કુમાર વતવા મારી. અથર્વ. ૧૦૮. ૨૭) વૃંદ તો એટલે સુધી કહે છે કે પ્રત્યેક સ્ત્રી અર્ધભાગમાં પુરુષ અને પ્રત્યેક પુરુષ અર્ધભાગમાં સ્ત્રી છે. સ્ત્રી : સતત ૩ મે | ગાડું: ૭, ૧૬૪, ૧૬). અર્ધનારીશ્વરનું રૂપ આ પ્રયોજનને સ્પષ્ટ કરવા આકાર પામ્યું છે. કુવાણ, ગુપ્ત અને મધ્યકાલીન કલામાં તે આ સ્વરૂપે આકાર પામ્યું, પરંતુ સાહિત્યમાં તો તેનું આયોજન છે. પૂર્વે થઈ ચૂક્યું હતું. કુમાર
એને દેવસેનાના પતિ, અગ્નિ અને ગંગાનો પુત્ર કહ્યો છે. તે વિરાટપ્રાણ કે જીવન-તત્વનું પ્રતીક છે. એની સંજ્ઞા સ્કન્દ છે. કુમારને “માતુર” એટલે કે છ માતાનો પુત્ર કહ્યો છે. એના કલા-વિદ્યાનમાં એને છ મસ્તક દેખાડવામાં આવે છે. એનું વાહન કૂકડો તથા મયૂર છે અને આયુધ શકિત (ભાલો) છે. સ્કન્દ અને તારકાસુર વચ્ચેના યુદ્ધની પૌરાણિક આખ્યાયિકાનું આધ્યાત્મિક મૂલ્ય આ પ્રમાણે છે. ત્યાં કુમાર વિજ્ઞાનાત્મક દિવ્યતેજનું પ્રતીક અને તારકાસુર ઈન્દ્રિયાનુગામી મનનું સૂચક સ્વરૂપ છે. બન્ને વચ્ચેના સંઘર્ષમાં વિજ્ઞાનની જ જીત થાય છે. તારકનો અર્થ તારા અથવા ચંદ્રમા પણ થાય છે, જેની ઉત્પત્તિ નારાયણ–પુરુષના મના નાત: (ઋ. ૧૦, ૯૦, ૧૩) મનાય છે. પુરુષની રચનામાં ત્રણ કુમાર રહેલા ભા. પ્રા. શિ. ૩
Page #43
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલા
છે. કાલિદાસે આ રહસ્ય પ્રસ્તુટ કરતાં ત્રણે રૂપનાં વર્ણન કર્યા છે. એક વિરાટ કુમાર, જે સ્કંદ છે અને તે “કુમાર સંભવ”માં દિવ્યજન્મ ધારણ કરે છે. બીજો કુમાર પ્રાણમય કુમાર છે, જેનો જન્મ પુરુરવા અને ઉર્વશીના પુત્ર રૂપે “વિક્રમોવર્શીયમાં થતો વર્ણવ્યો છે. અને ત્રીજો કુમાર પંચભૌતિક કુમાર છે, જેની સંજ્ઞા ભરત છે જે શકુન્તલા અને દુષ્યના પુત્ર રૂપે અવતરે છે. ગણપતિ
આ દેવનો ઉલ્લેખ વેદમાં છે. તે બહ, સેમ અને મહાપ્રાણ ઇન્દ્રનું પ્રતીક છે. સેમ સુષ્ટિના વિરાટ સ્વરૂપના નિર્માતા છે. અને તે પ્રાણીમાત્રમાં નિહિત છે. સોમની એક સંજ્ઞા મધુ છે. એનું વૈદિક પ્રતીક અપૂપ છે, જે કાલાંતરે ગણપતિનો મોદક બની ગયું. ગણપતિનું વાહન ઉંદર ઇન્દ્રિયાનુગામી મનને સૂચક છે. અંબિકા
આ ટ્વેદ-વર્ણિત યક્ષમાતાનું રૂપ છે. મૂળભૂત માતૃશકિતને અદિતિ રૂપે - વર્ણવી છે. પશ્કેિવી અંતરિક્ષ અને ઘી માતા, પિતા, પુત્ર, ભૂત, ભવિષ્ય, વર્તમાન વિશ્વદેવો અને પંચજનો એ સર્વ અદિતિનાં રૂપ છે. (ઋ. ૧, ૮૯, ૧૦). આથી -એક, ત્રિ, સપ્ત, દસ અને સેળ માતૃકાઓ અદિતિ છે.
શિવ શકિતઓ રૂપે સપ્તમાકાનું અંકન કુષાણ મૂર્તિ શિલ્પ દ્વારા પ્રાપ્ત થાય છે. વિવિક્રમ
વિશ્વને ભરી દેતા વિષ્ણુનાં ત્રણ પગલાંની વૈદિક આખ્યાયિકા પુરાણમાં વામન અને વિષ્ણુકથા સ્વરૂપે પલ્લવિત થઈ. ત્રિવિક્રમ વિષ્ણુનાં ત્રણ પગલાં ત્રિવિધ ગતિનાં સૂચક છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તથા પૃથિવી, અંતરિક્ષ, ઘી એ ત્રિવિક્રમ વિષણુનાં ત્રણ ચરણ છે, જે ત્રણ ખંડોનું વિમાન-માપન કરે છે. જન્મ, વૃદ્ધિ અને હાસ (મૃત્યુ) એ પ્રાણી માત્રના જીવનનું બીજ છે. આજ રીતે સામગાનના ગાયત્રી ત્રિષ્ટ્રભ અને mતી એ ત્રણ છંદ અથવા ત્રણ સુપર્ણ (પંખો ફેલાવી) દિવ્ય અમૃતઘટને પૃથ્વી પર લાવે છે, તેના તરંગો આકાશથી માંડી પૃથ્વીને ભરી દે છે. જીવનની કોઈ પણ ક્ષણ એવી નથી જેમાં ત્રિસૌપર્ણનું સામગાન ગુંજતું ન હોય! વિશ્વ-રચનામાં ગતિ આવશ્યક છે. તેનું પ્રકટ સ્વરૂપ કાલની ગતિ છે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન એ ત્રણ ખંડમાં વિભકત જીવન તથા સંસાર ચક્રમાં તે વ્યાપ્ત છે. વિષ્ણુના આ ત્રણ પદવિન્યાસમાંથી કોઈ બચી શકતું નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
: વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
દેવાસુર સંગ્રામ
દેવ અને અસુરો વચ્ચેનાં યુદ્ધોનાં વર્ણને વૈદિક સાહિત્ય તથા પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, તિ અને તમસ, સત્ય અને અનંત (અસત્ય) વચ્ચેના વિશ્વ વ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ, તમસ, અમૃત વગેરેને સંકેત કરે છે. આમાં દેવ–પ્રાણનો અસુર-ભૂત પર વિજય પ્રત્યક્ષ થાય છે. દેવ અમર છે. અસુર મૃત્યુને આધીન છે. વળી દેવ અને અસુર બંને મનની શકિતઓ છે. એક ઊર્ધ્વગામી અને જ્યોતિર્મય, બીજી અધ:પતન આણનારી તમય છે. ઋગ્વદનો ઇન્દ્રનો વૃત્ર સાથેનો સંઘર્ષ, બુદ્ધનું માર–વર્ણન, શિવના મદન-દહન, અંધકવધ, તારકયુદ્ધ, વિષ્ણુનો મધુકૈટભવધ, દેવીનું મહિષાસુરમર્દન વગેરે આ સંઘર્ષનાં ઘાતક ઉદાહરણ છે. મથુરા કલાનું ગરુડ-નાગ યુદ્ધ પણ આનો જ સંકેત કરે છે.
બુદ્ધ
બુદ્ધના માનુષી રૂપ ગૌતમ બુદ્ધ વિશે બૌદ્ધ સાહિત્ય ગમે તેવાં વર્ણન કર્યા હોય પણ બુદ્ધના લોકોત્તર રૂપને આધાર વૈદિક પ્રતીક છે. લલિત વિસ્તારમાં બુદ્ધની જીવનલીલાના વર્ણનનો વિસ્તાર એ ધર્મના લોકોત્તરવાદી આચાર્યોએ વૈદિક પ્રતીકોના આધારે કર્યો છે. દા.ત. તુષિત સ્વર્ગનો શ્વેત હાથી, માતૃકુક્ષિ દ્વારા જન્મ, સપ્તપદ, શીતષ્ણ જલધારા દ્વારા પ્રથમ અભિષેક, બોધિવૃક્ષ, બેધિમડ, મારઘર્ષણ, ઇન્દ્રશૈલગુફા, વાનરો દ્વારા મધના પ્યાલાનો ઉપહાર, લોકપાલો દ્વારા પ્રાપ્ત ચાર ભિક્ષાપાત્રોનું એક ભિક્ષા પાત્રમાં પરિવર્તન, અગ્નિ જવાલાઓ અને જલધારાઓનું દેહદ્વારા પ્રકટીકરણ કરાવી સહસ્ત્રબુદ્ધરૂપ દર્શન–આ તમામ માનુષી બુદ્ધના જીવન પ્રસંગો નથી, પરંતુ બુદ્ધના પ્રતીકાત્મક જીવનની લીલાઓ છે. એ તમામના ઊંડાણમાં વૈદિક પરંપરા અને રહસ્યો રહેલાં છે. વૈદિક પરંપરા પ્રમાણે બુદ્ધ સૂર્યનું પ્રતીક છે. માતૃકુક્ષિ દ્વારા જન્મ જીવન અથવા પ્રાણનો અજ્ઞાત સ્રોત હોવાનું સૂચવે છે. શ્વેત હાથી વિરાટ સંચિત કે ચેતનાનો સંકેત છે. શીતષ્ણ જલન અભિષેક વિશ્વવ્યાપી અગ્નિસોમાત્મક દ્ધને ભાવ પ્રકટ કરે છે. વાનર ઇન્દ્રનો સહયોગી વૃષ્ટા છે. બુદ્ધનો અગ્નિ અને જલનો ચમત્કાર સ્પષ્ટત: આધ્યાત્મિક પ્રતીક છે. એજ વૈદિક અગ્નિ અને તેમ છે. પ્રત્યેક વ્યકિતનું શરીર અગ્નિ અને જલથી સંચિત છે. સહસ્ત્ર બુદ્ધ અનંતનું પ્રતીક છે. વૈદિક પરંપરાના ઉપલક્ષમાં કદાચ લલિતવિસ્તારમાં કહ્યું છે કે બુદ્ધ ધર્મચક્રપ્રવર્તન કર્યું તે પૂર્વે અનેક
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
ભારતીય પ્રાચીન શિલ્પકલા
તથાગત, અહંત, સમ્યફબુદ્ધ કરી ચૂકયા છે. ધર્મચક્ર એ શાશ્વત બ્રહ્મચક્રના સંકેત રૂ૫ છે. ૨) મહાજનપદકાલની શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૬૦૦થી ઈ.સ. પૂર્વે ૪૦૦)
આ કાલમાં ભારતના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પ્રદેશમાં મોટે ભાગે વિવિધ જનપદોની સત્તા હતી. બ્રાહ્મણ, શ્રૌતસૂત્ર, પાલિત્રિપિટક, જૈન આગમ અને પાણિનિ -કૃત અષ્ટાધ્યાયી વગેરે સાહિત્યમાં આ જનપદનાં સુરેખ વર્ણન મળે છે. પાલિ સાહિત્યમાં ૧૬ મહાજનપદોની વાત આવે છે. આ જનપદોને વિસ્તાર મધ્યએશિયાના કંબેજથી માંડી દક્ષિણ ભારતના ગોદાવરી નદીને કાંઠે આવેલ અશ્મક સુધી ફેલાયેલો હતો. જૈન સાહિત્યમાં તો વળી આ તથા બીજું કેટલાક મળીને ૨૪ જનપદોનો ઉલ્લેખ છે. તો પુરાણોના ભુવનકોષમાં ઉત્તરમાં કંબોજ, પૂર્વમાં અંગ, વંગ, કલિંગ, પશ્ચિમમાં સૌવીર અને દક્ષિણમાં અપરાન્ત અને માહિક (માહિષ્મતી) સુધીના પ્રદેશમાં આવેલાં લગભગ ૧૭૫ જનપદોના ઉલ્લેખ થયા છે.
વૈદિકકાળમાં “ચરણ” નામની જાણીતી થયેલ વિદ્યાપ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. તેનો વિકાસ જનપદકાલમાં થયો. પરિણામે વ્યાકરણ, નિરુકત, શિક્ષા, જ્યોતિષ, આયુર્વેદ, નાટયશાસ્ત્ર, વાસ્તુ વગેરે શાસ્ત્રોને વિકાસ થયો. આ કાલથી વાસ્તુ, અંતગંત શિલ્પકલા પર ખાસ ધ્યાન અપાવા માંડયું અને એની અનેક સ્વરૂપે ઉન્નતિ સધાઈ. એ વખતે શિલ્પ-પ્રવૃતિ “જાનપદીવૃત્તિ” (પાણિનિ અષ્ટાધ્યાયી, ૪, ૧, ૪૨) નામે ઓળખાતી. “શતરુદ્રિીય”ના અધ્યાય ૧૬ પરથી જાણવા મળે છે કે ત્યારે શિલ્પીઓની સેંકડો શ્રેણીઓ અસ્તિત્વમાં આવી ચૂકી હતી. આ કાલમાં ગંધર્વવેદ (સંગીત) આયુર્વેદ, ધનુર્વેદ (યુદ્ધવિદ્યા), અને વાસ્તુવેદ (શિલ્પકલા) એ ચાર ઉપવેદ ગણાતા ને એમને વિશિષ્ટ અભ્યાસ થતો હતો. શ્રી સૂત્રો અને બૌદ્ધ જાતકોમાં પણ ઉપરોકત શિલ્પીઓની શ્રેણીઓનાં વર્ણન મળે છે.
પાલિ દિગ્દનિકાયમાં શિલ્પીઓની ૨૫ શ્રેણીની સૂચિ આપી છે. એમાં વાસ્તુ અને શિલ્પ સાથે સંબંધ ધરાવતી શ્રેણીમાં મુખ્યત્વે કુંભકાર, રથિક, વલ્થવિજ્જા (વાસ્તુવિદ્યા), ખેતવિજ્જા (ક્ષેત્રમાપન), વલ્થકમ્ (વાસ્તુકર્મી અને વધુ પરિકમ્મ (વાસ્તુપરિકર્મ)ને ગણાવ્યાં છે. ચક્રવતી મહાસુદસ્સન (મહાસુદર્શન)ના રાજપ્રસાદનું વર્ણન કરતાં જણાવ્યું છે કે એ પ્રાસાદ ત્રણ પોરસા (૧ પુરુષ જેટલી એટલે કે ૬ ફૂટ) ઊંચાઈનો હતો. એના બાહ્ય પ્રાકાર(કોટ)ની પણ વિગતો આપી છે. એમાં ચાર પ્રકારની ઈંટો વાપરેલી હતી. એના સ્તંભની સંખ્યા ૮૪,૦૦૦ (?) (બલ્ક ૮૪) હતી. ચંદ્રગુપ્ત મૌર્યના પાટલિપુત્રના સભાભવનને ૮૪ સ્તંભ હતા
Page #46
--------------------------------------------------------------------------
________________
૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
તે પૈકી ૮૨ના અવશેષ મળ્યા છે. એ પ્રાસાદ લાકડાના હતા. એમાં સેાપાન, સૂચિઓ, ઉષ્ણીષ, કૂટાગાર (કાઠા), સોનાચાંદીના શયનકક્ષ, હાથી દાંત અને સ્ફટિકનુ જડતરકામ, પ્રાસાદની ચારે બાજુ બેવડી વેદિકા, કિંકણી જાલ, કમલ અને ફૂલાની કોતરણીવાળી પુષ્કરિણી વગેરેનો રચના હતી.
૩૦
મહાઉમગ્ન જાતકમાં ગંગાના કિનારા પર નિર્માણ કરેલ નગર તેની 1પાસના પ્રાકાર, પુરદ્વાર તથા નગરના રાજપ્રાસાદની રચનાના ઉલ્લેખ છે. પ્રાસાદમાં એકસા ખંડ હતા. એમાંના દરેક ખંડના પલંગ પાસે માટીમાં ઢાળેલી એક એક સ્વરૂપવાન સ્ત્રી-મૂર્તિ કે પૂતળીઓ રાખેલી હતી. પૂતળીના હાથમાં ધૂપ-દીપાદિનું પાત્ર રખાતું હોવાનું એમાં જણાવ્યું છે.
પાલિ સાહિત્યમાં પ્રાસાદ, નગર અને પુરદ્વારાનાં સુંદર વન છે. પ્રાસાદ માટે ત્યાં પાસાદ, નિવાસ, રાજભવન, રાજગેહ, રાજાનિવેશન, વાસઘર, અત્તેપુર, વિમાન વગેરે શબ્દો પ્રયોજાયા છે. આ પ્રાસાદા અનેક ભૂમિક રચાતા. એના અંગવિભાગે માં બદ્દાર, કોષ્ટક કે અલિંદ, આસ્થાનમંડપ (સભામ`ડપ), સ્તંભ, તુલા (ભારતુલા), સ ંઘાટ (મિાઘાટનાં શિલ્પા), ભિત્તિપાદ (ભીટ), કૂટ (સ્કૂપિકાયુકત છત), મહાતલ (ground floor), ઉપરિતલ (first floor), આકાશતલ (સૌથી ઉપરના મલા), હેટ્ટિમતલ (સૌથી નીચેના મજલેા), સિંહ પિ ંજર (જાળી) વગેરેના સમાવેશ થતા.
જૈનોનું અ માગધીમાં રચાયેલ આગમ સાહિત્ય બૌદ્ધોના પાલિ સાહિત્યનું સમકાલીન છે. તેથી તેમાં વર્ણિત શિલ્પસ્થાપત્યની સામગ્રી પૂરક નીવડી શકે તેમ છે. આગમામાં લાકડાની બાંધકામ પદ્ધતિને “કઠકમ્મ’” (કાષ્ઠક) નામે ઓળખાવી છે. એમાં મહત્ત્વના એક ઉલ્લેખ એક મનુષ્યની કાષ્ઠપ્રતિમાને લગતા છે. એ પ્રતિમાનું એને પુત્ર પૂજન કરતા હોય છે. એ જ રીતે માટીમાંથી ઢાળેલી તથા હાથીદાંતની બનેલી મૂર્તિ વિષે પણ તેમાં ઉલ્લેખ છે. રાયપસેનીયસુ (રાજપ્રીયસૂત્ર) માં સૂર્યાભદેવના પ્રાસાદનું વિશદ વર્ણન આપ્યું છે. એ પ્રાસાદની ચેાતરફ પ્રાકાર(પાગાર) હતા. એ કપિશી ક(કવિસીસગ) કાંગરીથી મંડિત હતા. એની ચેાતરફ રૂપિકા(ભૂભિયા)વિભૂષિત દ્રારાની રચના હતી. પ્રાસાદ ઇહામૃગ, વૃષભ, તુરંગ, યક્ષ, નર (કીચક), મગર, વિહગ(પક્ષી), વ્યાલ(કિન્નર), હિરણ, શરભ, ગાય, કુંજર, વનલતા, પક્ષીલતા વગેરેથી સુશેાભિત હતા. એના સ્તંભાનાં શી કોમાં વિદ્યાધરયુગલ, હયસ ઘાટ, ગજસ ઘાટ વગરે અલંકરણા હતાં. એના દ્રારના અંગવિભાગામાં પઇઠાણ (પ્રતિષ્ઠાન, દ્વારસ્તંભના નીચેના ભાગ), કુટ્ટિમ(ભાંય), એલુમા (ઉદુમ્બર), ઇન્દ્રકીલ, ઉત્તરંગ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
ભારતીય પ્રાચીન શિપકલા (ઓતરંગ), દ્વારશાખા, પાર્શ્વતંભ, સૂચિ, સંધિ, અગ્નલા(આગળો) વગરેનો ઉલ્લેખ કરેલો છે. દ્વારના ચણિયારાને ઉત્તરપાસગ તરીકે ઓળખાવ્યો છે. દ્વારના ચોકઠા પર લલિ- ભાવને પ્રકટ કરતી શાલભંજિકા (શાલભંજિય)ની મૂર્તિઓ તથા વિવિધ પ્રકારનાં વ્યાલ-શિલ્પ હતાં.
જૈન સાહિત્યમાં નાટયશાળા કે પ્રેક્ષબૃહ, શીતગૃહ, અને શયનકક્ષોનાં વર્ણનમાં પણ આવાં શિલ્પોના ઉલ્લેખ મળે છે.
આમ જનપદકાલમાં પ્રાસાદ અને નગરવાસ્તુને પૂરો વિકાસ થયો હતો, પરંતુ એ બહુધા કાષ્ઠ-નિર્મિત હોવાના કારણે અવશેષરૂપે ઉપલબ્ધ બન્યા નથી. જૈનસાહિત્યવર્ણિત અનેક પ્રકારની મૂર્તિઓ અને અલંકરણે ત્યાર પછીના ભરહુત અને સાંચી વગેરે સ્તૂપોની વેદિકાઓ પર અંકિત થયેલાં હોવાથી આ કાલમાં પણ તેમના અસ્તિત્વ વિશે સહજ અનુમાન થઈ શકે છે. ૩) શિશુનાગકાલ અને નંદકાલની શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૪Cથી ઈ. સ. પૂર્વે ૩૨૫)
આ કાલમાં માતૃદેવીની પૂજાના પ્રતીકરૂપે પ્રયોજાતું શ્રી–(શ્રીયંત્ર) નોંધપાત્ર છે, તક્ષશિલાથી માંડીને પાટલિપુત્ર સુધીના પ્રદેશમાંથી આવાં શ્રીચક્ર મળી આવ્યાં છે. આ શ્રીચક્ર ભૂખરા કે સફેદ રંગના પાષાણમાંથી ઘડેલી વૃત્તાકાર તથા ચપટા ઘાટની તકતીઓ રૂપે મળે છે. એની વચ્ચે ઘણું કરીને પહોળું કાણું હોય છે. એ કાણા અને કિનારીની વચ્ચે માતૃદેવીની મૂર્તિઓ કોતરેલી હોય છે. અને તેની ચોતરફ ફલપત્તીઓ, વૃક્ષની ડાળીઓ કે પ્રાણીઓનાં રેખાંકનો ઉપસાવેલાં હોય છે.
મથુરામાં પ્રાપ્ત થયેલી આવી તકતીઓ પૈકીની કેટલીક કલકત્તાના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાંની એકમાં સમપાદાવસ્થામાં ઊભેલ દ્વિભુજ માતૃદેવીની બંને બાજુએ તાલવૃક્ષ, પ્રાણી, વ્યાલ, પક્ષી વગેરેનાં રેખાંકનો છે (આકૃતિ ૯). બીજી એક તકતીના મધ્યમાં અંકિત કરેલા અષ્ટદલ કમલની ચારે દિશાએ લતા અને પુષ્પોના પ્રસ્તાર છે. એના અંતિમ પ્રાંતભાગમાં દરેક દિશાએ એક એક એમ આઠ સ્ત્રી મૂર્તિઓ છે, જે અષ્ટમાતૃકાના સંકેત કરતી લાગે છે. એમના હાથ વિવિધ મુદ્રામાં છે. દેવીઓની વચ્ચે મુચકુંદ પુષ્પ અંકિત કરેલું છે. ત્રીજી તકતીની મધ્યમાં કાણાની ચોપાસના વર્તુળમાં પ્રકુલ્લિત પદ્મકોષ છે. પ્રથમની તકતીની જેમ બહારના વર્તુળમાં ચાર પશુઓ-સિંહ, હરણ, વૃષભ, સાબર ચાર દિશામાં અંકિત કરેલાં છે. પશુઓની વચ્ચે વચ્ચે એક સ્ત્રી-મૂર્તિ છે. એમાંની
Page #48
--------------------------------------------------------------------------
________________
૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પલા
એક સ્ત્રીના હાથમાં ધનુષ્યબાણ, બીજીના હાથમાં કટાર (એને એક હાથ કટય-- વલંબિત સ્થિતિમાં છે.), તથા ત્રીજીના હાથમાં ત્રિશૂલ અને વજ છે. ચોથી તકતીના કેદ્રમાંથી ચાર બાજુએ ત્રિશાખ લતા ઉદ્ભવ પામે છે. એમનો સમગ્ર ઘાટ ભારતીય પ્રાચીન ટંકઆહત સિકકાઓ પર નજરે પડતા વડર ચિહન જેવો લાગે છે.
કૌશામ્બીકોસમ, ઉત્તરપ્રદેશ)માંથી પ્રાપ્ત થયેલ આવી કેટલીક તકતીએ. અલાહાબાદ તથા દિલ્હીનાં મ્યુઝિયમોમાં સુરક્ષિત છે. એમાંની એકના–મધ્ય કાણાને ગોળ ફરતી બે પટ્ટિકા છે અને એ દરેક પર છુટાં છુટાં ફલ અંકિત કરેલાં છે. દિલ્હી મ્યુઝિયમમાં રાખેલી તકતી ઘાટમાં લંબગોળ છે. તે પર હાથી, હરણ વગેરે પશુઓ તથા પક્ષીઓ કોતરેલાં છે.
રાજઘાટમાંથી મળેલી આવી તકતીઓ પૈકીની કેટલીક ભારત કલા ભવનમાં સુરક્ષિત છે. એમાંની એકના આંતરવર્તેલમાં ત્રણ માતૃમૂર્તિઓ અને દરેક વચ્ચે. એક એક લિંગ કોતરેલ છે. માતૃમૂર્તિઓની બને બાજુથી સર્પનું આલેખન છે. બાહ્ય વર્તુલ ચોકડા ભાતથી અંકિત કરેલ છે. આવી બીજી એક તકતીમાં ચોકડા. ભાતનું બેવડું અંકન છે. વળી એક ત્રીજી તકતીમાં આ જ પ્રકારની માતૃદેવીના શરીરનું મસ્તક તથા ઊર્ધ્વભાગ અંકિત કરેલ છે. એમાં તાલવૃક્ષ(તાલકેતુ)નું રેખાંકન. છે. અહીંની એક તકતીના આંતવર્તુળમાં માતૃદેવીની બે મૂર્તિઓ છે. બહારના મંડલાકારમાં શયનમુદ્રામાં બે પુરુષ છે ને તેમની વચ્ચે મગરનું આલેખન છે. એક તકતીમાં ચાર માદેવીઓ અને ચાર તાલવૃક્ષોનું એકાંતરે રેખાંકન છે. તાલવૃક્ષ
સ્ત્રીની ગર્ભધારણ શકિતનું પ્રતીક ગણાય છે. આ તકતીના બાહ્ય મંડલાકારમાં મગરનાં રેખાંકન છે. મગર પરષની વીર્યશકિતનું પ્રતીક ગણાય છે.
રાજઘાટમાંથી પ્રાપ્ત થયેલી કેટલીક તકતીઓ હાલ લખન સંગ્રહાલયમાં છે. એમાંની એક ઘણી મહત્ત્વની છે. એના આંતર્વ તુલમાં એકાંતરે પાંચ શ્રીવત્સનાં ચિહ્ન અને પાંચ મુચકુંદ પુષ્પનાં અંકન છે. શ્રીવત્સનું ચિહ્ન એ તકતીને શ્રીલક્ષ્મી. સાથે સંબંધ હોવાનું સૂચવે છે. બાહ્ય વલમાં એકાંતરે પણ માતૃદેવો અને ત્રણ તાલવૃક્ષનું અંકન છે. એ દરેકના રૂપવિધાનમાં ફેર છે. એક માતૃદેવીના મસ્તક પરના કેશકલાપની પાસે ચંદ્રમાં અંકિત કરેલ છે. એની જમણી બાજુએ એક મૃગ છે. એની સાથે નંદીપદનું ચિહન છે. બીજી માતૃદેવીની જમણી બાજુએ પક્ષી સાથેનું તાલવૃક્ષ છે. અને ડાબી બાજુએ પશુ છે. એ પશુના ઉપર સૂર્યચંદ્રનું અંકન છે. ત્રીજી માતૃદેવીના મસ્તક પર ઉષ્ણીશ અને બંને બાજુએ એક એકપશુ છે. ડાબી બાજુનું પશુ અશ્વ જેવું લાગે છે. એની સામે સૂર્ય અને નીચે ચંદ્ર છે. રાજઘાટમાંથી એક લંબગોળ આકારની તકતી પણ મળી છે, જેના પર સારનાથ,
Page #49
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા તંભશીર્ષની પડધી કોતરેલાં ચાર પવિત્ર પશુઓ–સિંહ, વૃષભ, અશ્વ, ગજ અને કિનારા પર બ્રાહ્મી અક્ષરો કોતરેલા છે.
તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ તકતીઓ પૈકીની એકમાં મધ્ય કાણાની ત્રણ બાજુએ ત્રણ નગ્ન માતૃદેવી અંકિત કરેલી છે. દરેકની વચ્ચે અગ્નિશિખામાંથી પ્રજજવલિત વેદીની રચના છે. માતૃદેવીની બંને બાજુએ એક એક સર્ષ છે. બાહ્યમંડલમાં ચકડાની ભાતની બેવડી મેખલા છે. બીજી તકતીમાં ડમરાની પુષ્પમાલાની મધ્યમાં યોનિવિવર છે એના પરની વેદી અને સર્પયુગ્મ સ્પષ્ટ આલેખિત થયેલાં છે. ત્રીજી તકતીમાં હાથીઓનું ઝુંડ મંડલાકારે ગતિ કરતું દર્શાવ્યું છે.
બસાક (વૈશાલી)માંથી મળેલી આ પ્રકારની તકતીઓ હાલ પટનાના સંગ્રહાલયમાં છે.
સંકિસા (સાંકાશ્ય)માંથી પ્રાપ્ત થયેલ આવી તકતીઓ પૈકીની એક પર ત્રણ માતૃદેવી, ત્રણ તાલવૃક્ષ અને ત્રણ નંદીપદનાં અંકન છે ને ચોતરફ મંડલા રે -રાંપાકલીની પંકિતઓ છે.
પટના(પાટલિપુત્ર, બિહાર)ના મૂજીગંજના વિસ્તારમાંથી આવી ૨૧ તકતીઓ મળી છે. એમાંની એક પર મધ્યમાં ૧૫ પાંખડીવાળા કમળની ચોતરફ ૪૮ નંદીપદની માલા છે. આ તકતીની પાછળ કેટલાક અસ્પષ્ટ અક્ષરો કોતરેલા છે. બીજી પર મધ્યકેન્દ્ર પર ત્રણ વર્તુલ છે. એમાંના એકમાં ૨૧ કમલપાંખડીનું આલેખન છે. બીજામાં ૧૨ પશુ-પક્ષી–અશ્વ, સિંહ, ગજ, ગેંડો વગેરે છે. ત્રીજા વલમાં પ્રકાશકિરણોની રેખાઓ છે. અહીંની બીજી તકતીના મધ્ય કાણાની છ બાજુએ તિર્થક રેખાઓનાં અંકને કરેલાં છે. કિનારી પરનાં છ અર્ધવર્તુળમાંથી પ્રકટ થતી આવી નિયંક રેખાઓ એની સાથે મળીને મધ્ય બાજુએ છ ચતુષ્કોણ અને કિનારી તરફ છ ત્રિકોણ સાધે છે. દરેક ચતુષ્કોણની મધ્યમાં જુદાં જુદાં ગતિશીલ પશુઓનાં અંકનો છે અને ત્રિકોણની મધ્યમાં પણ જુદાં જુદાં પક્ષીઓ વિવિધભંગીમાં આલેખિત કરેલાં છે. ત્રીજી તકતીમાં કિનારી પરના મંડલાકારમાં ગતિમાન પશુ-પક્ષીઓનાં રેખાંકનો છે. જેથી તકતીમાં ઉપરની બીજી તકતીની જેમ તિર્થક રેખાઓ દ્વારા સાધેલા છ ચતુષ્કોણો પૈકી ત્રણમાં માતૃદેવીનું આલેખન અને ત્રણમાં તાલવૃક્ષ છે. કિનારી પરના ત્રિકોણમાં એકાંતરે સર્પ અને પક્ષીનાં આલેખન છે. પાંચમી તકતીની મંડલાકાર કિનાર ત્રીજી તકતીને મળતી છે, પરંતુ મધ્યના આંતરવર્તેલમાં અષ્ટાદશદલ પ્રફુલ્લિત કમળનું આલેખન છે.
લોરિયા-નંદનગઢ અને પીપરાવાના સૂપની ધાતુગર્ભ-મંજૂષામાંથી પ્રાપ્ત થયેલાં રૂપાંકને પણ આ કાલના સુંદર નમૂના છે. બિહારના ચંપારણ જિલ્લાના
Page #50
--------------------------------------------------------------------------
________________
૩ : વેદકાલથી નંદકાલ સુધીની શિલ્પકલા
લેારિયા ગામે આ કલના પ્રાચીન સ્તૂપોના સમૂહ ત્રણ હરોળમાં ગોઠવાયેલા જોવા મળે છે. સ્તૂપાની સંખ્યા ૧૫ ની છે. આમાંના ચાર સ્તૂપાનું ઈ.સ. ૧૯૦૫-૦૬માં ઉત્ખનન કરવામાં આવ્યું ત્યારે તેમાંના એકમાંથી એક દેવીનુ અંશમૂર્ત સુવર્ણ પત્ર મળી આવ્યું હતું. ત્યારે એ શિલ્પ પૃથ્વીદેવીનુ (આકૃતિ ૮) હોવાનુ મનાયેલું અને એ સ્તૂપા વેદકાલીન સ્મશાનગૃહા (સમાધિઓ) હોવાનું મનાયું હતું. પરંતુ ૧૯૩૫-૩૬માં એ સ્તૂપનું વધુ ઉત્ખનન થતાં પાકી ઈંટો વડે બાંધેલ સ્તૂપની પીઠ વગેરે મળી આવ્યાં ત્યારથી આ સ્તૂપા બૌદ્ધ સ્તૂપે હાવાનું નક્કી થયું.
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના પીપરાવા ગામેથી પણ આ કાલના એક ઈંટેરી સ્તૂપ મળ્યા છે. સ્તૂપના અંડમાં પત્થરની મોટી પેટી આવેલી હતી. એના લેખ પરથી એ સ્તૂપ બુદ્ધના સગા શાકયોએ સ્વયં બુદ્ધના શારીરિક અવશેષો પર એ સ્તૂપ બાંધ્યા હોવાનું જાણવા મળે છે. પેટીમાં આવેલી ધાતુમયામાં બુદ્ધના શારીરિક અવશેષો ઉપરાંત, સેંકડે! પ્રકારની કલાત્મક વસ્તુએ સંગ્રહાઈ હતી. એમાં સુંદર રૂપ(મૂર્તિ),રત્નપુષ્પ અને પદ્મ, નીલમ, પેાખરાજ, પદ્મરાગ, સ્ફટિક, મણિ આદિ કિંમતી દ્રવ્યા હતાં. તેમાં સૌથી નોંધપાત્ર સુવર્ણપત્ર પર અંકિત કરેલુ માતૃદેવીનું અંશમૂર્ત શિલ્પ હતું. આ શિલ્પ આકાર પરત્વે લેારિયા-નંદનગઢની દેવીના અંકન સાથે સામ્ય ધરાવે છે. વળી એમાંથી એક બીજી અત્યંત ઘાટીલી, અલંકારપ્રચૂર સ્ત્રી-મૂર્તિ પણ મળી આવી છે. એ પણ માતૃદેવીની હોવાનુ જણાય છે. એના કેશવિન્યાસમાં અનેક માંગલિક ચિહ્ન સંયેાજિત કર્યા છે.
માતૃદેવી શ્રીલક્ષ્મી
ભારતીય ધાર્મિક પરંપરામાં માતૃદેવીનું મહત્ત્વ સવિશેષ છે. માતૃદેવીનાં રૂપાંકનેાવાળી આ બધી તકતીઓને શ્રીચક્ર કે શ્રીયંત્ર કહી શકાય. શ્રીદેવીની પૂજા માનવીયરૂપે તેમજ યંત્રરૂપે થતી હોવાની પરંપરા ઘણી પ્રાચીન છે. ગ્વેદના પાંચમા મંડલમાં આવતા શ્રીસૂકતમાં શ્રીદેવીને માતાશ્રી, ક્ષમા કે પૃથ્વી કહી છે. એ સર્વ પશુઓની જન્મદાયિની અને અન્ન ઉત્પાદક છે.
એને વિષ્ણુની પત્ની પણ કહી છે. એ સર્વ પ્રાણીઓની અધિષ્ઠાત્રી દેવી છે. એના સંબંધ સૂર્ય-ચંદ્ર સાથે હોવાના કારણે એ સૂર્યા તથા ચંદ્રા પણ કહેવાય છે. લાકચિત્રોમાં એની બંને બાજુએ આથી જ સૂર્ય-ચંદ્રનું આલેખન થાય છે. કમલ એનું પ્રતીક તથા આસન(પદ્મસ્થિતા) છે. આથી શ્રીચક્રની નાભિમાં પદ્મનું આલેખન થાય છે. એ કમલમાલા ધારણ કરે છે, કમલવનમાં નિવાસ કરે છે. આથી તકતીઓ કમલપુષ્પ અને પદ્મ વડે પરિવેષ્ટિત દર્શાવાય છે. આ પશુદેવીના
Page #51
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
પરિવારમાં હાથી, ગાય, વૃષભ, અશ્વ છે. એ પ્રાણીઓ અને અભિષેક કરે છે. એની સાથે સંબંધિત તાલવૃક્ષ જીવન પ્રાણ અને સમૃદ્ધિનું દ્યોતક ગણાય છે. એ સુવર્ણની અધિષ્ઠાત્રી છે તેથી હેમમાલિની કહેવાય છે. મકર એ સમુદ્રાધિપતિ વરૂણ અને નદીઓની દેવી ગંગાનું વાહન છે. એનો મકર સાથેનો સંબંધ એ સમુદ્રકન્યા હોવાના સંકેત કરે છે. દેવીના શ્રીચક્રની કિનારી ચા-બાજુએ પ્રાકારયુકત હોય છે. આ પ્રકાર-પરિધિ ઋદ્ધિ, દાન, આયુ, પ્રજા વડે સુસંપન્ન હોવાનું મનાય છે. શ્રીદેવી-લક્ષ્મીની ઉપાસના બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ધર્મોમાં સમાનરૂપે થતી જોવામાં આવે છે, જે એના લોકદેવી તરીકેના વ્યાપનું સૂચન કરે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪. મૌર્યકાલીન શિલ્પે
(ઈ.સ. પૂર્વે ૩૨૫થી ઈ.સ. પૂર્વે ૧૮૭)
૧) સામાન્ય લક્ષણા
ભારતીય કલાના ઇતિહાસમાં મૌ કાલ મહત્ત્વને ગણાય છે. મૌર્ય સમ્રાટોએ અનેક નાનાં નાનાં રાજયોને મગધમાં જોડીને જે મેાટુ' સામ્રાજય સ્થાપ્યું તેનાથી રાજકીય ઐકય સ્થપાયુ' અને તેની સાથે સાથે ભારતે અનેકવિધક્ષેત્રે અપૂર્વ પ્રગતિ સાધી. આમાં કલાક્ષેત્રે સધાયેલી સિદ્ધિઓને લઈને ભારતીય કલાના ઇતિહાસમાં એક અગત્યનું પ્રકરણ ઉમેરાયું છે.
ચંદ્રગુપ્ત અને અશેાક મૌર્યના સમયમાં પાષાણ કલાના ભારે વિકાસ થયા. રાજગૃહની કિલ્લેબંધી અને પાટલિપુત્રનો રાજપ્રાસાદ ચંદ્રગુપ્તકાલીન કલાના દેદીપ્યમાન નમૂનારી છે. આ કાલનાં સ્મારકોનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે આ કાલની ગુફાએની દીવાલા, શિલાસ્તંભની મૂર્તિઓ વગેરે પર એક પ્રકારના જે આપ (polish) જોવામાં આવે છે, તે અભૂતપૂર્વ છે.
મૌર્ય કાલીન સમગ્ર કલાકૃતિએ!માં સ્થાપત્યકીય સ્વરૂપોમાં રાજગૃહની કિલ્લેબંધી. પાટલિપુત્રના રાજપ્રસાદ, સાંચી અને ભરહુતના મૂળ સ્તૂપ, સારનાથની પાષાણ વેદિકા અને બિહારના ગયા જિલ્લાની બારાબર અને નાગાર્જુની ટેકરીઓ પર આવેલી. ગુફાઓની ગણના થાય છે. આ કાલની શિલ્પકળાના ઉત્કૃષ્ટ આદર્શ અશાકના શિલાસ્તંભેા અને તે પરનાં પશુશિલ્પા પૂરો પાડે છે. યક્ષ-યક્ષિણીની મૂતિઓ તથા ગુફાએ પરનાં શિલ્પા પણ આ કાલની શિલ્પકલાના ગણનાપાત્ર નમૂનાઓ છે.
મૌર્ય સમયથી પત્થર એ શિલ્પનું મહત્ત્વનું અને મુખ્ય માધ્યમ બની રહે. છે. પત્થરમાં શિલ્પકામે શરૂઆતથી જ જે નૈપુણ્ય દાખવવા માંડયું છે તે લાંબા સમયના અભ્યાસનું પરિણામ છે તે પણ અહીં ધ્યાનમાં રાખવા જેવું છે. હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં કેટલાક ઉત્કૃષ્ટ પ્રકારનાં શિલ્પા આની સાક્ષી પૂરે છે. હડપ્પા સભ્યતાના કાલથી શરૂ થયેલ શિલ્પ-પરંપરાએ મૌર્ય કાલ દરમ્યાન ચોકકસ પ્રકારના વિકાસ સાધ્યો હતો તેમ ચાકકસ પણે પ્રાપ્ત સાહિત્યિક ઉલ્લેખા દ્વારા નકકી થાય છે. તે સાથે ઈ. સ. પૂર્વે ૩૨૬માં થયેલા સિંકદરના આક્રમણથી ભારતમાં આવેલી. વિદેશી વિશિષ્ટ શિલ્પ-પરંપરાની પણ ભારતીય શિલ્પ–પરંપરા પર સચેાટ અસર.
Page #53
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
થઈ હતી તે પણ એટલું જ સાચું છે. ચંદ્રગુપ્ત, બિન્દુસાર, અશોક વગેરે મૌર્ય રાજ્યકર્તાઓએ વાયવ્યના ગ્રીક અને ઈરાનના આર્કમેન્ડીસ રાજયકર્તાઓ અને સત્તાધીશો સાથે મીઠો સંબંધ રાખ્યો હતો. આ કારણે આ સમયનાં શિલ્પો પર તેમની પરંપરા ને શૈલીની અસર સ્પષ્ટ વરતાય છે. અશોકના શિલાતંભ પર આર્કમેન્ડીસ શૈલીનાં પૂતળાં (models) દેખા દે છે. તેવી રીતે પાટલિપુત્રનું રાજભવન (palace) - આ જ શૈલીની અસર નીચે નિર્માયું હોય તેમ જણાય છે.
૨) અશોકના શિલાર્તા અને સ્તંભશીર્ષો અશકે વાસ્તુ યા સ્થાપત્યના નવનિર્માણની એક નવીન પરંપરા ઊભી કરી. અશોકનું રાજય કંદહારથી ઘૌલી અને ગિરનારથી માયસોર સુધી ફેલાયેલું હતું. પોતાના સામ્રાજ્યની સીમા પરનાં ઉચિત સ્થાન પર તેણે ૧૪ ધર્મલિપિવાળા શિલા. લેખો કોતરાવ્યા તથા બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાન પર તેણે એકામ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભઊભા કરાવ્યા. અલબત્ત, અશોકના પોતાના લેખો પરથી જણાય છે કે એની પહેલાં પણ કેટલાક સ્તંભ ઊભા હતા અને અશોકે એના પર લેખ કોતરાવ્યા હતા. આમ ખંભે ઊભા કરવાની પરંપરા પ્રાચીન હતી. આ પરંપરા છેક અથર્વવેદ જેટલી પ્રાચીન હોવાનું મનાય છે. અશોકે ધર્મ અને સંઘના ચિરસ્થાયી સ્મારક તરીકે નવા સ્તંભો ઊભા કરાવ્યા હતા. તેણે બુદ્ધના જન્મસ્થાન લુમ્બિનીગ્રામની યાત્રા કરી હતી. એ યાત્રાનાં માર્ગ સૂચક ચિહ્ન તરીકે તેણે પાટલિપુત્ર, લોરિયા-નંદનગઢ, લોરિયા અરરાજ, બખિરા (વૈશાલી) અને લુમ્બિનીમાં તંભો ઊભા કરાવ્યા. લુમ્બિનીના સ્તંભલેખમાં તેણે સ્પષ્ટપણે લખ્યું છે કે ત્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આ સ્તંભની પાસે બીજો એક સ્તંભ છે. તે પરના લેખમાં લખ્યું છે કે બુદ્ધના પૂર્વાવતાર કનકમુનિ બુદ્ધને એક નાનો સ્તૂપ નિશ્કિવામાં હતો જેને સમ્રાટે વિસ્તીર્ણ સ્વરૂપ બન્યું હતું.
ભગવાન બુદ્ધ સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો. તેથી તે સ્થાન પર અશોકે પ્રસિદ્ધ સિંહશીર્ષકવાળો સ્તંભ ઊભો કરાવ્યો હતો. બોધગયામાં બુદ્ધને જ્યાં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાં પણ તેણે શિલાતંભ રચાવ્યો.
બુદ્ધ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં સ્થળો પર શિલાતંભોની રચના ઉપરાંત પિતાના સામ્રાજ્યના અંતર્ગત મહત્ત્વના પ્રદેશોની રાજધાનીમાં પોતાના શિલાતંભો (વાસ્તવમાં વિજયસ્તંભો) ઊભા કરવાની પણ તેની નેમ હતી. આ દૃષ્ટિએ તેણે પંચાલની રાજધાની સાંકાશ્ય (હાલનું સંકિસા)માં, કુરુ જનપદની રાજધાની
Page #54
--------------------------------------------------------------------------
________________
પર ૨
SISL
2 sisi UIDExકમલકેસર
–uડથી – કંઠ
((((O)))))
- ઘંટાકૃતિ પલ્લવો –મેખલા
પંખડીઓ
- કમલનાળ
-રૂંભડિલા
3
વાઈ
.
* * *
', '
' .
(
નિએ
Hિ 7
-
.
છRS
W
ITTER TREAMIL
:
પS
Rhy/ // Mehru
મ
Clery -
૧
TUITI IN
XII
LASS
૮ પૃથ્વી ૯ શ્રી ચકને ખંડ ૧૦ મૌર્ય સ્તભશીર્ષ-રચના ૧૧. સારનાથ-સ્તભશીર્ષ ૧૨. રામપુરવા-તંભશીર્ષ
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬
ભારતીય પ્રાચીન શિલ્પકલા મેરઠમાં, શ્રીકઠ જનપદની રાજધાની રોપડમાં, ચેદી રાજધાની તરફ જવાના મહા માર્ગ પર સાંચીનો સ્તૂપની બાજુમાં, કોશલ જનપદની રાજધાની શ્રાવસ્તીમાં, વસે જનપદની રાજધાની કૌશામ્બીમાં તથા કાશી જનપદની રાજધાની વારાણસીમાં તેણે આ શિલાતંભો ઊભા કરાવ્યા હતા. " અશોક પિતાની પ્રજા ધર્માભિમુખ બને તેમ ઈચ્છતો હતો. ધર્મવિષયક વિવિધ ભાવનાઓ તેના મનમાં નિરંતર સર્યા કરતી. અને ધર્મચક્ર વિશ્વ વ્યાપી નિયમોનું પ્રતીક છે તેમ તે દઢ પણે માનતો. એને ભારતીય માનસે બ્રહ્મચક્ર બ્રહ્માડ ચક્ર, ભવચક્ર, કાલચક્ર, સહસારચક્ર એમ અનેક નામે ઓળખ્યું છે. બુદ્ધનું મહાધર્મચક્ર તેનું જ એક નામ છે. તે માનવજીવન, સમાજ અને વિશ્વને તરફથી આવરી લે છે. આ કલ્પનામાંથી અનવતપ્ત સરોવર અને તેની ચાર ધારાઓ–મુખને સંરક્ષતાં ચાર પશુઓ-સિંહ, વૃષભ, હાથી, અશ્વ-ને લગતી કથાનું નિર્માણ થયું. આ ચાર પશુઓને ધાર્મિક સંકેત ભારતમાં છેક સિંધુ ખીણની સભ્યતાથી ચાલ્યો આવ્યો છે. તેની પૂજા લોકવ્યાપક હતી. અશોકે પણ તે જ લોકવ્યાપી પ્રતીકોને સ્વીકાર્યા. અશોકે પરંપરા તથા પોતાની મૌલિક સૂઝના સંમિશ્રણમાંથી સંભશીર્વકનું નવીનતમ રૂપનિર્માણ પ્રયોજ્યુ. એકાશ્મ સંભની પરંપરા જૂની તે હતી જે પણ તેના પર સુશોભિત અને સાંકેતિક સ્તંભશીર્ષની કલપના અશોકની પોતાની મૌલિક હતી.
યુએન-શવાંગે અશોક દ્વારા સ્થાપિત કરેલા જે પંદર શિલા સ્તંભ જોયા હતા તે નીચે પ્રમાણે હતા :
૧) “કપિત્થસ્તંભ” નામને શિલા સ્તંભ. એ “સકાશ્યમાં આવેલ હતો. તેના પર સિંહનું શીર્ષ હતું. (પણ વસ્તુતઃ ખોદકામમાં એનું હાથીનું શીર્ષ મળી આવ્યું છે).
સ્તંભની સાથે સ્તૂપ પણ હતો અને બંનેની રચના અશોકે કરી હતી. સ્તંભની મધ્યયષ્ટિની ચારે બાજુએ વેદિકા એટલે કે હર્મિકા હતી.
૨-૩) જેતવન વિહારના પૂર્વારે બે શિલાતંભ હતા જે ૭૦ ફૂટ ઊંચા હતા. ડાબી બાજુના સ્તંભ પર ચક્ર અને જમણી બાજુના સ્તંભ પર વૃષભ હતો.
૪) કપિલવસ્તુને ૩૦ ફૂટ ઊંચો સાંભ. આ સ્તંભ પરના અભિલેખમાં બુદ્ધના પરિનિર્વાણની કથા આલેખાયેલી હતી.
૫) કપિલવસ્તુ નગરમાં કનકમુનિ બુદ્ધનો સ્મારક સ્તંભ. તેની ઊંચાઈ ૨૦ ફૂટ હતી (નિશ્લિવા ગામનો જે છે તે આ જ છે). તેના પર સિંહશીર્ષક હતું. તેના લેખમાં જણાવ્યું છે કે કનકમુનિ તૂપને બે ગણો વિસ્તાર કર્યો અને આ શિલાસ્થભની સ્થાપના અશોકે પોતાના રાજ્ય કાલના ૨૦મા વર્ષમાં કરી હતી.
Page #56
--------------------------------------------------------------------------
________________
૪. મૌર્યકાલીન શિપ
૬) લુમ્બિની ઉદ્યાન (હાલનું રુમનદય)નો સ્તંભઆ સ્તંભ પર અશ્વનું શીર્ષક હતું. તેના પરના લેખમાં બતાવ્યું હતું કે, “અહીં ભગવાન શાકયમુનિને જન્મ થયો હતો (હિદે બુધે જાતે શાકયમુનિ). અશોકે જાતે તે સ્થળની મુલાકાત લઈ સ્તંભ ઊભો કરાવ્યો હતો તથા તેની આજુ બાજુ શિલાપ્રાકાર (વંડી-વેદિકા) કરાવેલ.
૭) કુશીનગરને સ્તંભ. બુદ્ધના પરિનિર્વાણનું આ સ્થળ હતું. આ સ્તંભના લેખમાં આ વાતને નિર્દેશ કર્યો હતો. કુશીનગર વર્તમાન કસિયા છે, જે ગંડકી અને રાખીને સંગમ પર આવેલું છે.
૮) કુશીનગરમાં બીજો એક સ્તંભ, બુદ્ધના દેહાવશેષોના જ્યાં આઠ ભાગ કર્યા હતા ત્યાં ઊભો કરેલો છે.
૯) સારનાથનો સ્તંભ. ૧૯૦૮માં તેના ટુકડા કરવામાં આવ્યા હતા. આ સ્તંભ ચમકદાર લીસા પથ્થરને બનાવેલો હતો ને તેના પર દર્પણ જેવો એપ હતો.
૧૦) સારનાથનો બીજો શિલાખંભ ૭૦ ફૂટ ઊંચો હોવાનું યુએન-વાંગે નોંધ્યું છે. તે પર પણ સુંદર આપ ચઢાવેલો હતો. પરંતુ ખંડિત અવશે પરથી તેની ઊંચાઈ લગભગ ૪૯ ફૂટ હોય તેમ લાગે છે. આ જ તે સ્તંભ છે જે પર પ્રસિદ્ધ મહાધર્મ ચક્ર અને ચતુર્મુખ સિંહાકૃતિ અંકિત કરેલી જોવામાં આવે છે.
૧૧) મહાશાલામાં સિંહશીર્ષક વાળો સ્તંભ. તેની સાથે સ્તૂપ હોવાનું સ્તંભલેખમાં જણાવ્યું હતું.
૧૨) વૈશાલી સ્તંભ. કનિંગહામે બખિરા (વૈશાલી) ગામને લેખ વિનાનો આ સ્તંભ હોવાનું અનુમાન કર્યું છે.
૧૩ ૧૪) પાટલિપુત્રના બે સ્તંભો, જેનું વર્ણન ફાહ્યાને કર્યું છે. એના ખંડિત અવશેષો મળ્યા છે.
૧૫) રાજગૃહ સ્તંભ (ઊંચાઈ ૫૦ ફૂટ). તેના પર હાથીનું શીર્ષ હતું. લેખમાં તૂપની રચનાનો ઉલ્લેખ હતો.
અશોકના શિલાતંભો (એકામ્ સ્તંભો સાદા રેતિયા કે ચૂનાના, મુખ્યત્વે એક જ સળંગ પથ્થરમાંથી બનાવેલા છે તથા તેના પર ઓપ ચઢાવેલ છે. એ લાટ' નામે પણ ઓળખાતા હતા. આવા શિલાતંભો સંપૂર્ણ હાલતમાં અથવા ભગ્નાવશેષ રૂપે નીચેનાં સ્થળોએથી મળી આવ્યા છે :
૧) અંબાલા પાસેના ટોપરા ગામને શિલારસ્તંભ. હાલ દિલ્લીના ફીરોઝશાહના વાડા(કાટલા)માં છે. ફીરોઝશાહ તુગલક તેને દિલહી લઈ આવેલો.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
ભારતીય પ્રાચીન શિ૯૫કણા ૨) મેરઠનો શિલાતંભ તે પણ ફીરોજશાહ લઈ આવેલ, જે દિલ્હી શહેરની વાયવ્ય કોણે ઊભો કરેલો છે.
૩) કૌશામ્બીના જૈન મંદિર પાસે લેખરહિત શિલાખંભ.
૪) અલાહાબાદના કિલ્લામાંનો સ્તંભ પહેલાં કૌશામ્બીમાં હતો. અકબર તેને પ્રયાગ લઈ આવ્યો.
૫) સારનાથને ચાર સિંહના શીર્ષવાળો (ખંડિત) સ્તંભ.
૬) મુઝફફરપુર જિલ્લાના બંબિરા ગામમાં આવેલ તંભ. ૭-૮) બિહારના ચંપારણ જિલ્લાના લોરિયા અને નંદનગઢ ગામમાં બે સ્તંભ છે. નંદનગઢને શિલાતંભ સૌથી ઊંચે છે અને તે પર સિંહશીર્ષ છે. ૯-૧૦) એ જ જિલ્લાના રામપુરા ગામમાં આવેલા બે સ્તંભો છે. એક પર સિંહનું અને બીજા પર વૃષભનું શીર્ષક છે. બંને લેખરહિત છે. ૧૧–૧૩) નેપાળના રુમ્મિદેય (લુમ્બિની-બુદ્ધના જન્મસ્થાને) તથા નિગ્લિવા તથા બખિરા (વૈશાલી) ગામમાં આવો એક એક સ્તંભ છે. એનાં શીર્ષ નાશ પામ્યાં છે.
૧૪) સાંચી (મધ્યભારત)ના પ્રસિદ્ધ સ્તૂપ પાસે ચાર સિંહના શીર્ષવાળો સ્તંભ આવેલો છે.
૧૫) ફરૂખાબાદ જિલ્લાના સંકીસા ગામના લેખરહિત શિલાતંભ પરના હાથીનું શિલ્પ સૂંઢથી ખંડિત થયું છે.
૧૬) કાશીમાં આવો એક સ્તંભ જમીન પર પડેલ હતો. જે ઈ. સ. ૧૮૦૫ સુધી વિદ્યમાન હતો.
૧૭) પટનામાં આવો એક સ્તંભ ગામ બહારની દરગલીની વસ્તીમાં પડ્યો છે તે પર વૃષભનું શીર્ષ છે.
૧૮) બોધગયાના બોધિવૃક્ષ પાસેના આયતન લંબગોળ)મંદિર પરની પ્રતિકૃતિઓમાં ભરડુતની વેદિકા અંકિત કરેલ છે. તેમાં આવો ખંભ કોતરાયેલો દેખાય છે. પણ આવો કોઈ સ્તંભ બોધગયામાં જોવા મળતો નથી.
ફાહ્યાન અને યુઅન શ્વાંગે અનુક્રમે ૬ અને ૧૫ શિલાતંભ જોયા હોવાનું નોંધ્યું છે. ફાહ્યાને જોયેલા ૬ સ્તંભો પૈકીના બે જેતવન વિહારના પ્રવેશદ્વારની બંને બાજુએ હતા. તેમાંના એક પર ધર્મચક્ર અને બીજા પર વૃષભનું શીર્ષ હતું. સંકિસા વિહારની પાછળ એક ૫૦ હાથ (લગભગ ૭૦ ફૂટ) ઊંચો શિલા સ્તંભ હતો. આ સ્તંભ પર સિંહનું શીર્ષ હતું અને સ્તંભ પર લેખ કોતરેલો હતો. કુશીનગરથી
Page #58
--------------------------------------------------------------------------
________________
કઃ મૌર્યકાલીન શિક વૈશાલી જતાં માર્ગમાં ચોથો શિલાતંભ આવેલો હતો. જે ઘણું કરીને હાલને લરિયા અરરાજનો શિલાતંભ હતો. ફાલ્યાને પાંચમો શિલાતંભ પાટલિપુત્રમાં “જંબુદ્વીપ, નામે ઓળખાતો વર્ણવ્યો છે પાટલિપુત્રમાં એક બીજો એટલે કે છઠ્ઠો શિલાસ્તંભ હતો. આ સ્તંભ ૩૦ ફૂટ ઊંચો હતો. આ સ્તંભ પર સિંહ તે અને તેની. સ્થાપના નીલી નામના નગરની સ્મૃતિમાં કરી હતી.
પાટલિપુત્ર પાસેથી એક તંભ મળ્યો છે, જે ઘણું કરીને “જબુદ્દીપ’ સ્તંભ છે. તેના બે મોટા ટુકડા મળ્યા છે. આ ઉપરાંત પટના સંગ્રહાલયમાં બસાઢ ગામમાંથી મળી આવેલ સ્તંભના અવશેષો, જેમાં પદાર સિંહશીર્ષ છે તે તથા ચાર વૃષો (વૃષભો)નાં સંઘાટયુકત (મિશ) સ્તંભશીર્ષ પણ ઉલ્લેખનીય છે.
સાદા ચૂનાના પથ્થરના બનાવેલ આ સ્તંભ પર ઉત્કૃષ્ટ પ્રકારનો ઓપ ચઢાવવામાં આવેલ છે. આવો ઓપ ચઢાવવાની “વજલપ’ નામે ઓળખાતી પદ્ધતિ અશોકના પત્ર સંપ્રતિના સમય (ઈ. સ. પૂ. ૨૨૦-૨૧૧) સુધી પ્રચલિત હતી, ત્યાર પછી આ લુપ્ત થયેલ જણાય છે. (પાછળના સમયમાં શિલ્પગ્રંથમાં વ્રજલેપ માટે બતાવેલા નુસખા વ્રજપની મૌર્યકાલીન પ્રક્રિયા કરતાં ભિન્ન અને ઊતરતી કક્ષાના.
આ શિલાતંભોનો આકાર ગોળ રહેતો. એ લગભગ ૧૨મી. ઊંચાઈ ધરાવતા.. તેનો વ્યાસ નીચેથી ઉપર જતાં ક્રમે ક્રમે ઘટતો, જેમ કે લોરિયા નંદનગઢના શિલાસ્તંભને નીચેનો વ્યાસ લગભગ ૮૯ સે. મી. છે, જે ઉપર જતાં પ૬ સે. મી. બને. છે. એક જ સળંગ પથ્થરમાંથી બનેલ આ શિલાતંભનો મુખ્ય ભાગ-ખંભયષ્ટિ તદ્દન સાદો રખાતો હોવાથી એના પર લેખ કોતરવાની સુગમતા રહે છે. સ્તંભયટિની. ઉપરનું શીર્ષ અલગ પથ્થરમાંથી બનાવેલું હોય છે. એને સ્તંભ યષ્ટિની ઉપલી ટોચ સાથે તાંબાની પીઉ (copper dowel) દ્વારા જોડેલું હોય છે. આ સ્તંભમાં અલગ બેસણી (કુંભી) હોતી નથી.
આ સ્તંભશીર્ષની રચના જાણે પદ્મયુકત દાંડીને નજરમાં રાખીને કરી હોય એમ સ્પષ્ટ જણાય છે આ બાબત આકૃતિ ૧૦ પરથી સ્પષ્ટ થશે. આમાં સ્તંભની રચનામાં, પડઘી, કંઠ, પલ્લવ અને સ્તંભ યષ્ટિ પદ્મનાં અનુક્રમે ડોડે, કમલકેશર, પાંખડીઓ અને કમલનાળ સાથે સામ્ય ધરાવે છે. સ્તંભશીર્ષ નીચેની મેખલા તંભયષ્ટિ અને. સંભશીર્ષ એ બંને અંગોને જુદાં પાડવા માટે પ્રયોજી છે. તંભશીર્ષના આવા ઘાટને ઘંટાકાર(bell-shaped) કે અધોમુખ પદ્માકાસreversed lotus) કહે છે... ભા. પ્રા. શિ. ૪
Page #59
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલપકલા - વળી તે ઈરાનના “પર્સિપાલિટન બેલ'ના ઘાટની કોતરણી તરીકે પણ ઓળખાય છે.
સ્તંભના શીર્ષની ટોચે સુશોભનરૂપ, બદ્ધ ધર્મમાં મહત્ત્વ ધરાવતું કોઈ પશુનું આકૃતિ-શિલ્પ મૂકવામાં આવે છે. પડઘીમાં પણ પશુઓ ઉપરાંત હંસ વગેરે પક્ષીઓનાં શિલ્પ અલંકાર રૂપે કોતરેલાં જોવા મળે છે. સ્તંભશીર્ષની ઉપર પશુઓમાંથી સિંહ, હાથી, વૃષભ કે ઘોડો ગમે તે એક કે ચારેયને મૂકવામાં આવે છે. સ્તંભશીર્ષ ઉપર છલંગ મારતો કે બેઠેલો સિંહ, ડગ મૂકતો હાથી, ચાલતો બળદ અને દોડતા ઘેડો એમની જુદી જુદી દેહાવસ્થામાં બતાવેલાં હોય છે. તેમાંનાં પહેલાં ત્રણ પશુઓ હાલ વિદ્યમાન ઘણાખરા સ્તંભો પર જોવા મળે છે. ઘડાનું શિલા રુમિનદેયના તંભશીર્ષ પર હતું, જે હવે નષ્ટ થયું છે.
ઉપર ગણાવેલ સ્તંભો પૈકી સારનાથનો સ્તંભ તેના શીર્ષ (આકૃતિ ૧૧)ની રચનાદૃષ્ટિએ ઉત્કૃષ્ટ પ્રકારનો છે. સારનાથમાં ગૌતમ બુદ્ધ પ્રથમ ઉપદેશ આપી 'ધર્મચક્રપર્વતન કર્યું હતું તેની રજૂઆત અહીં જોવા મળે છે. શીર્ષાની પડઘીની ચારે તરફ ધર્મચક્રનું ચિહન અંકિત કરવામાં આવ્યું છે. ધર્મચક્રને ૨૪ આરા કરેલા છે. ને તેની ચારે તરફ ચાર પશુઓ હાથી, વૃષભ, અશ્વ, અને સિંહ અંકિત કરેલા છે. મથાળે ચારે દિશાએ ઉન્મુખ ચાર સિંહો મૂકેલા છે. એમનો પીઠ ભાગ એક બીજા સાથે જોડેલ છે. આ પાર્શ્વગત ભાગોનો સંતુલિત વિન્યાસ સાધવામાં શિલ્પીએ અદ્દભુત નિપુણતા દાખવી છે. આ સિંહોના મસ્તક પર ધર્મચક્ર મૂકેલું હતું, જેના ટુકડાઓ ઉપલબ્ધ બન્યા છે. આ ચક્રનો વ્યાસ લગભગ ૮૦ સે.મી. હોવાનું જણાય છે. એમાં ૩૨ આરા હતા. પાશવી શકિત પરના ધાર્મિક વિજયના સંકેતરૂપે આ ચક્ર સિંહો પર મૂકાયું હોય તેમ મનાય છે. કેટલાકને મતે નીચેનાં ચાર પશુઓ ચાર દિશાનાં પ્રતીક, સિંહ શાકયમુનિ બુદ્ધના પ્રતીક રૂપે અને ચક્ર ધર્મના પ્રતીક રૂપે છે. સિંહની આકૃતિમાં કલાકારે કલ્પના અને વાસ્તવિકતાનો સુંદર સુમેળ કરેલું જોવા મળે છે. એણે જાણીબુઝીને આ પશુની સ્વાભાવિક ઉગ્રતા, હિંસકતા અને પ્રચંડતા વ્યકત કરી નથી. તેમ છતાં એની છટામાં એનું મૃગેન્દ્રવ નષ્ટ પણ થવા નથી દીધું. સિંહનાં ઘાટીલાં ને સુગઠિત અંગપ્રત્યંગે સપ્રમાણ અને સફાઈદાર તેમજ પદાર
છે. ચહેરા આસપાસની કેશવાળીની એકેએક લટ બારીકપણે કરેલી છે. આ સિંહશિલ્પોને પ્રસિદ્ધ વિવેચક વિન્સેન્ટ સ્મિથે જગતની પ્રાચીન પશુમૂર્તિમાં સર્વશ્રેષ્ઠ -ગણાવ્યાં છે. સાંચીનો સ્તંભશીર્ષ પર આવા જ સિંહો મૂકેલા છે, પણ તે આટલા ( ઉત્કૃષ્ટ કોટિના નથી. જો કે અહીંના શીર્ષમાં પડધી પર ચારો ચરતાં હંસયુગલોનાં -આલેખન મને રમ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
સૌય કાલીન શિલ્પો
રામપુરવાનું સ્તંભ શીષ વૃષાંકિત છે (આકૃતિ ૧૨). તેના પણ ત્રણ ભાગ છે. સૌથી ઉપરના પશુભાગ, મધ્ય ભાગે ગાળ અલંકૃત અંડ અને સૌથી નીચે કમલ. બાલસ્વરૂપ વૃષભ (વછેરા)નું આલેખન ઉત્કૃષ્ટ છે. અત્યંત લલિત મુદ્રામાં બાલ વૃષભ છટાપૂર્વક ઊભા છે. આ વૃષભ સિંધુ સભ્યતાની મુદ્રા પરના વૃષભ સાથે સામ્ય ધરાવે છે. શિરાવટીની મથાળાની પડઘીમાં મધપૂડા અને ખજૂરના પાનનું વિશિષ્ટ સુશે!ભન છે. મેહે જો-દડો પછી આવું વૃષભાલેખન આ સમયમાં જ મળે છે. અહીં ના બીજા એક સ્તંભ પર આગલા બે પગ ઊભા રાખીને પાછલા બે પગે ઉઠંગ મુદ્રામાં બેઠેલ એક સિંહનું લાવણ્યમય ઉત્કૃષ્ટ શિલ્પ છે. એની નીચેની પડઘીમાં હંસથર છે.
૪.
૫૧.
બિખરાના સ્તંભી પર પાછલા પગે બેઠેલ અને આગલા બે પગ પર શરીરને ટેકવીને ઊભેલ સિંહની આકૃતિ કિલષ્ટ છે. તેના આકાર અણઘડ હોવાના કારણે જાણે કોઈ મોટો બિલાડો બેઠો હોય તેવું ભાસે છે. અશેાકના સમયના અન્ય સિંહ જેવી તેની છટા લાગતી નથી. નીચેની પડઘી લ'બચારસ સાદી છે. તેની નીચે કમલયુક્ત પૂર્ણઘટ છે.
સાંકાશ્યના સ્ત ંભ પર હાથીનું શિલ્પ છે. સ્તંભશીના ત્રણ ભાગ છે. સૌથી ઉપર હાથી, તેની નીચે પલ્લવ મ ંડિત પડઘી(અડ) અને નીચે અવાંગમુખી કમલયુકત પૂર્ણઘટ છે. પડઘી પર મુચકુંદ પુષ્પ, કમલપુષ્પ અને કલીઓની વેલ છે, જેની વચ્ચે ત્રરત્નનાં ચિહ્નો છે. પડઘી અને પૂર્ણઘટની વચ્ચેની પટ્ટિકા ગ્રીવા કે કઠ પર દોરડાને વળ ચઢાવીએ તેવા ઘાટ નિપજાવ્યા છે. પડઘીની બનાવટમાં અધિકતમ વિકસિત કમલ અને વેલની ભાત ખૂબ જ આકર્ષક લાગે છે.
લારિયા-નંદનગઢને સ્તંભ સિહાંકિત છે. તે ઉઠંગ મુદ્રામાં બેઠેલ છે. તેની નીચેની ગાળ પડઘી પર હંસપ`કિત અંકિત કરેલ છે. સિંહની આકૃતિ બલિષ્ઠ અને પ્રભાવશાળી છે. છતાં તેના ભાવ કંઈક પ્રાથમિક કક્ષાને લાગે છે.
૩) યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ
યક્ષ-યક્ષી પૂજા લેાકધર્મનુ વ્યાપક સ્વરૂપ છે. સંભવત: એના જેટલી પ્રાચીન લાકવ્યાપી અને લેાકપ્રિય કોઈ બીજી પરંપરા નથી. આજે પણ એ કાશ્મીરથી તામિલનાડુ સુધી અને આસામથી સૌરાષ્ટ્ર સુધી કોઈ એક યા બીજા સ્વરૂપે યા લાકધર્મ વીરપૂજાના સ્વરૂપે નજરે પડે છે. એની પ્રાચીન પરંપરાની સાક્ષી પુરાણા આપે છે.
મૌ કાલમાં લેાકદેવતા તરીકે પૂજાતી મહાકાય યક્ષ-યક્ષિણીની મૂર્તિ એ તત્કાલીન
લોકકલાનું એક મહત્ત્વનું અંગ છે. આ મૂર્તિ એ મથુરાથી માંડી વારાણસી, વિદિશા,
Page #61
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાણીને શિક્ષકો પાટલિપુત્ર અને શૂર્પરક સુધીના વિસત ક્ષેત્રને આવરી લે છે. આ યક્ષ-યક્ષિણીની મૂર્તિને પોતાની સ્વતંત્ર કલા-પરિપાટી છે. આ અતિમાનવ (super human) મહાકાય મૂર્તિ એ ખુલ્લા આકાશ નીચે સ્થાપિત કરવામાં આવતી અને તેની કોતરણી ચારે બાજુએ થતી. અલબત્ત, તેનો મહત્ત્વનો દર્શનીય ભાગ તે સમ્મુખ રહેતો.
અત્યાર સુધીમાં આ પ્રકારની નીચે પ્રમાણેની મૂર્તિઓ મળી છે :
૧) મથુરા જિલ્લાના પારખમ ગામની મૂર્તિ (આકૃતિ ૧૩). આ મૂર્તિની પાટલી પર લેખ છે, જેમાં (મ)નિભદ (મણિભદ્ર) સંજ્ઞા લખેલ છે.
૨) મથુરા જિલ્લાના ઝીંગ-કા-નગરા નામના ગામમાંથી મળેલી યક્ષની મૂર્તિ. ૩) મથુરા જિલ્લાના બરોદા ગામની યક્ષમૂર્તિ. ૪) ભરતપુર જિલ્લાના નેહ ગામની યક્ષ(ખ)મૂર્તિ.
૫) વિદિશા(મધ્યપ્રદેશ)ની યક્ષી. આ મૂર્તિ હાલ લકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત કરાયેલી છે.
૬) ગ્વાલિયર જિલ્લાના પ્રાચીન નગર પદ્માવતી (હાલનું પવાયા)ની યક્ષ મૂર્તિ. આ મૂર્તિ હાલ વાલિયર મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
૭) પટનાના દિદારગંજમાંથી પ્રાપ્ત થયેલી ચામરધારિણી લક્ષી (આકૃતિ ૧૪). એના પર મૌર્યશૈલીને ઓપ છે.
૮) પટનાની યક્ષ મૂર્તિ. (જે પર ચમક તેમજ લેપ છે.) *
૯) પટનાની યક્ષ મૂર્તિ. (હાલ તે ત્યાંના મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.) ૧૦) વિદિશા (મ.પ્ર.)ની યક્ષી, જેને સ્થાનિક લોકો તેલિન' કહે છે તે.
૧૧) પ્રાચીન વારાણસીના રાજઘાટ પરથી પ્રાપ્ત થયેલી ત્રિમુખ યક્ષની મૂર્તિ. આ મૂર્તિ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં છે.
૧૨) શૂપરકથી પ્રાપ્ત થયેલ યક્ષ-મૂર્તિ, તે પણ દિલ્હીના ઉપરોકત મ્યુઝિયમમાં છે. ૧૩) વિદિશાના બેસ અને બેતવાવિત્રવતી)નદીના સંગમસ્થાન પરથી પ્રાપ્ત -મૂર્તિ. હાલ એ ભિલસામાં પુજાય છે. ૧૪) ઓરિસ્સાના શિશુપાલગઢમાંથી કેટલીક યક્ષ-મૂર્તિઓ મળી છે. ૧૫) અહિચ્છત્રાઉઝના ફશુવિહારમાંથી પ્રાપ્ત થયેલ કુષાણકાલીન યક્ષ-મૂર્તિ. ૧૬) કુરુક્ષેત્રને આમીત નામના સ્થળેથી પ્રાપ્ત થયેલ યક્ષ-મૂર્તિ. .
Page #62
--------------------------------------------------------------------------
________________
જ મૌર્યકાલીન શિલ્પો
૫૩
યક્ષમૂર્તિઓ શરૂઆતમાં અજાતશત્રુ, નંદ અથવા તેના પુત્ર મહાનંદની હોવાનું મનાતું, પરંતુ રામપ્રસાદ ચંદાએ અંતિમ સંશોધન કરી નિશ્ચિત કરી આપ્યું છે કે આ મૂર્તિઓ મગધના સામ્રાટ કે સામ્રાજ્ઞીની નહિ, પરંતુ યક્ષ-યક્ષિી નામના લોક દેવતાઓની છે અને તે દેવ-મૂર્તિઓના ગણાતી હોવાથી મનુષ્ય કદ કરતાં મોટા કદની મહામાનવ (Super human) કદની બનાવવામાં આવી છે. લોકોમાં પણ છે યક્ષ યા જખદેવ તરીકે પૂજાતી.
શૈલીની દૃષ્ટિએ આ મૂર્તિ એમાં નીચેનાં લક્ષણો વ્યાપકપણે જણાય છે:
૧) આ બધી મૂર્તિઓ અતિ માનવ કદની હોય છે. તેનું શરીર સૌષ્ઠવ બલિષ્ઠ અને દૃઢ હોય છે.
૨) ચારે બાજુએ તેની કરતણી કરેલી હોય છે. તેને મુખ્ય પ્રભાવ સમ્મુખ દર્શને પ્રગટ થાય છે.
૩) વેશભૂષા : પુરુષોના શરીર પર ઉષ્ણીષ (પાઘડી), સ્કંધ અને ભુજાઓને આવૃત્ત કરતું ઉત્તરીય, કટિ નીચેનો ભાગ ધોતી વડે પરિવૃત્ત ને કટિ પર કમરબંધ જોવા મળે છે. સ્ત્રીના મસ્તકે ઉષ્ણીય નથી હોતું પણ સુંદર અને આકર્ષક કેશકલાપ હોય છે. તેમણે અધોવસ્ત્ર ધારણ કર્યું હોય છે. સ્તન અને ઉદરનો ભાગ ઘણે ભાગે ખુલ્લો હોય છે.
૪) આભૂષણે : યક્ષ-યક્ષિી બંનેના કાનમાં ભારે કુંડલ, ગળામાં ભારે નૈવેયક છાતી પર ચપટા ચોરસ, કે ત્રિકોણ ઘાટના મણકાવાળો હાર (ઉર સૂત્ર) તથા બાહુ પર અગદ (કપૂર) હોય છે. યક્ષીના કાંડામાં વલોણીઓ હોય છે.
૫) મૂર્તિઓની બનાવટમાં સ્કૂલતા અને કવચિત અણઘડપણું પ્રકટે છે, જે લોકવ્યાપક કલા પરંપરાનું ઘાતક લક્ષણ છે.
પટણા પાસેના દિદારગંજમાંથી પ્રાપ્ત થયેલ ચામરધારિણીની એક યક્ષીની પદાર મૂર્તિ (આકૃતિ ૧૪) અશોકકાલીન મૂર્તિકલાનો અદ્વિતીય નમૂનો છે. સ્તનભારને કારણે તેની દેહલતા સહેજ નમેલી છે. પાતળી કટિ નીચેનો નિતંબપ્રદેશ પૂર્ણ વિકસિત સ્વરૂપે ખીલેલો છે. એનું આ આકારસીદ્ધ કાલિદાસની પેલી વિખ્યાત પંકિતઓની યાદ આપે છે. સ્તનમાં સ્તનમ્યાનું તથા કોળીમારત્ અસામને (નિતંબના ભારના કારણે જેની ગતિ ધીમી પડી છે તેવી). એનું સુડોળ મુખ, ભરાવદાર માંસલ અંગોપાંગ, અવયવોની વિભિન્ન ભંગી ને છટા, પ્રૌઢ હથોટી યા કારીગરીને વ્યકત કરે છે. આ કાલના રાજપ્રાસાદો આવી મૂર્તિઓનાં સુશોભન દ્વારા અલંકૃત કરવામાં આવતાં હશે. આ મૂર્તિઓમાંની આ એક હશે. હાલ એ પટણું મ્યુઝિયમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
આ જ મ્યુઝિયમમાં સારનાથમાંથી મળેલા આ કાલના બે યક્ષોનાં શિલ્પ અને લેહાનીપુરમાંથી મળેલું તીર્થકર મૂર્તિનું ધડ સચવાયાં છે. આમાં યક્ષોનાં પ્રભાવશાળી મુખ પરની મૂછોનું સુરેખ આલેખન નોંધપાત્ર છે. ધલી (ઓરિસ્સા)ના શિલાખંડમાંથી કોતરી કાઢેલ અર્ધકાય હાથીનું શિલ્પ પ્રાણી-શિલ્પોમાં નમૂનેદાર છે.
મૌર્યકાલની પકવેલી માર્ટીની મૂર્તિ કાએ પાટલિપુત્ર અને મથુરા જેવાં પ્રાચીન સ્થળોએથી મોટી સંખ્યામાં મળી આવી છે. એના આકારો અને રચનામાં વિવિધતા છે. તેના વિશે અલગ પરિશિષ્ટમાં ચર્ચા કરેલી છે.
( 8) શૈલગ્રહોનાં શિલ્પ બિહાર જિલ્લાની ગયાની ઉત્તરે ૧૨.૪ કિ.મી.ના અંતરે બારાબર અને નાગાર્જુની નામની ટેકરીઓ પર છ ગુફાઓનો સમૂહ છે. આમાં લોમશઋષિની ગુફાના દ્વારા મુખભાગ (facade) સુંદર રીતે કોતરેલો છે. એ અશોકના પાત્ર દશરથે કોતરાવેલી હોવાનું જણાય છે. એને મુખભાગ કાષ્ઠની પ્રતિકૃતિ સમાન છે. એની ઐત્યાકાર કમાન અને જાળીદાર નકશી નોંધપાત્ર છે. એ જાળીદાર નકશીની નીચે સ્તૂપની સ્તુતિ કરતા હાથીઓની હારમાળાનું કંડારકામ વિશિષ્ટ કૌશલ પ્રકટ કરે છે. દીવાલો પરની ચમક મૌર્યકાલીન છે.
૫) મૌર્ય શિ૯૫ પર વિદેશી અસર મૌર્ય શિલ્પો પર વિદેશી અસર હોવાનું વિન્સેન્ટ સ્મિથ, પસ બ્રાઉન, રોનાલ્ડ, નિહારરંજન રાય, ભગવતશરણ ઉપાધ્યાયાદિ વિદ્વાનો સ્વીકારે છે. આ વિદ્વાનોની આ પ્રકારની માન્યતાને આધાર શો? ડો. પૂનરે આ સંબંધમાં જે તર્ક કર્યો છે તેનું ટૂંકમાં વિવરણ આ પ્રકારનું છે:
૧) ચંદ્રગુપ્ત મૌર્યના પાટલિપુત્રના રાજભવનનું નિર્માણ ઈરાનના સમ્રાટ દારયસના પસિં પોલિસના અને સૂસાના મહેલોની નકલ સમાન છે. ઈરાનના રાજમહેલાની છત પાષાણના સ્તંભો પર ટેકવેલી હતી. મૌર્ય સમ્રાટોના મહેલમાં આ જ પ્રકારની રચના જોવામાં આવે છે.
૨) મૌર્યકાલીન શિલાતંભો પરનો આપ ઈરાનની અસર નીચે આકાર પામેલ છે.
૩) શિલાભો પરની અધોમુખી ઘંટાકૃતિ વિદેશી રચના સાથે સામ્ય ધરાવે છે. અને એ સ્તંભ પરના અશોકના અભિલેખોની શૈલી સમ્રાટ દારયસના લેખોના જેવી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪ : સૌય કાલીન શિલ્પો
મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પૂર્વે લગભગ ૨૫૦ વર્ષ પર ઈરાનમાં આર્કે મિયન રાજવંશની સત્તા હતી. એમના રાજકાલ દરમ્યાન ઈરાનમાં કલાને ભારે વિકાસ, થયા હતા. પ્રાચીન ઈરાની કલાકારોએ પાષાણના ભવ્ય રાજપ્રસાદનું નિર્માણ કર્યું હતું. સૂસા, પર્સિ પેાલિસ, એકલતના વગેરે સ્થળાનાં સુંદર રાજભવનાની પ્રશંસા યુનાની (ગ્રીક) વિજેતાઓએ મુકત કંઠે કરી છે. ત્યાંનાં પુરાતત્ત્વીય ખાદકામાએ એને પુષ્ટિ આપી છે. પ્રાગ્—મૌર્ય કાલમાં ભારતના વાયવ્ય સરહદના પ્રદેશમાં ઈરાની શાસન હતું. તેની અસરના કારણે ઈરાની રાજભવનાના સ્ત ંભાની રચનામાં અને અશાકના શિલાસ્ત ભાના કંડારકામ તથા પકામમાં ઘણું મળતાપણું છે. તેથી તે ઈરાની પ્રેરણાની અભિવ્યકિતનું પરિણામ હોય તેમ કેટલાક માને છે. સ્ત ંભો પરનાં પશુશી તથા તેની નીચેની પાટલીની પડધીમાં કોતરવામાં આવેલ તાડવૃક્ષનાં પાન, મણકા, ગ્રીક છેાડ. acanthusનાં અણીદાર પાંદડાં વગેરે પણ વિદેશી(યવન) અસરનાં સૂચક ગણાય છે. ભારત અને પશ્ચિમ એશિયાના દેશને એ કાલને ગાઢ સંબંધ જોતાં એ દેશની કલા અને સંસ્કૃતિની ભારતીય કલા પરની અસર નકારી શકાય તેમ નથી. સ્તંભોની બાબતમાં જોઈએ તે, એના ઘાટ ઈરાનીએ પાસેથી સીધા લેવામાં આવેલા છે, કે અનુકરણ રૂપે છે તેમ માનવું મુશ્કેલ છે. બ ંનેની શૈલીમાં સ્પષ્ટ ફરક છે, જે બંનેના આકાર અને રચના વચ્ચેના ફરકથી સ્પષ્ટ થાય છે. વળી મૌ સ્તંભો એક સળંગ પથ્થરમાંથી બનાવેલા છે, જ્યારે ઈરાની સ્તંભેા પથ્થરમાંથી જુદા જુદા ભાગ ઘડીને પછી એક બીજા સાથે જોડીને બનાવેલા છે. મૌય સ્તંભોની કારીગરી લાકડામાંથી કોરવાની પદ્ધતિની છે, જયારે ઈરાની સ્તંભો ચણતરની પદ્ધતિએ બનાવેલા છે. બંનેના ટોચના આકાર અને રચનામાં પણ ફેર છે. કારણ કે ઈરાની સ્તંભોમાં જે ભાગ થાંભલાની નીચે બેઠકની જેમ રચવામાં આવ્યા છે, તે જ ભાગ. ભારતીય સ્તંભોમાં ટોચે છે,
માઁ શિલાસ્ત ંભો પર અધામુખી ઘંટાકૃતિ નથી પણ હેવલ, કુમારસ્વામી, વાસુદેવશરણ અગ્રવાલ નિદે શે છે તેમ, અામુખી કમલપાંખડીઓનુ` રૂપસંયોજન છે. મૌ શિલાસ્તંભો પર એપ છે પણ નકશીને સાવ અભાવ છે. એટલે કે તે સાદા છે. વિદેશી સ્તંભો પર ઉર્ફેરિત રેખાઓ કોતરેલી છે, જે અશાકના સ્ત ંભો પર કયાંય નથી. એની સાથેનું ભારતીય શૈલીનું-શિલ્પનું સામ્ય માત્ર અલંકૃત રૂપાંકનામાં તેમજ ફૂલવેલભાત, છોડની આકૃતિ વગેરેમાં ણાય છે, પરંતુ ઈરાની અને મૌર્ય સ્ત ંભોનાં રૂપાંકન, આકાર અને વિભાવનામાં ઘણા ફરક હોવાથી ભારતીય શિલ્પમાં ઈરાની અસર છે એમ કહી શકાય નહિ. સ્ત ંભશી ઉપર ઊપસાવીને બનાવેલી પશુની આકૃતિઓની બનાવટ, તેની રજૂઆત, તેમાં વ્યકત થતું સ્વાભાવિકપણું અને છેવટના આપ કલાવિવેચકોને એ હેલે–
Page #65
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા નેસ્ટિક કે પર્સે-હેલેનેસ્ટિક કલાકારોની કૃતિ માનવા પ્રેરે છે, પરંતુ પશુ-આકૃતિઓ કરવાનો મહાવરો ભારતમાં લાંબા સમયથી હો તે નિર્વિવાદ છે. હડપ્પીય સભ્યતાની મુદ્રાઓ ઉપરની પશુ-આકૃતિઓ સ્વાભાવિક તેમજ સ્થાનિક અસરોવાળી જણાય છે. અશોકનાં પહેલાં પણ કેટલાક સ્તંભો અસ્તિત્વ ધરાવતા હતા એ હકીકત પણ આની વિરુદ્ધમાં જાય છે. અશોકના શિલાખંભની પ્રેરણાની પાશ્વભૂમિમાં સંભવત: વૈદિક ચૂપ છે. વૈદિક કાળમાં “ચૂપની સ્થાપના યજ્ઞ-સ્મારક તરીકે થતી હતી. ભારતીય સંસ્કૃતિમાં ઘટમાંથી પ્રસરણ પામતી કમલ-પાંદડીઓનું રૂપાંકન ઘણું પ્રાચીન છે. કમલ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે અને એજ મૌર્ય શિલાખંભો પર અંકિત છે. શિરોભાગ પરની પશુ આકૃતિઓ વૈદિક પરંપરાના “પશુબલિનો પ્રભાવ પ્રકટાવે છે.
ગમે તેમ, એ સ્પષ્ટ છે કે મૌર્યકલા પર વિદેશી પ્રભાવ જો હોય તો તે પરસ્પર સાંસ્કૃતિક સંપર્કના માધ્યમનું પરિણામ હોય તેમ જણાય છે. કારણ, માત્ર ઈરાની કે ગ્રીક નહિ. પણ સુમેરિયન, એસિરિયન, રોમન વગેરે સાંસ્કૃતિક પ્રદાનો અને સમન્વય પણ આ કાલની દરમ્યાન પ્રકટ થયા છે. દા.ત. બસાઢમાંથી મળેલી એક સપક્ષ સ્ત્રી-મૂર્તિ પર સુમેરની સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. પણ મૌર્યકાલીન યક્ષ-યક્ષિણીની મૂર્તિએ તો સર્વથા ભારતીય જ છે. આ મૂર્તિઓના આધારે આપણે એ ચોકકસ કહી શકીએ કે ભારતીય શિલ્પીઓએ મૌર્યકાળ દરમ્યાન પ્રસ્તરકલામાં પૂરેપૂરી નિપુલતા પ્રાપ્ત કરી લીધી હતી.
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૨ ૩
૧૩
IIIII
Ky[]
YeTofile
III
૧૫
૧૩ મણિભદ્રયક્ષ (પારખમ) ૧૪ યક્ષિણ, (દિદારગંજ) ૧૫ માયાદેવીનું સ્વપ્ન (ભરડુત) ૧૬ ધર્મચક્રપૂજા(સાંચી)
Page #67
--------------------------------------------------------------------------
________________
૫. અનુમૌર્યકાલીન શિલ્પકલા (ઈ. સ. પૂર્વે ૧૮૭ થી ઈ. સ. ૩૫૦)
આ લાંબો કાલપટ ભારતીય ઇતિહાસની અનેક રાજકીય ઉથલપાથલો, અનેક દેશી-વિદેશી રાજ્યોની સ્થાપના અને ઉચ્છેદ તથા અંતે મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સ્થાપનાને આવરી લેતો સંક્રાંતિકાલ છે. આ રાજકીય પ્રક્રિયાઓનો પ્રભાવ ધર્મ અને કલાના પ્રસાર માટે પ્રોત્સાહક રહ્યો છે. લગભગ દરેક નાના મોટા રાજ્ય કલાપ્રવૃત્તિને પ્રોત્સાહન આપતાં સ્થાપત્ય અને શિલ્પકલાના વિકાસમાં ભારે વેગ આવ્યો. મૌર્યકાલમાં મુખ્યત્વે આમજનસમાજને આંજી નાખતી રાજકલાનો વિકાસ થયો હતો. તેને સ્થાને હવે જીવનસ્પશી જનસમુદાયની શિલ્પકલા ખીલી. સમગ્ર ઉત્તર ભારત, મધ્ય ભારત અને દખણ સુધી આ કલા પ્રસરી હતી. વિશસની દૃષ્ટિએ આ કલાના બે તબક્કા જોવા મળે છે : ૧) શુંગકાલીન કલા (આ કલા ઈ. સ. પૂર્વે ૨જી થી ઈ. સ.ની ૧લી સદી દરમ્યાન પાંગરી હતી) અને ૨) શક– કુષાણકાલની કલા (ઈ. સ. ૨ જીથી ૪ સદી સુધીનો પૂર્વાર્ધ). જુદાં જુદાં સ્થાનોમાં વિકસેલી કલાનો પરિચય મેળવતાં પહેલાં આ બંને તબક્કાની કલાનાં વિશિષ્ટ લક્ષણો જાણી લેવા આવશ્યક છે.
૧) સામાન્ય લક્ષણ મૌર્ય સામ્રાજ્યનું પતન થતાં મગધમાં પુષ્યમિત્ર શુગ, દક્ષિણભારતમાં સીમુક સાતવાહન અને કલિંગમાં ખારવેલ સત્તા પર આવ્યા. આ ત્રણે રાજ્યોમાં જે કલા વિકાસ પામી તે શુંગકાલીન કલા ગણાય છે. શુંગકાલ પહેલાંનાં ભારતીય શિલ્પોની અભિવ્યકિત ભારે ને મોટા કદનાં શિલ્પો દ્વારા થઈ છે, પરંતુ શુંગ સમયમાં શિલ્પોમાં રેખાનું સામંજસ્ય વધ્યું. પરિણામે શિલ્પમાં ભારે કદ અને એકસરખા ઘાટમાં રેખાઓનું આયોજન થતાં એક પ્રકારની નાજુક સપ્રમાણતા અને વૈવિધ્ય આવ્યાં. વાસ્તવમાં ભારતીય પ્રશિષ્ટ શિલ્પકલાને સમય અહીંથી જ શરૂ થાય છે. આ પ્રશિષ્ટ કલાનો પ્રભાવ ભારતના સમગ્ર પ્રદેશ પર પ્રસર્યો હતો. પરંતુ ભારહુત સાંચી, બોધગયા, મથુરા અને કલિંગ(ઓરિસ્સા)માં તેને વિશેષ પ્રચાર થયેલ જોવામાં આવે છે.
શુંગકાલનાં શિલ્પ બહુધા અંશમૂર્ત સ્વરૂપનાં છે. આ પ્રકારનાં શિલ્પામાં કોઈ એક સમ્માનનીય વિશિષ્ટ વ્યકિત કે દેવતાને કેન્દ્રમાં રાખી તેમના જીવન–પ્રસંગે
Page #68
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા આલેખાયા છે. અંશમૂર્ત શિલ્પમાં કોતરણી ચારે બાજુ થતી ન હોવાથી તથા તેમાં શિલ્પોનું સંયોજન સપાટ ફલક પર થતું હોવાથી ભારતીય શિલ્પકારોએ શિલ્પમાં, જેને “ચોથું પ્રમાણ” (forth dimension) કહે છે, તેને એટલે કે શિલ્પાંકિત પ્રસંગોના કાલ(સમય)ના આલેખન સાથે તેમના વ્યકિતત્વના તાદશ યથાર્થદર્શનનો પ્રશ્ન પણ હલ કરવાનો રહેતો. આ પ્રશ્નનો ઉકેલ આ કાલના શિલ્પકારોએ પોતાની આગવી સૂઝ દ્વારા હલ કરી બતાવ્યો છે. એક જ અંશમૂન શિલ્પમાં સૂચિત પ્રસંગોની પરંપરાના નિરૂપણમાં એમણે પ્રસંગો સાથે સંકળાયેલ પ્રધાન કે કેન્દ્રવતી વ્યકિતનું આલેખન વારંવાર કરી પ્રસંગ–પરંપરાનું સાતત્ય નિરૂપ્યું અને એ દ્વારા યથાર્થ દર્શનનો પ્રશ્ન ઉકેલો. બીજું, જુદા જુદા સમયે, પણ એક જ સ્થળે બનેલા પ્રસંગોનું નિરૂપણ, રામયના વૈવિધ્યને તિલાંજલિ આપી, એક જ સ્થળે બનતા હોવાનું દર્શાવ્યું. એટલે કે શિલ્પના આલેખનમાં સમયના મહત્ત્વ કરતાં સ્થળનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું. અંગ્રેજીમાં “unilocal' કે topographical method તરીકે ઓળખાતી આ રીતિ શુંગકાલીન શિલ્પકારોની આગવી સિદ્ધિ છે.
તાદૃશ દર્શન સિવાય ભારતીય શિલ્પકારોએ ત્રીજા પ્રમાણનો પ્રશ્ન પણ તેમની, આગવી રીતે સિદ્ધ કર્યો. પ્રસંગોના નિરૂપણમાં વિશિષ્ટ અને આગળ પડતી વ્યકિતને મધ્યમાં રાખી બીજી વ્યકિતઓ કરતાં એને મેટા કદમાં નિરૂપવામાં આવી. આ વખતે પાછળ રહેનાર વ્યકિતઓને વિશિષ્ટ વ્યકિતની પાછળના ભાગમાં નાના કદમાં અલ્પ મૂર્ત કરવામાં આવતી. પ્રમુખ વ્યક્તિઓનાં તક્ષણ નીચેની બાજુએ આગળ પડતાં કંડારવામાં આવતાં, જ્યારે ગૌણ વ્યકિતઓને નાના કદમાં ઉપલી બાજુએ કોતરવામાં આવતી. આમ વ્યકિતઓને આગળ પાછળ તથા નાનામોટા કદમાં મૂકી ભારતીય શિલ્પકાર ત્રિપરિમાણના પ્રશ્નો હલ કરતા.
શક-કુષાણકાલમાં મથુરા, તક્ષશિલા અને અમરાવતી તથા નાગાર્જનીકાંડાનો નૂતન કલાકેન્દ્રો તરીકે વિકાસ થયો. મથુરામાં મથુરાશૈલી, તક્ષશિલા અને ત્યાંથી સ્વાત નદીની ખીણ સુધીના પ્રદેશમાં ગંધાર શૈલી અને અમરાવતી તથા નાગાજુનીકડાનો વિસ્તાર આવરી લેતા પ્રદેશમાં વૃંગી (આન્ધ) શૈલી વિકસી. આ કાલમાં ગુજરાતમાં પણ ગંધાર અને મથુરાની કલા શૈલીઓના પ્રભાવવાળી વિશિષ્ટ કલા શૈલી શામળાજીમાં ખીલી હોવાનું જણાય છે.
આ શક-કયા કલામાં ઈરાની, ગ્રીક અને ભારતીય પ્રવાહોનો સંગમ થયેલો! જોવા મળે છે. આમાં ભારતીય પ્રવાહ પહેલેથી પહોળો, ઊંડો અને વેગવાન હતો. ધીમે ધીમે એણે અન્ય પ્રવાહોને પોતાનામાં સમાવી દીધા. આમ આ કાલના અંતમાં એક સાર્વત્રિક પ્રસારક્ષમ ભારતીય શિલ્પશૈલીનું નિર્માણ થયું.
Page #69
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
શક-કુષાણ કાલ દરમ્યાન અંશમૂર્ત અને પૂર્ણ બંને પ્રકારનાં શિલ્પા થવા લાગ્યાં. મથુરાનાં રાતા રવાદાર પથ્થરનાં, ગંધારના સ્કેટિયા પથ્થરના અને વેંગીનાં સફેદ ચૂનાના પથ્થરનાં બનેલાં શિલ્પા એક બીજાથી તરત જુદાં પડી જાય છે. ગંધાર અને વેગીનાં શિલ્પા બૌદ્ધ ધર્મનાં વાહક છે, જ્યારે મથુરામાં બૌદ્ધ ઉપરાંત જૈન અને બ્રાહ્મણ ધર્મનાં શિલ્પા મોટા પાયા પર બન્યાં છે.
.
બુદ્ધની મૂર્તિ એ કુષાણકલાની મેટી ભેટ છે. બુદ્ધને માનુષદેવતા માની તેમના પૂર્વ જન્માને બોધિસત્ત્વ તરીકે લેતાં મૂર્તિપૂજાના બૌદ્ધ ધર્મમાં પ્રસાર થયો. પ્રાચીન યક્ષ મૂર્તિઓના આધારે મથુરામાં બનેલી બોધિસત્ત્વ અને બુદ્ધ-મૂર્તિઓ એના પ્રાચીનતમ નમૂના જણાય છે. ગંધારમાં પણ ગ્રીકલાના પ્રભાવવાળી ગંધારશૈલીએ બાધિસત્ત્વા અને બુદ્ધની મૂર્તિએ બની. એમ લાગે છે કે શકકુષાણ કાલમાં બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ-ત્રણેય ધર્મમાં મૂર્તિપૂજાના વ્યાપક પ્રસાર થતાં ધર્માચાર્યોની પ્રેરણા અનુસાર કલાસિદ્ધો પ્રચલિત લોકકલાના આધારે ધર્માનુકુલ દેવમૂર્તિએ કંડારતા ગયા. બીજી બાજુ ધાર્મિક વાસ્તુમાં તેઓ પ્રચલિત પ્રતીકો ઉપરાંત લોક
જીવનનાં આનંદ અને ઉલ્લાસનાં અભિનવ દૃશ્યો પ્રયાજતા ગયા. આમ તત્કાલીન કલામાં ધાર્મિક અને સાંસારિક જીવનનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
મથુરાની કુષાણકલા ભારતીય કલાના ઈતિહાસનું અગત્યનું સેાપાન છે. ઉત્તરકાલમાં જે પ્રતીકો અને મૂર્તિવિધાન માટે આવશ્યક તત્ત્વો ગણાયાં તે લગભગ બધાં આ કલામાં વ્યકત થયાં છે. એની કલાકૃતિઓમાં કદાવર તથા ભરાવદાર કાયામાં સરળ પાર્થિવ ભવ્યતાની અભિવ્યકિત થાય છે. ગંધારની અલંકૃત શૈલીમાં દેહસૌષ્ઠવને સપ્રમાણ બનાવવા તરફ વિશેષ લક્ષ અપાયુ છે. એના અંગવસ્ત્રાદિની અભિ વ્યકિતમાં ગ્રીક કલાની અનેાખી અસર વરતાય છે. વે`ગીની શિલ્પકલા ભવ્ય અને ઉત્કૃષ્ટ છે. એમાં પાર્થિવ સરળતા અને ગંભીરતાંના દર્શન થાય છે. મથુરા અને વેંગીની કલામાં રોમન સામ્રાજ્ય સાથેના સંપર્કની (આંશિકપણે આર્થિક અને સાંસ્કૃતિક) અસર વરતાય છે.
અહીં સાંચી, ભરદ્ભુત, બાધગયા, ઓરિસ્સાનાં ઉદયગિરિ તથા ખંડિંગરિ, ગંધાર, મથુરા, ગુજરાત, દખ્ખણ અને આન્ધ્રનાં પ્રસ્તુત કાલનાં શિલ્પાની વિગતવાર ચર્ચા અભિપ્રેત છે.
૨) સાચીની વેદિકા અને તારણા પરની શિપસમૃદ્ધિ
મધ્ય ભારતમાં ભરપાલ પાસે આવેલ સાંચીના મૂળ સ્તૂપ મૌર્યકાલીન હતા. - એ ઈંટેરી સ્તૂપના વ્યાસ હાલના સ્તૂપ કરતાં લગભગ અડધા હતે. આ મૂળ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ: અનુમોર્યકાલીન શિલ્પકલા સૂપ પર પથ્થરનું આચ્છાદન (encasing) શુંગાલમાં કરવામાં આવ્યું તથા તેને વિસ્તાર પણ બમણો કરવામાં આવ્યો. એના સૌથી ઉપરના અર્ધઅંડાકાર મથાળાને છેદીને સપાટ બનાવી તે પર તેની હર્મિકા ઊભી કરવામાં આવી ને એની વચ્ચે ત્રિદલ છત્ર ઊભું કરવામાં આવ્યું. સૂપને ફરતો (અસલ લાકડામાં થતો હતો તેવા જ ઘાટનો) કઠેડો પથ્થરમાંથી બનાવેલો જોવા મળે છે. એમાં ઊભી અને આડી પથ્થરની જાડી છાટો એકબીજી સાથે જોડી દીધી છે. આ છાટો જ્યાં એકબીજાને કાટખૂણે છેદે છે ત્યાં કમળ, વેલ, વગેરેની ભાતો કોતરેલી છે ને કઠેડાની ખંભિકાઓ પર મૂર્તિશિલ્પો કોતરેલાં છે. સ્થાપત્યની પરિભાષામાં આ કઠેડાને “વેદિકા” કહે છે. અહીંનાં તોરણે બે ઊભા ચોરસ થાંભલા અને તે પર કમાનને બદલે જરાક બાહ્યગાળ ઘાટની સમાંતર ત્રણ પીઢો ગોઠવીને બનાવેલાં છે. તોરણોના બંને થાંભલા અને આડી પીઢો ચારે બાજુએથી શિલ્પથી વિભૂષિત છે.
સ્તપનું મુખ્ય તારણદ્વાર દક્ષિણ દિશામાં છે ત્યાં અશકે એક સ્તંભ ઊભે કર્યો હતો, જે હાલમાં ત્યાં જમીન પર પડ્યો છે.) દક્ષિણનું તોરણ દ્વારા સૌથી પ્રથમ બંધાયું હતું. આના ઉપર આધૂના રાજા શ્રી સાતકણી (ઈ. સ. પૂ. ૧ લી સદીને ઉત્તરાર્ધ)ના કારીગરોના ઉપરી આમદ (આનંદ ની ભેટનો લેખ છે. પ્રથમ દક્ષિણનું પછી ઉત્તરનું પછી પૂર્વનું અને છેલે પશ્ચિમનું તોરણ દ્વાર બન્યું. એમની વચ્ચે ભાગ્યે જ ચાળીસેક વર્ષને ગાળો પડે છે. ઘાટ અને કોતરણીની દૃષ્ટિએ આ બધાં તોરણદ્વારા એક સરખાં લાગે છે. સ્તંભોને ચોગરદમ શિલ્પકૃતિઓથી ભરી દીધેલા છે. એની ટોચ ઉપરના ભાગોમાં બૃહત કા ઠીંગણા યક્ષો, હાથીઓ અને કમલની આકૃતિઓ કોતરેલી છે. નીચેનો ભાગ યક્ષિણીઓ, ઘોડેસવારો, અને મહાવત સહિત હાથીઓથી અલંકૃત છે.
ઉત્તર તરફનું તેરણાર સૌથી સારી સ્થિતિમાં છે. થાંભલાની ઉપર હાથીએ અને હાથીઓની બંને બાજુએ કમાન પર આમ્રવૃક્ષને અઢેલીને ઊભેલી વિલાસયુકત યક્ષિણીઓનાં મનહર લાવણ્યસ્વરૂપો પ્રગટ કરતાં શિલ્પો છે. આમાં દેવદ્યારે હાથી ઝૂલી રહ્યા છે અને યક્ષિણીઓ દ્વારપાલિકાઓ છે તેવી ચારૂં કલ્પના છે. આ આકૃતિઓ નિર્વસ્ત્ર લાગે છે પરંતુ તેઓને કંકણ, હાર, કટિમેખલા ઝાંઝર વગેરે આભૂષણો અને કમર અને ઢીંચણ સુધીના ભાગમાં બારીક પારદર્શક વસ્ત્ર પહેરાવેલું છે. તોરણની બીજી કમાનના બે છેડે વાઘ અને ત્રીજી એટલે કે નીચેથી ગણતાં સૌથી ઉપરની કમાનના છેડે પાંખોવાળા સિંહોનાં શિલ્પ છે.
તોરણની સૌથી ઉપરની પીઢ યા કમાન ઉપર બે વજ, બે યક્ષો અને એક ચકનાં શિલ્પ હતાં. એમાંથી અડધું ચક્ર અને એક યક્ષ ભાંગી ગયાં છે. ચક્ર એ.
Page #71
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
બૌદ્ધ ધર્મની સંજ્ઞા છે. અને વજના ત્રણ પાંખા યા ફળામાં બૌદ્ધ ધર્મને અભિપ્રેત ત્રિરત્ન-બુદ્ધ, ધર્મ અને સંઘ-નું પ્રતીક આલેખાયું છે. કમાનોની વચ્ચેના ગાળામાં ઘોડેસવારો, સિંહો, હાથીઓ વગેરે ઊભેલાં છે. થાંભલાની ચારે બાજુએ તેમજ પીઢોની બંને બાજુએ બૌદ્ધ જાતકકથાઓના અનેક પ્રસંગોનાં આલેખન છે. બુદ્ધના જીવનના મુખ્ય બનાવો અને અગત્યનાં વૃત્તાંત પણ છે. આ સિવાય - બુદ્ધના આ કે પૂર્વજન્મ સાથે સંબંધ ધરાવતાં વૃક્ષો, સ્તૂપો, ખરાં કે કાલ્પનિક
પશુપંખીઓ, ગંધર્વો અને અન્ય શુભસૂચક વિવિધ પ્રકારનાં પુષ્પો અને વેલાઓ વડે તે સુશોભિત બનાવેલાં છે.
સાંચીની તમામ શિલ્પકલામાં એક વસ્તુ ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને - તે એ છે કે કોઈ પણ સ્થળે બુદ્ધની મૂર્તિ નથી. શુંગકાલીન શિલ્પમાં બોધિસત્ત્વ - તરીકે બુદ્ધને જ્યાં દર્શાવવાના હોય છે, ત્યાં તેમને મનુષ્ય દેહે કોતરવામાં આવેલ છે,
પરંતુ બુદ્ધ તરીકે તેમનું નિરૂપણ મનુષ્ય દેહે પણ વિવિધ સંકેતો (symbols)–બોધિવૃક્ષ, વજસન, છત્ર, પગલાં, ચક્ર, સૂપ વગેરે દ્વારા થયું છે. ઈસુની ૩ જી સદી સુધી આ નિયમ બરાબર પળાયો છે.
સાંચીનો સ્તૂપની વેદિકા અને તોરણ પરનાં અલંકરણ-શિલ્પો મુખ્યત્વે ચાર - પ્રકારનાં જણાય છે. :
૧) બુદ્ધના જીવનની ઘટનાઓ તથા જાતકકથાઓ ૨) યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ ૩) પશુ-પક્ષીની આકૃતિઓ અને ૪) કુલવેલની ભાત.
બુદ્ધના જીવનની ઘટનાઓમાં મુખ્યત્વે ચાર ઘટનાઓ અહીં આકાર પામી છે. - ૧) બુદ્ધજન્મ, ૨) જ્ઞાનપ્રાપ્તિ, અથવા સોધિ, ૩) ધર્મચક્રપ્રવર્તન અને ૪) - પરિનિર્વાણ. બુદ્ધના જન્મનું અંકન કમલ અથવા પૂર્ણ ઘટમાં નીપજતાં પધસ્વરૂપમાં
આલેખાયું છે. કેટલાંક દશ્યમાં માયાદેવી પૂર્ણવિકસિત કમલ પર નિરૂપાયાં છે. કયાંક તે પ્રસવની તૈયારીમાં હોય તેમ આસન પર સૂતેલ અવસ્થામાં છે. એક જગ્યાએ શ્રીલક્ષ્મી નાગો દ્વારા અભિષેક પામતી આલેખાઈ છે. સમ્બોધિનું આલેખન કેવળ પીપળ વૃક્ષ કે તેની સામે મૂકેલા આસન દ્વારા વ્યકત થાય છે. - સમ્બોધિનાં કેટલાંક દૃશ્યોમાં ઉપાસકો આસન કે પીપલવૃક્ષને ઉપહાર દેતા બતા
વ્યા છે. ધર્મચક્રપ્રવર્તનનો પ્રસંગ વારાણસીના મૃગદાવ વનમાં બન્યો હતો. આ પ્રસંગનું નિરૂપણ ચક્રને આસન પર દર્શાવીને કે સ્તંભ પર મૂકીને કર્યું છે. - મગદાવ બતાવવા માટે સંકેતરૂપે બે હરણ મૂકેલાં છે. પરિનિર્વાણને સંકેત તૂપ કે પગલાંનાં આલેખન દ્વારા થયો છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
૬૩
ભરતનાં તોરણતારો પર જે પ્રકારના લોકપાલોની મૂર્તિઓ મળી છે, તેવી સાંચીનાં તોરણદ્વાર ઉપર પણ છે. યક્ષ-યક્ષિીની મૂર્તિ તોરણની આડી પીઢો કે બે પીઢોની વચ્ચેના ગાળામાં તથા સૌથી ઉપરના મથાળા પર અંકિત થયેલ છે.
પશુ-પક્ષીઓનાં શિલ્પો વાસ્તવિક તેમજ કાલ્પનિક અને મિશ્રસ્વરૂપનાં જોવામાં આવે છે. કેટલાંક પશુઓની પીઠ પર આરોહક માનવશિપે છે. તેમાં કેટલાક પરદેશી-શક, તુષાર વગેરે જાતિના હોય તેમ તેમની વેશભૂષા અને આભૂષણો પરથી લાગે છે.
ફૂલવેલની ભાતનાં આલેખનો સાંચીમાં ઉત્તમ કોટિનાં છે અને તે બધાં ભારતીય છે તેમજ હુબહુ સ્વરૂપે અંકિત થયાં છે. દક્ષિણના તેરણ પરની મુચકુંદ પુષ્પલતા તથા પશ્ચિમ દ્વાર પરની, અંગુરીલતા (દ્રાક્ષલતા)નાં અંકન છે. આ બધામાં કમલની વિવિધ કોટિ તથા ભંગી વ્યાપક સ્વરૂપે વ્યકત થઈ છે. ધારસ્તંભોની બહારની કિનાર પરના કમલગુચ્છોનાં આલેખને ચિત્તાકર્ષક છે. કલ્પલતા અને વૃક્ષમાં પણ આ યોજના છે. સિંહ અને વ્યાલનાં શિલ્પ આરોહક સાથે અંકિત થયાં છે.
દક્ષિણ તરણ સર્વપ્રથમ નિર્માયું છે. તેરણની સૌથી ઉપરની પીઢના અગ્રભાગે મધ્યમાં કમલવનમાં ઊભેલી શ્રીલક્ષ્મીની મૂર્તિ છે. તેના પર બે હાથી બંને બાજુએ ઘટજલાભિષેક કરી રહ્યા છે. આ જ રણની મધ્યપીઠના અગ્રભાગે રામગામને સૂપ અંકિત થયો છે. રાજા અશોક સ્તપના દર્શનાર્થે રથમાં ચઢીને આવે છે. તેની પાછળ ગજદળ અને પાયદળ છે. સ્તૂપનું નાગદેવતા રક્ષણ કરી રહ્યા છે. સ્તૂપની બંને બાજુએ માલધારી કિન્નરોનાં શિલ્પો છે. રક્ષક નાગનાગિણી જલમાંથી પ્રગટ થતાં હોવાની મુદ્રામાં અંકિત કરેલાં છે. આ જ પીઢની ડાબી બાજુએ એક હાથી કમલવનમાં હાથણીઓ સાથે ક્રીડા કરી રહ્યો છે (હસ્તિજાતક). મધ્ય પીઢના પૃષ્ઠભાગે ભવનની બારીમાં ઊભેલ નારીવૃંદ કુતુહલપૂર્વક દષ્ટિપાત કરી રહ્યું છે. આ જ તરણની સૌથી નીચેની પીઢ પર નીચા કદનો લંબોદર કુભાડ (કીચક) છે. હાથમાં મુકતામાળા ધારણ કરતાં આ મૂર્તિ-શિલ્પોના મુખમાંથી પઘલતા પ્રગટ થતી દર્શાવી છે. કુમ્ભાગ્ડના અધિપતિ વિરુઢક દક્ષિણ દિશાના સ્વામી છે. તેમનું શિલ્પ તથા તેમના અનુયાયી કભાઠેનાં અનેક શિલ્પ આ તોરણદ્વાર પર અંકિત થયાં છે. આ તેરણદારની સૌથી ઉપલી પીઢના પૃષ્ઠ ભાગે વળી ચાર વૃક્ષોને અંતરિત ત્રણ સૂપનાં આલેખન છે. તેમની નીચે દેવ અને મનુષ્યો દ્વારા પ્રજિત આસનો
Page #73
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
(બાધિમણ્ડા) છે. આમ ચાર વૃક્ષ અને ત્રણ સ્તૂપ સત્ર માનુષી બુદ્ધોનાં પ્રતીક છે. વૃક્ષમાં ક્રમશ: શિરીષ, ઉદુમ્બર, ન્યુગ્રોધ (વડ) અને કપિન્થ (પીપળા) છે. મધ્યના સ્તૂપના અડભાગ પર સાતકી રાજાના સ્થપતિ આનદના લેખ છે. તારણની મધ્યની પોઢના પૃષ્ઠભાગે છદત જાતક આલેખાઈ છે. સૌથી નીચેની પીઢના પૃષ્ઠભાગે ધાતુયુદ્ધનુ અંકન છે. ત્રણે પીઢોના મથાળે ધ ચક્રોનું આલેખન છે. તદુપરાંત કમળ, બોધિવૃક્ષ, બુદ્ધત્રયપૂજા વગેરેનાં અલંકરણા છે. તારણના ચારસ સ્ત ંભાની ચારે બાજુએ અનેક દૃશ્યા કોતરેલાં છે. રથમાં બેઠેલા સમ્રાટ અશાક બેાધિવૃક્ષની પૂજા અર્થે આવે છે તે દૃશ્ય, બુદ્ધનુ ચૂડામહ (એટલે બુદ્ધના કેશ, અને ઉષ્ણીષની પૂજા, જે ભરહુતમાં પણ છે), ત્રયત્રિંશના દેવાનુ બુદ્ધના કેશનું પૂજન, ઇન્દ્ર અને ચિનુ` ચૂડા પૂજાઅર્થે અશ્વ, ગજ અને પાયદળ સાથેનુ અવતરણ, કલ્પવૃક્ષની ડાળમાંથી વસ્ત્રાભૂષણ તથા મિથુન યુગલાનું પ્રાકટય, મિથુનની ચારે બાજુએ પુષ્પ, ફળ, સિંહ, વગેરે અંકિત છે. સ્ત્રીના પગ પાસે બે સુંદર નૂપુર પડયાં છે. તે હાથમાં મંગલસૂત્ર લઈ બેઠી છે. એની નીચેની બીજી એક મિથુન મૂર્તિ વીણા વગાડતી દર્શાવી છે. કલ્પવૃક્ષની છાયામાં બેઠેલ મિથુન નૃત્યારંભ જોવામાં તલ્લીન છે. દક્ષિણદ્વારના બીજા સ્તંભ પર બોધિવૃક્ષ અને નાગરાજ મુલિંદનું ચાર નાગણીઓની સાથે અંકન છે. ચાર લોકપાલાચાર અનુચરો સાથે બુદ્ધને ભિક્ષાપાત્ર અર્પણ કરતા દર્શાવ્યા છે. એક દૃશ્યમાં કપિત્થ બોધિવૃક્ષને એક સ્ત્રી દંડવત પ્રણામ કરી રહેલ આલેખી છે. બેાધિમણ્ડ (આસન) પર પાથરવાનુ ઘાસ લઈને ઊભેલા ઘસિયારાનું દૃશ્ય પણ છે. ઉપાસકો હાથમાં ઝારી લઈને ઊભા છે. આ દક્ષિણદ્વારના સ્ત ંભાના મથાળે સિંહસંઘાટ અને ઉત્તર તથા પૂર્વ તરફના દ્વારસ્ત ંભા પર ગજસ ઘાટ અને કીચકોનાં શિલ્પા છે.
૬૪
ઉત્તર-તારણ પરનાં શિલ્પા વિશેષ સુરક્ષિત સ્થિતિમાં છે. તેની સૌથી ઉપરની પીઢ પર સાત મૂર્તિઓ હતી, વચમાં ધર્મચક્ર અને તેની બન્ને બાજુએ એક અનુચર યક્ષનાં શિલ્પા તથા ત્રિરત્ન અને સપક્ષસિંહનાં શિલ્પા હતાં. સ્તંભાની કિનારી પર બારીક દ્રાક્ષલતાની કોતરણી છે. આ પીઢના મુખ ભાગ પર એકાંતરે સ્તૂપે અને બોધિવૃક્ષાનાં પ્રતીક દ્વારા સાત માનુષી બુદ્ધોના સંકેત નિરૂપાયે છે. (આ પ્રકારનાં અંકના બધાં જ તારણ પર છે.) વચલી પીઢ પર સાત બોધિવૃક્ષ ફરી અંકન પામ્યા છે. મધ્ય પીઢના મથાળે સ્તંભિકાઓની વચ્ચે ચાર અશ્વારોહી મૂર્તિઓ છે. અશ્વારોહૌઆની છાતી પર શ્રીવત્સનાં માંગલિક ચિહ્ન છે. મધ્યની સ્તંભિકા પર વેદિકાથી સુરક્ષિત “ચક્રધ્વજ” છે. વેદિકાના બંને ખૂણા પર પણ ચક્રો અંકિત કરેલાં છે. આ તારણની સૌથી નીચેની પીઢ પર સાંચીની કલાનાં સર્વોત્તમ દૃશ્યો કોતરેલાં છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિપિકા આમાં વેસ્સન્તર જાતકનું પરિપૂર્ણ આલેખન (દાનપારમિતા), પીઢના મુખભાગ તથા પૃષ્ઠ ભાગ પર થયેલ છે. ત્રણે પીઢમાં પદ્માસનસ્થ ગજલક્ષ્મીનાં શિલ્પ છે. એમાં હાથી સનાલ કમલ ઉપર ઊભેલા દર્શાવ્યા છે. ગજલક્ષ્મીની બાજુમાં આમ કે અશોક વૃક્ષની શાખાઓનું આલંબન લઈને ઊભેલી વૃક્ષકા-સ્ત્રીઓ (પાછલા સમયની શાલભંજિકાઓ) છે. સૌથી ઉપરની તેમજ સૌથી નીચેની પીઢોના પૃષ્ઠ ભાગ પર છદન્તજાતક, હસ્તિવૃંદની બોધિવૃક્ષપૂજા, મારઘર્ષણ વગેરે દશ્યો કોતરેલાં છે. આ જ તોરણના બે સ્તંભ પૈકી એક પર શ્રાવસ્તીમાં આમ્રવૃક્ષ નીચે બુદ્ધ કરેલો ચમત્કાર, (આકાશગામી બુદ્ધના મસ્તક પર જલધારાની વર્ષા અને પગમાંથી પ્રકટતી અગ્નિજ્વાળાએ), અનાથપિંડકે રાજકુમાર જેત પાસેથી ખરીદી બુદ્ધને વાડી અર્પણ કરી તે દૃશ્ય, બુદ્ધનું આકાશગામી સંક્રમણ અને ભૂમિ પર ઊભેલ પ્રસેનજિત તથા તેના અનુચરો, રાજા પ્રસેનજિત બુદ્ધને મળવા શ્રાવસ્તી નગરદ્વારેથી જેતવન તરફ પ્રયાણ કરે છે તે દશ્ય તથા ઉત્તર કુરુ પ્રદેશનું દશ્ય (જે સામાન્યત: અત્યાર સુધી ઇન્દ્રસભા મનાતું તે), ઈન્દ્રશૈલ ગુફામાં બેઠેલા બુદ્ધના દર્શનાર્થે ઇન્દ્રાગમન, અજાતશત્રુનું જીવક સાથે આમ્રવન તરફનું પ્રયાણ, તેમજ સ્તૂપના આલેખન દ્વારા બુદ્ધના પરિનિર્વાણનું દશ્ય કોતરેલું છે. સ્તંભો પૈકીના ડાબી બાજુના સ્તંભ પર ૧૧ સૂર્ય, ચક્ર, પદ્મસર, અંકુશ, વૈજ્યન્તી, પંકજ, મીનયુગલ, શ્રીવત્સ, પરશુ, દર્પણ અને કમલ ને જમણી બાજુના તંજ પર ૧૩ માંગલિક ચિહનો કમલ, અંકુશ, કલ્પવૃક્ષ, દર્પણ, શ્રીવત્સ, વૈજ્યન્તી, મીનયુગલ, પુષ્પસ, ચક્ર તથા અન્ય બે ચિહનો અંકિત થયાં છે. આ સિવાય આ તેરણના સ્તંભ પર ત્રયન્નિશ દેવના સ્વર્ગમાંથી બુદ્ધનું અવતરણ, બુદ્ધનું અભિનિષ્ક્રમણ, શાકોનું ધર્મ પરિવર્તન અને કપિલવસ્તુમાં બુદ્ધનું આગમન, બુદ્ધના ધાતુ-શારીરિક અવશેષોની વહેંચણી, સ્તૂપનિર્માણ, વાનર બુદ્ધને મધને પ્યાલો આપે છે વગેરે દશ્યો કોતરેલાં છે.
પૂર્વ-તેરણનો ઘણો ભાગ ખંડિત થયેલ છે. ઉપરનાં ઘણાંખરાં શિલ્પોથી તે વિભૂષિત છે. અલંકરણ પણ એના એ જ છે. સૌથી ઉપરની પીઢ પર સ્તૂપ અને બોધિવૃક્ષ–સૂચિત સાત માનુષી બુદ્ધ, મધ્યની પીઢ પર અભિનિષ્ક્રમણ અને નીચલી પીઢ પર અશોકનું રાણી તિસરકિષ્ની સાથે બોધિવૃક્ષના દર્શન અર્થે આવવાનું દશ્ય છે. રાજદંપતી ઝારીમાંથી જળસિંચન કરી સૂકાયેલા બોધિવૃક્ષને નવપલ્લવિત કરે છે. તે સાંકેતિક દૃશ્ય છે. આ પીઢ ઉપર મયૂરસંઘાટનું શિલ્પ (મૌર્યવંશી અશોકનું સૂચન) છે. આ જ પીઢના પૃષ્ઠ ભાગે હસ્તિવૃંદ દ્વારા બુદ્ધિપૂજા આલેખિત થયેલી છે. ખંભે પૈકી ડાબી બાજુના સ્તંભ પર સંબોધિ, સંક્રમણ, અશોક દ્વારા ચેતરફ બંધાયેલી વેદિકા વગેરે દશ્યો છે. આ દશ્યમાં બોધિવૃક્ષની ડાળીઓ ચોતર ભા. પ્રા. શિ. ૫
Page #75
--------------------------------------------------------------------------
________________
લિસ્તીય કાકીન શિહ૫ક ફેલાયેલી છે, જે સંબોધિનું પ્રતીક છે. વૃક્ષની જમણી બાજુએ ચાર દિશાના ચાર લોકપાલ અંજલિમુદ્રામાં ઊભેલા છે. એક દશ્યમાં બુદ્ધ જલ પર ચાલતા દર્શાવ્યા છે. રાજા બિંબિસારનું બુદ્ધના દર્શનાર્થે રાજગૃહ બહાર નીકળવું, ઉરૂવલ્લીમાં બુદ્ધના દર્શનાર્થે આવેલા ઇન્દ્ર અને બ્રહ્મા તેમજ કાશ્યપ મુનિની અગ્નિશાલામાં બુદ્ધનો સર્ષવિજય વગેરે દો કોતરેલાં છે. બીજા એક દશ્યમાં કાશ્યપનું ધર્મ પરિવર્તન અંકિત થયું છે. જમણી બાજુના સ્તંભ ઉપર ૧) ચાતુર્માહરાજિક લોક, ૨) ત્રયસ્ત્રિાંશ દેવલોક (અધિપતિ ઇન્દ્ર), ૩) યમલોક, ૪) તુલિનદેવસ્વર્ગ (હાલના બોધિસત્વ મૈત્રેયનું નિવાસસ્થાન), ૫) નિર્માણરતિ સ્વર્ગ (એ સ્વર્ગ કે જ્યાં દેવો નિર્માણકાર્યમાં રત રહે છે.) ૬) પરિનિર્મિત વશવર્તિને સ્વર્ગ (મારના સ્વામીત્વવાળી સૃષ્ટિ) અંકિત થયેલાં છે. અહીં પ્રત્યેક લોક રાજપ્રાસાદની ભૂમિના સ્વરૂપમાં અંકિત થયેલ છે. આ ઉપરાંત શ્યામ જાતક, મહાકપિ જાતક વગેરે કોતરેલાં છે.
પશ્ચિમ-તારણ પર સાત બુદ્ધો, મૃગદાવનું ધર્મચક્ર પ્રવર્તન, છતાતક, અસ્થિયુદ્ધો, મારપ્રલોભન વગેરે દો કોતરેલાં છે.
સાંચીના મહાતૂપ સિવાય સ્તૂપ નં. ૨ પણ અગત્યનું છે. તેના પર પણ મહાસતુપ જેવાં શિલ્પાંકન થયેલાં છે. એમાં પ્રતીકપૂજાના સંદર્ભમાં ધર્મચક્રને એક પીઠ ધરાવતા ચાર હાથીઓ, ધારણ કર્યાનું અંકન (આકૃતિ ૧૬) અશોકના સારનાથ સ્તંભશીર્ષની યાદ આપે છે.
સાંચીની શિલ્પકલાની વિશેષતા ઉત્તરકુરુ પ્રદેશના આનંદવિભેર જીવનના આલેખનમાં રહેલી છે. સુખી મિથુન, કલ્પવૃક્ષની છાયામાં નૃત્ય-ગીત, તથા ખાનપાનના આનંદમાં જીવન વ્યતીત કરતાં હોવાનું ચિત્રણ છે. ઉત્તરકુરુ પ્રદેશને બૌદ્ધોએ સ્વર્ગીય પ્રદેશ માન્યો હોવાનું જણાય છે. ભારહુતના તેરણની પીઢ મકરંકિત છે. તે શિલ્પો “શિશુમારાશિર” તરીકે ઓળખાય છે. પણ સાચીનાં તોરણોની પીઢ પર આ કલ્પનાને મળતાં અનેકવિધ પશુસંઘાટો આકાર પામતાં જણાય છે. દા. ત. અશ્વસંઘાટ, ગજસંઘાટ, મૃગસંઘાટ, વૃષસંઘાટ, સિંહસંઘાટ. શ્રીલક્ષ્મીની પૂજા સાંચી-તૂપના સમયથી ચોકકસ આકાર પામતી જણાય છે. ત્યાં એ સર્વપ્રથમ સમૃદ્ધિની દેવી તરીકે શિલ્પોમાં નિરૂપાઈ છે. ઉત્તરકુરુ પ્રદેશના પ્રતીક કલ્પવૃક્ષમાં તેનું નિરૂપણ માત્ર સુવર્ણમાલાને યષ્ટિ પર ટીંગાડીને થતું દર્શાવ્યું છે તે મંગલમાલાઓ અહીં શ્રીલક્ષ્મીના સ્વરૂપે પ્રકટ થાય છે.
(૩) ભરડુતની વેદિક અને તોરણ પરનાં શિલ મધ્યપ્રદેશના ભરત નામે સ્થળે એક શૃંગકાલીન સ્તૂપ આવેલો હતો. આજે તે એ લુપ્ત થયો છે પણ તેના અવશેષ લકત્તા, સતના, વારાણસી, મુંબઈ વગેરે
Page #76
--------------------------------------------------------------------------
________________
૫ : અનુમૌર્યકાલીન શિલ્પકલા સ્થળોએ મ્યુઝિયમમાં સંગૃહીત છે. ભરડુતની વેદિકાના સ્તંભ અષ્ટકોણીય છે. તેમની મધ્યમાં પૂર્ણ વિકસિત કમલ અને ઉપર તથા નીચેના ભાગમાં અર્ધપ્રકુલ્લિત (અર્ધવૃત્તાકાર ઘાટમાં) કમલ કોતરેલાં છે. કમલની આકૃતિમાં કર્ણિકા, પાંખડી, પદ્મપત્રગુચ્છ, પદ્મપત્ર અને પદ્મનાલ એમ વિવિધ અંકને લેવામાં આવે છે. આ સ્તંભો પર વિધવિધ પશુપક્ષીઓની આકૃતિઓ પણ કોતરેલી છે તેમજ બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં અનેક દશ્યો કોતરેલાં છે. કેટલાક સ્તંભો પર નાગ, પક્ષ તથા લોકદેવતાઓનાં આલેખનો છે. એક સ્તંભ પર એક સૈનિકની સુંદર મૂર્તિ છે. સ્તંભ પર જે જાતકકથાઓનાં દશ્યો અંકિત કરેલાં છે તે દરેકની નીચે તે જાતકનું નામ કોતરેલું છે. એક દશ્યમાં માયાદેવીનું સ્વપ્ન અંકિત કરવામાં આવ્યું છે (આકૃતિ ૧૫). જેમાં એક હાથી સ્વર્ગથી ઊતરી દેવીના ગર્ભમાં પ્રવેશ કરતો દર્શાવ્યો છે. આ દશ્યને બૌદ્ધ સાહિત્યમાં “અવકાતિ” તરીકે વર્ણવેલ છે. ખંભે પર સાત માનુષી બુદ્ધ અને તેમની સાથે સંબંધ ધરાવતાં બોધિવૃક્ષો કોતરેલાં છે. તે દરેકની નીચે નામ આપ્યાં છે. સ્તંભે કાષ્ઠકૃતિઓના અનુસરણમાં પાષાણમાંથી બનાવેલા છે. તેનાં કેટલાંક લક્ષણો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલાક સ્તંભ પરની કમલાકૃતિઓ કે પુષ્પાકૃતિઓ પર હાથી, સપક્ષ અશ્વ(પાંખાળા ઘોડા), વાનર, મોર, જંગલી પોપટ, અને ફલપંકિતઓ કે ફલથી લચી પડતી ડાળીઓનાં આલેખન કરેલાં છે. વેદિકાના સ્તંભોની જેમ તેની સૂચિઓ પર પ્રફ લ્લિત કમલપુષ્પો અંકિત કરેલાં છે. તેમાંના કેટલાક પર જાતક કથાઓનાં દશ્યો, અને તૂપ, બોધિવૃક્ષ, ધર્મચક્ર વગેરે ચિહૂ કોતરેલાં છે.
તોરણદ્વારના સ્તંભ પરનાં શિલ્પોનું વૈવિધ્ય નોંધપાત્ર છે. આ સ્તંભ પર યક્ષ-યક્ષિણી, દેવો અને ચાર દિશાના રક્ષકો અંકિત કરવામાં આવ્યા છે, દા. ત. ઉત્તરદ્વાર પર કુબેર યક્ષ અને ચંદ્રાયક્ષિણી, દક્ષિણ દ્વાર પર નાગરાજ ચક્રવાક અને ચુલકાકા દેવી અંકિત કરેલાં છે. સ્તંભો પર બુદ્ધના જીવન સાથે સંબંધ ધરાવતાં કેટલાંક દશ્યો પણ કોતરેલાં છે. દા. ત. રાજા અજાતશત્રુ બુદ્ધના દર્શને આવે છે તે દશ્ય, નાગરાજ એલાપત્ર દ્વારા બોધિવૃક્ષની વંદના, કોસલરાજા પ્રસેનજિત દ્વારા ધર્મચક્ર આયાતનમાં પૂજા, જંગલી હાથીઓ દ્વારા અશ્વત્થ કાશ્યપની બુધ્ધ તથા બોધિવૃક્ષની પૂજા. ”
ભરતની વેદિકા અને રણ પરનાં શિલ્પોને નીચેના વિભાગમાં વહેંચી શકાય તેમ છે. :
૧) દેવયોનિ(યક્ષ, દેવતા, નાગ, અપ્સરા), ૨) મનુષ્યવર્ગ (રાજા, ધાર્મિક પુરૂષ), ૩) પશુ, ૪) વૃક્ષ અને ફૂલ, ૫) ઉત્કીર્ણ મૂર્તિઓ તથા ઉત્કીર્ણ શિલા
Page #77
--------------------------------------------------------------------------
________________
-- ભારતીય પ્રાચીન શિલ્પકલા પટો જેમાં ૨૩ જાતક કથાઓ, ૬ એતિહાસિક-દો, વિવિધ પ્રકારના લેખ સાથેનાં દશ્યો, તથા હાસ્યલંગનાં દશ્યો, ૬) પૂજ-ચિહ્નો(સ્તૂપ, ચક્ર, બોધિવૃક્ષ, પાદુકા, ત્રિરત્ન વગેરે, ૭) અલંકરણાત્મક ચિહ(કલ્પવૃક્ષ, લતા વગેરે, ૮) વાસ્તુદશ્યો (રાજપ્રાસાદ, પુણ્યશાલા વગેર), ધાર્મિક સત્રગૃહ(વાસન કે બોધિમંડપ, પર્ણશાલા સામાન્યગૃહ વગેરે), ૯) અન્ય વસ્તુઓ (વાહને, નૌકા, અશ્વરથ, ગોરથ, જુદાં જુદાં પ્રકારનાં વાદ્યો, ધ્વજા તથા રાજચિહનો).
આમાં દેવયોનિમાં બૌદ્ધસાહિત્યમાં જે ચતુર્મહારાજિક તરીકે ઉલ્લેખાયેલા લોકપાલો (પૂર્વના ધૃતરાષ્ટ્ર, દક્ષિણનો વિરુઢક, પશ્ચિમના વિરૂપાક્ષ અને ઉત્તરને વૈશ્રવણ કે કુબેર) પૈકી ભરહુતમાંથી કુબેર અને વિરૂઢકનાં શિલ મળી આવ્યાં છે. તેથી બીજાં બેનાં હોવાની શક્યતા છે.
યક્ષમૂર્તિઓ પૈકી ઉત્તરના તોરણદ્વાર પરના અજકાલક યક્ષ અને ચંદ્રા યક્ષી પૂર્વના તોરણ પરની સુદર્શન ચક્ષી તથા દક્ષિણના તારણ પર ગંગિત યક્ષ અને ચક્રવાક નાગરાજની મૂર્તિઓ મળી છે. પશ્ચિમના તેરણના એક સ્તંભ પર સુચિલમ યક્ષ અને સિરિમા દેવીની મૂર્તિ પણ છે. બીજા સ્તંભ પર સુપાવસ યક્ષની મૂર્તિ છે. - સ્તંભ પર ઉત્કીર્ણ દેવમૂર્તિ એમાં દેવી મૂર્તિનું બાહુલ્ય છે. એમાં સિરિમા, ચૂલકોકા અને મહાકાકા એ પ્રાચીનતમ લોકદેવીઓનાં શિલ્પો મળ્યાં છે. સિરિમા (શ્રી. મા લક્ષ્મી)એ પ્રાચીન માતૃકા છે. ભારતમાં કમલપુષ્પ પર ઊભેલી કે કમલવનમાં બેઠેલ આ દેવીને ઉપરના ભાગમાં બે હાથી પોતાની સૂંઢ દ્વારા આવર્જિત કુંભ વડે સ્નાન કરાવતા દર્શાવાયા છે. ચૂલકોકા અને મહાકાકા એ બંને કોકા નામની લોકદેવી છે. (આ લોકદેવીઓ આજે પણ કાશીમાં પૂજાય છે.)
નાગદેવો પૈકી ભરહુતમાં રાવત નાગરાજ બોધિવૃક્ષની પૂજા કરતો દર્શાવ્યો છે.
ભરહુતમાં અલબુસા, મિશ્રકેશી, સુદર્શન તથા સુભદ્રા એ ચાર અપ્સરાઓની મૂર્તિઓ તેમના નામ સાથે મળી છે.
- આ ઉપરાંત દેવોના નૃત્ય–ગીતના સટ્ટક ઉત્સવ (વસંતોત્સવ)નું દશ્ય પણ અંકિત થયેલું છે.
માનવવર્ગમાં કેશલરાજ પ્રસેનજિત બુદ્ધનાં દર્શન-વંદન અર્થે આવે છે તે દશ્ય કોતરેલું છે. પ્રથમ દૃશ્યમાં સવારીની આગળ રાજાને રથમાં બેઠેલ દર્શાવ્યો છે. બીજા દૃશ્યમાં હાથી પરથી ઊતરી રાજા અંજલિમુદ્રામાં વાસનની વંદના કરો દર્શાવ્યો છે.
ધાર્મિક પુરૂષોમાં પરિવ્રાજકો પોતાની પર્ણશાળાઓની આગળ અગ્નિહોત્ર યજ્ઞમાં મગ્ન દર્શાવ્યા છે. દીર્ઘતપસી નામને પરિવ્રાજક પિતાની સમક્ષ બેઠેલા શિષ્યોને . અધ્યયન કરાવી રહ્યો છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
- પશુઆકૃતિઓ બે પ્રકારની છે. એક સ્વાભાવિક, બીજી કલ્પિત. કલ્પિત એ મિશ્ર આકારનાં નર–પશુપક્ષીઓની આકૃતિઓ છે; દા.ત, સપક્ષ યા આકાશગામી અશ્વ, સપક્ષ સિંહ-વ્યાલ, જલેભ કે ગજમચ્છ, મગરમચ્છ, વગેરે સ્વાભાવિક પ્રકારો પૈકી ચૌદ પ્રકારનાં પશુ અને છ પ્રકારનાં પક્ષીઓનું આલેખન થયું છે: ચતુષ્પાદ પ્રાણીઓમાં. હાથી, સિંહ, અશ્વ, ગેડ, બકરી, વૃષભ, મૃગ, ઘેટાં, વાંદરો, બિલાડી, કૂતરો, ખરગોશ, ઘીલોડી વગેરે, પક્ષીઓમાં કૂકડો, મેર, હંસ, જંગલી બતક, વગેરે. આ બધામાં હાથીની ભાવપૂર્ણ આકૃતિ બનાવવામાં શિલ્પીઓ વધુ સફળ થયા જણાય છે.
કેટલાંક હાસ્ય-વ્યંગનાં દશ્યો છે. દા.ત. વાંદરો, હાથી અને મનુષ્ય ત્રણે મળી એક મહાયક્ષની મૂછો સાણસી વડે ખેંચે છે. તે દૃશ્ય રોમાંચક છે. બીજા એક દશ્યમાં હાથી પર વાનરો ચઢીને સરઘસાકારે તેને દેરી રહ્યાનું વ્યંગચિત્ર છે.
જાતકકથાઓમાં મિત્રજનક, નાગજત, લટુવા, છત્તિય, ઈસિસિંગિમ, યમ્મુ મનવયસી, કુટુંગમિગ, હંસ, કિન્નર, દશરથ, બિડાલ-કકકુર, વિદુર પંડિત, વેસ્સન્તર વગેરે સ્થાન પામી છે.
બુદ્ધ અને બોધિસ સાથે સંબંધ ધરાવતાં વિવિધ વૃક્ષો પૈકીનાં નીચેના આકાર પામ્યાં છે. :
૧) વટવૃક્ષ : કાશ્યપ બુદ્ધનું બોધિવૃક્ષ ૨) ઉદુમ્બર : કનકમુનિ બુદ્ધનું બોધિવૃક્ષ ૩) પાટલિ : વિપસ્સિન બુદ્ધનું બોધિવૃક્ષ ૪) શાલવૃક્ષ : વિશ્વભૂ બુદ્ધનું બોધિવૃક્ષ - ૫) શિરીષ : ક્રફુચ્છન્દ બુદ્ધનું બોધિવૃક્ષ ૬) અશ્વત્થ કે પીપલ : ગૌતમ બુદ્ધનું બોધિવૃક્ષ આ વૃક્ષો નીચે તે તે બુદ્ધનાં નામ અંકિત કરેલાં છે.
ભરડુતનાં શુંગકાલીન શિલ્પમાં પ્રથમ ધારાના સાંચીનો સ્તૂપ નં. રનાં શિલ્પ કરતાં અંગભંગીનું સુખ દર્શન અને તે માટેના વ્યવસ્થિત પ્રયાસો નજરે પડે છે. આ શિલ્પ વધુ ઘાટીલાં છે. રેખા-સૌષ્ઠવનું માધુર્ય એ વ્યકત કરે છે. અલબત્ત તેમાં તક્ષણનું ઊંડાણ ન હોવાના કારણે તે સાંચીનો સ્તૂપ નં. ૨ જેવાં જ સપાટ (flat) છે.
દરવાજા પરનાં યક્ષયક્ષિણીનાં શિલ્પોના આલેખનમાં બે પદ્ધતિઓ નજરે પડે છે. સિરિમાદેવી, કુબેર વગેરેનાં આલેખન માત્ર રેખાંકન જેવાં છે પરંતુ રેખાંકનની જ પદ્ધતિને અનુસરતાં સુદર્શનાયલી, ચૂલકાકા વગેરેમાં રેખાની ઘનતા અને
Page #79
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાણીના શિક્ષકો પ્રવાહીપણું સ્પષ્ટ નીતરે છે. જેને માર્શલ પ્રથમ પદ્ધતિને અહીંની દેશી(indigenous) તથા બીજીને પરદેશી ક્લાની અસર નીચે વિકાસ પામેલી હોવાનું જણાવે છે. ગમે તેમ પણ બંનેમાં ત્રિપરિમાણના પ્રશ્નને ભારતીય કલાકારે સુંદર રીતે અહીં હલ કર્યો છે. આ દૃષ્ટિએ સાંચીનો સ્તૂપ નં. રની વેદિકા પરનાં શિલ્પો ભરતનાં ઉપરોકત શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. પદ્મલતાના સ્વભાવિક વેગ અને હલનચલન તેમજ મનુષ્યની અંગભંગીનાં હલનચલન એક સરખાં નિરૂપવાને અહીં પ્રયાસ નજરે પડે છે.
છે બેધગયા-વેરિકાનાં શિ બોધગયા એ ઉત્તર પ્રદેશના પ્રાચીન ઉરુવિઘ ગામ પાસે આવેલ રથાન છે, જયાં બુદ્ધને સમ્બોધિ(બુદ્ધત્વ) પ્રાપ્ત થયું હતું. અહીં જ ઋષિ કશ્યપ અને સુજાતાનું ઘર હતું. અહીં અશકે બોધિગ્રહ બંધાવ્યું હોવાનું કહેવાય છે. પીપળાના જે વૃક્ષ નીચે બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે સ્થાન બોધિવૃક્ષની આસપાસ બોધિમડ (આસન) રચાયું હતું. આ સ્થાન હમણાં નવનિર્માણ પામ્યું ત્યારે એના પાયામાંથી પ્રાચીન બોધિમષ્ઠના અવશેષો મળી આવ્યા હતા. આ આસન ચુનારના બલુઆ પથ્થરમાંથી બનાવેલું છે અને એ પર મર્યકાલીન એપ છે. ભરહતના શિલ્પચિત્રમાં બતાવ્યા પ્રમાણે એની આગળ ચાર સ્તંભો પણ છે.
આ બોધિવૃક્ષની ચોતરફ અશોકે ઈંટેરી વેષ્ટિની(વાડ) બનાવી હતી. શુંગાલમાં વેદિકાના સ્તંભે, સૂચિ અને ઉણીષ પાષાણનાં બનાવવામાં આવ્યાં હતાં. એને વિન્યાસ સાંચી અને ભારહતના જે સર્વથા અલંકૃત હતો. એના પરના ઉત્કીર્ણ લેખો દ્વારા જાણવા મળે છે કે એના નિર્માણમાં ઈન્દ્રાગ્નિમિત્ર અને બ્રહ્મમિત્રની રાણીઓએ આ અંગે દાન આપ્યું હતું. આ વેદિકામાં કુલ ૬-૮” ઊંચાઈની ૬૪ ખંભિકાઓ હતી અને વેદિકાની કુલ ઊંચાઈ લગભગ ૧૦ ફૂટ હતી. એની પદ્મવર વેદિકાની ઉષ્ણીષ પર પદ્મવલ્લરીનાં અંકન હતાં તથા ખંભિકાઓ સુરજમુખી પુષ્પોથી અંકિત કરેલી હતી. એના પર ઉત્તરકુરુ પ્રદેશની કલ્પલતા કે કલ્પવૃક્ષનાં આલેખને, બતકકથાઓ તથા બુદ્ધના જીવનના ઐતિહાસિક પ્રસંગોનું આલેખન થયેલું હતું.
અહીંનાં સુશોભન-શિલ્પોમાં વેદિકાની અષ્ટકોણીય તંભિકાઓ પર અગ અને પૂઠ ભાગે મિથુન (યુગલો) તથા વિવિધ પુષ્માભરણોના પ્રસવ-પ્રસંગોનાં દશ્યો કોતરેલાં છે. આમાંનાં કેટલાંક નોંધપાત્ર છે. દા.ત. આસનસ્થ મિથુનમૂર્તિ, એક પુરુષ અને બે સ્ત્રીઓનું સંવનન, ગજલક્ષ્મી, બોધિમંચ, બોધિવૃક્ષની પૂજામાં નિમગ્ન યુગલ,
Page #80
--------------------------------------------------------------------------
________________
S:
૧૮
છ ગજલક્ષ્મી (ધગયા) ૧૮ યક્ષદંપતી (ઉદયગિરિ) ૧૯ ભારપુવક (પીત્તપા) ૨૦ નલગિરિહાથીની શરણાગતિ (અમરાવતી)
Page #81
--------------------------------------------------------------------------
________________
૦૨
ભારતીય પ્રાચીન શિ૯૫કક્ષા બોધિમંચ પરના ધર્મચક્રનું પૂજન, શ કુકર્ણ યક્ષ, વૃક્ષિકાદેવી તરીકે ઓળખાતી દેવીનું નીચે બેઠેલા યક્ષની મદદ વડે વૃક્ષારોહણ, પૂર્ણ ઘટ, કમલવનમાં કમલાસનસ્થ શ્રી લક્ષ્મી, શ્રી ગજલક્ષ્મી (આકૃતિ ૧૭), વીણાધારી ગંધર્વો, ઇન્દ્રનું ઇન્દ્રશૈલ ગુફામાં બુદ્ધના દર્શન નાર્થે આગમન. આ ઉપરાંત ચતુરન્વયોજિત રથ પર બેઠેલ સૂર્ય, ચોપાટ રમતાં દંપતી, જેતવનદાન, હસ્તિવૃંદ, અને ઇદન, પદકુસલ, માણવ, વેસ્સાર, કિન્નર વગેરે જાતકકથાઓનાં આલેખન છે.
બોધગયાની વેદિકાનાં શિલ્પોની વિશેષતા તેમાં અંકિત થયેલાં મિશ્ર પ્રાણીઓનાં શિલ્પમાં છે. દા.ત. સપક્ષ-સિંહ, સપક્ષ અશ્વ, સપક્ષ હસ્તિ, નરમચ્છ, વૃષભમચ્છ, ગરમચ્છ, અજમચ્છ વગેરે. આ શિલ્પોમાં કેટલીક વખતે બે પ્રાણીઓનાં શિલ્પના બદલે ત્રણ કે ચાર જુદાં જુદાં પ્રાણીઓનાં વ્યાલ સ્વરૂપો યોજાયાં છે. દા.ત. એક સ્તંભ ઉપર સિંહમુખી મગરમચ્છ છે. અહીંનાં શિલ્પની વિશેષતા નીચે પ્રમાણેની ગણાય છે :
૧) વ્યાલ કે ઈહામૃગ શિલ્પોનું બાહુલ્ય છે. ૨) એની શિલાશૈલીમાં સરળ ને સુગ્રથિત જીવંતપણું પ્રવર્તે છે.
૩) વેદિકાની તંભિકાઓમાં પૃષ્ઠ ભાગે શિલ્પાંકને રચી એક નવીન પરંપરાને પ્રારંભ થયેલો છે.
૪. વનસ્પતિનાં ફળફૂલ પાંદડાનાં સુરેખ પ્રકૃતિજન્ય લય વચ્ચે વિવિધ ભાવભંગીઓ વ્યકત કરતાં માનવ-સ્ત્રી પુરુષનાં રૂપ માનવભાવને વ્યકત કરે છે. ડે, આનંદકુમાર સ્વામી જણાવે છે તેમ, આ શિલ્પમાં plant-style ભારોભાર નિષ્પન્ન થાય છે.
૫) બોધગયાનાં શિલ્પોમાં આલેખનેમાંથી બિનજરૂરી તત્વોને દૂર કરી અનિવાર્ય અને મુખ્ય તત્ત્વોનું સઘન દર્શન જોનારના ચિત્તને તરત જ સ્પર્શે તેવું છે, જેમ કે ભરડુત અને બેધગયાનાં શિલ્પમાં અંકિત જેતવનના પ્રસંગોના આલેખનની સરખામણી કરતાં આ સ્પષ્ટ થાય છે. બોધગયાનું આલેખન વધુ જીવંત લાગે છે. અહીં શિલ્પોમાં કુમાશની સાથે પ્રાણતત્ત્વ પણ નિષ્પન્ન થતું જોવા મળે છે.
હાલનું બોધગયાનું મંદિર અસલ બોધિ ઘરનું અનેકવાર થયેલ રૂપાંતર છે. ગુપ્તકાલમાં આ મંદિરનું મહત્ત્વપૂર્ણ પુનઃનિર્માણ થયું ત્યારે એને “બૃહદ્ ગન્ધકુટી પ્રાસાદ” તરીકે ઓળખાવેલું. વળી એનું પુન: આમૂલ પરિવર્તન ઈ.સ. ૧૦૩૫-૧૦૭૯ દરમ્યાન બ્રહ્મદેશના બદ્ધ યાત્રીઓના હાથે થયું ત્યારે એના ગર્ભગૃહમાં અત્યારની
Page #82
--------------------------------------------------------------------------
________________
૧: અનુમૌર્યકાલીન શિલ્પલા ભૂમિસ્પર્શમુદ્રાવાળી ભગવાન બુદ્ધની પદ્માસનસ્થ પ્રતિમાની સ્થાપના થઈ અને મંદિરની બહાર પાષાણનું આવરણ ચડાવવામાં આવ્યું.
૫) ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓની શિલ્પસમૃદ્ધિ
ઓરિસ્સાના ભુવનેશ્વરની પાસે ઉદયગિરિ અને ખંડેગિરી નામની ટેકરીઓ છે. તેમાં ૩૫ ગુફાઓ છે એ પૈકીની ૧૭ ગુફાઓમાં શિલ્પો કંડારેલાં છે. ૧૬ ગુફાઓ ઉદયગિરિમાં અને એક ગુફા ખંડગિરિમાં છે. આ ગુફાઓ પૈકી હાથી ગુફામાંથી કલિંગના રાજા ખારવેલ (ઈ. સ. પૂર્વે ૧૫૦ આસપાસ)નો લેખ અને મંચીપુરી ગુફામાંથી એની પટરાણીને લેખ મળ્યો છે. તે પરથી આ ગુફાઓ ઈ. સ. પૂર્વે ૨ જી. ૧ લી સદીમાં બનેલી હોવાનું મનાય છે.
આ ગુફાઓની શિલ્પ-શૈલી સાંચી, ભરહુત અને બોધગયા જેવી છે. સાથો- સાથ એમાં કેટલીક સ્થાનિક ખાસિયત પણ છે.
મંજીપુરી ગુફાનાં અંશમૂર્ત શિલ્પોમાં ઊંડાઈ અને રૂપક્ષમતા ભરહુત કરતાં આગળ વધી છે ને એ સાંચીની હરોળમાં બેસે એવાં બન્યાં છે. એમાં ઘેરાં તક્ષણ, પ્રકાશ અને છાયાને સ્પષ્ટ ઉઠાવ આપતી રેખાઓ અને તે દ્વારા નિષ્પન થતી પ્રગાઢ પ્રાણવાન ક્રિયાશીલતા નજરે પડે છે. ગુફાના ચોકિયારાના થાંભલાના એક ટેકા પર દરિયાઈ ઘોડાને મળતા આકારના કાલ્પનિક પ્રાણી પર સવારી કરતા માનવોનાં શિલ્પો નોંધપાત્ર છે. દીવાલ પરની તોરણમાલા રમણીય છે. સ્તંભોના શિરોભાગ વિવિધ પ્રાણીએનાં શિલ્પો તથા ફલવેલનાં ભાસ્કર્યોથી વિભૂષિત છે. ગુફામાં ત્રણ ખંડો છે, એમનું ભેંયતળીયું ઢળતું છે જેથી સાધુઓ આરામ કરે ત્યારે ઓશિકાની જરૂર ન રહે. શિલાયની મધ્યમાં એક નોંધપાત્ર શિલ્પકૃતિ છે. આ કૃતિમાં રાજ્યના માણસે “જિન”. ની પૂજા કરે છે. ઉપરાંત આ દશ્યમાં હાથી, તારા, ગ્રહ, દેવદૂતો વગેરે નજરે પડે છે. એમાં ખારવેલે મગધથી પુન: પ્રાપ્ત કરેલી જિન મૂર્તિની પુન: પ્રતિષ્ઠાનો પ્રસંગ કંડારેલો છે. કલિંગ-જિનની મૂર્તિ મધ્યમાં છે. તેની આજુબાજુ ખારવેલ, પટરાણી, રાજપુત્રી છે અને રાજપુર ઊભેલા છે. મથાળે ઉન કરતા વિદ્યાધરની આકૃતિ છે. એમાં કંડારેલી હાથીની આકૃતિ પશુ જગતનું પ્રતીક છે. કમલ આકાશી જગત બતાવે છે. આકાશમાં બે ગંધર્વો ઢોલ વગાડે છે. - બાઘગુફાને મુખઘાટ વાઘને મળતો છે. પ્રવેશદ્વારની શાખાઓની શિરાવટીઓમાં પાંખાળાં પ્રાણીઓનાં શિલ્પ છે. એની કુંભીનાં ઘટપલ્લવને ઘાટ બીજી ગુફા કરતા જુદો પડે છે. દ્વાર ઉપરના પાટડામાં ઈ. સ. પૂર્વેની લિપિમાં લખાયેલો એક લેખ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલ
:
હાથી ગુફા કે ગણેશ ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલના ઉત્કીર્ણ લેખ છે. આ ગુફાને બે ખંડ છે. રાણી ગુફામાં જે દશ્યો કોતરેલાં છે તે જ અહીં નાના સ્વરૂપમાં કરેલાં છે; જેવાં કે, પ્રથમ દૃશ્યમાં એક સ્ત્રીનું હરણ, પછી એ સ્ત્રી અને પુરુષ વચ્ચે સંઘર્ષ, ત્યારબાદ પુરુષનું ગુફા તરફ જવુ, છેલ્લે. પુરૂષ ગુફાની આગળ લાંબા થઈને સૂતા ને પેલી સ્ત્રી એની બાજુમાં બેઠેલી છે. છજાના ડાબા છેડે જમણેથી ડાબી બાજુ કોરેલાં દૃશ્યો આ પ્રમાણે છે : કિરાત સિપાઈઓ હાથી પર બેઠેલી સ્ત્રી સાથેની લશ્કરી ટૂકડીની પાછળ દોડે છે. કિરાતવેશી રાજાના હાથમાં અંકુશ છે ને તેની પાછળ પડેલા કિરાત તરફ એ તીર ફેંકે છે. રાજાની સાથેના પરિચારક કોથળીમાંથી જમીન પર પૈસા ફેંકે છે, જેથી પૈસાના લેાભે કિરાતા રાજાના પીછો છોડે. બીજા દશ્યમાં આ આખી ટુકડી આગળ વધે છે. ધનુષ્ય સાથે રાજા લાદિ સાથે સ્ત્રી અને હાથમાં દ્રવ્યની કોથળી સાથે પરિચારક છે. છેવટના દશ્યમાં સ્રી જમીન પર બેસીને પોતાના ભાગ્ય માટે અસાસ કરે છે. રાજા એને દિલાસા આપે છે ને પરિચારક નિરાશ વદને ઊભા છે. તેના એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં દ્રવ્યકોથળી છે.
r
સ્વગ પુરી ગુફાની બે ઓરડીએ વચ્ચે રાણીના લેખ છે. એના પ્રવેશમુખ આગળના સ્ત ંભા ઈરાની શૈલીના છે. તેમાં ચાર તારણા છે. તેમાંના એકમાં મકરાકૃતિ છે.
રાણી ગુફા-બે મજલાની બધી ગુફાઓ કરતાં શિલ્પકાલમાં આ ગુફા સૌથી શ્રષ્ઠ અલંકૃત છે. કમનસીબે અહીં કારેલાં શિલ્પા ખૂબ ઘસાઈ ગયાં છે, જે કંઈ બાકી રહ્યું છે તે પરથી જોઈ શકાય છે કે શિલ્પના વિષય અને શૈલીમાં સંવાદીપણુ ́ રહેલુ છે. એની આલંકારિક શિલ્પપટ્ટિકાઓમાં સુંદર મૂર્તિ વિધાન છે. આ શિલ્પમાળા ક્યા વિષયને પ્રસ્ફુટ કરે છે તે હજુ સમજી શકાયું નથી. છતાં એમાંનાં કેટલાંક દશ્યો ભારતીય સાહિત્ય અને લેાકવાર્તાઓનું નાટયાત્મક કથન રજૂ કરતાં લાગે છે. આમાં કેટલાંકમાં ઉદયન વાસવદત્તાની કથા તથા દુષ્યન્ત શકુન્તલાની કથાના પ્રસંગો આલેખિત થયા છે. વૃક્ષની ડાળના આકારમાં કોતરેલા એના સ્તંભાની શિરાવટીઓ નોંધપાત્ર છે. ઉપલા મજલાની દીવાલને મથાળે આવેલી પટ્ટિકાઓમાં લેાકજીવનને પ્રકટાવતાં દૃશ્યો તેમજ તેમની પરાક્રમગાથાને આલેખિત કરતાં મનેાહર દશ્યાને લીધે આ ગુફા મુખ્યત્વે ખુલ્લી નાટયશાળા (open air theatre) હાવાનું કેટલાક વિદ્વાના માને છે. ગુફામાં કોતરેલાં દૃશ્યો પ્રસંગાપાત અહીં ભજવી બતાવાતાં હશે એવું અનુમાન છે. ગુફાના દ્વારપાલ તરીકે હાથમાં
Page #84
--------------------------------------------------------------------------
________________
પઃ અનુમૌયાહીન પિપલા
ભાલો તેમજ બીજા હથિયારધારી મનુષ્ય કદનાં બાવલાં એ ખુલ્લી નાટયશાળામાં હોવાના અનુમાનને પુષ્ટિ આપે છે. આ ગુફામાં ભારતના શિલ્પ કરતાં ચઢિયાતી કારીગરી છે. શિલ્પમાં રજૂ કરેલું આયોજન અને સત્વશીલ તેમજ જીવંત આકૃતિઓનું આલેખન સાંચીના તોરણદ્વારમાં જણાત વિકાસક્રમ અહીં પણ બતાવે છે.
આ ગુફામાં ઉપલા મજલે આ પ્રમાણે શિલ્પ દો કંડારેલાં છે: ૧) સ્ત્રીવંદમનો રાજા હાથીના ટોળામાંના હાથી સાથે યુદ્ધ કરે છે. ૨) જંગલનાં દશ્યો જેવાં કે ગુફાઓમાં સિંહ, વાનર, સર્પો, પક્ષીઓ અને વ્યાપે. ૩) ગુફાની આગળ સ્ત્રી. અને પુરુષ, પુરુષ મુનિ વ્રતમાં દાખલ થવા ઈચ્છે છે, સ્ત્રી એને રોકવા મથે છે. ૪) આ જ દૃશ્યનું પુનરાવર્તન ૫) સ્ત્રી અને પુરુષની ખેંચાખેંચી ચાલે છે.. તેમની પાસે એક શિયાળ ઊભું છે. લઢતી સ્ત્રીની પીઠ દેખાય છે. એની વેણી ઊડતી જણાય છે. ૬) સ્ત્રીને એક માણસ ઊંચકીને ચાલવા માંડે છે. સ્ત્રી એમાંથી છૂટવા તરફડિયા મારતી જણાય છે. એ તરફડિયાં જમણા હાથ વડે વ્યકત થાય છે. સ્ત્રી જાણે પુરુષને કહી રહી છે કે, “તું મને ભલે શારીરિક બળમાં તે પણ મારો આત્મા તને મળશે નહિ.” ૭) રાજાનો શિકાર. રાજા ઘોડા ઉપરથી નીચે ઊતરે છે. અશ્વપાલ ઘોડો પકડીને ઊભો છે. રાજા હરિણને તીર તાકતો આગળ વધે છે. હરિણની ફાળ વેગીલી છે. બીજાં બે હરણાં તેને અનુસરે છે. શિલ્પમાં હરણને તીર વાગ્યાનું દશ્ય નથી. પરંતુ બીજા દશ્યમાં હરણ તેની પાલિકા-જે વૃક્ષની એથેથી જોઈ રહી છે, તેની તરફ દોડે છે. રાજા મૃગની પાલિકા પાસે પહોંચે છે. આ વખતે એનાં તીરકામઠાં નીચે ઉતારેલાં છે. આ પ્રસંગ જોતાં કાલિદાસનુ “શાકુન્તલ” યાદ આવે છે. ૮) પ્રૌઢ વયની સ્ત્રી-કદાચ ખારવેલની રાણી પરિચારિકા સાથે બેસીને નૃત્યનું દશ્ય નિહાળે છે. ત્રણ સ્ત્રીઓ વાજિંત્ર વગાડે છે. એમાંની એકની પાસે ઉપવીણા છે. બીજી મંજીરાથી તાલ આપે છે. ને ત્રીજી હાથથી તાલ આપે છે. એક માણસ રાજાની અદાથી નૃત્ય નિહાળે છે. એ પેલી સ્ત્રીની ડાબી બાજુએ બેઠેલો છે. એની આગળ કરંડિયા જેવું કંઈક પડેલું છે. પૌઢ ઉંમરની સ્ત્રીની આગળ એક પરિચારિકા થાળમાં કુલના હાર લઈને ઊભેલી છે. કદાચ આ નતિંકા અને વાદ્યવૃંદને એ સન્માનવા માટે હશે. ૯) દરેકમાં રાજારાણીના યુગલ સાથેની ત્રણ શિલ્પ પટ્ટિકાઓ છે. પહેલી બેમાં રાજારાણી શૃંગારપ્રસાધનોમાં વ્યસ્ત જણાય છે. ત્રીજામાં રાજા તેનાથી વિરકત જણાય છે. તેથી તે સ્ત્રી તરફ વિમુખ છે. સ્ત્રી તેને “સંસાર”માં પકડી રાખવાનો પ્રયત્ન કરે છે. અહીંના છજામાંની કેટલીક આકૃતિઓ સાંચીના પશ્ચિમ બાજુના તેરણ દ્વારની આકૃતિઓને મળતી છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા દરવાજામાં જણાતે સિંહને સવાર મૌર્યે સમયના પટણાના યક્ષની આકૃતિને મળતો છે. કંચુકવાળી દ્વારપાલની આકૃતિએ આપણને પ્રાચીન સાહિત્યના કંચુકીએની યાદ આપે છે. એમાંના એકના પગમાં ઉપાહન (જાડા) છે તેના પર શક અસર જણાય છે.
નીચેના મજલાનાં શિલ્પો પણ વૈવિધ્યપૂર્ણ છે. જંગલમાં તળાવની અંદર હાથીએ ક્રિીડા કરે છે. વૃક્ષોમાં કપિયુગલો શાખાઓ પરનાં ફળોનો ઉપભોગ કરે છે. જંગલનું દશ્ય મૃગો, પક્ષીઓ વગેરેથી જીવંત લાગે છે. વિજેતા રાજા અથવા રાજકુમાર પાછો ફરે છે તેના માનમાં સમારંભ યોજેલો છે. રાજકુમારની પાછળ પરિચારક છત્ર લઈને ઊભો છે. એના અશ્વને આગળ લાવીને ઊભો રાખેલો છે. વળી બીજા દશ્યમાં ફરીથી તે રાજકુમાર અને તેની પાછળ દ્ધાઓ અને તેની આગળ સ્ત્રીઓ પૂર્ણકુંભ અને આરતીથી રાજકુમારનું સ્વાગત કરે છે. આ દશ્ય કદાચ ખારવેલનો દિગ્વિજય બતાવતું હોય અને તેના રાજ્યમાં તેનું સ્વાગત પૂર્ણકુભ અને શણગારેલા અશ્વથી કરાતું હોય. આ દશ્ય કદાચ કલિંગજનની મૂર્તિ સાથે મગધમાંથી વિજય પ્રાપ્ત કરીને પાછા ફરતા ખારવેલનું પણ હોઈ શકે. આ મજલાના ઉત્તર બાજુના છેડે તળાવમાં હાથીઓ, ગુફાઓમાં પશુઓ, આમ્રવૃક્ષો પર વિપુલ ફળો અને તેની સાથે પક્ષીઓ અને વાનરો જોઈ શકાય છે. ઉત્તરના બીજા ખંડમાં ભાલો પકડીને ઊભેલો શક યોદ્ધો છે. થાંભલાની ટોચ ઉપર બળદો, સિંહ, હાથીઓ અને ઘોડાઓનાં અંકનો છે. આ ખંડનાં શિલ્પો નોંધપાત્ર છે, તેમાંના એક દશ્યમાં સ્ત્રીઓ પૂજા કરવા જતી જણાય છે. રાજા તેની બે રાણીઓની વચમાં બેઠેલો છે, મંડપમાં નર્તિકા નૃત્ય કરે છે. સામે સંગીતવૃંદ છે, તેમાં એક સ્ત્રી મૃદંગ વગાડે છે, બીજી હાથથી તાલ આપે છે. ત્રીજી ઉપવીણા વગાડે છે અને ચેથી “વેણુગાન” કરે છે. સ્ત્રીઓના કાનમાં અમરાવતીનાં શિલ્પમાં કંડારેલ સ્ત્રીઓનાં જેવાં કુંડેલ છે. વેણુ સિંહના ધડ જેવા આકારની છે. રાજા મંદિર તરફ જતો દેખાય છે. તેને પુષ્પમાળા સાથે એક સ્ત્રી અનુસરે છે. રાજાના ઉષ્ણીષ પર છત્ર જણાય છે. છજાની ત્રણ કમાનો પર ત્રણ રત્નો કોતરેલાં છે.
ખંડગિરિની અનતગુફાનું શિલ્પકામ શૈલી અને મૂર્તિકલાની દૃષ્ટિએ બોધગયા જેવું છે. એનાં તારણો પર ત્રિપુંડ (ત્રણ શીર્ષવાળાં) શિલ્પો કોતરેલાં છે. આ ગુફા ઊંચા ખડક પર છે. તેના પર આદિનાથનું જૈનમંદિર છે. આ મંદિર સ્તપની જેમ સહેજ વર્તુલાકાર છે. તેના છજામાં નીચે પ્રમાણેનાં અગત્યનાં દશ્યો તરણોની નીચે કંડારેલાં છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૫ : અનુમૌય કાલીન શિલ્પકલા
૧) હાથણીઓની વચમાં ઘેરાયેલા હાથી છે.
૨) બે ભુજાવાળા સૂર્ય ચાર ઘોડાથી ખેંચાતા બે ચક્રવાળા રથમાં છે. આ સૂર્ય મથુરાના સૂર્ય જેવા છે. તેની બે બાજુએ તેની બે પત્નીઓ છે. ચંદ્રના પ્રતીકરૂપે અર્ધ ચંદ્ર એક બાજુએ છે. બીજી બાજુએ સંપૂર્ણ ખીલેલુ` કમળ છે.
૩) ગજલક્ષ્મી હાથીયુગ્મની વચમાં કમળ પકડીને ઊભેલી છે. આ હાથી લક્ષ્મીને કુંભમાંના જળથી અભિષેક કરે છે. પેાપટનું યુગ્મ કમળપત્રા પર બેઠેલું છે.
૪) ચેાથી કમાન નીચે ત્રિપરિમાણી ચૈત્ય વૃક્ષ કઠેડાની વચમાં છે. રાજા અને રાણી પુષ્પમાળા વડે પૂજા કરે છે. રાણી અમરાવતી અને મથુરાની સ્ત્રી-આકૃતિઓને મળતી છે.
૬) ગંધાર શૈલી
ભારતીય શિલ્પ શૈલીએમાં ગંધાર શૈલી સુપ્રસિદ્ધ છે. આ શૈલીના ઉદયનું શ્રેય ગંધાર પ્રદેશમાં શાસન કરતાં બાલિક અને ભારતીય ગ્રીક રાજાઓને ફાળે જાય છે. હાલના પાકિસ્તાનના પેશાવર અને રાવલપિ'ડી જિલ્લાઓ તેમજ અફઘાનિસ્તાનના ઘણા ભાગ પ્રાચીન કાલમાં ગંધાર પ્રદેશમાં સમાવિષ્ટ હતા. આ પ્રદેશ ભારતીય ચીની, ઈરાની, ગ્રીક અને રોમન સંસ્કૃતિઓના સ ંગમ સ્થાને આવેલા હતા. આથી અહીં દેશી-વિદેશી વિચારો અને પ્રભાવાના સમન્વય અને એકીકરણ થાય એ સ્વભાવિક છે. ગંધારમાં શિલ્પકલાના ક્ષેત્રે પૂર્વ અને પશ્ચિમની શૈલીઓનાં સંમિશ્રણમાંથી ગંધાર શિલ્પકલાના જન્મ થયા. એ નિ: સંદેહ ગ્રીક કે હેલેનિસ્ટિક કલામાંથી ઉદ્ભવી. આથી આ કલાને Indo-Greek, Indo-Hellenic કે Greeco-Roman Art કહે છે. તેના મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હોવાથી એને Greeco-Buddhist Art પણ કહેવામાં આવે છે. ગંધાર પ્રદેશમાં એનેા વિકાસ થયા હાવાથી એ “ગંધાર શૈલી” તરીકે વિશેષ વિખ્યાત છે.
ગંધાર શૈલીમાં ધાર્મિ ક વિષયા અને ઘટકોને મૂર્ત કરવા માટે ગ્રીક આકારક્ષમતા અને નિર્માણપદ્ધતિના પ્રયોગ કરવામાં આવ્યા પણ વિષયે। મુખ્યત્વે ભારતીય રહ્યા. એના હેતુ વિદેશી દેવદેવીઓને રજૂ કરવાના નહીં પણ ભારતીય, મુખ્યત્વે, બૌદ્ધ વિષયોની અભિવ્યકિત હતા. અલબત્ત, કોઈ કોઈ વિદેશી વિષયા પણ એમાં સ્થાન પામ્યા છે, પણ એનું પ્રમાણ ઘણું જૂજ છે.
ભારતમાં આ શૈલી ઈ. સ. ની ૧લીથી ૪થી સદી દરમ્યાન પ્રચારમાં રહી. કુષાણ અને શક રાજાઓએ તેના ઉત્ક`માં વિશેષ ફાળા આપ્યો છે. કુષાણ રાજા કનિષ્કના સમયમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયના ઉદ્ભવ અને વિકાસ થતાં તે એ
Page #87
--------------------------------------------------------------------------
________________
-- ભારતીય પ્રાચીન શિલ્પકલા સંપ્રદાયે બુદ્ધની મૂર્તિપૂજા અપનાવી હોવાથી આ વિસ્તારમાં આ નવીન શૈલીએ બુદ્ધ અને બોધિસત્વેની મૂર્તિઓ ઘડાવા લાગી.
વિદેશી પ્રભાવવાળી આ શૈલી ૫ મી સદી પછી લુપ્ત થઈ અને ગંધાર પ્રદેશમાં પણ અન્ય પ્રદેશોની જેમ સર્વથા ભારતીય શૈલી પ્રચલિત બની. ગંધાર શૈલીએ સમકાલીન ભારતીય શૈલીઓ પર પ્રભાવ પાડ્યો હતો. ભારત બહાર આ શૈલીને પ્રભાવ પાપક હતો. પૂર્વ અને ચીની તુર્કસ્તાન, મોંગોલિયા, ચીન, કોરિયા અને જાપાનની બૌદ્ધ શિલ્પકલાનું ઉદ્ભવ સ્થાન આ શૈલીમાં રહેલું જણાયું છે.
આ શૈલીનાં કેટલાંક તરી આવતાં લક્ષણો આ મુજબ ગણાવી શકાય :
૧) એમાં ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતા અને ભારતીય ક્લાની ભાવમય આધ્યાત્મિક અભિવ્યંજનાનો સમન્વય કરવાનો પ્રયત્ન થયો છે.
૨) માનવ અંગેને વિગતે રેખાંકિત કર્યા છે. અંગ-પ્રત્યંગે અને ખાસ કરીને સ્નાયુઓ મૂછો વગેરેની સૂક્ષમતા તરફ વિશેષ ધ્યાન અપાયું છે.
૩) વસ્ત્ર પરિધાનની શૈલી નિરાળી છે. મોટાં વસ્ત્રો દર્શાવતી વખતે વસ્ત્રોની વલ્લીઓ (કરચલી) સૂક્ષ્મ રીતે બતાવી છે. શરીરને ચોંટેલાં અને અંગ પ્રસંગ બતાવે એવાં ઝીણાં કે પારદર્શક વસ્ત્રો અંકિત થયાં છે (આકૃતિ ૨૧).
૪) નકશી કામ અનુપમ છે. અલંકરણો વિસ્તૃત છે અને પ્રતીક જટિલ છે.
૫) બુદ્ધની આકૃતિ-નિર્માણમાં કલાકારોએ સ્વતંત્રતા લીધી છે. તેથી બુદ્ધની મૂર્તિ - એપોલો જેવી બની ગઈ છે.
પેશાવર, રાવલપિંડ, સ્વાતની ખીણની આજુબાજુના પ્રદેશોમાં તેમજ કાબુલની ખીણમાંથી અનેક બૌદ્ધ સ્થાપત્યાવશેષો પ્રાપ્ત થયા છે. આમાં મુખ્યત્વે છે અને વિહારોના અવશેષ મળ્યા છે. આમાંના છૂપોને સામાન્ય ઘાટ અને તલદર્શન ભારતીય છે, પરંતુ તે પરની વિશિષ્ટ કોતરણી (carving) પર ગ્રીક (યુનાની Hellenic) અસર સ્પષ્ટ વરતાય છે. સ્તની ભરણી કે શિરાવટીઓ છાપરાના ત્રિકોણાકાર છેડા (pediments) પ્રસ્તાર કે વિતાન (entablature), કાનસ (cornice) અને તેની નીચેના ટેકાઓ (brackets) વગેરેના કોતરકામમાં આ અસર સ્પષ્ટ વરતાય છે. તે મૂર્તિશિલ્પમાં તે આ શૈલોને પ્રભાવ વિશેષ પ્રમાણમાં દેખા દે છે.
આ પ્રદેશના સ્તૂપની એક વિશેષતા તેની રૂપક્ષમ કે રૂપાત્મક આભૂષણ (plastic ornamentation)માં રહેલી છે. તેનાં વિવિધ થરવાળાં (tiers , mouldings) કાન, ગવાક્ષો, તેરણ કે કમાનની હારમાળાઓ (arcades), ઘોડા કે ટેકાઓ વિવિધ સુશોભન, રૂપાંકનો કે ઘાટથી અલંકૃત કરવામાં આવ્યા છે. તક્ષશિલાનો ધર્મ
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૭ ૫
'
- ૨૩
NITE
KITTS NITIN
AILE
૨૧ બુદ્ધ (ગધા૨) ૨૨ બુદ્ધમાતક (ગધા૨) ૨૩ સુશોભન (ગધાર) ર૪ શુકડા (ગધાર)
Page #89
--------------------------------------------------------------------------
________________
- ભારતીય પ્રાચીન શિલ્પકલા
રાજિકા સ્તૂપ તેના અત્યારના સ્વરૂપમાં કુHણ સમયનો છે. આ સ્તૂપની એવી પર ઠેર ઠેર મૂકેલા ગોખો બુદ્ધ અને બોધિસોનાં ચૂનાનાં (stucco) શિલ્પથી વિભૂષિત કરેલા છે. તત્તે બહાઇને સ્તૂપ પેશાવર નજીક આવેલ છે. સ્તૂપના પ્રાંગણની દીવાલેમાં ઠેર ઠેર ગવાક્ષ રચી તેમાં બુદ્ધાદિ દેવદેવીઓનાં શિલ્પ અને જાતકકથાઓનાં દશ્યો કોતરેલાં છે.
સ્લેટિયા રંગના પિતદાર પાષાણમાંથી બનાવેલાં આ શૈલીનાં અસંખ્ય શિલ્પા ગંધારના પ્રદેશોમાંથી મળે છે.
બૌદ્ધ ધર્મને વિષય કરતી શૈલી અને કૌશલની દષ્ટિએ ગંધારની કલાશૈલી, પરદેશ પાસેથી ઉછીનાં લીધેલાં આકારક્ષમતાનાં ધોરણે સ્વીકારતી હોવા છતાં તેનું વસ્તુ તો ભારતીય જ રહ્યું છે. ભગવાન બુદ્ધનાં આ કે પૂર્વ ભવનાં અનેક દૃશ્યો અને જાતકમાલાની કથાઓ તેનો મુખ્ય વિષય છે. આ કલા શૈલીમાં સામાન્ય માનવમૂર્તિનું નિર્માણ જૂકપણે થયું છે.
પ્રતિમાવિધાનની દૃષ્ટિએ ગંધારના બુદ્ધ ભારતીય પ્રણાલિકાને અનુસરે છે. આમ છતાં આકાર સૌષ્ઠવ પરત્વે તે ગ્રીકો-રોમન સંપ્રદાયના કેઈ દેવ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તેના મુખના ઘાટ અને ભાવ ભારતીય માનસને અપરિચિત લાગે છે. મુખ પર મૂછ અને માથે પાઘડી જેવા શિરોવેષ્ટનથી શોભતી મૂર્તિ કયારેક રોમન દેવ એપેલો જેવી જણાય છે. આથી ભારતીય માનસની દેવ-વિષયક કલ્પનાના ધોરણને અનુરૂપ આ ઘાટ સંતોષ આપી શકે તેમ નથી. તે જ રીતે તેમના જીવનપ્રસંગોના આલેખનમાં પૂરેપૂરી ઝીણવટ અને ચિવટ રખાઈ હોવા છતાં તેનો આવિર્ભાવ ભારતીય માનસને આકર્ષક નીવડી શકયો નથી. ભારહત, સાંચી, બોધગયા, અને અમરાવતીનાં આ પ્રકારનાં શિલ્પ આગળ આ શિલ્પો ઝાંખાં લાગે છે.
જલિયાના સ્તૂપ પર બુદ્ધ, બોધિસત્વે, ઉપાસકો, વિકટયક્ષ (જે ભારપુત્રક કે ભારવાહી દેવોની મુદ્રામાં અંકિત થયેલ છે.), અનુચર અને સ્ત્રી-મૂર્તિઓ કોતરેલી જોવામાં આવે છે.
બ્યુટઢેરી નામના સ્થળેથી બુદ્ધમૂર્તિ અને અનેક શિલાપટો મળ્યા છે. તે પર દીપકરજાતક, મહાભિનિષ્ક્રમણ, બુદ્ધ અને બોધિસત્વો વગેરે કોતરેલાં છે. દીપંકરજાતક આ પ્રદેશમાં ઘણી પ્રિય કથા હતી. આમાં સુમેધ નામના એક યુવકે પોતાના કેશ બિછાવી તથા પાંચ કમલ પુષ્પો અર્પિત કરી બુદ્ધનું સ્વાગત કર્યાની કથા છે. ચારસદ્દાની ઉત્તરે સ્કારાઢેરીમાં અનેક અવશેષ સાથે હારિતી સ્તૂપ પરથી ૩૯૯ વર્ષ અંકિત કરેલ બુદ્ધની એક પ્રતિમા મળી છે. હારિતી સ્તૂપની પૂર્વે સહરી બહાલમાં
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૬ અનુસૌય કાલીન શિલ્પકલા
એક સ્તૂપ મળ્યા છે. તેના પર બુદ્ધ તથા બોધિસત્ત્વોની અનેક મૂર્તિ એ કારિન્થિયન શૈલીના સ્ત ંભાથી વિભૂષિત ગવાક્ષોમાં આપેલી છે. આ જ સ્થળેથી બુદ્ધમૂર્તિ એના એક મોટો સંગ્રહ પણ પ્રાપ્ત થયા છે જેમાં બુદ્ધ અને બોધિસત્ત્વાના અનેક જીવનપ્રસંગા જન્મ, સમ્બાધિ, ધ ચક્રપ્રવતન, પરિનિર્વાણ, અસિત દ્વારા ભવિષ્યકથન, દીપકર જાતક, કશ્યપ-ધર્મ પરિવર્તન, ન લગિરિ હસ્તિ પર વિજય વગે૨ે દૃશ્યો તથા કુબેર, હારિતી વગેરે મૂર્તિ એના મેાટો સંગ્રહ છે.
હા
તખ્તેબહાઈના સ્તૂપને સંલગ્ન વિહાર છે. આ વિહારની દીવાલા પર બુદ્ધ અને બાધિસત્ત્તાની મહાકાય મૂર્તિઓ તથા તેમનાં જીવનદશ્યો અને કુબેર-હારિતીના શિલાપટ્ટ કોતરેલા છે.
શાહ-જી-કી-ઢેરી નામના સ્થળ પરના સ્તૂપના ગર્ભમાંથી મળેલી ધાતુમ જૂષાના ઢાંકણ પર મધ્યમાં પદ્માસનસ્થ આભામંડળમંડિત બુદ્ધની જમણી બાજુએ ઇન્દ્ર અને ડાબી બાજુએ બ્રહ્માનાં અંજિલ મુદ્રામાં ઊભેલા શિલ્પા છે. સ્વયં ઢાંકણા પર ખીલેલા કમલની આકૃતિ કોતરેલી છે. ઢાંકણાની ઊભી કિનાર પર ઊડતા હંસાની પંકિત છે. મંજૂષાની ચાતરફ સ્કંધા પર પુષ્પમાલાનું વહન કરતા યક્ષોનાં શિલ્પા છે. અને પુષ્પમાલા લચક લઈ જયાં વળાંક સાધે છે ત્યાં અભયમુદ્રામાઁ બેઠેલ બુદ્ધનાં તથા તેમની જમણી તથા ડાબી બાજુએ અનુક્રમે સૂર્ય અને ચંદ્રના શિલ્પા છે. સૂર્યની પાસે જ કનિષ્કની મૂર્તિ છે. મંજૂષા પરના લેખમાં કનિષ્ક અને અગિશલ નામના કોઈક ગ્રીક નવકાર્મિકના ઉલ્લેખ છે.
પ્રતિમાશાસ્ત્રની દૃષ્ટિએ ગધારકલાની વિશેષતા બુદ્ધના જીવનની ઘટનાઓ, બુદ્ધ અને બોધિસત્ત્વાની મૂર્તિઓ, જાતકકથા ગ્રીક દેવ-દેવીઓનાં આલેખના, વસ્તુસંબંધી વિદેશી વિન્યાસ, ભારતીય અલંકરણેામાં ગ્રીક અને ઈરાની છાપ વગેરેમાં રહેલી છે. ગંધારકલામાં બુદ્ધની જીવન ઘટનાઓ અંકિત કરતા શિલાપટ્ટોનું પ્રમાણ વિશેષ છે, જેમાં ૭૦ જેટલાં દૃશ્યામાં બુદ્ધના સમગ્ર જીવન–પ્રસંગેા તથા જાતકકથાએ અંકિત કરેલાં છે. આ શિલ્પામાં સ્વાભાવિક માનવીય ભાવાનું પ્રકટીકરણ છે. સ્ત્રી પુરુષની પ્રકટતી ભાવાત્રેકતાના કારણે માનવીય વ્યવહારની તે સજીવ પ્રતિમૂર્તિ એ બની જાય છે. બોધિસત્ત્વામાં મૈત્રેય અને અવલેાકિતેશ્વરની મૂર્તિ આ વિશેષ છે. બુદ્ધની ઊભી મૂર્તિ એનું સામાન્ય કદ ૮'−૮'' સુધીનું છે. આવી ઘણી મૂર્તિએ પેશાવર અને લાહોરનાં મ્યુઝિયમામાં સુરક્ષિત છે. તેમનું સૌષ્ઠવયુકત માંસલ શરીર પ્રભાવશાળી છે. આ બધી મૂર્તિએ સહી બહલાલ અને તખ્તેબહાઈથી મળી ભા. પ્રા. શિ. ૬
Page #91
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિ૯૫હલા
છે. એમાં સહરી બહલોલની મૂર્તિ ગધારકલાને ઉત્તમ નમૂનો છે. આ મૂર્તિ પર (આકૃતિ ૨૧) સેનાનું પાણી ચઢાવવામાં આવ્યું હતું. મૂર્તિનાં મહાપ્રમાણ, સૌમ્યદર્શન અને કરૂણામયી દૃષ્ટિ ખાસ આકર્ષક છે. એ તે જોનાર દર્શકો અને ઉપાસકે પર ઘેરો પ્રભાવ પાડે છે.
ગંધાર શૈલીની શિલ્પ કલાને વિન્સેન્ટ સ્મિથ, સર જહોન માર્શલ વગેરે કલામર્મજ્ઞો ભારતીય પ્રભાવરહીતની સ્વતંત્ર કલા તરીકે સ્વીકારે છે, એથી વિપરીત હાવેલ, કુમારસ્વામી વગેરે વિદ્વાનો અને ભારતીય શિલ્પકલાની વિદેશી પ્રભાવયુકત એક શાખા તરીકે સ્વીકારે છે. સાધારણ રીતે કોઈ પણ કલાશૈલીના વિકાસમાં ક્રમિક ઘટકો જોવા મળે છે, પણ ગંધાર કલાની બાબતમાં આમ જોવા મળતું નથી. કારણ, આ પ્રદેશમાં એલેકઝાન્ડરના સમયથી ગ્રીક પ્રભાવવાળી હેલનિસ્ટિક કલાનો પ્રચાર થયો હતો. એનાં તો સાથે ભારતીય તત્ત્વોનો સમન્વય સાધીને ગંધારાના શિલ્પીઓએ અભિનવ શિલ્પોનું નિર્માણ કર્યું. અલબત્ત, ભારતીય કલાની ભાવમયતા કે આધ્યાત્મિક વ્યંજના અને ગ્રીક મૂર્તિકલાની વાસ્તવિકતાનું સંયોજન કરવામાં કલાકારને પ્રયત્ન સતુત્ય હોવા છતાં તેમાં એને પૂરેપૂરી સફળતા મળી જણાતી નથી. આ મૂટિના કારણે આ શિલ્પ સૂક્ષ્મ આધ્યાત્મિક વ્યંજનાઓ અને ભાવ પ્રગટ કરી શકયાં નથી.
ગંધાર શૈલીની સિદ્ધિ નવા વિચારો અને પદ્ધતિ તેમ જ નવા બદ્ધદેવતાઓ દાખલ કરવામાં હતી. અત્યાર સુધી બૌદ્ધ દેવતાઓ સંકેતરૂપે આલેખાતા હતા. બુદ્ધની નવી મૂર્તિઓ સાધુના પિષક અને યોગાસનમાં તૈયાર કરવામાં આવી અને બોધિસત્વે રાજકુમારના લેબાસમાં શાકયુમુનિને બાળક, રાજકુમાર,સાધુ અને ઉપદેશક તરીકે બતાવવામાં આવ્યા. અહીંનાં બધાં શિલ્પમાં ભગવાન બુદ્ધને મુખ્ય પાત્ર બનાવેલું જણાય છે.
ગ્રીક અસર પ્રધાન હોવા છતાં પણ ગંધારશૈલીએ ભારતીય પ્રણાલી, તેની વેશભૂષા, હાવભાવ, અને દેવદેવતાઓનાં સાંકેતિક ચિહનામાં સાચવી રાખી છે. ગંધારના બુદ્ધની મૂર્તિ એપલે જેવી અર્થાત્ મૃદુ, માંસલ અને યુવાન ચહેરાવાળી છે. ભારતીય સંકેત જેવા કે ઉષ્ણીષને કુશળતાથી વાંકડિયા વાળના ગુચ્છાથી બતાવ્યા છે. વ્યવસ્થિત કરચલીવાળાં કપડાંની નીચેથી સ્પષ્ટપણે દેખાતો બુદ્ધ ભગવાનને દેહ અલમસ્ત શરીરવાળો બનાવેલો જણાય છે. બુદ્ધ અને બોધિસની આકૃતિઓને ક્યારેક મોટી મૂછો બનાવેલી છે. આવી મૂછો ભારતીય મૂર્તિમાં જણાતી નથી. ભારતીય મૂર્તિ શાસ્ત્રમાં દેવને મા વગરના અને યુવાન બનાવવાનો આદેશ છે ને તે અન્ય ભારતીય શિલ્પમાં યથાર્થ રીતે પળાયેલો જણાય છે. અહીં બુદ્ધ જન્મ અને
Page #92
--------------------------------------------------------------------------
________________
૫ : અનુમૌય કાલીન શિકલા
સ પરિત્યાગની કથા ફરી ફરીને આલેખવામાં આવી છે, તે તેની લોકપ્રિયતા બતાવે છે. ઊપસાવીને કરેલાં શિલ્પમાં બુદ્ધની માતા માયાદેવી એક વૃક્ષની નીચે ડાળ પકડીને ઊભેલી છે. તેને તેની બહેન પ્રજાપતિએ ટેકો આપેલા છે ને બીજી સ્ત્રીઓ તેની તહેનાતમાં હાજર છે. તેની જમણી બાજુના પડખામાંથી બાળક નીકળતું જણાય છે. ઈંદ્ર બીજા દેવાના સાનિધ્યમાં બાળકને આવકારે છે. સર્વસંગપરિત્યાગના દશ્યમાં મહાભિનિષ્ક્રમણ પહેલાં રાજકુમાર પલંગ ઉપર પેાતાની ઊઁ"ઘતી પત્ની યશોધરાની પાસે ચિંતામગ્ન બેઠેલા જણાય છે. પરિચારિકા અને ગાયિકા ચામર અને વાજિંત્રા ઉપર માથું ટેકવીને નિંદ્રા લેતી જણાય છે. આ દૃશ્યના અંતભાગમાં રાજકુમાર પાતાના વિશ્વાસુ સેવક સાથે રાજમહેલમાંથી ઘેાડા ઉપર બેસીને બહાર નીકળે છે. પરિનિર્વાણ દૃશ્યમાં દુ:ખમગ્ન શિષ્યો અને હાથમાં વજ્ર ધારણ કરેલા વજ્રપાણિ સાધુની પાસે નતમસ્તકે વિલાપ કરે છે.
કેટલાંક શિલ્પા નાની નાની તકતીઓમાં કોતરેલાં છે. આમાં સમાજના એકએક ભાગના લાકોની યથાવત રજૂઆત છે. લાક્ષણિક ઢબનાં મકાના, વાહના, રાચરચીલાં અને પાળેલાં પશુઓ વગેરે દશ્યોમાં રજૂ કરેલાં છે. સાથે સાથે તે રોજિંદા જીવનનું પણ દૃશ્ય બને છે.
ગંધાર શૈલીના ઈ.સ. પાંચમા સૈકામાં અંત આવ્યો અને તેમાં છેવટનાં ૩૦૦ વ દરમ્યાન તડકે તપાવેલી માટીની આકૃતિઓ કે માટીની પકવેલી મૂતિ એ થવા લાગી. તેના ઉપર ચૂનાના ઢોળ ચઢાવવામાં આવતા. ગધારકલાની ખાસિયત પથ્થરનાં શિલ્પને તૈયાર કરીને તેના ઉપર એક પાતળું પ્લાસ્ટર કરવામાં આવતું એ છે. તેને રંગરોગાન કરીને પ્રકાશિત કરીને શેાભિત કરતા. તેવી જ રીતે માટીની આકૃતિઓને પણ શણગારવામાં આવતી. ચૂના અને પકવેલી માટીમાંથી બનાવવામાં આવતાં માથાં(મસ્તકો) ખાસ કરીને બીબામાંથી બનાવાતાં. આવાં કેટલાંક બીબાંમાંથી બનાવેલાં મસ્તકો ઉચ્ચ પ્રકારના આલેખનના નમૂના જેવાં લાગે છે. આ મસ્તકામાં જીવનનું જોમ અને વ્યકિતત્વ જણાય છે. આમાં બુદ્ધનાં મસ્તક સર્વોત્તમ છે (જુઓ. આકૃતિ ૨૨). ઐતિહાસિક દૃષ્ટિએ આ શૈલીના સૌથી અગત્યના નમૂના તે બુદ્ધની અર્ધમુકુલિત ચક્ષુવાળી, સ્મિતયુકત કમળ ઉપર બિરાજેલી યોગાસનમાં ધ્યાનસ્થ મૂર્તિ, આ મૂર્તિ સમગ્ર બૌદ્ધ જગતમાં વિખ્યાત થયેલી છે.
૭) મથુરા શૈલી
યમુના કાંઠે આવેલું મથુરા ઈ.સ. પૂર્વે ૨ જીથી ઈ.સ.ની ૫ મી સદી દરમ્યાન ભાગવત બૌદ્ધ તેમજ જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ ત્રણેય ધર્મ-સંપ્રદાયોના અનુ
૩
Page #93
--------------------------------------------------------------------------
________________
1
ભારતીય પ્રાચીન શિલ્પકલા થાયીઓના અદમ્ય ધાર્મિક ઉત્સાહને પડઘો તેમની લાપ્રવૃત્તિઓમાં પડેલો જણાય છે. આ પ્રવૃત્તિમાંથી મથુરાની મહાન કલા-શૈલીને જન્મ થયો. આ શૈલીએ શુદ્ધ ભારતીય પ્રકારનાં શિલ્પોનું નિર્માણ કરવાની જે પ્રણાલીઓ પાડી તેને તત્કાલમાં અને ઉત્તરકાલમાં ભારતીય શિલ્પકલા પર વ્યાપક પ્રભાવ પડ્યો. એ દૃષ્ટિએ ભારતીય શિલ્પકલાના ઇતિહાસમાં મથુરાકલાનું વિશિષ્ટ સ્થાન રહેલું છે.
મથુરામાં શુંગ-કાવ, કુષાણ અને ગુપ્ત કાલ (આ. ઈ.સ. પૂર્વે ૨૦૦થી ઈ.સ. ૫૫૦) દરમ્યાન સંખ્યાબંધ સ્થાપત્ય અને શિલ્પ થયાં. એ કાલના ધાર્મિક કલાના ઇતિહાસની એમાંથી કિંમતી માહિતી મળી રહે છે. આમાં કુષાણકાલ ખાસ કરીને કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવને સમય (ઈ.સ.ની ૧લી–રજી સદી) મથુરાક્લાનો સુવર્ણકાળ ગણાય છે. આ સદીઓ દરમ્યાન મથુરાના કલાસિદ્ધિોએ ગરવાં પરિણામ પ્રાપ્ત કરવામાં અજોડ સફળતા હાંસલ કરી. યક્ષ અને યક્ષિણી, નાગ અને નાગણીએ, બુદ્ધ અને બોધિસત્ત્વો તેમજ તીર્થકરોની ઊભેલી અને બેઠેલી બંને પ્રકારની મૂર્તિઓ, શિવલિંગ અને માનુષશિવ, વિષ્ણુ, સૂર્ય અને કાર્તિકેય, સપ્તમાતૃકા, મહિષાસુરમર્દિની, શ્રીલક્ષ્મી, સરસ્વતી, આર્યાવતી દુર્ગા વગેરેનાં લગભગ ૫૦૦૦ અંશમૂર્ત અને પૂર્ણમૂર્ત શિલ્પ મથુરાશૈલીને ગૌરવ અપાવે એવું આદ્વિતીય દેવવૃંદ રચે છે.
મથુરા શૈલીનાં શિલ્પોનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે તારવી શકાય :
૧) આ શિલ્પ સફેદ છાંટવાળા રવાદાર રાતા પથ્થરમાંથી બનેલાં છે. આ પથ્થરો નજીકની ભરતપુર અને સીકરીની ખાણોમાંથી આવતા હતા. ૨) પ્રસ્તુત કાલમાં, ખાસ કરીને કુષાણ કાલમાં મૂર્તિ પૂજાને વ્યાપક પ્રસાર થતાં પ્રાચીન સાંકેતિક પ્રતીકાત્મકતાનું સ્થાન મૂર્તિવિધાને લીધું. આથી સાંચી-ભરડુત વગેરે પ્રાચીન સ્થાનની કલાકૃતિઓમાં જોવા મળતી સૂક્ષ્મ પ્રતીકાત્મકતા અને સાંકેતિકતાનો મથુરાકલામાં અભાવ વરતાય છે. ૩) યક્ષો, નાગો વગેરેની પૂજા સ્વરૂપે પ્રચલિત પ્રાચીન ભારતીય લોક સંપ્રદાયોનું બૌદ્ધ, જૈન અને ભાગવત ઉપાસના-સ્વરૂપ સાથે એકીકરણ એ મથુરાકલાનું વ્યાવર્તક લક્ષણ છે. આ બાબતમાં પ્રાચીન અને તત્કાલીન સ્વીકૃત ધોરણો અબાધિતપણે એકરસ થતાં જોવા મળે છે. મથુરામાં મૌર્યકાળ દરમ્યાન લોકકલા સ્વરૂપની યક્ષપ્રતિમાઓ ઘડાતી હતી. એમાંના પારખમના યક્ષની પ્રતિમાએ શુંગ-કુષાણકલાની બુદ્ધ, બોધિસત્વે, તીર્થકો, નાગો, વિષ્ણુ, કાર્તિકેય અને દેવતાઓની પ્રતિમાઓના નિર્માણ માટે આવશ્યક તત્ત્વો પૂરાં પાડ્યાં. દેવોને માનવાકૃતિમાં અભિવ્યકત કરવા માટે પારખમના યક્ષની પ્રતિમા(આકૃતિ)માંથી અતિશૂળ પણ કદાવર દેહ, ઊભું સ્વરૂપ,
Page #94
--------------------------------------------------------------------------
________________
પર અનુમૌર્યકાલીન શિલ્પલા બે હાથ પૈકી એક અભયમુદ્રામાં અને બીજો કેડે ટેકવેલ ઉત્તરીય અને અધોવસ્ત્ર, કાન, હાથ અને પહોંચાના અલંકારો વગેરે તત્વે સ્વીકારાયાં. શીધ્ર અને ક્રાંતિકારક ફેરફારો પામતા જતા ધાર્મિક વાતાવરણને અનુરૂપ થવામાં મથુરાના કલાસિદ્ધોએ એટલી જ કુશળતા બતાવી. તેમાં એક બાજુ યક્ષ અને નાગનું મૂર્તિવિધાન પણ કરતા રહ્યા ને બીજી બાજુ નવાં વલણોને લઈને આવશ્યક બનતાં તત્ત્વોના અનુસંધાનમાં વિકાસોન્મુખ ફેરફારો પણ લાવતા રહ્યા. આ બાબત મથુરાની કોઈ યક્ષ, બોધિસત્વ અને વિષ્ણુની મૂર્તિની પરસ્પર તુલના કરવાથી તરત સ્પષ્ટ થશે. ઘણા ધર્મ-સંપ્રદાયનાં વિકસતાં વલણને અનુરૂપ અને બદલાતા સંજોગોમાં કામ કર્યું હોવા છતાં તેઓ પરંપરાગત વૈવિધ્ય, અને સુસ્થાપિત નિયમોને જાળવીને પિતાનું મૌલિકપણે દાખવવામાં સફળ થયા તે એમની વિશિષ્ટ સિદ્ધિ છે. ) મૂર્તિશિલ્પના ઘડતરમાં મથુરાના કલાકારોનું ધ્યાન રૂપનિર્માણ અને આંતરભાવ વ્યકત કરવાની બાબતમાં બંને વચ્ચે સમન્વય સાધવા તરફ રહેલું જણાય છે. આથી આ શિલ્પ આંખ અને મનને પ્રસન્ન કરનારાં બન્યાં છે. ૫) અગાઉ અંશમૂર્ત શિલ્પોનું બાહુલ્ય પ્રવર્તતું હતું. કુષાણકાલથી મથુરામાં પૂર્ણભૂતં શિલ્પનું બાહુલ્ય પ્રવર્તતું જોવા મળે છે. મૂર્તિશિલ્પોમાં શુંગાલમાં જોવા મળતું ચપટાપણું અહીં જણાતું નથી. પ્રસ્તુત કાલનાં બધાં શિલ્પ ઘનગાત્ર, ચતુરસ અને મોટા કદને લઈને જુદાં તરી આવે છે. એમાં પૃષ્ઠાવલંબનનો અભાવ છે. મુંડિત મસ્તક, લલાટે ઊર્ણા, મૂછોનો અભાવ, વલ્લી (કરચલી) યુકત વસ્ત્ર, જમણા ખભે ઉપવસ્ત્ર ધારણ નહીં કરવું, જમણો હાથ ઘણું કરીને અભયમુદ્રામાં રાખો, ઊભી મૂર્તિમાં ડાબો હાથ સંઘાટી પકડેલો અને બેઠી મૂર્તિમાં એને ઊરુ પર અવલંબિત રાખવો. વગેરે મથુરાની બુદ્ધ મૂર્તિઓનાં વિશિષ્ટ લક્ષણો છે. આ મૂર્તિઓ પદ્માસન પર નહીં પણ સિંહાસન પર જોવા મળે છે. ઊભી મૂર્તિઓના પગ પાસે સિંહની આકૃતિ કંડારેલી હોય છે. મૂર્તિઓનાં પ્રભામંડળ અનલંકૃત હોય છે, જો કે એની કોર પર વૃત્તાકાર ચિહન દૃષ્ટિગોચર થાય છે. ૬) મૂર્તિઓમાં મથુરાના શિલ્પીઓએ કેવળ સન્મુખ દર્શનનો આગ્રહ ન રાખતાં પાર્શ્વગત અને પુષ્કગત દર્શનને અપનાવી એના રૂપવિધાનમાં સુરેખ મુદ્રાઓ અને વિવિધ અંગભંગીઓને સ્થાન આપ્યું. સ્તૂપનાં વેદિકા-સ્તંભો પરનાં અંશમૂર્ત નારીશિલ્પનાં રૂપાંકને એના સ્પષ્ટ દૃષ્ટાંતરૂપ છે. એ વેદિકા-સ્તંભોનાં શિલ્પમાં પ્રકૃતિ અને મનુષ્ય જીવનના સૌંદર્યને પારખીને એને મનોરમ મૂર્ત સ્વરૂપ આપવામાં મથુરાના કલાકારોએ દાખવેલી અજોડ સિદ્ધિ અન્યત્ર દુર્લભ છે. ૭) મથુરાના કલાકારોએ પુષ્પ, પશુ-પક્ષી વગેરેનાં અલંકરણોમાં બહુધા પ્રાચીન પરિપાટી અપનાવી પણ તેમાં આકારક્ષમતા અને લાલિત્ય લાવવામાં પિતાની મૌલિકતા દર્શાવી. વળી એમણે કેટલાંક
Page #95
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલપકલા વિદેશી અલંકરણ, ખાસ કરીને હેલેનિસ્ટિક સુશોભન-ઘટકો અપનાવ્યાં. ભીંત કે વાડ પર ચડતા પુપિત વેલાઓ, અકેન્થસ (અણીયાળાં પર્ણોવાળો એક છોડ), બચ્ચનલિયન (Bacchanalian)દશ્યો કે જેમાંથી ભારતીયકરણ પામેલ ચોળી જેવા પેટવાળા કુબેરને જન્મ થયો, ખૂબ મોટી પુષ્પમાળાઓ હાથમાં ધારણ કરી ઊભેલા નાના કદના યક્ષો (Erotes), હેરાકિલસ અને નીમિયાનો સિંહ જીયસ (Zeus)ના ગુરૂડ દ્વારા ગેનીમીડી (Ganymede)નું અપહરણ વગેરેને મથુરાકલામાં અપનાવવામાં આવ્યાં. આ બધાં સુશોભન–ઘટકો ક્લાકારોએ પોતાની કલાસુઝ વડે યથેચ્છ રીતે પ્રયોજેલાં દૃષ્ટિગોચર થાય છે.
મથુરાના શિલ્પનું બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ધર્મના સંદર્ભમાં વગીકરણ કરી એમને અભ્યાસ કરવો અહીં અભિપ્રેત છે. બૌદ્ધ શિ
મથુરામાંથી બુદ્ધ, બોધિસત્વ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા કેટલાક દેવતાઓ અને ઉપાસકોનાં મૂર્તિશિલ્પ મળ્યાં છે. આમાં બુદ્ધની મૂર્તિઓ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. બુદ્ધની મૂર્તિને માનુષી આવિષ્કાર કુષાણકાલના આરંભમાં લગભગ પહેલી સદીથી થયો. પુરાવતુકીય પુરાવાઓ પરથી જણાય છે કે બુદ્ધની બોધિસત્વ સ્વરૂપની પ્રથમ પ્રતિમા કનિષ્કના રાજ્યકાલના ત્રીજા વર્ષે મથુરાના શિલ્પીઓએ પારખમના પક્ષના જેવી જૂની ઢબે તેયાર કરેલી. શુંગકાલમાં સાંચી, ભરહુત, બોધગયા વગેરે સ્થાનમાં અને મથુરામાંથી પ્રાપ્ત થયેલ પ્રાચીન અવશેષોમાં બુદ્ધને પાદુકા, બોદ્ધિવૃક્ષ, બોધિમંચ, ધર્મચક્ર, સૂપ વગેરે પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવતા હતા તે પ્રથા મથુરામાં કુષાણકાલથી બંધ થઈ.
મથુરામાં સૌ પ્રથમ બૌદ્ધ મૂર્તિમાં બુદ્ધનું આલેખન રાજકુમારના લેબાસમાં શિરોવેસ્ટન અને અલંકાર સહિત કરવામાં આવ્યું. બુદ્ધનું આવું બુદ્ધાવસ્થા પહેલાનું સ્વરૂપ બોધિસત્વ નામે ઓળખાતું. બીજું સ્વરૂપ બુદ્ધને બધિજ્ઞાન પ્રાપ્ત થયા પછીનું કરવામાં આવતું. આ સ્વરૂપમાં બુદ્ધને તપલીન સંન્યાસીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા. આ સ્વરૂપમાં મહાપુરુષોને યોગ્ય લક્ષણો જેવાં કે ઉષ્ણીષ, ઊણ, લાંબા કાન, જાલાંગુલી, હથેળી અને પગનાં તળિયાંમાં ચક્રનાં ચિહન વગેરે અંકિત કરવામાં આવ્યાં. અહીં બુદ્ધની મૂર્તિ પહેલાં ગંધારમાં ઘડાઈ કે મથુરામાં તે ચર્ચા પ્રસ્તુત છે.
વિન્સેન્ટ સ્મિથ, માર્શલ વગેરે વિદ્વાને બૌદ્ધ ધર્મમાં મૂર્તિપૂજાનો પ્રચાર કરવાનું કોય ગંધારના કલાકારોને આપે છે. તેમને મતે સહુથી પહેલી બૌદ્ધ-પ્રતિમા ગંધારમાં
Page #96
--------------------------------------------------------------------------
________________
૫૨ ૬
[G
)
૨૫
*
*
જ છ8k &8Rps
39- pd 0 1
૪૮ ૮EET3 rd.
S
ઉજ8.
જે
22
Sk
.
ના
N
25 MAA
LOGI
)
"
૨૫ બોધિસવ (સારનાથ). ૨૭ આયાગપટ્ટ (મથુરા)
૨૬ બુદ્ધ (કટર) ૨૮ એકમુખ શિવલિંગ (મથુરા)
Page #97
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
બની હતી. પણ હવેલ, કુમારસ્વામી, વાસુદેવશરણ અગ્રવાલ જેવા વિદ્વાને એને વિરોધ કરે છે. તેમને મતે ૧) દેવતાની મૂર્તિ બનાવી એની પૂજા કરવાની કલ્પના વિશુદ્ધ ભારતીય છે. ભારતમાં મૂર્તિપૂજા ઈ.સ. પૂર્વે અનેક શતાબ્દીઓ પહેલાં શરૂ થઈ હોવાનાં પ્રમાણ ઉપલબ્ધ છે. ૨) મૌર્યકાળમાં અને તે પછી બનેલી યક્ષયક્ષિણીની પ્રતિમાઓ ભારતમાં મૂર્તિ-નિર્માણકલાની સ્વદેશી પરંપરાના અસ્તિત્વના પુરાવા રૂપ છે. આ બંને બાબતે પરથી ગંધાર-કલાના ઉદ્ભવ પહેલાં ભારતમાં મૂર્તિપૂજાનો સિદ્ધાંત અને મૂર્તિઓ બને જ્ઞાત હોવાનું સ્પષ્ટ થાય છે. વળી ૩) ગંધારન કલાકેન્દ્ર તરીકે વિકાસ થયો એ પહેલાં મથુરા કલાકેન્દ્ર બની ચૂકયું હતું ને મથુરાની શૈલી ગંધારની શૈલી કરતાં ઘણી બાબતમાં ભિન્ન છે. અ) ગંધારમાં બુદ્ધની પ્રતિમાઓ કાળા સ્લેટિયા પથ્થરની, પીસેલા ચૂનાની અને માટીની (પકવેલી) બનેલી હતી તે મથુરાની બધી મૂર્તિઓ સફેદ છાંટવાળા લાલ રવાદાર પથ્થરમાંથી બનાવેલી હતી. આ) ગંધારમાં પીસેલા ચૂનાની અને માટીની પકવેલી મૂર્તિઓને સેનેરી રંગે રંગવામાં આવતી, જ્યારે મથુરાની મૂર્તિ એ સાદી રખાતી. ઇ) ગંધારની મૂર્તિઓમાં દેહ-સૌષ્ઠવ બતાવવા તરફ ધ્યાન અપાતું, જ્યારે મથુરાની મૂર્તિ એમાં આંતરિક ભાવોની અભિવ્યકિત પર ધ્યાન કેન્દ્રિત રહેતું. મથુરાની મૂર્તિઓ વાસ્તવમાં યક્ષની પ્રાચીન મૂર્તિઓને આધારે ઘડાયેલી હોવાનું જણાય છે. ઈ) મથુરાની મૂર્તિમાં બુદ્ધના મુખને ફરતું પ્રભામંડળ જોવા મળે છે. આ વિવેચન પરથી ગંધાર અને મથુરામાં બુદ્ધ-પ્રતિમાઓના નિર્માણની પરંપરાનો પ્રારંભ સ્વતત્રપણે થયો હોવાનું ફલિત થાય છે. મોટા ભાગના વિદ્વાને હવે આ મતને સ્વીકારતા થયા છે.
મથુરામાં બુદ્ધની મૂર્તિ કેવી રીતે ઘડાઈ તે બાબતમાં મથુરા-કલાના મર્મજ્ઞ ડો. વાસુદેવશરણ અગ્રવાલનું નિરીક્ષણ નોંધપાત્ર છે. બુદ્ધની પ્રતીકપૂજાને માનુષસ્વરૂપની પૂજામાં ફેરવી નાખવાનું કાર્ય પાર પાડીને મથુરાના કલાસિદ્ધોએ ભારતીય કલામાં એક સીમાવત પરિવર્તન આવ્યું. આ ફેરફારે કેવળ ભારતમાં જ નહીં એશિયાના ઘણા દેશોનાં વિકસિત કલા સ્વરૂપોના ભાવિ વિકાસ પર અસર કરી. ઇસવીસનના આરંભ પહેલાંની કેટલીક સદીઓથી મથુરાના શિલ્પીઓ પાસે માનુષસ્વરૂપના દેવતાઓની મૂર્તિઓ બનાવવાની સ્પષ્ટ રૂપરેખા હતી. તેને મહાવરો પ્રાચીન યક્ષપ્રતિમાઓ, બળરામ (જાનસુરી ગામેથી મળેલ આ. ઈ.સ. પૂર્વે ૨ જી સદીની પ્રતિમા) અને વૃષ્ણિવીરની કેટલીક પ્રતિમાઓ (મારાના એક મંદિરમાંથી મળી આવી છે અને મેરા-કૂપલેખે એની પ્રાચીનતા પ્રમાણિત કરી છે એ) પરથી જણાઈ આવે છે. ઊભું સ્વરૂપ, બે હાથ કેમ રાખવા તે અંગેની પદ્ધતિ, વેશભૂષા, મુખ પરના ભાવ વ્યકત
Page #98
--------------------------------------------------------------------------
________________
પ અનુમૌર્યકાલીન શિલ્પકલા કરવાની પદ્ધતિ વગેરે બાબતે હાથવગી હતી અને બુદ્ધ તેમજ બોધિસત્વની ઊભી મૂર્તિ બનાવવા માટે એને અપનાવી લેવાય એવી સરળ હતી. વળી બુદ્ધની મૂર્તિની પૂર્ણતા માટે આવશ્યક બીજાં લક્ષણો મથુરાના ધાર્મિક વાતાવરણ અને પ્રચલિત કલા પ્રતીકોમાંથી પ્રાપ્ત કરી શકાય એમ હતાં. ઉણીષ, ઊર્ણા, અભયમુદ્રા અને પદ્માસન યોગી પરંપરામાંથી લેવામાં આવ્યાં. ચામરધારી અનુચર, છત્ર, સિંહાસન અને પુષ્પવૃષ્ટિ કરતી દિવ્ય આકૃતિઓ ચક્રવતીના મૂર્તિવિધાનમાંથી લેવામાં આવ્યાં. યોગી અને ચક્રવતી તત્ત્વોનું બુદ્ધિપૂર્વકનું એકીકરણ કરવાથી બુદ્ધ–બોધિસત્ત્વની - નવીન મૂર્તિનું નિર્માણ થયું. ચાર સિંહોની પીઠ પર આધારિત ધર્મચક્ર મૌર્યકાલથી બૌદ્ધ ધર્મના એક વિશિષ્ટ પ્રતીક તરીકે પ્રસિદ્ધ હતું, તેને નવીન પ્રતિમામાં પીઠ પર સ્થાપવામાં આવ્યું. ઈરાની દેવતાઓની પાછળ કરવામાં આવતા તેજચક્ર કે પ્રભામંડળને બુદ્ધની મૂર્તિમાં અપનાવી લેવાયું. આ મૂર્તિવિધાન કોઈ એકાદ દિવસના પ્રયત્નનું પરિણામ સંભવી શકે નહિ. કોઈ ગમે તેવી પ્રતિભા ધરાવતે એકલદોકલ શિલ્પી પણ કોઈ વિશિષ્ટ ગ્રાહકની વિનંતીના જવાબમાં તરત જ બેસી જાય અને -કોઈ ધાર્મિક મૂર્તિના યથાર્થ નિશ્ચિત નિયમો ઘડી કાઢે એ શકય નહોતું. વસ્તુત: સમગ્ર સમુદાયની અનેક વર્ષોની ભકિતભાવનાભરી અંત:સ્ફરણાથી જ મૂર્તિવિધાન થાય છે. મથુરાના ધાર્મિક વાતાવરણનું વસ્તુલક્ષી પૃથક્કરણ કરતાં જણાય છે કે બુદ્ધની મૂર્તિને માનુષ-સ્વરૂપ આપવા માટે આવશ્યક લક્ષણો તો મથુરામાં ઘણે વહેલેથી પ્રચલિત હતાં અને એ જૈન તથા બ્રાહ્મણ મૂર્તિઓને પણ લાગુ પાડવામાં આવ્યાં હતાં. એટલે રાજ કે બૌદ્ધ સંઘ કે બંનેના સંયુકત નિર્ણયથી બુદ્ધને માનુષ સ્વરૂપે વ્યકત કરવા પરનાં સ્વયં ધારણ કરેલાં નિયંત્રણ આપોઆપ ઊઠી જતાં બુદ્ધની મૂર્તિ ઘડવાનાં દ્વાર ખૂલી ગયાં ને એ લક્ષણો બુદ્ધની મૂર્તિને લાગુ પડાયાં. આ બાબત કુષાણનરેશ કનિષ્કના રાજ્યકાલના ત્રીજા વર્ષમાં ઘડાયેલ ભિક્ષુબલ(કૃત) બોધિસત્ત્વમૂર્તિ પરથી સૂચિત થાય છે. આ ભવ્ય કદનું એક મોટા કદની છત્રી ધરાવતું બાવલું સારનાથના એક ભવ્ય થાંભલા પર ઊભું છે. આ બાવલું (આકૃતિ ૨૫) સ્પષ્ટત: મથુરામાં અને સંભવત: મુખ્ય ધર્માધિકારી ભિક્ષુબલની દેખરેખ અને દોરવણી નીચે તૈયાર થયેલું જણાય છે. તેથી એની સાથે બિલનું નામ સંકળાયેલું છે. મહાયાન સંપ્રદાયના ઉપાસકોની મૂર્તિઓ માટેની દિનપ્રતિદિન વધતી જતી માંગના સંદર્ભમાં મથુરાના કલાસિદ્ધોએ ત્યાંના ધર્માચાર્યોની દોરવણી નીચે બુદ્ધની અને બોધિસત્વોની વૈવિધ્યપૂર્ણ મૂર્તિ બનાવવામાં અપૂર્વ કૌશલ દાખવ્યું. આમ બુદ્ધ-પ્રતિમા એ મથુરાના મહાન શિલ્પીઓનું મૂળભૂત પ્રદાન હોવાનું જણાય છે. એટલું જ નહિ, ભાગવત, પાશુપત, જૈન, સૈર, શાકત વગેરે કાળબળે પ્રચલિત
Page #99
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલાથતા સંપ્રદાયોના દેવતાઓના મૂર્તિવિધાનના મૂળભૂત નિયમોના ઘડવૈયા હોવાનું માન પણ એમને ફાળે જાય છે. શ્રી અગ્રવાલને મતે બુદ્ધની બેઠેલી મૂર્તિઓ અને બુદ્ધના જીવનદયા કંડારવામાં ગંધારનો મથુરાકલા પર આછો પ્રભાવ પડેલો જોવા મળે છે. મથુરા અને તક્ષશિલામાંથી મળેલા ઘણા અભિલેખો પરથી જણાય છે કે સર્વાસ્તિવાદી આચાર્યોની દોરવણી નીચે ચાલતી સમાન ધાર્મિક ચળવળનાં એ બંને સમાન કેન્દ્ર હતાં. વળી બંને પર એક (કુષાણ) રાજવંશને અમલ પ્રવર્તતો હતો. આથી આવો પ્રભાવ સહજ છે. આ બંને કેન્દ્રોમાં ધર્મ અને કલા પ્રતિસ્પધી રૂપે નહિ પણ મૈત્રીપૂર્ણ રીતે પાગર્યા હતાં. પરિણામે બંને પરિપકવાવસ્થાએ પહોંચ્યાં. મથુરા અને ગંધારક્ષાની તુલના કરતાં શ્રી અગ્રવાલ લખે છે કે, “ક્લાની દૃષ્ટિએ મથુરા કલામાં જે શ્રી અને સૌન્દર્ય છે, જે ઉત્કૃષ્ટ શોભા છે, તેનો ગંધાકૃતિઓમાં નિતાન્ત અભાવ વરતાય છે. ગંધારકલા ભારતીય કલાના આત્માને વ્યકત કરતી નથી. મથુરાની સસ્મિતવદના કુષાણકાલીન બોધિસત્ત્વની મૂર્તિ (મથુરા સંગ્રહાલય એ. ૧)ની તુલનામાં ગંધારની એક પણ મૂર્તિ આવી શકે તેમ નથી. મથુરાની વેદિકાઓ પરની શાલભંજિકાઓની વિવિધ મૂર્તિઓ ગંધારકલાની આ પ્રકારની મૂર્તિઓ કરતાં ઘણી સુંદર અને આકર્ષક છે. કલાની પૂર્ણતા તેમાં સ્પષ્ટ દેખા દે છે, જ્યારે ગંધારની મૂર્તિઓ શિખાઉના હાથે ઘડાઈ હોય તેમ સ્પષ્ટ ભાસે છે. વિવિધતા, મૌલિકતા અને રૂપવિધાનની દૃષ્ટિએ મથુરા એ કુબેરને ધનભંડાર છે, તો ગંધાર રંકની મૂડી છે. મથુરાના શિલ્પ સૌંદર્યને પોતાની વિશેષતા છે. સાંચી-ભરડુતની પ્રાચીન શાલભંજિકાઓની મૂર્તિઓમાં જે શોભાને અમિત ભંડાર છે, શૃંગારપ્રધાન લીલાઓનાં જે સુચારુ રેખાંકનો છે તે મથુરાની સ્ત્રી–મૂર્તિઓમાં પરિષ્કૃત થઈ નવોદિત સ્વરૂપે પ્રકટ થાય છે. આમ મથુરાની કુષાણ શિલ્પકલા મુખ્યત્વે ભારતીય છે.”
મથુરામાંથી કુષાણકાલની પ્રાપ્ત બુદ્ધ મૂર્તિઓમાં ૧) પૂરા મનુષ્યકદની કે એથી મોટા કદની વિશાળકાય ઊભી અને ૨) પદ્માસન વાળીને બેઠેલી એમ બે પ્રકારે જોવા મળે છે. પહેલા પ્રકારની મૂર્તિઓ પારખમના યક્ષને મળતી આવે છે. બીજા પ્રકારની મૂર્તિના સરસ નમૂના કટરા અને અન્યોરમાંથી મળી આવ્યા છે. કટરાની મૂર્તિ (આકૃતિ ૨૬)માં બોધિવૃક્ષ નીચે પદ્માસન વાળીને બુદ્ધ બેઠેલા છે. તેમને જમણો હાથ અભયમુદ્રામાં અને ડાબો ઊરુ પર ટેકવેલો છે. હથેળી અને પગના તળિયામાં મહાપુરુષના લક્ષણરૂપ ધર્મચક્ર અને ત્રિરત્નનાં ચિહન અંકિત છે. લલાટમાં બે ભ્રમરો વચ્ચે ઊણ કરી છે. મસ્તક પર કપર્દિ છે. મસ્તકને ફરતું તેજચક્ર કરેલું છે ને એની કિનારને ચાપાકાર રેખાઓથી સજાવેલી છે. નીચેના ભાગમાં પહેરેલી છેતીને સૂત્રથી બાંધી છે. ઉપરના ભાગમાં પહેરેલ સંઘાટીને વલીયુકત છેડો ડાબા ખભા.
Page #100
--------------------------------------------------------------------------
________________
૫ : અનુસૌય કાલીન શિલ્પકલા
પરથી પસાર થાય છે. તેમની બંને બાજુ એક એક ચામરધારી પુરુષ ઊભેલ છે. તેમની વેશભૂષા તત્કાલીન ગૃહપતિ જેવી છે. ઉપર બંને ખૂણામાં આકાશગામી દેવા બુદ્ધ પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. બુદ્ધના સિંહાસન પર નીચેના ભાગમાં મધ્યમાં સન્મુખ જોતા એક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોતા બીજા બે મળીને કુલ ત્રણ સિંહા કંડાર્યા છે. અન્યોરની મૂર્તિ આને ઘણે અંશે મળતી આવે છે. એમાં મસ્તક સહિતના ઉપરના ભાગ તૂટી ગયા છે. કટરાની મૂર્તિને, બુદ્ધની મૂર્તિનાં લક્ષણા ધરાવતી હોવા છતાં, નીચેની પાટલી પરના લેખમાં બોધિસત્ત્વની પ્રતિમા કહેવામાં આવી છે.
મથુરામાંથી સાત માનુષી બુદ્ધો પૈકી કાશ્યપ બુદ્ધની ખંડિત મૂર્તિ મળી આવી છે. એ ઊભી મૂતિ તત્કાલીન બોધિસત્ત્વ મૃત્રયની મૂર્તિ એને મળતી આવે છે. બૌદ્ધ પરંપરામાં ચૈત્રય હવે પછી થનારા આઠમા માનુષી બુદ્ધ છે. તેમની મૂર્તિ એમાં વેશભૂષા અને સજાવટ તત્કાલીન ભદ્રેસમાજના ગૃહસ્થ જેવી છે. મૈત્રેયના ડાબા હાથમાં અમૃતકલશ અને જમણે હાથ અભય મુદ્રામાં હેાય છે.
મથુરામાંથી કુષાણકાલના બે બૌદ્ધ સ્તૂપાના અવશેષ મળી આવ્યા છે. આ રૂપાના ઘાટ, એમનાં તારણા અને વેદિકા, ભરહુત અને સાંચીની સરખામણીમાં કદમાં નાનાં છે. વેદિકાના સ્તંભા અને સૂચિઓ પર વિવિધ મનહર શિલ્પસુશાભના કંડારેલાં છે. કેટલાક સ્તંભોની કિનાર અષ્ટકોણાકૃતિમાં કોતરેલી છે ને એના અગ્ર અને પૃષ્ઠભાગે સુંદર કમલાકૃતિએ કરેલી છે. ગંધારની જેમ મથુરામાં પણ ભગવાન બુદ્ધના જીવનની ઘટનાઓ કંડારાયેલી જોવા મળે છે. એમાં ચાર મુખ્ય ઘટનાઓ ૧) જન્મ, ૨) સમ્બાધિ, (૩) ધર્મચક્રપ્રવર્તન અને ૪) મહાપરિનિર્વાણ અંકિત કરવા ઉપરાંત ત્રણ ગૌણ ઘટનાએ ૧) ઇન્દ્રને ભગવાન બુદ્ધનાં દર્શન, (૨) બુદ્ધનું યત્રિંશ સ્વર્ગમાં જઈ માતાને જ્ઞાન આપી પાછા આવવું અને ૩) લાકપાલાનું બુદ્ધને ભિક્ષાપાત્ર-અર્પણ પણ કંડાર પામી છે. અન્ય શિલ્પામાં ઉફૂલ્લ કમળમાં એક જગ્યાએ ગજારોહી બે પુરુષો અને બીજી જગ્યાએ સુંદર સ્ત્રીમસ્તક જોવા મળે છે. એમાં સ્ત્રીનાં શિરોવેષ્ટન અને કેશકલાપ આકર્ષક છે. જાતકથાના એક દૃશ્યમાં પર્ણશાલાની સન્મુખ એક મુનિ એમની સામે અર્ધચંદ્રાકારે બેઠેલાં સાપ, હરણ, કાગડો અને કબૂતરને અનુક્રમે ક્રોધથી, ભયથી, લાભથી અને કામથી દૂર રહેવાના ઉપદેશ આપી રહ્યા છે. આ દૃશ્યની ઉપર નૃત્ય કરતી શાલભંજિકાનું શિલ્પ કંડારેલું છે. એક સ્તંભ પર એક ભિક્ષુ છત્ર ઓઢીને બેઠો છે. તેની ઉપરના ભાગમાં વાનરોના આતુરાલય (ઈસ્પિતાલ)માં એક ચિકિત્સક વાનરો
Page #101
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાણીને શિલ્પકલા સળી વડે રોગી વાંદરાઓની આંખમાં દવા લગાવી રહ્યો છે. જાતકો ઉપરાંત મહાભારતની પણ કોઈ કોઈ કથા વેદિકાસ્તંભ પર અંકિત થઈ છે. નિધર્મનાં શિ
મથુરા બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મનું પણ કેન્દ્ર હતું. મથુરામાંથી એક શુંગકાલીન અને એક કુષાણકાલીન એમ બે જૈન સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. આ જૈન સ્તુપ રચના પરત્વે બૌદ્ધ સ્તૂપે જેવા હતા. સ્તૂપની ચારેય તરફ તીર્થકરોની મૂર્તિઓ ચોડેલી હતી. વળી બીજી પણ વિવિધ મૂર્તિઓ અને શાલભંજિકાઓનાં સુશોભન-શિલ્પ એમના પર મૂકવામાં આવ્યાં હતાં. હાલ આ બધા અવશે લખની મ્યુઝિયમમાં સંગૃહીત છે.
પ્રસ્તુતકાલનાં જૈન શિલ્પમાં તીર્થકરોની પ્રતિમાઓ અને આયાગપટ્ટો નોંધપાત્ર છે. “કંકાલી ટીલામાંથી મળેલ તીર્થ કર પ્રતિમાઓ કાઉસગ્ગ મુદ્રામાં ઊભેલી, પદ્માસનમાં બેઠેલી, સર્વતોભદ્ર સ્થિતિમાં ઊભેલી, ચૌમુખી અને સર્વતોભદ્ર સ્થિતિમાં બેઠેલી જોવા મળે છે. પહેલા અને ત્રીજા પ્રકારની ઊભેલી પ્રતિમાઓ દિગમ્બર અવસ્થામાં ને એમના હાથ લતાહર્તસ્થિતિમાં છે. બેઠી મૂર્તિમાં પદ્માસનસ્થ બંને હાથ યોગમુદ્રામાં છે. તીર્થકરોની આ કુષાણકાલીન પ્રતિમાઓ પર ઉત્તરકાલમાં જોવા મળે છે એવાં કોઈ લાંછન (ઓળખ માટે વિશિષ્ટ ચિહનો જોવા મળતાં નથી, પણ છાતી પર શ્રીવત્સનું ચિહન અને મસ્તકની પાછળ પ્રભામંડળ કરેલું છે. શ્રીવત્સના કારણે આ મૂર્તિઓ બુદ્ધની મૂર્તિથી જુદી પડી આવે છે. આ કાલની ઉપલબ્ધ પ્રતિમાઓ પૈકી ક્ષભદેવ, ૭મા તીર્થંકર સુપાર્શ્વનાથ, ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ અને ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામીની પ્રતિમાઓ ખાસ ધ્યાન ખેંચે છે. આમાં ક્ષભદેવ(આદિનાથ)ના સ્કંધભાગ પર વાળની લટો અને પાર્શ્વનાથના મસ્તકના પાછલા ભાગમાં નાગફણાનું છત્ર જોવા મળે છે.
મથુરામાંથી મળેલ આયોગપટ્ટો જૈનકલામાં વિશિષ્ટ ભાત પાડે છે. કલાની દૃષ્ટિએ એ અત્યંત સુંદર અને દર્શન માત્રથી નેત્ર અને ચિત્તને પ્રસન્ન કરનારા છે. આયાગપટ્ટ એટલે “આર્યકપટ્ટ”, અર્થાત્ પૂજા માટે સ્થાપેલો શિલ્પપટ્ટ. આયાગપટ્ટોમાં પ્રતીક અને પ્રતિમાનો સમન્વય થયેલો જોવા મળે છે. આ પટ્ટો ગોળ કે ચોરસશિલામાં અંશમૂર્તસ્વરૂપે કંડારેલા છે. એમાં મધ્યમાં તીર્થંકરની બેઠેલી આકૃતિ કંડારી ફરતાં જૈન પરંપરામાં પ્રચલિત મહાસ્વસ્તિક, મંગલકુંભ, ચક્ર, ત્રિરત્ન, શ્રીવત્સ, મીનમિથુન વગેરે પ્રતીક ચિહ્ન કંડારવામાં આવતાં. આવા આયાગપટ્ટો સ્તૂપના પ્રાંગણમાં ઊંચી પીઠ પર સ્થાપવામાં આવતા. મથુરામાંથી મળેલા કેટલાક આયાગપટ્ટો ત્યાંના અભિલેખ પરથી નર્તકી કે ગણિકાએ સ્થાપેલા હોવાનું જણાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
ક્લાની દૃષ્ટિએ કેટલાક આયાગપટ્ટો વિશેષ ધ્યાન ખેંચે છે. એક પટ્ટમાં ચાર મંગલાદિ ચિની બંને બાજુએ ચક્રાંકિત તથા ગજાંકિત ધ્વજસ્તંભ કોતરેલા છે. એક પટ્ટમાં ત્રિરત્નોની મધ્યમાં પદ્માસનસ્થ તીર્થંકરનું શિલ્પ મૂર્ત કર્યું છે. આ પટ્ટ “અહંતપટ્ટ” કે “તીર્થંકર-પટ્ટ' નામે ઓળખાય છે. એક ચક્રપટ્ટમાં ૧૬ આરાવાળા ધર્મચક્રને ફરતાં ત્રણ મંડલો કરેલાં છે, જેમાં અનુક્રમે ૧૬ નંદીપદ, ૮ દિકકુમારીઓ અને સેંકડો પુષ્પથી ગુંથેલી પઘમાળા કંડારી છે. પટ્ટના બહારના ખૂણામાં ચાર મહેરગ આકૃતિઓ ગુહક કે કિંકર મુદ્રામાં એ ચક્રને ઉઠાવી રહી છે. માળાની ચારે તરફ કરેલા ચોકઠામાં શ્રીવત્સ, ત્રિરત્ન વગેરે ધાર્મિક ચિહન છે ને એમની પૂજા અર્ધ-સપક્ષ-સિંહનું શરીર ધરાવતાં વ્યાલ સ્ત્રી-પુરુષો કરી રહ્યાં છે. સ્વસ્તિક-પટ્ટ(આકૃતિ ૨૭)માં મધ્યમાં મહાસ્વસ્તિકનું ચિહન બનેલું છે. મહાસ્વસ્તિકની અંદરના મંડલ વચ્ચે છત્રધારી તીર્થંકરની પદ્માસનસ્થ મૂર્તિ છે. સ્વસ્તિકની ચાર ભુજાઓમાં અનુક્રમે સ્વસ્તિક, વૈજયન્તી, મીનયુગલ અને શ્રીવત્સનાં ચિહ્ન છે. સ્વસ્તિકની બહારના મંડલમાં વેદિકાથી આવૃત્ત બોધિવૃક્ષ, સ્તૂપ, એક અસ્પષ્ટ વસ્તુ.. અને ૧૬ વિદ્યાધરયુગલોથી પૂજાતી તીર્થંકર મૂર્તિ આ ચાર ચિહ્નો કંડારેલાં છે. બહારના ચાર ખૂણામાં કિંકર મુદ્રામાં ઊભેલા ચાર મહારગ ચક્રને મસ્તક પર ધારણ કરતા દર્શાવ્યા છે.
તીર્થકરોની મૂર્તિઓ અને આયાગપટ્ટો ઉપરાંત આર્યાવતી અને સરસ્વતીની મૂર્તિઓ અને નૈગમેશ શિલાપટ્ટ પણ મળેલ છે. આર્યાવતીની મૂર્તિમાં દેવીની એક બાજુએ ચામરધારિણી અને બીજી બાજુએ છત્રધારિણી જોવા મળે છે. દ્વિભુજ સરસ્વતીને જમણો હાથ અભયમુદ્રામાં છે ને ડાબા હાથ વડે એમણે પુસ્તક ધારણ કર્યું છે. નૈગમેશ કાર્તિકેય પરિવારનો અંગભૂત દેવતા છે ને એ બાલ જન્મને અધિષ્ઠાતા દેવ મનાય છે. આ ત્રણેય દેવતાઓની પ્રતિમાઓ જૈનકલાની મૌલિક ભેટ ગણાય છે. બ્રાહ્મણ ધર્મનાં શિપ
મથુરાકલાનું બ્રાહ્મણધર્મ સંબંધી મૂર્તિ-નિર્માણ પણ ઉત્કૃષ્ટ છે. મથુરા અને તેની આજુબાજુના અઢીસે માઇલના ઘેરાવામાં ભાગવત સંપ્રદાયનો ભારે પ્રભાવ હતો. મથુરામાં ભગવાન વાસુદેવનું એક મંદિર હતું. મથુરા પાસેના મોરા ગામમાં ઈ.સ. પૂર્વે ૧ લી સદીનું એક પ્રાચીન મંદિર હતું, જેમાં ભાગવત સંપ્રદાયના વાસુદેવ, સંકર્ષણ, અનિરૂદ્ધ વગેરે પાંચ વીર પુરૂષોની મૂર્તિ સ્થાપિત કરેલી હતી. વાલિયર પાસેના વિદિશા (બેસનગર)માં વાસુદેવને ઉત્તમ પ્રાસાદ હોવાનું લેખ દ્વારા નિશ્ચિત થયું છે. ચિત્તોડ પાસેની નગરી(માધ્યમિકા)માં સંકર્ષણ અને
Page #103
--------------------------------------------------------------------------
________________
ક
ભારતીય પ્રાણીને શિક્ષા વાસુદેવનાં મંદિરો હતાં. ભાગવત હેલિયોદોરે વાસુદેવભકિતથી પ્રેરાઈને વિદિશામાં ગુરૂડસ્તંભ સ્થાપ્યો હતો.
પુરાતત્ત્વની દૃષ્ટિએ ઈ.સ.ની પહેલી શતાબ્દીથી એટલે કે લગભગ કુષાણકાળના પ્રારંભથી બ્રાહ્મણ ધર્મ સંબંધી મુખ્ય દેવદેવીઓ બ્રહ્મા, વિષ્ણુ, કૃષ્ણ, બલરામ, શિવ, અર્ધનારીશ્વર, શિવ-પાર્વતી, કાર્તિકેય, ગણપતિ, સૂર્ય, ઇન્દ્ર, કામદેવ, કુબેર, ગરૂડ, Uગ-નાગણ, સરસ્વતી, લક્ષ્મી, સિંહવાહિની દુર્ગા, મહિષાસુરમર્દિની, સપ્તમાતૃકા વગેરેની મૂર્તિઓ બનવા લાગી હતી. ઉપર્યુંકત કુષાણકાલની મૂર્તિ પ્રાથમિક અવસ્થાની છે. પરિણામે વિષણુ, ઇન્દ્ર, કાર્તિકેય, બલરામ વગેરેની મૂર્તિઓના ઘાટ બહુધા બધિસોને મળતા છે. ત્યારબાદ ધીમે ધીમે પ્રત્યેક મૂર્તિએ પોતાનું સ્વતંત્ર
સ્વરૂપ પ્રાપ્ત કરવા માંડયું ને લગભગ ત્રણસો વર્ષના સમય દરમ્યાન મૂર્તિઓ વચ્ચેના - પારસ્પરિક રૂપભેદ સ્પષ્ટ સ્વરૂપે વ્યકત થવા માંડયા. ગુપ્તકાલમાં તેમણે પૂર્ણ રૂપક્ષમતા પ્રાપ્ત કરી અને એમ વૈવિધ્ય વધ્યું. હરિહર, ત્રિવિકમ, નૃસિંહ, વરાહ, શિવલિંગ, પિંગલ, દંડ, નવગ્રહ, ગંગા, યમુના વગેરેનાં શિલ્પ આવિર્ભાવ પામ્યાં. આ પૈકી કેટલાક દેવતાઓનાં મૂર્તિશિલ્પ વિશેષ ઉલ્લેખનીય છે.
મથુરા સંગ્રહાલયમાં બ્રહ્માની કુષાણકાલીન પ્રતિમા સુરક્ષિત છે. ચતુર્મુખ - બ્રહ્માને મસ્તક પર મોટો જટાજૂટ, પેટ સુધી પહોંચતી લાંબી દાઢી અને ગણપતિ
જેવું મોટું ઉદર છે. દેવના પાછળના ભાગમાં અશોકવૃક્ષ અને એનાં પર્ણો અંકિત . થયાં છે. મથુરામાંથી આ ઉપરાંત ત્રિમુખ-બ્રહ્માની મૂર્તિઓ પણ મળી છે.
મથુરા ભાગવત સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હોવાથી એમાં વિષ્ણુ અને વાસુદેવની પ્રતિમાઓને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું છે. કુષાણકાલમાં અહીં તૈયાર થયેલી વિષ્ણુપ્રતિમાઓમાં મસ્તક પર મુકુટ દેહપર આભૂષણ અને નીચે ધોતી પહેરેલ જોવા મળે : છે. ચતુર્ભુજ વિષ્ણુના હાથમાં અનુક્રમે અભયમુદ્રા ગદા, ચક્ર અને અમૃતકુંભ ધારણ થયાં છે. અમૃતકુંભવાળો હાથ કટયવલંબિત છે. વિષણુની અષ્ટભુજાવાળી પ્રતિમાઓ પણ મળી છે. કેટલીક પ્રતિમાઓમાં ચતુર્ભુજ વિષ્ણુની ડાબી બાજુએ લક્ષ્મી અને બંનેની વચ્ચે નાના કદમાં ગરુડનું અંકન કરેલું છે. મથુરામાંથી શેષશાયી વિષ્ણુની સુંદર અને ભાવવાહી પ્રતિમા મળી આવી છે. સમુદ્રમાં શેષનાગની શૈયા કરીને સૂતેલા વિષષ્ણુની નાભિમાંથી કમળ પ્રગટેલું બતાવ્યું છે. કુષાણકાલમાં કૃષ્ણ વિાસુદેવની જીવનલીલાના પ્રસંગે લોકપ્રિય બન્યા હોવાનું જણાય છે. મથુરામાંથી કૃષ્ણ-લીલાનું આલેખન કરેલા કેટલાક શિલ્પપટ્ટો મળ્યા છે એ પૈકીના એકમાં નવજાત શ્રીકૃષ્ણને વસુદેવ પોતાના મસ્તક પર ટોપલામાં રાખીને યમુના નદી પાર
Page #104
--------------------------------------------------------------------------
________________
-૧ અનુમૌર્યકાલીન શિલ્પકલા - કરતા બતાવ્યા છે. વિષ્ણુ અને વાસુદેવ ઉપરાંત બલરામનાં શિલ્પો પણ અહીંથી મળ્યાં છે.
બલરામની પ્રતિમાઓમાં એમના મસ્તક પર ભારે પાઘડી, કાનમાં કુંડળ, ખભા પર ઉત્તરીય ને કટિ પર છેતી જોવા મળે છે. બલરામે જમણા હાથમાં મુશળ અને ડાબા હાથે ખભા પર હળ ધારણ કર્યું છે. આમ તેમનું સ્વરૂપ યક્ષમૂર્તિઓને મળતું છે. મથુરાના જુનસુટી ગામમાંથી મળેલી અને અત્યારે લખની મ્યુઝિયમમાં સુરક્ષિત રાખેલી પ્રતિમા આ સ્વરૂપનું સરસ દૃષ્ટાંત છે. એમાં બલરામના મસ્તક પર સર્પફણા અને પીઠ પાછળ સર્પ-કુંડળી અંકિત કરી છે.
મથુરાકલામાં સૂર્ય પ્રતિમા વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ કાલની સૂર્ય-પ્રતિમાઓનો પહેરવેશ રાજવી જેવો છે. મોટી પાઘડી, લાંબો કોટ, કમર પટો, પગમાં ઢીંચણ સુધી પહોંચતાં જોડા, એ આ પ્રતિમાની વિશેષતા છે. શરૂઆતની પ્રતિમાઓમાં - સૂર્યને બે ઘોડાના રથમાં પછીથી ચાર ઘોડાના અને છેવટે સાત ઘોડાના રથમાં
બેઠેલા દર્શાવાયા છે. પર્યકલીલાસનમાં બેઠેલા સૂર્યના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળનો ગુચ્છ હોય છે. આ પ્રકારનું મૂર્તિવિધાન ઈરાનમાંથી • “મિશ”—કે “મિહિર”—પૂજામાંથી શક-કુષાણ લોકો પોતાની સાથે ભારતમાં લાવ્યા - હોવાની સંભાવના જણાય છે. મથુરામાંથી શિવની લિંગસ્વરૂપની અને માનુષસ્વરૂપની
એમ બંને પ્રકારની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. લિંગપ્રતિમાઓમાં સાદાં શિવલિંગ ઉપરાંત એક મુખ (આકૃતિ ૨૮) અને પંચમુખ લિંગ પણ પ્રાપ્ત થયાં છે. આ કે લિંગ પ્રતિમાઓ મથુરા પ્રદેશમાં પાશુપત સંપ્રદાયના પ્રસારની સૂચક છે.
કુયાણ નરેશ વેમ કદફીસના સિકકાઓ પર બે હાથધારી શિવે એકહાથે ત્રિશૂલ અને બીજા હાથે જવપાત્ર ધારણ કરેલું જોવા મળે છે. તે તેના તાંબાના સિકકાઓ પર શિવનું મસ્તક કંડારેલું છે. કનિષ્ક અને હવિષ્કના સમયમાં શિવનું મૂર્તિ વિધાન બે હાથને બદલે ચાર હાથનું થવા લાગ્યું અને બીજા બે હાથમાં વજ અને અંકુશને આયુધ તરીકે ઉમેરો થયો. હવિષ્કના કેટલાક સિક્કાઓ પર ત્રિમુખ શિવની આકૃતિ છે. આ સિક્કાઓ મથુરા વિસ્તારમાં પ્રચલિત શિવપૂજા અને શિવના
મૂર્તિ વિધાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે. મથુરા શૈલીએ ઘડાયેલા નંદીકેશ્વર, અર્ધ- નારીશ્વર અને શિવપાર્વતીની મૂર્તિઓ નોંધપાત્ર છે. નંદીકેશ્વરપ્રતિમામાં શિવ - નંદીને આશ્રય લઈ ઊભેલા છે. અર્ધનારીશ્વરમાં જમણા અધ પુરુષઅંગમાં મસ્તકે - જટામુકુટ અને કટિ પર વ્યાઘચર્મ અને ડાબા અ નારીઅંગમાં મસ્તકે સુંદર કેશુક્લાપ, કાનમાં કુંડળ અને કટિ ઉપર અધોવસ્ત્ર ધારણ કરેલું દર્શાવ્યું છે. પુરુષ-અંગમાં ઊર્ધ્વશિરા અને સ્ત્રી-દેહમાં એક સ્તન બતાવ્યું છે. શિવ-પાર્વતી
Page #105
--------------------------------------------------------------------------
________________
- ભારતીય પ્રાણીને શિe૫કલ રૂપમાં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવને ઊર્ધ્વશિક્ષવાળા બ્રહ્મચારી દર્શાવ્યા છે. બંનેની પાછળ વાહન નંદી જોવા મળે છે.
કુષાણ રાજાઓના સિક્કાઓ પર થયેલાં અંક પરથી અને તત્કાલીન ઉપલબ્ધ પ્રતિમાઓ પરથી કાર્તિકેયની પૂજા મથુરાપ્રદેશમાં લોકપ્રિય બનેલી હોવાનું જણાય છે. મથુરા શૈલીએ ઘડાયેલી કાર્તિકેય-પ્રતિમાઓ દ્વિભુજ છે. એમના ડાબા હાથમાં શકિત અને જમણે હાથ અભયમુદ્રામાં હોય છે. મથુરામાંથી કલાત્મક મુકુટ ધારી સમપાદ સ્થિતિમાં ઊભેલા કાર્તિકેયની પ્રતિમા મળી આવી છે. તે ત્યાંના બોધિસોની પ્રતિમાઓને ઘણે અંશે મળતી આવે છે.
મથુરા પ્રાચીન કાલથી માતૃપૂજાનું પણ કેન્દ્ર હતું. ગજલક્ષ્મી, શ્રીલક્ષ્મી, હારિતી, મહિષાસુરમર્દિની દુર્ગા, સપ્તમાતૃકા વગેરેની મૂર્તિઓ મળી આવી છે. આમાં ગજલક્ષ્મીની મૂર્તિઓ શુંગકાલથી મળવા લાગે છે. એક મૂર્તિમાં કમળવનમાં કમલાસન પર ઊભેલી દેવીના મસ્તક પર બે હાથીઓ પોતાની સૂંઢમાં પકડેલા જલકુંભ વડે અભિષેક કરી રહ્યા છે. આ સ્વરૂપ ઉત્તરકાલમાં ખૂબ લોકપ્રિય બન્યું. શ્રીલક્ષ્મી. દેવાની અને માયા અસુરોની દેવી હતી. પાછળથી શ્રીલક્ષ્મીનું સ્થાન સર્વોપરિ બની ગયું. મથુરામાં શ્રીદેવીની પાષાણની અને મૃત્તિકાની મૂર્તિઓની મળી છે એમાંની એક પાષાણમૂર્તિ મથુરા કલાનું અનુપમ ઉદાહરણ બની છે. એમાં દેવી (આકતિ ૩૦) કમલ વનમાં કમળથી ભરેલા કુંભ પર ઊભી છે. તેની દુદ્ધારિણી મુદ્રા આકર્ષક છે. તે પિતાના ડાબા હાથ વડે જમણો સ્તન દબાવીને દૂધની ધારા વહાવી રહી છે. એની પાછળ સનાળ વડે કમળપત્ર અને કમળકળીઓ ઉપર ચડી રહી છે. એના ઉપર હંસ-યુગલ બેઠેલું છે. દેવીની દેહ છટા આભૂષણ-વૈવિધ્ય મહારી છે. કુષાણકાલીન મૂર્તિમાં કેટલીક જગ્યાએ લક્ષ્મી અને હારિતીને કુબેરની પત્નીઓ બતાવી. છે. તે વિષ્ણુ સાથે પણ એને દર્શાવેલી છે. ઉત્તરકાલમાં એને મુખ્યત્વે વિષ્ણુપત્ની તરીકે ને ક્યારેક ગણેશપત્ની તરીકે બતાવેલી છે. મહિષાસુરને મારતી મહિષાસુરમર્દિની કે કાત્યાયની દેવીની ચતુર્ભુજ અને ભુજ મૂર્તિ મળી છે. આ સ્વરૂપને ઉત્તરકાલમાં નિરંતર પ્રચાર વધતો જણાય છે. સપ્તમાતૃકાઓની વિભાવના છેક વેદકાલ જેટલી પ્રાચીન જણાય છે. કુષાણકાલમાં ધર્માચાર્યોએ એને સાત દેવો સાથે જોડીને એની નવી વિભાવના પ્રસ્તુત કરી. બ્રહ્માની બ્રહ્માણી, વિષ્ણુની વૈષ્ણવી, શિવની માહેશ્વરી, ઇન્દ્રની ઇન્દ્રાણી, કુમાર (કાર્તિકેય)ની કૌમારી, વરાહની વારાહી, નસિંહની નારસિંહ અને યમની ચામુંડા. આ કાલના એક શિલાપટ્ટમાં આ. સાતેય માતૃકાઓને સીધા-સાદા વેશમાં આયુધ અને લાંછન–રહિત બતાવેલી છે. ઉત્તરકાલમાં માતૃકાપટ્ટોમાં દેવીઓનાં વાહન અને આયુધ તેમ જ તેમની ગોદમાં બાળક ધારણ કરેલ બતાવવાની પ્રથા રૂઢ થઈ.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ: અનુવકાલીન શિલ્પકલા
મથુરામાં મુખ્ય ત્રણ ધર્મો ઉપરાંત આ સમયે અનેક નાના મોટા લોકસંપ્રદાયો પ્રચલિત હતા. એમાં યક્ષમ અને નાગમતનું વિશેષ સ્થાન હતું. આ કાલમાં વાલિયર પાસે બેસનગર અને પવાયામાંથી અને બિહારમાં પટણામાંથી મથુરા શૈલી ઘડાયેલી યક્ષ-પ્રતિમાઓ મળી છે. પાયાને મણિભદ્ર યક્ષ તેના પૂર્વવતી પારખમના યક્ષ(આકૃતિ ૧૩) કરતાં કલાની બાબતમાં ચડિયાતો છે. એ મૂર્તિ સુડોળ અને સપ્રમાણ દેહસૌષ્ઠવવાળી છે. મૂર્તિમાં જોવા મળતી થોડી સ્થૂળતા તત્કાલીન શિલ્પ શૈલીના લક્ષણરૂપ છે. પટણાના યક્ષની મૂર્તિ સાંચીના તોરણવાળા યક્ષની મૂર્તિને મળતી આવે છે.
વસ્તુત: આ મથુરાકલામાં યક્ષપૂજા કુબેર સાથે એકાકાર બની. બાકસ અને ડાયોનિસસની ગ્રીકમાં પૂજા થતી હતી. મથુરામાં બાકસનું સ્થાન કુબેરે લઈ લીધું. મથુરામાંથી બાકસના સ્વરૂપના પ્રભાવવાળી, લંબોદર, સુખાસન પર બેઠેલ, પ્રસન્નવદન એક હાથમાં મધુપાત્ર અને બીજા હાથમાં નાણાંકોથળી લીધેલ કુબેરનાં શિલ્પા મળે છે. આવી કુબેર-મૂર્તિઓ મથુરાકલાની વિશિષ્ટ ભેટ છે.
મથુરામાં પ્રચલિત બલરામપૂજા સાથે આ સમયે નાગદેવતાઓની માન્યતા ભળી ગઈ. નાગમૂર્તિઓની જેમ બળરામની કેટલીક મૂર્તિ એમાં લાંબી વનમાળા અને મસ્તક ફરતી સર્પ ફણા જોવા મળે છે. આવી મૂર્તિ કુકર ગામમાંથી મળેલી છે. બિન-સાંપ્રદાયિક શિલ્પો
પ્રાચીન ભારતમાં “દેવકુલ' સ્થાપવાની પરંપરા હોવાનું ભાસના “પ્રતિમા નાટક પરથી જાણવા મળે છે. પ્રત્યેક રાજા પોતાના મૃત પૂર્વજોનાં બાવલાં આ દેવકુલમાં સ્થાપતો. શિશુનાગ દેવકુલમાં સ્થાપવા માટેનાં શિશુનાગવંશના રાજાઓનાં બાવલાં મથુરામાં બન્યાં હતાં. કુષાણ રાજાઓનાં પૂતળાં પણ મથુરામાં બન્યાં, એમાં વેમ કદફીસ અને કનિષ્કનાં પૂતળાં તેમની વિશિષ્ટ વેશભૂષાને લઈને જુદાં તરી આવે છે. વળી પશ્ચિમી ક્ષત્રપ રાજા ચાટનનું પૂતળું પણ મળી આવ્યું છે. આ ત્રણે યુ પૂતળાંઓનાં મસ્તક તૂટી ગયાં છે. વેદિકા-સ્તંભ પરનાં નારી-શિક *
મથુરાના જૈન અને બૌદ્ધ સ્તૂપોના અવશેષોમાં વેદિકા-ખંભનું શિલ્પની દૃષ્ટિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. “શયપણેણીય સુ”, “લલિતવિસ્તર”, “દિવ્યાવદાન” વગેરે ગ્રંથમાં સ્તૂપના અન્ય ભાગો ઉપરાંત પદ્મવર વેદિકા અને તેના પર બનેલી સૌંદર્ય પુલિકાઓ (શાલભંજિકાઓ)નું વિસ્તૃત વિવરણ મળે છે. “કંકાલી ટીલા", ભૂતેશ્વર વગેરે સ્થાનોએથી લગભગ ૧૫૦ જેટલા વેદિકા સ્તંભ મળેલા છે. એમાંના ભા. પ્રા. શિ. ૭
Page #107
--------------------------------------------------------------------------
________________
ભાસ્તીય પ્રાણીને શિહ૫કલા
કેટલાક પર પૂજા–દો કંડારેલાં છે. એની વિગત ઉપર જોઈએ છે. એ સિવાયના મોટા ભાગના સ્તંભો પર પ્રાચીન ભારતીય પ્રસન્ન લોકજીવનની ઝાંખી થાય છે. આ શાલભંજિકા સ્ત્રી-શોને ભરાહત-સાંચી કે ગંધારનાં સ્ત્રી-શિલ્પ સાથે સરખાવતાં મથુરાના કલાસિદ્ધોએ રૂઢ બંધનોને ફગાવી દઈ નારીના રૂપ-લાવણ્ય અને આંતર ભાવને વૈવિધ્યપૂર્ણ રીતે દર્શાવી એમનાં અંગઉપાંગોને વિશેષ ઉઠાવ આપી સજીવ અને મોહક બનાવવામાં પોતાની મૌલિક પ્રતિભા દર્શાવી છે (જુઓ આકૃતિ ૨૯-૩૨).
પ્રાચીન ભારતમાં મનોરંજન માટે ઉદ્યાન-ક્રિડાઓ, આનંદોત્સવ અને રમત-ગમત થતાં. ઘણા ઉત્સવો સાર્વજનિક હતા ને એમાં બધા વર્ગોના લોકો ભાગ લઈ શકતા. ઉદ્યાનેમાં પુષ્પ ચૂંટવાં, ઝૂલો ઝૂલવા, દડે રમવું, પક્ષીઓ સાથે ગેલ કરો વગેરે કાર્યક્રમ થતા. મથુરાની વેદિકાઓના સ્તંભ પર કોઈ સ્ત્રી બગીચામાં પુષ્પ ચૂંટતી, કોઈ કન્દુકક્રિીડારત, કોઈ ઝરણા નીચે સ્નાન કરતી, કોઈ સ્નાન પછી ભીના વાળને સૂકવતી કે વસ્ત્રો ધારણ કરતી જોવા મળે છે. પ્રસાધનને લગતાં અનેક દશ્યો મળે છે. કોઈમાં કપિલો પર લોધચૂર્ણ ઘસ્યાનું કે એના પર પત્ર-રચના કર્યાનું દશ્ય જોવા મળે છે. કોઈ સ્ત્રી કેશગૂંફન કરતી તો કોઈ આળ લગાવતી જણાય છે. “પ્રસાધનિકા સ્ત્રીઓમાં કોઈ હાથમાં શૃંગારપેટી તો કોઈ ભંગાર (સુગંધિત દ્રવ્યપાત્ર) લઈને ઊભેલ છે. મધુ-પાન, વીણા કે બંસીવાદન અને નૃત્યનાં દશ્યો પણ અંકિત થયાં છે. પક્ષીઓ સાથે ક્રીડા કરતી સ્ત્રીઓના અંકનમાં કલાકારોએ ભારે કૌશલ દાખવ્યું છે. પ્રાચીન સાહિત્યમાં હંસ, પિપટ, મેના, મેર, કોયલ વગેરે પક્ષીઓને પાળવા અંગેના વારંવાર ઉલ્લેખ મળે છે. મથુરાના વેદિકા–સ્તંભો એનાં ઉત્તમ દૃષ્ટાંત પૂરાં પાડે છે. કયાંક પાંજરામાં બંધ તો કયાંક પૂર્ણ મુકત પક્ષીઓ બતાવ્યાં છે. સુંદરીઓ મંજરી, કુલ, ફળ કે દાઢમની કળીએ જેવા પોતાના દાંત બતાવીને શુકાદિ પક્ષીઓને લલચાવતી જોવા મળે છે. કયાંક સુકેશી સ્ત્રીઓના વાળમાં ગૂંથાયેલાં મોતીઓ કે સ્તન-હારો (ઉર સૂત્રો)નાં મોતીઓના લોભી હંસ બતાવ્યા છે. એક વેદિકા સ્તંભ પર માથે મટુકી મૂકી દહીં વેચવા નીકળતી ગોપ–વધુની આકૃતિ કંડારી છે. એની વ્રજવાસી વેશભૂષા વિશિષ્ટ છે. એક સ્તંભ પર ઈરાની વેશભૂષાસજજ સ્ત્રી હાથમાં દીપક લઈ ઊભી છે. બીજા એક ત ભ પર વિદેશી પરિવારની વેશભૂષાવાળી શસ્ત્ર-ધારિણી જોવા મળે છે. આ બાબત તત્કાલમાં રાજસેવામાં રખાતી વિદેશી પરિચારિકાઓ અને અંગરક્ષિકા યવનીઓની સૂચક છે.
૮) ગુજરાતની શિ૯૫કલા ગુજરાતમાંથી શુંગકાલીન શિલ્પ મળ્યાં નથી. જો કે એ સમય દરમ્યાન ગુજરાતમાં ભારતીય-ગ્રીક રાજાઓની આણ પ્રવર્તતી હોવાનું જણાય છે. અમરેલીના
Page #108
--------------------------------------------------------------------------
________________
૫૯ ૭
૩૧
9
:
૨
૩૨.
.
આ
છે
રહ. ૩૦, ૩૧ વેદિકા-ખંભની નારીએ (મથુરા) ૩૨ પ્રસાધન (મથુરા) ૩૩ ચામુંડા (શામળાજી)
Page #109
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા ખોદકામમાંથી દાઢીવાળા પુરૂષની આકૃતિવાળી માટીની એક નાની તકતી મળી છે. એ સિવાય બીજો કોઈ શિલ્પો પ્રાપ્ત થયાં નથી, પણ ગ્રીકોને લઈને આ પ્રદેશમાં ગ્રીક પ્રભાવવાળી કલાપ્રવૃત્તિ ચાલુ હશે એવું અનુમાન પછીનાં ગ્રીકકલાના પ્રભાવવાળાં ક્ષત્રપકાલીન શિલ્પ પરથી થઈ શકે છે.
ગુજરાતમાં ઈ. સ. ૧ થી ઈ.સ. ૪00 દરમ્યાન ક્ષત્રપોની આણ પ્રવતીં. ઉત્તર ભારતના અન્ય પ્રદેશ પર ગુખ કલાને પ્રભાવ ઈ.સ.ની ૪ થી સદીના ઉત્તરાર્ધથી પ્રવાર્યો જ્યારે ગુજરાતમાં એ ૫ મી સદીના પ્રારંભમાં ગુપ્તાની સત્તા પ્રસરતાં પ્રસર્યો. આથી ગુજરાતમાં ૪ થી સદીના અંત સુધીના ચાર સૈકાની કલાને ક્ષત્રપકાલીન કલાને નામે ઓળખવામાં આવે છે. સદ્ભાગ્યે આ કાલની શિલ્પજ્યાના અવશેષો ઠીકઠીક પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. આમાં ખડકમાં કંડારેલી ગુફાઓ પર તથા ઈંટેરી સૂપ પર કરેલાં અંશમૂર્ત રૂપાંકન તેમજ દેવતાઓનાં છૂટાં પૂર્ણ મૂર્ત શિલ્પોને સમાવેશ થાય છે.
જૂનાગઢ પાસે આવેલ “બાવા પ્યારા” નામે ઓળખાતી ગુફાઓ પૈકી મોટા ભાગની ગુફાઓને મથાળે ત્યાકાર ગવાક્ષો કંડારવામાં આવ્યા છે. એક ચૈત્યગુફાની ઓસરીના છજાને ટેકવતા ઘડાઓમાં સિંહનાં શિલ્પ અને ઓસરીના પ્રત્યેક છેડે દીવાલ પર અલ્પમૂર્ત એક એક પાંખાળા સિંહની આકૃતિ કંડારી છે. આ હરોળના ચોકની બહાર દક્ષિણ તરફની ગુફામાં સ્વસ્તિક, પૂર્ણ ઘટ, કલશ, ભદ્રાસન, શ્રીવત્સ, મીનયુગલ જેવી આકૃતિઓ કે માંગલિક ચિહનો કોતરેલાં છે. ત્રીજી હરોળની ગુફાઓના પૂર્ણ ઘંટાકાર ટોચવાળા સ્તંભ નાસિક-જુન્નરની ગુફાઓના સ્તંભના - ઘાટને અનુસરતા જણાય છે. આ ગુફાઓ ઈ.સ. પૂર્વેની હોવાનું મનાય છે.
જૂનાગઢ પાસે ઉપરકોટમાં બે મજલવાળી ગુફા આવેલી છે. અહીં ઉપલા મજલાના સ્તંભના ઘાટ અને તેના પરનાં રેખાંકનમાં વિશિષ્ટ વૈવિધ્ય જોવા મળે છે. અહીંના વેદિકાયુકત ચૈત્યગવાક્ષો બાવાપ્યારાની ગુફાના ગવાક્ષો કરતાં વિકસિત છે. એમાં સ્ત્રીયુગ્મ જાણે બહાર ડોકિયું કરતાં હોય એવી રીતે કંડાર્યા છે. નીચલા મજલાના ઐત્યાકાર ગવાક્ષોમાં પણ નારીયુ કંડાર્યા છે. છતને ટેકવતા તંભનાં રચના-કૌશલ અને સુશોભન-સમૃદ્ધિ ઉત્તમ કોટિનાં છે. સ્તંભની ટોચ પરની પડઘીમાં બે ખૂણે પરસ્પર વિરૂદ્ધ દિશામાં જોતાં બે સિંહયુ વચ્ચે બરાબર મધ્યમાં એક સમ્મુખ સિંહ અને તેની બંને બાજુ એક એક પુરુષાકૃતિ વિવિધ મુદ્રામાં ઊભેલી બતાવી છે. પડઘીની નીચેની શિરાવટીને ઘાટ અષ્ટકોણી પુષ્પ જેવો લાગે છે. એની દરેક પાંખડીમાં વિવિધ અંગભંગીમાં ઊભેલા નારીવૃંદનાં ઉત્કટ ભાવવાહી શિલ્પ કંડાર્યા છે આ સ્ત્રીઓ ઉપરના ભાગમાં વિવસ્ત્ર છે. પરસાળના સ્તંભોની શિરા
Page #110
--------------------------------------------------------------------------
________________
પ: અનુમૌર્યકાલીન શિલ્પકલા
૧૦૧ વટીની પટ્ટિકા પરના અષ્ટકોણની દરેક બાજુએ કીચકાવસ્થામાં બેઠેલાં ઘેટાંબકરાંનાં શિલ્પો દૃષ્ટિગોચર થાય છે. સ્તંભદંડની નીચે કુંભમાં દરેક દિશામાં તમાલપત્રોને ધારણ કરીને ઊભેલા બબ્બે પુરૂષનાં રૂપાંકન તેની ઉપર પલ્લવપંકિતઓ, કમલદલની પંકિતઓ અને મણકાઓની હારમાળાઓ કરેલી છે.
સૌરાષ્ટ્રમાં આ કાલના ઉત્તરાર્ધની સાણા, તળાજા અને ઢાંક-સિદ્ધસર પાસે આવેલી બદ્ધ ગુફાઓમાં ચૈત્યગવાક્ષોનાં અલંકરણ અને સ્તંભની કુંભીઓના વિવિધ ઘાટ નજરે પડે છે. ઢાંકની સમીપમાં એક ટેકરી પાસે કંડારેલી જૈન ગુફાઓ સંભવત: આ કાલના અંત સમયની છે. એમાં પહેલી નાની ગુફામાં પ્રવેશદ્વાર સિવાયની ત્રણ બાજુમાં એક એક ગવાક્ષ કોતર્યો છે ને એ દરેકમાં પાર્શ્વનાથની પદ્માસનસ્થ દિગંબર પ્રતિમા કંડારેલી છે. પ્રતિમાની બંને બાજુ એક એક નાના કદના ચામરધારી છે. તીર્થંકરના મસ્તક પર ત્રિછત્ર અને તેની ઉપર બંને ખૂણામાં એક એક ઊંડતો ગંધર્વ બતાવ્યો છે. આ ગુફાની સહેજ ઉત્તરે ઉપરના ભાગમાં અલ્પમૂર્ત સ્વરૂપે કેટલાંક શિલ્પો કંડારેલાં છે, જે પૈકી આદિનાથ, શાંતિનાથ, પાશ્વનાથ, અંબિકા વગેરે ઓળખી શકાય છે. વીરપુર (જલારામ) નજીક ખંભાલીડા ગામે આવેલી મહાયાની બૌદ્ધોની ગુફાઓ પણ સંભવત: આ સમયના અંતની છે. અહીંની એક ચૈત્યગુફાના પ્રવેશદ્વારની બંને બાજુએ કંડારેલ બોધિસોની મોટા કદની આકૃતિને લઈને આ ગુફાઓ સૌરાષ્ટ્રની બૌદ્ધ ગુફાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. પદ્મપાણિ અને વજપાણિનાં અંશમૂર્ત શિલ્પોમાં બોધિસત્ત્વોની બંને તરફ વૃક્ષો અને તેની છાયા નીચે સેવક-સેવિકાવૃન્દ જોવા મળે છે. ભરાવદાર અને કદાવર દેહ, અંગ-ઉપાંગના વળાંક, રેખાઓ અને મસ્તક પરનું વર્ણન, મુખ પરના ભાવ વગેરે આ શિલ્પોને ક્ષત્રપ અને ગુપ્તકાલના સંક્રાંતિકાલનાં માનવા પ્રેરે છે.
ઈ.સ.ની ૪ થી સદીના ઉત્તરાર્ધ દેવની મોરીનો સ્તૂપ અને એને ફરતો વિહાર ગુજરાતના પ્રાચીન સ્થાપત્યની જેમ શિલ્પની બાબતમાં પણ વિશિષ્ટ ભાત પાડે છે. સ્તૂપની નીચેની પીઠિકામાં વચ્ચે વચ્ચે કરેલી થાંભલીઓનાં કુંભી, સ્તંભ-દંડ અને શીર્ષ સુડોળ અને સુશોભિત છે. પીઠિકાની કેનાલમાં ઇંતેમાંથી બનાવેલાં નીચેથી ઉપર જતાં અનુક્રમે નાના ચોરસ, પત્રલતાઓ અને ટોડલાનાં સુશોભનો પરસ્પર સુસંવાદી અને કલાપૂર્ણ છે. ઉપલી બીજી પીઠિકામાં કંડારેલો ગવાક્ષ પણ વિવિધ અલંકારપૂર્ણ છે. આ પીઠિકા પરના ચૈત્ય–ગવાલોનાં સુશોભનોની અંદર માટીની પકવેલી ધ્યાનસ્થ બુદ્ધ પ્રતિમાઓ સ્થાપવામાં આવી હતી. સ્તૂપના ગર્ભની મધ્યમાંથી પણ એક બુદ્ધ-પ્રતિમા પ્રાપ્ત થઈ છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ભારતીય પ્રચીન શિલ્પકલા
| ગુજરાતમાંથી-શામળાજી, દેવની મોરી, વડનગર, ખેડબ્રહ્મા, વલભી, આહવા વગેરે સ્થળોએથી ક્ષત્રપકાલનાં પૂર્ણ મૂર્ત શિલ્પોના કેટલાક કલાત્મક નમૂના મળ્યા છે. એ પરથી જણાય છે કે, ઈ.સની ૩ થી-૪ થી સદીમાં ગુજરાતમાં ઉચ્ચ કોટિની ક્લાશૈલી પાંગરી હતી. આ શિલ્પના ઝીણવટભર્યા અભ્યાસે ભારતીય શિલ્પકલાના ઈતિહાસમાં ગુજરાતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. આ મૂર્તિશિલ્પામાં સપ્રમાણ નૈસર્ગિક દેહ, ભારે પગ, સંપૂર્ણપણે ખૂલેલી આંખ, મોટા જઘન અને ભારપૂર્વક દેહવળાંક, મૂર્તિને અનુરૂપ ભાવવ્યંજના, અધોવસ્ત્રની કલામય વલ્લી અને એમાં પાટલીને સ્થાને ગોમૂત્રિકા ઘાટ, આછા અલંકારો વગેરે લક્ષણો જોવા મળે છે. સ્થૂળ નૈસર્ગિક દેહરચનામાં મથુરાકલાનો અને અધોવસ્ત્રમાં ગોમૂત્રિકાઘાટ જેવાં કેટલાંક તત્વોમાં ગંધારકલાનો પ્રભાવ વરતાય છે.
શામળાજીમાંથી મળેલ શિલ્પોમાં કમરે હાથ મૂકીને ત્રિભંગમાં ઊભેલી નાના બાળક સહિતની પક્ષી કે દેવીની પ્રતિમા, માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ, ભીલડી વેશધારી પાર્વતી અને ચામુંડા, ખેડબ્રહ્મામાંથી મળેલ વિસ્ફારિત મોટી આંખેવાળું એકમુખ શિવલિંગ, શામળાજીના આસપાસના વિસ્તારમાંથી મળેલી નાના કદની ગણોની અથવા જુદા જુદા દેવો કે યક્ષની પાંચ પાષાણ મૂર્તિઓ તથા એટલાસ(ભારવાહક)નું ધાતુ શિલ૫, વલભીમાંથી મળેલ કેશિનિસૂદન કૃષ્ણ અને મહિષાસુરમર્દિનીનાં શિલ્પ, આહવામાંથી મળેલ સ્ત્રીનું અર્ધાકાય ખંડિત શિલ, સુરત જિલ્લાના તેન ગામેથી મળેલ વિષ્ણુની એક નાની ખંડિત પ્રતિમા, દેવની મેરીમાંથી મળેલ માટીની પકવેલી બુદ્ધ મૂર્તિઓ તથા કાકાની સિંહણ (સૌરાષ્ટ્ર), દોલતપુર (કચ્છ), વલ્લભવિદ્યાનગર તથા સુરતનાં મ્યુઝિયમમાં સુરક્ષિત મસ્તકો વગેરે ક્ષત્રપાલનાં નમૂનેદાર શિલ્પ છે. ભીલડી વેશે ત્રિભંગમાં ઊભેલાં પાર્વતીએ કેવળ નીચે અધોવસ્ત્ર તરીકે સિંહચર્મ ધારણ કર્યું છે. તેમાંનું સિંહમુખ મથુરાનાં સિંહમુખને મળતું છે. ચામુંડાની ઊભી પ્રતિમા(આકૃતિ ૩૩)માં દેવીએ ડાબા નીચલા હાથમાં કાપેલું અસુર-મસ્તક ધારણ કર્યું છે. આ મસ્તક સ્પષ્ટત: ગ્રીક કે ગ્રીકો-રોમન છાયાનું છે. દેવીએ ધારણ કરેલ અધોવસ્ત્રની કલામય વલ્લીઓ અને દુપટ્ટામાં અને અધોવસ્ત્રની વચમાં પાટલીને બદલે કરેલો ગોમૂત્રિકા-ઘાટ ગ્રીક કે ગંધાર કલાનો પ્રભાવ સૂચવે છે. શામળાજીવિસ્તારમાંથી મળેલ નાના કદના ગણો કે પક્ષોની આકૃતિઓ પૈકી એકમાં નાની ઘંટિકા
નો હાર ઉપવીતની જેમ ધારણ કરેલો જોવા મળે છે. બીજી આકૃતિ સાંચી અને પિત્તલખેરાના યક્ષ-ગણોને મળતી આવે છે, ત્રીજી આકૃતિને એક હાથ ખંડિત અને એકમાં શંખ છે, જેથી આકૃતિ અસ્પષ્ટ છે, જ્યારે પાંચમી આકૃતિમાં મુકુટ, ખભા પર ફેલાયેલા વાળને જમણા હાથમાં ખટ્વાંગ જેવો પરીવાળો દંડ જોવા મળે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ: અનમોર્યકાલીન શિલ્પકલા
૧૦૩ છેલ્લી બેના મસ્તક પર મુકુટરચના વિદેશી અસરવાળી જણાય છે. વલભીની કેશિનિસૂદન કૃષ્ણની મસ્તકરહિત ખંડિત પ્રતિમા પ્રભાવેત્પાદક છે. સમભંગમાં ઊભેલા દિભુજ કૃષ્ણ ડાબા હાથે કેશિદૈત્યને પકડયો છે. જમણો હાથ ખંડિત છે. તેના બારીક વસ્ત્રની ગોમૂત્રિકા મનહર છે. તેમના ડાબા હાથનો પંજો ગંધારની બુદ્ધ-પ્રતિમાઓમાં જોવા મળે છે, તેમ કંઈક વધુ પહોળો છે. ડાંગના આહવામાંથી મળેલું દેવી કે યક્ષિણીનું નાનું ખંડિત શિલ્પ કાર્યા, કહેરી અને નાસિકથી માંડીને ઉત્તર ગુજરાત સુધી એક જ કલાશૈલી પ્રચલિત હોવાના પુરાવારૂપ છે. એમાં સુંદર ભરાવદાર મુખ, નીચલો જાડો હોઠ, મસ્તક પાછળ લટકતી વેણી, મસ્તક પર જૂની ઢબને ત્રિપાંખિયા મુકુટ જેવું કોઈ વેષ્ટન, જમણો હાથ કોણીથી વાળી ઊંચો કરી પકડેલું કમળ, હાથમાં ખૂબ બંગડીઓ, કમળ અને હાથ તૂટી ન જાય તે માટે મથુરાકલામાં જોવા મળે છે તેવી રીતે મસ્તક સાથે એને જોડવા પથ્થરની પટ્ટીનો પ્રયોગ, વગેરે લક્ષણો જોવા મળે છે. આ પ્રતિમા ઈ.સ.ની ૨ જી સદીની હોવા સંભવે છે.. તેન ગામની વિષ્ણુ-પ્રતિમામાં મથુરા અને ભિન્નમાળમાંથી મળેલી વિગપ્રતિમાની જેમ, શંખ ધારણ કરેલા ડાબા હાથને કટિ પર ટેકવ્યો છે. મસ્તક પરનો મુકુટ ઊંચી ટોપી ઘાટનો છે. ગળામાં ધારણ કરેલી હાંસડી ગંધાર શિલ્પોની. બંસડીનું સ્મરણ કરાવે છે. મુકુટની બંને બાજુથી નીકળતી જવાલાઓ કે કિરણાવલીની રચના વિષ્ણુ એ આદિત્યનું સ્વરૂપ છે, એનું સૂચન કરે છે. દેવની મોરીમાંથી મળેલી બુદ્ધની ધ્યાનસ્થ પ્રતિમાઓ પ્રાચીન ભારતીય બૌદ્ધ પ્રતિમાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ મૂર્તિ માં વસ્ત્રપરિધાન, આસનો અને દેહસૌષ્ઠવનું વૈવિધ્ય નોંધપાત્ર છે. કેટલીક પ્રતિમાઓમાં સંઘાટી, બંને સ્કંધને તો કેટલીકમાં કેવળ ડાબા કંધને ઢાંકતી બતાવી છે. પહેલી પ્રથા ગંધાર-કલામાં વ્યાપક પ્રચારમાં હતી, જ્યારે બીજી મથુરામાં પ્રચલિત હતી. સંઘાટીમાં વળી કેટલીક મૂર્તિઓમાં બેવડી રેખા વડે, કેટલીકમાં ઊપસાવેલી રેખા વડે એમ વિવિધ રીતે બતાવ્યા છે. બુદ્ધના મરતક પરના કેશ પણ કેટલીક પ્રતિમાઓમાં સીધા ઊભા થેલા તો કેટલીકમાં દક્ષિણાવર્ત નાના ગૂંચળામાં દર્શાવ્યા છે. કેટલીકમાં મૃતક પર ઊીષ પણ ધારણ કરેલું બતાવ્યું છે. કેટલીક પ્રતિમાઓમાં મુખાકૃતિ ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાની ભાવવાહી મૂર્તિઓ જેવી લાગે છે.
૯) દખણનાં શૈલગૃહની શિલ્પકલા
દખણમાં મહારાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મને આશ્રયે ખડકોમાં કોરીને ચૈત્યગૃહો અને વિહારો કરવાની કલા વિકસી. આ સ્થાપત્યો શિલ્પની વિશિષ્ટ શૈલી ધરાવે છે. ભાજા,
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ભારતીય પ્રાચીન શિલ૫કલા
કોંડાને, પિત્તલખારા, અજંટા (ગુફા નં. ૯ અને ૧૦), નાસિક, જૂન્નર, બેડસા, કાર્યા અને કહેરીને શૈત્યો અને વિહારોમાં આ શૈલીનાં શિલ્પો જોવા મળે છે.
પ્રસ્તુત કાલનાં બધાં ચૈત્યગૃહ હીનયાન પ્રાવસ્થામાં છે, જ્યારે વિહારો પૈકી કેટલાક મહાયાન પ્રાવસ્થાના છે. હીનયાન પ્રાવસ્થાનાં ત્યગૃહો કાર્ઝેનિર્મિત ભવનનાં પ્રાસ્તારિક(પાષાણમાં અંકિત થયેલ) પ્રતિરૂપ છે. આમાં પથ્થરની સાથે સાથે ઘણી જગ્યાએ કાષ્ઠને ઉપયોગ થયો છે. પથ્થરની છતો અલંકૃત કરવામાં કાષ્ઠનો છૂટથી ઉપયોગ તો થયો છે, પરંતુ અહીં અગત્યની નોંધપાત્ર બિના એ છે કે પાષાણકલાના વિકાસ સાથે કાષ્ઠનો છૂટથી ઉપયોગ ધીમે ધીમે નષ્ટ થતો જણાય છે.
૧) ભાજા: ભાજપના ચૈત્યના મુખભાગ ઉપર ચૈત્યાકાર કમાનથી વિભૂષિત પ્રવેશ અને પ્રવેશની બંને બાજુના પડખાના ઉપરના ભાગમાં ચૈત્યાકાર કમાનયુકત ગવાક્ષો (ઝરૂખા) આવેલા છે. મુખ્ય કમાનની ઉપર ઘાટીલી કાનસ છે. મુખ્ય પ્રવેશનું સૂર્યદ્વાર કાષ્ઠ શિલ્પથી અલંકૃત હતું. એની આકૃતિની કલ્પના ભરડુત, બોધગયા વગેરે સ્થળોનાં શિલ્પ દ્વારા પ્રાપ્ત થાય છે. પ્રાચીન પરિભાષામાં આને “ઘટમુખપંજર” કહેતા. માત્ર કાર્લાની ગુફાના મુખભાગ પરનું આ પ્રકારનું “ઘટમુખપંજર” બચ્યું છે. ભાજામાં બાંધકામમાં પણ આ સિવાય કયાંક કયાંક લાકડાનો ઉપયોગ કરેલો છે. સ્તંભો અને બારીની સાથે સંલગ્ન વેદિકા(screen)ને ઘાટ લાકડામાંથી કોરી કાઢેલા સ્તંભો અને વેદિકાઓને મળતો છે. વેદિકા ચ–ગવાક્ષની નાની પ્રતિકૃતિઓથી અલંકૃત છે, જે લાકડામાં બનતા આ પ્રકારના સુશોભન સાથે સામ્ય ધરાવે છે. ચૈત્યગૃહની અંદરના ભાગની છત લાકડાની વળીએ (roof-ribs)થી વિભૂષિત કરી હોય તેવું પાષાણમાં કોતરકામ કરેલ છે.
ચૈત્યગૃહોની પાસે સાધુઓના નિવાસ માટેના વિહારોની યોજના જોવામાં આવે છે. એમાં સૌથી પ્રાચીન બૌદ્ધવિહાર ભાજાને છે. વિહારના સ્તંભ ઉપર ભાત -ભાતનાં મૂર્તિ શિલ્પ છે. એના સ્તંભે ચોરસ તથા ગોળ ઘાટના છે. સ્તંભોના નીચલા છેડા મૂર્તિશિલ્પોથી અલંકૃત કરેલા છે. ઉપર કમલદલાંકિત શિરાવટીઓ છે. શિરાવટીઓ ઉપર માનવમુખાકૃતિ અને પશુદેહનું સંયુકત કે સંમિશ્રિત સ્વરૂપ પ્રકટાવતાં “વ્યાલ” શિલ્પ છે.
આ વિહારને મુખભાગ(facade), ભરહુત અને બેધગયાના સ્તૂપોનાં શિલ્પમાં મૂળ કાષ્ઠમાં રચાતા મુખભાગના પ્રતિબિંબરૂપે અંકિત થયેલ શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. વિહારના મુખભાગનાં વિલક્ષણ મૂર્તિશિલ્પમાં પાંચ આયુધપુરૂષની મૂર્તિઓ નોંધપાત્ર છે. આ મહાકાય મૂર્તિ પ્રાચીન યક્ષમૂર્તિઓને મળતી આવે છે. એમનું સુગઠિત દેહસૌષ્ઠવ આકર્ષક છે. શિર પર ભારે ઉષ્ણીષ, કાનમાં કુંડલ, ગળામાં હાર,
Page #114
--------------------------------------------------------------------------
________________
૫ : અનુમૌર્યકાલીન શિલ્પકલા બાહુમાં અંગદ અને કાંડામાં વલય ધારણ કર્યા છે. મુખમંડપના સ્તંભોમાં શીર્ષકો પર કમલપાંદડીઓ ઉપર ઊર્ધ્વ કાર્ય સ્ત્રી–મૂર્તિઓ વૃષભારોહી-મુદ્રામાં છે. એમની ભાવભંગી અન્યત્ર જોવામાં આવતી અશ્વારોહી કિનર મૂર્તિઓને મળતી છે. મુખમંડપના પ્રવેશની બંને બાજુએ મૂર્તિશિલ્પ છે. એમાં એક બાજુએ એક રાજાને ચાર ઘોડા જોડેલા રથમાં સવારી કરો દર્શાવ્યો છે. એની પાછળ છત્ર તથા ચામરધારિણીઓનાં શિલ્પો છે. કોઈક નગ્ન અસુરના દેહને દબાવતે રાજાનો રથ પસાર થાય છે. બીજી બાજુએ રાજાને હાથી ઉપર સવારી કરતો દર્શાવ્યો છે. એની પાછળ ધ્વજ લઈને એને અનુચર બેઠેલે છે. વેગીલા હાથીએ પિતાની ઊંચે લીધેલ સૂંઢ વડે એક વૃક્ષની ડાળને ઉખાડી નાંખી છે. નીચેની બાજુએ કલ્પવૃક્ષની શાખાઓમાંથી મિથુન શિલ્પોનો આર્વિભાવ થતે દર્શાવ્યો છે. એ વૃક્ષ નીચે બેઠેલાં મિથુન ગીત, વાઘ ને નૃત્યને આનંદ માણી રહ્યાં છે. ઉપર્યુંકત બંને દશ્યો ઉત્તરકુરુ પ્રદેશમાં ચક્રવતી સમ્રાટ માંધાતાના વિહારને લગતાં હોવાનું અનુમાન છે. બૌદ્ધ ગ્રંથ “દિવ્યાવદાન” માં એને લગતી કથા આપી છે.
૨) કેન્ડાને ઃ કોન્ડાનેના ચૈત્યગૃહો મુખભાગ ભાજા જેવો છે. આખોયે ગુફા સંપૂર્ણ ખડકમાંથી કોતરેલી છે. માત્ર પડાળીમાં જ લાકડાનો ઉપયોગ કર્યો છે. શિલા અને કાષ્ઠનું સંમિલન આ ચૈત્યગૃહમાં સાધવામાં આવ્યું છે. પડાળીના સ્તંભો પણ લાકડાના હતા.
આ ચૈત્યગૃહ સાથે સંકળાયેલા વિહારના સ્તંભોને ઘાટ સંપૂર્ણત: લાકડાની બાંધણીને અનુસરતો છે.
૩–૫) અજટા ગુફા નં. ૯ અને પિત્તલબેરાનાં ચૈત્યગૃહો ઉપરની બંને ગુફાઓ સાથે સામ્ય ધરાવે છે. અંજટા ગુફા નં. ૯ની પડાળીની કુન્નપૂષ્ઠ (અર્ધનળાકાર) છત પણ ખડકમાંથી કોતરી કાઢેલી છે. આ ચૈત્યગૃહમાં આપેલ અગિયાર પગથિયાંની સીડીની બંને બાજુએ સપક્ષ અશ્વ તથા તેની આગળ તથા પાછળ ભારપુત્રક(આકૃતિ ૧૯)ની મુદ્રામાં બબ્બે યક્ષોનાં શિલ્પ-કોતરેલાં છે. અજંટા ગુફા નં. ૧૦ ના ચૈત્યગૃહમાં કોતરેલી મૂર્તિ ઓ પાછલાં કાળની છે.
પિરાલરાના ચૈત્યગૃહ સાથે સંકળાયેલા વિહારના સ્તંભોને ઘાટ કોડાનેના વિહારના સ્તંભો જેવા જ છે. એના મુખભાગનાં વાતાયને અને વેદિકા-અલંકરણની નીચે મિથુન શિલ્પો કોતરેલાં છે. મંડપના સ્તંભ પરની શિરાવટીઓમાં નરવાલ અને પશુસંઘાટનાં શિલ્પો છે. મુખ્ય દ્વારની બંને બાજુએ મહાકાય દ્વારપાલો છે. પ્રવેશદ્વારના પાશ્વતંભો પર ત્રિરત્ન યુકત પ્રફુલ્લિત પુષ્પનાં અલંકરણે છે. દ્વારના
Page #115
--------------------------------------------------------------------------
________________
१०७
ભારતીય અયીન શિલ્પકલાઓત રંગમાં ગજલક્ષ્મીનું શિલ્પ આવેલું છે. કમલાસના લક્ષ્મીએ બંને હાથમાં સનાલ કમલ ધારણ ક્ય છે. એની બંને બાજુના પ્રકુલ્લિત કમલ પર એક એક હાથી સૂંઢમાંના કુંભ વડે લક્ષ્મી ઉપર જલાભિષેક કરતા દર્શાવ્યા છે.
૬) નાસિકની પાંડુલેણ નામની શૈત્યગુફા કોતરણી તેમજ બાંધણીની દૃષ્ટિએ અજંટા નં. ૯ ની ગુફા સાથે સામ્ય ધરાવે છે. બંનેના મુખભાગમાં લાકડાના ઉપયોગનો સદંતર અભાવ પ્રવર્તે છે. એને મુખભાગ વાસ્તુવિન્યાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ બે મજલાને છે. નીચલા મજલાના પ્રવેશની બંને બાજુએ મહાકાય યક્ષ દ્વારપાલ તરીકે કોતરેલા છે. સૂર્યદ્વારની ઉપરની વેદિકાની ખંભિકાઓના ગાળામાં સ્તૂપની પ્રતિકૃતિઓ કોતરેલી છે. દ્વારસ્તંભો પર પશુસંઘાટનાં શિલ્પ છે.
૭) જૂનરનાં ચૈત્યગૃહો નાસિકની પાંડુલેણની સાથે સામ્ય ધરાવે છે. અહીં કુલ પાંચ ગુફાઓને સમૂહ છે. આમાંની તુલજાલેણની એક ગુફા ગોળાકાર ચૈત્યગૃહ છે. મધ્યના સાદા સ્તૂપની ચોતરફ બાર સ્તંભો આવેલા છે. ભરડુતની દેવસભાના શિલ્પદૃશ્યમાં અંકિત કરેલા ચૈત્યગૃહના ઘાટ સાથે આ ગુફા સામ્ય ધરાવે છે. મનમેદના સમૂહની એક ચૈત્યગુફાનો મુખમંડપ અનેકવિધ મૂર્તિશિલ્પ વડે અલંકૃત કરેલ છે. મુખ ભાગના સૂર્યદ્વાર પર વિકસિકત કમળની આકૃતિ છે. એની મધ્યની પાંખડી પર દેવી શ્રીલક્ષ્મીની સુંદર મૂર્તિ છે. એની બંને બાજુએ પૂર્ણવિકસિત સનાળ કમળ છે. દેવીનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને ડાબો હાથ કયવલંબિત મુદ્રામાં છે. લક્ષ્મીની બંને બાજુની હાથીઓની આકૃતિઓની પડખે અંજલિ મુદ્રામાં યુગલનાં શિલ્પ છે. દેવી ગક્લક્ષ્મીનું આ અંકન ઉત્કૃષ્ટ કોટિનું છે. ભરણુત, સાંચી, બોધગયા, ઉદયગિરિ વગેરે સ્થળોએ શ્રીલક્ષ્મીની મૂર્તિ છે, પણ એ આટલી ઉત્કૃષ્ટ કોટિની નથી. કીર્તિમુખ કે સૂર્ય દ્વારની ટોચની બંને બાજુએ એક એક મૂર્તિ છે, તે પૈકીની જમણી બાજુ સફેણ નાગરાજ અને ડાબી બાજુએ સપક્ષ યા સુપર્ણ ગરુડનાં શિલ્પ છે. શિલ્પની બંને બાજુએ ઉત્કીર્ણ સ્તૂપોનાં અંકનો છે. સમગ્ર મુખભાગની બંને બાજુની નિર્ગામિત દીવાલના મથાળે આવેલી સુશોભન-પટ્ટિકામાં વેદિકા અને ચૈત્ય–ગવાક્ષનાં અલંકરણો છે.દીવાલોનો અગ્ર ભાગ પણ આ જ પ્રકારનાં અંકનથી સુશોભિત છે.
નાસિક પાસે આવેલી ૧૭ ગુફાઓ પૈકી ત્રણ વિહારો-ગૌતમીપુત્ર (નં. ૩), નહપાન (નં. ૮) શ્રીપત (નં. ૧૫) કોતરણીવાળા છે. ગૌતમીપુત્ર અને નહપાનના વિહાર કદમાં સરખા છે. એમના વરંડાના સ્તંભે, કાર્લાના ચૈત્યગૃહના સ્તંભ જેવા શોભાયમાન છે. તે પાવર વેદિકાથી ઘેરાયેલા છે. વેદિકાના સ્તંભો પરની સૂચિઓ પર કમલપુષ્પોના અલંકારો છે. ઘાટમાં ખંભે અષ્ટભદ્રી છે. તેમાં નીચે
Page #116
--------------------------------------------------------------------------
________________
૫ : અનુસઔય કાલીન શિલ્પકલા
૧.૭
પૂર્ણ કુંભ અને શિરાવટીમાં સિંહ–સંઘાટનાં શિલ્પા તથા પાટડામાં કમળની વેલ છે. ગર્ભગૃહમાં બુદ્ધ અને અનુચરોની મૂર્તિઓ છે.
(૮-૯) એડસા અને કાર્ટાની ગુફાઓના મુખભાગ ઉપર્યુકત સર્વ ગુફાઓના મુખભાગ કરતાં જુદા પડે છે. કાર્લાના ભવ્ય પ્રવેશખંડની બંને બાજુએ મનેહર તારણવાળી જાળીદાર પડદી આવેલી છે. તેની રત ભાવલિના સ્તંભામાં પૂર્ણ ઘટાકાર કુંભી, અષ્ટકોણીય સ્તંભદંડ અને વિવિધ ઘાટની શિરાઓ આવેલ છે. કાર્લાની ગુફામાં હીનયાન સ્થાપત્યશૈલીના સર્વોત્કૃષ્ટ અંશે। દષ્ટિગોચર થાય છે. ચૈત્યના સ્તૂપ ઊંચા નળાકાર છે અને તે બે વેદિકાપથ(કઠેડાયુકત પ્રદક્ષિણાપથ)થી વિભૂષિત છે. એની ઉપરનું કાષ્ઠનું છત્ર અદ્યાપિપર્યંત સુરક્ષિત છે. ચૈત્યગૃહને સભાભવનવાળા ભાગ બે માળના છે. નીચેના માળમાં ત્રણ પ્રવેશદ્વારો છે અને ઉપરના માળમાં ગેલેરી છે. ઝરૂખાનું લાકડાકામ પણ હજુ સુધી સુરક્ષિત છે. ઝરૂખાને ટેકવતી સ્ત ભાવલિની શિરાઓ પિલખારા અને બેડસાના સ્તંભાની શિરાવટીઓ સાથે સામ્ય ધરાવે છે, પણ કદમાં તે વધુ વિસ્તૃત અને વધુ નિમિત(projected) છે.
બેડસાની ગુફાની સામે આવેલ પ્રવેશમંડપના સ્તંભા પર પશુશી કા છે. સ્તંભા અષ્ટકોણીય છે. નીચલા ભાગે પૂર્ણ કુંભ રચના છે. કુંભના મુખમાંથી નીચે ઝૂકતી કમળપાંદડીએ નિષ્પન્ન થતી દર્શાવી છે. સ્તંભાનાં પશુશીષ`કોમાં હયસ ઘાટ અને ગજસ ઘાટનાં શિલ્પા છે અને ઉપર આરોહી યુગલા છે. ચૈત્યગૃહને મહારો (facade) વેદિકાની ભાત વડે અલંકૃત હતા. એના સમગ્ર મુખભાગની રચના કાર્લાના ચૈત્યગૃહના મુખભાગ સાથે સામ્ય ધરાવે છે. કાર્લાના ચૈત્યભવનની બહાર બે શિલા-ધ્વજસ્ત ભાના અવશેષો પડેલા છે. આ શિલાસ્ત ભેાની સૌથી ઉપરની ટોચ પર એક વખત આવેલા ધચક્રને ટેકવતા ચાર સિંહાનાં આલેખના અવશેષરૂપે અહીં પહેલાં નજરે પડે છે.
૧૦) કણ્ડેરીનું ચૈત્યગૃહ કાર્લાના ચૈત્યગૃહ સાથે રચના પરત્વે સામ્ય ધરાવે છે. આ ચૈત્યગૃહની સામે આવેલ પ્રાંગણ ચાતરફ સુંદર અલંકૃત વેદિકા વડે આવૃત્ત થયેલુ છે. વેદિકાની સ્તંભિકારી તથા સૂચિ પર અનેકવિધ અલંકરણા છે. વેદિકાના અધિષ્ઠાનની પટ્ટિકામાં યક્ષાની મૂર્તિઓ તથા વૃત્તાકાર પુષ્પાનાં આલેખના છે. એમાંના કેટલાક યક્ષા ચતુર્ભુજ છે. બધા યક્ષા હાથ ઊંચા લઈ ઉપરના ભારનું વહન કરતા હાય તેવી મુદ્રામાં દર્શાવ્યા છે. તેથી તેમને ભારપુત્રક(ભારપુ—ભારવટિયા)ની સંજ્ઞા આપી શકાય. સાંચી, ભરદ્ભુત અને અન્ય સ્થળાએ આવેલ ગુફાઓમાં કીચક(કિંકર) મૂર્તિ એ જોવામાં આવે છે, જેઓ બહુધા આ જ મુદ્રામાં આલેખાઈ
Page #117
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિક્ષા છે. ભારપુત્રકોની ઉપરની આડી પટ્ટીમાં હાથી, વૃષભ, વરાહ, ઊંટ વગેરે પશુશિલ્પ કોતરેલાં છે. આ થરની ઉપર વેદિકાસ્તંભેની પંકિત છે. સ્તંભ-અંતરાલ વચ્ચે ત્રણ ત્રણ આડી સૂચિઓ પરોવેલી છે. એ પર સૂર્યમુખી કુલ તથા અર્ધચંદ્રાકાર કમલદલ કોતર્યા છે. મથુરાના સ્તૂપની પદ્મવર વેદિકાની પ્રતિકૃતિ સમાન આ રચના છે. વેદિકાના મથાળે વેલ ઉષ્ણીષનો ઘાટ લહેરાતી વેલ જેવો છે. એમાં અનેકવિધ ફૂલપાનની ભાત કોતરેલી છે. વેદિકાના સ્તંભમાં વચ્ચેના પહોળા સ્તંભો ઉપર ઉપાસકોનાં શિલ્પો કોતરેલાં છે. વેદિકાના બંને છેડે કાર્લાના કીર્તિ સ્તંભને મળતો એક એક સ્તંભ છે. તેના શીર્ષભાગમાં યક્ષોના મસ્તકાશ્રિત અંડભાગ કે ચોકી પર ત્રણ દિશાને અભિમુખ કરતા સિંહે કોતરેલા છે. એમનાં મસ્તક પર -ધર્મચક્ર આવેલું હતું. ડાબી બાજુના સ્તંભ પરના સિંહે પણ હવે નષ્ટ થયા છે.
આ ચૈત્યગૃહના મુખ ભાગ પર દાન દેનારાની ભવ્ય મૂર્તિઓ કોતરેલી છે. બંને બાજુ આવેલ દંપતી-યુગલોની મૂર્તિઓ બે સિંહસ્તંભ તથા ઉપર નીચે ગ્રાસ પટ્ટીઓ વડે પરિવેષ્ટિત છે. પુરૂષે મસ્તક પર ભારે ઉષ્ણીષ, કર્ણ કુંડલ, કંઠહાર, અંગદ, કટક, મેખલા તથા ચૂડીદાર ધોતિયું પહેર્યું છે. એના ડાબા હાથમાં ચામર છે. પુરૂષોની પડખે આવેલ સ્ત્રીઓના વસ્ત્રાલંકારો પણ તેવા જ ઘાટના છે.
મંડપની બંને બાજુએ તથા તૃપને ફરતા કુલ ૩૪ સ્તંભોની પંકિત છે. તેમાંના લગભગ અડધાની નીચે પૂર્ણ ઘટયુકત કુંભી તથા ઉપર સુશોભિત શીર્ષક છે. એક શીર્ષક પર કમલપત્તીની પંકિત અને તે પર મણકાની વેલ છે. તેના ઉપર બોધિવૃક્ષ અને બોધિમડ(આસન)ની શોભા છે. બોધિમડ પર પાદુકાનાં ચિહ્નો અંકિત કરેલાં છે. એક પુરૂષ અને એક સ્ત્રી તેની પૂજા કરતાં આલેખાયાં છે. સૌથી ઉપર ઘડામાંથી જલાભિષેક કરતા હાથીઓ છે. મંડપની ઢોલાકાર છતમાં કાષ્ઠપિંજરની રચના દર્શાવતાં શિલ્પો હતાં, પણ એના અવશેષો જળવાઈ રહ્યા નથી. આ ચૈત્યગૃહ ઈ.સ. ૧૮૦માં કંડારાયાનું એના લેખ પરથી જણાય છે.
૧૦) વંગી શૈલી પ્રસ્તુત કાલમાં દક્ષિણમાં આન્ધ (સાતવાહન) રાજાએ તથા ઈકવાકુ રાજાઓના શાસન દરમ્યાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં અનેક બૌદ્ધ સ્તૂપ બંધાયા -હતા. આમાં અમરાવતી અને નાગાર્જુનીકડા, જગ્ગય પેટ, ઘંટશાલા, ગુડીવાડા અને ભટ્ટીળુના સ્તૂપે નામાંકિત છે. આ સ્તૂપો પૈકી કેટલાકના પીઠ ભાગ પર આરસની અલ્પમૂર્ત શિલ્પપટ્ટિકાએ જોવા મળે છે. એમાં અમરાવતીના સૂપ પરનું શિલ્પકામ ઉત્કૃષ્ટ પ્રકારનું હોવાનું માલુમ પડ્યું છે. એમની શિલ્પશૈલી “ોંગી શૈલી” તરીકે પ્રસિદ્ધ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૫ : અનુસૌય કાલીન શિલ્પકલા
જગ્ગયપેટ તથા અમરાવતીના સ્તૂપ પરનાં શિલ્પામાં વેગી શૈલીનાં પ્રાથમિક લક્ષણા પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું મુખ્ય કેન્દ્ર હોય એમ લાગે છે. આ શૈલી ઈ.સ. ની ૨ જી સદી સુધીમાં તેની સર્વોત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. નાગાર્જુની, અલ્લુરુ, ગુમડીડુ અને ગાલ્લી વગેરે સ્થળોએથી પણ આ શૈલીનાં શિલ્પા મળી આવ્યાં છે. આ શૈલી તેનાં સ્થાનિક લક્ષણા સાથે શક-કુષાણ—આંધ્રકાલીન શિલ્પશૈલીનાં તમામ આગવાં લક્ષણો ધારણ કરતી જણાય છે. આથી દક્ષિણમાં વિકાસ પામેલી આ શૈલી રૂપવિધાનની દૃષ્ટિએ ઉત્તર ભારતીય હતી એમ કહી શકાય.. અમરાવતીની ઉત્કૃષ્ટ શિલ્પકલાના દ્યોતક નમૂનાઓ અસલ સ્થળ પર મેાજુદ નથી, પણ તેનાં ઘણાં શિલ્પો પૈકીનાં કેટલાંક સ્તૂપની વેદિકા અને કિા તથા અંડનાં શિલ્પા હાલ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
૧૦૯
અમરાવતીનાં જેવાં જ નાગાર્જુનીકોંડાનાં શિલ્પા છે. આ શિલ્પા ઈ.સ.ની ૨ જી-૩ જી સદીનાં છે. આ સમય વે`ગી શૈલીના સુવર્ણ કાલ ગણાય છે. અલ્લુરુ અને ગુમડીડુર્રનાં શિલ્પો પણ આ જ કાલનાં છે. અલબત્ત, આ શિલ્પો વે...ગીશૈલીનાં પ્રેરણાકેન્દ્ર સમા અમરાવતીનાં શિલ્પા જેવાં ઉત્તમ કેોટિનાં નથી. ગાલ્લીનાં શિલ્પામાં શૈલીનાં વળતાં પાણી નજરે પડે છે.
પાછળના સમયના પલ્લવ–ચાલુકયકાલનાં બાંધકામેા ૫૨ વે ગીશૈલીનાં શિલ્પાની ભારે અસર વરતાય છે.
અમરાવતીના રૂપમાં શિલ્પાનાં બે સ્તર જોવા મળે છે. ઈસુની ૧ લી સદીમાં આ સ્તૂપ પર અંકિત થયેલ શિલ્પામાં જગ્ગયપેટના સ્તૂપ પરનાં શિલ્પાના જેવું ભારેપણું નજરે પડે છે. અલબત્ત, એમાંનું તક્ષણ વધુ ઘેરું–ઊંડું થયેલું છે. પણ ઈસુની ૨ જી સદીના બીજા અને ત્રીજા ચરણમાં આ રૂપનું પુનર્નિર્માણ થતાં એ વખતે થયેલાં શિલ્પામાં વેગીશૈલીની સર્વોત્કૃષ્ટતા દૃષ્ટિગેાચર થાય છે. એમાં પણ વેદિકાની બંને બાજુએ તથા સ્તૂપના આચ્છાદનમાં વપરાયેલ પથ્થરો પર ઉત્કૃષ્ટ સ્વરૂપનાં અનેકવિધ માનુષ–આકૃતિઓ અને અલંકરણા અંકિત થયેલાં છે. સાતવાહનેાના સમયમાં દક્ષિણ ભારત દરિયાઈ વેપારની સમૃદ્ધિના કારણે જાહેજિલાલીમાં હતું. તેને પડઘો અહીં પડેલા દેખાય છે. ભારતીય શિલ્પશૈલી એના વિશુદ્ધતમ સ્વરૂપ અને સત્ત્વ સાથે અહીં નિરૂપિત થયેલી જોવા મળે છે. આ શૈલીનાં કલાત્મક અને ભવ્ય શિલ્પામાં આજુબાજુનાં સ્થાપત્યકીય સ્વરૂપે અને દૃશ્યો કરતાં માનવ આકૃતિને પ્રાધાન્ય અપાયુ છે. અહીં માનવ સર્વ પ્રવૃત્તિના કેન્દ્રમાં છે. એક પછી એક સેંકડો દૃશ્યા રજૂ કરતાં શિલ્પોમાં સર્વત્ર મનુષ્ય જ જુદી જુદી ભાવભ ગીઓમાં, હલનચલનમાં, બેઠેલા, ઊભા, વાંકાવળેલા, સૂતેલા, નાચતા, કૂદતા, કર્તવ્યલીન સ્થિતિમાં, લાંબા, પાતળા, ઊંચા,
Page #119
--------------------------------------------------------------------------
________________
ભાણીય પ્રાચીન શિહપકા પગવાળા છતાં ભારે ને મજબૂત ખભા અને છાતીવાળા જાણે કે શૈલીને ગતિ આપતા હોય તેમ આલેખાયા છે.
આ શૈલીનાં શિલ્પાનો વિષય બૌદ્ધ ધર્મનો છે, છતાં અનેકવિધ દુન્યવી માનુષી ભાવ અને સાંસારિક પરિસ્થિતિઓનું ઉત્કટ આલેખન તેમાં થયું છે. આથી કુમારસ્વામીએ તેની આ વિશિષ્ટતા પર ધ્યાન દેરતાં અમરાવતીની કલા વિશે કહ્યું છે કે “એ ભારતીય શિલ્પનું મધુર અને માર્દવભર્યું પુષ્પ છે” (the most voluntuous and the most delicate flower of Indian Sculture). 2410471, અમરાવતીની અને નાગાર્જુનીકડાની કલામાં વિષયાશકિતનું આલેખન વિશેષ છે. પરંતુ મથુરાશૈલીમાં આલેખિત ઉઘાડા શૃંગાર કરતાં નિર્દોષ ઉલ્લાસપૂર્ણ શૃંગાર અહીં આવિર્ભાવ પામ્યો છે. એનું વાસ્તવદર્શન સુરુચિપૂર્ણ છે. અમરાવતીનાં શિ
અમરાવતીના સ્તૂપની જળવાઈ રહેલાં શિલ્પાની સંખ્યા આશ્વ પ્રદેશમાંથી પ્રાપ્ત થયેલ કોઈપણ સ્તૂપની શિલ્પસંખ્યા કરતાં વિશેષ છે. એટલું જ નહીં, લગભગ ૫૦૦ વર્ષના વિકાસને ઇતિહાસ રજૂ કરતાં આ શિલ્પો કલાદષ્ટિએ પણ અત્યંત સુંદર અને વૈવિધ્યપૂર્ણ વિષયો તાદશ કરે છે. શિલ્પોની શૈલી અને તેના પર અંકિત થયેલ લેખોની લિપિના આધારે આ શિલ્પોને કાલાનુક્રમની દૃષ્ટિએ ચાર સ્તરમાં વહેંચવામાં આવે છે:
૧) આરંભ કાલ-ઈ. સ. પૂર્વે ૨ જી સદી (શું કાલ) ૨) મધ્યકાલ-ઈ. સ. ની ૧ લી સદી (સાતવાહન રાજા પુલુમાવિન શાસનકાલ)
(૩) ચરમોત્કર્ષ કે પરિપકવ અવસ્થા-ઈ. સ. ૧૫૦-૨૦૦ (શ્રીયજ્ઞશ્રી સાતકણને શાસનકાલ)
૪) અંતિમ અવસ્થા-ઈ. સ. ની ૩ જી સદી (ઈવાકુ રાજાઓનો સમય)
આરંભકાલીન શિલ્પની કોતરકામની શૈલી અને વેશભૂષા ભરડુતનાં તથા અજંટાની ગુફા નં. ૯ અને નં. ૧૦ નાં શિલ્પો સાથે સામ્ય ધરાવે છે. આ કાલનાં શિલ્પો જૂજ સંખ્યામાં અને ખંડિત અવસ્થામાં મળ્યાં છે. મૂર્તિઓનાં મસ્તક પર ભારે ઉષ્ણીષ, કાનમાં અગ્રભાગે ચોરસ અને પૃષ્ઠ ભાગે વૃત્તાકાર કુંડળો, ગળામાં ચોરસ પદકવાળા કંઠહાર અને નેત્રો કટાક્ષયુકત છે. અંગમાં નિશ્ચલતાની સાથે ભાવાભિવ્યકિતમાં સ્થિરતા છે. બાહુ પર વલણીઓ અને આંગળીઓ પર અંગુઠ્ઠીઓ છે. સ્ત્રી-મૂર્તિઓની કટિમેખલા પહોળી પટીમાં ચોરસ પદકની પંકિતવાળી છે. પુરુષઆકૃતિઓને કટિબંધ સુધરાત્મક ઘાટનો (વળ ચડાવેલા દોરડા જેવો છે. સ્ત્રી-મૂર્તિ
Page #120
--------------------------------------------------------------------------
________________
૧: મીયાલીન શિકહા
૧૧૧ એમાં મેખલાબંધ પર કાયબંધ (ઉદરબંધ પણ છે. જંઘા પર અંકિત કરેલ રેખાઓ તેણે ધારણ કરેલ બારીક વસ્ત્ર અને તેની વલીઓની સૂચક છે. તેમના પગની પાનીઓ એડી ભાગે જોડેલી અને પંજા ભાગે ખુલ્લી છે. આ કાલપટની કોઈ બુદ્ધ મૂર્તિ મળી નથી પણ બૌદ્ધ પ્રતીકોનાં અંકન મળ્યાં છે. વેદિકા-ઉણીષ પર ખભાપર ચશમાલ્ય ધારણ કરતી નાની યક્ષમૂર્તિઓ અંકિત કરેલી છે. આ પ્રકારની યક્ષમૂર્તિઓ સાંચી, ભરત અને પશ્ચિમ ભારતની ગુફાઓમાં જોવામાં આવે છે. કેટલીક જગ્યાએ હાથીનાં મસ્તકીયુકત લંબોદર યક્ષ (કીચક)ની મૂર્તિઓ છે, જેની પાછળના સમયમાં ગણેશમૂર્તિમાં વિકાસ થયો. ઈહામૃગ પશુઓમાં શ્યનવ્યાલ એટલે કે ગરુડ મસ્તક અને સિંહ શરીરની બલિષ્ઠ અને પ્રભાવશાળી આકૃતિઓ નોંધપાત્ર છે. અલંકરણરૂપ કીનારીઓમાં ઘંટા પંકિત ઉપરાંત મકરમુખમાંથી નિષ્પન્ન થતી ફૂલવેલ-ભાત પણ નોંધપાત્ર છે.
અમરાવતીનાં શિલ્પના વિકાસની બીજી અવસ્થામાં શૈલી અધિક સ્વાભાવિક બને છે અને નવી નવી અંગભંગીઓ પ્રગટાવે છે. આ અવસ્થાની શિલ્પશૈલી મથુરાની પ્રારંભિક કુષાણ કલા સાથે સામ્ય ધરાવે છે. વાસિષ્ઠિપુત્ર પુલુમાવિને આ કાલ સાતવાહન સત્તાન સર્વોત્કૃષ્ટ કાલ હતો. સામ્રાજ્યનો વૈભવ એની પૂર્વે અને પશ્ચિમે લહેરાતા સમુદ્રને આભારી હતો. આ કાલના શિલાપટ્ટો પર બુદ્ધની જીવનઘટનાઓનું આલેખન થયું છે. અલબત્ત, બુદ્ધનું ચિત્રણ તો બહુધા પ્રતીક દ્વારા જ થયું છે. તેમ છતાં બુદ્ધની એક બે સ્થળે પ્રતિમાઓ જોવામાં આવે છે. તેમની મુખમુદ્રા સરળ અધ્યાત્મ ભાવને પ્રગટ કરે છે. એ મથુરાશૈલીના કટરાના બુદ્ધની મૂર્તિ સાથે સામ્ય ધરાવે છે.
અમરાવતી-કલાની ત્રીજી અવસ્થા પરિપકવ હથોટીની છે. આ સમયે દક્ષિણ ભારતમાં સ્થાપત્ય અને શિલ્પ સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યાં હતાં. ઈસુની ૨ જી સદીના પૂર્વાર્ધમાં સાતવાહનોની સામ્રાજ્યલક્ષ્મી સૌંદર્ય, સંપત્તિ અને યશની ચરમ સીમાએ પહોંચી હતી. આનું પ્રમાણ અમરાવતીના પના વેદિકાસ્તંભ, ઉષ્ણીષ, સૂચી, આમકમંચ, આમકસ્તંભ પરની વૈદિકા અને અંડભાગ પરની સુશોભન પટ્ટીઓ તથા સૂપપટ્ટ, ચક્રપટ્ટ, સ્વસ્તિક૫ટ્ટ, પૂર્ણઘટપટ્ટ, ત્રિરત્નપટ્ટ, વગેરે શિલાપટ્ટો અને બુદ્ધના જીવન-પ્રસંગોને લગતા અન્ય શિલાપટ્ટોના રૂપમાં ઉપલબ્ધ બને છે. મૂર્તિઓના બહુમુખી ભાવ અને અંગવિન્યાસ સ્વગય આનંદને પૃથ્વી પર સાકાર કરે છે. સદા મસ્ત અને નૃત્તરત દેવોની ક્રીડાઓ અતુલ આનંદ પ્રગટાવે છે. બુદ્ધના પાર્થિવ ચૂડા (મસ્તકઆભૂષણ)ની પૂજા માટે દેવગણ ઉત્કટ બન્યો તે પ્રસંગનું આલેખન સ્તૂપના ચૂડા પર શિલ્પપટ્ટમાં થયું છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
રૂપની ભૂમિગત ૧૩ ફૂટ ઊંચી મહાવેદિકાનું નિર્માણ આ સમયે થયું. એમ કહેવાય છે કે બૌદ્ધોના મહાન આચાય નાગાર્જુનની પ્રેરણાથી આ વેદિકા રચાઈ. એના સ્ત ંભેા પરના પૂર્ણ કે અવિકસિત ફૂલા પર, તેની ચારે બાજુએ કરેલાં શિલ્પાંકનો પર, પરિચક્ર-પુષ્કરો પર, ઉષ્ણીષ અને વેષ્ટિનીના અગ્ર તેમ જ પૃષ્ઠ ભાગા પર જે દૃશ્યા, સુશાભના કે રૂપાંકન અંકિત છે, તેની શાભાના મુકાબલા ભારતના કોઈ પણ સ્તૂપ, ચૈત્ય કે વિહારનાં શિલ્પો કરી શકે તેમ નથી. સ્તૂપના ઊર્ધ્વપટ્ટો આવી જ કોષ્ઠ કલાના સાક્ષી છે ને એ આંધ્રના પાષાણશિલ્પીએની કલાપ્રતિભા અને દક્ષતાને પૂર્ણપણે પ્રગટ કરે છે. ૧૦ થી ૧૩ ફૂટ લાંબા શિલ્પપટ્ટી પર અનેક દૃશ્યો અલગ અલગ હોવા છતાં એક જ કથાસૂત્રને અનુસરે છે. પ્રત્યેક ઊર્ધ્વ પટ્ટનું દન એવી અનુભૂતિ કરાવે છે કે તે કોઈક વિલક્ષણ આનંદ-જગતમાં દેવ, મનુષ્ય અને પશુઓને સમભાગી બનાવે છે. આ અલ્પ કે અધિકમૂ મૂર્તિઓમાં વિવિધઅંગભંગી, લચક, તરલતા અને ગતિ પ્રગટ થાય છે. અહીં બૌદ્ધ પ્રતીકોમાં “પાદુકાપટ્ટ’ના ઉપયોગ વિશેષ થયા છે. તેની સાથે અગ્નિસ્કન્ધ (અગ્નિસ્તંભ) પણ દર્શાવ્યા છે. આ અગ્નિસ્ક ધ પ્રજ્ઞા, મહાન સ્ત ંભ કે સ્તૂપનું પ્રતીક છે, જેનું મૂર્ત દ”ન ખુદ બુદ્ધ છે. આ સમયના બુદ્ધના પ્રજ્ઞા શરીરમાંથી પ્રગટ થતું એક કિરણ સ્વલાક અને સંપૂર્ણ બ્રહ્માંડમાં પરિવ્યાપ્ત થયેલું છે. બુદ્ધના અતિમાનવ સ્વરૂપની આ કલ્પના અગ્નિસ્તંભરૂપે શિલ્પમાં આકાર પામી છે.
૧૧૩
અહીંનાં શિલ્પામાં સહસ્ર કે શતસહસ્ર દલેાની કમલમાલાનું બાહુલ્ય નોંધપાત્ર છે. લગભગ દરેક પાત્રના હાથમાં તે જોવા મળે છે. એના સંકેત એ છે કે બધા મનુષ્ય પુષ્પપરાગની માફક એકસૂત્રે ગૂંથાયેલા છે ને તે બધા મળીને દેવત્વરૂપ સ્તૂપની પૂજા કરે છે. માલાને કયાંક કયાંક મકરમુખમાંથી તે કયાંક યક્ષના મુખમાંથી નિષ્પન્ન થતી દર્શાવી છે. મકર મહાસમુદ્રાધિપતિ વરૂણનુ વાહન છે. યક્ષ વૈશ્રાવણ(કુબેર)ના અનુચર છે. બંને સંજોગામાં તેમના મુખમાંથી નિષ્પન્ન થતી માલા ઐશ્વર્યાંનુંપ્રતીક છે. રાજગૃહની સડક ૫૨ નલગિરિ હાથીનું બુદ્ધ દ્વારા દમન અને હાથીની શરણાગતિ (આકૃતિ ૨૦) અને સમ્રાટ ઉદયનની પેાતાના ભયભીત અંત:પુર પર બાણ વર્ષા, જેવાં દૃશ્યામાં સંખ્યાબંધ મનુષ્યોને એક સાથે દર્શાવવામાં અમરાવતીના કલાસિદ્ધોને ભારે વિશિષ્ટ સફળતા મળી છે.
અમરાવતીનાં શિલ્પા એની ચોથી અવસ્થામાં નાગાર્જુનીકોંડાનાં શિલ્પા સાથે સામ્ય ધરાવે છે. તે સાથે તેની અવનત સ્થિતિનું પણ દર્શીન કરાવે છે. આ કાલ દરમ્યાન કેટલાય શિલ્પપટ્ટોનું નવનિર્માણ કરવાના પ્રયાસ થયો છે, પણ તેમાં પહેલાં જેવી ગતિશીલતા અંકિત થઈ શકી નથી. શિલ્પશૈલી પણ રૂઢિગત બનેલી જણાય
Page #122
--------------------------------------------------------------------------
________________
પ અનુમૌર્યકાલીન શિ૦૫ છે. મૂર્તિઓ આકારમાં કંઈક લાંબી અને બેડોળ બની ગઈ છે. શરીર પર મોતીઓની માળાઓનું બાહુલ્ય છે. સ્ત્રીપુરૂએ નહીં પ્રથમ વાર મુકતાફળનાં યજ્ઞોપવીત ધારણ કર્યા છે. આભૂષણમાં સૂક્ષ્મ મોતીઓની માલાઓનો રિવાજ અહીં પહેલી વાર દૃષ્ટિગોચર થાય છે, જે ગુપ્ત કાલમાં વ્યાપક સ્વરૂપે દેખા દે છે. વળી આ કાલમાં સૌ પ્રથમ વાર સીમા-મકરિકા(દામણી) નામનું શિરોભૂષણનું અંકન નજરે પડે છે. આ આભૂષણ ગુપ્ત કાલમાં ખૂબ પ્રચલિત બન્યું હતું. તેવી રીતે સિંહમુખ કે કીર્તિમુખ તરીકે ઓળખાતું “ગાસ” અલંકરણ પણ અહીં જ સર્વ પ્રથમ જોવા મળે છે. યજ્ઞોપવીત, સીમા-મકરિકા, કીર્તિ મુખગ્રાસ, સ્ત્રી પુરૂષ સહિત ગવાક્ષ વાતાયન, મકરતરણ વગેરે તો અમરાવતીનાં ચેથી અવસ્થાનાં શિલ્પાનાં વિશિષ્ટ લક્ષણ તરીકે આકાર પામતાં જણાય છે. નાગાજુનીકેડાનાં શિલ
અમરાવતી સમાન મૂર્તિશિલ્પ અને શિલ્પપટ્ટો નાગાર્જ નીકડાના સ્તૂપ પર પણ જોવા મળે છે. આજે મૂળ સ્તૂપ હયાત નથી પણ એ તેના સ્થાનની નિકટના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. એમાં નીચેનાં દશ્યો અંકિત થયેલાં છે: ૧. તુસિત સ્વર્ગમાં દેવો દ્વારા બોધિસત્વ પૃથ્વી પર જન્મ લે તેવી પ્રાર્થનાનું
દશ્ય. એમાં બોધિસત્વ લલિતાસનમાં બેઠેલા છે. તેઓ જમણા હાથની મુદ્રા વડે દેવોની પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. એમની ચોપાસ આઠ દેવો ઊભેલા કે બેઠેલી સ્થિતિમાં છે. સમગ્ર શિલ્પશ્યના આયોજનમાં સપ્રમાણતા જળવાઈ છે. વેશભૂષા અને અલંકરણો નયનરમ્ય છે. પટ્ટની ઉપલી બાજુએ ત્રણ સુશોભન-પટ્ટિકાઓ છે. તેમાં અનુરૂપ કમળ, વ્યાધ કે ગ્રાસ અને ત્રિરત્નની હારમાળા કોતરેલી છે. શ્વેત હાથીના રૂપમાં બુદ્ધનું અવતરણ (ગર્ભાવક્રાંતિ), દેવો દ્વારા બુદ્ધની પૂજા અને બુદ્ધિનું આસન દેવોએ સ્કંધ પર ધારણ કર્યાનું દશ્ય અંકિત
થયું છે. ૩. સ્વપ્નકથન–રાજા શુદ્ધોદન બુદ્ધ-જન્મનું જન્મફળ સાંભળી રહ્યા છે. જતિ
પીની ડાબી બાજુએ શુદ્ધોદન અને માયાદેવી બેઠાં છે. જમણી બાજુએ માયાના ગર્ભનું રક્ષણ કરતા ઈન્દ્ર સહિત ચાર દેવો બેઠા છે. તેમની સાથે બ્રાહ્મણ.
વેશધારી જ્યોતિષી છે. ભા. પ્રા. શિ. ૮
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા ૪. બુદ્ધ-જન્મ અને સપ્તપદી–રાણી માયાદેવી કુસુમિત શાલ વૃક્ષ નીચે ઊભાં
છે. ડાબી બાજુએ ચામર અને પાણીની ઝારી છે, જે પ્રથમ અભિષેક માટેની છે. જમણી બાજુએ છત્રપ્રાહિણી સ્ત્રી અને બે ચામર અદશ્ય બુદ્ધ માટે છે. ચાર લોકપાળો બુદ્ધના સપ્તપદી-
ચિહ્ન અંકિત કરેલાં ઉત્તરીય વસ્ત્રો લઈને ઊભા છે. અસિતનું આગમન–બુદ્ધ–જન્મનો ત્રયત્રિંશ સ્વર્ગમાં અને કપિલવસ્તુના રાજપ્રાસાદમાં મોટો ઉત્સવ થાય છે. બ્રાહ્મણ અસિત બુદ્ધના જન્મના સમાચાર જાણી રાજપ્રાસાદમાં આવે છે અને રાજાની પ્રાર્થનાથી તે જન્મકુંડળી બનાવે છે અને ભવિષ્ય-ફળનું કથન કરે છે.
બાળક સિદ્ધાર્થને લઈ માતા-પિતા કપિલવસ્તુની બહાર આવેલ શાક્ય ચૈિત્યની પૂજા અર્થે જાય છે. ચૈત્યના અધિષ્ઠાતા યક્ષદેવ સ્વયં પ્રગટ થઈ બાળકને અંજલિ મુદ્રામાં પ્રણામ કરે છે.
બુદ્ધનાં પદ-ચિન કપડાં પર અંકિત કરેલાં છે. ચામરગ્રાહી તેની બંને બાજુએ છે. જમણી બાજુ મંડપ નીચે તોરણયુકત આસન પર રાજા શુદ્ધોદન બેઠા છે. તેની પાછળ માયાદેવી છે. તેમની સામે જટાધારી ઋષિ છે. તે પોતાના ખોળામાં બુદ્ધને લઈને બેઠા છે, જે તેના વસ્ત્ર પર અંકિત પદચિહ્ન દ્વારા દેખાડવામાં આવેલ છે. ૬. મહાભિનિષ્ક્રમણનો પ્રસંગ અંકિત છે. ૭. ગૌતમના ઉષ્ણીષને દેવે સ્વર્ગમાં લઈ જતા દર્શાવ્યા છે. ૮. મારઘર્ષણ અને સંબોધિપ્રાપ્તિ–આ પટ્ટ પર મારા પિતાની બે પુત્રીઓ દ્વારા
ઉદ્ધને વિચલિત કરવા પ્રયાસ કરી રહેલ છે, તેની જમણી બાજુએ તેના અનુચરો છે. મધ્યમાં બેધવૃક્ષ છાયામંડલ નીચે પદ્માસનમાં બેઠેલા બુદ્ધ છે. આ જ પટ્ટ પર એક બાજુએ મુચલિન્દ નાગ છત્ર બનીને બુદ્ધને વૃષ્ટિથી સંરક્ષી રહ્યા છે. બુદ્ધનું ધર્મચક્રપ્રવર્તન પૂર્વેનું મંથન દર્શાવ્યું છે. બોધિ પ્રાપ્તિ પછી બુદ્ધ ૪૯ દિવસ સુધી બોધિવૃક્ષ નીચે સમાધિમાં રહે છે. આ દશ્ય ગંધાર કલામાં કંકાલ દશ્ય તરીકે જાણીતું છે. સુજાતાની ખીરનું ભક્ષણ, દેવોની પ્રાર્થનાથી
માનવોને ઉપદેશ આપવાનો બુદ્ધનો સંકલ્પ વગેરે દર્શાવેલ છે. ૧૦. પ્રથમ ધર્મોપદેશને પ્રસંગ અંકિત થયો છે. એમાં વારાણસીના મૃગદાવ
ઉદ્યાનમાં પાંચ સાથીઓને બુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે. બુદ્ધ ઊંચા આસન
Page #124
--------------------------------------------------------------------------
________________
૫ : અનુમૌર્યકાલીન શિe
પર બેઠેલા છે. આસનની આગળ બે મૃગ, બંને બાજુએ એક ચામરગાહી
અને બે ભિલુએ જોવા મળે છે. ૧૧. બુદ્ધની ધાતુમંજૂષા ગ્રહણ કરીને ઊભેલી નાગમૂર્તિઓ—એમના હાથમાં પાણીની
ઝારી છે. આ પ્રકારની મંજૂષા સ્તૂપગર્ભમાંથી મળી છે.
આ સિવાય અન્ય દશ્યમાં રાજાની ધર્મદીક્ષા, ચક્રવર્તી સમ્રાટ અને તેનાં સપ્તરત્નો, માલવક યક્ષને ધર્મદીક્ષા, સિદ્ધાર્થનું મહાધનુષ્ય પર સરસંધાન, નલગિરિ હાથીને વશ કરવો, દીપકરની બુદ્ધ-પૂજા, શાક્ય રાજકુમારો અને ઉપાલિની ધર્મદીક્ષા, નંદ સાથે બુદ્ધનું સ્વર્ગગમન, સિંહમકર, સિંહનારી, આશ્વસુંદરી, નાગરાજ, પણક, માંધાતા જાતક, નાગરાજ પર બુદ્ધને વિજય, શિબિ જાતક, દશરથ જાતક વગેરે દો કોતરેલાં છે.
નાગાર્જનીકાંઠાનાં શિલ્પમાં આંધ શિલ્પની પૂર્ણાહૂતિ નજરે પડે છે. તક્ષણની સફાઈ, સ્વચ્છતા, બારીકી, નિપુણતા, વસ્ત્રાલંકારની શોભા, મનોહર રૂપ, સ્ત્રી-પુરૂષોનાં સ્વસ્થ માંસલ શરીર, છટાપૂર્ણ અંગવિન્યાસ, વિષયવૈવિધ્ય અને નાવિન્ય આ બધાંની મન પર સરસ છાપ પડે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૬. ગુપ્ત–વાકાટક કાલનાં પ્રશિષ્ટ શિલ્પો*
(ઈ. સ. ૩૫૦ થી ઈ. સ. ૫૫૦)
ગુપ્ત-વાકાટકકાલ ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનો જાહોજલાલીને કાળ ગણાય છે. આ કાલના શાંત અને સહિષ્ણુ વાતાવરણમાં અન્ય લલિતકલાઓની સાથે શિલ્પકલાનો પણ સર્વાગી વિકાસ થયો. આ વિકાસ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના કાલમાં આરંભાયો હોવાનું મનાય છે. ઉપલબ્ધ અવશેષો, વિશેષત: કુમારગુપ્ત ૧લાના અને સ્કંદગુપ્તના સમયના મળે છે. એમનો સમય એકંદરે શાંત હોવાથી એ કાલમાં કલાને પાંગરવાનો સુ–અવસર પ્રાપ્ત થયો હોવાનું જણાય છે. કાલિદાસ, વિશાખદત્ત જેવા તત્કાલીન મહાકવિઓએ પોતાની ઉન્નત ભાવનાઓને કાવ્યો અને નાટકોનું રૂપ આપ્યું તો શિલ્પકલાના પુજારીઓએ પોતાના ઉદાર ભાવોને પથ્થર, માટી અને ધાતુનાં માધ્યમમાં શાશ્વતરૂપ આપ્યું. તત્કાલીન સાહિત્ય કલાના દિવ્ય આદર્શો સ્થાપ્યા તો કલાસિદ્ધોએ એ આદર્શોને અનોખી રીતે મૂર્તિમંત કરી બતાવ્યા. રૂપ કે સૌંદર્ય એ પાપવૃત્તિઓને ઉોજવાનું સાધન નહિ, એને ઉદ્દેશ તો ઘણો ઊંચો છે–
यदुच्यते पार्वति, पापवृत्तये न रूपमित्यव्यभिचारि तद्वचः ।
(મારાંમવમ્, –૩૬)
મહાકવિ કાલિદાસની આ ઉદાત્ત ભાવના ગુપ્તકાલીન મૂર્તિશિલ્પોમાં સફળતાપૂર્વક ચરિતાર્થ થતી જોવા મળે છે. કલાના દિવ્ય આદર્શોમાંથી પ્રેરણા મેળવીને કલાસિદ્ધોએ સૌંદર્યની મહત્તાને કલુષિત થતી બચાવી. આથી ગુપ્તકાલીન શિલ્પમાં જોવા મળતું સૌંદર્ય માનવહૃદયમાં ઉલ્લાસ, પ્રેમ અને આનંદનો સંચાર કરવાની સાથે સાથે ચિત્તવૃત્તિઓને ઊર્ધ્વગામી બનાવવા માટે સહાયક બને છે. સૌકુમાર્યને ગાંભીર્ય
* ગુપ્ત-વાકાટક કાલની શિલ્પશૈલીને ગુપ્તકલા કે ગુપ્તશૈલીને નામે ઓળખવાને રિવાજ છે. એનાથી લગભગ બે સૈકાઓ દરમ્યાન દેશવ્યાપી લગભગ સમાન સ્વરૂપની સાર્વભૌમ કલાનું સૂચન થાય છે. ગુપ્તકલા એટલે ગુપ્ત નરેશેએ સજેલી કલા નહિ, પણ ગુપ્તશાસન દરમ્યાન ઉદ્દભવેલી કલા. અહી આ વ્યાપક અર્થમાં એ શબ્દો પ્રયોજયા છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૬ : ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ
૧૧૭ સાથે, રમણીયતાનો સંયમ સાથે અને યથાર્થને આદર્શ સાથે જેવો સફળ અને સુંદર સમન્વય ગુપ્તકાલીન કલામાં જોવા મળે છે, તેવો અન્યત્ર દુર્લભ છે.
૧) સામાન્ય લક્ષણે ઈ. સ.ની ૭ મી સદીના પૂર્વાર્ધમાં ભારતવ્યાપી પ્રવાસ કરનાર ચીની યાત્રી યુઅન શ્વાંગે ઠેર ઠેર સેંકડોની સંખ્યામાં ભવ્ય શિલ્પો જોયાં હતાં. એ પૈકીના થોડા જ નમૂના આક્રમણકારોની ઝનૂની ભાંગફોડ અને કાળબળ સામે ટકી શકયા છે. પણ જે નમૂનાઓ બચી ગયા છે, તે અમૂલ્ય છે ને તેમની કલા પરિપૂર્ણતા અને પરિપકવતાના સર્વોચ્ચ સ્તરે પહોંચી હોવાના પુરાવારૂપ છે. આ સ્તર કેવી રીતે હાંસલ થયું તે એનાં વિશિષ્ટ લક્ષણે તપાસતાં સ્પષ્ટ થાય છે.
(૧) સાર્વભૌમિકતા એ ગુપ્તકલાનું વ્યાવર્તક લક્ષણ મનાયું છે. અનુમૌર્યકાલમાં મૂર્તિ શિલ્પનું સત્ત્વ સ્થાનિક શિલ્પશૈલીઓમાં અભિવ્યકત થતું હતું. ગુપ્તકાલમાં એક સમાન સાર્વભૌમ શૈલીમાં એ બધાંનું પર્યાવસાન થતું જોવા મળે છે. આવી સાર્વભૌમ શૈલી સર્વમાન્ય બની ગઈ ને ઉત્તરકાલમાં આદર્શરૂપ ગણાઇ. એના સર્વસામાન્યપણાને લઈને આ શૈલીમાં વૈવિધ્યને અભાવ અને નિરસતા આવી હોવાનો ઉહાપોહ કરવામાં આવ્યો છે, પણ ગુપ્તકાલની કોઈ પણ બે મૂર્તિઓને સરખાવતાં તેમની વચ્ચે કલાકારની આગવી કલાદ્રષ્ટિને લઈને તફાવત વરતાય જ છે. સર્વત્ર જોવા મળતું આ કલાગત વૈવિધ્ય એને નિરસ બનતી અટકાવે છે. વસ્તુત: આ શિલ્પો અકૃત્રિમ, સ્વાભાવિક અને વાસ્તવિક જણાય છે.
(૨) ગુપ્ત શિ૯૫કલામાં જોવા મળતી પરિપૂર્ણતા અને પરિપકવતા, એના માર્ગદર્શક સિદ્ધાંતો સુસ્થાપિત કરવાને પરિણામે નિપજેલ છે. આવા સિદ્ધાંતોને લગતા કેટલાક શાસ્ત્રગ્રંથો પણ રચાયા, જેમાં વિષ્ણુધર્મોત્તર, શિલ્પરત્ન અને શુક્રનીતિસાર અગત્યના છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનું અનુપાલન મૂર્તિવિધાન, ચિત્રકલા અને નૃત્યમાં પણ થયેલું જણાય છે. સામુદાયિક રૂચિ, સૌંદર્યશાસ્ત્ર અને ધાર્મિક આદર્શોને લક્ષમાં રાખીને બુદ્ધિપૂર્વક આ સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. આમાં શિલ્પ માટે ઘડાયેલ તાલમાન, મુદ્રા, આસનો વગેરે સિંદ્ધાંતો વિશેષ મહત્ત્વ ધરાવે છે.
“તાલ” સાધારણ રીતે મસ્તક પરના વાળથી માડીને હડપચી સુધી ગણાત. તાલને અંગુલ(આંગળ)માં વહેંચવામાં આવતું. એક તાલના ૧૨ અંગુલ ગણાતા. દેવતાઓની મૂર્તિઓ બનાવવા માટે સાધારણ રીતે “દશતાલ–પ્રમાણ ઉત્તમ ગણાતું. આ દશતાલમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ (અનુક્રમે ૧૨૪, ૧૨૦ અને ૧૧૬ અંગુલ) એમ ત્રિવિધ વૈવિધ્ય પ્રવર્તતું. ગ્રીકો અને રોમન “આઠ મસ્તક' (eight
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ભારતીય પ્રાચીન શિલ્પકલા head) અર્થાત ૯૬ અંગુલ પ્રમાણનો નિયમ પ્રયોજતા, જે સાધારણ મનુષ્યની ઊંચાઈ બરાબર હતું. ભારતીય શિલ્પીઓએ પોતાનાં શિલ્પ માટે “દશતાલનો સિદ્ધાંત યોજીને એ સાધારણ મનુષ્ય નહિ પણ અતિમાનુષ છે એમ દર્શાવ્યું.
હાથ અને આંગળીઓની મુદ્રામાં પણ ગુપ્તકાલમાં વિકાસ થયેલ જોવા મળે છે. એમાં કટકહસ્ત, લોલહસ્ત અને અંજલિહસ્ત વારંવાર પ્રયોજાયેલ છે. પદ્મધારણ કર્યા ભાવ દર્શાવતે કટકહસ્ત સંસર્ગને; હસ્તાંડને કડક લાંબો રાખી પહોંચાને નીચે તરફ વાળેલ લોલહસ્ત (ગજહસ્ત કે લમ્બસ્ત) વિશ્રાન્તિ કે સ્વસ્થતાનો અને બે હથેળીઓ જોડેલ અંજલિહસ્ત ભકિત-પ્રપત્તિનો સૂચક છે. આ ઉપરાંત વરદ, અભય, વ્યાખ્યાન, ભૂમિસ્પર્શ જેવી હસ્તમુદ્રાએ પણ વારંવાર પ્રયોજાઈ છે. છેલ્લી બે મુદ્રાઓ બુદ્ધની મૂર્તિઓમાં જોવા મળે છે.
ગુપ્તકાલીન મૂર્તિશિલ્પ સ્થાનક(ઊભેલ), આસન(બેઠેલ) અને શયન એમ ત્રણ સ્થિતિમાં દૃષ્ટિગોચર થાય છે. સ્થાનક-પ્રતિમાઓ સમભંગ(સીધી ઊભેલી), આભંગ(સહેજ વળેલ), ત્રિભંગ(ત્રણ જગ્યાએથી વળેલ) અને અતિભંગ(ખૂબ વળેલ) સ્થિતિમાં મળે છે. આસન-પ્રતિમાઓમાં વજપર્યક(ટાર બેઠેલ), પદ્મપર્યક(સહેજ આરામથી બેઠેલ) અને અર્ધપર્યક (પૂર્ણ આરામથી બેઠેલી જોવા મળે છે.
આ બધા સિદ્ધાંત ગુપ્તકાલીન કલાસિદ્ધોએ મનુષ્યો અને દેવતાઓની શિલ્પકૃતિઓ કરવામાં પ્રજ્યા છે.
(૩) દેહરચનામાં પ્રકૃતિ-સારૂખ પણ ગુપ્ત કલાનું વિશિષ્ટ લક્ષણ છે. ગુપ્તકાલમાં મનુષ્ય-આકારનું પ્રાધાન્ય સ્થપાયેલું જોવા મળે છે. તેથી પ્રાકૃતિક તો અહીં ગૌણ સ્વરૂપે અને ઘણે ભાગે એની સજાવટમાં પ્રયોજાયાં છે. સ્ત્રી-પુરૂષનાં અલૌકિક દેહસૌષ્ઠવના રૂપવિધાન માટે પ્રાકૃતિક તત્ત્વોનો આશ્રય લેવાયો. સ્ત્રી-પુરુષોનાં, વિશેષત: સ્ત્રીનાં અંગઉપાંગોનું સારૂપ્ય પ્રાકૃતિક પદાર્થો, પ્રાણીઓ અને પક્ષીઓનાં અંગોપાંગોમાંથી લેવામાં આવ્યું. કાલિદાસ વગેરે કવિઓએ પોતાનાં નારીપાત્રોનું અલૌકિક સૌંદર્ય વ્યકત કરવા પ્રાકૃતિક પદાર્થો, પ્રાણીઓ અને પક્ષીઓની સૃષ્ટિમાંથી ઉપમાએ પ્રયોજેલી. અહીં શિલ્પીઓએ એને સાકાર કરી બતાવી હોવાનું જણાય છે. અંડાકાર, પાનાકાર કે ચંદ્રાકાર મુખ, ધનુષ્પાકાર લલાટ; ધનુષ્ય કે નીમના પાનના આકારની ભમ્મર, કમળ, કમળપત્ર, મત્સ્ય, ખંજનપક્ષી કે હિરણનાં નેત્ર ઘાટનાં નયન; તિલપુછ્યું કે શુકનાસિકા જેવું નાક; બિંબફળ જેવા ઓષ્ઠ, કેરીની ગોટલી જેવી દાટી, શંખાકાર કંઠ, ગંડસ્થલ સમા સ્કંધ; સિંહકટિ કે ડમરૂ આકારની કટિ; કેળના સ્તંભ જેવા ઊરુ વગેરે મૂર્તિઓમાં આકાર પામેલાં જણાય છે. આ તત્ત્વ
Page #128
--------------------------------------------------------------------------
________________
૬ ગુપ્ત-શાફાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પો
૧૧૯
કલાકારોએ બુદ્ધિપૂર્વક પ્રયોજેલાં છે. દા. ત. નિર્દોષ કુમારીની આંખા હરણના નેત્ર ઘાટની બતાવી છે, જ્યારે રસિક મુગ્ધાની આંખા મીનાકાર દર્શાવી છે.
(૪) ગુપ્તકાલીન શિલ્પ કૃતિઓમાં પૂર્વ કાલમાં જોવા મળતા ભારે સ્થૂળ દેહના સ્થાને એકવડા કે મધ્યમ બાંધાને યૌવનપૂર્ણ દેહ સત્ર દૃષ્ટિગાચર થાય છે. આ કાલના કલાકારોને જીવનની અંતર્ભાવનાની પૂર્ણ અભિવ્યકિત યૌવનમાંજ જણાઈ છે. તેથી એમનાં મૂર્તિ શિલ્પોમાં યૌવન પેાતાના ચરમ રૂપમાં પ્રસ્ફુટ થયું છે. દેહરચનામાં સાંધા અને સ્નાયુએ બતાવવામાં આવતા નહિ હોવાથી અંગઉપાંગેામાં મનેાહર ગાળાઈ લાવી શકાઈ છે. આથી કુષાણકાલીન મૂર્તિઓની સરખામણીમાં અહીં. અગાની રચના અત્યંત કોમળ અને કમનીય બની છે. અંડાકાર કે પાનાકાર ચહેરા; ગાળ-ગાળ બાહુઓ; ગાલ પર સહેજ ખંજન; નીચલા હાઠ સહેજ મેટો અને નીચે લટકતા; અંગેામાં વિશેષ પ્રકારની લચક અને ઊભા રહેવામાં આકર્ષક છટા—આ બધાં આ કાલનાં શિલ્પોનાં વિશિષ્ટ લક્ષણા છે. દેદીપ્યમાન મુખ અને અધખુલી આંખેા બાહ્ય સંસાર તરફ જોવાને બદલે અંદરની તરફ જોતી જણાય છે. આ પ્રકારનું અંકન કેવળ દેવદેવીઓની પ્રતિમાઓમાં જ નહિ, બલ્કે સામાન્ય સ્ત્રી-પુરૂષોનાં મૂર્તિ શિલ્પામાં પણ દૃષ્ટિગાચર થાય છે.
સ્ત્રી-પુરુષોનાં પરિવેશમાં સુરુચિ અને પરિષ્કાર જણાય છે. વસ્ત્રાભૂષણ સૂક્ષ્મ છે, જે બોજારૂપ નિહ બનતાં કેવળ મૂર્તિના સૌંદર્યમાં વૃદ્ધિ કરનારાં છે. પારદર્શી ક વસ્ત્રામાં શરીરના પ્રત્યેક અંગને ઊપસાવીને સ્પષ્ટ દર્શાવ્યું છે. આ કાલની મથુરાકેન્દ્રની મૂર્તિઓની સંઘાટી(ઉપવસ્ત્ર) પર કરચલીઓ પણ જોવા મળે છે. અધાવસ્રને કટિવ સાથે બાંધેલું છે. પુરુષોને ખભા સુધી લટકતા કુંતલ-કુંચિત કેશવાળા બતાવ્યા છે, જ્યારે સ્ત્રીઓએ અલક-જાળ ધારણ કરેલી છે. આભૂષણા સુરુચિ-પૂ ગણ્યાંગાંઠમાં જ ધારણ કરેલાં છે. ગળામાં મેાતીએની એકાવલી એ એમની આગવી વિશેષતા છે. ખૂબ થે।ડા અલંકારો પ્રયોજ્યા હોવા છતાં મૂર્તિની સુરૂપતામાં કર્યાંય એટ આવતી જણાતી નથી.
અગાઉ જોયું તેમ ગુપ્તકાલીન મૂર્તિ શિલ્પામાં સર્વત્ર એક સાર્વ ભૌમિકતા દેખાય છે. તેમ છતાં દેહરચનાની બાબતમાં કેટલુંક પ્રાદેશિક અંતર પણ જોવા મળે છે; જેમકે, ભરહુત અને સાંચીની કલાથી પ્રભાવિત થયેલા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતના કલાકારોએ નારીનાં વક્ષાનું પૂર્ણ વિકસિત અંકન કર્યું` છે. સારનાથ શૈલીના કલાકારોએ નારીની ક્ષીણ કટિને પેાતાને આદર્શ બનાવ્યા છે. પૂર્વ ભારત. અને મધ્યદેશનાં શિલ્પોમાં પણ કેટલુંક સ્થાનિક વૈવિધ્ય પ્રવર્તે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ભારતીય પ્રાચીન શિલ્પકલા (૫) ગુખ શિલ્પકલા રૂપ-પ્રધાનની સાથે ભાવ-પ્રધાન પણ છે. જેવી રીતે આ કાળના સંસ્કૃત કાવ્યમાં કલાપક્ષ અને ભાવપક્ષને જેમ અપૂર્વ સમન્વય થયેલો જોવા મળે છે, તેમ શિલ્પકલામાં પણ બાહ્ય સૌંદર્યની સાથે આંતરિક અને આધ્યાત્મિક ભાવવ્યંજના સમન્વિત થયેલી દૃષ્ટિગોચર થાય છે. આ સમયના કલાસિદ્ધ વસ્તુના રૂપને સર્વાંગસુંદરબનાવવામાં જેટલા નિપુણ હતા, એટલા જ પોતાના આંતરિક અને આધ્યાત્મિક ભાવોને સુંદર કૃતિઓમાં અનુસૂત કરવામાં સિદ્ધહસ્ત હતા. ગુપ્તકાલીન શિલ્પો આધ્યાત્મિક કાંતિ અને આંતરિક શાંતિથી વ્યાપ્ત જોવા મળે છે. અલબત્ત, માનવાકૃતિ-પ્રતિમાનું વિધાન જ કલાકારને મુખ્ય વિષય હતો, તથાપિ એમાં એણે પાર્થિવ સૌંદર્યથી અધિક અલૌકિક સૌંદર્ય પ્રગટ કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કાલની મૂર્તિઓના મુખમંડળ પર અપૂર્વ પ્રભા, ગંભરતા, શાંતિ અને સ્વાભાવિકતા વરતાય છે. રૂપ અને ભાવનો સમન્વય આવા ઉત્તમ રૂપે અન્યત્ર દુર્લભ છે.
(૬) ગુપ્તકાલની બુદ્ધમૂર્તિઓ કેટલીક વિશેષતાઓ ધરાવવાને લઈને પૂર્વવતી મૂર્તિઓ કરતાં જુદી પડી આવે છે. કુષાણકાલીન મૂર્તિમાં પ્રભામંડળ સાદુ રખાતું તે ગુપ્તકાલમાં પૂર્ણત: અલંકરણયુકત બની ગયું. એમાં એને કમળ અને અન્ય આકૃતિઓથી સજાવવામાં આવ્યું. કુષાણકાલીન મૂર્તિઓમાં સંઘાટી જમણા ખભા પર જોવા મળતી નહોતી. આ કાલમાં સંઘાટીથી બંને ખભા ઢંકાયેલા જોવા મળે છે. અગાઉ બુદ્ધનું મસ્તક મુંડિત (કે કેવળ એક લટયુકત રખાતું), પણ ગુપ્તકાલમાં એ કુંતલ કુંચિત કેશ અને ઉષ્ણીષયુકત દષ્ટિગોચર થાય છે. અગાઉ બુદ્ધની બંને ભમ્મરો વચ્ચે દર્શાવાતી ઊર્ણાને અહીં લોપ કરવામાં આવ્યો. વળી ભમ્મરો અગાઉ જેવી ચાપાકાર નહિ કરતાં સીધી કરવામાં આવી. બુદ્ધની મૂર્તિઓ આભૂષણ રહિત છે, જ્યારે બોધિસત્ત્વની મૂર્તિઓમાં આછાં આભૂષણે નજરે પડે છે.
(૩) સ્થાપત્ય સાથે શિલ્પકલાને સંપૂકત સંબંધ અગાઉની સરખામણીમાં વધેલો જણાય છે. વાણી અને અર્થની જેમ આ બંને કલાઓનો અન્યાશ્રિત સંબંધ ભારતીય કલાની વિશેષતા છે. તે ગુપ્તકાલમાં વિશેષ પ્રસ્કુટ થતો દુષટગોચર થાય છે. પૂર્વવતી કાલમાં ભવનને સજાવવાને સંભવત: રિવાજ નહોતો. આ કાલમાં દેવપ્રાસાદની જેમ ભવને અને મકાનોને પણ સજાવવામાં આવતાં. આવાં સજાવટી શિલ્પમાં ભાલ, કીર્તિ મુખ, ગંગા અને યમુના, શંખ, કમળ તથા વિવિધ પત્રલતાકારોનો સમાવેશ થતો.
(૮) ગુપ્તકાલીન શિલ્પકલા એની પૂર્વવત અને ઉત્તરવતી કલાઓથી કેટલીક - બાબતમાં સ્પષ્ટત: જુદી પડે છે. ગંધાર અને મથુરાની કલામાં વિદેશી તત્ત્વોનો પ્રિભાવ પારખી શકાતો હો, ગુપ્તકાલમાં પૂર્વવત કલાઓનાં બધાં તત્ત્વોનું રસાયન
Page #130
--------------------------------------------------------------------------
________________
૬૩ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિહો
થઈ ગયુ હોવાથી વિદેશી પ્રભાવ ઝટ વરતાતા નથી. આ સંદર્ભમાં ડો. ઉમાકાંત શાહનું મંતવ્ય નોંધપાત્ર છે: “ચાર ચાર સૈકાઓથી રોમન પ્રજા સાથે જે વ્યાપારી અને સાંસ્કૃતિક વિનિમય શરૂ થઈ વધ્યા હતા તેથી, અને પાછળથી રોમન સામ્રાજ્ય છિન્નભિન્ન થવાને લીધે ભારતમાં વસી રહેલા રામનાની પણ વિદ્યા અને કલાને ભારતે અપનાવી અને ભારતીય સંસ્કૃતિના રંગે ૨ંગી નવીન ભારતીય સ્વરૂપમાં રજૂ કરી. ગુપ્તકાલમાં ગ્રીક અને રોમન કલાની આવી અસરા (પછી ભલે તે થાડી કે વધારે હોય) કબૂલ નહિ કરવામાં સંકુચિત પ્રાદેશિક મનેાવૃત્તિ છે.” *
૧૨૧
ગંધારમાં સ્કેટિયા અને મથુરામાં રાતા પથ્થરની મૂર્તિઓ બનતી હતી. ગુપ્તકાલીન મૂર્તિ એ ચુનારની ખાણના સફેદ રેતિયા પથ્થરમાંથી બનેલી છે. આ શિલ્પકલા કોઈ વિશેષ ધર્મ સંપ્રદાય સાથે સંલગ્ન ન રહેતાં પૂર્વવર્તી મથુરાકલાની જેમ ઘણા ખરા ધ સંપ્રદાયોમાં ઊતરીને પ્રસાર પામેલી જણાય છે. ગુપ્તોત્તરકાલમાં ભારતીય શિલ્પકલામાં પ્રાકૃતિક અને સાંસારિક વિષયાને વ્યાપક સમાવેશ થતા જોવા મળે છે, પણ ગુપ્ત કલા તે પ્રાચીન પદ્ધતિ અનુસારની ધર્મપ્રધાન કલા જ છે.
રમેશચંદ્ર મજુમદારના શબ્દામાં કહીએ તેા, સંક્ષેપમાં તાલ, ગતિ અને સૌંદર્યંની ઉચ્ચ ભાવનાથી પરિપૂર્ણ ઉચ્ચ આદર્શ જ ગુપ્તકાલીન શિલ્પાની વિશેષતા છે. એમની કલા અને એના નિર્માણમાં ઓજ અને સુરુચિ નિતરે છે. ગુપ્તકલામાં બૌદ્ધિકતાની પ્રધાનતા છે ને એને લઈને ઉચ્ચ વિકસિત ભાવના અને અત્યધિક અંકરણાને નિયંત્રિત કરવામાં એ સુસમર્થ થઈ શકી છે. ગુપ્તકલાના પ્રભાવ ભારત પૂરતા સીમિત ન રહેતાં ભારત બહારના કેટલાક દેશેા સુધી વિસ્તર્યો છે. મલયદ્વીપકલ્પ, સુમાત્રા, જાવા, અનામ તેમજ કબાડિયાનાં પ્રાચીન શિલ્પા પર ગુપ્તકલાની અમિટ છાપ દૃષ્ટિગાચર થાય છે.”+
અહીં ગુપ્તકાલીન શિલ્પાના સગવડતા ખાતર ચાર પ્રાદેશિક વિભાગા-ઉત્તર અને પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, ગુજરાત તથા દખ્ખણ-માં વહેંચીને અભ્યાસ કરવા અભિપ્રેત છે.
(ર) ઉત્તર અને પૂર્વ ભારતનાં શિપા
ગુપ્ત શૈલીના ઉદ્ગમ મથુરા કે સારનાથમાં થયા એ પ્રશ્ન હમણાં ચર્ચાસ્પદ બન્યા છે. અત્યાર સુધી આનંદકુમાર સ્વામી, સ્ટેલા ક્રેમરિશ વગેરે બહુસંખ્યક
* “ભારતીય શિલ્પસમૃદ્ધિ”, પૃ. ૨૪
+ Ancient India, p. 490
Page #131
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વિદ્રાના ગુપ્ત શૈલીને મથુરાની કુષાણ કલાનું ફળ ગણાવતા આવ્યા છે. * આ અનુમાન પર આવવા માટેના મુખ્ય આધાર બોધગયામાંથી મળેલી બોદ્ધિસત્ત્વની મૂર્તિ છે. ૪ થી સદીના ઉત્તરાર્ધની આ પ્રતિમા ગુપ્તકલાના પ્રાચીનતમ નમૂના ગણાય છે. રાતા રવાદાર પથ્થરની બનેલી આ પ્રતિમાનું સ્થૂળ સ્વરૂપ અને કદાવર કાયા તથા વલ્લીયુકત સંઘાટી મથુરાની કુષાણ કલાની પરંપરાનું અનુસરણ સૂચવે છે. ઢળેલી આંખા, નાસિકાગ્ર દૃષ્ટિ ને સુડોળ અંગ-ઉપાંગો મૂર્તિની સ્થૂળતામાં ઘટાડો કરવા ઉપરાંત એને ભાવવાહી બનાવે છે. આ મૂર્તિ મથુરામાં બનીને બોધગયા પહોંચેલી જણાય છે. તે પરથી મથુરામાં કુષાણકલાએ ૪ થી સદી દરમ્યાન ધીમે ધીમે રૂપાંતર પામીને ગુપ્તકલાનું સ્વરૂપ પ્રાપ્ત કરેલું. આ મૂર્તિ સારનાથના કલાકારોને આદ નમૂના તરીકે કામ લાગી જણાય છે. બાધગયાની મૂર્તિ ના દેહસૌષ્ઠવમાં વરતાતાં સ્થૂળતા અને ભારેપણું ૫ મી સદીનાં શિલ્પામાં ઓસરી જઈ તેનું સ્થાન નાજુકાઈ અને સૂક્ષ્મ ભાવાભિવ્યકિત લે છે.
૧૨૨
હમણાં ડૉ. પરમેશ્વરીલાલ ગુપ્તે આ મુદ્દા પર તેમના “ગુપ્ત સામ્રાજ્ય” નામના પ્રસિદ્ધ ગ્રંથમાં ગુપ્તશૈલીના ઉદ્ભવ માટેનુ કોય મથુરાને નહિ આપતાં સારનાથને આપ્યું છે. તેમણે આ મુદ્દામાં ઉપરોકત બોધગયાની સમયનિર્દેશ વગરની મૂર્તિને લેખામાં ન લેતાં સમયનિદે શવાળી મૂર્તિઓની પરસ્પર તુલના કરીને એમ પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે, “ગુપ્તકાલીન કલા મથુરાની કુષાણકાલીન કલાથી સર્વથા સ્વતંત્રપણે વિકસી હતી. તેના વિકાસનું પ્રથમ કેન્દ્ર કાશી(સારનાથ) હતું” (પૃ. ૫૬૧). તેમના વિશ્લેષણ મુજબ મથુરામાંથી ગુપ્તકાલના પૂર્વાર્ધની(કુમારગુપ્તના સમય સુધીની) જે મૂર્તિઓ મળી છે, તે ત્યાંની કુષાણકાલીન કલાશૈલીએ બનેલી જોવા મળે છે. ત્યાંથી મળેલી જિનમૂર્તિ અને લકુલીશની બે મૂર્તિએ એના સ્પષ્ટ પુરાવારૂપ છે. વળી કુમારગુપ્તના સમયની એક બુદ્ધમૂર્તિ માનકુવર(જ. અલાહાબાદ)માંથી મળી છે તે અને વિદિશામાંથી મળેલી જિનપ્રતિમાઓ પણ મથુરાની કલાપરંપરા ધરાવે છે. બીજી બાજુ કુમારગુપ્તના સમય પછી મથુરામાં પણ બૌદ્ધાદિ મૂર્તિ એ પ્રશિષ્ટ કલાશૈલીએ ઘડાતી જોવા મળે છે. મથુરામાં આવેલા આ એકાએક ફેરફાર કાશિકા(સારનાથ)-કલાશૈલીના પ્રભાવનું પરિણામ છે. જો કે મથુરાનાં પ્રશિષ્ટ શિલ્પામાં પણ કુષાણકાલીન મથુરાકલાના કેટલાક વારસા જળવાઈ રહેલા જોવા મળે છે; જેમકે, ત્યાંના બુદ્ધના પરિવેશમાં ચચલીયુકત સંધાર્ટીનું ચાલુ
* જુઓ Coomarswami, A History of Indian and Indonesian Art, p. 72.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૩ય
૧ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ રહેલું વલણ, વગેરે. “આમ મથુરાની ગુપ્તકાલીન મૂર્તિઓની સ્પષ્ટત: બે ધારાએ છે. પૂર્વાવતી ગુપ્તકાલીન(કુમારગુપ્ત ૧ લાના સમયની તથા તે પહેલાંની) મૂર્તિઓ કુષાણ શૈલીની અનુગામી છે. જયારે ઉત્તરવતી ગુપ્તકાલીન(કુમારગુપ્ત ૧ લો અને તે પછીની) મૂર્તિઓ કાશિકા(સારનાથ) શૈલીની અનુગામી છે” (પૃ. ૫૫૧-૧૨).
ડે. ગુપ્તને મતે મથુરા કલાશૈલીના વિકાસથી ઘણા સમય પહેલેથી કાશિકા પ્રદેશ કલા-કેન્દ્ર રહ્યો છે. અશોકના સ્તંભ અને મૌર્યકાલીન અન્ય કલાકૃતિઓ ચુનારના પથ્થરની બની છે એ તેના સ્પષ્ટ પુરાવારૂપ છે. શકકુષાણકાળ દરમ્યાન આ કેન્દ્રમાંથી ચુનારના પથ્થરમાં મથુરાશૈલીએ બનેલી મૂર્તિના કેટલાક નમૂના મળ્યા છે. તે બાબત ત્યાં કલા-પ્રવૃત્તિ ચાલુ રહી હોવાની સૂચક છે. ગુપ્તકાલમાં ચંદ્રગુપ્ત ૨ જાના શાસનકાલના ઉત્તરાર્ધમાં કે કુમારગુપ્ત ૨ જાના અમલના આરંભકાલમાં સારનાથમાં ઉપરોકત મથુરાકલાથી બિલકુલ ભિન્ન કલાશૈલી પાંગરી ને થોડા જ સમયમાં તો એ પોતાના તમામ શણગાર સાથે પ્રસ્તુત થઈ. ઉપરોકત ગુપ્તશૈલીનાં તમામ લક્ષણો સારનાથની શિલ્પશૈલી ધરાવે છે. આ મરમ શૈલીનો પ્રભાવ કુમારગુપ્તના શાસનકાલના આરંભમાં મથુરા, પાટલિપુત્ર, વિદિશા વગેરે સ્થાનેએ પ્રસર્યો. સારનાથમાં આ શૈલી ૫ મી સદી દરમ્યાન એની ઉન્નતિની ચરમ સીમાએ રહી ને એ સદીના અંત સમયે એની પડતી થવા લાગી. આ બાબત રાજઘાટ(કાશી)માંથી મળેલ બુધગુપ્તના સમયના એક સ્તંભ પર ચારે તરફ કોતરેલાં વિષણુનાં અંશમૂર્તશિલ્પો પરથી સ્પષ્ટ થાય છે. એમાં ગુપ્તકલાને એજ જણાતું નથી.
સારનાથ અને મથુરાનાં ઉપલબ્ધ શિલ્પો તપાસવાથી આ બાબત સ્પષ્ટ થશે.
અ) સારનાથ
સારનાથને કલાવારસો વિશેષત: બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્ત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ પ્રસ્તુતકાલ. દરમ્યાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં રક્ષિત રખાયા છે.
સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્ત્વની ઘટનાઓનું સૂચન મળે છે. આમાં ભૂમિ-સ્પર્શ-મુદ્રા અને ધર્મ-ચક્ર-પ્રવર્તનવાળી મૂર્તિઓ વિશે નોંધપાત્ર છે. ભૂમિ સ્પર્શ મુદ્રામાં બુદ્ધનો ડાબો હાથ ખોળામાં અને જમણો હાથ આસન નીચે ભૂમિને સ્પર્શ કરવા તરફ સંકેત કરતો બતાવવામાં આવ્યો છે. આ મુદ્રા સમ્બોધિ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે મારે એમના તપભંગ માટે આક્રમણ કર્યું ત્યારે બુદ્ધ તપમાં.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા
દૃઢ રહી માર પર વિજય મેળવ્યા ને એના સાક્ષી તરીકે ભૂમિને રાખી તેનું સૂચન કરે છે. આ પ્રકારની મૂર્તિ આમાં જમણા ખભા પર સ`ઘાટીનો અભાવ, મસ્તક પર કયારેક બોધિવૃક્ષ અને આસન નીચે પૃથ્વીનું અંકન થયેલુ હોય છે. કેટલીક મૂર્તિ એમાં માર અને તેની પુત્રીઓની આકૃતિએ બતાવી છે. કેટલીકમાં પ્રભામંડળના ઉપરના ભાગમાં તમમાં વિઘ્ન કરતા રાક્ષસેા, તે કેટલીકમાં મારવિજયના ઉપલક્ષમાં બુદ્ધ પર પુષ્પવૃષ્ટિ કરતા દેવાની આકૃતિએ જોવા મળે છે.
ધર્મચક્ર-પ્રવર્તન મુદ્રાના સર્વોત્તમ નમૂના સારનાથમાં ઉપલબ્ધ છે (આકૃતિ ૩૪). સારનાથમાંથી બુદ્ધે ધર્મ-ચક્ર--પ્રવર્તન કરેલુ હોવાથી અહીં એ સ્વાભાવિક પણ છે. આ મૂર્તિમાં ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાનાં તમામ લક્ષણા વિદ્યમાન છે. ૫ મી સદીની મનાતી આ પ્રતિમા હાલ સારનાથ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બુદ્ધ વજાયÖકાસન સ્થિતિમાં દૃઢપણે બેઠેલા છે. તેમના હાથની આંગળીઓની મુદ્રા સૂચવે છે કે તેઓ ધર્મચક્ર પ્રવર્તાવી રહ્યા છે. તેમના દક્ષિણાવર્ત કેશ અને ઉષ્ણીષ મસ્તક–શાભા વધારી રહ્યા છે. તેમણે બારીક વસ્ત્ર બંને ખભા પર ધારણ કરેલુ હોવાનું એ વસ્ત્રના આસન પર અવલંબિત છેડાઓ પરથી જણાય છે. મસ્તકને ફરતું પ્રભામંડળ સુંદર રૂપાંકન ધરાવે છે, જેના બે ખૂણાઓ પર પુષ્પ-પાત્ર ધારણ કરેલા એક એક અર્ધ-દેવતાની આકૃતિ કંડારી છે. પ્રભામ`ડળની નીચે અને પ્રતિમાના પૃષ્ઠ-પથ્થર પર ક ડારેલી આકૃતિઓમાં નીચેના ભાગમાં બે વ્યાલ પેાતાના મસ્તક પર ઉપલા પથ્થર ધારણ કરી રહેલા જોવા મળે છે. એ ઉપલા પથ્થરમાં પુષ્પા અને પર્ણમાંથી મકરમુખ બહાર આવતું જણાય છે. પ્રતિમાની નીચેના આસનની મધ્યમાં ચક્ર અને તેની બંને બાજુએ એક એક હરણની આકૃતિ દૃષ્ટિગોચર થાય છે. તે સારનાથના મૃગદાવમાં બુદ્ધના ધચક્ર-પ્રવર્તનનું સૂચન કરે છે. ધર્મચક્રની ડાબી બાજુ ત્રણ અને જમણી બાજુ બે મળીને કુલ પાંચ ભિક્ષુઓ દર્શાવ્યા છે. બુદ્ધે આ ભદ્રવર્ગીઓને સર્વપ્રથમ ઉપદેશ કર્યો હતો. આસન પર જમણી બાજુના છેડે એક બાળક અને એક સ્ત્રીની આકૃતિ જણાય છે. તે સંભવતઃ આ મૂર્તિની દાતા મહિલા હોવાનુ જણાય છે. મૂર્તિકલાની દૃષ્ટિએ ગુપ્તકલાની આ સર્વોત્કૃષ્ટ કૃતિ છે. પ્રતિમા-વિધાન નિયામાધીન રૂપરેખા અનુસાર વજાપ`કાસનમાં કરેલુ હાવાથી બુદ્ધ સ્થિર બેઠેલા છે તેમ છતાં યુવાન ચહેરો, અર્ધમીંચી આંખો અને મુખ પરનું મૃદુ હાસ્ય તેમના દેહની ચુસ્ત સ્થિતિને સ્વસ્થ અને કોમળ બનાવે છે. અંગાની ગોળાઈ અને સુડોળપણું મૂર્તિને સમતુલા અને ઓજ આપે છે. મૂર્તિમાં રસ, અંગાની ભાવભંગી, રૂપ, ઔચિત્ય અને ભાવવ્યંજનાની શ્રેષ્ઠ અભિવ્યકિત થઈ છે. સારનાથના બુદ્ધ પોતાના બાહ્ય સૌંદર્યથી પ્રેક્ષકોનાં નેત્રોને
Page #134
--------------------------------------------------------------------------
________________
૩૫.
.પ
પાક
Inel
'
RE)
Yી ગત
શ
S1
''વિ
૩૫ બુદ્ધ (મથુરા)
-
Anjar
:કર
ત
ક
દા .
તt=
P::::
::
-
:
> Eh
ક
૩૪ બુદ્ધ (સારનાથ)
S
Page #135
--------------------------------------------------------------------------
________________
: -
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
આનંદ આપવા ઉપરાંત પોતાની આંતરિક સુંદરતા અને સ્વસ્થતા દ્વારા એના - હૃદયને આનંદિત કરવાને સમર્થ પણ છે. ભારતની આ અદ્વિતીય કલાકૃતિની ગણના mતનાં શ્રેષ્ઠ ધાર્મિક શિલ્પોમાં થાય છે.
આ પ્રકારની કેટલીક વિશિષ્ટ મૂર્તિઓ ત્યાંના મ્યુઝિયમમાં સુરક્ષિત છે, જેમાં મૂર્તિના આસન પર પંચ-ભદ્રનગી યની આકૃતિઓ કંડારેલી છે. કેટલીક મૂર્તિઓમાં બુદ્ધ આસનની નીચે પાદપીઠ પર બંને પગ મૂકીને (પલંબપાદ સ્થિતિમાં) ધર્મચક્ર પ્રર્વતાવી રહેલા જોવા મળે છે. આમાં ભગવાનની જમણી બાજુ બોધિસત્વ મૈત્રેય અમૃતઘટ અને કમળનાળ ધારણ કરી ઊભેલા છે, જ્યારે ડાબી બાજુ અવલોકિતેશ્વર વરદમુદ્રા અને કમળનાળ ધારણ કરી ઊભેલા છે. આ પ્રકારની મૂર્તિઓમાં બુદ્ધનો જમણો કંધ વિવસ્ત્ર રખાયો છે.
સારનાથમાંથી પદ્માસન પર બેસીને ધર્મચક્ર પ્રવર્તાવતા બુદ્ધની મૂર્તિઓ પણ મળે છે.
સારનાથમાંથી બુદ્ધની અનેક ઊભી મૂર્તિઓ મળી છે. એમાંની એક અભયમુદ્રામાં છે. અધોવસ્ત્ર કમર પર બાંધેલું છે. પારદર્શક સંઘાટી બંને ખભાને ઢાંકે છે. મસ્તક પર દક્ષિણાવર્ત કુંચિત કેશ અને ઉણીષ છે. લાંબા કાનમાં છેદ કરેલા છે. પ્રભામંડળ પૂર્ણત: અલંકૃત છે.
સારનાથમાંથી વરદમુદ્રામાં ઊભેલી બુદ્ધ-પ્રતિમાઓ પણ મળી છે. એમનું સ્વરૂપ અભયમુદ્રાની પ્રતિમા જેવું જ છે, પણ અહીં અભયને બદલે ડાબા હાથે સંઘાટીને છેડો પકડીને વરદમુદ્રા બતાવવામાં આવેલી જોવા મળે છે. વરદમુદ્રાવાળી મૂર્તિ એ સારનાથમાં અપરિચિત એવા લાલ પથ્થરમાં કંડારાઈ છે, તે મથુરાથી આણેલી હોવાનું જણાય છે.
સારનાથમાંથી બુદ્ધના જીવનની મુખ્ય અને ગૌણ ઘટનાઓ દર્શાવતાં પ્રસ્તરફલકો પણ મળ્યાં છે. સારનાથ મ્યુઝિયમમાં સુરક્ષિત એક લંબચોરસ ઊર્ધ્વપટ્ટમાં - બુદ્ધનો જન્મ, સોધિ, ધર્મ-ચક્ર-પ્રવર્તન અને મહાપરિનિર્વાણના ચાર મુખ્ય પ્રસંગે નીચેથી ઉપરના ક્રમમાં વિગતવાર કંડાર્યા છે. બધાં ઉત્તમ લક્ષણો ધરાવતો આ ફલક ઘણી પ્રશંસા પામ્યો છે. આ મ્યુઝિયમમાં સંગૃહિત એક ફલકમાં બુદ્ધનું ત્રયત્રિંશ સ્વર્ગમાંથી પાછા આવવું, નલગિરિ હાથીનું બુદ્ધને શરણે આવવું, વાનરેન્દ્ર દ્વારા બુદ્ધને મધુદાન અને શ્રાવસ્તીનો ચમત્કાર(વિશ્વરૂ૫) એ ચાર ગૌણ ઘટનાઓ ચાર ભાગમાં વિગત દર્શાવી છે. આ ઉપરાંત એક ફલકમાં મહારાજકુમાર કે સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ વિસ્તારપૂર્વક આલેખ્યું છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
* ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ
સારનાથમાંથી બોધિસત્વોની પૂર્ણભૂત અને અંશમૂર્ત બંને પ્રકારની મૂર્તિઓ મળી છે. ઊભેલી મૂર્તિમાં અવલોકિતેશ્વર, મૈરોય અને મંજુશ્રીની મૂર્તિઓ નોંધપાત્ર છે.
અવલોકિતેશ્વર પાપાણિની પ્રતિમામાં બોધિસત્વ કમળ પર ઊભા છે. તેમના ડાબા હાથમાં કમળ છે. જમણો હાથ ખંડિત છે પણ વરદ મુદ્રામાં હોવાની કલ્પના થઈ શકે છે. શરીરનો ઉપરનો ભાગ વિવસ્ત્ર અને કમરથી નીચેનો ભાગ અધોવસ્ત્રથી ઢાંકેલો છે. અધોવસ્ત્ર કટિસૂત્ર વડે બાંધ્યું છે. અધોવસ્ત્રનો છેડો જમણી બાજુએ ગાંઠવાળીને રાખેલ છે. બોધિસત્વે રત્નજડિત રામુકુટ કુંડલ, એકાવલી, મકરાકૃતિ કેયૂર અને રત્નજડિત કંકણ ધારણ કરેલાં છે. વાળની કેટલીક લટો ખભા પર લટકે છે. મુકુટના મધ્યભાગમાં અવલોકિતેશ્વરના આધ્યાત્મિક પિતા અમિતાભની ધ્યાનમુદ્રામાં બેઠેલી આકૃતિ કંડારી છે. નીચે કમલપીઠની નીચે પ્રેતની આકૃતિ કંડારી છે, જેમને બોધિસત્વ અમૃતપાન કરાવી રહ્યા છે. પ્રભામંડળરહિત આ મૂર્તિ દેહસૌષ્ઠવ અને ભાવાભિવ્યકિતની દૃષ્ટિએ સારો નમૂનો ગણાય છે.
મૈત્રોયની મૂર્તિ ઉપરોકત અવલોકિતેશ્વરની મૂર્તિ કરતાં ભિન્ન છે. ઉપરનો ભાગ વિવસ્ત્ર છે. અધોવસ્ત્રની ગાંઠ નાભિની નીચે જોવા મળે છે. મૂર્તિમાં આભૂષણને અભાવ છે. મસ્તક પર થોડી લટોની ગ્રંથિ બાંધી છે, જ્યારે બાકીની લટો સ્કંધ પર પડેલી છે. મસ્તક–ગથિની આગળના ભાગમાં કમળ પર પર્યકાસનમાં અભયમુદ્રા ધારણ કરેલા ધ્યાન બુદ્ધ અમેઘસિદ્ધિની આકૃતિ કંડારી છે. મૈત્રેયના ડાબા હાથમાં કમળ છે ને જમણો હાથ વરદમુદ્રામાં છે.
બુદ્ધિના દેવતા ગણાતા મંજુશ્રીની મૂર્તિમાં બોધિસત્વ કમળ પર ઊભા છે. વસ્ત્ર-પરિધાન અને કેશભૂષા અન્ય બોધિસો જેવાં છે. તેમને જમણો હાથ વરદમુદ્રામાં છે ને ડાબા હાથે નીલકમલ ધારણ કર્યું છે. તેમના મસ્તક પર ભૂમિસ્પર્શ મુદ્રામાં ધ્યાની બુદ્ધ અભ્યની આકૃતિ કંડારી છે. બોધિસત્વની જમણી બાજુએ દેવી ભ્રકુટી કમંડલ અને અક્ષમાળા લઈને અને ડાબી બાજુએ દેવી મૃત્યુઘંચન વરદમુદ્રા અને અને નીલકમલ લઈ કમળ ઉપર ઊભેલી છે. -
સારનાથ મ્યુઝિયમની બોધિસત્વ ૫ઘપાણિ અવલોકિતેશ્વરની પર્યકાસનમાં બેઠેલી મૂર્તિ પણ નોંધપાત્ર છે. એમણે અધોવસ્ત્ર, કુંડળ, હાર, કેયૂર અને રત્નજડિત વલયો ધારણ કર્યા છે. મસ્તક પર નાના નાના કુટિલ કેશ છે ને કેટલીક લટો ખભા પર વિસ્તરી છે. બોધિસત્વે બે હાથ વડે એક પાત્ર ધારણ કર્યું છે. તેમની જમણી અને ડાબી બાજુએ ખભા પર સ્ત્રીઓ પાત્ર ધારણ કરી ઊભી છે. પ્રતિમાના મસ્તક પર ધ્યાની બુદ્ધ અમિતાભ કમલાસન પર બેઠેલા કંડાર્યા છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
હજારતીય ગોવીન શિલ્પકલા
આ) મથુરા
ગુપ્તકાલમાં મથુરા પણ ગુપ્તકલાનું કેન્દ્ર હતું, પરંતુ હવે અહીં મૂર્તિ-નિર્માણની સંખ્યા ક્રમશ: ઘટતી જતી હતી. આ કેન્દ્રમાંથી બનેલી પ્રતિમાઓ મથુરા, સારનાથ અને કલકત્તાનાં મ્યુઝિયમમાં સંગૃહીત છે. મથુરાની ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. કુષાણકાલના સાદા પ્રભામંડળનું સ્થાન અલંકૃત પ્રભામંડળે લીધું છે. બુદ્ધની સંઘાટી કરચલીયુકત છે ને એ બંને ખભાને ઢાંકતી છેક ઘૂંટણના નીચેના ભાગ સુધી પહોંચે છે. અધોવસ્ત્ર કમર સાથે બાંધેલું છે. બુદ્ધના મસ્તકે દક્ષિણાવર્ત કેશ અને ઉષ્ણીષ દૃષ્ટિગોચર થાય છે. મથુરા સંગ્રહાલયની ઊભી બુદ્ધ-પ્રતિમા (આકૃતિ ૩૫) આનું શ્રેષ્ઠ દષ્ટાંત છે. આ પ્રતિમાના મુખ પર શાંતિ અને કરૂણાના ભાવ વિલસે છે. તેમણે બંને ખભા અને છેક ઢીંચણ સુધીને દેહ ઢાંકતી સંઘાટી પહેરી છે. સ ઘાટી પરની વલ્લી કલાત્મક છે. બુદ્ધ ડાબા હાથે વસ્ત્રને છેડો પકડ્યો છે, જયારે જમણે હાથ તૂટી ગયો છે. મસ્તક પર ઉષ્ણીષ અને કુંતલ કેશ છે. પાછળનું પ્રભામંડળ કમળ, પુષ્પ, પત્ર અને લતાઓથી ભારે અલંકૃત છે. દેહ પૂર્ણત: સમતોલ, સુકોમળ અને ભાવવ્યંજનાની અભિવ્યકિતમાં સહાયક છે.
સંભવત: મથુરા-કેન્દ્રમાંથી બનેલી બે બૌદ્ધ પ્રતિમાઓ કેટલીક વિશેષતાઓને લઈને ખાસ ધ્યાન ખેંચે છે. આમાંની પહેલી બોધગયામાંથી મળેલી બોધિસત્ત્વની મૂર્તિનું વર્ણન અગાઉ થઈ ગયું છે. બીજી મૂર્તિ પ્રયાગ પાસે માનકુંવર નામના સ્થાનેથી મળેલી બુદ્ધ-પ્રતિમા છે. કુમારગુપ્ત ૧ લાના શાસનકાળ દરમ્યાન (આઈ.સ. ૪૪૭-૪૮) આ મૂર્તિ ઘડાઈ હોવાનું તેના પરના અભિલેખ પરથી જણાય છે. આ મૂર્તિ મથુરામાંથી નિકાસ થયેલી અંતિમ મૂર્તિ હોવાનું જણાય છે. આમાં સિંહાસન પર અભયમુદ્રા ધારણ કરીને બેઠેલા બુદ્ધના આસન નીચે ચક્ર, સિંહ વગેરેની આકૃતિઓ છે. રાતા રવાદાર પથ્થરની બનેલી મૂર્તિમાં તાલમાન, વક્ષરચના, મુખભાવ તથા કપર્દિન સમાન મુંડિત મસ્તક મથુરાની કુષાણકાલીન બુદ્ધ પૂર્તિઓને મળતાં આવે છે. આ મૂર્તિના સ્વરૂપ પરથી ડો. પરમેશ્વરીલાલ ગુપ્ત એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, “મથુરાના મૂર્તિકાર ઓછામાં ઓછું આ મૂર્તિના નિર્માણકાલ (૫ મી સદીના મધ્ય) સુધી કુયાણકાલીન મૂર્તિવિધાન-પરંપરાનું પાલન કરતા હતા (એજન પૃ. ૫૫૦).
મથુરામાંથી કેટલાંક નોંધપાત્ર બૌદ્ધતર શિપ મળ્યાં છે. કુમારગુપ્ત ૧ લાના સમયની જિનમૂર્તિ સંભવત: ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીની છે, એમાં તીર્થકર
Page #138
--------------------------------------------------------------------------
________________
૬ઃ ગુપ્ત-વાકાટકાલમાં પ્રશિષ્ટ શિલ્પ
૧૨૯
પદ્માસનવાળીને ધ્યાનમુદ્રામાં બેઠેલા જોવા મળે છે. સિંહાસનની નીચેના ભાગમાં ચક્ર. અને તેની બંને બાજુ મનુષ્યાકૃતિઓ કંડારી છે.
અહીંથી મળેલી લકુલીશની ઊભી અને બેઠેલી મૂર્તિમાં શિવનું વિશિષ્ટ. માનવ સ્વરૂપ કંડાર પામ્યું છે. ઊભી પ્રતિમા ચંદ્રગુપ્ત ૨ જાના પાંચમા વર્ષને લેખ ધરાવતા સ્તંભ પર કંડારેલી છે. એમાં લલાટ પર ત્રીજું નેત્ર, ડાબા હાથમાં લકુટ અને અસ્પષ્ટ વસ્તુ ધરાવતો જમણો હાથ કટયવલંબિત છે. ઉદરબંધ એવી રીતે બાંધ્યો છે કે તેનાથી ઉદર બહાર ધસી આવ્યું છે. સાધારણ રીતે લકુલીશની મૂર્તિઓ ઊર્ધ્વશિશ્ન મળે છે, પણ આ મૂર્તિમાં એમ નથી. ત્યાંથી લકુલીશની એક બેટી મૂર્તિ મળી છે. તેમાં ઉદરબંધ બાંધેલો છે ને બંને હાથ વ્યાખ્યાનમુદ્રામાં છે. બંને મૂર્તિઓ સ્થળ છે ને કુષાણકાલીન મથુરાકલાની પરંપરાને યથાવત જાળવી રાખતી જણાય છે. ઉપરોકત જિનપ્રતિમા અને લકુલીશની આ બે પ્રતિમાઓ સ્પષ્ટતા પૂર્વકાલીન કુષાણકલાની પરંપરાની મૂર્તિઓ જણાય છે.
મથુરા વિસ્તારમાંથી અષ્ટભુજ વિષ્ણુની કેટલીક મૂર્તિઓ મળી છે, જે કલાની દૃષ્ટિએ ઉત્તમ કક્ષાની નથી. જો કે ત્યાંથી વચ્ચે માનવમુખ અને એની એક બાજુ વરાહ અને બીજી બાજુ સિંહમુખવાળી કેટલીક ત્રિમુખ મૂર્તિઓ મળી છે તે વિશિષ્ટ છે. “નૃસિંહ-વરાહ-વિષષ્ણુ” તરીકે ઓળખાવવામાં આવતી આ મૂર્તિઓને પુરાણોમાં મહાવિષ્ણુ કે વિશ્વરૂપ-વિષ્ણુનું નામ અપાયું છે. આમાંની કેટલીકના પ્રભામંડળમાં ૮ વસુઓ, ૧૧ રુદ્રો ૧૨ આદિત્ય વગેરે કંડાર્યા છે. વળી અહીંથી આયુધધારી વાસુદેવ(
વિષ્ણુ)ના ખભા અને મસ્તકની પાછળ સંકર્ષણ, અનિરુદ્ધ અને પદ્યુમ્નની આકૃતિઓ કંડારી હોવાથી એ ચતુર્વ્યૂહની સૂચક હોવાનું મનાય છે. મથુરા મ્યુઝિયમમાં અર્ધનારીશ્વરની બે મનોહર મૂર્તિઓ સંગૃહિત છે. એમાં જમણા શિવવાળા અંગમાં જટાજૂટ અને હાથ અભયમુદ્રામાં ઉપર ઉઠાવેલ છે, જ્યારે ડાબા પાર્વતી - અંગમાં સ્તન અને હાથમાં દર્પણ ધારણ કરેલ છે. બંનેનાં કુંડળ સમાન છે, પણ કટિ–મેખલા વચ્ચે અંતર છે.. (0) ઇતર કેન્દ્ર
સારનાથ અને મથુરામાં પાંગરતી ગુપ્તકલાના વિકાસમાં અન્ય કલાકેન્દ્રો પણ પોતાનો ફાળો આપ્યો. એમાં કલાકારોની પોતાની આવડત, સ્થાનિક લોકોની નૃવંશીય વિશેષતાઓ, તેમ પ્રવર્તમાન સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ અનુસાર વિવિધ કલાકૃતિઓ રચાઈ. આથી એમાં ગુપ્તકલાની મુખ્ય છાપ હોવાની સાથે સ્થાનિક ભા. પ્રા. શિ. ૯
Page #139
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વૈવિધ્ય પણ જોવા મળે છે. ઉત્તર ભારતમાંથી મળેલાં આવાં કેટલાંક મૂર્તિ શિલ્પા નોંધપાત્ર છે.
૧૩૦
ઉત્તર ભારતમાંથી આ સમયે એકમુખ કાર્ત્તિકેયની મયૂરપૃષ્ઠ-આશ્રિત (માર પર સવાર) પ્રતિમાઓ વિશેષ મળે છે. બનારસના ભારત કલા–ભવનમાં સંગૃહીત પ્રતિમા એનું સરસ ઉદાહરણ છે. આમાં કાર્ત્તિકેયના બંને પગ મેરના ગળાની આગળ નીકળેલા બતાવ્યા છે. મુગટ, કુંડળ, એકાવલી, કંકણ વગેરે આભૂષણ ધારણ કરેલા દેવની પાછળ કાક—પક્ષ બતાવેલ છે. આ મૂર્તિને જોતાં જાણે સાક્ષાત્ વીરરસ મૂર્તિ મંત થયા હોય એમ લાગે છે. મથુરા મ્યુઝિયમમાં સંગૃહીત આ પ્રકારની કાર્ત્તિકેયની મૂર્તિમાં વિશેષમાં તેમની જમણી બાજુએ ચતુર્મુખ બ્રહ્મા અને ડાબી બાજુએ શિવ ઊભા છે. શિવના હાથમાં જળપાત્ર છે. બ્રહ્મા કાર્ત્તિકેયને અભિષેક કરી રહ્યા છે. વળી ભારત–કલા—ભવનમાં સુરક્ષિત સૂર્ય પ્રતિમા ગુપ્તકાલમાં થયેલ સૂર્યના મૂર્તિ - વિધાનના વિકાસના સરસ નમૂનો પૂરો પાડે છે. કુષાણકાલમાં સૂર્યના એક હાથમાં કમળ અને બીજા હાથમાં તલવાર (કયારેક કટાર) જોવા મળતી હતી તેનું સ્થાન પણ હવે કમળ પુષ્પ લઈ લે છે. તેમની બંને બાજુ તેમની બે પત્નીએ રાશી અને સંજ્ઞા તેમજ બે અનુચરો દંડ અને પિંગળ બતાવ્યા છે.
અલાહાબાદ પાસે આવેલું ગઢવા પણ એક અગત્યનું શિલ્પકેન્દ્ર હતું. ત્યાંથી મળેલા અવશેષો લખનૌ મ્યુઝિયમમાં સંગૃહીત છે. આ બધાં 'શમૂ શિલ્પામાં સમીપના ભરહુતની કલા-પરંપરાના પ્રભાવ જણાય છે. એમાં ગુપ્તકલાની સુકુમારતાની સાથે ભરહુતના સ્થૂળપણાનો સમન્વય થયા છે. આ શિલ્પા સારનાથના જેવાં જ સૂક્ષ્મ રૂપક્ષમ બન્યાં છે. ભરહુત-સાંચીનાં શિલ્પામાં લતા-પુષ્પાદિ વચ્ચે ગૂંથાયેલા માનવ આકારોને આ કલામાં એક બીજાથી અલગ પાડીને, માનવ આકારોને ગુપ્તકાલીન રૂપક્ષમતા અને લતાગુલ્માને નવીન અભિવ્યંજનામાં પ્રસ્તુત કર્યાં છે.
પટણા પાસે રાજગૃહમાંથી એક ધ્વસ્ત મંદિરની દીવાલ પર ચાડેલી તીર્થ - કરોની ત્રણ ઊભી મૂર્તિઓ મળી આવી છે. રેતિયા પથ્થરમાંથી બનેલી આ ત્રણેય
મૂર્તિ એમાં ત્રણેયના ભારે ખભા અને પગ તથા લટકતા હાથનું કંડારકામ કઢંગુ હાવાથી મૂર્તિ એ ગુપ્તકાલની લાગતી નથી, પણ ત્યાંથી મળેલી કાળા પથ્થરની લેખયુકત મૂર્તિના આધારે ઉપરોકત ત્રણેય મૂર્તિએ ગુપ્તકાલની મનાઈ છે. એ શ્યામશિલામાં મૂર્તિ પદ્માસનસ્થિત છે. આસનની નીચે બરાબર મધ્યમાં ચક્ર અને ચક્રની મધ્યમાં એક પુરુષ ઊભા છે. તેના ડાબા હાથ અભયમુદ્રામાં છે. ચક્રની બંને બાજુએ એક એક શંખ છે. આ ચક્રપુરૂષની બંને બાજુએ એક એક પદ્માસનસ્થિત જિન મૂર્તિ આ છે. આસનની બંને બાજુના છેડે સિંહની એક આકૃતિ કંડા રી છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
હું ! ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પેશ
ચક્રપુરુષના કુંતલકુચિત કેશ, એકાવલી હાર વગેરે ગુપ્તકાલીન લક્ષણા છે. પણ તે સિવાય ઉપરની મુખ્ય નિમૂર્તિ કુષાણકલાની પરંપરાની જ છે. તે પરથી મગધમાં ચંદ્રગુપ્ત ૨ જાના સમય સુધી પ્રશિષ્ટ કલાના પ્રવેશ થયેલા જણાતા નથી. કુમારગુપ્તના સમયથી આ કલા અહીં પ્રસરી હેાવાનું પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત સપ્તમાતૃકા, પાવ તી, કાર્ત્તિકેય અને અગ્નિની મૂર્તિ એ પરથી જણાય છે. સપ્તમાતૃકાએની મૂર્તિ આ કુષાણકાલમાં બનવા લાગી હતી. ગુપ્તકાલમાં એમનું વિધાન નિશ્ચિત બનેલું જણાય છે. આ સમયની માતૃકાઓની મૂર્તિઓ મુખ્યત્વે બેઠેલી અવસ્થામાં મળે છે. કેટલીકવાર માતૃત્વના પ્રતીક રૂપ બાળક પણ એમની ગાદમાં બેસાડેલુ જોવા મળે છે. સરાયકેલામાંથી મળેલ અને પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત સપ્તમાતૃકા-સમૂહ આનો સારો નમૂનો પૂરો પાડે છે.
૧૩૧
આ મ્યુઝિયમમાં સુરક્ષિત પાર્વતીની મૂર્તિ સંભવત: મુડેશ્વરીમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં દેવીને વલ્કલધારિણી, તપસ્યાલીન અંકિત કરવામાં આવી છે. અહીં કાર્ત્તિકેયની ઊભી પ્રતિમામાં દેવની ડાબી બાજુએ મસ્તક પર શકિત ધારણ કરીને એક નારી ઊભી છે. કાર્ત્તિકેયે શકિતના મસ્તક પર હાથ ધર્યો છે.
આ મ્યુઝિયમમાં સંગૃહીત અગ્નિની પ્રતિમામાં દેવ લંબાદર, જટાજૂટ તથા દાઢીયુકત, યજ્ઞોપવીત ધારણ કરેલા અને જમણા હાથમાં અમૃતકુંભ લઈ ઊભેલા જોવા મળે છે. એમના પ્રભામંડળમાં અગ્નિશિખાઓનું અંકન થયેલું છે. બિહારના સુલતાનગ’જ(જિ. ભાગલપુર)માંથી બુદ્ધની ધાતુમાં ઢાળેલી પ્રચંડમૂર્તિ મળી આવી છે. બિહારની ગુપ્તકલાના એ સંભવત: સર્વોચ્ચ નમૂના છે. એનું ધાતુશિલ્પાવાળા પરિશિષ્ટમાં વિગતે વર્ણન કર્યું છે.
સારનાથની પ્રશિષ્ટ કલાના પ્રભાવ પૂર્વ બંગાળ અને છેક આસામ સુધી પહોંચ્યા. આ વિસ્તારની કલામાં સ્થાનિક લોકકલાના પ્રભાવથી લૌકિક ઉલ્લાસ પણ ભળ્યા છે. બગાળમાંથી પથ્થર અને ધાતુની બૌદ્ધ પ્રતિમાઓના સંખ્યાબંધ અવશેષો ઉપલબ્ધ થયા છે. તે પૈકી કેટલાક કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. અહીંથી બુદ્ધની અભય મુદ્રાવાળી ઊભી પાષાણપ્રતિમા સારનાથની એ પ્રકારની મૂર્તિ જેવું જ સ્વરૂપ ધરાવે છે. વિશેષમાં એના પ્રભામંડળ પર બંને તરફ વિદ્યાધરોની આકૃતિએ અને નીચે તરફ પરિચારકની આકૃતિ કંડારી છે. આ મ્યુઝિયમમાં ધર્મ -ચક્ર-પ્રવર્ત ન-મુદ્રાવાળી અનેક બુદ્ધ-પ્રતિમાઓ પણ પ્રદર્શિત છે. આ મૂર્તિઓમાં કોમળતા અને ભાવાભિવ્યકિતનું તત્ત્વ સહેજ ઊચું જણાય છે, પણ ઉત્તર બંગાળના બાગરા જિલ્લામાંથી અને પશ્ચિમબંગાળના ચાવીસ પરગણા જિલ્લામાંથી મળેલી ઉદીચ્ચ વેશધારી સૂ મૂર્તિએ વધુ ભાવવાહી છે. મહાસ્થાન(જિ. બાગરા)ની મંજુશ્રીની
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ભારતીય પ્રાચીન શિલા ધાતુપ્રતિમા દેહસૌષ્ઠવ અને ભાવાભિવ્યકિતમાં બંગાળની સર્વોત્તમ પ્રતિમા ગણાય છે. આસામના દારંગ જિલ્લાના એક પ્રાચીન મંદિરની દ્વારશાખા પર કોતરેલ ગંગા અને યમુનાનાં શિલ્પો લૌકિક ભાવનાં સરસ દષ્ટાંત રૂપ છે. રજના(જિ. મુંગેર)માંથી પ્રાપ્ત સ્તંભ પર કિરાતાજુનીયનાં દૃશ્ય અંશમૂર્ત થયાં છે. આ સ્તંભે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાં ગંગાવતરણ, શિવદ્વારા માનિની પાર્વતીને મનાવવાના પ્રયાસ, ગણેનું નૃત્ય, કિરાતરૂપી શિવ સાથે અર્જુનનું યુદ્ધ, અર્જુન દ્વારા પાશુપત-અસ્ત્રની પ્રાપ્તિ વગેરે દ મનહર છે.
ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી)ના મંદિરની દીવાલ પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગે સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુલ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન ખેંચે છે. એક દશ્યમાં બે રાક્ષસોને એમના પૂછડાં પકડી જોરથી પગ નીચે દબાવતા બાળકૃષ્ણનું આલેખન થયું છે. ભારત-કલા-ભવન, બનારસમાં આ કાલની એક ગોવર્ધનધારી કૃષ્ણની વિશાળ મૂર્તિ સુરક્ષિત છે.
૩) મધ્ય ભારત ગુપ્તકાલની સારનાથ કલાને પ્રભાવ મધ્ય ભારતમાં પણ કુમારગુપ્ત ૧ લાના સમયથી પહોંચી ગયો. અલબત્ત, આ વિસ્તારમાં પૂર્વકાલમાં સાંચી બેસનગર અને ભરહુતમાં અનુ-મૌર્યકાલની મથુરાકલાનો પ્રસાર થયો હતો અને એમાં સ્થાનિક તત્ત્વોના પ્રભાવવાળી શૈલીએ શિલ્પ બનતાં હતાં. આથી આ પ્રદેશનાં શિલ્પમાં સારનાથનાં શિલ્પને મુકાબલે સ્થૂળતા વધારે અને ભાવાભિવ્યકિત ઓછી જોવા મળે છે. ઉદયગિરિ, એરણ, દેવગઢ, ભૂમરા, ખેહ, વિદિશા, બાઘ વગેરે સ્થાને એથી ઉપલબ્ધ શિલ્પાવશેષો આના સૂચક છે.
મધ્ય ભારતમાં સાંચીથી ૮ કિલોમીટર દૂર ઉદયગિરિની ટેકરીમાં ઈ.સ.ની ૪ થી ૫ મી સદીના સમયની ૧૨ જેટલી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ પૈકીની એક ગુફાને બાદ કરતાં બાકીની બ્રાહ્મણ ધર્મને લગતી છે. શિલ્પકલાની દૃષ્ટિએ આ ગુફાઓમાં ૪ થી સદી સુધી સાંચી, બેસનગર અને સંભવત: કુષાણકાલની મથુરાકલાના પ્રભાવવાળી પ્રાચીન પરંપરા પ્રચલિત હોવાનું જણાય છે. ચંદ્રગુપ્ત ૨ જાના સમયમાં એ પરંપરાગત શૈલી નવીન સ્વરૂપ ધારણ કરી ગુપ્ત શૈલીના ઉન્નત શિખર તરફ અગ્રેસર થતી જોવા મળે છે. અહીંની મોટા ભાગની ગુફાની બારશાખો ફુલવેલની ભાત તેમજ હાથમાં ઘટ લઈ ઊભેલ નારીસ્વરૂપ ગંગાયમુનાનાં શિલ્પથી અલંકૃત છે. ગંગાનું મકરવાહિની અને યમુનાનું કુર્મવાહિની સ્વરૂપ અહીં સર્વ
Page #142
--------------------------------------------------------------------------
________________
૬ : ગુપ્ત-વાકાટેકકાલનાં પ્રશિષ્ટ શિષે
પ્રથમ નિશ્ચિત થતું જણાય છે. મધ્ય ભારતનાં મેટા ભાગનાં મંદિરો અને અન્ય પ્રદેશનાં મંદિરોમાં પણ આ સ્વરૂપ તત્કાલમાં અને ઉત્તરકાલમાં વ્યાપકપણે પ્રચલિત થયું છે. ઘણી ગુફાઓની છત ૪ થી ૫ ફૂટ જેટલી માટા કદનાં કમળાથી અલંકૃત કરેલી જોવા મળે છે. મેટા ભાગની ગુફાઓની બહારની દીવાલેા પર અને એમાં કરેલી રિથકાઓ(ગવાક્ષ)માં દેવતાઓનાં શિલ્પો કંડારેલાં છે. એમાં ગુફા ન. ૩, ૪, ૬ અને ૭નાં શિલ્પા વિશેષ ધ્યાન ખેંચે છે. ગુફા નં.૩ના ભવ્ય બારસાખના ઉપરના ભાગમાં કરેલી ત્રણ શિલ્પપટ્ટીઓમાંની સૌથી નીચલી પટ્ટીમાં પાંચ કમળ ક...ડારેલાં છે. એ પૈકીના સહુથી મધ્યના કમળના મધ્યના ગાળ ફલકમાં સિંહ, તેની બે બાજુનાં કમળામાં મકર અને બાકીનાં બેમાં વીણાવાદકો કંડાર્યા છે. આ ગુફાની અંદર શિવલિંગ સ્થાપેલુ છે ને બહારની દીવાલ પર દ્વિભુજ વિષ્ણુનું શિલ્પ મૂર્ત કર્યું છે. ગુફાની સમીપના મંડપ સાથે જોડાયેલી નાની ગુફાની દીવાલ પર અષ્ટમાતૃકાઓનાં શિલ્પ કંડાર્યાં છે. આ ગુફાનાં બધાં શિલ્પા પ્રાચીન શૈલીને અનુસરે છે. ગુફા નં. ૪ની દીવાલા અમૂર્ત શિલ્પાથી, જાણે કે એના પર ગાલીચા પાથર્યો હોય એવી રીતે છાઈ દીધેલી છે. આમાં સુપ્રસિદ્ધ વરાહ અવતારના શિલ્પને પણ સમાવેશ થાય છે. આ શિલ્પ(આકૃતિ ૩૬)માં આખુ` શરીર મનુષ્યનું ને કેવળ મેાં વરાહનું જોવા મળે છે. શાસ્ત્રમાં આને “નુ-વરાહ” કે “આદિવરાહ” કહે છે. દેવના જમણા પગ સીધા ઊભા છે ને ડાબા પગ આદિશેષ ઉપર મૂકેલા છે. આદિશેષની ફણ ઘણી મેાટી અને વિશાળ છે. એમાં આદિશેષ પોતે પુરુષદેહે ઊભા રહી વરાહને વંદન કરતા જણાય છે. વરાહે ડાબા પગના ઢીંચણ પર હાથ ટેકવ્યા છે. જમણા હાથ દેહના પાછળના ભાગમાં જતા બતાવ્યા છે. વરાહના ડાબા ખભા પર હળવેથી બેઠેલી પૃથ્વીના નારીદેહ કમનીય છે. તેણે વરાહના દાંતને ખૂબ સંભાળપૂર્વક પકડયો છે. આવી સુકુમારતા આદિશેષ અને તેની પાછળ ઊભેલ મસ્તક રહિત આકૃતિના દેહમાં પણ વ્યકત થાય છે. વરાહની એક તરફથી ગંગા અને બીજી તરફથી યમુના અવતરીને બંને સંગમ પામી સમુદ્રમાં જઈ મળતી હોવાનું મનેારમ દૃશ્ય કંડાર્યું છે. આમાં ગંગા અને યમુનાને નદીની ધારાએ વચ્ચે ક્રમશ: મકર અને કૂર્મ પર હાથમાં ઘટ લઈ ઊભેલી નારી રૂપે અંકિત કરી છે. વળી સમુદ્રને વરુણદેવ રૂપે પુરુષના સ્વરૂપમાં હાથમાં ઘટ ધારણ કરેલ બતાવ્યા છે. વરાહનું આ સમગ્ર શિલ્પદશ્ય ગુપ્તકલાની મધ્ય ભારતમાં થયેલી સર્વોત્કૃષ્ટ અભિવ્યકિત છે. આ શિલ્પ ૫ મી સદીના પૂર્વાનુ જણાય છે. ગુફા નં. ૬ના દ્વારના બહારના ભાગમાં બંને બાજુ એક એક દ્વારપાળ કે ડાર્યા છે. જમણી બાજુના દ્વારપાળની બાજુની બે રથિકાઓમાં અનુક્રમે ચતુર્ભુ જ વિષ્ણુ અને દશભુજ મહિષા
૧:૩
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભારતીય પ્રાચીન શિલપકલા
સુરમર્દિનીનાં શિલ્પો છે, જયારે ડાબી બાજુના દ્વારપાળની બાજુની રથિકામાં પણ ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ કંડારી છે. આમાં ડાબી બાજુને દ્વારપાળ અને ચતુર્ભુજ વિષણુ બંનેનાં શિલ્પ સ્થૂળ, ભાવરહિત, અને પ્રાચીન શૈલીના સ્વરૂપનાં છે. એમાંનો દ્વારપાળ તે મથુરાના કુષાણકાલીન યક્ષ જેવો લાગે છે. જમણી બાજુને દ્વારપાળ અને વિષ્ણુ તથા મહિષમર્દિની દેર્વેનાં શિલ્પો ગુપ્તકાલની કલા તરફ ઝૂકેલાં, પરિષ્કૃત અને શરીરની માંસલતાની બાબતમાં અપેક્ષાકૃત સજીવ છે. આમાં પણ દુની મૂર્તિ કલા અધિક વિકસિત જોવા મળે છે. આથી આ ગુફાના ડાબી બાજુનાં શિલ્પો ચંદ્રગુપ્ત ૨ જાના સમયના પૂર્વકાલમાં અને જમણી બાજુનાં શિલ્પ એના ઉત્તરકાલમાં કંડારાયાનું મનાય છે.
આ ઉપરાંત ગુફા નં. ૭ માં શેષશાયી વિષણુનું ભવ્ય શિલ્પ, ગુફા નં. ૮ના પ્રવેશદ્વાર પરના બે અર્ધસ્તંભો પરનાં ગણેશ અને માહેશ્વરીનાં શિલ્પ, ગુફા નં. ૯ માં છતને ટેકવતા ચાર સ્તંભનાં શીર્ષ પરના પક્ષધારી શૃંગયુકત ચાર પશુઓનાં શિલ્પ, ગુફા નં. ૧૨માં કંડારાયેલું નૃસિંહનું શિલ્પ એ સર્વ પ્રાચીન અને વિકસિત કલાપરંપરાના મિશ્રણરૂપ છે.
મધ્ય ભારતમાં સાગર જિલ્લામાં એરણમાંથી ગુપ્તકાલીન ત્રણ મંદિરના અવશેષો મળ્યા છે. ૫ મી સદીના અંત સમયનાં આ સ્મારકોમાં ગુપ્તકલાનું આથમનું સ્વરૂપ વ્યકત થયું છે. નૃસિંહ મંદિરમાં પ્રતિષ્ઠિત ૭ ફૂટ ઊંચી નૃસિંહ મૂર્તિ સાધારણ પ્રકારની છે. વરાહ મંદિરની ૧૧ ફૂટ ઊંચી વરાહની મૂર્તિ એની તુલનાએ કલાપૂર્ણ છે. એમાં વરાહ અવતારનું પશુ-વરાહ સ્વરૂપે અંકન થયું છે. એમાં પણ એક દાંત પર સ્ત્રી-રૂપ પૃથ્વી ધારણ થતી જોવા મળે છે. વરાહના મુખ સિવાયના ભાગ પર આડી હરોળમાં નાના કદની મનુષ્યાકૃતિઓ કંડારી છે. વિષણુ મંદિરની ૧૩ ફૂટ ઊંચી વિષ્ણુ પ્રતિમા પણ કલાની બાબતમાં નૃસિંહ જેવી ઊતરતી કક્ષાની છે. એરણનાં મંદિરોનાં સ્તંભથી પુષ્પલતા, સર્પો અને પશુઓની આકૃતિઓથી સુશોભિત છે. એમાં પતન પામતી ગુપ્તકલાનાં સ્પષ્ટ પ્રમાણ મળે છે. એમાં ગુરુડ અને વરાહનાં અંશમૂર્ત શિલ્પ નોંધપાત્ર છે. એક સ્તંભશીર્ષ પર દિભુજ ગુરુડ હાથમાં સર્પ લઈ ઊભેલ છે. એના અંકનમાં ગુપ્તકલા-સૌષ્ઠવ ઘણે અંશે જળવાયું છે, પણ દેહ સ્થૂળ બની ગયો છે. વરાહ તે એટલો સ્થળ બની ગયો છે કે તે તે હાથી જેવો જ દેખાય છે. એના દેહસૌષ્ઠવના ઘડતર પ્રત્યે શિલ્પીએ ઘણી બેદરકારી બતાવી છે. તેવી રીતે ગુપ્તકાલમાં નારીની કાયા કમનીય બનાવવાનું વ્યાપક વલણ, જે ઉદયગિરિની વરાહ મૂર્તિમાં સ્પષ્ટપણે જોવા મળે છે, તે આ મૂર્તિની પૃથ્વીના દેહસૌષ્ઠવમાં કયાંય દેખાતું નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
.
.ત
માં - "'I
.
LIKE ''
T
- I
દ
:
15
ક૬ વરાહ અવતાર (ઉદયગિરિ,
૩૭. વીરભદ્ર શિવ (શામળાજ)
Page #145
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
ઝાંસી જિલ્લામાં બેતવા નદીના કાંઠે આવેલું દેવગઢનું વિષ્ણુનું (દશાવતાર) મંદિર તેના દ્વાર પરના છ પટ્ટોમાં કંડારેલાં વિવિધ સુશોભન-શિલ્પો અને ગર્ભગૃહની ત્રણ દીવાલોની મધ્યમાં કરેલ ત્રણ રથિકાઓમાં અનુક્રમે ગજેન્દ્રમોક્ષ, નર-નારાયણ અને શેષશાયીવિષ્ણુની મૂર્તિઓ તથા મંદિરની જગતીપીઠ પરનાં રામ અને કૃષ્ણકથાને લગતાં દશ્યોને લઈને પ્રસિદ્ધ છે. આ શિલ્પમાં ગુપ્તકલાની સર્વોત્તમ અભિવ્યકિત થઈ શકી જણાતી નથી. શેષશાયી વિષ્ણુની મૂર્તિમાં વિષ્ણુ શેષનાગ પર સૂઈ રહ્યા છે. નાગને ઉપરને અર્ધ ભાગ ફેણ સાથે ઊઠેલો છે. દેવે કિરીટમુકુટ, કુંડળ, હાર, કેયૂર, વનમાળા અને કંકણ ધારણ કર્યા છે. પગ પાસે બેસીને લક્ષ્મી-પાદસેવન કરી રહી છે. એમની સમીપ બે આયુધ-પુરુષો ઊભા છે. આસન નીચે ભૂમિદેવી તથા અનેક આયુધ-પુરુષ કંડારવામાં આવ્યા છે. ઉપરના ભાગમાં વિષણુની નાભિમાંથી નીકળેલા કમળ પર બ્રહ્મા બેઠા છે, જેમના જમણા હાથમાં કમંડળ છે. જમણી બાજુએ રાવત પર બેઠેલ ઇન્દ્ર અને મયૂરવાહી કાર્તિકેય દૃષ્ટિગોચર થાય છે. ડાબી બાજુ શિવ-પાર્વતી જણાય છે. અનાશાયી વિષણુની આ પ્રતિમા કલાત્મક છે. આવી એક મૂર્તિ ઉદયગિરિની ૭મી ગુફામાં કંડારેલી છે, જેમાં લક્ષ્મી અને બ્રહ્માનો અભાવ જોવા મળે છે. જગતી પીઠ પરનાં રામ-કથા દશ્યોમાં અગત્યમુનિના આશ્રમમાં રામ, સીતા અને લક્ષ્મણનું આગમન, અહલ્યોદ્ધાર, શૂર્પણખાના નાકનું છેદન, વાલસુગ્રીવસંગ્રામ, સેતુબંધની તૈયારી, હનુમાન દ્વારા સંજીવની-પહાડ લઈ આવવો વગેરે અને કૃષ્ણ-કથામાં કૃષ્ણ જન્મ, નંદ-યશોદા દ્વારા કૃષ્ણ અને બળરામનું લાલન-પાલન, શકટલીલા, કૃષ્ણ-સુદામાનું સખ્ય વગેરે પ્રસંગો અંકિત થયા છે. | ગુપ્તકાલમાં શિવલિંગની પૂજાને વ્યાપક પ્રસાર હતો. આ કાલનાં વિશેષત: એકમુખ લિંગ મળે છે. એના સુંદર નમૂના મધ્ય ભારતમાં જબલપુર પાસે આવેલ બઇ અને ભૂમરામાંથી ઉપલબ્ધ થયા છે. ખેહના એકમુખ લિંગમાં વિશાળ રત્નજડિત મુકુટ, જટાજૂટ ઉપર મધ્યમાં અર્ધચંદ્ર, જટાજૂટમાંથી નીકળીને ખભા પર પ્રસરતી કેટલીક લટો, લલાટ પર તૃતીય નેત્ર, કાનમાં કુંડળ અને કંઠમાં હાર, ખૂબ સુંદર રીતે બનેલાં આંખ, નાક અને હોઠ મૂર્તિને અનોખી ભવ્યતા આપે છે. મંદિરમાંથી મળેલ અષ્ટમુખી લિંગમાં લિંગના મધ્ય ભાગમાં ચાર મુખ અને એની નીચેના ભાગમાં ચાર મુખ બનાવેલાં છે. મથુરા અને બિહારમાં ઘણી જગ્યાએથી આ પ્રકારનાં આ સમયમાં એકમુખ લિંગ મળેલાં છે. કેટલાંક ગુપ્તકાલીન દિમુખ અને પંચમુખ શિવલિંગ પણ આ વિસ્તારમાંથી મળ્યાં છે. | વિદિશામાંથી મળેલી અને દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત હરિહરની સંયુકત પ્રતિમા, જટાજૂટ અને મુકુટ તથા હાથમાં ધારણ કરેલ આયુધોને લઈને
Page #146
--------------------------------------------------------------------------
________________
૬ : ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિપ
૧૩૭
પારખી શકાય છે. એમાં શિવહર)ને ઊર્ધ્વશિશ્ન બતાવ્યા છે. વિદિશામાંથી રામગુપ્તના સમયના લેખવાળી ત્રણ જિનપ્રતિમાઓ મળી છે. યોગમુદ્રામાં પદ્માસન લગાવીને બેઠેલા તીર્થંકરના મસ્તક પાછળ અલંકૃત પ્રભામંડળ, બંને બાજુ એક એક ચામરધારી, આસન-પીઠિકાની મધ્યમાં ચક્ર અને બંને છેડે એક એક સિંહ કંડાર્યા છે. એકંદરે આ મૂર્તિઓ કુષાણકાલીન મથુરાકલાના પ્રભાવવાળી છે. અલબત્ત, અંગમાં અપાયેલી નરમાઈ અને ભાવાભિવ્યકિત ગુપ્તકાલીન પ્રભાવ દર્શાવે છે.
ગુપ્તકાલમાં વિષ્ણુનું વાસુદેવ રૂપે મૂર્તિ-વિધાન વિશેષ થતું હતું. એમાં ચતુર્ભુજ દેવના હાથમાં અનુક્રમે અભયમુદ્રા, ગદા, ચક્ર અને શંખ કે અમૃતકુંભ કે કટયવલંબિત હસ્ત જણાય છે. આ સ્વરૂપનો એક સારો નમૂને ગ્વાલિયર મ્યુઝિયમમાં જોવા મળે છે.
મધ્ય પ્રદેશમાં ધારની નૈઋત્યે ૨૫૦ માઈલ દૂર બાઘની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં નરમ રેતિયા પથ્થરને કારણે શિલ્પાંકનોનું પ્રમાણ જૂજ જોવા મળે છે. વળી ઘણાં શિલ્પો ખવાઈ ગયેલાં છે. બચેલાં શિલ્પમાં બુદ્ધ અને બધિસો, યક્ષ અને નાગલોકો, શાલભંજિકાઓ, માનવમુખાકૃતિઓ, પ્રાણીઓ અને વેલબુટ્ટાનાં સુશોભન જોવા મળે છે. સ્વરૂપ અને શૈલીની દૃષ્ટિએ આ શિલ્પ અજંટાનાં સમકાલીન શિલ્પોને મળતાં છે. ગુફા નં. ૨ ના ગર્ભગૃહના દ્વારની બંને બાજુની દીવાલ પર ત્રણ-ત્રણ વિશાળકાય પ્રતિમાઓ કરેલી છે. આ બંને બાજુની ત્રિપુટીએમાં વચ્ચે ભગવાન બુદ્ધ અને તેની આસપાસ એક એક બોધિસત્ત્વની પ્રતિમા કોરેલી છે. બધી જ પ્રતિમાઓ પદ્માસન પર ઊભેલી છે. બંને બાજુના બુદ્ધ એકસરખું સ્વરૂપ ધરાવે છે. પદ્માસન પર ઊભેલ બુદ્ધનો જમણો હાથ વરદમુદ્રામાં છે, જ્યારે ડાબા હાથ વડે ખભા પાસે વસ્ત્રને છેડો પકડ્યો છે. વસ્ત્ર ઉપવીતની જેમ ધારણ કરાવેલું છે. બુદ્ધના મસ્તક પર ઉણીષ છે, પરંતુ કપાળમાં ઊર્ણ કરેલ નથી. બોધિસત્તની પ્રતિમાઓમાં બુદ્ધની જમણી બાજુના બોધિસત્વે જમણા હાથ વડે પોતાના ખભા પર ચામર ધારણ કર્યું છે, જયારે ડાબી બાજુના બોધિસત્વે પદ્મકલિકાગુચ્છ ધારણ કર્યો છે. તેમણે ડાબો હાથ અવસ્ત્રની ગાંઠ પર રાખેલ છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની બંને બાજુએ દ્વારપાળની જેમ ઊભેલા બે પુરુષોની પ્રતિમા પણ એ બે બોધિસત્વોની જ છે. આ પ્રતિમાઓ પણ પદ્માસન પર ઊભેલી છે. જ્યણી બાજુના બોધિસત્વના જટાબંધમાં અને ડાબી બાજુના બોધિસત્ત્વના મુકુટમાં અભયમુદ્રા સાથે બેઠેલા ધ્યાની બુદ્ધની નાની આકૃતિ જોવા મળે છે. જમણી બાજુની પ્રતિમાનો જમણો હાથ ખંડિત છે, પરંતુ એ હાથ
Page #147
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વરદમુદ્રામાં અને અક્ષમાલા સહિત હાવાનું ણાય છે, જ્યારે તેના ડાબા હાથમાં કમંડળ છે. ડાબી બાજુની પ્રતિમાના જમણા હાથ તૂટી ગયા છે, જયારે ડાબા હાથ જ ઘા પર ટેકવેલા છે. આમાં ડાબી બાજુ વધુ અલ કારયુકત બેાધિસત્ત્વ અવલાકિતેશ્વર અને જમણી બાજુના ઓછા અલંકાર ધારણ કરેલા બાધિસત્ત્વ મૈત્રેય હોવાનું મનાય છે.
૧૩૮
આ આઠેય પ્રતિમાઓની બાબતમાં સ્થાનિક લોકોમાં વિચિત્ર માન્યતા પ્રવર્તે છે. તેઓ ગુફાને પાંડવાની ગુફા” માનીને બે પ્રતિમાઓને ધર્મરાજ અને શ્રીકૃષ્ણની, જમણી બાજુની ત્રણ પ્રતિમાઓને ભીમ, કુંતી ને અર્જુનની અને ડાબી બાજુની ત્રણ પ્રતિમાઓને નકુલ, દ્રૌપદી ને સહદેવની ઠરાવે છે. બુદ્ધ ભગવાનની પ્રતિમાઓને કુંતી અને દ્રૌપદીની માનવામાંએ અજ્ઞાન લોકો નર-નારીના ભેદ પણ ધ્યાનમાં રાખતા નથી.
બાઘની ગુફા નં.૪ના રવેશના વચ્ચેના દ્વારની ઉપર એક પ`કિત બુદ્ધની પ્રતિમાઓની છે. તેની નીચે માનવમુખયુકત ગવાક્ષેાની પંકિત છે. આ દીવાલ પર એક સ્થળે મૃગદાવમાં ધ ચક્રપ્રવર્તન કરતા બુદ્ધનું શિલ્પ જોવા મળે છે.
અહીં યક્ષા અને નાગ લાકોનાં શિલ્પા ગુફાઓના પ્રવેશની બહારના ખુલ્લા ભાગમાં હાવાથી તે ઘણાં ઘસાઈ ગયાં છે. દક્ષિણ છેડે કરેલી એક રથિકામાં અર્ધપ - કાસનમાં બેઠેલા સપ્તઙ્ગાવાળા નાગરાજનું શિલ્પ છે. નાગરાજની બાજુમાં તેની પત્ની લલિતાસનમાં બેઠેલી છે. વળી આ ગુફાની બહારના ભાગમાં એક મોટા ગોખલામાં અ પ કાસનમાં બેઠેલ પ્રતિમા યક્ષરાજની હોવાનું જણાય છે. ગુફામાં પ્રવેશવા માટેના મુખ્ય દ્વારની ઉપરના ભાગમાં બે બાજુએ બે મકરવાહિની યક્ષીઓનાં મનેાહર શિલ્પ છે. ડાબી બાજુની યક્ષીએ આમ્રવૃક્ષની નીચે ઊભા રહીને જમણા હાથે એક ડાળી પકડી છે, ડાબા હાથ બાજુમાં ઊભેલા વામન કદના પુરુષના મસ્તક ૫૨ મૂકયા છે. જમણી બાજુની યક્ષીએ સીતાફળીની નીચે ઊભા રહી જમણા હાથે એક ડાળી પકડી, ડાબા હાથ બાજુમાં ઊભેલી વામન કદની સ્રીના મસ્તક પર મૂકો છે. બૌદ્ધ વિહારોમાં પણ મકરવાહિની યક્ષીઓનાં આવા પ્રકારનાં શિલ્પા જોવા મળે છે.
૪) ગુજરાત
ગુજરાત અને દક્ષિણ તથા પશ્ચિમ રાજસ્થાનમાં અનુમૌર્ય કાલ (ક્ષત્રપકાલ) દરમ્યાન પશ્ચિમી શિલ્પશૈલીના પ્રસાર હતા. આ વિસ્તાર ઈ. સ. ની ૪ થી સદીના અંતમાં ગુપ્તાની આણ નીચે આવ્યો. તે પછી એની શિલ્પકલા પર ગુપ્ત સામ્રાજ્યની
Page #148
--------------------------------------------------------------------------
________________
૬ ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિરે પ્રશિષ્ટ કલાનો પ્રભાવ પણ પડવા લાગ્યો. આ પ્રભાવ ૫ મી-૬ ઠ્ઠી સદીઓનાં શિલ્પ પર જોવા મળે છે.
આ કાલનાં શિલ્પમાં જોવા મળતાં ટૂંકું કદ અને વધારે સુદઢ બાંધા પૂર્વવત પશ્ચિમી શૈલીના અનુસરણરૂપ છે. પણ હવે પગના ઘૂંટણ અને પીંડી નીચેના ભાગને ધીરે ધીરે પાતળો બનાવાતો દૃષ્ટિગોચર થાય છે. આ શિલ્પમાં અર્ધમીલિત નેત્રી દ્વારા અંતર્મુખ જીવન અને આધ્યાત્મિક આનંદ સૂચવવાનું વલણ પ્રશિષ્ટ: કલાના પ્રભાવનું દ્યોતક છે.
શામળાજીમાંથી મળેલ, વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત વીરભદ્ર શિવ તેમજ દેવની મોરી પાસેના ગામેથી મળેલી બે માતૃકાઓ, અંબાજી પાસેની વાવના બે ગણો, ગોપના મંદિરની ઊભણી પરનાં કેટલાંક શિલ્પ, શામળાજી વિસ્તારમાંથી મળેલું મસ્તક વગરનું ઉભડક બેઠેલી કોઈ યક્ષી કે માદેવીનું માટીનું પકવેલું નાનું શિલ્પ અને અકોટામાંથી મળેલી આદિનાથની ખંડિત ધાતુપ્રતિમા વગેરે ગુપ્તકાલનાં કેટલાંક મહત્ત્વનાં શિલ્પો ગણાય છે. આમાં શામળાજીના વીરભદ્ર શિવનું શિલ૫ (આકૃતિ. ૩૭) ક્ષત્રપાલ અને મૈત્રકકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ હોવાથી તે વિશેષ નોંધપાત્ર ગણાવ્યું છે. પ્રસ્તુત શિલ્પમાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પની સરખામણીમાં પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો પાછળનો અને જમણે આગળનો હાથ તૂટી ગયા છે; જમણા પાછળના હાથ વડે ત્રિશૂળ ધારણ કર્યું છે, જયારે ડાબો આગળનો હાથ જાનુ પર ટેકવેલો છે. ડાબા ઉપલા હાથમાં સર્પ પકડેલો હશે એમ સર્પના વૃત્તાકાર અંગ પરથી જણાય છે. તેમણે બારીક અધોવસ્ત્ર પહેર્યું છે, જેમાંથી તેમનું ઊર્ધ્વ શિશ્ન દેખાય છે. વસ્ત્રના છેડાને ગોમૂત્રિકા ઘાટ અપાયો છે. વસ્ત્ર ઉપર વ્યાઘચર્મ બાંધેલું છે. જેમાંનું વ્યાઘમુખ ડાબા જાનુ પર નજરે પડે. છે. શિવે મસ્તક પર જટામુકુટ બાંધેલો છે. વાળની કેટલીક લટો ખભા પર પથરાયેલી છે. દેવે કાનમાં ભારે કુંડળ, ગળામાં મુકતામાળા, હાથ પર બાજુબંધ અને વય ધારણ કર્યા છે. તેમની પાછળ તેમનું વાહન નંદી છે. નંદીના મસ્તક અને ગળા પર આભૂષણો દૃષ્ટિગોચર થાય છે. એના ગળામાં બાંધેલી ઘૂઘરમાળા પણ સ્પષ્ટ જોવા મળે છે. પશ્ચિમ ભારતીય ૪ થી સદીનાં શિલ્પની પરંપરામાંથી ઊતરી આવેલી અને પૂર્વ તથા ઉત્તર ભારતનાં પ્રશિષ્ટ શિલ્પાથી જુદી પડતી આ. પાંચમી સદીની નમૂનેદાર પ્રતિમા છે.
૫) દખણ વાકાટક રાજાઓના પ્રોત્સાહન નીચે કંડારાએલ શૈલગૃહોના કંડારકામમાં શિલ્પને પણ પૂર્વકાલની જેમ વિશિષ્ટ સ્થાન મળ્યું છે. દખ્ખણમાં અંશમૂર્ત
Page #149
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિપકલા
શિલ્પોની પરંપરા બૌદ્ધ ચૈત્યગૃહોમાં છેક ઈ.સ. પૂર્વે ૨ જી સદીથી ચાલી આવતી હતી. આ પરંપરાનું કેટલુંક અનુસંધાન, અને પૂર્વવત મથુરાકલાનો તથા સમકાલીન સારનાથની પ્રશિષ્ટ કલાનો કેટલોક પ્રભાવ ઝીલીને આ કાલમાં અજંટા, કહેરી (કૃષ્ણગિરિ) વગેરે સ્થાને એ શૈલોન્કીર્ણ સ્થાપત્યને સુશોભિત કરવાને અને મૂર્તિમંદિરો બનાવવાનો સ્તુત્ય પ્રયત્ન થયેલો જોવા મળે છે. દખણમાંથી પૂર્ણમૂર્તશિલ્પના અવશેષો જૂજ મળે છે.
અંશમૂર્ત શિલ્પમાં અજંટા અને કરીનાં શિલ્પો ૫ મી સદીના અંત સમયનાં અને અન્યથાનનાં શિલ્પો ૬ઠ્ઠી સદીનાં જણાય છે. આ શિલ્પમાં મુખ્યત્વે બૌદ્ધ મૂર્તિવિધાન થયેલું દૃષ્ટિગોચર થાય છે. અહીંની બૌદ્ધ મૂર્તિઓના નિર્માણમાં વરતાનું ભારેપણું અને ભાવાભિવ્યકિતમાં જણાતી ઊણપ પરથી સ્પષ્ટ લાગે છે કે કલાકારો સારનાથની પ્રશિષ્ટ કલાથી જાણકાર હોવા છતાં એને પૂરેપૂરી સમજી કે અનુભવી શકયા નથી. દખ્ખણની પ્રસ્તુતકાલની શિલ્પકલામાં સ્થળ દેહ અને ઊંચાઈ પર વધુ ધ્યાન આપવાની સાથે દેહની માંસલતા દ્વારા એને સજીવ બનાવવાનો પ્રયાસ થયો છે પણ એમાં શમતા અને સ્થિરતાની સાથે અંતર્મુખ આનંદ, જ્ઞાન અને પરમસુખની અનુભૂતિ થતી નથી.
અજરામાં ગુફા નં. ૬-૭ અને ૧૫ થી ૧૯ સ્પષ્ટત: આ કાલમાં વાકાટક રાજાઓના પ્રોત્સાહનથી કંડારાયેલી જણાય છે. ગુફાઓમાં અસંખ્ય બુદ્ધમૂર્તિઓ, બોધિસત્વો, યક્ષો, યક્ષિણી અને નાગરાજોનાં શિલ્પો કંડારાયાં છે. આ શિલ્પોમાં એ ગુફાઓમાં આલેખાયેલાં ચિત્રોમાં જોવા મળે છે એવી ઉન્નત ભાવવ્યંજનાને અભાવ વરતાય છે. અજંટા પિતે જ સૈકાઓથી એક વિખ્યાત કલાશાળા બની ગઈ હતી. આથી પૂર્વવતી કલાનો આ કાલનાં શિલ્પો પર પ્રભાવ પડયો છે, તો બીજી બાજુ, ખાસ કરીને દેહસૌષ્ઠવની બાબતમાં, ગુપ્તકલાના આદર્શોને એને સ્પર્શ થયેલો પણ દૃષ્ટિગોચર થાય છે. સ્તંભની શિરાવટીઓ પરનાં શિલ્પો વૈવિધ્ય અને કલા બંને બાબતમાં ચડિયાતાં જણાય છે. અહીંનાં કેટલાંક શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે. | ગુફા નં. ૬ ના નીચલા મજલાના ખંભમાં હાથીઓ અને યક્ષ દ્વારા ટેવાયેલાં ઘટપલ્લવો, અંદરના ગર્ભગૃહના દ્વાર પરનાં મકર-તોરણો અને યલો, ઉપલા મજલાના સ્તંભની શિરાવટીના મધ્ય ભાગમાં કંડારેલા મકરમુખ અને તેની -દરેક ફાલનામાં હાથી ઉપર સવારી કરતા બે પુરુષોનાં શિલ્પ અને ગુફા નં. ૭ ની દ્વારશાખા પર મકર–સ્થિત બે દેવીઓનાં શિલ્પ મને હર છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪
૬ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પ
ગુફા નં. ૧૫ના દ્વારના તરંગમાં થરવાળા શિખરઘાટનાં બે અંકને છે, જેમાંના નીચલા થરમાં નાગફણાની છાયાયુકત રૂપ અને ઉપલા થરમાં ચૈત્યગવાક્ષનાં રૂપાંકન છે, ત્યગવાક્ષની બંને બાજુએ કપોતયુગલો કંડાર્યા છે. ગુફા નં. ૧૬ના ગર્ભગૃહમાં બુદ્ધની પ્રલંબપાદાસનમાં બેઠેલી ભવ્ય પ્રતિમા જોવા મળે છે. આ ગુફાની છતમાંના પાટડાઓને છેડે કરેલાં કીચકો, વાદકો અને આકાશગામી દેવદેવાંગનાઓનાં શિલ્પ નયનગમ્ય છે. ગુફા નં. ૧૭ ની દ્વારશાખામાં અનેક ખંડો પાડીને ફૂલવેલની ભાત, કમલદલ, સાંકળીઘાટનાં રૂપાંકને, બુદ્ધનાં શિલ્પો, દ્વારપાલિકાએ અને બે મકરસ્થિત દેવીઓનાં શિલ્પ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે.
ગુફા નં. ૧૯માં બુદ્ધની વિવિધ મુદ્રામાં સંખ્યાબંધ મૂર્તિએ કંડારેલી છે. આ શિલ્પો ઉત્તરગુપ્તકાલનાં જણાય છે. આ ચૈત્ય-મંદિરમાં સ્તૂપની અંડની ઊંચી પીઠિકા પર આગલા ભાગના મધ્યના ગોખલામાં ઊભા બુદ્ધની પ્રતિમાનાં દર્શન થાય છે. આ ગુફામાં પત્ની સાથે બેઠેલા નાગરાજનું શિલ્પ ઉત્કૃષ્ટ છે. અંદરના સ્તંભોના ટેકાઓ પરનાં બુદ્ધનાં શિલ્પો, હાથી, શાલ, વાદકો, અપ્સરાઓ અને ભિક્ષુ યોગીઓથી આવૃત્ત છે. બહારની બાજુએ કરેલી મુખચોકીના સ્તંભો પણ શિલ્પમંડિત છે. તેના પરની ભવ્ય રૌત્યાકાર કમાનની બંને બાજુએ બે મોટા કદના યક્ષો કંડાર્યા છે. ગુફાની બહારની દીવાલમાં મુખ્યત્વે વ્યાખ્યાનમુદ્રામાં અને યોગમુદ્રામાં બેઠેલા બુદ્ધની મૂર્તિઓ ઊભી અને આડી હરોળમાં કંડારી છે. વચ્ચે વચ્ચે, જગ્યા જણાઈ ત્યાં બુદ્ધની અભય મુદ્રા અને વરદમુદ્રાવાળી ઊભી મૂર્તિઓ કંડારી છે. આડી હરોળમાં વચ્ચે એક એક ચૈત્યગવાક્ષના સુશોભનવાળી હરોળો કરેલી છે. આ ગુફાનાં શિલ્પો પર પૂર્વવત ગંધારકલાને પ્રભાવ પણ જણાય છે. એક મતે સંભવત: આ શિલ્પો ગંધારમાં હુણોએ વેરેલા વિનાશથી નાસી છૂટી પશ્ચિમ ભારતમાં અજંટા વગેરે કલાધામોમાં આવી વસેલા કલાકારોએ કંડાર્યા હતાં.
મુંબઈ પાસે કpહેરી (કૃષ્ણગિરિ)ની ગુફાઓ પૈકીની કેટલીક આ સમયની છે. એમાં બુદ્ધ અને બોધિસત્વનાં શિલ્પો અજંટાની તત્કાલીન શૈલીએ ઘડાયાં છે. જો કે અહીં અજંટા કરતાં દેહરચનામાં સ્થૂળતા વધુ જોવા મળે છે. અહીંની ૬૬મી ગુફાનું આવેલોકિતેશ્વર પગપાણિનું શિલ્પ સુંદર છે. એમાં બોધિસત્વને તારાદેવીની બે પ્રતિમાઓની વચ્ચે ઊભેલા દર્શાવ્યા છે.
-9. E. B. Havell, The Ancient and Medieval Architecture of India, pp. 150f.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ભારતીય પ્રાચીન શિ૯૫લા
આ કાલના છેવટના ભાગનું મુંબઈ પાસે પરેલમાંથી મળેલું અંશમૂર્ત શિલ્પ એમાં કંડારેલી વિશિષ્ટ વિગતોને લઈને અદ્રિતીય ગણાય છે. એમાં ભૂતલમાંથી પ્રગટતી એક પુરુષાકૃતિમાંથી એક ઉપર એક એમ ઊભી હરોળમાં બે અને બંને બાજુએ બબ્બે મળીને કુલ છ આકૃતિઓ પ્રગટે છે. મુખ્ય દેવતાના પગ પાસે બે ગણ બેઠેલા છે. મધ્યમાં છેક ઉપરની બાજુની આકૃતિને અસંખ્ય હાથ છે, જેમાં વિવિધ મુદ્રાઓ અને અસ્પષ્ટ ઉપકરણો ધારણ કરેલ નજરે પડે છે. બાકીની ૬ આકૃતિઓ દ્વિભુજ છે. તેમના ડાબા હાથ અભય મુદ્રામાં છે ને જમણા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે. સાતેય આકૃતિઓએ એક સરખા જટામુકુટ, કુંડળ, હાર, વલય અને અધોવસ્ત્ર ધારણ કર્યા છે. સર્વના દેહ સ્થળ અને વર્ષો સહેજ ઉઠાવ આપેલાં છે. તેમનાં માંસલ અંગોને પ્રશિષ્ટ કલામાં જોવા મળતું સુડોળપણું અપાયું છે. પાર્શ્વગત ચારેય આકૃતિઓની ગતિશીલતા જોમપૂર્ણ છે. મુખ્ય આકૃતિની જેમ જ સર્વ આકૃતિઓ ધ્યાનસ્થ છે. સમગ્ર શિલ્પને બહિરેખા વડે કરવામાં આવ્યું છે. શિલ્પને શિવલિંગના ઘાટ અપાયો હોવાથી આને શૈવ શિલ્પ માનવામાં આવે છે. તે શિવના ત્રિગુણાત્મક સ્વરૂપનું સૂચન કરે છે એવો પણ કેટલાક વિદ્વાનોને અભિપ્રાય છે. વસ્તુત: વિષણુના વિશ્વરૂપની જેમ આમાં શિવના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આ મૂર્તિમાં જોવા મળતાં જોમયુકત વિશિષ્ટ મૂર્તિવિધાન, વિશિષ્ટ દેહસૌષ્ઠવ, ગતિશીલતા, આંતરભાવની અભિવ્યકિત વગેરે તો સમકાલીન દખ્ખણનાં શિલ્પામાં ભાગ્યે જ જોવા મળે છે.
૬) દક્ષિણ ભારત ગીમાં ૪-૫ મી સદી દરમ્યાન શાલંકાયનની આણ પ્રવર્તતી હતી. તેઓ સૂર્યની ચિત્રરથ સ્વામિના નામથી ઉપાસના કરતા હતા. તેમણે બંધાવેલ આ દેવનું દેવાલય નાશ પામી ગયું છે. જો કે એલોરા પાસે પડવેગીમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે. એમાંની ગણેશની દ્વિભુજ પ્રતિમાનો આ પ્રદેશની તમામ ઉત્તરકાલીન ગણેશ પ્રતિમાઓ પર પ્રભાવ પડેલ છે.
શાલંકાયન કલા પૂર્વકાલીન પલ્લવ કલા સાથે સંકળાયેલી હતી. આ પૂર્વકાલીને પલ્લવ કલા વાકાટકોની કલા સાથે પણ સંબંધિત હતી. આ પલ્લવ કલાનો વિસ્તાર છેક કૃષ્ણાની ખીણના પ્રદેશ સુધી થયેલો હતો. પેઝુડિયમમાંથી મળેલ આ શૈલીનાં અંશમૂર્ત શિલ્પમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ, શિવલિંગ, વિષ્ણુ, દેવી, ઉમામહેશ્વર, શ્રી વત્સના પ્રતીકરૂપ લક્ષ્મી, મહિષાસુરમર્દિની વગેરે નોંધપાત્ર છે. મહિષાસુરમર્દિનીની ચતુર્ભુજ મૂર્તિને બાદ કરતાં બાકીની દ્વિભુજ છે ને તે કાવેરીપાક્કમ અને અન્ય સ્થાનોએથી મળેલ ઉત્તર પલ્લવકાલીન શિલ્પોને કંઇક
Page #152
--------------------------------------------------------------------------
________________
૭: ગુપ્ત-વાકાટક કલનાં પ્રશિષ્ટ શિક
૧૪૩
અંશે મળતી આવે છે, જ્યારે એમાંની લક્ષ્મી એનાડીમાંથી મળેલ પલ્લવ લક્ષ્મીની ધાતુમાં બનેલી શ્રી વલ્સની પ્રતીકાકૃતિ સાથે સામ્ય ધરાવે છે. માડુગુલામાંથી શિવનું સપરિવાર અંકનવાળું સજીવતાપૂર્ણ શિલ્પ મળ્યું છે. એવી રીતે બ્રહ્માનું પણ ત્યાંથી એક દ્વિભુજ શિલ્પ મળ્યું છે. વિજયવાડા મ્યુઝિયમમાં સુરક્ષિત શિવપ્રતિમા પૂર્વ-પલ્લવકાલીન કલા શૈલીને સરસ નમૂનો છે. ૫ મી સદીની આ પ્રતિમામાં દ્વિભુજ શિવ ડાબો હાથ સાથળ પર ટેકવીને અને જમણા હાથમાં કુહાડી ધારણ કરીને લલિતાસનમાં બેઠેલા છે. તેમના પગ પાસે નંદી બેઠો છે. આ આરસની પ્રતિમામાં જટાજૂટ, પહોળા સ્કંધ, પાતળી કટિ, સપ્રમાણ દેહ, સામર્થ્ય પૂર્ણ ભાવવાહી મુખમુદ્રા શિલ્પને પ્રભાવોત્પાદક બનાવે છે. આ શિલ્પ એની પૂર્વવતી સાતવાહન અને ઇક્વાકુ કલાને ઉત્તરકાલીન પલ્લવકલાની સાથે સાંધતી કડી રૂપ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૭. અનુ-ગુપ્તકાલીન શિલ્પકલા (ઈ. સ. ૫૫૦થી ઈ. સ. -૭૦)
પ્રસ્તુત કાલમાં ઉત્તરાપથમાં ગુપ્તાના પતન પછી મૌખરિઓ, વના, મૈત્રકે વગેરેની અને દક્ષિણાપથમાં વાકાટકોના પતન પછી ચાલુકયા અને પલ્લવાની મુખ્ય સત્તા જામી. આ અને અન્ય રાજવશેના પ્રાત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાના ભારે વિકાસ થયા.
૧) સામાન્ય લક્ષણા
૧) ચર્ચિત કાલની શિલ્પકલા ગુપ્તકાલીન ઉત્કૃષ્ટ પરંપરાઓને અનુસરવા ઉપરાં નૂતન ઉદ્ભાવનાઓ અને પ્રયોગોથી ભરેલી છે. વસ્તુત: એ પૂર્વવર્તી ગુપ્તકાલની અને ઉત્તરવતી રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની કલાના સંક્રાન્તિકાલનુ સ્વરૂપ વ્યકત કરે છે. આમાં ગુપ્તકલાની સરખામણીમાં અધિક વ્યાપકતા અને સંપન્નતા દષ્ટિગોચર થાય છે. શિલ્પશાસ્ત્રો રચાયાં હોવાર્થી તેમજ પુરાણેાએ પણ દેવતાઓનું મૂર્તિ વિધાન આપેલુ હોવાથી કલાવ્યંજના માટે દેવવિદ્યા અને સૃષ્ટિવિદ્યાના આધાર મળતાં અનેક નવીન કલાવ્ય...જક વિષયોના પ્રચાર થયો. આ બાબત બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મને સમાનપણે લાગુ પડે છે.
૨) આ કાલમાં પૌરાણિક અને ધાર્મિક નિગૂઢ તત્ત્વાને સરળ રીતે વ્યકત કરવાની પરંપરાઓ દઢ થઈ. દેવદેવીઓનું દિવ્યત્વ અનેક હાથ અને આયુધો દ્વારા પ્રગટ કરવા તરફ વિશેષ ધ્યાન અપાયું. મૂર્તિ કારોને આ કાલમાં શિલ્પની પરંપરાઓ ઉપરાંત સાધના, ધ્યાન અને મંત્રાના ક્ષેત્રમાં પ્રચલિત પરંપરાઓના સાથ મળ્યો. આથી તેઓ દેવતાઓના રૂપાંકનમાં અદ્ભુત ક્ષમતા દાખવી શકયા. તેમણે મૂર્તિવિધાન શાસ્ત્રાનુસારે અને સૌંદર્ય વિધાન અંગત કુશળતાથી પ્રયોજ્યાં. સર્વાંગના યથાશોમિ પાટવ રિસ્પયેત્ (શુક્રનીતિ, ૪/૫૪૭) આ આદેશને અનુસરીને મૂર્તિ કારો મૂર્તિને સુંદર બનાવવા તરફ ખાસ લક્ષ્ય આપતા. આને કારણે જ ભારતીય મૂર્તિ એમાં એકના એક દેવની મૂર્તિ એ સમાન શાસ્ત્ર અનુસાર બનવા છતાં પ્રત્યેક એક બીજાથી જુદી પડી આવે છે.
૩) દેવદેવીઓ, બુદ્ધો, બોધિસત્ત્વા, તીથંકરો, યક્ષયક્ષિણીઓ, રાજારાણીઓ વગેરેની મહાકાય આકૃતિઓને મુખ્ય સ્થાન અપાયુ છે, જ્યારે ફૂલવેલની ભાત
Page #154
--------------------------------------------------------------------------
________________
૭: અનુગુપ્તકાલીન શિલ્પકલા
અને ભૌમિતિક આકૃતિઓને આનુષંગિક સ્થાન અપાયું છે. ગજ, સિંહ વગેરે પ્રાણીઓની આકૃતિઓ ઓછી સંખ્યામાં પણ ગણનાપાત્ર કદમાં નજરે પડે છે.
દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની સરખામણીએ ફૂલવેલની ભાત અને ભૌમિતિક આકૃતિઓ સુશોભન રેખાંકનો તરીકે ઘણા ઓછા પ્રમાણમાં પ્રજાઈ છે.
૪) બુદ્ધની મૂર્તિમાં હવે વજપકને સ્થાને વિશ્રાંતિ મળે એ માટે તેમને પ્રલંબપાદાસનમાં બેસાડવાનો પ્રકાર પ્રચલિત થયો જે ટૂંક સમયમાં ભારત વ્યાપી પ્રસાર પામ્યો.
૨) ઉત્તર ભારત આ કાળ દરમ્યાન સારનાથની પ્રશિષ્ટ કલા-પરંપરાએ ઉત્તર ભારતમાં મ્ ર્તિઓ ઘડાતી રહી, કમનસીબે ઘણાં શિલ્પો તેમના સ્થાપત્યની સાથે નાશ પામ્યાં હોવાથી તેમનું સર્વાગી સ્વરૂપ તારવવું મુશ્કેલ છે. ગંગા-યમુનાના દોઆબમાં મથુરા, સારનાથ તથા અન્ય સ્થળોએ શિલ્પ બનતાં રહ્યાં. આ શિલ્પમાં ગુપ્તકાલીન પ્રશિષ્ટ શિલ્પકલાનાં વળતાં પાણી થયેલાં જણાય છે. આમ છતાં હજી એમાં મૃદુતા, સૌંદર્ય અને ભાવવ્યંજનાનાં તો બહુ ઘટી ગયેલાં વરતાતાં નથી. | મથુરા પ્રદેશમાંથી મળેલી એક સ્ત્રી મૂર્તિને કટિ નીચેનો ભાગ અને સંકીસાની પદ્મપાણિની મૂર્તિ બંને કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમની શિલ્પસમૃદ્ધિમાં રત્નો સમાન ગણાય છે. ૭ મી સદીની આ બંને મૂર્તિઓ ગુપ્તકાલીન સુઘાટયકલાને પૂર્ણપણે અભિવ્યકત કરતી ઉત્તમ કલાકૃતિઓ છે. એમાં પણ નારી-મૂ તિ ના રૂપાંકનમાં કલાકારે અદ્દભુત કૌશલ્ય દાખવ્યું છે. એમાં એ ડાબી બાજુ તરફ ડગ ભરતી હોવાથી દેહને ત્રિભંગ રચાયો છે. બારીક મલમલનું અધોવસ્ત્ર પગની ઘૂંટી સુધી પહોંચે છે. તેના ઉપલા છેડા કટિની ડાબી બાજુએ એવી રીતે ગાંઠેલા છે કે જેથી નીચેના ભાગમાં સળંગ ઊભી મનોહર વલ્લીઓ આકાર પામી છે. તેણે પહેરેલા લાંબા ઉર:સૂત્રના નીચલા છેડે રત્નજડિત ગોળ પેન્ડલ દષ્ટિગોચર થાય છે, જે તેણીના ડાબા જાનુને સ્પર્શ કરી રહ્યું છે. તેણે પગમાં ભારે નૂપુર પહેર્યા છે. પાતળી કટિ નીચે તરફ જતાં સહજપણે ભારે બની છે. મૃદુતા, લાવણ્ય અને સપ્રમાણ મૂર્તિવિધાનને લઈને આ શિલ્પ ગુપ્તોત્તર કલાનો શ્રેષ્ઠ નમૂને ગણાયું છે. પાપાણિની મૂર્તિમાં ઘાટ, રેખા અને ભાવ વચ્ચે સુંદર સમન્વય. થયો છે. મથુરા પ્રદેશમાંથી મળેલી અને હાલ કલકત્તાના ઉપરોકત મ્યુઝિયમમાં સુરક્ષિત સરસ્વતી, પંચિકા, હારીતિ અને નાગદંપતીનાં શિલ્પમાં આ કાલની. કલાનાં લક્ષણો પ્રતિબિંબિત થાય છે. ભા. પ્રા. શિ.-૧૦
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ભારતીય પ્રાચીન શિલ્પકલા
૩) પૂ. ભારત
આ વિસ્તારમાં ગુપ્તકાલ દરમ્યાન જે સ્થૂળ ભાવયુકત શિલ્પકલાના પ્રસાર થયા હતા તે આ કાલમાં ચાલુ રહ્યો. ઘણી શિલ્પકૃતિઓમાં કામાસકિતના ભાવ સ્પષ્ટ વરતાઈ આવે છે. બિહારમાં ભાગલપુર, રાજમહલ અને બંગાળમાં પહાડપુરની કેટલીક લાવણ્ય, ભાવ-ઉષ્મા અને સમતુલાયુકત શિલ્પકૃતિઓ આ શૈલીનાં આ કાલનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે.
નાલંદામાંથી આ કાલનાં બુદ્ધ અને બાધિસત્ત્વનાં સંખ્યાબધ મૂર્તિ શિલ્પા મળ્યાં છે. આ શિલ્પા પર સારનાથની પ્રશિષ્ટ કલાની સ્પષ્ટ છાપ વરતાય છે. સ્લેટિયા પથ્થરમાંથી કંડારેલી અહીંની મૂર્તિએ બૌદ્ધ મૂતિવિધાન અનુસાર બનેલી છે. બુદ્ધને પ્રથમવાર પ્રલંબપાદાસનમાં બેઠેલા રજૂ કરવાનું શ્રેય સંભવત: નાલ દાના કલાસિદ્ધિોને પ્રાપ્ત થાય છે.
બિહારમાં ભાગલપુરના મંદિરની દ્વારશાખ! પરની સ્રી-આકૃતિના રૂપવિધાનમાં ગુપ્તશૈલીની મૃદુતા અને સુડોળ દેહછટાની સાથે પૂર્વની શૈલીની વિલાસિતાના સમન્વય થયો છે. મહાકવિ કાલિદાસના કોઈ યુવાન સ્ત્રીપાત્રને સાકાર કરતું હોય તેવું આ ચારુ શિલ્પ છે. વળી બિહારમાં રાજમહેલમાંથી પ્રાપ્ત થયેલ અને હાલ પટના મ્યુઝિયમમાં સુરક્ષિત કરેલ સ્રીમૂર્તિ પણ નોંધપાત્ર છે. એક દ્વારશાખા પર બંને બાજુ ઊભી પમાંકિત હરોળાની વચ્ચેની જગ્યામાં અધિકમૂ સ્વરૂપે આ શિલ્પ કંડાર્યું છે. આભંગમાં પગના પહોંચા ઉપર ઊભેલી સ્ત્રીના બારીક અધવસ્રનું સ્વરૂપ કલકત્તા મ્યુઝિયમની ઉપરોકત સ્ત્રીમૂર્તિ જેવું છે. તેના દુકૂલના પટ્ટો બંને ભુજાઓને કલામયરીતે વીંટળાયેલા છે ને એના એક છેડો તેણીએ ડાબા હાથ વડે ધારણ કર્યો છે. તેના મસ્તક પર વિશિષ્ટ પ્રકારની આકર્ષ ક કેશરચના કરેલી છે. એણે કુંડળ, મુકતામાળા, બાજુબંધ મેતીનાં કંકણ, રત્નજડિત કમરબંધ અને પગમાં નુપૂર ધારણ કર્યાં છે. પગ પાસે ઊભેલા પોપટ ઊંચું મુખ કરીને સ્ત્રીને નિરખી રહ્યો છે. આ પાળેલા પક્ષી સાથે ગેલ કરવાના આનંદ સ્રીના મુખ પર વરતાય છે. લાંબી દેહયષ્ટિ હાવા છતાં અંગભંગીને લઈને શિલ્પ આકર્ષક બન્યું છે.
બગાળમાં પહાડપુર (રાજશાહી જિલ્લા)આ કાલ દરમ્યાન પણ શિલ્પકેન્દ્ર તરીકે ચાલુ રહ્યું હતું. અહીંના આ કાલનાં શિલ્પામાં કામાસકિતભાવ અગાઉના મુકાબલે વધેલા જણાય છે. સાતમી સદીનાં અહીંનાં શિલ્પામાં ગુપ્ત પ્રશિષ્ટ શલીનાં રૂપક્ષમતા અને નજાકત જવલ્લે જ વરતાય છે. અલબત્ત, એમાં વિષયાસકિતના ભાવ શુદ્ધ સ્વરૂપે પ્રસ્ફુટ થતા જોવા મળે છે. એમાં સાધારણ સ્થૂળતા અને સ્થાનિક
Page #156
--------------------------------------------------------------------------
________________
૭: અનુગુપ્તકાલીન શિલ્પકલા
૧૪૭
પ્રજામાં લોકપ્રિય બનેલાં કલાસ્વરૂપ વિશેષ પ્રયોજાયાં છે. યમુનાની મૂર્તિ આનું સરસ દષ્ટાંત છે. ચૌડાગ્રામ અને કાકદીઘીમાંથી મળેલાં ધાતુશિલ્પ પણ આ શેલીના સારા નમૂના પૂરા પાડે છે. સમય જતાં આ કલાલીમાંથી પાલકલાનો વિકાસ થયો.
૪) મધ્ય પ્રદેશ મધ્યપ્રદેશમાં ગુપ્તકાલમાં પોતાની વિશિષ્ટ શિ૯૫શૈલીને વિકાસ થયો હતો, • આ શૈલી પ્રસ્તુત કાલમાં પણ ચાલુ રહેલી જણાય છે. દેહની સ્થૂળતાને લઈને આ શિલ્પો અલગ તરી આવે છે. અલબત્ત, મૂર્તિવિધાન સ્પષ્ટ અને વિગતપૂર્ણ થયું છે. આ શિલ્પ ઉત્તરભારતીય શિલ્પો કરતાં સમકાલીન દખ્ખણનાં શિલ્પો સાથે વધુ સામ્ય ધરાવે છે. જબલપુર પાસે આવેલા ભેડાઘાટમાંથી મળેલ માતૃકાઓની મૂર્તિઓ અને સાંચીની કેટલીક બુદ્ધ અને બોધિસોની પ્રતિમાઓ આ શૈલીનાં દષ્ટાંત પૂરાં પાડે છે.
૫) ગુજરાત-રાજસ્થાન ગુજરાત અને રાજસ્થાનમાં આ કાલનાં શિલ્પ પૂર્વકાલીન પશ્ચિમી શૈલીની પરંપરાનો વિકાસ સૂચવે છે. દેશના અન્ય ભાગોને મુકાબલે આ કાલના ગુજરાતનાં મૂર્તિ શિલ્પોનો વૈભવ ઘણો સુસમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. મૈત્રકો અને બીજા સમકાલીન રાજવંશોએ આ કાળ દરમ્યાન અનેક સ્થળોએ મંદિરો બંધાવ્યાં ને તેને શિલ્પથી વિભૂષિત કર્યા. તેમણે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના લગભગ બધા ભાગોમાંથી આ કાલનાં શિલ્પો મળી આવ્યાં છે. સુદઢ બાંધો, બેઠા ઘાટનાં અંગઉપાંગે, મેટાં માથાં, પર્યસત્ક વસ્ત્રપરિધાન, વૈવિધ્યપૂર્ણ અલંકારોનું વધેલું પ્રમાણ, લાવણ્યપૂર્ણ દેહ, સૂમ ભાવવ્યંજના વગેરે આ શેલીનાં શિલ્પોનાં વિશિષ્ટ લક્ષણો જણાય છે.
કારણમાંથી મળેલ નંદીને અઢેલીને ઊભેલાં શિવ-પાર્વતીની અને નૃત્ય કરતી કૌમારીની મૂર્તિઓ, શામળાજીમાંથી મળેલી “કળશી છોકરાની મા” ને નામે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ, ત્યાંની મકરવાહિની ગંગા અને ત્રિશૂળધારી શિવ દ્વારપાળ, કોટયર્ક મહુડીનાં માતા તથા શિશુ અને સ્કંદમાતા, વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત ભેરવ, કપુરાઈમાંથી પ્રાપ્ત થયેલ શિવ-પાર્વતીનું ખંડિત શિલ્પ, ટીંટોઈમાંથી મળેલ નૃત્ય કરતા ગણેશ અને વીણાધર શિવ તથા પાર્વતી, કપડવંજ પાસે કઠલાલમાંથી મળેલ વિશ્વરૂપ વિષ્ણુ, ઉત્તર ગુજરાતમાં વડાવલ અને કોટેશ્વર પાસેથી મળેલાં માતૃકાશિલ્પ, કદવાર(જિ. જૂનાગઢ)ના વરાહમંદિરની વરાહ પ્રતિમા, માંગરોળમાંથી મળેલ અને રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સુરક્ષિત સૂર્ય-પ્રતિમા,
Page #157
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વડોદરા મ્યુઝિયમમાં સંગૃહીત કાર્ત્તિ કેય, રોડાનાં મંદિર પરનાં દેવાંગનાઓ, ગણેશ સિંહવાહિની દુર્ગા વગેરેનાં મનેાહર શિલ્પા, ઢાંક પાસે આવેલી જૈન ગુફાઓ પરના તીર્થંકરોનાં અ ંશમ્ શિલ્પા, અકોટા અને વલભીમાંથી મળેલી ધાતુપ્રતિમાઓ વગેરે આ કલાશૈલીનાં પ્રસિદ્ધ શિલ્પા છે. આમાં કલાની દષ્ટિએ કેટલાંક વિશેષ નોંધપાત્ર છે.
૧૪૨
શામળાજીના નાગધરા પાસેથી એક દેરીમાં સ્થાનિક આદિવાસીઓ દ્વારા “કળશી છેાકરાંની મા”ના નામે પૂજાતી વિશ્વરૂપ વિષ્ણુની પ્રતિમામાં દેવ અનંત નાગ ઉપર વીરાસનમાં ઊભડક બેઠા છે. અષ્ટભુજ વિષ્ણુનાં ઘણાંખરાં આયુધા ખંડિત થયાં છે. તેમની પાછળના ભાગમાંથી ૨૩ અન્ય આકૃતિઓ આવિર્ભૂત થતી ષ્ટિગાચર થાય છે. એમાં બ્રહ્મા, શિવ, બલરામ, સૂર્ય, ચંદ્ર, વરાહ, હયગ્રીવ વગેરે ઓળખી શકાય છે. વિષ્ણુનાં ત્રણ મુખ એલિફન્ટાની મહેશમૂર્તિના ત્રિમુખ ને મળતાં આવે છે.
કાટષ માંથી મળી આવેલ માતા અને શિશુના શિલ્પ (આકૃતિ ૩૮)માં ડાબી બાજુએ કેડ પર બાળક તેડીને બાળકના ડાબા પગને પોતાના હાથ વડે ટેકો આપતી દ્રિભંગમાં ઊભેલી સ્ત્રીની અંગભંગ, મસ્તક પરની આકર્ષક કેશરચના, કાન, કંઠ અને કર પર ભારે આભૂષણા, અધાવસ્રના છેડે બનતા ગામુત્રિકાઘાટ અને પેાતાના ડાબા કાનના મેાટા કુંડળને ખેંચી રહેલા બાળકને અટકાવતી, મુખ પર વાત્સલ્ય ભાવ ધરાવતી સુંદર મૂર્તિ સ્વરૂપે પોતાની કલ્પનાને સાકાર કરવામાં ગુજરાતના શિલ્પીને ભારે સફળતા મળી છે. આ જ સ્થળેથી મળેલ સ્ક ́દમાતાના શિલ્પમાં એક અનુચરી કન્યાના ખભા પર બેઠેલા સ્કંદને પાર્વતી લાડ કરી રહેલાં જોવા મળે છે. ત્રણેયના મુખ પર આહ્લાદક ભાવ નિતરે છે.
કારવણમાંથી મળેલ નૃત્ય કરતી કૌમારી કે સ્કંદમાતાની પ્રતિમા એમાં વ્યકત થયેલ અંગભંગ, ઉલ્લાસ અને સ્ફૂર્તિને લઈને તત્કાલીન કલાને જીવંત નમૂ ના ગણાય છે.
વડોદરા પાસે કપુરાઈ ગામેથી મળેલું અને હાલ વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત ઊભાં ઉમા-મહેશ્વરનુ ખંડિત શિલ્પ પણ ગુજરાતની આ કાલની કલાના શ્રેષ્ઠ નમૂ ને ગણાય છે. આમાં બેઠા ઘાટનાં અંગાને બદલે લાંબી પાતળી કાયા અને પગ દષ્ટિગોચર થાય છે, જે તત્કાલીન દખ્ખણની શિલ્પકલાના પ્રભાવને કારણે સંભવે છે.
વડાવલ ગામેથી મળેલ માતૃકાશિલ્પા ખંપૈકી વારાહી અને પાર્વતી વિશેષ કલાત્મક છે. બંને દેવીઓ ચતુર્ભુજ સ્વરૂપની, સુંદર કેશરચના, તત્કાલીન પ્રચલિત
Page #158
--------------------------------------------------------------------------
________________
પટ ૧૦
૭: અનુ-ગુપ્તકાલીન શિ૯૫કલા
)
'
છે
'Int:
Civil, '
11]In
.
૨
૩૮ માતા અને શિશુ (કેટવર્ક છે
૩૯ મહિષાસુરમર્દિની દુર્ગા (મામલપુરમ)
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ભારતીય પ્રાચીન શિ૯૫લા
આભૂષણો અને બારીક કલાત્મક વસ્ત્રસજાવટ-યુકત છે. વારાહી માતૃકાના બે હાથમાં બાળક એક હાથ ખાલી અને એક હાથે ઉપવસ્ત્રનો છેડો પકડેલો છે. સમભંગમાં ઊભેલાં પાર્વતીના ઉપલા બે હાથમાં અનુક્રમે શિવલિંગ અને ગણપતિ, નીચલો એક હાથ વરદમુદ્રામાં અને એક હાથે ખંડિત છે. તપ કરતાં પાર્વતીને ફરતી અગ્નિજ્વાલાઓ કંડારી છે. તેમના મસ્તક પર ચાપાકારે દર્શાવેલાં નવ મસ્તકો નવ નાગો કે નવ ગ્રહોનાં સૂચક છે.
વડોદરા પાસે ટીટેઈમાંથી મળેલ વીણાધર શિવ અને પાર્વતીની મનોહર મૂર્તિમાં ચતુર્ભુજ શિવ બે હાથ વડે વીણા અને બીજા બેમાં ત્રિશૂળ અને સર્પધારી ઊભા છે. તેમની બાજુમાં ચતુર્ભુજ પાર્વતીએ બે હાથ વડે બાલસ્વરૂપ કાર્તિકેયને તેડયા છે, એક હાથમાં પદ્મ છે અને એક હાથ નીચે ઊભેલા મયૂર પાસે લટકે છે. શિવની પાછળ વાહન નંદી ઊભેલ જણાય છે.
અકોટા વલભી અને અન્ય સ્થળોએથી મળેલી આ કાલની શ્રેષ્ઠ ધાતુપ્રતિમાઓનો પરિચય અલગ પરિશિષ્ટમાં અપાયેલો છે.
રાજસ્થાનમાંથી પણ ઉપરોકત લક્ષણોવાળી મ્ તિઓ મળી આવી છે. આબુદેલવાડામાં આવેલા જગન્નાથ મંદિરમાંની શેષશાયી ચતુર્ભુજ વિષ્ણુ, બેઠેલી કૌમારી, ચામુંડા અને વારાહી માતૃકાઓની પ્રતિમાઓ, તેમજ વાલિયરની આસપાસથી મળેલ સ્ત્રીશિલ્પો એનાં દષ્ટાંતરૂપ છે.
૬) દખણ અનુગુપ્તકાલ દરમ્યાન દક્ષિણાપથના આ વિસ્તાર પર વાકાટકોના અનુગામી ચાલુકયોની સત્તા પ્રવત. આ વંશના રાજા પુલકેશી ૧લાએ વાતાપિ (બદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેને પુત્ર કીર્તિરાજ અને પત્ર પુલકેશી રજો વિદ્યા અને કલાના પ્રોત્સાહકો હતા. આથી શિલ્પકલાને પણ ભારે ઉત્તેજન મળ્યું. આથી ઈ. સ. ૫૫૦ થી ૭૫૦ દરમ્યાન અસ્તિત્વમાં આવેલી વિશિષ્ટ શિલ્પશલીને તેમના નામ પરથી પશ્ચિમી ચાલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે.
આ શૈલીમાં પૌરાણિક ઉપાસનાનું જોમ જુસ્સાપૂર્વક પુન: જાગરણ થતું જણાય છે. શિલ્પો તેમનાં સમતુલન, ઘડતર અને કદમાં સપ્રમાણ, સામર્થ્ય યુકત અને ભાવપૂર્ણ છે. આથી આ શિલ્પોને એમની સુસંવાદિતાની બાબતમાં ગ્રોસેટ (Grousset) જેવા વિદ્વાને એથેન્સ અને ફોરેન્સનાં શિલ્પો કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. શરૂઆતનાં શિલ્પો પર ગુપ્તકાલની પ્રશિષ્ટકલાની છાપ, ખાસ કરીને પાતળી દેહદષ્ટિ, ધ્યાનમગ્નતા વગેરેની બાબતમાં વરતાય છે. આમાં થયેલું ઊડતા ગંધર્વોનું આલેખન
Page #160
--------------------------------------------------------------------------
________________
K.
૭: અનુ-ગુપ્તકાલીન શિલ્પલા
સર્વાધિક પ્રશંસા પામ્યું છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ પ્રકારનુ એક ગંધ યુગલનું શિલ્પ એનું શ્રેષ્ઠ દષ્ટાંત ગણાય છે. એમાં એ યુગલને આકાશમાં છટા અને ગૌરવપૂર્વક સંચાર કરતું દર્શાવ્યું છે. શ્રેણીબદ્ધ વક્રરેખાઓ દ્વારા ગતિસંચાર દર્શાવ્યા છે. કુમારસ્વામીને મતે આ શિલ્પમાં ગુપ્તકલા કરતાં વિશેષ નાટયાત્મક જુસ્સા અને એની ગતિશીલતામાં મેાકળાશ વરતાય છે. આમાં આકૃતિને લાલિત્યપૂર્ણ બનાવવાનુ અને દેહને પાતળાપણું આપવાનું વલણ વધતું જતું જણાય છે.
હાળેની શિલ્પકૃતિઓ મધ્યમ કોટિની છે. અલબત્ત એમાં મૃદુતા અને સમતુલા ષ્ટિગેાચર થાય છે. એમાં મુખ્ય દેવતાઓ અને ગૌણ આકૃતિઓના દેહ પાતળી કટિને લઈને નારી જેવી કોમળતાવાળા બન્યા છે, પણ એ સિવાય એમાં પ્રશિષ્ટ કલાના કોઈ અંશ વરતાતા નથી. એમાં સારનાથની ભાવાભિવ્યકિતની ક્ષમતા આવી શકી નથી. જો કે અંગેાની મૃદુતા અને સૌમ્ય મૂર્તિવિધાનની બાબતમાં એ સારનાથની પ્રશિષ્ટ કલાથી પ્રભાવિત જણાય છે. આ શિલ્પામાં લાંબા પાતળા દેહ અને લાંબી મુખાકૃતિ પૂર્વવર્તી વેંગી કલાના પ્રભાવનાં સૂચક છે. અં હોળેનાં આ શિલ્પા પૂર્વકાલીન વેંગી (આન્ધ્ર) કલા અને ઉત્તરકાલીન પલ્લવ કલાને સાંધતી કડી રૂપ જાય છે. દુર્ગામંદિરની ફરતી પરસાળમાં કરેલા ગવાક્ષેામાં કંડારેલાં શિવ, વિષ્ણુ, લક્ષ્મી, ન્રુસિંહ અને વરાહ અવતાર તથા મહિષાસુરમર્દિનીનાં શિલ્પા આના દૃષ્ટાંતરૂપ છે. આમાંના વિષ્ણુના શિલ્પમાં કોમળ દેહવાળા દેવના મુખ પરના મૃદુ હાસ્યમાં છતા થતા પરમ આધ્યાત્મિક આનંદ અને લક્ષ્મીના શિલ્પમાં જમણા પગ. ટેકવીને ઊભેલ દેવીનાં રત્નજડિત આભૂષણો ભારે શિરાવેષ્ટન અને કુંડળ તથા મસ્તક પરની પુષ્પસજાવટ ખાસ ધ્યાન ખેંચે છે.
આદાસીમાં આ કાલમાં ત્રણ બ્રાહ્મણ ગુફાઓ અને એક જૈન ગુફા કંડારાઈ હતી. આ બધી ગુફાઓ શિલ્પથી ભરચક સુશાભિત છે. દેવાની આકૃતિઓ શાસ્ત્રીય નિયમાનુસાર નહિ પણ સ્વેચ્છાએ વિગતવાર કંડારેલી છે. દેવદેવીઓના અનેક હાથ અને આયુધ પર વિશેષ ધ્યાન અપાયું છે. એમાં ગુપ્ત શૈલી જેવી હસ્ત મુદ્રાઓ! અને એ શૈલીમાં મૂર્તિ પર દેખાતા એપ પણ અહીં જણાતાં નથી. આમ છતાં આ શિલ્પાની નોંધપાત્ર વિશેષતા એ છે કે અગાઉ ગુપ્તકાલમાં સારનાથ વગેરેની મૂર્તિ એમાં દેવતાઓની દિવ્યશકિત પ્રચ્છન્ન રહેતી હતી તે અહીં મુખ્ય દેવતામાં પૂરાં જોમ સહિત અંતરના ઊંડાણમાંથી ક્રિયાશીલતા સાથે પ્રફ્ ટ થતી જણાય છે. એને સચાટ રીતે વ્યકત કરવા માટે શિલ્પના લકની નિર્ધારિત મર્યાદાને અતિક્રમીને મુખ્યદેવનાં અંગે અને આયુધાને બહાર નીકળતાં દર્શાવ્યાં
Page #161
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પફ્લા
છે. અલૌકિક સામર્થ્યને આ રીતે વ્યકત કરવાની પદ્ધતિ અન્યત્ર અજ્ઞાત છે અને તે સ્થાનિક લેાકશૈલીના પ્રભાવનું પરિણામ હાવા સંભવે છે.
૧૫૪
બદામીની ગુફા નં. ૧માં તાંડવ નૃત્ય કરતા શિવનુ ઉત્કૃષ્ટ શિલ્પ છે. નંદી, ગણપતિ અને મૃદંગ વગાડતા નારદ એ નૃત્ય નિરખી રહ્યા છે. ગુફાની પાછલી દીવાલમાં કંડારેલુ. મહિષાસુરમર્દિની દુર્ગાનું શિલ્પ પણ જોમયુકત છે. વળી દેવાના સેનાપતિ મહાસેન(કાર્ત્તિ કેય) અને ગુફાની બહારની દીવાલ પર કંડારેલ ત્રિશૂળધારી દ્વારપાળ ધ્યાન ખેંચે છે. ગુફા નં. રમાંનુ હિરણ્યકશિપુથી પૃથ્વીને મુકત કરાવતા વરહ અવતાર વિષ્ણુનું શિલ્પ સુવિખ્યાત છે. એમાં વિશ્વનિયંતા વિષ્ણુના અવતારરૂપ વરાહે પૃથ્વીને દઢતાપૂર્વક ઉઠાવેલ છે. નિયંતાના હાથમાં રહેલ દેવીની આકૃતિ સ્વસ્થ, આરામદાયક સ્થિતિમાં છે. શરીરમાં પ્રાણીશકિતને જાગ્રત કરીને તેની સાથે પેાતાનું વિશ્વકાર્ય આનંદપૂર્વક પાર પાડતા વરાહ રૂપાંકન અદ્રિતીય છે. ગુફા નં. ૭૩માં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુને મેટા મુકુટ ઉપરના ભાગે નાગ ફણાઓથી છવાયેલા છે. ચતુભુ જ વિષ્ણુની સામે લક્ષ્મીની નાની આકૃતિ કંડારી છે, જ્યારે નીચે જમણી બાજુએ વાહન ગરુડ છે.
બાદામીની જૈન ગુફામાં પાછલી દીવાલમાં સિંહાસન પર બેઠેલ એક આકૃતિ દષ્ટિગેાચર થાય છે. તેમની પ્રત્યેક બાજુ એક એક ચામરધારી છે. પીઠિકા પર શાર્દૂલ અને મકરનાં મસ્તકો ક’ડાર્યા છે. આ ગુફામાં ગૌતમસ્વામી તેમના ચાર સર્પ - અનુચરોસહિત અને પાર્શ્વનાથ તેમના નિયત અનુચરોહિત કંડારેલા છે. આ જન શિલ્પામાં પણ ચાલુકય સુઘાટયકલા પૂર્ણ પણે વિકસેલી દષ્ટિગાચર થાય છે.
પડલનાં મંદિરોમાં મામલ્લપુરમ્ અને કાંજીવરમૂની શિલ્પકલાની અસર ત્વરતાય છે. એટલુ જ નહિ, એમાં ચાલુકય શૈલીના પૂર્ણ વિકાસ નજરે પડે છે. પાપનાથ મંદિરમાંનાં ભાગાસનાનાં સુંદર શિલ્પા ઉપરાંત, ત્રિપુરાંતક તથા લેબલ સહિતની રામાયણની સંપૂર્ણ કથાની હરોળા કંડારી છે. વિરૂપાક્ષ મંદિરની બધી જ દીવાલા શિલ્પાથી ખીચાખીચ ભરેલી છે. એમાં રામાયણનાં દશ્યા, શિવ તથા નાગ-નાગણીઓનાં શિલ્પા મનમાહક છે. અહીંના સ્ત ંભા પર ગંગા અને અમૃતની કથા, અહલ્યા અને ઇન્દ્રના પ્રણય, ભીષ્મની શરÂયા પરની છેલ્લી પળેા વગેરે સુંદર રીતે અભિવ્યકત થયાં છે. આ મંદિરોની એક નોંધપાત્ર વિશેષતા એ જણાય છે કે, તેમની પીઠની પ્રત્યેક હરોળમાં વિવિધ આનંદપ્રમોદ યુકત મુદ્રાઓમાં શિવગણાની -અશમ્ આકૃતિઓ કઉંડારેલી છે. આ શિલ્પાના પ્રવાહ સતત વહેતા હોવા છતાં તે પ્રવાહ નિયંત્રિત ઝરણા જેવો છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૭: અનુ-ગુપ્તકાલીન શિક્ઝકલા
૧૫૩
ચાલુકય નરેશોની ધર્મસહિષ્ણુ નીતિના કારણે દખ્ખણમાં બૌદ્ધધર્મનો પ્રભાવ ચાલુ રહ્યો. અજંટા એલેરા અને ઔરંગાબાદમાં આ કાળ દરમ્યાન બૌદ્ધ લગૃહો કંડારાયાં.
અજટામાં આ કાળ દરમ્યાન પણ બૌદ્ધ ગુફાઓ કંડારવાની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલુ રહી. ગુફા નં. ૧ થી ૫ અને ૨૧ થી ૨૯ કંડારાઈ, જેમાંની નં. ૨૬ સત્ય અને બાકીની બધી વિહાર સ્વરૂપની છે. આ બધી ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. ગુપ્તકાલમાં આ શૈલગૃહોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલી શિલ્પકલાનાં આ કાલમાં વળતાં પાણી થયેલાં જોવા મળે છે.
ગુફા નં. ૧ના સ્તંભોની કુંભીઓ પરનાં દેવદેવીઓનાં અંશમ્ તું શિલ્પો તથા શિરાવટીઓ પરનું કોતરકામ એની મધ્યભાગે કંડારેલાં કીચકનાં શિલ્પો અને તેના નિર્ગત છેડાઓ ઉપર હાથમાં પુષ્પમાળાઓ લઈ આવી રહેલ ઉપાસક દેવયુગલની આકૃતિ નજરે પડે છે. ગુફાના પાછલા ગર્ભગૃહમાં ધર્મચક્રપ્રવર્તન કરતા બુદ્ધની મોટી પ્રતિમા છે. વિહારના વરંડામાં નરનારીઓનાં વંદો, ફૂલવેલની ભાત, બુદ્ધના જીવનપ્રસંગો અને અનેક પ્રાણીઓની મનહર લીલાઓનાં શિલ્પો કંડારેલાં છે.
ગુફા નં. રના સ્તંભની શિરાવટીના ફલકની મધ્યમાં આમલક અને તેની બંને બાજુ કમલદલનાં શિલ્પ છે. ગુફાની બહાર પ્રવેશખંડની બંને બાજુ એક એક નાનું ચૈત્યગૃહ (ગર્ભગૃહ) કંડાર્યું છે, જેની આગળ કાઢેલી શૃંગારચોકીઓના સ્તંભ પર કંડારેલી શાલભંજિકાઓની શિલ્પકૃતિઓ આકર્ષક છે. આ ગુફાના પાછલા મુખ્ય ગર્ભગૃહમાં પણ વ્યાખ્યાન આપતા બુદ્ધની મોટી પ્રતિમા છે. ગુફા નં. ૪ના ગર્ભગૃહમાં વ્યાખ્યાન આપતા બુદ્ધની કદાવર પ્રતિમાની બે બાજુએ બોધિસત્ત્વ વજપાણિ અને બોધિસત્વ અવલોકિતેશ્વર નજરે પડે છે.
ગુફા નં. ૩ અને ૫ નું કંડારકામ અધુરું રહી ગયું છે.
ગુફા નં. ૨૧ થી ૨૫ અને ૨૭ થી ૨૯નું રૂપાંકન ગુફા નં. ૧ ના સાથે સામ્ય ધરાવે છે. ગુફા નં. ૨૬ના ચૈત્યગૃહમાં વરંડ, અભિત્તિ તેમજ ચૈત્યખંડમાં અનેક બોદ્ધ શિલ્પો કંડાયાં છે. સ્તંભોની આમલક ઘાટની શિરાવટીઓ આકર્ષક છે. સ્તૂપની પીઠિકા પરના ગેખલામાં સિંહાસન પર બેઠેલા ભગવાન બુદ્ધની પ્રતિમા નજરે પડે છે.
એલોરા ભારતીય શિલ્પનું સુસમૃદ્ધ સર્વોચ્ચ કેન્દ્ર છે. બૌદ્ધ, બ્રાહ્મણ અને જૈન ત્રણેય ધર્મોની અહીં ગુફાઓ આવેલી હોવાથી એ ત્રણેયને લગતાં ધાર્મિક શિલ્પો અહીં વિપુલ પ્રમાણમાં દષ્ટિગોચર થાય છે. ૩૪ ગુફાઓ પૈકી ૧ થી ૧૨
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભારતીય પ્રાચીન શિ૯૫લા.
બૌદ્ધ, ૧૩ થી ૨૯ બ્રાહ્મણ અને ૩૦ થી ૩૪ જૈન ધર્મને લગતી છે. આમાંની બૌદ્ધ ગુફાઓ ઈ. સ. ૬૦૦ થી ૭૫૦ દરમ્યાન કંડારાયેલી છે, તેથી એનાં શિલ્પોનું નિરૂપણ અહીં અભિપ્રેત છે. આ શિલ્પ વિરાટ કદનાં જોમ-જુસ્સાવાળાં અને બૌદ્ધ મૂર્તિવિધાન અનુસાર કંડારેલાં જણાય છે. આ શિલ્પમાં અભિવ્યકિતનું ગાંભીર્ય, અંતર્મુખ શમતા અને આધ્યાત્મિક ગૌરવની છાપ ઊઠતી નથી. મૂર્તિ શિલ્પમાં ગૌતમબુદ્ધ, બોધિસત્ત્વો, બૌદ્ધ દેવીઓ, યક્ષ-યક્ષિીઓ, નાગરાજ વગેરે નોંધપાત્ર છે. | ગુફા નં. ૧ ની વરંડાની ડાબી બાજુની દીવાલ પર બૌદ્ધ દેવતા જન્મેલનું શિલ્પ કંડાર્યું છે. તેનું સ્વરૂપ હિંદુ દેવ કુબેરને મળતું જણાય છે. મોટું ઉદર, એક હાથમાં કમળ-નાળ અને બીજામાં નાણાકોથળી જણાય છે. તેના મસ્તક પર રત્નજડિત મુકુટ અને ખભે રતનજડિત યજ્ઞોપવીત પણ છે. ગુફા નં. ૨ ચેત્યગુફા છે. એમાંની મુખ્ય મૂર્તિમાં ઉપદેશમુદ્રામાં બેઠેલા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. તેમની આજુ બાજુ ચામરધારી ઊભા છે. ગર્ભગૃહની બહાર ચામરધારીઓને મળતાં આવતાં દ્વારપાળાનાં શિલ્પ છે. તેમના મસ્તક પર પુષ્પમાળાઓ લઈને ઊડી રહેલાં ગંધર્વયુગલ જોવા મળે છે. દ્વારપાળોના શિલ્પ પાસે કેટલીક સ્ત્રીમૂર્તિઓ કંડારી છે જે ઓળખી શકાઈ નથી. | ગુફા નં. ૩માં કમળનાળ ધારણ કરતા બુદ્ધ, તેમની બાજુમાં નાગરાજ અને અવલોકિતેશ્વરનાં શિલ્પ જોવા મળે છે. આ ગુફાના સ્તંભો પરની ઘટપલ્લવની ભાત આકર્ષક છે. ગુફા નં. ૪માં પ્રલમ્બપાદાસનમાં બેસીને ધર્મચક્ર પ્રવર્તાવતા બુદ્ધ અને તેમની ડાબી બાજુએ બધિસત્વ અવલોકિતેશ્વર ઊભેલા જોવા મળે છે. એમની જમણી બાજુએ બૌદ્ધ દેવી ગૂ કુટીનું સુંદર શિલ્પ છે. તેના એક હાથમાં કમંડળ અને બીજામાં પુષ્પમાળા છે. ગુફાની ડાબી દીવાલ પર કંડારેલ સ્ત્રીમૂર્તિના એક હાથમાં કમળ અને બીજામાં ફૂલમાળા હોવાથી તે દેવી તારા હોવાનું મનાય છે.
ગુફા નં. ૫માં કંડારેલું બોધિસત્વ અવલોકિતેશ્વરનું શિલ્ય પ્રસિદ્ધ છે. તેમના જમણા હાથમાં પુપમાળા અને ડાબા હાથમાં કમળનાળ, મસ્તક પર જટામુકુટ અને ડાબા સ્કંધ પર મૃગચર્મ છે. તેમની આસપાસ તારા અને વૃકુટી જોવા મળે છે. ગુફા નં. ૬માં પણ અવલોકિતેશ્વર અને તારાદેવી ઉપરાંત મહામાયૂરીદેવીનું શિલ્પ ધ્યાન ખેંચે છે. ગુફાની ડાબી દીવાલ ઉપર ત્રણ હરોળમાં બુદ્ધનાં શિલ્પો જોવા મળે છે. સ્તંભ પરની ઘટપલ્લવની ભાત અને તેમની ટોચ પરનાં શાર્દૂલ અને કિચકનાં શિલ્પો તેમ જ દ્વારશાખાઓ પરનાં ગંગા અને યમુનાનાં શિલ્પ મનેહર છે. આમાંનાં ગંગા અને યમુનાનાં અંકનો બૌદ્ધ કલામાં પણ કેટલાંક હિંદુ ધર્મનાં કલાપ્રતીકો અપનાવી લેવાયાં હોવાના સ્પષ્ટ પુરાવારૂપ જણાય છે. ગુફા નં. ૮ માં
Page #164
--------------------------------------------------------------------------
________________
૭: અનુ-ગુપ્તકાલીન શિ૯૫કલા
૧૫૫.
બુદ્ધની મુખ્ય પ્રતિમાની ડાબી બાજુ બોધિસત્વ વજપાણિનું સુંદર શિલ્પ છે. એમણે એક હાથમાં વજ અને બીજા હાથે વસ્ત્રને છેડો પકડેલો છે. એમણે ધારણ કરેલાં મુકુટ, કુંડળ, મુકતામાળા અને વલય કલાત્મક છે. ગુફાના પ્રવેશદ્વારે દ્વારપાળ. તરીકે ડાબી બાજુએ બોધિસત્વ અવલોકિતેશ્વર અને જમણી બાજુએ બોધિસત્ત્વ. મત્રેય જોવા મળે છે. બંને બોધિસત્ત્વોની બાજુએ એક એક સ્ત્રીમૂ તિ કંડારી છે, એ પ કીની મત્રેય પાસે ઊભેલી સ્ત્રીની કેશરચના કલાત્મક છે. આ ગુફામાં. ઉપદેશ આપતા બુદ્ધ અને ચામર ધરતા મનેય ઉપરાંત અવલોકિતેશ્વર અને મહામાયૂરીનાં શિલ્પો ધ્યાનપાત્ર છે
ગુફા નં. ૧૦ આ કાલની શિલ્પકલાના સુંદર નમૂના પૂરા પડે છે. ઘટપલ્લવનાં સુશોભનવાળા સ્તંભ પર કયારેક દોડતા હાથી, હરણ તથા ઘોડા અને ઘોડેસવારોનાં દશ્યો આકર્ષક છે. ગુફામાં એક હાથમાં કમળ અને બીજો હાથ વરદમુદ્રામાં રાખીને ઊભેલા અવલોકિતેશ્વરની ઉપરના ભાગમાં તારાદેવીનું શિલ્પ છે. ગુફાની બહારની દીવાલ પરનું દ્વારપાલ તરીકે ઊભેલા અવલોકિતેશ્વરનું શિલ્પ પણ સુંદર છે. ગુફા ૧૧માં ધર્મચક્ર પ્રવર્તન કરતા બુદ્ધની ભવ્ય પ્રતિમા કંડારી છે. બુદ્ધના મસ્તક પર ગંધર્વ-યુગલો પુષ્પવૃષ્ટિ કરી રહ્યાં છે. ભગવાનની જમણી બાજુએ અવલોકિતેશ્વર અને ડાબી બાજુએ વજપાણિ ઊભા છે. આ ગુફાનું તપલીન બુદ્ધનું શિલ્પ ભાવવાહી છે. તેમની સમક્ષ સુજાતા એના નૈવેદ્યપાત્ર સાથે જોવા મળે છે. | ગુફા નં ૧૨ “તીનથલ” તરીકે પ્રખ્યાત છે. એનો રંગમંડપ ૧૦૩ જેટલાં કલાત્મક મૂર્તિ શિલ્પ ધરાવે છે. ગૌતમ બુદ્ધની મૂર્તિ એમાં દક્ષિણ દિશા તરફ ચામરધારીઓથી યુકત ભગવાન બુદ્ધની સિંહાસન પર બેઠેલી શાંત પ્રતિમા નોંધપાત્ર છે. સિંહાસનના મધ્ય ભાગ પર ચક્ર અને આગળ બે હરણ કંડાર્યા છે. ઉત્તરદિશામાં ઉપદેશ આપતા બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. એમાં ચામરધારીઓની જગ્યાએ ધાનસ્થ બુદ્ધ, ગુરુ બુદ્ધ અને નિર્વાણ પામતા બુદ્ધની આકૃતિઓ કંડારી છે. આ પ્રતિમાની એક બાજુ ઊંચી પીઠિકા પર સાત ધ્યાની બુદ્ધોનાં શિલ્પ જેવા મળે છે. ગુફામંદિરની મુખ્ય મૂર્તિ બુદ્ધની છે પણ લોકો તેને શ્રી રામ તરીકે પૂજે છે. મૂર્તિની એક બાજુ પુસ્તક અને પુષ્પ ધારણ કરીને અવલોકિતેશ્વર ઊભા છે. તેમની ડાબી બાજુએ પુષ્પ, ખડ્રગ વગેરે આયુધો અને ઉપકરણો ધારણ કરેલી. ચાર આકૃતિઓ નજરે પડે છે. આ ગુફામંદિરની બહારની દીવાલ પર બે સુંદર, દ્વારપાલો કંડાર્યા છે.
ઔરંગાબાદમાં ૧૨ બદ્ધ શૈલગૃહો કંવર્યા છે તે પૈકી એક ચૈત્યગૃહ છે. આ ચૈત્યગૃહ સિવાયના વિહાર ૬ ઠી-૭ મી સદીના છે. આમાં ગુફા નં. ૩ અને નં. ૭ના
Page #165
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પલા
વિહારો મૂર્તિ શિલ્પ અને સુશોભનશિલ્પોની બાબતમાં સુંદર છે. એમાંના પહેલા વિહારના ગર્ભગૃહમાં કંડારેલી બુદ્ધની મોટી પ્રતિમાની પાસે બે ઉપાસક યુગલે પગે
પડતાં જણાય છે. તેમના મુખ પર ભકિતભાવ છવાયેલો છેગુફા નં. ૩ અને - નં. ૭ના સ્તંભ પરના ઘટપલ્લવના ઘાટ આકર્ષક છે.
ઔરંગાબાદની શિલ્પકલા પર અજંટાની શિલ્પકલાની સ્પષ્ટ અસર રહેલી : છે, છતાં એમાં સપ્રમાણતા, સમતુલા અને અંતર્મુખતાની છાપ ઊઠતી નથી.
( ૭) દક્ષિણ ભારત દક્ષિણ ભારતમાં આ કાલ દરમ્યાન વિષ્ણુકુંડીઓ, પૂવ ચાલુકો અને પલ્લવોએ સ્થાપત્યની સાથે શિલ્પકલાને પ્રોત્સાહન આપ્યું.
આશ્વ પ્રદેશમાં કૃષ્ણા નદીના કાંઠે વિષકુંડી વંશનું નાનું રાજ્ય હતું. આ વંશના ૬ઠ્ઠી-૭મી સદી દરમ્યાન થયેલા માધવવર્મા ૧૯, વિક્રમેન્દ્રવર્મા રજો અને તેને પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક હતા. એમણે કેટલાંક સુંદર શૈલગૃહો કરાવ્યાં.
એમાં વિજયવાડા પાસે આવેલ ઉડવલી અને મેગલરાજપુરમની ગુફાઓ સુપ્રસિદ્ધ - છે. આમાંની બીજી ગુફાઓનાં શિલ્પ સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ પર નૃત્ય કરતા શિવ આઠ હાથ ધરાવે છે. અપસ્મારનું સ્વરૂપ દક્ષિણી છે, જ્યારે " શિવનું સ્વરૂપ ઉત્તરી છે. આ ગુફાઓના સ્તંભ પર ગોવર્ધનધારી કૃષણ, સાગરમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરતા વરાહ અવતાર, હિરણ્યકશિપુને સંહાર કરતા નૃસિંહ, બલિનું માન ઉતારતા ત્રિવિક્રમ, લિંગભવ શિવ વગેરેનાં મૂર્તિ શિલ્પ સુંદર રીતે કંડાર્યા છે. આ શિલ્પો પર પલ્લવ કલાને પ્રભાવ જણાય છે. જો કે પલવ શૈલીમાં ગોવર્ધનધારી કૃણનું આલેખન માનુષસ્વરૂપે થયું છે, જ્યારે અહીં અને ઉત્તરકાલમાં કંડારાયેલી એલારાની બ્રાહ્મણ ગુફાઓમાં એમનું દિવ્ય સ્વરૂપ વ્યકત થતું દષ્ટિગોચર થાય છે.
વિષ્ણુકું ડીઓની બાજુમાં પશ્ચિમી ચાલુકયોની એક શાખા આન્ધના વંગીમાં કુછજવિષ્ણુવર્ધને સ્થાપી ને આ રીતે ત્યાં પૂવ ચાલુકોનો રાજવંશ સ્થપાયો. પશ્ચિમી ચાલુકયોની જેમ આ પૂવી ચાલુકયો પણ ધર્મ અને કલાના પ્રેમી હતા. કુંજવિષ્ણુવર્ધને એક શિવાલય બંધાવેલું, જ્યારે એની રાણી અનમાહદેવીએ વિજયવાડામાં જૈન મંદિર કરાવેલું. આ શરૂઆતના તબક્કાનાં શિલ્પ લાંબાં,
કદાવર અને પશ્ચિમી ચાલુકય શૈલીથી પ્રભાવિત જણાય છે. વિજયવાડામાંથી એક 'શિલામાંથી કંડારેલાં આ પૂવી ચાલુક્ય શૈલીનાં કેટલાંક સરસ શિલ્પ મળી
આવ્યાં છે. આમાં દ્વારપાલોની એક જોડી કલાની દષ્ટિએ અનુપમ છે. ખૂબ ઊંચા -કદનાં આ કદાવર મૂર્તિશિલ્પો પૈકી એકે કમલ અને લીલી પુષ્પનું યજ્ઞોપવીત
Page #166
--------------------------------------------------------------------------
________________
અનુ-ગુપ્તકાલીન શિ૯૫લા
ધારણ કર્યું છે. બંનેએ બાજુબંધ તથા બીજા સિંહમુખાકૃતિવાળા અલંકારો પહેર્યા છે. તેમના હાથ તર્જની અને વિસ્મયમુદ્રામાં અને પાશ તથા મોટા કદની ગદા, ધારણ કરતા બતાવ્યા છે. મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત આ ૭મી સદીના દ્વારપાલો વિજ્યવાડાના કોઈ શિવમંદિરને શોભાવતા હોવાનું લાગે છે. બિચ્ચોલ વિસ્તારમાંથી પણ આ શૈલીની એક શિલામાંથી કંડારેલી ગણપતિની ભવ્ય કદાવર પ્રતિમા મળી આવી છે. સમય જતાં આ શૈલીનો વિજયાદિત્ય રજા અને વિજયાદિત્ય ૩જાના સમયમાં ઘણો વિકાસ થયેલો દષ્ટિગોચર થાય છે.
તામિલભાષી વિસ્તારમાં પશ્ચિમી ચાલુકયોના હરીફ પલ્લવોની સત્તા જામી હતી. પલ્લવ નરેશ મહેન્દ્રવર્મા એટલો વિદ્યા અને કલાનો ચાહક હતો કે તે “વિચિત્રચિત્ત” તરીકે ઓળખાતો. તેણે પોતાના મોસાળ પક્ષના વિષ્ણુકું ડીઓએ કંડારાયેલ ગુફામંદિરોના અનુકરણમાં તામિલભાષી વિસ્તારમાં સર્વપ્રથમવાર ગુફામંદિરો કોરાવ્યાં. તેને પુત્ર નરસિંહવર્મા (ઈ. સ. ૬૦૦–૬૫૦) પણ એવો જ કલાપ્રેમી રાજવી હતો. બંને રાજાઓએ કંડારાયેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેનાં મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે.
આ કાલની પલ્લવ શિ૯૫શલી પર પશ્ચિમી ચાલુકયો અને વિષ્ણુ કુંડીઓની કલાને કેટલોક પ્રભાવ પડેલો છે. આમાં મુખ્યત્વે પ્રસંગશિલ્પો કંડારાયાં છે. તેમાં જીવનની શમતા તથા મૃદુતા મૂર્ત થાય છે. વળી એમાં ગતિની સંયમિત દ્વારા સમતુલા અને ગૌરવનો સાક્ષાત્કાર પણ થાય છે.
તિરુચિરાપલ્લી, તિરુકળુકુણરમ, કીળમાંવિલંગ તેમજ અન્ય સ્થળોએથી આ શૈલીના પ્રારંભ કાળનાં શિલ્પો મળે છે. તિરુચિરાપલીમાંનું ગંગાના પ્રવાહને જટામાં ગૂંચવતા શિવ, તિરુકબુકણરમૂમાં કંડારાયેલ કોઈ રાજવંશીનું શિલ્પ, દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત વિષણુ-પ્રતિમા તથા કાંચીપુરમમાંથી મળેલી અને એ જ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી સમસ્કંદ શિવ-પાર્વતીની મૂર્તિ એનાં સરસ દષ્ટાંત ગણાય છે. આમાંની ચતુર્ભુજ વિષણુની મૂર્તિમાં દેવ સમભંગ સ્થિતિમાં ઊભા છે. તેમના ઉપલા બે હાથમાં ચક્ર અને શંખ છે. નીચલો-જમણે હાથ અભયમુદ્રામાં છે જ્યારે ડાબા હાથે અધોવસ્ત્રને ‘હસ્તિ-સૌડિક’ મુદ્રામાં ધારણ કર્યું છે.
મામલ્લપુરમમાં “પંચપાંડવ-મંડપ' નામની ગુફાની અંદર અર્જુન-તપશ્ચર્યાનું ભવ્ય શિલ્પ કંડાર્યું છે. આશરે ૩૦ મીટર ઊંચા અને ૧૦.૩ મીટરની પહોળાઈ ધરાવતા શૈલ-ફલકને આકૃતિઓથી ભરી દેવો એ કોઈ અલ્પ પરિશ્રમનું ફળ હોઈ શકે નહિ. શિલ્પકારે આમાં પુરાણના પ્રસંગને તાદશ કર્યો છે. અર્જુનની સાથે સમગ્ર પાર્થિવ જગતને પણ એણે જાણે ધ્યાનમગ્ન હોય એવી રીતે મૂર્ત કર્યું છે
Page #167
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
કેટલાક વિદ્વાને આ દશ્યને અર્જુનનું તપ નહિ માનતાં “ભગીરથની તપશ્ચર્યા દ્વારા ગંગાવતરણ” થયાનું દશ્ય હોવાનું માને છે. ધર્મરાજ મંડપમાં ગોવર્ધન પર્વત ઉપાડતા શ્રીકૃષ્ણનું સુંદર શિલ્પ છે. એમાં ઉપરના ભાગમાં ગોપ અને ગોપીએના સમૂહનું પ્રભાવોત્પાદક આલેખન થયું છે. મહિષાસુરમર્દિની-મંડપમાંનાં શેષશાયી વિષ્ણુ અને દેવી મહિષાસુરમર્દિની દુર્ગાનાં શિલ્પો છે. આમાં દુર્ગાનું આલેખન (આકૃતિ ૩૯) વધારે ઉત્કૃષ્ટ થયું છે. એમાં સિંહવાહિની દુર્ગા મહિષમુખવાળા અને મનુષ્ય દેહ ધરાવતા મહિષાસુર અને તેની સેના સાથે ઉગ્ર લડાઈ આપતાં જોવા મળે છે. સમગ્ર આલેખન જોમપૂર્ણ અને જીવંત બન્યું છે. પાછળના સમયમાં એલરામાં આનું અનુકરણ થયેલું નજરે પડે છે, પણ ત્યાં આટલું વેગપૂર્ણ આલેખન થઈ શકયું નથી. “વરાહ મંડપ'માંનાં વરાહ અવતાર અને ગજલક્ષ્મીનાં શિલ્પ ધ્યાન ખેંચે છે. આ મંડપની અંદર રાજા નરસિંહવર્માએ કરાવેલ મહેન્દ્રવર્માની ઊભી અને સિંહવિષ્ણુની બેઠેલી પ્રતિમાઓ તેમજ ધર્મરાજ-રથ’ની દીવાલ પરનું નરસિંહવર્માનું પોતાનું મૂર્તિશિલ્પ પલ્લવ શિલ્પીઓની વ્યકિતશિલ્પ (બાવલાં)ના કંડારકામની સિદ્ધહસ્તતા દર્શાવે છે. અર્જુનરથના ગર્ભગૃહમાં શિવનું મસ્તક ને ગોખલાઓમાં દેવ તથા મિથુનોની આકૃતિઓ નજરે પડે છે. આ રથના પાછલા ભાગમાં શિવના વાહન નંદીની મોટી પ્રતિમા કંડારી છે. દ્રૌપદી રથના ગર્ભગૃહમાં દેવી દુર્ગાની મૂર્તિ દેખા દે છે, જ્યારે એના ગવાક્ષોમાં દુર્ગા ઉપરાંત દ્વારપાલિકાઓની આકૃતિઓ કંડારેલી છે. આ રથની આગળ દુર્ગાના વાહન સિંહની મોટી આકૃતિ કોતરેલી છે.
આ ઉપરાંત આ રથો અને મંડપના વિસ્તારમાં સંખ્યાબંધ શિલ્પો કંડાર્યા છે, જેમાં તપ કરતો બિલાડો અને વાનર-પરિવાર નોંધપાત્ર છે. તપ કરતા બિલાડાની ઉપર ઉંદર દોડતો બતાવ્યો છે. વાનરપરિવારના શિલ્પમાં વાંદરીના ખોળામાં તેનું બચ્ચું સૂઈ રહ્યું છે, જ્યારે વાંદરો વાંદરીના માથામાંથી જ કાઢી રહ્યો છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૮ રાષ્ટ્રકૂટ–પ્રતીહાર–પાલકાલની શિલ્પકલા
(ઈ. સ. ૭૦૦ થી ઈ. સ. ૧૦૦૦)
' આ કાળ દરમ્યાન ભારતમાં ત્રણ મહાસત્તા સ્થપાઈ: ૧) ઉત્તર અને પશ્ચિમમાં ગુર્જર-પ્રતીહાર, ૨) પૂર્વમાં પાલ, ૩) દખ્ખણમાં અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટ. આ ઉપરાંત દેશમાં સ્વતંત્ર, અર્ધસ્વતંત્ર કે ખંડિયા જેવી સ્થિતિ ભોગવતાં અનેક નાનાં મોટાં રાજ્યો હતાં. આ બધાં રાજ્યોના ધર્મપ્રેમી રાજવીઓએ બંધાવેલા દેવપ્રાસાદો દેશમાં ઠેરઠેર જોવા મળે છે. આ પ્રાસાદો મુખ્યત્વે ચણતરી અને કેટલાંક શૈલેન્કીર્ણ પણ છે. આ મહામંદિરોનાં દીવાલો, સ્તંભ તથા છતો પર વિપુલ પ્રમાણમાં શિલ્પકામ કરેલું જોવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક સ્વતંત્ર મૂર્તિ શિલ્પો કંડારાયાં છે. કલાની દષ્ટિએ આ બધાં શિલ્પો ભારતીય શિલ્પકલાના ઈતિહાસમાં એમનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને લઈને અનેખી ભાત પાડે છે.
૧) સામાન્ય લક્ષણે શ્રી વાસુદેવશરણ અગ્રવાલે પ્રસ્તુતકાલની શિલ્પકલાનાં ચાર વિશિષ્ટ લક્ષણો ગણાવ્યાં છે:
૧) ૮મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય કલા એક નવીન આજથી પ્રભાવિત થઈ છે. એ હવે કોમળ અને સુકુમાર ભાવોને કોરે મૂકીને દિગ્ગજ વિરાટ ભાવોને આગળ કરીને ચાલતી જોવા મળે છે. મહત્તા, વ્યાપકતા અને વિરાટ ભાવો પ્રાપ્ત કરવાને લઈને આ કલા જાણે પુન: નવજીવન પ્રાપ્ત કરતી હોય એમ લાગે છે.
૨) આ કાલમાં દાર્શનિક ક્ષેત્રે શંકરાચાર્યે જાહેર કર્યું કે, મનુષ્ય સાડાત્રણ હાથના પરિમિત દેહમાં સીમિત શકિત ધરાવતું પૂતળું નથી. એ તે દેવો સાથે સ્પર્ધા કરનાર બ્રહ્મ અને આત્માની એકતાને અધિકારી છે. શંકરનો આ બ્રહ્માત્મકયભાવ એક નવા અર્થ સાથે જીવનનાં બધાં અંગોમાં શકિતસંચાર કરતો જાગ્રત થયેલો દષ્ટિગોચર થાય છે. કલાના ક્ષેત્રમાં મનુષ્યની કાયપરિમાણ મૂર્તિઓ કોરે રાખીને એને સ્થાને દેવતુલ્ય પ્રચંડકાય પ્રતિમાઓ ઘડાવા લાગી. રાજા અને પ્રજા બંનેના હૃદય વિરાટ ભાવોથી આંદોલિત થયાં. પ્રતાપી રાષ્ટ્રકૂટના મહામહિમ ચિંતનને પરિણામે એલેરાનું દિગ્ગજ કૈલાસ મંદિર બંધાયું. આ મંદિરની પ્રત્યેક શિલ્પકૃતિને સર્જિત શકિતની આ નૂતન ધારાનો સંસ્પર્શ થયેલો જણાય છે. આ ઉપરાંત ઘારાપુરી(એલિફંટા)નું
Page #169
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
કલાસમંદિર અને કાંચીપુરીનું કલાસનાથ મંદિર ત્રણેયમાં સ્થાપત્યની સાથે શિલ્પને સુંદર સમન્વય થયો છે.
૩) આ કાલની કલામાં પૌરાણિક દેવોના આખ્યાનાત્મક ચરિત્રનું અંકન વિપુલ પ્રમાણમાં થયેલું દષ્ટિગોચર થાય છે. શિવ અને વિષ્ણુની લીલાઓનું ઘણું ઓજસ્વી ચિત્રણ આ કોલની શિલ્પકલાની મુખ્ય વિશેષતા છે. ( ૪) આ શિલ્પોમાં ઉદ્દામ આંદોલિત ક્રિયાશકિત પ્રગટ થાય છે. શિવ-તાંડવનું શિલ્પમય આલેખન આ કાલની સહુથી ઊંચી કલ્પના ચાને કલાકૃતિ કહી શકાય.
આ ઉપરાંત આ કાલના પૂર્વાર્ધનાં શિલ્પામાં સજાવટમાં આછા અલંકારો પ્રયોજાયા છે, જ્યારે એના ઉત્તરાર્ધનાં શિલ્પોમાં ભારે વૈવિધ્યપૂર્ણ અલંકારોને વિપુલ સંખ્યામાં છૂટથી પ્રયોગ દષ્ટિગોચર થાય છે.
૨) ઉત્તર ભારત કાશ્મીરમાં આ કાલનાં આરંભમાં લલિતાદિત્ય મુકતાપીડ (ઈ. સ. ૭૨૪-૭૬૦) નામના પ્રતાપી નરેશે કલાને પ્રોત્સાહન આપ્યું હતું. એણે બંધાવેલ માર્તડ મંદિર સ્થાપત્ય અને શિલ્પની દષ્ટિએ કાશમીરનું શ્રેષ્ઠ સ્મારક ગણાય છે. ૯ મી સદીમાં ઉત્પલ વંશના રાજા અવન્તિવર્માના સમય (ઈ. સ. ૮૫૫-૮૮૩)માં શિલ્પ કલાનો વિકાસ થયો. એણે અવનિતપુરમાં બંધાવેલ. અવનિતસ્વામીનું મંદિર કામારી શિ૯૫શૈલીનાં બધાં લક્ષણો ધરાવે છે. કાશ્મીરની આ શૈલીમાં ગુપ્ત, પાલ અને પ્રતીહાર કલા-તોનો સમન્વય થયો છે. જો કે ઉપરોકત બંને મહામંદિરોનાં શિલ્પમાં મુખ્યત્વે ગુપ્તકલાપરિપાટીને અનુસરવા ઉપરાંત ગંધાર અને મધ્ય એશિયાનાં કેટલાંક સુશોભનઘટકો અપનાવેલાં પણ નજરે પડે છે.
માર્તડ મંદિરનાં ઘોડેસવાર સૂર્યની અને બેઠેલા વરુણના છનવીરની વાંકડિયા વાળની કેશરચના ગુપ્ત શૈલીનું સ્મરણ કરાવે છે. ત્યાંની ભૈરવમ્ ર્તિમાં ખટ્વાંગ સિવાય દેવની ઉગ્રતા અને ક્રૂરતાને ભાવ બતાવતું કોઈ તત્ત્વ જોવા મળતું નથી. અનેક મુખ શિવની એક ગવાક્ષમાં જોવા મળતી પ્રતિમા ખૂબ ખંડિત થઈ ગયેલી છે, તેમ છતાં એનું મૂળ સ્વરૂપ કેટલું કલાત્મક હશે એને ખ્યાલ આપી શકે છે.
અવંતિસ્વામી મંદિર શિલ્પોથી ખીચોખીચ સજાવેલું છે. એની શિલ્પ હરોળો પૈકીના એકમાં રાજા અને રાણી અનેક અનુચરો સાથે એ મંદિર તરફ ભકત સ્વરૂપે જતાં દર્શાવ્યાં છે. આ ભાવવાહી દશ્યમાં અવનિતવર્માનું પોતાનું આલેખન થયેલું જણાય છે. એક અન્ય શિ૯૫માં પોતાની એક બાજુ રતિ અને બીજી બાજુ પ્રીતિને બેસાડીને આસન પર બેઠેલ મન્મથની પાસે એક શુકયુગ્મ પણ બેઠેલું દર્શાવ્યું છે. આ મધ્યકાલીન કાશ્મીરી કલાને વિશિષ્ટ નમૂનો છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૯ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પકલા
૧૩૧.
ગુપ્ત અને ગ્રીક કલા-પરંપરાઓનાં સંમિશ્રાણયુકત મૂર્તિ શિલ્પા પૈકી ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુની પ્રતિમા વિખ્યાત છે. એમાં વિષ્ણુનાં ગદા અને ચક્રનાં માનુષસ્વરૂપ દેવને ચામર ઢોળતાં જણાય છે. શ્રીનગર મ્યુઝિયમમાં સચવાયેલ ત્રિમુખ વિષ્ણુ અને અર્ધનારીશ્વરની મૂર્તિ એ પણ આ પ્રકારની છે. એમાં રૂપાંકનમાં ગ્રીક અસર અને વિષય વસ્તુ તથા ભાવવ્યંજનામાં ગુપ્ત પ્રભાવ જોવા મળે છે.
કાશ્મીરની સમીપ હિમાચળ પ્રદેશની કલામાં ગુપ્તકાલીન મૃદુતાની સાથે પહાડી પ્રજાના જોમને સમન્વય થયેલા છે. છામ્બ વિસ્તારમાં મસ્ત્યરમાંથી મળેલ મકર પર સ્થિત વરુણનું શિલ્પ આનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે.
પંજાબમાં આ કાલની ઘણી શિલ્પકૃતિઓ નાશ પામી છે. જે જૂ જ નમૂ ના મળે છે, તે બિહારની પાલ શૈલીના જેવાં લક્ષણા ધરાવે છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કનાજના ગુર્જર-પ્રતીહારોની સત્તા પ્રવર્તતાં તેમણે આપેલા વ્યાપક પ્રોત્સાહનથી એક વિશિષ્ટ શિલ્પશૈલીને વિકાસ થયેલા જણાય છે. અને ગુર્જર-પ્રતીહાર શૈલી કહે છે. કમનસીબે મે!ટા ભાગની શિલ્પકૃતિ નાશ પામી છે. પણ ઉપલબ્ધ નમૂનાઓમાં હિંદુ દેવતાઓમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ગણેશ, કુબેર તથા દુર્ગાનાં પાવતી, કાલી, કપાલી, ચામુંડા, માતૃકા વગેરે વિવિધ સ્વરૂપનાં શિલ્પા, જન-શિલ્પામાં આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામીની પ્રતિમાઓ અને બૌદ્ધ શિલ્પામાં બુદ્ધ, અવલાકિતેશ્વર અને અન્ય બેાધિસત્ત્વાની મૂર્તિઓ મૂર્તિવિધાનની વિગતા સહિત કલાત્મક રીતે કંડરાઈ છે ને એ મેટાં મંદિરોમાં મુખ્યત્વે પૂજા ઉપાસના માટે પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. એમાં કનાજમાંથી ઉપલબ્ધ થયેલ વિશ્વરૂપ વિષ્ણુ, પાર્વતીનું પાણિગ્રહણ અને ચતુર્મુખ શિવ તેમજ ગ્વાલિયર મ્યુઝિયમને શાભાવતી સુરસુંદરી વગેરે નોંધપાત્ર મેં તિશિલ્પા છે.
નવમી સદીનું વિષ્ણુનું વિશ્વરૂપ દર્શીનનું શિલ્પ (આકૃતિ ૪૦) વેદના
પુરુષસૂકતના “સશિપ પુષ:” ને કે ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણનું વિશ્વરૂપ દર્શીનને સાકાર કરવાના ખ્યાલથી કંડારેલું જણાય છે. અષ્ટભુજ વિષ્ણુના જમણા હાથમાં
1
१ पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥ ( ११-६)
-હે ભારત, આદિત્ય, વસુએ, રુદ્રો, અશ્વિનીકુમારા તથા મરૂતા તું જો; અને પૂર્વ નહિ તેંચેલાં ઘણાંઆ શ્રર્યાં પણ તુ જે.
ભા. પ્રા. શિ.-૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૧
૪૦ વિશ્વરૂપ વિષ્ણુ (કનાજ)
Page #172
--------------------------------------------------------------------------
________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫લા
પાશ, ગદા ખડ્ઝ, અભય મુદ્રા, ડાબા ચાર હાથમાં ખેટક, ચક્ર, ૫% અને શંખ ધારણ થયાં છે. દેવે અધવસ્ત્ર ધારણ કર્યું છે ને એના પર ઊર્જાલક બાંધ્યું છે. વળયુકત દુપટ્ટો ઢીંચણ પાસેથી પસાર થાય છે. દેવે ધારણ કરેલ રત્નજડિત કિરીટમુકુટ, મોતીનાં ભારે કુંડળ, કંઠમાં ચાર સેરી પેન્ડલયુકત માળા, બાજુબંધ, વલય અને એખલા કલાત્મક છે. તેમના પગને ટેકો આપતા કે તેમને પંખે કરતા નાગ પાતાળલોકનું સૂચન કરે છે. નીચેથી ઉપર જતાં આખું વિશ્વ પ્રગટ થતું અને ટોચે બ્રહ્મલોકમાં વિરમનું જણાય છે. બ્રહ્મલોકનું સૂચન ચતુર્મુખ બ્રહ્મા દ્વારા કર્યું છે. દેવતાના માનુષાકાર આયુધ પુરુષો તેમની સેવામાં પ્રવૃત્ત છે. તેમના મુખ્ય અવતારોનું આલેખન થયું છે, તેમાં મસ્તક પાછળ જમણી બાજુ મસ્ય અને કૂર્મ તથા ડાબી બાજુ વરાહ અને સિંહનાં મસ્તકો કંડાર્યા છે, જે પ્રથમ ચાર અવતારો સૂચવે છે. મુકુટની ઉપર પરશુરામ, રામ અને કલ્કી દર્શાવ્યા છે ને તેમની ઉપર બ્રહ્મા છે. દેવની જમણી બાજુએ ૧૧ રુદ્રો અને ડાબી બાજુએ ૧૨ આદિત્યો અનુક્રમે ત્રિશૂળ અને કમળ ધારણ કરીને ઊભા છે. ઉપરાંત બળરામ, ઇન્દ્ર, સરસ્વતી, કાર્તિકેય, ગણેશ વગેરે દેવોનું પણ દેવની બંને બાજુની જગ્યામાં આલેખન થયું છે. શિલ્પને ફરનું (પ્રભા)મડલ રચવા માટે ડાબી બાજુ ચાર અને જમણી બાજુ ચાર ભૈરવ-મસ્તક કંડાર્યા છે. આ મસ્તકો અને મસ્તકો કરતાં મોટા કદનાં છે. આ શિલા પ્રસ્તુતકાલનાં સર્વોત્તમ શિલ્પ પૈકીનું એક ગણાય છે.
શિવ-પાર્વતીના પાણિગ્રહણનું શિક૫ પણ નવમી સદીનું છે. આ માંગલિક પ્રસંગે નવદંપતીને અભિનંદન આપવા આવેલા દેવોની આકૃતિઓ મનોહર રીતે કંડારી છે. દ્વિભુજ શિવપાર્વતી અગ્નિ સમક્ષ પાણિગ્રહણ કરતાં આત્મસમર્પણનો ભાવ અનુભવી રહ્યાં છે. બંનેની વચ્ચે નીચેના ભાગમાં બ્રહ્મા પવિત્ર અગ્નિને પ્રદીપ્ત કરવામાં વ્યસ્ત છે. ટોચના ભાગમાં વરુણ યમ, ઇન્દ્ર, વાયુ, નિર્ઝતિ, ગણેશ, કુબેર, ગંગા તેમજ અન્ય દેવતાઓ દષ્ટિગોચર થાય છે. એલિફંટામાં કંડારાયેલ આ પ્રકારના દશ્યની સરખામણીમાં કનોજનું આ શિલ્પ કંઇક ઊતરતી કક્ષાનું છે.
ચતુર્મુખ શિવ-મૂર્તિમાં છાતી સુધીનાં શિવનાં ચાર ઉધ્વધ અંગ ચારે બાજુ કંડાર્યા છે. એમાં શિવનાં વામદેવ, તપુરુષ, અઘેર અને સોજાત એ ચારેય સ્વરૂપ વ્યકત થયાં છે. ચારેય મુખ પર ગૌરવ, સ્વસ્થતા, આધ્યાત્મિકતા અને કોમળ ભાવ ઝલકે છે.
ગ્વાલિયર મ્યુઝિયમમાં સુરક્ષિત સુરસુંદરીના શિ૯૫માં દેવાંગના ઝાડને અઢેલીને ઊભી છે. એના હાથ અને ઢીંચણ સુધીના પગ તૂટી ગયા છે. ઉત્તરાંગ વિવસ્ત્ર
Page #173
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિ૯૫કલા.
છે, જ્યારે રૂપાંકનયુકત અધોવસ્ત્રને કટિ સાથે એવી રીતે બાંધ્યું છે, કે એને લઈને મહકતા વધી ગઈ છે. કલાત્મક કેશરચના, કંઠમાં હાંસડી, મુકતામાળા અને બે સ્તન વચ્ચેથી પસાર થઈ છેક કટિ સુધી પહોંચતું પેન્ડલયુકત ઉર: સૂત્ર, સપ્રમાણ દેહ સૌષ્ઠવ, મુખ પરનું સ્મિત અને કલાત્મક અંગભંગીને લઈને આ મૂર્તિ કલા અને ભાવની અભિવ્યકિતની બાબતમાં ૧૦ મી સદીનું એક શ્રેષ્ઠ શિલ્પ ગણાય છે.
૩) બિહાર-બંગાળ ૮ મી સદીના ઉત્તરાર્ધમાં બિહાર અને બંગાળમાં પાલવંશની સત્તા સ્થપાઈને તેમની સત્તા ૧૨ મી સદી સુધી પ્રભાવક રહી. પાલ રાજાઓ કલાના પ્રોત્સાહકો હોવાથી ચિત્રકલા અને શિલ્પકલાને ક્ષેત્રે વિશિષ્ટ શૈલીઓ પ્રગટી. ૮ મી ૯ મી સદીઓ દરમ્યાન આ શૈલીઓનું સ્વરૂપ ઘડાઈ ગયું, જે ૧૨ મી ૧૩ મી સદી સુધી પ્રચલિત રહેલું જણાય છે.
પાલલીનાં શિલ્પમાં શરીરની સુંવાળપની બાબત માં ગુપ્ત કલાને પ્રભાવ વરતાય છે. તે સિવાય હવે કેન્દ્રસ્થાને માનવ-આકૃતિ રહેલી હોવાથી તેના શરીર અને શૃંગારની અભિવ્યકિત સ્પષ્ટ તરી આવતી જણાય છે. કમલાકાર આંખો અને જાડા હોઠ એમની વિશેષતા છે. નાલંદા આ શૈલીનું સર્વોત્તમ કેન્દ્ર હતું. ઉપરાંત રાજગૃહ, બોધગયા, કુકિહર, દિનાજપુર, ભાગલપુર અને રાજશાહીમાંથી પણ સંખ્યાબંધ શિલ્પકૃતિઓ મળી આવી છે. આમાંની કેટલીક કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
નાલંદામાંથી મળેલ ૯મી સદીની બોધિસત્વ પાપાણિની અને ૧૦ મી સદીની વજસત્ત્વની પ્રતિમાઓ મૂ તિવિધાનની દષ્ટિએ સુંદર નમૂનાઓ છે. આ બંને ઉપરાંત કલકત્તા મ્યુઝિયમમાં સુરક્ષિત શ્રીદેવી સહિત વિષ્ણુ, સરસ્વતી, તીર્થ. કર પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ ગુપ્તકાલીન ભાવવ્યંજના અને આંગિક મૃદુતા વ્યકત કરે છે. અલબત્ત, આ મૂર્તિઓમાં ગુપ્તકાલીન મૂર્તિઓની અપેક્ષાએ અલંકરણ વધેલું નજરે પડે છે. સમય જતાં રૂપાંકન ગૌણ અને અલંકરણ મુખ્ય બનતું જતાં શિલ્પો જાણે કે ધાતુ-શિલ્પની નકલરૂપ કરવામાં આવેલાં હોય એવાં બની ગયાં છે.
પાલકાલમાં બિહાર-બંગાળમાં વિજયાનનો ઉદય થતાં ગુપ્તકાલીન આધ્યાત્મિકતાનું સ્થાન તાંત્રિક વિચારો અને આચારોએ લીધું ને એનો પ્રભાવ બદ્ધ કલા પર પડયો. અલબત્ત, તાંત્રિક મતે પાલકલાને જોમ અને જુસ્સો બને બક્ષ્યાં. ધ્યાનો(સ્તોત્રો)માં આપેલાં લક્ષણો અનુસાર આ પ્રતિમાઓ ઘડાયેલી હોવા છતાં એમાં શારીરિક અંગલાલિત્ય ભાવોત્કટતા અને આધ્યાત્મિક ઊંડાણ તથા ઉદાત્તતા વરતાય
Page #174
--------------------------------------------------------------------------
________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પલા
૧૬૫
છે. બુદ્ધ, અવલોકિતેશ્વર, મૈત્રય, લોકેશ્વર, મંજુશ્રી, ખદિરવણી તારા અને શ્યામ તારા વગેરે આ કાલની પ્રતિમાઓનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે.
૪) એરિસ્સા આ કાલમાં ઉત્કલ દેશમાં કરવંશનું અને તેની દક્ષિણે ભંજભૂમિ મયૂરભંજ)માં ભંજ રાજ્ય હતું. તેમની દક્ષિણે આવેલા કલિંગ દેશમાં પૂવ ગંગવંશની સત્તા પ્રવર્તતી હતી. આમાંના પૂવી ગંગો અને ભજોના રાજ્યવિસ્તારમાંથી કલાત્મક શિલ્પો મળી આવ્યાં છે.
( ૮ મી ૯ મી સદી દરમ્યાન પૂવી-ગગલાનો ઉદય થયો અને ટૂંક સમયમાં એ પૂર્વ ભારતની ઉત્તમ કલા શૈલી તરીકે ખ્યાતિ પામી. તેને સર્વોત્તમ વિકાસ ૧૦ મી થી ૧૩ મી સદી દરમ્યાન ભુવનેશ્વર, કોણારક વગેરે સ્થાનનાં મંદિરોમાં જોવા મળે છે. આથી આ તબક્કાની કલાને ઓરિસ્સાની પૂર્વકાલીન શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. આ કલાશૈલીના પ્રારંભિક સુંદરતમ નમૂના ભુવનેશ્વરના પરશુરામેશ્વરમંદિર(ઈ. સ. ૭૫૦)ની દીવાલો પરની સંગીતકારોની હરોળમાં જોવા મળે છે. એમાં ઉત્તર-ગુપ્તકાલની પ્રશિષ્ટ કલાની ચારુતા વ્યકત થઈ છે. ભુવનેશ્વરના મુકતેશ્વર મંદિર (ઈ. સ. ૯૫૦)નાં લઘુ કદનાં અંશમૂર્ત શિલ્પોમાં વાનરોને લગતી એક કથા; દ્વારની અંદર ઊભી રહી પોતાના સ્વામીના આગમનની આતુરતાપૂર્વક વાટ જોતી અને ગૃહત્સુક (પોપટ) સાથે ગેલ કરતી નાયિકા વાસકસજિજકા; ગંધ, માલ્ય, ધૂપ, શંખ, મુકુટ વગેરેના ઉપહારો ધરાવતી વિવિધ અંગભંગીઓવાળી નાગણીઓ તેમજ અનેકવિધ અંગભંગીઓ અને મુદ્રાઓવાળી દેવાંગનાઓને મૂર્ત કરવામાં કલાકારે અદ્દભુત કૌશલ દાખવ્યું છે. જાપુરના દુર્ગામંદિરમાંથી મળેલી કેટલીક માતૃકા-મૂર્તિ એનાં શિલ્પ પણ આ તબક્કાની એરિસ્સા-કલાના સુંદર નમૂના ગણાય છે.
મયૂરભંજમાં ૯ મી ૧૦ મી સદી દરમ્યાન સ્થાનિક શિલ્પશૈલીને વિકાસ થયેલો હતો. આ ભેજ શૈલીએ ઘડાયેલી કેટલીક સ્ત્રી-આકૃતિઓનાં શિલ્પ ખિચિંગ (મયૂરભંજ) મ્યુઝિયમની શોભારૂપ છે. આ મૂર્તિ એમાં માતૃવાત્સલ્ય વિવિધ રીતે પ્રગટ થયું છે.
કટક જિલ્લામાં નલગિરિ અને લલિતગિરિમાંથી એક શિલામાંથી કંડારેલાં બૌદ્ધ શિલ્પો મળ્યાં છે. એ પણ આ તબક્કામાં છે. આ શિલ્પકૃતિઓ દેખાવમાં તેમજ રૂપાંકનમાં ભારે છે. એમાંનાં અવલોકિતેશ્વર અને તારાનાં કેટલાંક શિલ્પ
Page #175
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પલા
કલકત્તાના ઈન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વળી અંધકાર અને ગજાન્તકનું સંયુકત સ્વરૂપવાળું ભૈરવનું ઓજપૂર્ણ શિલ્પ પણ એ મ્યુઝિયમમાં સંગૃહીત છે.
મધ્ય ભારતમાં બુંદેલખંડમાં આ કાલના અંત સમયે ચંદેલ્લા અને ચેદિ દેશમાં હૈહય રાજ્ય સ્થપાયાં હતાં. એમણે કરાવેલાં મંદિરોમાં ધાર્મિક અને લૌકિક પ્રકારનાં શિલ્પો જોવા મળે છે, પરંતુ આ શૈલીને મુખ્ય વિકાસ ૧૧મી ૧૨મી સદી દરમ્યાન થયો હોવાથી તેનું નિરૂપણ હવે પછીના પ્રકરણમાં કરવું ઈષ્ટ છે.
૫) ગુજરાત
ગુજરાતમાં આ સમયે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર કનોજના પ્રતીહારોનું અને દક્ષિણ તથા મધ્ય ગુજરાત પર માન્યખેટના રાષ્ટ્રકૂટનું આધિપત્ય પ્રવર્તતું હતું. ૧૦મી સદીના મધ્યમાં ઉત્તર ગુજરાતમાં સ્થપાયેલી સોલંકીઓની સત્તાનો વિસ્તાર થતાં આ કાલના અંત સુધીમાં તેમનું આધિપત્ય સમગ્ર ગુજરાત પર પ્રસર્યું. આ ગાળા દરમ્યાન અનેક નાની મોટી અધીન, અર્ધ સ્વતંત્ર અને સ્વતંત્ર સત્તામાં પણ પ્રવર્તતી હતી. આ બધી રાજસત્તાઓએ મંદિર-સ્થાપત્યની સાથે શિલ્પકલાને પણ પ્રોત્સાહન આપેલું જણાય છે.
આ કાલ દરમ્યાન પૂર્વવત મૈત્રકકાલીન શિલ્પશૈલી ધીમે ધીમે રૂપાંતર પામતી જતી જોવા મળે છે. મૂર્તિશિલ્પોમાં કટિવિન્યાસ ભારે બનવા લાગ્યો છે. પણ આ સિવાય બીજા મૈત્રકકાલીન શિલ્પકલાનાં લક્ષણો ઘણે અંશે ચાલુ રહેલાં દષ્ટિગોચર થાય છે. આ અનુમૈત્રકકાલીન શૈલીનાં પાષાણ અને ધાતુનાં કેટલાંક નોંધપાત્ર શિલ્પો પિંડારક(પીંડારા), રણુ પીપળી, વડનગર, સિદ્ધપુર, આબુ અને અકોટામાંથી મળ્યાં છે. સૌરાષ્ટ્રમાં સેંધવોના પ્રદેશમાં પિંડારક તીર્થનાં મંદિરોની દીવાલ પરના શિલ્પાથરમાં લક્ષ્મીનારાયણ, બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી, દ્વિભંગમાં ઊભેલા ચતુર્ભ જ ગણપતિ, અને ગરુડ પર બેઠેલા વિશ્વનાં શિલ્પો મનોહર છે. રાણુ પીપળી (જિ. વડોદરા)માંથી મળેલી રથારૂઢ સૂર્યની પ્રતિમા આ કાલનો સુંદર નમૂનો છે. આમાં સાત ઘોડા અને એક ચક્ર વડે ચાલતા રથમાં સૂર્ય પદ્માસન લગાવી બેઠા છે. એમનો જમણો હાથ ખંડિત છે. ડાબા હાથમાં પદ્મ ધારણ કર્યું છે. તેમણે રત્નજડિત મુકુટ, ભારે કુંડળ અને ભારે હાર તથા કડાં પહેર્યા છે. તેમના મસ્તક ફરતું પદ્મપાંખડીયુકત પ્રભામંડળ છે ને એના બંને ખૂણામાં મકરમુખ કંડાર્યા છે. સૂર્યની ડાબી બાજુએ રાણી અને જમણી બાજુએ નિષ્ણુભા દેવી છે, જ્યારે સારથિ અરુણાની ડાબી બાજુએ દંડ તથા પ્રત્યુષા અને જમણી બાજુએ પિંગળ અને ઉષા છે. રથ ગતિશીલ છે. વડનગરના અમથેર માતાના મંદિરમાંની સપ્ત
Page #176
--------------------------------------------------------------------------
________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫લા
માતૃકાઓની મૂર્તિઓ, વડોદરાની E M. E. Schoolના મંદિરમાં આણેલી વિષ્ણુ તથા વૈષ્ણવીની મૂર્તિઓ, પાટણમાંથી મળેલી વિનાયકની પ્રતિમા; ખંડોસણના વિષ્ણુ. મંદિરની નૃસિંહ, વરાહ અને વિષ્ણુની મૂર્તિઓ વગેરે પણ આ શૈલીનાં સારાં દષ્ટાંતો પૂરાં પાડે છે. અકોટામાંથી મળેલ ધાતુ પ્રતિમાઓ પૈકીની મોટા ભાગની આ કાલની છે. તેનું આ ગ્રંથમાં અન્યત્ર નિરૂપણ કરેલું છે.
૬) દખ્ખણ દખણમાં વાપિના પશ્ચિમી ચાલુકયોને ૮ મી સદીના મધ્યભાગમાં પરાસ્ત કરીને રાષ્ટ્રકૂટએ દખ્ખણ ઉપરાંત દક્ષિણના પણ કેટલાક પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી, માન્યખેટમાંથી રાજ્ય કરતા આ વંશમાં રંતિદુર્ગ તથા કૃષ્ણ ૧લો જેવા. પ્રતાપી નરેશોએ રાજ્યવિસ્તારની સાથોસાથ વિદ્યા અને કલાના ઉત્કર્ષને પણ ભારે પ્રોત્સાહન આપ્યું. કૃષ્ણ ૧ લાઓ એલોરાની બ્રાહ્મણધમ ગુફાઓ પૈકી જગપ્રસિદ્ધ કલાસ મંદિર કોરાવ્યાનું કહેવાય છે. રાષ્ટ્રકૂટોના સમયમાં એલોરામાં બ્રાહ્મણ ઉપરાંત જૈન ધર્મની ગુફાઓ તેમ મુંબઈ પાસે ઘારાપુરી (એલિફંટા)ની ગુફાઓ પણ કંડારાઈ. - રાષ્ટ્રકૂટોના સમયમાં આ પ્રદેશમાં પૂર્વકાલમાં પ્રચલિત થયેલી ચાલુક્ય શિ૯૫શૈલી તેના ઉત્કર્ષના ચરમ શિખર પર પહોંચી ગઈ. મૂર્તિવિધાન અને સજાવટ બંને દટિએ આ શૈલી અનુપમ બનેલી જોવા મળે છે. આ મૂર્તિ શિલ્પ તેમનાં મહાકાય સ્થાપત્ય સાથે પ્રચંડકાયા વડે સુસંવાદિતા સ્થાપે છે. પ્રચંડ કાયા હોવા છતાં અંગઉપાંગ બિલકુલ સપ્રમાણ બન્યાં છે. નવીન સકુર્તિ, ચૈતન્યનો સંચાર, અનુપમ ભાવવ્યંજના વગેરેને લઈને આ શિપ જાણે મનુષ્યના હાથે નહિ પણ દેવતાઓના હાથે ઘડાયાં હોય એવો ભાસ થાય છે. આ શૈલીનાં અન્ય લક્ષણોમાં છત્ર અથવા પુષ્પપત્રોની ભૂમિકા, વાદળોની નકશી, રત્નજડિત મુકુટ તથા ઘરેણાં, લાંબુ પ્રભામંડળ વગેરે ધ્યાનપાત્ર છે.
અગાઉ જોયું છે તેમ એલોરામાં કુલ ૩૪ ગુફાઓ પૈકી નં. ૧૪ થી ૨૯ બ્રાહ્મણ ધર્મની અને નં. ૩૮થી ૩૪ જેન ધર્મ ની છે. બ્રાહ્મણ ગુફાઓ મુખ્યત્વે ઈ. રા.ની ૮ મી સદીમાં અને જૈન ગુફાઓ ૮ મી થી ૧૦મી સદી દરમ્યાન કંડારાઈ છે. અ) બ્રાહ્મણ ધર્મનાં શિ૯
બ્રાહ્મણ ધર્મનાં શિલ્પમાં શિવ અને વિષણુને વિશેષ મહિમા વ્યકત થયો છે.. ઉપરાંત પાર્વતી, લક્ષ્મી, સપ્તમાતૃકા, સૂર્ય, બ્રહ્મા અને અન્ય દેવતાઓને લગતાં શિલ્પો પણ કંડારાયો છે. આ શિલ્પથી ગુફા નં ૧૩થી ૨૯ સુશોભિત છે. એ પૈકી નં. ૧૪ (રાવણ કા ખે) નં- ૧૦ (દશાવતાર), નં. ૧૬ (કલાસ કે રંગમહાલ)
Page #177
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પલા
અને નં. ૨૯ (૬મર લેણ)નાં શિલ્પ ખાસ નોંધપાત્ર છે. અહીં આ શિલ્પોનું અવલોકન શિવ, વિષ્ણુ અને ઇતર દેવતાઓના સંદર્ભમાં પ્રસ્તુત છે.
ગુપ્તરાર કાલમાં બ્રાહ્મણ સંપ્રદાયો પૈકી માહેશ્વર (શૈવ) સંપ્રદાય સર્વાધિક પ્રચલિત થયો અને શૈવ સિદ્ધાંત. અનુસાર તેઓ પરમ તત્ત્વ મનાયા. શિવપુરાણમાં શિવને જ જગતનું આદિકારણ ગણાવી બ્રહ્મા અને વિષ્ણુ પણ એમની જ સૃષ્ટિ છે ને એમણે એ બંને દેવોને અનુક્રમે જગતની ઉત્પત્તિ અને પાલનનું કાર્ય સોંપ્યું છે એમ દર્શાવ્યું છે. અલબત્ત, મોટા ભાગનાં પુરાણોમાં શિવને સંહારક દેવ ગણવામાં આવ્યા છે. આ વિવિધ માન્યતાઓનો પડઘો એલેરાનાં વિશિમાં પડેલ જણાય છે. એમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપો, તેમને લગતી જુદી જુદી કથાઓ અને તેમના કેટલાક જીવન પ્રસંગે કંડારાયા છે.
ગુફા નં. ૧૪માં દક્ષિણ દિશા તરફનાં શિલ્પ-
દમાં પાટ રમતાં શિવ-પાર્વતી, શિવતાંડવ, રાવણાનુગ્રહ અને રત્નાસુર વધના પ્રસંગો જોવા મળે છે. ચોપાટ રમતાં શિવ અને પાર્વતીની રમતને ગણેશ વગેરે રસપૂર્વક નિહાળી રહ્યા છે, પાર્વતીની પાછળ બે સ્ત્રીઓ ઊભી છે. ભૃગી પણ રમતમાં ભાગ લેતો જણાય છે. નીચેના ભાગમાં નંદી અને ૧૩ નાના ગણો કંડાર્યા છે. બીજા દશ્યમાં તાંડવ નૃત્ય કરતા શિવની એક બાજુ વાજિંત્રો વગાડતા ત્રણ ગણો અને બીજી બાજુ પાર્વતી તથા બીજા બે ગણો ઊભા છે. પાછળ ભંગી ઊભે છે. ઉપર ડાબી બાજુ છવા તથા વિષ્ણુ અને જમણી બાજુ ઇન્દ્ર, અગ્નિ અને બીજા બે દેવતાઓ ઊભા છે. ત્રીજા દશ્યમાં પોતાના માર્ગમાં અંતરાયરૂપ જણાતા પર્વત(કલાસ)ને મદોન્મત્ત રાવણ નીચેથી પોતાના ૨૦ હાથ અને ૧૦ મસ્તક વડે ઉપાડતો જણાય છે. ઉપરના ભાગમાં ભયભીત પાર્વતી શિવને વળગી પડેલાં જોવા મળે છે. શિવ પોતાના પગથી પર્વતને નીચે દબાવી રાવણને એની નીચે કચડતા જણાય છે. ચાર ગણો પણ રાવણ પર પ્રહાર કરી રહ્યા છે. બીજા ગણો શિવ-પાર્વતીની પાછળ ઊભા છે. રાવણનું રૂપવિધાન મનોહર છે. શિવે ભૈરવ સ્વરૂપ ધારણ કરીને રત્નાસુરનો વધ કર્યો એ દશ્ય પણ પ્રભાવશાળી છે. એમાં તેઓ પિતાના પગ નીચે એક વામનને દબાવીને ઊભા છે. બે હાથે ગચર્મ શરીરે વીંટાળતા, બે હાથે ભાલો પકડી રત્નાસુરનો વધ કરતા એક હાથે તલવાર અને બીજા હાથે થાળ પકડી એમાં રત્નાસુરનું રકત ઝીલતા પભુજ ભૈરવનું રૌદ્ર સ્વરૂપ ગણપતિ નિહાળી રહ્યા છે.
ગુફા નં. ૧૫ માં મુખ્યત્વે વિષ્ણુના અવતારોનું અંકન થયું છે. પણ તેની સાથેસાથ શિવને લગતાં પણ કેટલાંક મનોહર શિલ્પો કંડારાયાં છે. એ પૈકી
Page #178
--------------------------------------------------------------------------
________________
૮: રાક્ટ-પ્રતીહાર-પાલકાલની શિ૯૫કલા
૧૬૯
શિવલિંગ માહાસ્ય અને તારકાસુરવધ કરવા જતા શિવનાં દશ્યો નોંધપાત્ર છે. ઉત્તરની દીવાલ પર કંડારેલ રત્નાસુરવધ કરતા ભૈરવના હાથનો વેગ, ગળાની ડેડમાળા, હાથમાં ધારણ કરેલ ત્રિશૂળ, રત્નાસુરને પકડવો, ઉપર આ ઘટનાને હોંશપૂર્વક જોતું ઘુવડ અને નીચે રકત પાનની માગણી કરતા કલિ વગેરે ભયંકર દશ્ય રજૂ કરે છે. શિવલિંગનમાહામ્યમાં લિંગમાંથી અગ્નિ પ્રગટી રહેલો દર્શાવ્યો છે. વિષ્ણુ લિંગનો પાર પામવા વરાહરૂપે જમીન ખેડી રહ્યા છે પણ નિષ્ફળ બનતાં હાથ જોડીને શિવની સ્તુતિ કરવા લાગે છે. બીજી બાજુ બ્રહ્મા હંસસ્વરૂપે લિંગની ઉપર ચડી એને પાર પામવા પ્રયત્ન કરે છે ને નિષ્ફળ જતાં શિવની સ્તુતિ કરવા લાગે છે. તારકાસુરવધ માટે પ્રયાણ કરતા શિવનું દશ્ય અત્યંત મનોહારી છે. તેઓ સૂર્યના રથ પર આરૂઢ થઈ, ચાર વેદોના ચાર ઘોડા અને બ્રહ્માને સારથિ બનાવી પ્રયાણ કરી રહ્યા છે. આ ગુફામાં આ ઉપરાંત ઉમા-મહેશ્વર, બાલગણેશ સાથે નંદી પર બેઠેલાં શિવ-પાર્વતી, અર્ધનારીશ્વર, ઉમાનું તપ, ચપાટ રમતાં શિવ-પાર્વતી, શિવ-પાર્વતીનાં લગ્ન, કૈલાસ ઉપાડતો રાવણ, માર્ક ડેયાનુગ્રહ, વગેરે શિલ્પ પણ કંડારાયાં છે.
ગુફા નં. ૧૬ તો શિવના નિવાસસ્થાન કૈલાસરૂપે કંડારી હોવાથી શિવનાં વિવિધ સ્વરૂપોનાં શિલ્પોથી ભરપૂર છે. સ્તંભેના ગાળામાં દક્ષિણથી શરૂ કરી પૂર્વ અને ઉત્તર તરફ જતાં આ સર્વ શિલ્પો જોવા મળે છે. એમાં દક્ષિણ દિશામાં ૧૨ દશ્યો પૈકીના ત્રણમાં શિવલિંગની ઉપાસના કરતો ભકત, નંદી સહિત ઊભેલા મહાદેવ તથા અર્ધનારીશ્વર જોવા મળે છે. પૂર્વ તરફનાં ૧૯ દશ્યો પૈકી ૧૭ શિવને લગતાં છે : ૧) કાળભૈરવ સ્વરૂપ શિવની પાસે કેશરચના કરતાં પાર્વતી ઊભાં છે. ૨) કમળમાંથી કપાલભૈરવ સ્વરૂપે બહાર આવતા શિવના હાથમાં પાર્વતી છે. ૩) નવ યોગી શિવના ચતુર્ભ જ હાથ પૈકી એકમાં ત્રિશૂળ, બીજો પાર્વતીના મસ્તક પર અને બાકીના બે વડે પાર્વતીનાં સ્તન ગ્રહણ કર્યા છે. ૪) સિદ્ધયોગીરૂપ ચતુર્ભુજ શિવના મસ્તક પર ગંધર્વો અને પગ પાસે ગણો છે. ૫) બટુક ભૈરવ રૂપ શિવે એક લંગોટી જ ધારણ કરી છે. ખભે ત્રિશૂળ મૂકેલું છે. એક હાથમાં ડમરુ અને બીજામાં ખાપટ જણાય છે. તેઓ પાર્વતી સમક્ષ ઊભા છે. ૬) ભૂપાલ ભૈરવરૂપ શિવ વામન પુરુષ પર નૃત્ય કરી રહ્યા છે. ૭) ત્રિશૂળ અને નાગ ધારણ કરેલા ભૈરવની એક બાજુ નંદી અને બીજી બાજુ પાર્વતી છે. ૮) મહાદેવ. ૯) નાગ અને નંદી સહિત શિવ. ૧૦) ત્રિશૂળધારી શિવની એક ભકતે પૂજા કરી રહ્યો છે. ૧૧) ગંગાધર શિવની જટામાં સર્પ વીંટેલો છે. ગંગાને નીચે પડે છે. ઉપર ગંધર્વો અને બાજુમાં પાર્વતી પણ છે. ઉસે શિવલિંગ માહાભ્યનું દશ્ય ઉપરોકત દશાવતાર
Page #179
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પલા
ગુફાના શિલ્પ જેવુ` છે. ૧૩) બેઠેલાં શિવ-પાર્વતી. ૧૪) ત્રિપુરાસુરનો વધ કરવા જતા સદાશિવ છ હાથ ધરાવે છે. તેમના સારથિ બ્રહ્મા પણ ૬ હાથ ધરાવે છે. ૧૫) રત્નાસુરના વધ કરતા વીરભદ્રરૂપ શિવ અને ૧૬) શિવ-પાર્વતીના લગ્નના પ્રસંગ ક ડારેલા છે. કલ્યાણસુ ંદર તરીકે પ્રસિદ્ધ આ છેલ્લા દશ્યમાં શિવની ડાબીબાજુ પાર્વતી છે. એક હાથમાં પુષ્પમાળા ને બીજા હાથે પાતીનું પાણિગ્રહણ કર્યું" છે. પશ્ચિમ તરફનાં ૧૨ દશ્યોમાં માર્કંડેય ઋષિની યમથી રક્ષા કરતા શિવ, અર્જુન પર અનુગ્રહ કરતા શિવ, ચાપાટ રમતાં શિવપાર્વતી, નારદજીનું વીણાવાદન સાંભળતાં શિવપાવ તી, કલાસ ઉપાડતા રાવણ, શિવની સન્મુખ બેસીને કથા સાંભળતાં પાર્વતી વગેરે જોવા મળે છે.
૧૭૦
ગુફા નં. ૨૯ (દૂમર લેણ)ના વચલા રંગમંડપની ત્રણ બાજુએ ઉપર કલાસ ઉપાડતા રાવણ, ચોપાટ રમતાં શિવપાર્વતી, શિવ-પાર્વતીનાં લગ્ન, માયાયોગી શિવ, ભૈરવ સ્વરૂપ શિવ વગેરે શિલ્પા કંડારેલાં છે.
વૈષ્ણવ સપ્રદાયને લગતાં શિપે પણ આવાં જ વિપુલ અને વૈવિધ્યપૂર્ણ છે. આમાં વિષ્ણુનાં વિવિધ સ્વરૂપા ઉપરાંત એમના અવતારો પણ સ્થાન પામ્યા છે. શિવનાં શિલ્પાને મુકાબલે વિષ્ણુ અને તેમના અવતારોનાં શિલ્પામાં મૂર્તિ વિધાન અને કલાત્મકતા પૂર્ણપણે ખીલ્યાં જણાતાં નથી.
ગુફા નં. ૧૪ (રાવણ કા ઐ)ની ઉત્તરની દીવાલ પર ૧) વરાહ સ્વરૂપે વિષ્ણુ પોતાના દંતશૂળ ઉપર પૃથ્વીને ધારી રહ્યા છે. તેમના પગ નીચે શેષનાગ છે. ૨) વૈકુ ઠમાં ચતુર્ભુજ વિષ્ણુ બેઠેલા છે તેમની પાસે લક્ષ્મી અને સીતાજી બેઠાં છે. પાછળ ચામરધારી ચાર રિચારકો છે ને નીચે ગરુડ છે. કેટલાક ગંધર્વો નૃત્ય કરે છે તે કેટલાક વાદ્ય વગાડી રહ્યા છે. ૩) એક તારણ નીચે વિષ્ણુ અને લક્ષ્મી પંક પર બેઠાં છે. પાછળ પરિચારકો ઊભા છે. નીચેના ભાગમાં નાના કદના સાત સેવકો કંડાર્યાં છે, જે પૈકીના ચારના હાયમાં વાજિંત્રા જણાય છે.
ગુફા નં. ૧૫ (દશાવતાર) એના નામ પ્રમાણે દશાવતારનાં શિલ્પા ધરાવતી હોવી જોઈએ. પણ એમાં દશ અવતારોનાં દશ્ય નથી. આમ છતાં એમનું પ્રાધાન્ય પ્રવતું જરૂર જોવા મળે છે. ગુફાની દક્ષિણ દીવાલ પર ૬ દશ્યા કડારેલાં છે. ૧) ગેવનધારી વિષ્ણુ વ્રજવાસીઓની રક્ષા કરતા જણાય છે. વસ્તુત: ગોવર્ધનને શ્રીકૃષ્ણે ધારણ કર્યો હતો. અહીં દેવને ચતુર્ભુજ બતાવ્યા છે. તેમના એક હાથ કટિ પર અવલંબિત છે, બીજા હાથમાં શંખ છે. બાકીના બેથી તેમણે ગાવ ન ધારણ કર્યો છે. આમાં ગાયોનું અંકન ઘણું સજીવ અને મનેાહર બન્યું છે. ૨) મનુષ્યનુ
Page #180
--------------------------------------------------------------------------
________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલાલની શિલ્પલા
એક મસ્તક અને બીજી પાંચ સર્પ ફણાઓ ધરાવતા શેષનાગ પર વિષ્ણુ શયન કરે છે. ચતુર્ભુજ વિષ્ણુનો એક હાથ ઘૂંટણ પર અને બીજો નાભિ પર છે. એક હાથને તકિયો કર્યો છે ને ચોથો હાથ વડે વૃક્ષની ડાળી પકડી છે. દેવનો એક પગ નીચે લટકતો અને બીજો લક્ષ્મીજીના ખોળામાં છે. લક્ષ્મી તેમના ચરણની સેવા કરી રહ્યાં છે. વિષ્ણુની નાભિમાંથી પ્રગટેલા કમળ પર બ્રહ્મા બેઠેલા છે. ૩) વિષણુ ગરૂડારૂઢ થયેલા જોવા મળે છે. ૪) વરાહ અવતારના શિલ્પમાં માથુ વરાહનું ને ધડ મનુષ્યનું છે. પભુજ દેવનો એક હાથ કટિ-અવલંબિત, બીજા, ત્રીજા અને ચોથામાં અનુક્રમે શંખ, ચક્ર અને ગદા છે, બાકીના બે હાથ વડે પૃથ્વીને ધારણ કરી છે. ૫) ત્રિવિક્રમ કે વામન અવતારનું રૌદ્ર સ્વરૂપે અંકન થયું છે. એમાં તેઓ બલિરાજાના દર્પનું ખંડન કરે છે. અષ્ટભુજ દેવે ધારણ કરેલાં આયુધો પૈકી તલવાર, ગદા, તીર, ચક્ર, શેખ, ધનુષ્ય અને ઢાલ સ્પષ્ટ છે. એક હાથ સૂચિમુદ્રામાં છે. તેમણે ડાબો પગ આકાશ તરફ ઊંચે કરેલો છે. બીજા પગ નીચે વામન સ્વરૂપ પુરુષાકૃતિ કંડારી છે. તેમની પાસે ગરુડ અને બલિરાજા જોવા મળે છે. ૬) નૃસિંહ અવતારનું લોકપ્રિય શિ૯૫ અહીં કંડારાયું છે. આમાં મસ્તક અને કટિ સિંહનાં છે, જ્યારે હાથ અને પગ મનુષ્યના છે. તેમના બે હાથોમાં ઢાલ-તલવાર છે ને બાકીના બે હાથ વડે રાક્ષસ હિરણ્યકશિપુને પકડ્યો છે. | ગુફા નં. ૧૬ (કૈલાસ)માં દક્ષિણ દિશાના વરંડામાં વૈષ્ણવ શિલ્પો કંડારાયાં છે. એમાં ચતુભુજ વિનું કાલિનાગ-દમન, વરાહ અવતાર, વામનરૂપ વિષ્ણુ, ગોવર્ધનધારી વિષર્, શેષશાયી વિષ્ણુ અને નૃસિંહાવતારનાં શિલ્પો જોવા મળે છે. આમાં નાગદમન અને વામન વિષ્ણુનાં શિલ્પો સુંદર છે. નાગદમનમાં શ્રી કૃષ્ણને વિષ્ણુસ્વરૂપે દર્શાવ્યા છે. તેમના ચાર હાથ પૈકી એકમાં શંખ અને બીજામાં કાલિય નાગની પૂંછડી પકડેલી છે. ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો ડાબા પગના ઘૂંટણ પર ટેકવેલો છે. કૃષ્ણનો ડાબો પગ નાગના મસ્તક પર છે. આમાં નાગનું ઉત્તમાંગ પુરુષનું અને ઉત્તરાંગ નાગનું દર્શાવ્યું છે. એના મસ્તક પર કુણા પણ બતાવી છે. કૃષ્ણ કરેલા દમનથી નિ:સહાય બનેલો નાગ ખિન્ન થયેલો જોવામાં મળે છે. ત્રિવિક્રમરૂપ વિષ્ણુના શિલ્પમાં પભુજ દેવે તલવાર, ઢાલ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા છે. પગ નીચે બલિને દબાવ્યો છે. બલિના હાથમાં રત્નપાત્ર જોવા મળે છે.
બ્રાહ્મણ ધર્મનાં અન્ય શિલ્પમાં ગુફા નં. ૧૪માં મહિષાસુરમદિની, વાઘના મસ્તક પર પગ મૂકીને ઊભેલ ચતુર્ભુજ ભવાની અને કમલારૂઢ લક્ષ્મી જોવા મળે છે. છેલ્લા શિલ્પમાં દેવીની બંને બાજુ એક એક ગજ છે ને પાસે ઊભેલી નાગકન્યાઓ ઘડામાંથી જળને દેવી પર અભિષેક કરે છે. ગુફા નં. ૧૫માં ગણપતિ,
Page #181
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
- બંને હાથમાં કમળ ધારણ કરતા સૂર્ય, મહિષાસુરમર્દિની, ભવાની, કાલી, લક્ષ્મી, - વગેરેનાં મૂર્તિ શિલ્પો જોવા મળે છે. ગુફા નં. ૧૬(કૈલાસ)માં દક્ષિણ બાજુની * શિલ્પહરોળમાંનું પહેલું અન્નપૂર્ણાનું શિલ્પ મનહર છે. એમાં એક હાથમાં જલ
કલશ, બીજામાં માળા, ત્રીજામાં પુષ્પગુચ્છ છે ને ચોથા હાથે દેવી કેશ બાંધે છે. પૂર્વ - બાજુનાં શિલ્પો વચ્ચે બ્રહ્માનું હંસારૂઢ શિલ્પ પણ ધપાત્ર છે. એમનાં ત્રણ મુખ
અને ચાર હાથ જોવા મળે છે. એક હાથમાં જળપાત્ર અને બીજામાં જપમાળા છે. - પશ્ચિમ દિશા તરફનાં શિલ્પમાં એક મનહર શિલ્પ મુચુકુંદ ઋષિનું છે. તેઓએ
ખભે કોથળો નાખેલ છે. ગુફા નં. ૨૯ના મંડપનાં શિલ્પમાં એક પ્રચંડ દેવીશિલ્પ પણ છે. એના મસ્તક પર ચાર દેવો અને નીચેના ભાગમાં ત્રણ સ્ત્રીઓ - દષ્ટિગોચર થાય છે. દેવીનું વસ્ત્ર એક હંસ ખેંચી રહ્યો છે. આ મૂર્તિનું અભિધાન સ્પષ્ટ થઈ શકયું નથી.
એલેરામાં કેટલાક શૃંગારભાવ પણ મૂર્ત થયા છે. એમાં ચુંબન, આશ્લેષ - તથા સંભોગના વિવિધ પ્રકારો દર્શાવાયા છે.' આ જેનશિલ્પ
એલોરાનાં જૈન શિલ્પ દિગંબર સંપ્રદાયનાં છે. આ શિલ્પો ત્યાંના બૌદ્ધ - તથા શૈવ શિલ્પો જેવાં જ કલાત્મક છે. અલબત્ત, તીર્થકરોના મુખ પરના ભાવમાં • વ્યકત થતી કેવળ શમતા અને જોમ તથા ઉત્સાહના અભાવને લઈને એ મૂર્તિઓ : નિષ્ક્રિયતાની છાપ પાડે છે. વળી મર્યાદિત જગ્યામાં શિલ્પ ઠાંસી ઠાંસીને ભર્યા હોવાથી પ્રમાણભંગ પણ થયેલો જણાય છે. બધાં શિલ્પા જૈન મૂર્તિવિધાનને અનુસરીને કરેલાં છે. ગુફા નં. ૩૦થી ૩૪માં જન શિલ્પો જોવા મળે છે.
ગુફા નં. ૩૦(છોટા કૈલાસ)માં મુખ્ય મૂર્તિ બેઠેલા મહાવીર સ્વામીની છે. " ઉપરાંત આમાં બીજા ૨૨ તીર્થકરોનાં શિલ્પો પણ કંડાર્યા છે. ગુફા નં. ૩૧ના
ગર્ભગૃહમાં પણ મહાવીર સ્વામીની પ્રતિમા દષ્ટિગોચર થાય છે. ગુફા નં. ૩૨(ઇન્દ્રસભા) ચડિયાતી છે. આમાં ગર્ભગૃહમાં છત્ર અને પ્રભાચકથી શોભતા મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમા જોવામાં આવે છે. તેમની બે બાજુએ સુંદર વસ્ત્રાભૂષણયુકત ચામરધારી અનુચરો છે. ઉપલા ભાગમાં વિવિધ વાદ્ય વગાડતા બે ગંધર્વો છે. આ ગુફામાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ અને ગોમટેશ્વર બાહુબલીની
મૂર્તિઓ, યક્ષયક્ષિણીઓમાં ઋષભદેવની યક્ષિણી ચકેશ્વરી, પાર્શ્વનાથનો યક્ષ ધરણેન્દ્ર • (નાગરાજ) અને મહાવીર સ્વામીને યક્ષ માતંગ તથા તેમની યક્ષિણી સિદ્ધાયિકાની - આકૃતિઓ કંડારાઈ છે. ક્ષભદેવના બીજા પુત્ર બાહુબલી ગોમટેશ્વર નામે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૩
૮ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલફાલની શિલ્પકલા
ઓળખાય છે. તેમની અહીં... ક ડારાયેલી સુ ́દર પ્રતિમામાં એમના શરીર પર વીંટળાયેલી લતાએ અને તેમની આસપાસ હરણ, સાપ, ઉંદર, વીંછી, કૂતરો વગેરે ષ્ટિગેાચર થાય છે. તેમની બે બાજુ બ્રાહ્મી અને સુંદરી ઊભાં છે. બાજુમાં ભરત બેઠેલા છે. બાહુબલી દિગંબર કાયોત્સર્ગ અવસ્થામાં સ્થિર ઊભા છે. સુંદર વસ્ત્રાભૂષણે થી વિભૂષિત, ગરુડારૂઢ દેવી ચક્રેશ્વરી દ્વાદશભુજા સ્વરૂપ છે. મહાવીરના યક્ષ માતંગ અને યક્ષિણી સિદ્ધાયિકાને ભૂલથી ઈન્દ્ર અને ઈન્દ્રાણી માની લેવામાં આવેલાં. બંનેના મસ્તક પર વૃક્ષાટોપનું છત્ર છે. બંને દ્વિભુજ છે. માતંગનું વાહન ગજ પગ પાસે જણાય છે. સિદ્ધાયિકા આંબા નીચે સિંહ પર બેઠેલ છે. દેવીના ડાબા ખાળામાં બાળક બેઠેલું છે જેના ઉપલા અડધા ભાગ તૂટી ગયો છે. વૃક્ષમાં પંખીએ અને વાનરો પણ દેખા દે છે. આ મૂર્તિમાં દેવીનું શરીર તથા અવયવો પ્રમાણસર અને સુડોળ છે.
મુંબઈથી લગભગ ૮ કિલેઃમીટર દૂર દરિયામાં આવેલા ઘારાપુરી(એલિફ્ટા) નામના બેટ પર ખડકમાંથી કડારેલ શૈવ ગુફાએ પણ કૈલાસનું સમકાલીન કલાકેન્દ્ર છે. ત્રિમુખ મહેશ, યોગીરાજ શિવ, અર્ધનારીશ્વર, શિવપાર્વતી વિવાહ, શિવતાંડવ, ભૈરવ, કૈલાસ ઉઠાવતા રાવણ વગેરે ભવ્ય અને ભાવવાહી શિલ્પા અહીં કોતરવામાં આવ્યાં છે. આમાં ત્રિમુખ મહેશનું જગવિખ્યાત બનેલું શિલ્પ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ પ્રચંડકાયમૂર્તિમાં શિવનાં વિધાયક, પાલક અને સંહારક ત્રણે સ્વરૂપોને તાદશ કરવામાં કલાસિદ્ધોએ ભારે પુરુષા કર્યો છે. મૂર્તિના મુખમંડલ પર ભારે પ્રશાંત ગંભીરતા વિલસે છે. એના વિશાળ જટામુકુટ પણ એની ગભીરતામાં વધારો કરે છે. ઉદાત્ત અને અસરકારક મૂર્તિવિધાન, સૂક્ષ્મ ભાવવ્યંજના અને પ્રચંડકાયને લઈને આ મૂર્તિ ભારતીય શિલ્પમાં અનેાખી ભાત પાડે છે. શિવ-પાર્વતીવિવાહ (કલ્યાણસુ ંદર)નું દશ્ય એલેારાના આ જ પ્રકારના દશ્ય કરતાં વધુ સુંદર બન્યું છે. એમાં પાર્વતીના આત્મસમર્પણના ભાવ અને તેને આદરપૂર્વક ગ્રહણ કરતા શિવનું મનેારમ ભાવવાહી આલેખન થયુ' છે. તેવી રીતે કલાસ ઉપાડતા રાવણનું દૃશ્ય પણ એલેારાના એ દશ્ય કરતાં વધુ અસરકારક બન્યુ છે. ૭) દક્ષિણ ભારત
દક્ષિણ ભારતમાં પ્રસ્તુત કાલ દરમ્યાન પૂર્વી ચાલુકયે, પશ્ચિમી ગંગ, નાળ બ, ઉત્તરકાલીન પલ્લવ, પૂર્વકાલીન ચાળ, પૂર્વકાલીન પાંડય અને ચેર રાજવ શેાના પ્રોત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાના પણ વિકાસ થયો. આ બધી સ્થાનિક કલા-શૈલીએ પર પૂર્વવત્ પશ્ચિમી ચાલુકયા અને પલ્લવાની કલાશૈલીઓના પ્રભાવ. વિશેષ વરતાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
-૧૭૪
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
વૃંગીમાંથી શાસન કરતા પૂર્વ ચાલુકોની કલાપ્રવૃત્તિ આ કાળ દરમ્યાન ચાલુ રહી અને વિજયાદિત્ય ૨ જા તથા વિજયાદિત્ય ૩ જાના સમયમાં પૂર્વ ચાલુક્ય શિ૯૫શૈલીને ભારે વેગ મળ્યો. વિજયવાડા નજીક જામિદોડી મંડપના તંભે અને દીવાલો પરની સંગીત અને નૃત્ય કરતી મનહર મૂર્તિઓ તેમજ ઇન્દ્રનીલ ટેકરી પર ઉત્કીર્ણ સ્તંભ અને કિરાતાજુનીયના કથાપ્રસંગને રજૂ કરતી શિલ્પહરોળમાં રાજા વિજયાદિત્ય ર જાના સમય (૯ મી સદી)ની શૈલી ઉત્તમ રીતે અભિવ્યકત થઈ છે. વિજયાદિત્ય ૩જો (ગુણગ) પણ મહાન નિર્માતા હતો. વૃંગીમાં ગંગા-યમુનાનાં શિલ્પપ્રતીકો સર્વપ્રથમ દાખલ કરવાનું શ્રેય એને ફાળે જાય છે. બિચ્ચલનાં ગોલિગેશ્વર અને રાજરાજ મંદિરોની શિલ્પસજાવટ તેના સમયની કલા પ્રસ્તુત કરે છે. આ કાલમાં કારીગરીની સાદાઈ અને સુશોભનના અતિરેકથી દૂર રહેવાનું સ્પષ્ટ વલણ જોવા મળે છે. માતૃકા સમૂહના વીરભદ્ર શિવ, કૌમારી, સ્ત્રીદેહધારી ગંગા, વગેરે આ કાલનાં સરસ દષ્ટાંતો છે. કંદની બાજુ ઊભેલો મયુર અને બ્રહ્માની બાજુને હંસ બિલકુલ કુદરતી અને મેહક છે. આ કાલનાં મંદિરોના વિમાનની ટોચે વારંવાર જોવા મળતી ગણેશપ્રતિમાઓમાં દ્વિભુજ દેવનું મુકુટહિત ગજમસ્તક વાસ્તવિક લાગે છે. પડોશી કલિંગ દેશના પ્રભાવથી વૃંગીનાં આ કાલનાં મંદિરોની દીવાલો પર મિથુનશિલ્પો કંડારાયેલાં જોવા મળે છે. પૂવ ચાલુકય કલા પશ્ચિમી ચાલુકય, રાષ્ટ્રકૂટ, પૂવગંગ, ચેદિ, પલ્લવ અને ચોળકલાના મિશ્રણ રૂપ છે. બિચ્ચોલના ગોલિંગેશ્વર મંદિરનાં શિલ્પો એના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. અહીંના ગણેશની મેટા કદની પ્રતિમામાં કલિંગ અને પાલ કલા જેવો જટામુકુટ છે. તેમ અહીંના સૂર ઉત્તર ભારતીય પદ્ધતિ અનુસાર હલબૂટ પહેરેલા છે. બીજી બાજુ વિષ્ણુએ ગદા અને શંખ દક્ષિણ ભારતીય ઢબે ધારણ કર્યા છે. અહીંના બ્રહ્મા પલ્લવ-ચોળ આકૃતિઓની જેમ દાઢી રહિત યુવાન બતાવ્યા છે. અહીંના નરેશ ચતુર્ભ જ છે પણ તેમના ચતુર નૃત્યમાં ઉત્તર અને દક્ષિણ ભારતીય વલણોનો સંગમ થયેલો વરતાય છે.
કાવેરીના કાંઠે તલકાડમાંથી રાજ્ય કરતા પશ્ચિમી ગંગ રાજાઓ પણ લલિતકલાના પ્રોત્સાહકો હતા. શ્રવણ બેલગોલાના સ્થળે વિંધ્યગિરિ પર કંડારેલી ગોમટેશ્વરની પ્રતિમા ગંગ કલાની કીર્તિરૂપ છે. આ ભવ્ય પ્રતિમા રાજા રાજમલ્લ સત્યવાકયના મંત્રી ચામુંડરાયે ઈ. સ. ૯૮૩માં કંડારાવી હતી. આ મૂર્તિ ૧૭.૨ મીટર ઊંચી છે. અંગેનું સમતોલપણું, મુખ પરના શાંત અને પ્રસન્ન ભાવ વાલ્મીક અને માધવી લતાથી લપેટાયેલી આ મૂર્તિનું સૌંદર્ય અદ્વિતીય છે. રાજા નીતિમાર્ગ (૯મી સદી)ને મૃત્યુશૈયા પર દર્શાવતું શિલ્પ પણ પશ્ચિમી ગંગ શૈલીનું
Page #184
--------------------------------------------------------------------------
________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલાલની શિલ્પકલા
૧૭૫
એક સારું દષ્ટાંત પૂરું પાડે છે. દહુંડી (સ્મારક શિલા) પર કંડારેલા આ શિલ્પમાં મૃત્યુશૈયા પર પોઢેલો રાજા અને તેની પાસે યુવરાજ બતાવ્યો છે. આ દશ્યમાં એક સ્વામીભકત સજજન પોતાના સ્વામી સાથે અગ્નિસ્નાન કરવા તત્પર ઊભેલો દષ્ટિગોચર થાય છે.
માઇસરમાં નોળમ્બવાડી પ્રદેશમાં નોળંબ વંશનું શાસન હતું. તેમનાં શિલ્પ પર પશ્ચિમી ચાલુકય શૈલીને પ્રભાવ જોવા મળે છે. તેમની રાજધાની હેમાવતીનાં મંદિરોનાં સ્તંભો અને છતો પરની બારીક કોતરણી મનોહર છે. હેમાવતીમાંથી મળેલી અને હાલ મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત ઉમા-મહેશ્વર અને સૂર્યની પ્રતિમાઓ પશ્ચિમી ચાલુક્ય શૈલી જેવી ભારે અને વૈવિધ્યપૂર્ણ અલંકાર-સજાવટ તેમજ ઉત્તમ ભાવાભિવ્યકિતની દષ્ટિએ નોળંબ કલાના ઉત્તમ નમૂના ગણાય છે. હેમાવતીના એક શિવમંદિરના મંડપની છતનો એક ખંડ મદ્રાસ મ્યુઝિયમની શોભારૂપ છે. એમાં ઘેટા પર બેઠેલાં અગ્નિ અને સ્વાહા, મહિષ પર બેઠેલો યમ અને તેમની દેવી તથા રાક્ષસ પર બેઠેલ નિર્ઝતિનું સુરેખ આલેખન છે. રામ-સીતા, પૃષ્ઠસ્વસ્તિકાકારે પગ અને દેહ રાખી નૃત્ય કરતા નટેશ, ગજાંતક, આલિંગનચંદેશાનુગ્રહમૂર્તિ વગેરે પણ હેમાવતીમાંથી મળેલાં ગણનાપાત્ર શિલ્પ છે. મંદિરની દીવાલો પર કંડારેલાં શિલ્પમાં વિષ્ણુ, ગંગા અને કુંદનાં શિલ્પો વિશેષ ધ્યાન ખેંચે છે.
મદ્રાસ અને મહાબલિપુરમ્ વિસ્તારમાં ઉત્તરકાલીન પલ્લવોની આણ પ્રવર્તતી હતી. આ સમયે પૂર્વવત પલ્લવ કલાની તુલનાએ શિલ્પના આલેખનમાં વિગતપૂર્ણતા વધતી અને દેહની સ્થૂળતા ઘટીને સપ્રમાણ બનતી જોવા મળે છે. આમ પલવ શિલ્પીલીને આ કલામાં વિકાસ થઈને તે એનું સુંદર સ્વરૂપ પામી છે. કાંચીપુરમૂનાં વૈકુંઠપેરુમાલ, રાવતેશ્વર, મુકતેશ્વર, મતંગેશ્વર, વગેરે મંદિરોનાં શિલ્પો તેના ઉદાહરણરૂપ છે. વૈકુંઠપેરૂમાલ મંદિરની અંદરની દીવાલો પર નગરજીવન, યુદ્ધો અશ્વમેઘયજ્ઞ, રાજ્યાભિષેક, રાજાની ચૂંટણી, મંદિરોના જીર્ણોદ્ધાર તેમજ અન્ય પ્રસંગોનું શિલ્પ હરોળમાં થયેલું આલેખન તત્કાલીન સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણું ઉપયોગી છે. પલ્લવશિલ્પો શિવ, વિષ્ણુ અને દેવીના મૂર્તિવિધાનની બાબતમાં સુસમૃદ્ધ છે. સત્યમંગલમમાંથી મળેલી અને મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત માતૃકા-સમૂહ અને વીરભદ્ર શિવ તેમજ યોગદક્ષિણામૂર્તિ શિવની પ્રતિમાઓ નમૂનેદાર છે. જો કે કાવેરીપાક્કમ વિસ્તારને રાષ્ટ્રકૂટોએ ઘેડા સમય માટે જીતી એના પર આણ પ્રસારી હતી. આથી તેમજ પલ્લવરાણી રેવા રાષ્ટ્રકૂટ સમ્રાટ દંતિદુર્ગની દૌહિત્રી હોવાથી રાષ્ટ્રકૂટ કલાશૈલીની અસરો પલ્લવકલામાં ભળી. કાવેરીપાક્કમનાં શિલ્પોમાં મળતાં
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
કમળ, લીલી (એક વાસંતિક ફૂલ) તથા મોતીયુકત યજ્ઞોપવીત, સિંહમુખની એક આકૃતિવાળો બાજુબંધ, કમરબંધ વગેરે મુખ્યત્વે રાષ્ટ્રકૂટ અને અંશત: પશ્ચિમી ચાલુકય શૈલીના પ્રભાવનાં સૂચક છે.
૯મી સદીના ઉત્તરાર્ધમાં કાવેરી પ્રદેશના તાંજોરમાં ચોળ રાજ્યની સ્થાપના થઈ ને ૧૦ મી સદીમાં તેને પ્રભાવ અને પ્રસાર વધવા લાગ્યો. આ વંશના રાજાઓ રાજકીય ઉત્કર્ષની જેમ સાંસ્કૃતિક અભ્યદયમાં પણ રસ ધરાવતા હતા. ગંડરાદિત્યની રાણી શેમ્બિન્માદેવીએ રાજ્યમાં ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં હતાં. કુંભકોણમ્, કિળયુર, શ્રીનિવાસનવ્રુર વગેરે સ્થાનોનાં મંદિરોમાં કંડારાયેલાં શિલ્પોમાં પૂર્વ ળાલીન શિલ્પશૈલી અભિવ્યકત થતી દષ્ટિગોચર થાય છે. આને ચોળ શૈલીના પ્રાથમિક તબક્કાની કલાશૈલી પણ કહે છે. આકૃતિઓની રચનામાં આયોજનકૌશલ, અંગઉપાંગો દર્શાવતી રેખાઓની નાજુકાઈ, અંગભંગમાં વરતાત મૃદુતા અને મહકતા તેમજ કેટલાંક તાજગીભર્યા અભિનવ તત્ત્વો વગેરે આ કલાશૈલીનાં લક્ષણો છે. દેહસૃષ્ટિ પાતળી ઊંચી અને ઉત્તરકાલીન પલ્લવકલાને મુકાબલે બિલકુલ હળવી કુલ જેવી છે. લાંબી મુખાકૃતિઓ મનમોહક છે. આમાં અલંકાર-સજાવટ બારીક વિગતપૂર્ણ છે. તારકસબવાળા મુકુટ ને પવિત્ર સૂત્ર, હાંસડી, સિંહમસ્તકની આકૃતિવાળો કમરબંધ, કમરની ડાબી બાજુએ અવશ્વની કિનારની પંખાકાર વલીઓની ગોઠવણી, ભરતકામ કરેલાં વસ્ત્રો વગેરે મૂર્તિ શિલ્પની સુંદરતામાં વધારો કરે છે. કુંભકોણમૂના નાગેશ્વરસ્વામી મંદિરના ગવાક્ષોમાં કંડારેલાં પાતળી દેહયષ્ટિવાળાં શિલ્પ, તિરુકોવિલૂર પાસે ળિયૂરમાં આવેલા શિવમંદિરના દ્વારપાલો, શ્રીનિવાસનલૂરના કુરંગનાથેશ્વર મંદિરનાં અંશમૂર્ત શિલ્પ વગેરે ૧૦ મી સદીની ચોળ કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. આ લક્ષણો ૧૧મી સદીમાં પણ ચાલુ રહેલાં હોવાનું તાંજોર અને ગંગકડચોળપુરનાં મહામંદિરો જોવાથી જણાય છે.
સુદૂર દક્ષિણમાં પડયા રાજ્યમાં ૮ મી સદીમાં અનેક સ્થાપત્યો બંધાયાં. આ સ્થાપત્યો પર પૂર્વકાલીન પલ્લવ શૈલીના પ્રભાવવાળાં શિલ્પો દષ્ટિગોચર થાય છે. તિરૂમલાઈપુરમ્ નું શૈલમંદિર પૂર્વકાલીન પાંડપકલાનું સારું દષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનની સજાવટમાં સાદાઈ એ આ કલાની નોંધપાત્ર વિશેષતા છે. આ ગુફાના દ્વારપાલો પણ પલ્લવ દ્વારપાલોને બિલકુલ મળતા જણાય છે. તિરુપૂરંકુર્ણ, સેન્દ્રમર, કુનકુડી, ચોક્કમપટ્ટી અને અન્ય સ્થળોએ પણ કંડારાયેલી ગુફાઓ પર આ શૈલીનાં અંશમૂર્ત શિલ્પો નજરે પડે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
૮ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પકલા
તિરુપ્પર ફુ મૂની ગુફામાં એક સુંદર શિલ્પપટ્ટિકામાં નૃત્ય કરતા શિવનું મનારમ આલેખન છે. શિવ એક હાથમાં નદિધ્વજ ધારણ કરીને “ચતુર” નૃત્ય કર્યું રહ્યા છે. આ નૃત્યને વાદકસમૂહના ગણે, પાર્વતી તથા નદી રસપૂર્વક નિહાળી રહ્યાં છે. સમગ્ર દશ્ય જીવંત અને અત્યંત ભાવપૂર્ણ બન્યું છે. કળુગુમલઈના શૈલગૃહમાં કંડારેલાં શિવ, પાર્વતી, નંદી તથા શિવગણાનાં શિલ્પે પણ એવાં જ જીવંત છે. એમાં શિવગણાના વિવિધ પ્રકારે બાંધેલા જટાજૂટ, મુખ પર હાસ્ય, કયારેક ગાતા, નાચતા, વાજિંત્ર વગાડતા, વિમાનને ટેકો આપતા કે એક બીજા સાથે મસ્તી કરતા દર્શાવ્યા છે. અહીં દક્ષિણામૂર્તિ શિવને મૃદ ંગ વગાડતા દર્શાવ્યા છે, જે આ પ્રકારનું અદ્રિતીય શિલ્પ મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ, નરસિંહ, સ્કંદ, ચંદ્ર અને સૂર્યનાં આલેખન પણ થયાં છે. સુરસુંદરીઓની કેશરચનાઓ અને પ્રસાધનમાં વરતાનું વૈવિધ્ય તેમજ તેમની અનેકવિધ અંગભ`ગીઓ આકર્ષક છે.
૧૭
પાંડયાની બાજુમાં આવેલા ચેર રાજ્યમાં પલ્લવ અને પાંડય શૈલીને મળતાં શિલ્પા કંડારાયાં હતાં. આ શિલ્પા ૮ મી સદીનાં છે. કવિયર ગુફાના દ્વારપાલે તિરુચિરાપલ્લીના પલ્લવ દ્વારપાલાને આબેહુબ મળતા આવે છે. ત્રિવેન્દ્રમ પાસે આવેલ વિળિ જમ્ ગુફાનાં શિલ્પામાં ચેર શૈલીના વિકાસ નજરે પડે છે. આ બધાં શિલ્પા ઉત્તર-આરકોટ અને ચિંગલેપુટ વિસ્તારનાં પલ્લવ શિલ્પાને ઘણે અંશે મળતાં છે. કુરિયરમાંથી મળેલી વિષ્ણુ-પ્રતિમા ઉત્તરકાલીન પલ્લવ અને પૂર્વકાલીન ચાળ કલાના સંક્રાન્તિકાલની જણાય છે. વિળિ જમના આ કાલના દ્વિભુજ દ્વારપાળને એક હાથ વિસ્મયમુદ્રામાં અને બીજો ખુલ્લો પડકાર આપતી મુદ્રામાં છે. તેણે ધા રણ કરેલા ઉપવીત પરની ઘંટડીઓ, અંગરખાના મધ્ય ભાગનાં ક્રૂમતાં તેમ જ અલ કાર સજાવટમાં વિપુલતાની બાબતમાં ચાલુકય શૈલીની અસર વરતાય છે.
કોચીનમાં રિજાલકફુડ પાસે તલખાટમાંથી મળેલી ખંડિત વિષ્ણુપ્રતિમા,. ભરણીક્કાણી અને મુરુડુકુલ ગરઈમાંથી મળેલી બુદ્ધ-પ્રતિમાઓ, તેમજ ત્રવણકોરમાં આવેલ ચિત્તલ ટેકરી પર કડારેલાં જન શિલ્પા વગેરે ૮ મી ૯ મી સદીની ચેર કલાનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે.
ભા. પ્રા. શિ.-૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૯. પૂર્વ મધ્યકાલીન શિલ્પકલા
(ઈ. સ. ૧000 થી ઈ. સ.-૧૩૦૦)
ઉત્તર-મધ્યકાલમાં સ્થાપત્યની માફક શિલ્પકલામાં પણ વિશેષ ઉન્નતિ થઈ. આ કાલમાં શિલ્પકલા મંદિર-સ્થાપત્યને આશ્રિત બની. છૂટી મૂર્તિઓ જૂજ પ્રમાણમાં મળે છે. અગાઉ મંદિરોના આવરણમાં બનતાં મૂર્તિશિલ્પોને ઉદ્દેશ મંદિરને દેવના આવાસ (સુમેરુ, કલાસ વગેરે) પર્વતે સૂચિત કરવાનું હતું, તે અહી લુપ્ત થઈ જાય છે. અને હવે એ મૂર્તિ ઓ મંદિરના શણગારની સામગ્રી બની રહે છે.
૧) સામાન્ય લક્ષણે શૈલી અને વિષયની દષ્ટિએ આ કાલની કલાની શિલ્પકલાનાં કેટલાંક નંધપાત્ર લક્ષણો આ પ્રમાણે છે:
૧) હર્ષોત્તર કાલમાં જે જે મુખ્ય મુખ્ય દેવનો વિકાસ થઈ ચૂકયો હતો તેમના સ્વરૂપનું બારીક વિવેચન થવાને કારણે એમના અનેક ભેદ અને ઉપભેદ પ્રચલિત થયા. અનેક પ્રકારનાં દેવીએ, માતૃકાઓ, યોગિનીઓ, યક્ષિણીઓ અને શાસન-દેવતાઓનો ભરપૂર વિસ્તાર થયો. આ વધતા જતા ભેદોને અનુરૂપ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. એ દેવતાઓનું સામર્થ્ય સૂચવવા માટે મૂર્તિમાં ઘણા હાથ અને વિવિધ પ્રકારનાં આયુધોનો વ્યાપક પ્રયોગ થવા લાગ્યો.
૨) વજયાન, સહજયાન, સિદ્ધસંપ્રદાય, તાંત્રિક મત, શાકમત વગેરે મતાંતરોના કારણે જીવનને કર્મણ્ય પક્ષ શિથિલ થયો. આ શિથિલતા જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ સ્ત્રી-પુરુષ સંબંધી ગુહ્ય ભાવોએ સંભ્રાંત ધાર્મિક ચર્ચાનું સ્થાન લીધુ. બ્રહ્માનંદનો રસાનુભવ સહજમાં પ્રાપ્ત થનારા સંભોગસુખના રસાનુભવની કલ્પનાથી મપાવા લાગ્યો. આ કાલમાં સ્ત્રી-પુરુષની નગ્ન મૂર્તિઓ શિ૯૫ તેમ જ ચિત્રકલામાં પણ બનવા લાગી. આ પ્રકારનાં કામ-રત યુગલોનાં મૂર્તિ-શિલ્પ ખજુરાહો, ભુવનેશ્વર, પુરી વગેરે સ્થળોનાં મંદિરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
૩) જેમ આ કાલના સાહિત્યમાં મૌલિકતાની અપેક્ષાએ પાંડિત્ય પ્રદર્શનનું વલણ વ્યાપક હતું અને દાર્શનિક ક્ષેત્રમાં પણ નવા નવા વિચારો આત્મસાત કરવા કે નવા વિચારક્ષેત્રો સર કરવાને બદલે પોતાના જ કેન્દ્રમાં ફર્યા કરવાની વિચારપદ્ધતિ વ્યાપક હતી, તેમ કલાના ક્ષેત્રમાં પણ વ્યકિતત્વનો હ્રાસ થવા લાગ્યો. બધી
Page #188
--------------------------------------------------------------------------
________________
૯૩ પૂ-મધ્યકાલીન શિલ્પકલા
મૂર્તિ એ ઠાઠમાં એકબીજાની પ્રતિકૃતિ જેવી બનવા લાગી. મૂર્તિઓનાં લક્ષણા અને પ્રતીકો નિયમબદ્ધ થઈ ગયાં હતાં. નિયમેાનું નિયંત્રણ હોવાથી મૂર્તિ કારને પેાતાની અભિરુચિ, કલા-કૌશલ અને રચનાત્મક પ્રતિભા વ્યકત કરવાના ઘણા ઓછા અવકાશ હતા. તેથી આ કાલની મૂર્તિ એમાં સજીવતા, નવીનતા અને મૌલિકતાનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળે છે. તેમ છતાં કલાકારનું કલાચાર્ય મુખ-મ`ડલની સુંદર આકૃતિ અને શરીર-સૌષ્ઠવ દર્શાવવામાં ખીલી ઉઠયું છે.
૧૯૯
૪) આ કાલનાં શિલ્પામાં સુશાભન માટે પ્રયોજેલ ફૂલવેલનાં રૂપાંકન ધીમે ધીમે ૧૨મી સદીના અંત સુધીમાં પથ્થરની જાળીનું સ્વરૂપ ધારણ કરે છે. પથ્થરમાં કરેલી આ જાળીઓ કલાના નિષ્પ્રાણ કલેવર જેવી ભાસે છે.
શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મને લગતી દેવ-દેવીઓ, તી કરો, વિદ્યાધરો, સાધુઓ વગેરેની મૂર્તિ એ શિલ્પશાસ્ત્રમાં વર્ણવેલ એમનાં માપ, આયુધ, વાહન, લાંછન વગેરે અનુસાર કરવામાં આવેલ છે. ઉપરાંત અન્ય પ્રકારની શિલ્પકૃતિએ પણ પરંપરાગત અને નિયમબદ્ધ શૈલીએ તૈયાર થઈ છે. એમાં પૌરાણિક પ્રસંગો, ગીત અને નૃત્યનાં દશ્યા, પ્રસાધન દશ્યો, શિકાર, મુસાફરી, યુદ્ધો, કુસ્તી, ધાર્મિક વાર્તાલાપ, કામશાસ્રનાં દૃષ્ટાંત જેવાં અનેક શિલ્પા, વિવિધ પશુ, પક્ષીઓ, મિાસ્વરૂપનાં પ્રાણીઓ ફૂલ-વેલની ભાત અને ભૌમિતિક આકૃતિએ વગેરે વિવિધ વિષયો જોવા મળે છે. આ કાલનાં શિલ્પાને એમના પ્રાદેશિક વિકાસના સંદર્ભમાં તપાસવાં સુગમ થઈ પડશે.
૨) આરિસ્સા
કલિંગ દેશમાં ૮ મી ૯ મી સદીથી પૂર્વી` ગંગ રાજાઓના પ્રોત્સાહન નીચે સ્થાપત્ય અને શિલ્પક્ષેત્રે વિશિષ્ટ એરિસ્સા શૈલી પાંગરી હતી. પ્રસ્તુત કાલમાં એના ચરમોત્ક સધાયેલા જણાય છે. ભુવનેશ્વરનાં લિંગરાજ (ઈ. સ. ૧૦૦૦) અને રાજરાણી (ઈ. સ. ૧૧૫૦) મંદિરો અને કોણારકનું સૂર્યમંદિર (ઈ. સ. ૧૨૩૫-૧૨૬૫ દરમ્યાન) આનાં શ્રેષ્ઠ દષ્ટાંત છે. એરિસ્સાની શિલ્પશૈલીમાં દેવ-પ્રતિમાઓના રૂપાંકનમાં હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસની સાથેાસાથ ાજસ્વિતા અને ગતિશીલતાની અસર વરતાય છે. મંદિરો પર બનેલી નાગકન્યાએ, વિવિધ નૃત્યભંગીઓ દર્શાવતી નૃત્યાંગના અને નાયિકાભેદની મૂર્તિ એ, માતૃ-વાત્સલ્ય પ્રગટ કરતી મૂર્તિ એ તેમજ કામસૂત્રમાં નિરૂપાયેલાં અનેક આસનોનાં ઉદાહરણા પૂરાં પાડતી મિથુનમૂર્તિ એ લાલિત્યપૂર્ણ છે. મદિરોની પીઠ પરનાં ગજથર, અશ્વત્થર, ભૃગથર વગેરેમાં પ્રાણીઓનું સુરેખ આલેખન થયુ છે. ફૂલવેલનાં સુાભના તથા ભૌમિતિક રૂપાંકનાનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પફ્લા
લિંગરાજના મંદિરની બાહ્ય દીવાલા પર ઉપરકત બધાં દિવ્ય અને સાંસારિક શિલ્પાનું કલાત્મક અંકન થયેલું નજરે પડે છે. એમાં ગણેશ, દેવી, મિથુનરત યુગલા અને નૃત્યમુદ્રાવાળાં સુંદરીઓનાં શિલ્પા વિગતે કંડારાયાં છે. એક મનોહ શિલ્પમાં શણગાર સજીને પિયુમિલન માટે થનગની રહેલી નવયૌવના, પ્રિયતમને આવવામાં થયેલા વિલંબથી વ્યાકુળ બનીને વારંવાર તેની દાસીને પ્રશ્નો પૂછતી જોવા મળે છે. રાજરાણી મંદિરનાં પાશધારી વરુણ ઉપરાંત અગ્નિ, યમ, નિતિ અને અન્ય દિક્પાલા તથા દેવાંગનાઓ અને નાગસુંદરીઓનાં શિલ્પા ખાસ ધ્યાન ખેંચે છે.
૧૨૦
કોણારકનું સૂર્ય મંદિર પૂર્વી ગંગ શિલ્પકલાનું સર્વોત્તમ શિખર ગણાય છે. ૧૩ મી સદીના મધ્યમાં બંધાયેલું આ મંદિર ચાળ રાજ્યમાં આવેલાં દારાસુરમ્ અને ચિદંબરમ્નાં મંદિરોના મ`ડાને અપાયેલા રથસ્વરૂપને અપનાવીને સાત અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. આ મંદિર બંધાવનાર રાજા નરિસંહ ૧ લેા માતૃપક્ષે ચેાળ રાજવંશ સાથે સંકળાયેલા હતા, તેથી આમ બનવું સ્વાભાવિક છે. કોણારકમાં મંદિરના પ્રત્યેક અંગને સૂર્ય (આકૃતિ ૪૧) તથા અન્ય દેવતાઓ અને સુશોભનાનાં અશમૂર્ત શિલ્પોથી સજાવ્યું છે. રૂપાંકનેાની વિગત અને વિષય-વૈવિધ્યની બાબતમાં અન્ય કોઈ મંદિર એની હોડમાં ભાગ્યે જ ઊભું રહી શકે એમ છે. આ શિલ્પ પ્રચંડ કદનાં છે. જગમેાહન(મંડપ) પરની વાદકોની આકૃતિઓ સુપ્રસિદ્ધ છે. એ બધી પીળાશ પડતા રવાદાર રેતિયા પથ્થરમાંથી કંડારેલી છે. વચ્ચે વચ્ચે નરમ અને લીલાશ પડતા પથ્થરમાંથી મૃદુતાપૂર્વક કોંડારેલી શિલ્પ હરોળા જડી છે. આમાં ગંગનરેશ નરસિંહના જીવનપ્રસંગો પણ જોવા મળે છે. એકમાં એને મહાન તિરંદાજ બતાવ્યા છે, બીજા દશ્યમાં એ શિવ, જગન્નાથ અને દુર્ગા સમક્ષ વિનીત ભાવે ઊભેલા હોઈ એની ધર્મ સહિષ્ણુતા વ્યકત થાય છે. અન્ય દશ્યમાં એને કવિએની સભામાં સાહિત્યની કદર કરતા રજૂ કર્યો છે, તે બીજા એક પ્રસંગમાં પડોશી દેશમાંથી આવેલા એલચીઓને આવકારતા અને એ દેશામાંથી આવેલી જિરાફની ભેટના સ્વીકાર કરતા બતાવ્યો છે, એક દશ્યમાં અંત:પુરમાં ઝુલા ઉપર ઝૂલતા રાજા બતાવી એના સુખી પારિવારિક જીવન તરફ સંકેત કરેલા છે. અહીંનાં દિવ્ય, સાંસારિક તથા સજાવટી ત્રણેય પ્રકારનાં શિલ્પામાં ૧૩ મી સદીની ઓરિસ્સાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલુ જોવા મળે છે.
૩) બિહાર-બંગાળ ઉત્તર પ્રદેશ
બિહાર અને બંગાળમાં ઉત્તરકાલીન પાલ રાજાએ અને સેન રાજાઓની આ કાલમાં સત્તા પ્રવર્તતી હતી. આ પાલ-સેન કલાનું સ્વરૂપ પૂર્વવર્તી કાલ કરતાં વધારે રૂપક્ષમતાવાળું બનતું જણાય છે. અગાઉના હુષ્ટપુષ્ટ અ`ગવિન્યાસ અને
Page #190
--------------------------------------------------------------------------
________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
૧૮૧
આછા અલંકારોને સ્થાને સુડોળ લાલિત્યમય અંગવિન્યાસ અને વિપુલ અલંકાર સજાવટ પ્રયોજાવા લાગે છે. સાંપ્રદાયિક શિલ્પમાં આધ્યાત્મિકતાને આછો ભાવ પણ વ્યકત થયો છે. ૧૨મી સદીના મહાકવિ જયદેવ વગેરેના સાહિત્યમાં સાંસારિક ભાવોનું વ્યાપક નિરૂપણ થયું છે. આ વિસ્તારની પ્રતિમાઓમાં પણ સાંસારિક ભાવ અને શારીરિક સૌંદર્ય દર્શાવવાની તત્પરતાના મૂળમાં પણ એ વલણ રહેલું જણાય છે. બુદ્ધ ગયા, રાજગૃહ, ચંપા, રાજશાહી, દિનાજપુર, ઢાકા, સિલહટ વગેરે અનેક સ્થળોએ આ શૈલીને વિકાસ થયો હતો. આ શૈલી કાશ્મીર, નેપાળ, તિબેટ, થાઈલેન્ડ, જાવા, સુમાત્રા અને સિલાનમાં પણ પ્રસાર પામી હતી.
આ શૈલીની ઘણી ખરી મૂર્તિઓ બૌદ્ધ ધર્મને લગતી અને કેટલીક શૈવ, વૈષ્ણવ અને શાકત સંપ્રદાયોને લગતી મળી છે.
કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહીત મંજુશ્રી, મારીચી, ઉષ્ણીષવિજ્યા, ઢાકામાંથી મળેલી અવલોકિતેશ્વરની પ્રતિમા કલાત્મક બૌદ્ધ પ્રતિમાઓ છે. કલકત્તાના નાહર સંગ્રહની હેવજ નામના તાંત્રિક બૌદ્ધ દેવતાની ૧૨મી સદીની પ્રતિમામાં દેવતાને દેવી સાથે રતિક્રીડામગ્ન દર્શાવ્યા છે. આ પ્રકારની નગ્ન યબ-મૂમ(કીડારત) મૂર્તિઓને તિબેટની બૌદ્ધકલામાં વ્યાપક પ્રસાર થયો હતો.
સેન રાજાઓએ કર્ણાટક વિસ્તારમાં ઉગમ પામેલ સદાશિવ સ્વરૂપને અપનાવી એનો બંગાળમાં વ્યાપક પ્રસાર કર્યો. ઇન્ડિયન મ્યુઝિયમમાં સંગૃહીત પ્રસ્તુત કાલની સદાશિવની પ્રતિમા આ શૈલીનું સુંદર દષ્ટાંત છે. ચર્ચિત કાલની વિષની મૂર્તિએમાં આયુધોનું માનુષવિધાન લુપ્ત થયેલું જણાય છે.
બિહારમાં મહાનાલમાંથી મળેલ ગંગાની મૂર્તિ અને બંગાળમાંથી મળેલ ચામુંડા, સ્કંદ અને નૃસિંહનાં મૂર્તિ શિલ્પો સુઘાટય કલાના પ્રસ્તુતકાલના સરસ નમૂના ગણાય છે. આમાં ગંગાની મૂર્તિ ઉત્તમ છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ ૧૨મી સદીની પ્રતિમામાં કલ્પવૃક્ષની નીચે હાથમાં જલપાત્રો લઈ ઊભેલી ગંગા બતાવી છે. તેના ઉપવસ્ત્રના છેડાની ગડીઓનદી-તરંગોની સૂચક છે. મસ્તકને ફરતું કલ્પવૃક્ષઅંકિત મંડલ ગંગા-સ્નાનથી સર્વ ઇચ્છાઓની પૂર્તિનું સૂચન કરે છે. રૂપક્ષમતા, લાવણ્ય અને ભાવાભિવ્યકિતને આમાં સુમેળ સધાયો છે.
ઉત્તર પ્રદેશમાં કનોજના ગાફડવાલો અને તોમરો તથા ઉત્તરકાલમાં ચૌહાણોના સમયમાં એક શિલ્પશૈલી પાંગરી હતી. વાંકડિયા વાળની નાની નાની લટોમાં એને અલગ અલગ ગૂંથવી એ આ શૈલીની તરી આવતી વિશેષતા છે. એકંદરે રૂઢિબદ્ધ હોવા છતાં, એમાં મોહકતા પણ નજરે પડે છે. ઉત્તરકાલમાં એમાં સુશોભન-પ્રચૂરતા વધતી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
જોવા મળે છે. આ શૈલી સમકાલીન બુંદેલખંડની શિલ્પ શૈલીને મળતી આવે છે. કુતુબમિનાર પાસેથી મળી આવેલ વિષણુનું મૂર્તિશિલ્પ આ શૈલીને ઉત્તમ નમૂન છે.
૪) મધ્ય ભારત મધ્ય ભારતમાં બુંદેલખંડમાં-ખજુરાહો અને મહોત્સવનગર (મહાબા)માં ચંદેલ્લા રાજાઓના પ્રોત્સાહનથી રથાપત્ય અને શિલ્પકલાનો ઉત્તમ સમન્વય સધાયેલો જોવા મળે છે. બુંદેલખંડની શિલ્પલી નિયમબદ્ધ છે, છતાં એમાં જડતા આવી નથી. મૂર્તિશિલ્પમાં રૂપક્ષમતા અને લાવણ્યયોજન અદભુત રીતે સિદ્ધ થયાં છે. નિરર્થક શારીરિક અંગવિન્યાસને અહીં અભાવ છે. સપ્રમાણ દેહસૌષ્ઠવમાં વિવિધ અંગભંગીઓ પ્રયોજવાથી મૂર્તિઓ મનોહર બની છે. એમાં ગંભીર અને હાસ્ય જેવા પરસ્પર વિરોધી ભાવની રજૂઆત થઈ છે. આમ મનોવૈજ્ઞાનિક ભાવોની સૂક્ષ્મ અભિવ્યકિતથી બુંદેલખંડની સુઘાટયકલા અદ્વિતીય ખ્યાતિ પામી છે. આમાં ખજુરાહોનાં શિલ્પ જગવિખ્યાત બન્યાં છે.
છત્રપુર જિલ્લામાં આવેલું ખજુરાહો ઉત્તર ભારતની નાગર શૈલીનાં મંદિરોના શ્રેષ્ઠ નમૂના ધરાવે છે. આ મંદિરોમાં સ્થાપત્યકીય અંગોનાં સુસંયોજનને લાવણ્યપૂર્ણ શિલ્પાથી અનુપમ રીતે સજાવ્યાં છે. અહીં ૮૫ મંદિરો બન્યા હોવાનું કહેવાય છે, પણ એ પૈકી આજે ૨૫ જોવા મળે છે. આ બધાં મંદિરોની રચનાશૈલી અને તેમનું શિલ્પ-વિધાન લગભગ સમાન તત્ત્વો ધરાવે છે. શૈવ, વૈષ્ણવ કે જૈન મંદિરો વચ્ચે તે તે ધર્મ-સંપ્રદાયની કેટલીક વિશેષ મૂર્તિઓને બાદ કરતાં તેમનાં સુશોભનાત્મક શિલ્પ વચ્ચે કોઈ અંતર વરતાતું નથી. ૯મી થી ૧૨ મી સદી દરમ્યાન બંધાયેલાં આ મંદિરો પૈકી ઉત્તરકાલમાં બંધાયેલાં લક્ષ્મણ, પાર્શ્વનાથ, વિશ્વનાથ, કેદારિયા વગેરે મંદિરોમાં વાસ્તુ અને શિલ્પકલા પૂર્ણ પણે પાંગરેલી જણાય છે.
ખજુરાહોમાં ઉપલબ્ધ અસંખ્ય મૂર્તિ શિલ્પને પાંચ વર્ગોમાં વહેંચી શકાય : પહેલા વર્ગમાં ઉપાસના માટે બનેલી દેવ-પ્રતિમાઓનો સમાવેશ થાય છે. આ પ્રતિમાઓ પૂર્ણમૂર્ત ઘડાયેલી છે. તેમને મંદિરના ગર્ભગૃહો કે અન્ય વિશેષ સ્થાન પર પ્રતિષ્ઠિત કરેલી હતી. આમાંની મોટાભાગની પ્રતિમાઓ સીધી ઊભી કે સમભંગ સ્થિતિમાં છે. કેટલીક મૂર્તિઓનું કદ ઘણું મોટું છે. બીજા વર્ગમાં પરિવાર દેવતા કે પાર્શ્વ-દેવતાને સમાવેશ થઈ શકે. તેઓ મુખ્યત્વે બહારની દીવાલો પર કે ગવાક્ષોમાં જોવા મળે છે. એમાં દિપાલો, ગણ અને જૈન મંદિરમાં જૈન શાસન-દેવતાઓ વગેરેની મૂર્તિઓ દષ્ટિગોચર થાય છે. ત્રીજા વર્ગમાં
Page #192
--------------------------------------------------------------------------
________________
૪૧
સૂર્ય (કાણારક)
પટ્ટ ૧૨
LL T
ONS
૪૨ પત્રલેખા (ખજુરાહો)
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા
દેવાંગના અને અપ્સરાઓને સમાવેશ થાય છે. એમની સંખ્યા ઘણી મોટી છે. ' તેમને આકર્ષક અંગભંગીઓમાં કંડારી છે. આમાં એમને કયાંક સ્નાન બાદ વાળમાંથી પાણી નિચોવતી, પગે અળતો લગાવતી, બાળકો કે પશુ-પક્ષીઓ સાથે મસ્તી કરતી, વીણા-બંસી વગેરે વાદ્યો વગાડતી, દડે રમતી, પત્ર લખતી (આકૃતિ ૪૨) એમ વિવિધ સ્વરૂપે દર્શાવી છે. આ પ્રતિમાઓમાં ભારતીય સાહિત્યમાં વર્ણવેલ અનેક નાયિકાઓના ભેદ મૂર્તિમંત થતા જોવા મળે છે. જેવા વર્ગમાં તત્કાલીન જીવનની ઝાંખી કરાવતાં ઘરગથ્થુ દશ્યોને સમાવેશ કરી શકાય. પાંચમા વર્ગમાં પશુપક્ષીઓનાં શિલ્પ આવે છે. પશુઓમાં શાર્દુલ, અને વાનરનો અને પક્ષીઓમાં શુક-સારિકા, મયૂર અને હંસનો વિશેષ પ્રયોગ થયો છે. ખજુરાહોના કલાસિક્કોએ એમનું અંકન વાસ્તવિક અને પ્રભાવોત્પાદક રીતે કર્યું છે.
ખજુરાહોના આ કલાભંડારમાં પૂર્વ-મધ્યકાલીન જીવન સાકાર થયેલું જોવા મળે છે. વેશભૂષા, પ્રસાધનો, સંગીત, નૃત્ય, શિકાર, યુદ્ધ, રતિક્રીડારત યુગલો વગેરે અનેક દશ્ય અહીં જોવા મળે છે. રતિક્રીડારત યુગલોનાં દશ્યમાં કામસૂત્રમાં વર્ણિત બધાં આસનને સાકાર કરવાનો પ્રયાસ થતો જણાય છે. શિલ્પ-શુંગારને આટલે પ્રચુર અને વ્યાપક આયામ ભારતના કોઈ અન્ય કલા કેન્દ્રમાં જવલ્લે જ જોવા મળે છે.
ખજુરાહોની પ્રતિમાઓમાં સુંદરીઓનાં કમનીય પાતળી કાયા, વિવિધ અંગભંગી, લચક અને ઉઠાવ, હાવભાવ, ચેષ્ટાઓ અને અલંકારો પ્રત્યક્ષ કરવામાં કલાકારોની અલૌકિક પ્રતિભા અને કલાકૌશલનો પરિચય મળે છે. કલ્પનાની સૂક્ષ્મતા, વૃત્તિ, વૈભવ અને વિશ્લેષણની નવીનતા, આકાર-પ્રકારની મનોહરતા અને રૂપાંકનની ગહનતા તેમ જ વિવિધતાની બાબતમાં ખજુરાહોનાં મંદિરો અજોડ છે.
ચંદેલ્લા રાજા કીર્તિવર્માના સમય(૧૧મી સદી)ની બૌદ્ધ, હિંદુ અને જેના ધર્મોને લગતી કલાકૃતિઓ મહેબાની આસપાસના વિસ્તારમાંથી મળી છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પાપાણિ અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા -હાથમાં નાગ વીંટયું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ કમળપત્રનું પ્રભામંડળ કંડાર્યું છે. તેમની જટામાંથી
છૂટી પડીને સ્કંધ પર પથરાયેલી લટમાં સૈકાઓ પછી પણ ગુપ્ત કલાને પ્રભાવ , ટકી રહેલો હોવાનું સૂચવે છે. બોધિસત્ત્વની બેસવાની છટા, અંગ પર ધારણ કરેલા વૈવિધ્યપૂર્ણ અલંકારે, સિંહનું પરંપરાગત પણ કાળજીપૂર્વકનું આલેખન, મરોડદાર અક્ષરોમાં લખાયેલ અભિલેખ વગેરેને કારણે આ મૂર્તિ અનુપમ બની છે. અવલકિતેશ્વરની મૂર્તિ પણ આવાં જ લક્ષણો ધરાવતી સરસ પ્રતિમા છે. મહોબામાંથી
Page #194
--------------------------------------------------------------------------
________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પલા
૧૫
મળેલી બૌદ્ધ દેવી તારા અને ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ પણ મધ્યકાલીન બૌદ્ધ કલાના સુંદર નમૂનાઓ છે. એમાં બુદ્ધના મસ્તક પરનું લગભગ મુકુટઘાટનું ઉષ્ણીશ, મૂર્તિની પાટલી પરનું અને પીઠ પાછળનું રૂપાંકન સમૃદ્ધ અને મોહક છે.
બુંદેલ ખંડમાં આવેલા ચેદિ દેશનાં ૧૦ મી ૧૧ મી સદીનાં શિલ્પોમાં અંગ વિન્યાસની બાબતમાં આદિવાસી સંસ્કૃતિની અસર જોવા મળે છે. હૈહય કે ચેદિ રાજ્યની શિલ્પકૃતિઓમાં રૂપાંકન ભરચક ઠાંસેલાં છે. ખજુરાહોનાં શિલ્પ અને હૈહય શિલ્પ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ખજુરાહના કલાકારોએ મુશ્કેલીઓ દૂર કરીને કલામાં નવીનતા લાવવાનો પ્રયત્ન કર્યો છે, જ્યારે હૈહય શૈલીમાં કલાકારે નવીન સમસ્યાઓને પ્રાચીન રૂઢિઓને આધારે હલ કરતા હોવાનું લાગે છે. ચંદ્રહિમાંથી મળેલ બારસાખ પરનાં ગંગા-યમુનાનાં અને વિંટલ પરનાં ગણેશ, લક્ષ્મી તથા સરસ્વતીનાં અંશમૂત શિલ્પો, સહાગપુરના વિરાટેશ્વર મંદિરના મંડપમાંનાં સુરસુંદરીઓનાં શિલ્પાંકન તેમજ શિવનું ચતુર-નૃત્ય-દશ્ય, જબલપુર પાસે ભેડાઘાટના ચોસઠ યોગિની મંદિરમાંની ઘંટાલી, શકિની, ફણેન્દ્રી, વૈષ્ણવી, ભીષણી, દર્પ હારી, જાહ્નવી, ઉત્તાલા, ગાંધારી, વગેરે નામાંકનયુકત યોગિની પ્રતિમાઓ તથા ત્યાંથી નૃત્યગણેશની પ્રતિમા, સોહાગપુરમાંથી મળેલ યોગ-નરસિંહ, વિષ્ણુ, શેષશાયીની મૂર્તિઓ તથા શ્રીકૃષ્ણની બાળલીલાનાં દશ્યો ધરાવતી લાંબી પટ્ટીઓ વગેરે હૈહય શૈલીનાં ઉત્તમ દષ્ટાંત ગણાય છે.
૫) ગુજરાત-રાજસ્થાન-માળવા આ વિસ્તારમાં આ કાલ દરમ્યાન ભાષા અને કલામાં પણ લગભગ સમાન સ્વરૂપ પ્રવર્તતું હતું, તેથી ભાષાની જેમ આ પ્રદેશની શિલ્પશૈલી “મારુ-ગુર્જરીલી” નામે ઓળખાવા લાગી છે. ગુજરાતના સિદ્ધરાજ અને કુમારપાળ જેવા સમર્થ રાજવીઓની આણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના કેટલાક ભાગો પર પ્રવર્તતી હતી. આથી પરસ્પરના પ્રભાવથી એક સમાન કલાશૈલીનો પ્રાદુર્ભાવ અને પ્રસાર થયો હોવાનું જણાય છે. ગુજરાતના ચાલુકયો, રાજસ્થાનના ચૌહાણો અને માળવાના પરમારોના પ્રોત્સાહનથી સ્થાપત્યની સાથે શિલ્પકલાનાં વિકાસને ભારે વેગ મળ્યો. આ શૈલીનાં શિલ્પો સજીવ, સુડોળ અને તત્કાલીન લઘુચિત્રામાં જોવા મળે છે એવી લાંબી અણિયાળી કીકીસહિત કોતરેલી આંખ જેવાં તરી આવતાં લક્ષણો ધરાવે છે. અલબત્ત, સ્થાનિક વેશભૂષા જેવી લાક્ષણિકતાઓના સંદર્ભમાં આ શૈલીના પ્રાદેશિક પેટા પ્રકારો પણ પાડી શકાય એમ છે.
ગુજરાતનાં ૧૧મી સદીનાં શિલ્પ સપ્રમાણ દેહ અલંકારયુકત, દ્વિભંગ કે ત્રિભંગવાળાં નાજુક જણાય છે. અલંકારો, દેહરચના, કેશગૂંફન વગેરે અનેક
Page #195
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પફ્લા
બાબતેામાં પરંપરાગત અંશે સચવાયા છે. મેાઢેરાનાં શિલ્પા આનાં સારાં ઉદાહરણ છે. ૧૨મી સદીનાં શિલ્પામાં નાજકતાનું સ્થાન હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસ લેવા લાગે છે. વળી તેમનાં પર આભૂષણોનું પ્રમાણ પણ વધે છે. ચૌલુકયકાલીન શિલ્પામાં લાંબા સમયની કલા સાધનાને લઈને મૃદુતા, લાવણ્ય અને લાલિત્ય જોવા મળે છે. એમાં બીજી બાજુ એમાં ભાવવ્યંજનાનું પ્રમાણ ઘટતું જણાય છે. સિદ્ધપુરના રુદ્રમહાલય માઢેરાનું સૂર્ય મંદિર અને આબુનું વિમલવસહિ આ કાલના પૂર્વાર્ધની શિલ્પકલાનાં અને સેામનાથ, ગળતેશ્વર, ધુમલીના નવલખા તથા વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં આબુ, ગિરનાર, અને શંત્રુજય પરનાં મંદિરો વગેરે ઉત્તરાર્ધ ની શિલ્પ શૈલીનાં ઘોતક છે. વડનગર, કપડવ’જ અને સિદ્ધપુરનાં રણે। તથા ઈડર તથા ઝિઝુવાડાના કિલ્લા પરનાં પ્રવેશદ્વારો તેમની શિલ્પસજાવટને લઈને પ્રખ્યાત છે. આ શિલ્પામાં મુખ્યત્વે હિંદુ અને જૈન દેવદેવીઓ નજરે પડે છે. ઉપરાંત મંદિર પરની દીવાલા પરના થરોમાં તત્કાલીન સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ, શિકાર, યુદ્ધો, કુસ્તી, મુસાફરી, ધાર્મિક ચર્ચા પૌરાણિક કથાપ્રસ ંગા નૃત્ય, ગીત, વાદન અને કામશાસ્ત્રનાં દષ્ટાંત જેવાં ભાગાસનાનાં શિલ્પ સુંદર રીતે કંડારાયાં છે. રૂપાંકનમાં પ્રાણીઓની આકૃતિએ મનેાહર બની છે.
૧૮૬
મોઢેરાના સૂર્યમ ંદિરમાં નૃત્ય કરતી દેવાંગનાઓ, દેવો, પ્રસંગકથાએ, તેમજ સુશોભનાનું આલેખન ખૂબ વિગત પૂર્ણ અને સમૃદ્ધ છે. સોમનાથ મદિરની છતનું કાલિમન કરતા કૃષ્ણનું દશ્ય, આબુના વિમલવસહિ મ ંદિરની છતનુ હિરણ્યકશિપુને મારતા નરસિંહનુ દશ્ય અને આબુના લૂણવસિંહની છતમાંનું અરિષ્ટનેમિના જીવન પ્રસંગાને વ્યકત કરતું વરયાત્રાનું દશ્ય; ભેાઈના દરવાજા પરનું અમૃતમંથનનું દશ્ય, અને ત્યાંથી મળેલ અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત અનેકભુજદેવીની પ્રતિમા; ખેડબ્રહ્માના ૫ખનાથ શિવાલયના ગવાક્ષનીં નટેશ-શિવપ્રતિમા, ખેરાળુની સૂર્ય પ્રતિમા વગેરે ગુજરાતની સોંલંકીકાલીન કલાના ઉત્તમ નમૂના ગણાય છે. આબુના વિમલવસહિ મંદિરની વિતાનાની બારીક કોતરણી અદ્દભુત છે. આરસમાં કમળની પાંખડીઓનું નિરૂપણ તેની બારીક પારદર્શક કોતરણી કલાકારની સિદ્ધહસ્તતા, અસાધારણ ધીરજ અને રૂપાંકન અંગેની ઊંડી સૂઝ માગી લે છે. આ મંદિરનું બારીક કામ જોતાં કારીગરોના હાથમાં આરસે જાણે ગળીને મીણનુ સ્વરૂપ ધારણ કર્યું હોય એમ લાગે છે. ત્યાંનું વિમળશાહે બંધાવેલ વિમલવસહિ અને એના જેવું જ તેજપાલે બંધાવેલું લૂણવસહિ ભારતની અમૂલ્ય કલા-નિધિ ગણાય છે. લૂણવસિંહમાં અંદરની બાજુએ દેવ-દેવીએ, અપ્સરાએ, સંગીતમ`ડળીએ પૌરાણિક પ્રસંગો અને વેલબુટ્ટાની સજાવટમાં શિલ્પીઓએ અજોડ શિલ્પ-કૌશલ
Page #196
--------------------------------------------------------------------------
________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
દાખવ્યું છે. મંદિરને અર્ધ-ખીલેલ કમળ જેવા ઘાટનો કેન્દ્રીય ઘુંમટ અદૂભુત છે. તેની પાંખડીઓ એટલી પાતળી પારદર્શક અને કુશળતાપૂર્વક કરેલી છે, કે તેને જોતાં પ્રેક્ષક મંત્રમુગ્ધ બની જાય છે.
રાજસ્થાનમાં ચંદ્રાવતી, નાડોલ, સાદડી, રાણકપુર, કિરાડુ, બિકાનેર, વગેરે સ્થાનેથી મુખ્યત્વે જૈન ધર્મને લગતાં શિલ્પ મળ્યાં છે. ચંદ્રાવતીમાંથી મળેલી અને હાલ સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ મ્યુઝિયમમાં સુરક્ષિત તીર્થંકર પ્રતિમા ૧૦મી સદીના અંતની કે ૧૧ મી સદીના આરંભની ચંદ્રાવતીની શિલ્પકલાને મનોહર નમૂનો છે. બિકાનેરમાંથી મળેલ જૈન દેવી સરસ્વતીની મૂર્તિ નોંધપાત્ર છે. ત્રિભંગમાં ઊભેલાં દેવીના નીચેના ભાગમાં બંને બાજુએ એક એક વીણાવાદિની કન્યા અને દેવીના મસ્તકની બંને બાજુએ એક એક માલાધર ગંધર્વ જોવા મળે છે. દેવીએ પોતાના ચાર હાથમાં અનુક્રમે માળાયુકત વરદ મુદ્રા, કમળ, પુસ્તક અને જળપાત્ર ધારણ કરેલ છે. આભૂષણોમાં રત્નજડિત મુકુટ, કુંડળ, બે હાંસડીઓ, લાંબી પંચસેરી. માળા, ભારે બાજુબંધ, બબ્બે વલયો, પહોળો કટિબંધ, અલંકૃત કટિમેખલા અને પગમાં ત્રણ સેરવાળાં સાંકળા પહેર્યા છે. દેવીના મસ્તક ફરતું પ્રભામંડળ અને એની છેક ઉપર જવાલાકાર કમાન કંડારી છે. દેવીના પગ પાસે અંજલિમુદ્રામાં બેઠેલ દંપતીની આકૃતિ મૂર્તિ ભરાવનાર દાતાની હોવાનું જણાય છે. આસનન નીચે વાહન હંસ ખૂબ નાના કદમાં કંડાર્યું છે. સફેદ આરસની આ લાવણ્યમયી પ્રતિમામાં અલંકારો ખૂબ કાળજીપૂર્વક કંડાર્યા છે. આ મૂર્તિ ૧૨મી સદીની પશ્ચિમ. ભારતીય કલાને સરસ નમૂનો ગણાય છે. બિકાનેર પાસે રાજોરગઢમાંથી મળેલું એક સુંદર સ્ત્રી-મસ્તક મનોહર કેશરચનાને લઈને ભારે પ્રશંસા પામ્યું છે. ૧૨મી સદીના આ શિલ્પમાં મસ્તક પર આગળના ભાગમાં સેંથીની બંને બાજુએ ચારચાર ગોળાકાર ગુચ્છા રાખવા, બાકીના વાળને પાછળ અંબોડામાં ગૂંથી એના પર પુષ્પગુચ્છની સજાવટ કરવી, કાનની આગળના વાળને આગળની બાજુ ગોળ કલાત્મક વળાંક આપવો અને મસ્તક પર ધારણ કરેલું મુકતાભરણ વગેરે આ શિલ્પના લાવણ્યમાં અનુપમ વધારો કરે છે.
માળવામાં પરમારોના આશ્રયે સાહિત્ય અને કલાનો વિકાસ થયો હતો. પરમાર નરેશ ભાજદેવે ધારાનગરીના સરસ્વતી મંદિરના મુખ્ય ખંડમાં સ્થાપેલી સરસ્વતીની મૂર્તિ માળવાની લાલિત્યપૂર્ણ શૈલીને સર્વોત્તમ નમૂનો છે. ઉદયપુરમાં ઉદયાદિત્યે .. બંધાવેલું નીલકંઠ કે ઉદયેશ્વર મંદિર પણ આ શૈલીનાં શિલ્પ ધરાવતું ૧૧મી સદીના . મધ્યનું વિખ્યાત મંદિર છે. માળવાનાં શિલ્પોમાં ખજુરાહો અને ગુજરાતનાં શિલ્પાનો . પ્રભાવ સ્પષ્ટ જણાય છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ભારતીય પ્રાચીન શિલ્પકલા
૬) દખ્ખણ
આ કાલ દરમ્યાન દખ્ખણમાં ઉત્તરકાલીન ચાલુકયા અને યાદવોનું સ્થાપત્ય અને શિલ્પકલાને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.
કલ્યાણીના (ઉત્તરકાલીન) ચાલુકયોનાં સ્મારકોનાં અંગભૂત શિલ્પોમાં વિશિષ્ટ શિલ્પશૈલી પાંગરેલી જણાય છે. પૂર્વવર્તી પશ્ચિમી ચાલુકય કલાને મુકાબલે આકૃતિ· એની આસપાસ સુશોભન-સજાવટ વધી ગયેલી દષ્ટિગેાચર થાય છે. વસ્ત્રાભૂષણની સજાવટ, કેશરચના,પુષ્પછત્ર, વાદળાં, પશુ-પક્ષીઓની પુષ્પાંકિત પૂંછડીઓ, લાંબા મુખવાળું મકરને મળતું ભૂંડાકૃતિ વિલક્ષણ પ્રાણી વગેરે ઉત્તરકાલીન ચાલુકય શૈલીનાં લક્ષણો છે. છતામાં કંડારેલા દિપાલે, પીઠ પરના થરમાં કંડારેલાં વામણા કદનાં પ્રાણીઓ, પક્ષીએ, મનુષ્યા અને વાદ્યકારો, સ્તંભના બ્રકેટ પરની મદનિકા વગેરે મનેાહર શિલ્પા કુરુવટ્ટિ, નૂર, હવેરી, ગડગ, બેલગામ, ઈાગી આદિ સ્થાનાનાં મંદિરોમાં જોવા મળે છે. આમાં પણ ઇાગીના મહાદેવ મદિરની છત અને દ્વારશાખાઓનાં રૂપાંકનને લઈને સ્થાપત્ય સાથે શિલ્પના અપૂર્વ સમન્વય રચાયા છે. તેથી એ મદિરના અભિલેખમાં એને માટે પ્રયોજેલ સમાસ લેવાલયન વતી ’(દેવાલયેામાં સમ્રાટ) દખ્ખણમાં તત્કાલીન મંદિરોના સંદર્ભમાં સાક થતા જણાય છે.
દેવગિરિમાંથી શાસન કરતા યાદવે। વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. રાજા મહાદેવ અને રામચંદ્ર(૧૩ મી સદી)ના મ`ત્રી હેમાદ્રિએ કરાવેલાં સંખ્યાબંધ મંદિરો પર શિલ્પા ખીચાખીચ કાંડારેલાં છે. આ શિલ્પા સમકાલીન ઉત્તરકાલીન ચાલુકય શિલ્પાને અનુસરતાં જણાય છે.
૭) દક્ષિણ ભારત
પ્રસ્તુત કાલમાં તેલંગણના કાકર્તીયા, માયસારના હાયસાળા અને તાંજોરના ચાળાના પ્રોત્સાહનથી પાંગરેલી શિલ્પકલા નોંધપાત્ર છે.
તેલંગણ પ્રદેશમાં કાકતીય સ્થાપત્યોમાં જોવા મળતાં શિલ્પાની શૈલી બાદામીના પશ્ચિમી ચાલુકયાની કલાપરંપરાને અનુસરતી જણાય છે. સમકાલીન સમીપ વતી હાયસાળ કલાને મુકાબલે આ શિલ્પકલા સાદી છતાં ઠીકઠીક અલંકારપૂર્ણ છે. કાકતીય રાજધાની વર`ગલમાંથી મળેલુ' અને હાલ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત એક વિશાળ લિ ́ટલ નોંધપાત્ર છે. અહીં મકરતારણ ઘણી બારિકાઈથી ક ડારાયુ' • છે. એમાં શિવ, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેયની નૃત્ય કરતી આકૃતિએ મનમેાહક છે. પાલમપેટ, હનમકોંડ, પિલ્લલમળી, નાગુલપાડ, માછર્લા, ગુર્ઝાલા, વગેરે સ્થાનાએ - આવેલાં કાકતીય મંદિરોનાં રામાયણ અને મહાભારત તથા પુરાણેાના કથા પ્રસંગેને
Page #198
--------------------------------------------------------------------------
________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
૧૮૯
લગતાં દશ્યો પણ સરસ રીતે કંડારાયાં છે. ત્રિપુરા કમ્ (કર્નલ જિલ્લો)માંથી મળેલ અને મદ્રાસ મ્યુઝિયમમાં સચવાયેલ મહિષાસુરમર્દિની દુર્ગાની મૂર્તિ અને હૈદ્રાબાદ મ્યુઝિયમમાં સંગૃહિત નવગ્રહપટ્ટ આ શૈલીના કલાત્મક નમૂનાઓ છે.
માયસોરના હોલસાળ મૂલત: પશ્ચિમી ચાલુકયોના સામંત હતા. આથી એમની. કલાશૈલી ચાલુકય ધાટીની છે. અલબત્ત, હેયસાળ શૈલી મંદિરોની જેમ શિલ્પ પણ વિશિષ્ટ શૈલી ધરાવે છે. સ્થૂળ દેહ, ટૂંકું કદ અને લગભગ ઘરેણાંથી લદાયેલાં હોવા છતાં આ મૂર્તિ શિલ્પ આંખને ગમે એવાં બન્યાં છે. વિષ્ણુવર્ધને ૧૨ મી સદીના પૂર્વાર્ધ દરમ્યાન કરાવેલાં સંખ્યાબંધ મંદિરે પૈકી વેલાપુર(વેલૂર) અને દ્વારસમુદ્ર(હલેબીડ)નાં મંદિરો તેમનાં પીઠ અને મંડોવર પરની દીવાલો પરની શિલ્પસજાવટને લઈને પ્રસિદ્ધ છે. હાથીઓ, મકર, હંસ, ઘોડેસવારો, ગજસવારો વગેરેના થર મૂર્તિવિધાનની વિગતે સહિત સરસ રીતે કંડાર્યા છે. દર્પણમાં પ્રતિબિંબિત થતા પોતાના રૂપ પર ઓવારી જતી, કાંડા પર બેઠેલા પોપટ સાથે ગુફતેગો કરતી, સ્નાન પછી વસ્ત્રપરિધાન કરતી, નૃત્યનું એક દશ્ય પૂરું કર્યા. પછી વિરામ લેતી, તંતુવાઘના તારને છેડતી, પ્રિયતમને માટે સુવાસિત પુષ્પો ચૂંટવા કદબવૃક્ષ નીચે ઊભેલી નવયૌવનાની આ વિવિધ સંસારલીલાઓ હલેબીડના કલાસિદ્ધોએ ખૂબ ધીરજ અને કૌશલપૂર્વક કંડાર્યા હોવાથી શિલ્પ મનમોહક બન્યાં છે. વળી હલેબીડના નૃત્ય કરતા ગણેશ, નૃત્ય કરતાં સરસ્વતી, ગજેન્દ્રમોક્ષ અને, ગજાતક હોયસાળ શૈલીનાં ઉત્કૃષ્ટ શિલ્પ ગણાય છે. બેલૂરનાં શિલ્પો પૈકી ગોવર્ધનધારી કૃષ્ણનું શિલ્પ સરસ નમૂનો છે. સોમનાથપુરનું મંદિર નાનું છતાં શિ૯૫ની. વિગતોની બાબતમાં અતિ સમૃદ્ધ છે. આ મંદિરોનું વેણુગોપાલનું શિલ્પ વેલૂરના ગોવર્ધનધારીના શિલ્પને મળતું આવે છે.
સુદૂર દક્ષિણમાં ૧૦મી સદી દરમ્યાન પલ્લવ શિલ્પકલાના પ્રભાવવાળી ચળ શિ૯૫ક્ષાનો વિકાસ થયો હતો, જેનું સ્વરૂપ ગયા પ્રકરણમાં તપાસેલું છે. પ્રસ્તુત કાલમાં આ ચોળ શિલ્પશૈલી એના વિકાસની ચરમ સીમાએ પહોંચી. ૧૧મી સદીના પૂર્વાધમાં ચોળસમ્રાટ રાજરાજ અને રાજેન્દ્ર બંધાવેલાં મહામંદિરોમાં એના ઉત્કૃષ્ટ નમૂના દષ્ટિગોચર થાય છે. આમાં પણ રાજરાજે તાંજોરમાં બંધાવેલ બૃહદીશ્વર મંદિર અને તેના પુત્ર રાજેન્દ્ર ગંર્ગકૉડળમમાં કરાવેલ ગંગકોંડાળેશ્વર મંદિર ચેળ શિલ્પકલાના અદ્ભૂત ખજાનારૂપ છે. ચાળ શિલ્પમાં બ્રહ્મા, વિષ્ણુ, લક્ષ્મી કૃષ્ણ, શિવ, નટરાજની મૂર્તિઓ, ઋષિઓ, દેવ-દેવીઓ, રાજા રાણીની પ્રતિમાઓ ઉપરાંત મંદિરના સ્તંભ પરનું સુંદર નકશીકામ પ્રશસની છે. મૂર્તિશિલ્પો લાવણ્યપૂર્ણ અને ભાવવાહી હોવાથી જીવંત લાગે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
AIN Bouilly
૪૩
પટ્ટ ૧૩
ચડંશાનુગ્રહસ્મૃતિ (ગડીકાંડચેાળપુરમ )
Page #200
--------------------------------------------------------------------------
________________
૯ઃ પૂર્વ-મધ્યકાલીન શિલ્પકલા
૧૯૧
તાંજોરમાં પરાક્રમી પુરુષ માટે યોગ્ય તાલમાનવાળાં, મૂર્તિ શાસ્ત્રીય વિગતેથી ભરપૂર અને શિવનાં ત્રિપુરાંતક, કાલાંતક અને કિરાતાનુગ્રહ જેવાં પરાક્રમ પૂર્ણ સ્વરૂપો પર વિશેષ ભાર અપાયો છે. ગંગેંકડોળેશ્વરમાં શિવના ગંગાધર સ્વરૂપ પર ખાસ લક્ષ્ય અપાયું છે. રાજેન્દ્ર ચેળના હાથે પરાજય પામી ખંડિયા બનેલા ઉત્તરના રાજાઓએ ચોળ સમ્રાટને ઉપહારમાં મોકલેલ ગંગાજળના પ્રસંગનું આમાં સૂચન રહેલું જણાય છે. આ મંદિરના એક ગોખલામાં ચંડેશાનુગ્રહમૂર્તિ (આકૃતિ ૪૩) છે. એમાં ચંડેશ સ્વરૂપે રાજા પોતે શિવના પગ પાસે વિનીત ભાવે અંજલિમુદ્રામાં બેઠો છે. શિવ પોતે એના મસ્તક પર જયમાળા કરંડમુકુટ સ્વરૂપે બાંધી રહ્યા છે. કલાત્મકતા અને ભાવવ્યંજનાની દષ્ટિએ આ શિલ્પ અજોડ છે. આ મંદિરનાં કેટલાંક શિલ્પો રાજેન્દ્ર જીતેલા વિવિધ પ્રદેશોની કલાના આદર્શો અને એમની પરંપરાને અપનાવ્યાના દષ્ટાંત-રૂપ છે. એમાં દાઢીવાળા બ્રહ્મા અને નવગ્રહપટ્ટ સ્પષ્ટત: ઉત્તર ભારતીય સ્વરૂપ ધરાવે છે. દક્ષિણમાં નવગ્રહો પૈકીના અંગારક (મંગળ), બુધ, બૃહસ્પતિ અને શનિશ્વરને ચાર હાથવાળા બતાવવાનો ચાલ હતો. એને બદલે અહી ઉત્તર ભારતીય પરંપરા અનુસાર બધા જ ગ્રહદેવતાઓને દ્વિભુજ બતાવ્યા છે.
તિરુવાડી અને પશુપતિકોવિલના બ્રધ્રા, કડિયૂરના શિવ, માથુરના માણૂરનાથ મંદિરમાંના આલિંગન ચંદ્રશેખર તથા દારાસુરમ્ નું “નિત્યવિનોદ” (શાશ્વત નૃત્ય-સંગીત)નું દશ્ય મૂર્તિવિધાન, રૂપાંકન અને કલાત્મકતાની બાબતમાં ખ્યાતિ પ્રાપ્ત શિલ્પો છે. રાજેન્દ્રના સમયમાં મંદિરોના મંડપને રથનું સ્વરૂપ આપવાના ખ્યાલથી બહારની દીવાલ પર મેટાં ચક્રો અને અશ્વોનું સુશોભન ઉમેરાયું, જેમાંથી પ્રેરણા મેળવીને ઓરિસ્સાના કોણારક મંદિરને સૂર્યના ભવ્ય રથને ઘાટ અપાયો હતો.
ઉત્તર-ચોળકાલીન ૧૨ મી ૧૩ મી સદીનાં શિલ્પોના સરસ નમૂના ચિદંબરમનાં ગોપુરના ગવાક્ષોમાં કંડારેલા વૃષવાહન કલ્યાણસુંદર, વીણાધર, ત્રિપુરાતક વગેરે મૂર્તિ શિલ્પમાં જોવા મળે છે. એ ગેપુરોના નૃત્યથર કલાત્મક હોવા ઉપરાંત ભરતમુનિના “નાટયશાસ્ત્રમાં વર્ણિત નૃત્યમુદ્રાઓની વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. એમાં પણ હસ્ત, કરણ, સ્થાન અને અંગહારોને લગતાં સ્પષ્ટીકરણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ નૃત્ય-પટ્ટ તત્કાલીન નૃત્યકલાના ઉત્કર્ષના પુરાવારૂપ છે. દારાસુરમાંથી મળેલાં શંખ અને પદ્મનાં સુંદર માનુષાકાર આલેખ, ચામરધારી દેવી, શરભ, નન્દિકેશ્વર, નાગરાજ અગત્ય, ગજાંતક વગેરે નોંધપાત્ર શિલ્પ મળ્યાં છે. ઋષિપત્ની અને ભૂતગણે સહિતને કંકાલસમૂહ ત્યાંનું ઉત્તમ શિલ્પ ગણાય છે. એ સમૂહમાંની બે યુવાન કન્યાઓનાં દેહ પરથી સરી જતાં વસ્ત્રો બતાવવામાં કલાકારે ભારે કૌશલ બતાવ્યું છે. પટ્ટીશ્વરમ, તિરુવલંજુળી, ત્રિવિડેમરુડૂર, તિરુચંગાટ્ટાંગુડી જેવાં સ્થાનેાએથી પણ દક્ષિણી કલાસિદ્ધોની કૌર્તિરૂપ એળકલાનાં સંખ્યાબંધે શિલ્પો મળી આવ્યાં છે.
ઉત્તરકાલમાં ચોળકલાનો પ્રભાવ પાંડ્ય અને વિજયનગરની કલા પર પડેલ જોવા મળે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧. માટીનાં પકવેલાં શિલ્પ
માટીના માધ્યમથી શિલ્પ બનાવવાની કલ્પના કદાચ માણસને એની સભ્યતાના આરંભના દિવસમાં આવેલી હતી અને આજ દિન સુધી અવિરતપણે આ પરંપરા ચાલુ રહી છે. ભારતમાં આ કલાનો પ્રસાર દક્ષિણની અપેક્ષાએ ઉત્તરમાં અધિક થયેલો જોવા મળે છે. એની પાછળ સામાન્ય માણસ પણ માટીના માધ્યમથી પોતાની કલાપ્રતિભા બતાવી શકે એવી ચિકણી માટીની ઉત્તર ભારતનાં મેદાનોમાં થતી ઉપલબ્ધિ હોવાનું જણાય છે.
માટીમાં બહુ સહેલાઈથી ઘાટ નીપજાવી શકાતો હોવાને લઈને તદ્દન પ્રાથમિક અવસ્થાના માનવોથી માંડીને સભ્ય માનવની સર્જનાત્મક ઝંખનાને એમાં આકાર અપાયા છે. માટીમાં ઘાટ પામેલા આકારોનું વૈવિધ્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ કે રમકડાં પૂરતું સીમિત ન રહેતાં મોટા કદનાં પૂર્ણ મૂર્ત કે અંશમૂર્ત શિલ્પો સુધી વિસ્તરેલું જોવા મળે છે. પથ્થરનાં શિલ્પોની જેમ માટીનાં શિલ્પો પણ લાંબા કાલ
સુધી જળવાઈ રહેતાં હોવાથી ઘણા પ્રાચીન સમયમાં કાચી તેમજ પકવેલી માટીનાં શિલ્પના અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે.
ભારતમાં સર્વ પ્રથમ આઘ-તિહાસિક કાલનાં માટીનાં પકવેલાં શિલ્પ કુલી, ઝોબ, કવેટા તેમજ સિંધુ ખીણની સભ્યતાનાં સ્થાનમાંથી મળી આવ્યાં છે. આ શિમાં સ્થાનિક લોકકલાનું પ્રતિબિંબ પડે છે. આ અને ઉત્તરકાલનાં શિલ્પ પરથી જણાય છે કે સમાજના ઉપલા સ્તરની વિશિષ્ટ માગના સંદર્ભમાં ઉત્કૃષ્ટ પ્રકારનાં પાષાણ અને ધાતુનાં શિલ્પોને પોષણ મળતું હતું, જ્યારે સમાજના નીચલા સ્તરની પ્રચંડ માગને માટીનાં શિલ્પો પૂરી પાડતાં હોવાથી એ સ્તરમાં લોકકલા સ્વરૂપે એને વિકાસ થતો હતે.
(૧) પ્રકાર અને નિર્માણ-પદ્ધતિ સામાન્ય જનસમાજની જરૂરિયાતને પિષક લોકકલાના આ પ્રકારના શિલ્પવૈભવ વૈવિધ્યપૂર્ણ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવા મળે છે. વિદેશો સાથેના વ્યાપાર વિનિમયમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓને ઉપયોગ થતો. તેમાં પણ પ્રજાજીવનના ઉન્મેષ
Page #202
--------------------------------------------------------------------------
________________
પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિક
પ્રતિબિંબિત થતા. આમાં ગરીબ લોકો પણ માટીનાં ઘરેણાં પહેરી સંતોષ માનતા. માટીની ઈમારતમાં પકવેલી માટીનાં શિલ્પ-સુશોભન મૂકી ઈમારતની ભારેખમ સાદાઈને હળવી બનાવાતી.
આદ્ય-તિહાસિક કાલનાં માટીનાં પકવેલાં શિલ્પોનું વર્ણન અગાઉ કરવામાં આવેલું છે. એતિહાસિક કાલની માટીનાં પકવેલાં શિલ્પોની કલા આદ્ય-તિહાસિક કાલના એના સ્વરૂપથી આકારની ચોકસાઈ અને રચનાપદ્ધતિની બાબતમાં જુદી પડવા છતાં એ કાલની ચાલી આવેલી લોકકલા તરીકે તેનું સાતત્ય છેઅત્યાર સુધી જળવાઈ રહેલું જોવા મળે છે. એથી કલા વિવેચક સ્ટેલા કેમરિશે આ પ્રકારનાં માટીનાં શિલ્પને કાલાતીત(ageless) તરીકે વર્ણ વ્યાં છે. પણ એ ઉપરાંત સમયની માગ પ્રમાણે ઘડાયેલાં શિલ્પને પ્રકાર પણ વિકસ્યો છે જેને સ્ટેલા કેમરિશે કાલાધીન કે કાલાનુક્રમી (Timed variation) કહ્યાં છે.
લોકકલાને પ્રથમ પ્રકાર ભારતીય કલાના ઇતિહાસના અભ્યાસમાં બીજા પ્રકારના જેટલો જ મહત્ત્વનું છે, કારણ કે તે પાયાની સામગ્રી પૂરી પાડે છે. લોકકલાનાં આ શિલ્પોમાં શારીરિક રચના પર ધડ, માથું, હાથ અને પગ જેવાં શરીરનાં મહત્ત્વનાં અંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું જણાય છે. માટીના લોંદાને સાહજિકતા પૂર્વક હાથ વડે દબાવી ધડનું નિર્માણ કરી, તે પર અલગ અલગ બનાવેલા માથુ, હાથ, પગ, વગેરે ચોંટાડી આખે દેહ રચવામાં આવે છે. અંગ, હોઠ, કાન, નાક, નાભિ, વાળ વગેરે ઉપાંગોની રચના તે પર કાપા પાડીને કે નાની નાની ટીકડીઓ ચુંટાડીને રચવામાં આવે છે. એ જ રીતે દેહ પર આભૂષણોની સજાવટ પણ દર્શાવવામાં આવે છે. આ રચના-પદ્ધતિને “મૂર્તન-પદ્ધતિ” (Modeling) પણ કહેવામાં આવે છે. આવા મૂર્તનમાં કલાકારની કલ્પના, પ્રતિભા અને સૌંદર્યબોધ બધું એની ક્ષમતા અનુસાર વ્યકત થાય છે. તેથી આ પ્રકારે બનેલી દરેક મતિ પોતાની વિશેષતા ધરાવતી હોય છે. આ પ્રકારનાં શિલ્પમાં સ્ત્રી-દેહનાં શિલ્પની વિપૂલતા જોવા મળે છે. એમાં સ્ત્રીઓનાં નિતંબ ભારે, સ્તનભાગ ઉન્નત અને સંપૂર્ણ ગોળ, તથા ઉદર પરની વિલ્લિ તેમજ નાભિનું આલેખન આદ્ય-તિહાસિક કાલની માતૃદેવીને મળતું આવે છે. લોકકલાના આ પ્રકારે કરેલાં પ્રાણીશિલ્પોમાં અશ્વ, ગજ, બકરા તથા ઘેટાનું બાહુલ્ય જોવા મળે છે. તેમના દેહના અવયવોના નિર્માણમાં બહુધા નળાકાર, શંકુઆકાર અને ભૌમિતિક આકૃતિઓના ઘાટનો ઉપયોગ થતો જણાય છે. એમનું રચના-વિધાન માનવ શિલ્પોના જેવું જ હોય છે. આ પ્રાણી શિલ્પોનો દેવને અર્પણ કરવા બાધા તરીકે પણ ઉપયોગ થતો.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ભારતીય પ્રાચીન શિલ્પકલા
દેવનાં વાહન તરીકે પણ એ પૂજાતાં. આ વાહનો જુદા જુદા ગ્રામદેવતાઓનાં પ્રતીક હોવાનું મનાય છે.
પ્રાચીન કાળમાં કાલાતીત પ્રકારનાં શિલ્પનિર્માણનાં અનેક કેન્દ્રો જાણમાં આવ્યાં છે. પંજાબનું તક્ષશિલા, ઉત્તર પ્રદેશનાં મથુરા, ભીટા, રાજઘાટ, શ્રાવતી, અહિચ્છત્ર, કૌશામ્બી, મધ્ય પ્રદેશમાં ગવાલિયર પાસેનું પદ્માવતી; બિહારનાં પાટલિપુત્ર, બકસાર, વૈશાલી તથા બંગાળના તામ્રલિપ્તિ(તાલુક), મહાસ્થાન વગેરે એનાં મુખ્ય કેન્દ્ર હતાં. દક્ષિણ ભારતમાં હૈદરાબાદ વિસ્તારમાંથી પણ આ પ્રકારનાં શિલ્પ મળ્યાં છે.
કાલાધીન શિલ્પ બીબામાં ઢાળીને બનાવવામાં આવેલાં છે, આમાં પહેલાં કોઈ પણ શિલ્પ પર ભીની માટી દબાવીને એની છાપ લેવામાં આવતી. તેને અગ્નિમાં પકાવતાં તેનું બીબું તૈયાર થતું આ બીબામાં માટીના લદા દબાવી એમાંથી ઉપસાવેલ શિલ્પ પ્રાપ્ત થતું. તેને જરૂરિયાત મુજબ સફાઇબંધ અને સુશોભનયુકત કરવામાં આવતું. આમ બીબાની મદદથી એક જ સ્વરૂપનાં અસંખ્ય શિલ્પ પ્રાપ્ત થતાં. આમાં કલાનું તત્ત્વ જેના પરથી બીબું બનાવાતું એ શિલ્પની રચના પર આધારિત રહેતું. શિલ્પ બનાવવામાં એકવડાં કે બેવડાં બીબાંઓનો પ્રયોગ થતો. એકવડા બીબાથી અંશમૂર્ત શિલ્પ તૈયાર થતું, જયારે બેવડા બીબાથી પૂર્ણ મૂર્ત શિલ્પ તૈયાર થતું. બેવડા બીબાથી શિલ્પ ભારે વજનનાં બનતાં. આથી એનું વજન ઘટાડવા માટે આગળ અને પાછળનાં બે બીબાંઓની મદદથી શિલ્પને બે ભાગમાં તૈયાર કરી પછીથી તેને જોડવામાં આવતું, જેથી એમાં વચ્ચે પોલાણ રહેતાં શિલ્પનું વજન ઘટી જતું. આજે આ બેવડા બીબાની પદ્ધતિએ માટીનાં રમકડાં બને છે. જો કે પ્રાચીન કાલમાં મુખ્યત્વે એકવડા બીબાને પ્રયોગ થતો.
કાલાતીત અને કાલાધીન બંને પ્રકારનાં શિલ્પાને અગ્નિમાં પકવતાં પહેલાં તેમના પર માટીનું પાતળું અસ્તર લગાવવામાં આવતું, જેથી પાકયા પછી તેમના પર ચમક આવતી. જુદી જુદી રીતે પકવવાથી એ શિલ્પો જુદા જુદા રંગ ધારણ કરતાં. કેટલાંક શિલ્પ પર પછીથી રંગ કરેલો પણ જોવા મળે છે.
કાલાધીન પ્રકારનાં શિલ્પોના પ્રારંભિક કક્ષાના બે નમૂના મથુરામાંથી મળી આવ્યા છે. બંને નમૂના સ્ત્રીદેહના છે. દેહભાગ ચપટો અને સપાટ તેમજ પેટ, લિત બ અને સ્તનપ્રદેશની ભારે રચના એ તેની વિશેષતા છે. પહેલો નમૂનો મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સંગૃહીત છે. તેના હાથ સિવાયનાં અંગોપાંગ યથાવત છે. એને દેહ ભારે અલંકારથી લદાયેલો છે. એના મસ્તકની પાછળ પ્રભાવલી જેવી ચક્રાકાર રચનામાંથી વાળની લટો ખભા પર લટકતી દર્શાવી છે. કેડને ફરતી ભારે
Page #204
--------------------------------------------------------------------------
________________
પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિ
વજનદાર કટિમેખલા એણે ધારણ કરી છે. પગ સીધા અને ટટાર છે. જંઘા ભાગે તે સહેજ લચક લે છે. બીબાં ઢાળ મસ્તક પર ખુલ્લી આંખે, પહોળું નાક અને ફાડને ઉઘાડ આપતી લબોની જાડાઈ નેધપાત્ર છે. એને સમગ્ર દેહ બીબામાં ઢાળીને બનાવેલો છે અને એ જ રીતે અલગ ઢાળીને બનાવેલા અલંકારોથી એને સજાવે છે. બીજો નમ્ ને બેસ્ટન(યુ. એસ. એ)ના ફાઈન આર્ટ્સસ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તેને જમણો પગ અને ડાબો હાથ ખંડિત છે. તેની રચનાશૈલી ઉપરોકત શિલ્પ જેવી જ છે પણ અલંકારોની હળવાશ એને ઠીક ઠીક સારો ઉઠાવ આપે છે. સ્ટેલા કે મરિશે પહેલા શિલ્પને ઈ. સ. પૂર્વે ૨૦૦ આસપાસનું ગણાવ્યું છે, જ્યારે બીજા શિલ્પને આનંદકુમાર સ્વામીએ મૌર્યકાલનું (ઈ. સ. પૂર્વે ૨૫૦ના અરસાનું) બતાવ્યું છે.
૨) મૌર્યકાલ દેહરચના અને ભાવવ્યંજનાની બાબતમાં મૌર્યકાલીન શિલ્પો એનાં પૂર્વકાલીન શિલ્પ કરતાં જુદાં પડી આવે છે. આ શિલ્પો કદમાં ઘણાં નાનાં છે અને મૌર્યોની રાજધાની પાટલિપુત્રમાંથી વિપુલ સંખ્યામાં મળી આવ્યાં છે. પાટલિપુત્રનગરના પ્રાચીન કાષ્ઠકોટના અવશેષો, જે બુલંદીબાગ નામના સ્થળેથી મળ્યા, એ જ સ્થળેથી આ પ્રકારનાં શિલ્પો, ખાસ કરીને ઊભેલી અવસ્થામાં બે સ્ત્રીમ્ ર્તિઓ તથા બે મસ્તકો–ઉત્પનનમાંથી મળી આવ્યાં છે. સ્ત્રીમૂર્તિઓ પૈકીની એક હાથકારીગરીની છે અને તે જુદાં જુદાં અંગોને જોડીને બનાવેલી છે અને ત્યાર બાદ ભઠ્ઠીમાં પકવેલી છે. એણે અંગ પર ભારે અલંકાર ધારણ કર્યા છે. બીજી સ્ત્રીમૂર્તિની દેહલતા પાતળી, સુડોળ અને આછાં ઘરેણાં ધારણ કરતી દર્શાવી છે તેથી એમાં શૈલીની વિકાસક્ષમતા નજરે પડે છે. આ બંને સ્ત્રીઓ નર્તકીઓ કે નાટ્યશાસ્ત્રની અભ્યાસી સ્ત્રીઓની જણાય છે. પહેલી મૂર્તિ (આકૃતિ ૪૪) હડપ્પીય સભ્યતામાંથી પ્રાપ્ત માતૃદેવીની પૂતળીઓ સાથે કેટલુંક સામ્ય ધરાવે છે. ઉપલબ્ધ મસ્તકો પૈકી એક મસ્તક પર વિશિષ્ટ પ્રકારનું બન્ને બાજુ વીટાવાળું શિરોવેષ્ણન આવેલું છે. એની મુખરચના ઉપરોકત સ્ત્રીમૂર્તિ ના મુખ સાથે સામ્ય ધરાવે છે. બીજુ મસ્તક નાના બાળકનું લાગે છે, જેના મુખ પર મુગ્ધભાવ ઝલકે છે.
પટનાના ભિકનાપહારી નામના વિસ્તારમાંથી બેઠેલી અવસ્થામાં આલેખાયેલું યોગીનું એક શિલ્પ પણ મળી આવ્યું છે. વળી કુંડા-ઘાટ અને ધાતુપાત્ર-ઘાટનાં બે શિલ્પ મળ્યાં છે, જે રચનાશૈલીએ ઉપરનાં શિલ્પાને મળતાં આવે છે. ગોરખપુર અને ભિકનાપહારીમાંથી પણ બે મસ્તકો મળ્યાં છે. ગોરખપુરના મસ્તક પરની દાઢી સાફ કરેલી છે. તેની નાસાગ્રદષ્ટિ આકર્ષક છે. બીજું સ્ત્રીમસ્તક છે. તેના
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬
- ભારતીય પ્રાચીન શિલ્પકલા
ભરાવદાર ગાલ, ગોળ ચિબુક અને સુંવાળા હોઠ સ્ત્રી સહજ મુખસૌષ્ઠવ અભિવ્યકત કરે છે. તાલુક (બંગાળ)માંથી મળેલું એક અભિનવ સ્ત્રી-શિલ્પ અને બાંકુરા જિલ્લા(બંગાળ)ના પોખરણામાંથી મળેલું સ્ત્રી-શિલ્પ રચના-વિધાનની દષ્ટિએ
બુલંદીબાગનાં શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. 1 ગોરખપુર પાસેથી મળેલા શિલ્પમાં સ્ત્રીને ધડભાગ જળવાઈ રહ્યો છે. દેહસૌષ્ઠવની દષ્ટિએ આ શિલ્પનો અગ, પૃષ્ઠ અને પા ભાગ સપ્રમાણ છે. તેને સ્તનપ્રદેશ ઉન્નત છે. નાભિ નીચે એણે ચુસ્ત કમરબંધ ધારણ કર્યો છે. કટિપ્રદેશથી સહેજ નીચે ભારે વસ્ત્રાલંકારો પહેરેલાં હોવાથી વસ્ત્રો અસલ સ્થિતિમાંથી ખસીને નિતંબપ્રદેશને ખુલ્લો કરે છે. સુડોળ ઉદર અને ભારે નિતંબનું સુખ અને માર્દવભર્યું આલેખન સ્ત્રીદેહની પૂર્ણતા પ્રગટ કરે છે. તેના પર અલગ ઘાટ આપીને ચડાવેલા આકર્ષક અલંકારનું વૈવિધ્ય તેના સૌંદર્યમાં વધારો કરે છે. વસ્ત્રપરિધાનની છટા પણ અભિનવ અને ચારુ છે. રત્નજડિત કટિબંધ, વિવિધ ભાતવાળી ચાર સેરો ધરાવતી કટિમેખલા અને ડાબા ખભેથી જમણી કેડ તરફ જનોઈની જેમ લંબાનું વિશિષ્ટ આભૂષણ મનોરમ છે. દેહના ઉપરનો ભાગ બારીક વસ્ત્રથી ઢંકાયો છે. સ્ટેલા કે મરિશે આ શિલ્પને દિદારગંજની યક્ષિણીની શૈલીની હોવાનું જણાવ્યું છે, પણ કાલની દષ્ટિએ આ શિલ્પ એ યક્ષિણી-શિલ્પ કરતાં પ્રાચીન છે અને મૌર્યકાલના ઉત્તરાર્ધાનું કે શું કાલના પૂર્વાર્ધાનું હોવાનું જણાય છે.
વિદ્વાનેને સામાન્ય મત એવો છે કે જે માટીનાં શિલ્પોને દેહ અને મુખ બીબામાં ઢાળીને નીપજાવેલ હોય અને એમના પર એવાં જ બીબાંઢાળ અંગઉપાંગ અને આભૂષણ ચોટાડેલાં હોય તે બધાં શિલ્પ મૌર્યકાલીન છે. આમ છતાં શંગકાલમાં પણ આ રીતે બીબામાં ઢાળીને બનાવેલાં કેટલાંક શિલ્પ મળી આવ્યાં છે.
૩) અનુમૌર્યકાલ
અ) શૃંગ-કાવકાલ નાનાં કદનાં ફલકો પર શિલ્પોનાં મુખ તથા દેહનાં ઉપાંગો બીબામાં ઢાળીને ઉતારવાની પદ્ધતિ શુંગ-કાવ કાલ(લગભગ ઈ.સ. પૂર્વે ૨૧ સદી)માં અસ્તિત્વમાં આવી. પણ આમાં સ્ત્રીમૂર્તિનું જ પ્રાધાન્ય રહ્યું છે. ભારતના અનેક પ્રદેશમાંથી આ પદ્ધતિએ આકાર પામેલાં શિલ્પો મળી આવ્યાં છે. આમાંનાં પ્રાથમિક પ્રકારનાં શિલ્પ આ કાલનાં પાષાણશિલ્પની જેમ, કદમાં ભારે, રેખામાં બરછટ અને શૈલીમાં ચપટાપણાનાં ઘાતક છે, પરંતુ ધીમે ધીમે આ શિલ્પાએ અદભૂત પ્રગતિ સાધી અને શૈલીમાં સુઘડતા, રેખામાં મૃદુતા અને સુરેખ ઉઠાવ નિષ્પન્ન થવા લાગ્યો.
Page #206
--------------------------------------------------------------------------
________________
પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિક
*
કૌશાંબી કસમ) શુંગકાલીન શિલ્પકલાનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીંથી મળેલ સ્ત્રીમૂર્તિ આ શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અનેક પ્રકારની મૌકિતક માળાઓની એના આખાય અંગને વિભૂષિત કરેલ છે. એણે કાનમાં રત્નજડિત કર્ણ ફૂલ, ગળામાં મોતીને કોલર, હાર, હાથમાં કોણી સુધી પહોંચતાં રત્નજડિત વલયો, બાજુબંધ અને ભારે કમરબંધ અને કટિમેખલા ધારણ કરેલાં છે. કટિ નીચેનાં વસ્ત્ર બારીક છે. મૂર્તિના મુખ પર હાસ્ય વિલસે છે અને તે નૃત્ય મુદ્રામાં ઊભેલી છે.
અહીંથી મળેલ આપાનગોષ્ઠીનું દશ્ય (આકૃતિ ૪૫) ધરાવતી તકતી પણ શુંગકલાનું સરસ દષ્ટાંત ગણાય છે.
તાપ્રલિપ્તિ (તાલુક) શુંગકાલીન શિલ્પનું બીજું મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીંથી પ્રાપ્ત થયેલું એક સ્ત્રીશિલ્પ આ કાલની શિલ્પકલાને સર્વોત્તમ નમૂનો ગણાય છે. એણે ધારણ કરેલાં ઘરેણાંઓનું બાહુલ્ય અને વૈવિધ્ય ધ્યાનાકર્ષક છે. સુંદર ગોળ મુખ અને હાથપગના થોડાક જ ભાગ સિવાય બાકીના દેહનો તમામ ભાગ આભૂષણોથી ખીચોખીચ ભરી દીધો છે. એની ઘૂંટી નીચેનો ભાગ ખંડિત છે. મસ્તક પર ધારણ કરેલ ત્રણ શિરોપ્ટન વિશિષ્ટ ઘાટનાં છે. મધ્યમાં ફૂલભાતની પાંચ સેરોવાળું અર્ધવર્તુળાકાર વેપ્ટન છે, બાજુનાં બે વેષ્ણન કરતાં એ કદમાં નાનું છે. ડાબી બાજુના વેપ્ટન પર મોતીની સેરો જડેલી છે. જમણી બાજુનું વેષ્ટન પાઘડીઘાટનું છે તેમાં પાંચ પાંખામાં નીચેથી ઉપર જતાં ૧) અંકુશ, ૨) ત્રિશૂળ, ૩) પરશુ, ૪) વજ અને ૫) ગદા ઊપસાવવામાં આવ્યાં છે. મસ્તકના આગલા ભાગની મૌકિક માળા બન્ને બાજુના વીંટામાં ચાપડાની જેમ જડેલી છે અને પાઘડની સેરમાં મકિતક પંકિતઓ આવેલ છે. ત્રિદલકર્ણ બંધ આકર્ષક છે. બંને ખભા પર રત્નપુષ્પજડિત વર્તુળાકાર આચ્છાદન છે અને નીચેનાં કૂમતાં બાજુએ લટકતી રત્નપંકિતઓ વડે સજાવેલાં છે. ગળામાંનો મોતીને ચુસ્ત વિવિધ ફૂલવેલની ભાતયુકત કંઠહાર છે. ચુસ્ત કમરબંધ પર થઈને મુકતામાળા ડાબા ખભાથી જમણા ખભા તરફ લંબાય છે. તેના દરેક હાથમાં વલયની ચાર પંકિતઓ છે. કટિમેખલાની ત્રણ હાર પૈકી ઉપરની બે હારમાં પૂર્ણ ખીલેલા ફૂલની પંકિત છે. ખભાથી માંડી ઢીંચણ સુધી પહોંચતા બારીક વસ્ત્રની રેખાઓ ચારુ છે અને તેમાં સૌથી નીચેના છે. મનુષ્યાકૃતિની ભાત તથા એની નીચેનાં કૂમતાં જંઘા ભાગને ખાસ ઉઠાવ આપે છે. આ વસ્ત્રની નીચે પહેરેલું ચુસ્ત પાયજામા જેવું બારીક વસ્ત્ર પણ નોંધપાત્ર છે. તેની ઓઢણીના છેડા હાથ પર દેખાય છે. સ્ટેલા કમરિશને મતે આ
Page #207
--------------------------------------------------------------------------
________________
૫ ૧૪
૪૪ સ્ત્રી-પૂતળી (પટણા મ્યુઝિયમ) ૪૫ આપાનગેાઠી (કૌશામ્બી) ૪૬ મસ્તક (મથુરા)
૪૭ મિથુનભૂતિ (અહિચ્છત્રા)
Page #208
--------------------------------------------------------------------------
________________
પરિ. ૧૦ માટીનાં પકવેલાં શિ
શિલ્પ “અપ્સરા’નું છે અને અશ્વઘોષના “સૌદરાનંદ' કાવ્યમાં આવતી માયા નામની અપ્સરાનું વર્ણન આને બંધબેસતું આવે છે. છે. જહોનસ્ટન આ શિલ્પને ગંગાના મુખ્ય પ્રદેશની વર્ષ અને ફળદ્રુપતાની દેવીનું હોવાનું ધારે છે.
આવું જ એક બીજું શિલ્પ કોસમમાંથી મળેલું, જે કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એમાં મસ્તક પર ધારણ કરેલ વેપ્ટન શુંગકાલીન ઘણાં પાષાણશિલ્પ-સાંચી, બોધગયા વગેરે પર જોવા મળે છે.
આને મળતું આવતું એક શિલ્પ વૈશાલી (બસાઢ)માંથી મળ્યું છે. આ શિલ્પ પંખયુકત દેવીનું છે. દેવી કમળ પર ઊભેલાં છે અને એની બંને બાજુએ કમળનાળ અને કમળ ઝૂલી રહ્યાં છે. તાપ્રલિપ્તિમાંથી આવું જ એક પાંખાળા દેવનું શિલ્પ મળી આવ્યું છે, જે હાલ કલકત્તાના આસુતોષ મ્યુઝિયમમાં સંગૃહીત છે.
આઈ શક-કુષાણ કાલઃ શક કુષાણ કાલનાં માટીનાં શિલ્પોને વિપુલ જથ્થો તક્ષશિલા(ગંધાર શૈલી) ને મથુરા(મથુરા શૈલી)માંથી મળે છે. તદુપરાંત આ પ્રકારનાં શિલ્પ કૌશાંબી, ભીટા, રાજઘાટ, વૈશાલી, વગેરે સ્થળોએથી પણ મળી આવ્યાં છે. આમાં મથુરામાંથી મળેલાં મસ્તકો(આકૃતિ ૪૬), રાજઘાટમાંથી પ્રાપ્ત થયેલ ટ્રિલિંગી માનવપુરુષ અને પશુ-સ્ત્રીનું મિશ્રશિલ્પ તથા બાનગઢમાંથી મળેલ બાણધારી પુરુષઆ કાલનાં ઉત્તમ પ્રકારનાં શિલ્પ છે. આ કાલનાં માટીનાં શિલ્પમાં પાષાણ શિલ્પની પરંપરા સંપૂર્ણ આકાર પામી છે એ તેની વિશેષતા છે.
અહિચ્છત્રામાંથી આ કાલની કેટલીક તકતીઓ મળી છે જેમાં મિથુન શિલ્પો કંડારાયાં છે. આ બધામાં પ્રેમાસકિતભાવ વ્યકત થાય છે (આકૃતિ ૪૭).
શામળાજી (ગુજરાત) પાસે દેવીની મોરીની બુદ્ધ મૂર્તિઓ તેમજ ઈટ પરનાં સુશોભન ક્ષત્રપકાલીન(ઈ. સ. ની ૪થી સદીનાં) છે. એમાં ગંધારની ગ્રીક-રોમન તેમજ મધ્યભારતની ભરહુત, સાંચી, વગેરે સ્થળોનાં શિલ્પની શૈલીનું મિશ્રણ નજરે પડે છે.
૪) ગુસ્તકાલ ગુપ્તકાલમાં માટીનાં બધાં શિલ્પો એકવડા બીબા વડે બનેલાં છે. એમને ફલકો પર બનેલાં અંશમૂર્ત શિલ્પ કહેવાં વધુ યોગ્ય લાગે છે. ઉપલબ્ધ નમૂનાઓમાં સૌથી વિશેષ સંખ્યા નાના કદની તકતીઓની છે. રોજિંદા માનવજીવનનું આલેખન કરતી આવી તકતીઓની વચમાં કાણું હોય છે તે પરથી એને ઘરમાં દીવાલ પર સુશોભનાર્થે લટકાવવામાં આવતી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ તકતીઓમાં તત્કાલીન સામાજિક રૂચિ, ફેશન અને માન્યતાઓનું અંકન થયું છે. એમાં પણ નારીજીવનનાં જુદાં જુદાં રૂપોનું વિશિષ્ટ અંકન થયું
Page #209
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પક્લા
છે. એમાં અલ્પાભરણ ધારણ કરતી સ્ત્રીઓનું નૈસર્ગિક ઉન્નત સૌંદર્ય અભિવ્યકત થાય છે. એમના કેશવિન્યાસમાં અલક લટો રાખવી, વચ્ચે પાંથી પાડીને ઉપરના ભાગમાં વાળથી છંત્રાકાર બનાવવો, બંને ભાગના વાળની ગોઠવણી કરીને મસ્તક પર મયૂરપુચ્છ કે મધપૂડા જેવો ઘાટ બનાવવો, વગેરે વિશેષ ધ્યાનપાત્ર છે. પુરુષો મુખ્યત્વે નિરાભરણ અને કેશવિન્યાસથી અલંકૃત જોવા મળે છે. પુરુષમાં બંને તરફ લટકતાં ગુલફાં રાખવાને વિશેષ પ્રચાર નજરે પડે છે. સ્ત્રી-પુરુષોનાં એકાકી અને દંપતીરૂપ ક્રીડારત કે ગોષ્ઠી કરતાં સ્વરૂપો ઉપરાંત વારાણસી પાસે રાજઘાટમાંથી મળેલી તકતીઓમાં દડો કે બીજી વસ્તુઓ લઈ રમતાં બાળકોનાં દશ્ય અંકિત થયેલાં છે.
પ્રસ્તુત કાલમાં દેવદેવીઓની સ્વતંત્ર મૂર્તિઓ પણ બની હતી. આવી મૂર્તિઓ મુખ્યત્વે હાથ દ્વારા મૂર્તન-પદ્ધતિએ બની છે, પણ જરૂરિયાત અનુસાર એમાં બીબાને પ્રયોગ પણ થયો છે. કલાકારો બીબાઓની મદદથી જુદાં જુદાં અંગે તૈયાર કરી હાથ અને છરીની મદદથી તેમને જોડી તેમને અલંકારણાદિથી સજાવતા. આ પદ્ધતિએ મનુષ્યકદથી પણ મોટી મૂર્તિઓ બનાવવામાં આવતી. આવી મોટા કદની મૂર્તિઓનું વજન ઘટાડવા માટે તેઓ સુકાઈ ગયેલા છાણ પર ભીની માટીનું પડ કરી તેના પર મૂર્તન કરતા. તેઓ પાછળ કે નીચેના ભાગમાં કાણું રાખતા, આથી મૂર્તિને પકાવતી વખતે અંદરનું સુકું છાણ બળી જતાં એની રાખ કાણામાંથી બહાર કાઢી લેવાતી અને મૂર્તિ વચ્ચેથી પોલી થતાં તેનું વજન ઘટતું. આ પદ્ધતિએ બનાવેલી મૂર્તિઓ રાજઘાટ, અહિચ્છત્રા વગેરે સ્થાનમાંથી મળેલી છે. આખી મૂર્તિઓમાં મુખ્યત્વે છૂટાં છવાયાં મસ્તક મળે છે. એમાં મુખાકૃતિ પર આધ્યાત્મિક ભાવ જણાતો નથી. અલબત્ત, આંખ અને હોઠોમાં સ્વાભાવિક ભાવ ઝલક જોવા મળે છે. આમાં પણ ઉપરોકત નાની તકતીઓમાં જોવા મળે છે તેવી કેશવિન્યાસોની છટા નજરે પડે છે. આવાં બે મસ્તક નોંધપાત્ર છે. એક મસ્તક પવાયા (મધ્યપ્રદેશ)માંથી અને બીજું અહિચ્છત્ર(ઉત્તરપ્રદેશ)માંથી મળ્યું છે. તેમાંના પહેલામાં પુરુષને ચહેરો છે, આ ચહેરામાં આંખના પોપચાં ઢળેલાં છે. જાણે કે તે સ્વપ્નાવસ્થામાં ન હોય! છતાં એનાં પગ, દાઢી, હોઠ, નસકોરાં અને ગાલ વગેરેની કારીગીરી અને રજૂઆત વધારે સ્વાભાવિક લાગે છે. બીજામાં સ્ત્રીને ચહેરો છે. તેમાં સ્ત્રીનું લાલિત્યમય આલેખન થયું છે. આ ચહેરાને પાર્વતીના મુખ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કાલિદાસના કુમારસંભવમાં પાર્વતીના તેમ જ મેઘદૂતમાં યક્ષિણીનાં દેહ-સૌંદર્યનું જે લાવણ્યમય વર્ણન છે. તેને આ મળતું આવે છે. વળી મથુરામાંથી મળેલું અને લખની મ્યુઝિયમમાં સુરક્ષિત
Page #210
--------------------------------------------------------------------------
________________
પરિ. ૧ઃ માટીનાં પકવેલાં શિ
૨૦૧
શિવનું મસ્તક જાણે એ પથ્થરની મૂર્તિ હોય એવું સુંદર બન્યું છે. અહિચ્છત્રામાંથી એક શિર-વિહીન પીઠાસનસ્થ ચામુંડાની મૂર્તિ પણ મળી છે. અહીંથી મળેલી અને હાલ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત ગંગા અને યમુનાની મનુષ્યકદની મૂર્તિઓ ત્યાંના શિવ મંદિરના ઉપરના ભાગ પર જતી સીડીની બંને બાજુએ ચડેલી હતી. કસિયામાંથી મળેલી અને લખની મ્યુઝિયમમાં સુરક્ષિત મનુષ્ય કદની
સ્ત્રીમૂર્તિ પણ ધ્યાનપાત્ર છે. આ સ્ત્રી બે બાળકોને લઈને બેઠેલી છે. અંદરથી પોલી અને પકાવ્યા વગરની આ મૂર્તિ પર રંગ કર્યાનાં ચિહ્ન નજરે પડે છે.
ગુપ્તકાળથી સ્થાપત્યમાં માટીને ઉપયોગ તથા ઇંટોના ચણતરની પ્રવૃત્તિ વધી હતી. પરિણામે પકવેલી માટીનું કલાક્ષેત્ર વધ્યું હતું. માટીકલા સ્થાપત્યના સુશોભનમાં વપરાવા લાગી. કોતરેલી ઇંટોમાં મનુષ્ય અને પશુઓની આકૃતિઓ અને વેલબુટ્ટાનાં રૂપાંકનો થવા લાગ્યાં. આવી ભાત મુખ્યત્વે સહરી બહલોલ, તખ્ત બહાઈ, જમાલગઢી (પંજાબ), હરવાન (કાશ્મીર), હનુમાનગઢ, સુરતગઢ, રંગમહલ, વારપાલ (રાજસ્થાન), બ્રાહ્મણાબાદ અને મીરપુરખાસ(સિંધ) પવાયા(મધ્યપ્રદેશ), સાહેતમાહેત, કોસમ, ભિતરગાંવ, અહિચ્છત્રા, રાજઘાટ, કસિયા (ઉત્તરપ્રદેશ) અને મહાસ્થાન, તાલુક તથા બાગઢ(બંગાળ)માંથી મળી આવેલ છે. ધાર્મિક સ્થાન અને મંદિરોની દીવાલો શણગારવા માટે વપરાતાં પકવેલી માટીનાં આ વાસ્તુલકો દેવી અને અર્ધદૈવી આકૃતિઓ પૌરાણિક પ્રસંગો, લોકકથાઓ અને દૈનિક જીવનનાં દશ્યો ધરાવે છે.
૫) ગુપ્તત્તરકાલ ઉત્તરકાલમાં પણ માટીનાં પકવેલાં શિલ્પો બનાવવાની પરંપરા ચાલુ રહી. એમાં પણ રમકડાં ઉપરાંત ધાર્મિક કાર્ય માટે પકવેલી માટીનાં શિલ્પોનો ઉપયોગ થતો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં આજે પણ માનતા પૂરી કરવા માટે માટીનાં રમકડાં, ઘોડા અને હાથી મંદિર પાસે મૂકાતાં નજરે પડે છે. મણારગુડીના કૃષ્ણ મંદિરની પ્રતિમા સંતાનગોપાલને સેંકડોની સંખ્યામાં બાળકોની આકૃતિઓ અર્પણ કરવામાં આવે છે. આ રીતે ભારતના અન્ય ભાગોમાં પણ માતંતા માટેનાં રમકડાં તૈયાર કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં વિનાયક ચતુર્થીને દિવસે માટીમાંથી ગજાનનનાં પૂર્ણમ્ તું અને અંશમ્ ર્ત એમ બંને પ્રકારનાં કલાત્મક શિલ્પો બનાવવામાં આવે છે. બંગાળમાં સરસ્વતી અને દુર્ગાપૂજા વખતે માટીની ભવ્ય મૂર્તિ કરવામાં આવે છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨. ધાતુ—શિલ્પેા
શિલ્પામાં ધાતુના પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે આછા થયેલા જોવા મળે છે. અલબત્ત, ધાતુશિલ્પા પણ છેક હડપ્પા સભ્યતાના કાલથી મળે છે, પણ ત્યાર બાદ એના નમૂના ઈ. સ. પૂર્વે ૧લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે.
૧) નિર્માણ-પદ્ધતિ
ધાતુ-શિલ્પા બનાવવાની પદ્ધતિનું “માનસાર” “અભિલષિતા ચિંતામણિ” અને “માનસાલ્લાસ” જેવા ગ્રંથામાં વર્ણન મળે છે. આ પદ્ધતિને “મધુચ્છિષ્ટ— વિઘા” (Cire-perdue or lost-wax) કહેવામાં આવે છે. ભારતમાં આ પદ્ધતિ છેક આદ્ય-તિહાસિક કાલથી પ્રયોજાતી જોવા મળે છે. આમાં મધુચ્છિષ્ટ (મીણ)માં અભિપ્રેત શિલ્પ હાથથી ઘડવામાં આવતું. ત્યાર પછી તેના પર માટીનું જાડું પડ ચડાવી એને દેવતા પર પકવવામાં આવતું. આથી માટી પાકી થઈ જતી અને તેની અંદરનું મીણ પીગળીને નીકળી જતાં, અંદર મીણના શિલ્પના ઘાટનું પેાલાણ બનતું. એમાં ગરમ ધાતુ રેડીને ઠારતાં અંદર ધાતુશિલ્પ તૈયાર થતું. માટીના બીબા કે સાંચાને તેડીને શિલ્પ બહાર કાઢી લેવાતું અને તેને જરૂરિયાત મુજબ છેાલીને કે ઘસીને ધાર્યા ઘાટ અને એપ અપાતા. આવા પ્રકારનાં ઢાળેલાં ધાતુશિલ્પાનુ વજન ઘટાડવા માટે મીણની વચ્ચે માટીના એક અણઘડ લોંદો રાખવામાં આવતો. આથી સાંચા પકવતી વખતે મીણ પીગળી જાય ત્યારે આ લેાંદ પાકીને સાંચામાં યથાવત્ રહી જતા. સાંચામાં ધાતુને ઢાળતાં આ પકવ લોંદા જેટલી જગ્યા કોરી રહેતી. આ રીતે ધાતુ પણ ઓછી જોઈતી અને શિલ્પનું વજન પણ ઘટતું. આમ ભારતીય ધાતુશિલ્પામાં છેક પ્રાચીન કાલથી “ધન” (નક્કર) અને “સુશિર”(પેાલાં) એવા બે પ્રકાર નજરે પડે છે. આ પદ્ધતિએ એક સાંચાથી કેવળ એક શિલ્પ જ તૈયાર થઈ શકતુ ં. આ કામમાં નિપુણ કલાકારો અને કારીગરો રોકાયેલા હતા. દક્ષિણ ભારતમાં તે “સ્થપથી” તરીકે ઓળખાતા. ત્યાં ૧ફૂટથી ૫ ફૂટ ઊંચી મૂર્તિ એ મોટાં
મદિરોમાં ખાસ કરીને વાર્ષિક ઉત્સવા વખતે નીકળતી દેવયાત્રામાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી. આવી મૂર્તિ એને “ઉત્સવમૂતિ ” કહેવામાં આવતી. તે મંદિરની સેવ્ય પ્રતિમાઓ કરતાં જુદી હતી. મંદિરની સેવ્ય પ્રતિમાઓ હ ંમેશાં પાષાણ કે કાષ્ઠની
Page #212
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨ : ધાતુશિ
બનેલી રહેતી. એ મોટા કદની વજનદાર મૂર્તિઓ દેવયાત્રામાં લઈને ફરવા માટે. અગવડરૂપ બનતી. જ્યારે ધાતુ-પ્રતિમા મુકાબલે સગવડ ભરી હતી. ખાનગી ઘરમાં ઉપાસના માટે અનેક પ્રકારની નાની નાની ધાતુમ્ ર્તિઓ બનતી હતી.
શિલ્પ બનાવવામાં ધાતુને પ્રયોગ છેક આઘ-તિહાસિક કાલથી થતો જોવા મળે છે. મોહેજો-દડોમાંથી મળેલી કાંસાની નર્તિકા અને ભેંસને ઉલ્લેખ પ્રકરણ-૨ માં થયેલ છે. ત્યારબાદ મૌર્યોત્તર કાલ પહેલાં ધાતુશિલ્પો વિશે કંઈ જાણકારી ઉપલબ્ધ થતી નથી. કેટલાક વિદ્વાન લોરિયા-નંદનગઢ(બિહાર)માંથી મળેલ તકતી પર થયેલા નારીઅંકનને અંતિહાસિક કાલનું પ્રાચીનતમ ધાતુશિલ્પ ગણાવે છે અને આને ઈ. સ. પૂર્વે ૩ જી સદીનું ધારે છે, પરંતુ બહુસંખ્યક વિદ્વાનો આ પ્રકારની સુવર્ણતકતીઓને શિલ્પની અપેક્ષાએ આભૂષણોની શ્રેણીમાં મૂકે છે. અહીં એતિહાસિક કાલનાં કેટલાંક ધાતુશિલ્પોનું વર્ણન અભિપ્રેત છે.
૨) અનુ-મૌર્યકાલ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈમાં સુરક્ષિત પાર્શ્વનાથની કાંસ્ય પ્રતિમા ઐતિહાસિક કાલની સૌથી પ્રાચીન પ્રતિમા છે. તેને સમય ઈ. સ. પૂર્વે ૧ લી સદીને આંકવામાં આવ્યો છે. કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા પાર્શ્વનાથના મસ્તક પર ફણા છે. છાતી પર શ્રીવત્સનું લાંછન કરેલું નથી. દેહસૌષ્ઠવની દષ્ટિએ આ મૂર્તિ મોહેં-જો-દડોની નતિકા સાથે અને મથુરામાંથી મળેલી શુંગકાલીન માતૃદેવીની માટીની પકવેલી પૂતળીઓ સાથે સામ્ય ધરાવે છે.
ચૌસા (જિ. શાહાબાદ, બિહાર)માંથી મળેલાં અને પટના મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયેલાં ધાતુશિલ્પમાં એક ધર્મચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થકરોની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આમાં ધર્મચક્ર અને કલ્પવૃક્ષ પ્રાચીનતમ અર્થાત ઈ. સ. પૂર્વે ૨ જી-૧ લી સદીનાં હોવાનું અનુમાન થયું છે, જ્યારે તીર્થંકરની દસ મૂર્તિઓ કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલી છે, તે કુષાણકાલની અને બાકીની છ બેઠેલી છે તે ગુપ્તકાલના આરંભની હોવાનું જણાય છે. બધી જિનમ્ ર્તિઓ નગ્ન છે. આમાંની બે મૂર્તિઓ કેશવલરીને કારણે પાર્શ્વનાથની અને બીજી બેમાં શિક્ષકમાં ચંદ્રનું અંકન હવાથી ચંદ્રપ્રભુની મનાય છે, જ્યારે બાકીની ઓળખી શકાતી નથી.
પટનામાંથી મળી આવેલ શિવ-પાર્વતીનું સુવર્ણ ઓપિત શિલ્પ પણ નોંધપાત્ર છે. શિવે મસ્તક પર ઉણીષ ધારણ કરેલ છે. આ શિલ્પ ઈસુની બીજી સદીનું મનાય છે. નાગાર્જની કડામાં થયેલા ઉખ્ખનનમાંથી આ સંકાના ઉત્તરાર્ધમાં કેટલાંક ધાતુશિલ્પો મળી આવ્યાં છે. એમાં ધનુધરી રાજપુત્ર અને કાર્તિકેયનાં શિલ્પ પ્રખ્યાત છે..
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ભારતીય પ્રાચીન શિલ્પકલ્લા
ગંધારમાંથી જેથી સદીના પૂર્વાર્ધની એક બુદ્ધ મૂર્તિ મળી છે અને એના જેવી એક અન્ય મૂર્તિ લંડનના વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગૃહીત છે.
૩) ગુપ્ત-વાકાટક કાલ આ કાલમાં પાષાણ-શિલ્પો અને વૃત્તિકા-શિલ્પોની જેમ ધાતુશિલ્પોમાં પણ વૈવિધ્યપૂર્ણ અને કલાપૂર્ણતા જોવા મળે છે.
બર્લિનના વેલ્ફરકુંડે મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુનું સંયુકત શિલ્પ ગંધાર કલાની પરંપરા જાળવી રાખતો ઉત્તમ નમૂનો છે. એમાં વિષ્ણુના ચાર અવતાર સૂચવાયા છે. વિષ્ણુ-પ્રમુખ ચતુર્મુખ ધરાવતા આ સંયુકત શિલ્પની બંને બાજુમાં મુખ અનુક્રમે નૃસિંહ અને વરાહનાં છે. પાછળના ભાગમાં કપિલનું મુખ છે. ચાર હાથ પૈકી નીચલા જમણા હાથના ક્રમે લેતાં દંડહસ્તમુદ્રા, પદ્મ, શંખ છે,
જ્યારે નીચલો ડાબો હાથ આયુધ-પુરુષ ચક્રના મોટા ચક્રને સ્પર્શ કરે છે. સૌષ્ઠવયુકત માંસલ દેહ, ભરાવદાર મૂછોથી શોભતું મુખ, વસ્ત્રપરિધાનની પદ્ધતિ અને રત્નજડિત મુકુટ પરથી શિલ્પ ૪ થી ૫ મી સદીનું હોવાનું જણાય છે. વિશ્વના પગ પાસેની લક્ષ્મીનું શિલ્પ લક્ષ્મી અને પૃથ્વીના સંયુકત સ્વરૂપને પ્રગટ કરે છે. કમલ અને શ્રીવત્સનાં લાંછન તેનાં એ મિશ્ર સ્વરૂપનાં દ્યોતક બની રહે છે. આમાં આયુધપુરુષ ચક્ર(સુદર્શન)નું શિલ્પાંકન મનોહર છે.
સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવેલ અને હાલ બર્મિંગહામ મ્યુઝિયમ (ઇંગ્લેન્ડ)માં સુરક્ષિત બુદ્ધનું વિખ્યાત ધાતુશિલ્પ (આકૃતિ ૪૮) ગુપ્તકાલનાં ઉત્તમોત્તમ ધાતુશિલ્પો પૈકીનું એક છે. આ સાડા સાત ફૂટ ઊંચું શિલ્પ આ શૈલીનાં શિલ્પોમાં કદાચ સૌથી મોટું છે. પાંચમી સદીમાં ગુપ્તકલા કેટલી ઉન્નત કક્ષાએ પહોંચી હતી તે આ શિલ્પ દ્વારા સમજી શકાય છે. આ ફિલ્મ પર ઘુંટણ સુધી પહોંચતા વસ્ત્રની ધારી મથુરાનાં પાષાણ શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. બારીક વસ્ત્ર સમગ્ર દેહલતાના સૌષ્ઠવયુકત આકારને છતે કરે છે. બુદ્ધનો જમણો હાથ અભય મુદ્રામાં છે. ડાબા હાથની ખુલ્લી હથેળીમાં પિથી ધારણ કરેલી છે.
સિંધના મીરપુરખાસમાંથી મળી આવેલ અને હાલ કરાંચી મ્યુઝિયમમાં સુરક્ષિત બ્રહ્માનું ધાતુશિલ્પ પણ ઈ. સ.ની ૫ મી સદીની ગુપ્તકલાનું સરસ ઉદાહરણ છે. બ્રહ્માનાં ધાતુશિલ્પા ભાગ્યે જ મળે છે. આ ઉત્તમ કોટિનું શિલ્પ તેથી તેમાં ગણનાપાત્ર ઉમેરો કરે છે. ચતુર્મુખ બ્રઘાનાં મસ્તક પરનો જટાબંધ અત્યંત લાવણ્યમય છે. બ્રહ્મા દ્વિભુ જ છે. અભય મુદ્રાવાળા જમણા હાથની આંગળીઓમાં અક્ષમાળા આપેલ હશે. ડાબા હાથમાં આપેલ કમંડળ ગુમ થયેલું છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૪૮
પટ્ટ ૧૫
૪૮ બુદ્ધ (સુલતાનગંજ) ૪૯ ચામરધારિણી (અકોટા)
૪૯
Page #215
--------------------------------------------------------------------------
________________
ભારતીય પ્રાચીન શિલ્પક્લા
ડાબા ખભા પર કૃષ્ણાન (મૃગચર્મ ધારણ કરેલું છે ને દેહ પર યજ્ઞોપવીત ધારણ કરેલ છે. કેડ પરથી ઘૂંટણ સુધી પહોંચતું વસ્ત્ર આકર્ષક પાટલીમાં ગોઠવાયેલું છે.
અકોટા (વડોદરા)ના જન-ધાતુ પ્રતિમાનિધિમાંથી મળેલી જીવંતસ્વામીની બે પ્રતિમાઓ પૈકીની એક ઈ. સ. ની ૬ ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. “જીવંતસ્વામી” એ દીક્ષા લીધા પહેલાં તપ કરતા સંસારી મહાવીર સ્વામીનું નામ છે, આથી આમાં રાજપુત્રને અનુરૂપ વેશભૂષા જોવા મળે છે. મસ્તક પર ઊંચે ટોપીઘાટને કલામય મુકુટ, ગળામાં હાંસડી અને હાર, હાથ પર બાજુબંધ ધારણ કરેલ છે. શરીર પર અધોવસ્ત્ર જોવા મળે છે. આ કાયોત્સર્ગ પ્રતિમાના બંને હાથ ખંડિત થયા છે. સમગ્ર ઉત્તર ભારતમાંનાં અદ્યાવધિ ઉપલબ્ધ ધાતુ-શિલ્પોમાં આગલી હરોળમાં બેસે તેવી ઉત્કૃષ્ટ કલામય આ પ્રતિમાં પશ્ચિમ ભારતીય શિલ્પશૈલીને સુંદર નમૂનો છે.
૪) અનુ-ગુપ્તકાલ આ કાલપટ દરમ્યાન પશ્ચિમ ભારતમાં મૈત્રક રાજાઓના શાસન નીચે પાષાણ શિલ્પોની જેમ ધાતુશિલ્પોની કલા પણ પાંગરી. આમાં વલભી કે પીરમ બેટમાંથી મળેલ બુદ્ધપ્રતિમા અને અકોટામાંથી મળેલ સરસ્વતીનાં શિલ્પ પશ્ચિમ ભારતીય શિલ્પશૈલીના નોંધપાત્ર નમૂના છે. આમાંની બુદ્ધ પ્રતિમા હાલ ભાવનગરનાં ગાંધી
સ્મૃતિ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. એના પર સોનાને એપ ચડાવેલ છે. બુદ્ધ પ્રલંબપાદાસનમાં બેઠેલા છે. બેઉ ખભાઓ પર ઓઢેલી સંઘાટી ગંધાર અસર ધરાવે છે. આ મૂર્તિ મૈત્રક શીલાદિત્ય ૧ લાના સમય (ઈ. સ. ૧૯૦-૬૧૫)ની મનાય છે. ઈ. સ. ૬૦૦ થી ૬૨૦ ના અરસાની સરસ્વતીની મૂર્તિમાં દેવીના મસ્તક પાછળ મણકાદાર આભામંડળ શોભે છે. એવી એણે મસ્તક પર ત્રિકૂટ મુકુટ અને છાતી પર એકાવલી અને ઉર:સૂત્ર ધારણ કર્યા છે. ઉત્તરીયની કિનારી પર મણકા અને છેડા પર ભૌમિતિક આકૃતિઓ અંકિત છે. કટિ પરનું અધોવસ્ત્ર સ્થાનિક “વિકચ્છ” શૈલીમાં છે. દેવીએ હાથમાં લાંબી નાળવાળું કમળ ધારણ કર્યું છે. એનાં સપ્રમાણ દેહલતા અને ધ્યાનમગ્ન દીધું નેત્રો નોંધપાત્ર છે.
આ કાલનાં પૂર્વ ભારતમાંથી મળેલાં કેટલાંક ધાતુશિલ્પ ગુપ્તશૈલીનાં લક્ષણો અને પરંપરા જાળવી રાખતાં જોવા મળે છે. દેઉલવાડીમાંથી બૌદ્ધ દેવી સરવાણીનું એક શિલ્પ મળ્યું છે. એની બંને બાજુએ શ્રી અને સરસ્વતી ચામરધારિણી તરીકે ઊભાં છે. પિતાના વાહન સિંહ પર ઊભી રહેલી દેવીના ઊભા રહેવાની છટા
Page #216
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨: ધાતુશિપ
ઉત્તરકાલમાં બંગાળમાં વિકસેલી પાલ શિલ્પ-પરંપરાના આદ્ય સ્વરૂપની લાગે છે. ૭મી સદીમાં થઈ ગયેલા રાજા દેવખડ્રગની રાણી પ્રભાવતીએ આ ધાતુશિલ્પને સાના વડે રસાવ્યું હાવાનું તેના પરના અભિલેખ પરથી સ્પષ્ટ થાય છે. વળી આસામમાં તેજપુરના દાહપતીય મંદિરની દ્વારશાખામાં આવેલાં ગંગા-યમુનાનાં શિલ્પા, બાલાઇઘાટ, મહાસ્થાન (પ્રાચીન પુંડ્રવન)માંથી પ્રાપ્ત થયેલ મંજુશ્રીની સાનાથી રસેલી ધાતુપ્રતિમા વગે૨ે પણ પૂર્વ ભારતના ગણનાપાત્ર નમૂના છે. ૫) રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલ-કાલ
૨૦૭
કાશ્મીરમાં ૮ મી સદીનાં ધાતુશિલ્પામાં સ્થાનિક શૈલીની સાથે ગંધાર શૈલી, ગુપ્ત શુંંલી અને પ્રતીહાર શૈલીના સમન્વય થયેલા જોવા મળે છે. ચંબા ખીણ વિસ્તારનાં છત્રાહી અને બ્રહ્મોરનાં મ ́દિરામાં આ શૈલીનાં ૮ મી સદીનાં મોટા કદનાં શિલ્પા છે, જેમાંના ત્રણ વિશેષ નોંધપાત્ર છે. આમાં એક દેવીનું સુંદર શિલ્પ છે. દેવીના હાથમાં કમળ, દર્પણ અને પેાથી છે. દેવી પદ્માસન પર ઊભેલાં છે. આભુષણા ઓછાં છે. દેહયષ્ટિ પાતળી અને ઊંચી છે. ગળામાં ચુસ્ત મૌકિતક ગ્રીવાબંધ (કાલર), તેની નીચે પાંદડીવાળા કંઠહાર અને તેની નીચે મૌતિક ઉર:સૂત્ર છે. તે બંને સ્તન વચ્ચેથી પસાર થઈ કટિસૂત્ર સુધી લંબાતું દર્શાવ્યું છે. ઇસુની ૯ મી ૧૦ મી સદીનાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં શિલ્પામાં જોવામાં આવે છે તેવું તેણે ઉત્તરીય (દુપટ્ટા) જેવુ... વસ્ત્ર ધારણ કર્યું` છે. કટિ નીચેનું વસ્ત્ર બારીક ચુસ્ત છે અને તેની પાટલી બંને પગ વચ્ચેથી પસાર થતી છેક પદ્મપીઠ સુધી લંબાતી દર્શાવી છે. અહીંથી મળેલુ મહિષાસુરમર્દિનીનું શિલ્પ પણ નોંધપાત્ર છે. તે લક્ષણાદેવીના નામે ઓળખાય છે. ત્રીજુ` આસનસ્થ ન્રુસિ ંહનું શિલ્પ પણ નોંધપાત્ર છે. સિંહમુખ નૃસિંહના ચતુર્ભુ જ(હસ્ત) પૈકીના પાછલા બે હસ્ત તીક્ષ્ણ નહાર દર્શાવતા ખભા પાસે ઊભા કરેલા છે. બાકીના બે હસ્ત (પંજામાં પંજો ભેળવીને) દેવના મુખને ટેકવતા દર્શાવ્યા છે. તેની વિકરાળ મુખમુદ્રા ખાસ નોંધપાત્ર છે. શિર પર કલગીની જેમ ધારણ કરેલ મૌકિતકમાળા દર્શનીય છે.
ગુજરાતમાં અકોટામાંથી પ્રસ્તુત કાલનાં કેટલાંક સરસ ધાતુશિલ્પા મળી આવ્યાં છે. એમાં ચામરધારિણી યક્ષિણી (આકૃતિ ૪૯) શ્રેષ્ઠ છે. ૮ મી સદીના મધ્યના
આ શિલ્પમાં સપ્રમાણ દેહલતા ગુલાબનાં પુષ્પાની ગૂથણની મધ્યમાં ચૂડામિણ ધરાવતું અવનવું કેશગૂંફન, પત્રકુંડલ, નિષ્કના હાર, ત્રિદલ પુષ્પની ભાતવાળા બાજુબંધ, કંકણાકૃતિ વલયા, ઉર:સૂત્ર, મેખલા, બારીક અને ઢીલા અધાવસ્રને પકડી રાખતું સુશેાભિત ઊરુજાલક, નૂપુર, ખભાની પાછળથી પસાર થતું... ઉત્તરીય—જેવી વેશભૂષાની સુંદર સજાવટ નજરે પડે છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
મુંબઈ પાસે આવેલ જોગેશ્વરીમાંથી ધાતુની એક સુંદર દીવી મળી આવી છે. પશ્ચિમી ચાલુકયોના સમય દરમ્યાન એટલે કે ઈસુની ૮ મી સદી દરમ્યાન આ દીવી બની હોય એમ લાગે છે. તે હાલ મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ દીવીનું હાથીનું શિલ્પ બાઘનાં ભિત્તિચિત્રોની યાદ આપે છે. તે ઉત્તર બંગાળની પાલ શૈલીના હાથીનું ખંડિત છતાં ઉત્તમ તાપ્રશિલ્પ (જે હાલ કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે તેની સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. આ દીવીની સાંકળની મધ્યમાં વચ્ચે વચ્ચે આવેલું નૃત્યાંગનાનું શિલ્પ તથા તેની ઉપર તથા નીચે આવેલ વાજિંત્ર વગાડતી અંગનાઓનાં શિલ્પ અંગમરોડની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં છે. તેમાં મધ્યનું શિલ્પ તો દક્ષિણ ભારતીય ચાલુકય અને પલ્લવોના રાજ્યત્વકાલ દરમ્યાન જે અભિનવ સિદ્ધિ નૃત્યક્ષેત્ર સધાઈ હતી તેને વ્યકત કરતું જણાય છે. આમાંની વાજિંત્ર વગાડતી સ્ત્રીઓને મળતી કેટલીક મૂર્તિઓ જાવાની પરિપાટીને વ્યકત કરે છે.
મધ્ય પ્રદેશમાં ૯ ૧૦ મી સદી દરમ્યાન ચેદી રાજાઓના આશય નીચે ધાતુશિલ્પશૈલી પ્રચારમાં આવી. આ શૈલીનાં શિલ્પો રાયપુર અને નાગપુર મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આમાં સિરપુરમાંથી પ્રાપ્ત થયેલ બુદ્ધની અને બોધિસત્ત્વની લેખ સાથેની મૂર્તિઓ ખાસ ઉલ્લેખનીય છે. આમાં રાયપુર મ્યુઝિયમમાં સંગૃહીત અવલોકિતેશ્વર, ગણેશ અને પાર્વતીનાં શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે. મુનિ કાન્તિસાગરના સંગ્રહમાં મધ્ય પ્રદેશમાંથી મળી આવેલ પરિચારિકાથી આવૃત્ત બદ્ધ દેવી તારાની એક સુંદર મ તિ છે. એ સતના (મધ્ય પ્રદેશ)થી મળેલ યોગિનીમૂર્તિઓના શિલ્પ-વિધાન સાથે સામ્ય ધરાવે છે.
પૂર્વ ભારતમાં બંગાળ અને બિહારમાં પાલ રાજાઓના શાસન દરમ્યાન ધાતુશિલ્યની કલાનો અપૂર્વ વિકાસ થયો. તેથી આ શિલ્પ પાલ શૈલીના નામે પ્રસિદ્ધ છે. આ શૈલીનાં શિલ્પ ૯ મીથી ૧૨ મી સદી દરમ્યાન મળે છે. આ શૈલીએ મુખ્યત્વે બુદ્ધ, બોધિસત્ત્વો અને બૌદ્ધ દેવી તારાના શિલ્પો જોવા મળે છે. આમાંનાં કેટલાંક નાલંદા મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પાલશૈલીનું એક ઉત્તમ ધાતુશિલ્પ પટના મ્યુઝિયમમાં છે. ૯ મી સદીનું આ શિલ્પ બુદ્ધનું અવતરણ (descent of Buddha)ના નામે ઓળખાય છે. ત્રાયન્નિશ સ્વર્ગમાં માતાને ઉપદેશ આપવા બદ્ધ ગયા. ઉપદેશ આપ્યા પછી તેમણે પૃથ્વી પર પુન: અવતરણ કર્યું. સંકિસામાં કેસલ નરેશ પ્રસેનજિતે તેમનું સ્વાગત કર્યું. આ કથાનકને આકાર આપતા આ શિલ્પની જમણી બાજુએ બ્રહ્મા અને ડાબી બાજુએ શક્ર (ઇન્દ્ર) છે. બ્રહ્મા જમણા હાથ વડે અને ચામર ઢોળી રહ્યા છે. તેમના ડાબા હાથમાં કમંડળ છે. ઇન્દ્ર
Page #218
--------------------------------------------------------------------------
________________
પરિ ૨ઃ ધાક્ષિક..
૨૦.
બંને હાથ વડે બુદ્ધનું ભિક્ષાપાત્ર ધારણ કર્યું છે. બુદ્ધ ઊભેલા છે. તેઓ પોતાના પઘમંડિત જમણા હાથ વડે બ્રહ્માના મસ્તકને સ્પર્શ કરે છે. તેમનો ડાબો હાથ ચિન્દ્રામાં છે. એમાં વસ્ત્રનો એક છેડે અંગૂઠા અને આંગળી વચ્ચેથી પસાર થતો દર્શાવ્યો છે. બુદ્ધના મસ્તકે આભા પ્રગટ કરતી જવાળાઓ (The flames of the aureole), પદ્મપીઠની પાંખડીઓ, ઇન્દ્રને મુકુટ અને બ્રહ્માની જટા તથા બુદ્ધની વસ્ત્રપરિધાન-પદ્ધતિ આ શિલ્પને ઉત્કૃષ્ટ બનાવે છે. પદ્મપીઠની નીચે બંને બાજુના ગવાક્ષોમાં સિંહનાં શિલ્પો છે.
બુદ્ધનું આવું એક શિલ્પ ઉપરોકત મ્યુઝિયમમાં છે. એમાં વ્યાખ્યાન મુદ્રામાં પદ્માસન વાળીને બેઠેલા બુદ્ધની પાછળ આવેલી પડદીની બંને બાજુએ મકર અને સિંહ પર કંડારેલાં વ્યાલનાં શિલ્પ ખાસ નોંધપાત્ર છે. બુદ્ધની પાછળની પ્રભામંડળની કિનારો જવાલામંડિત છે અને તે પર આવેલ અર્ધ વૃત્તાકાર ઘાટની કમાનની મધ્યમાં ગ્રાસમુખ અને તેના મુખમાંથી નિષ્પન્ન થતી પીપળ-પાનની ડાળીઓ બંને બાજુના છેડા પર ઊભા વેલામાં સંક્રાન્ત પામતી દર્શાવી છે તથા તેમાંથી બંને છેડે એક એક કિન્નર નિષ્પન્ન થતા દર્શાવ્યા છે. આ શિલ્પ પણ ૯ મી સદીનું છે.
આ જ મ્યુઝિયમમાં સંગૃહીત બૌદ્ધ દેવી તારાનું ધાતુશિલ્પ પણ ઉત્તમ કોટિનું છે. પદ્મપીઠ પર દેવી લલિતાસનમાં બેઠેલાં છે. પીઠની નીચે બંને બાજુના ગવાક્ષામાં બેઠેલા સિંહોનાં શિલ્પ છે. દ્વિભુજ દેવીને જમણો હાથ વરદમુદ્રામાં છે, જ્યારે ડાબા હાથમાં અર્ધવિકસિત કમળ છે. તેની નાળમાંથી બંને બાજુએ કમળડોડા નિષ્પન્ન થાય છે. તેના દેહ પર ધારણ કરેલાં આભૂષણોમાં કાનમાં દ્વિવિધ કર્ણફૂલો પહેર્યા છે. કાંડામાંની વલયપંકિતઓને બ્રેસલેટની માફક એક જ ચાપડા વડે ગ્રથિત કરી છે. કલાત્મક રીતે ગોઠવેલી અલકલટો, મુકતાફળ વડે ગ્રથિત યજ્ઞોપવીત, કટિસૂત્ર, પગનાં નૂપુરો અને અંગ પર વલ્લીદાર બારીક વસ્ત્ર-પરિધાન આકર્ષક છે. મસ્તક પર મુકુટ રત્નજડિત છે. મૂર્તિની પાછળની પડદીની બંને બાજુએ નીચે આવેલા હસ્તિ ૫ર સિંહ-વ્યાલનાં શિલ્પો છે. તેની ઉપરના છેડે દરેક બાજુએ એક એક મકરમુખ તથા કિનારનાં શિલ્પ છે. મસ્તક પાછળની આભાને કિનારયુકત પત્રપંકિતઓથી મંડિત કરેલ છે. આ શિલ્પ પણ ૯ મી સદીનું છે.
પાલ શૈલીમાં ઘડાયેલું ૯ મી સદીનું બલરામ કે સંકર્ષણનું નાલંદામાંથી પ્રાપ્ત થયેલું શિલ્પ હાલ દિલહીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. બલરામ ભા. પ્રા. શિ.-૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વિષ્ણુનાં લક્ષણ ધારણ કરતા ઊભા છે. તેમના ચાર હાથ પૈકી નીચેના બેમાં ચક્ર અને કમળ છે, જ્યારે ઉપલા બેમાં તેમનાં પ્રિય આયુધ હળ અને મુશળ છે. તેમને મસ્તક પર સર્પ ફણા છે. તેમની જમણી બાજુ તેમની પત્ની રેવતી તેમને માટે પ્યાલામાં શુરા ભરતી જણાય છે. ડાબી બાજુ અનુચરી તેમને માટે ભોજનને થાળ લઈ ઊભી છે. પદ્મ પર ઊભેલા દેવની પાછળની બાજુએ કરેલી ફ્રેમમાં બંને બાજુએ ગર્જના કરતા સિંહ અને હંસ તથા મકરમુખ જોવા મળે છે. દાતા ભકત પોતે આસનપીઠના નીચેના ભાગમાં વિનમ્ર ભાવે બેઠેલો જણાય છે.
આમ તો સમગ્ર ભારતમાં ધાતુશિલ્પો મળે છે, પરંતુ દક્ષિણ ભારતમાં મળે છે તેવાં ઉત્તમ સર્જનાત્મક અંશ પ્રગટ કરતાં અને કદમાં પણ મોટાં અને ભારે શિલ્પ બીજે કયાંય જોવા મળતાં નથી. દક્ષિણમાં પણ તામિલભાષી પ્રદેશોમાં આનું વિશેષ બાહુલ્ય વરતાય છે. પલ્લવ, ચોળ અને વિજ્યનગરના રાજ્યકાળ દરમ્યાન દક્ષિણમાં ઉત્તમ ધાતુશિલ્પો નિર્માણ પામ્યાં છે. દક્ષિણનું લગભગ દરેક મંદિર સરસ પ્રાચીન ધાતુમૂર્તિઓ ધરાવતું જોવા મળે છે.
સાતવાહનો અને ઇક્વાફ રાજાઓના સમયમાં પાષાણ શિલ્પોની બાબતમાં જે પરંપરાઓ સર્જાઈ હતી, તે બધીને કાંચીના પલ્લવી વિકાસ સાધ્યો. પલ્લવાની રાજયસત્તા ઈસુની ૪ થી સદીથી શરૂ થઈ, પરંતુ ૬ ઠી ૭ મી સદીમાં થયેલા રાજા સિંહવિષ્ણુ અને મહેન્દ્રવર્માની પાષાણ કલાએ અભિનવ સિદ્ધિ સાધી. પલ્લવના સમયમાં પણ ઘણાં ઉત્તમ ધાતુશિલ્પો ઉપલબ્ધ બન્યાં છે. આ શિલ્પો ૮ મી સદીથી મળવા લાગે છે.
પલ્લવ શિલ્પોનાં કેટલાંક અભિનવ લક્ષણો છે; દા. ત. પલ્લવ શિલ્પો હંમેશાં યોપવીત ધારણ કરતાં દર્શાવ્યાં હોય છે. પલ્લવ શૈલીનું બીજું લક્ષણ તેના દેહના નીચેના ભાગ પર ધારણ કરાવવામાં આવતું વસ્ત્ર છે. આ વસ્ત્રની પહેરવેશ-પદ્ધતિને અહીં હસ્તી-સૌષ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીમાં કમળની ચારેબાજુએ અર્ધવૃત્તાકાર ઘાટના તેરણની માફક વસ્ત્રની પાટલીઓ ગોઠવવામાં આવે છે. આ શૈલીનું ત્રીજું લક્ષણ મૂર્તિ પર શ્રીવત્સના ચિનને અભાવ છે અને તેમાંય લક્ષ્મીની મૂર્તિ (જે ઘણું કરીને શ્રીવત્સના ચિહુનથી અંકિત હોય છે, તે) પરનું શ્રીવત્સનું ચિહ્ન પણ સર્વથા દૂર કરાયું છે.
| ત્રિપુરાતક તરીકે જાણીતું થયેલ પલ્લવશૈલીનું ૮ મી સદીનું ધાતુશિલ્પ ઉત્તમ કોટિનું છે. ત્રિપુરાન્તક દ્વિભુજ શિવ હાથમાં ધનુષ્યબાણ લઈને ઊભા હોય
Page #220
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨ઃ ધાતુશિ
૨૧૧
એમ ભિંગમાં ઊભેલા દર્શાવ્યા છે. મસ્તક પરનો વિશિષ્ટ ઘાટને મુકુટ દેહ પર ધારણ કરેલ કંઠબંધ, કંઠહાર, યજ્ઞોપવીત, કટિસૂત્ર અને ઊર્જાલક સાદા શિલ્પને અભિનવ ઘાટ અર્પણ કરે છે. આ શિલ્પ અમદાવાદમાં શ્રી ગૌતમ સારાભાઈના સંગ્રહમાં છે.
મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત કુરમ ગામમાંથી મળેલ ૮ મી સદીનું નટેશનું શિલા નોંધપાત્ર છે. અહીં શિવ ઊધ્વજાનુ નૃત્યમુદ્રામાં અંકિત કરેલા છે. આ શિલ્પનાં મુખ્ય લક્ષણો તેની સાદી છતાં આકર્ષક અલંકરણપદ્ધતિ, જટા અને અલકલટો આવિર્ભાવ તથા તે અંગેની ઝીણી ઝીણી વિગતોના આલેખનમાં રહેલ છે. સામાન્યત: આ પ્રકારના શિલ્પમાં શિવના ડાબા હાથમાં જવાલા આપવામાં આવે છે, જ્યારે અહીં તેમણે નાગ ધારણ કર્યો છે. શિવનટરાજની મૂર્તિ એના પ્રકારમાં આ મુદ્રામાં આ એક જ પ્રાપ્ત ધાતુશિલ્પ છે.
વળી આ મ્યુઝિયમમાં સંગૃહીત કિલાપૂડનુર ગામેથી મળેલ વિષપાન કરતા શિવ અને નાગપટ્ટનમૂમાંથી મળેલ બોધિસત્વ મૈત્રય-આ બંને શિલ્પા પણ ૮મી સદીનાં પલ્લવશૈલીનાં નમૂનેદાર શિલ્પો છે.
તિરુવલનગડુમાંથી પ્રાપ્ત થયેલ અને મદ્રાસના સરકારી મ્યુઝિયમમાં સુરક્ષિત કરેલ સમસ્કંદ તરીકે ઓળખાતું એક નાના કદનું સુંદર ધાતુશિલ્પ આદ્ય-ચોળ શૈલીનું ૯ મી સદીનું નમૂનેદાર શિલ્પ છે. આ શિલ્પની બનાવટમાં પલ્લવશૈલી ચોળશૈલીમાં સંક્રાંત થતી જણાય છે. આમાં તેનાં કેટલાંક દ્યોતક લક્ષણો પ્રતિબિંબિત થાય છે. આ દેવદંપતીયુગલના શિલ્પની રચના-પદ્ધતિ કાંચીપુરના વૈકુંઠપેરૂમાલ મંદિરમાં આવેલા પલ્લવ રાજા નન્દીવર્મના સમયનાં શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. સમસ્કંદ શિવે હાથમાં ફૂલ અને કપાલ ધારણ કરેલાં છે. શૂલનો આકાર પલ્લવ શૈલીને છે. તે જ રીતે દેવી ઉમાના મસ્તક પરના મુકુટ તથા તેની પાતળી છતાં છટાદાર દેહયષ્ટિ પલ્લવશૈલીનાં લક્ષણો પ્રકટ કરે છે. તિરુવરંગુલમથી પ્રાપ્ત થયેલ નટરાજનું ૧૦ મી સદીનું શિલ્પ પણ આદ્ય-ચોળશૈલી ધરાવે છે. સમય જતાં આ શૈલીએ નટરાજનાં સર્વોત્તમ શિલ્ય ઘડાયાં.
૬) પૂર્વ-મધ્યકાલ આ કાલપટ દરમ્યાન શ્રેષ્ઠ ભારતીય ધાતુશિલ્પો ઘડાયાં.
ઈસુની ૧૧મી-૧૨મી સદીનાં ધાતુશિલ્ય પૈકીનાં કેટલાંક શિલ્પમાં અજોડ અને અભિનવ અંગભંગી તેમજ પરિપૂર્ણ નાની બાબતમાં બંગાળમાં અગાઉનાં પાલ શૈલીનાં ધાતુશિલ્પને મુકાબલે વિશેષ પ્રગતિ સૂચક ચિહ્નો જોવા મળે છે. મધ્યમ કદનાં
Page #221
--------------------------------------------------------------------------
________________
ર૧ર
ભારતીય પ્રાચીન શિલ્પકલા
આ શિલ્પમાં વિષણુનાં શિલ્પ નોંધપાત્ર છે. વિષ્ણુની બંને બાજુએ ઘણું કરીને તેમની બંને પત્ની શ્રી અને સરસ્વતી અને પ્રસંગેપારા શ્રી અને ભૂદેવી પણ હોય છે. આ પ્રકારની યુગલ-મૂર્તિઓ પૈકીની એક મૂર્તિમાં ભૂદેવીના હાથમાં કમળ પુષ્પને સ્થાને અનાજન ડોડો આપેલ છે. એનાથી ભૂદેવીનું વસુંધરા સ્વરૂપ સૂચવાય છે, જે ઉત્તર ભારતીય પરંપરાનું ઘાતક છે. તેવી રીતે વિષ્ણુના ચાર હાથ પૈકીના ગમે તે ઉપલા એક હાથમાં ગદા હોય છે. તે પણ ઉત્તર ભારતીયપણાનું ઘાતક લક્ષણ છે. (દક્ષિણની પરંપરા પ્રમાણે વિષ્ણુ ગદાને પોતાના નીચલા હાથ પૈકીના એકમાં ધારણ કરે છે.) તેવી રીતે દક્ષિણમાં આ દેવ નીચલા ગમે તે હાથમાં શંખ ધારણ કરે છે ને ઉત્તર ભારતીય પરંપરા પ્રમાણે, શંખનું વલયાકાર મથાળું નીચલી બાજુથી રાખવામાં આવે છે. બંગાળનાં શિલ્પોમાં ઉત્તર ભારતીય પરંપરાનાં લક્ષણો પ્રગટ થાય છે. ગદાનો ઘાટ તથા પ્રભાવલિ બંગાળની પદ્ધતિનાં છે. રાજશાહી મ્યુઝિયમમાં સંગૃહીત પ્રતિમામાં વિષ્ણુએ આ રીતે શંખ ધારણ કરેલ જોવા મળે છે.
સાગરદિગ્બીમાંથી મળેલ અને કલકત્તાના અંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત વિષ્ણુનું શિલ્પ સેંધપાત્ર છે. આ શિલ્પમાં દેવ ષડ્રભુજ છે. વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકટની પાછળ આવેલ આભામંડલમાં સાત નાગપુરુષનાં શિલ્પો કોતરેલાં છે. તેમના શંખ અને ચક્ર આયુધ પુરુષો તરીકે તેમની બંને બાજુએ ઊભેલા છે. તેમની જમણી બાજુએ પીઠિકા પર ઉપાસક પુરુષની મૂર્તિ તથા શિ૯૫ની પાછળની બાજુએ એક નાનકડો લેખ કોતરેલો છે.
રંગપુરમાંથી પ્રાપ્ત થયેલ અને રાજશાહી મ્યુઝિયમમાં સંગૃહીત ૧૧મી સદીની વિષ્ણુ પ્રતિમામાં બંને બાજુએ આયુધ પુરુષોની રચના થઈ છે. આ પદ્ધતિ બંગાળનાં ધાતુશિલ્પોનું મહત્ત્વનું લક્ષણ છે. આયુધ પુરુષ તરીકે પ્રજાતાં શિલ્પો સાવ નાના કદનાં નહિ, પરંતુ અહીં મધ્યમ કદનાં પ્રયોજવામાં આવ્યાં છે, તે બાબત અગાઉની પદ્ધતિમાં થયેલ ફેરફારની સૂચક છે. સામાન્યત: ચક્ર અને ગદા આયુધપુરુષ તરીકે નિર્માણ પામતાં તેને બદલે ઉપરના શિલ્પમાં શંખ અને ચક્રનું નિર્માણ થયું છે. તે પણ એક નોંધપાત્ર હકીકત છે.
કલકત્તાના અંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં આવેલું ઈસુની ૧૨ મી સદીનું સાગરદિધીથી મળેલું ષિકેશનું શિલ્પ ઉત્તમ કોટિનું છે. વિષ્ણુના આ સ્વરૂપે ધારણ કરેલાં કમલસ્થિત આયુધો બગીય મૂર્તિવિધાન પદ્ધતિનાં દ્યોતક છે. સંભવત:
Page #222
--------------------------------------------------------------------------
________________
પરિક રાશિ
૨૧૩
હિન્દુ શિલ્પ-વિધાનમાં આ પદ્ધતિ બંગાળમાં પ્રચલિત બદ્ધ ધર્મની પરંપરાને અનુલક્ષીને અપનાવવામાં આવી હોય તેમ જણાય છે. આ શિલ્પમાં વિષ્ણુ ભગવાન બુદ્ધની મૂર્તિની પરંપરા પ્રમાણે) “મહારાજ-લીલા” મુદ્રામાં બેઠેલા છે. સિંહનાદ બુદ્ધની મૂર્તિમાં આ મુદ્રા ખાસ વપરાય છે. વિષ્ણુએ તેમના ઉપલા બંને હાથમાં અનુક્રમે ચક્ર અને ગદા ધારણ કર્યા છે. નીચલા ડાબા હાથ વડે પદ્મ ધારણ કર્યું છે, પરંતુ તેમને જમણો હાથ, જે ઘણું કરીને વરદમુદ્રામાં છે, તે બુદ્ધની ચિનુદ્રાની જેમ છાતી સુધી ઉપર લીધેલ છે. આમ આ શિલ્પ પર બૌદ્ધ ધર્મની વ્યાપક અસર જણાય છે. હિંદુ મૂર્તિશિલ્પો પર બંગાળના તાંત્રિક બૌદ્ધ સંપ્રદાયની થયેલ સ્પષ્ટ અસરનું આ શિલ્પ એક ઉત્તમ ઉદાહરણ છે.
બંગાળના તાંત્રિક બૌદ્ધ સંપ્રદાયની અસર નીચે નિર્માણ પામતાં હિંદુ મૂર્તિશિલ્પોમાં પણ, બૌદ્ધ મૂર્તિઓમાં હોય છે તેમ, તેમના મુકુટમાં નાના કદનાં મૂર્તિશિલ્પો પ્રયોજવાની પદ્ધતિ અસ્તિત્વમાં આવી હતી, જે તેની સ્પષ્ટ અસરની સૂચક છે. બારીસાલથી પ્રાપ્ત થયેલી અને કલકત્તાના આશુતોષ મ્યુઝિયમમાં હાલ સુરક્ષિત શિવ-લોકેશ્વરના મુકુટમાં આ પ્રકારની રચના જોવામાં આવે છે.
અજીત ઘોષ સંગ્રહિત અને હાલ કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત ગંગા નદીના પૂર્વ પ્રદેશની પૂર્વવતી અને પાલ શૈલીનું સંમિશ્રણ પ્રકટાવતી વિષ્ણુની એક મૂર્તિ ખાસ નોંધપાત્ર છે. વિષ્ણુના હાથમાં આપેલ ચક્ર અને ભારે શંખ એરિસ્સા શલીને વ્યકત કરે છે. તેમના એક હાથમાં આપેલી ગદા ભૂમિને
સ્પર્શતી દર્શાવી છે, જે સ્પષ્ટત: દક્ષિણ ભારતીય શૈલીને અનુરૂપ છે. તે જ રીતે વિષ્ણુની બંને બાજુએ આવેલ તેમનાં પત્ની શ્રી અને ભૂદેવીએ હાથમાં કમલ ધારણ કર્યા છે, તે પણ દક્ષિણની શલીને અનુરૂપ છે. વિષ્ણુના મસ્તક પાછળનું પ્રભામંડળ, તેમજ ગરુડ અને દાતાનાં શિલ્પો આમ તો ઓરિસ્સા શૈલીનાં છે, પરંતુ તેના પ્રાગટયમાં પાલ શૈલી તરફનો તેનો ઝોક સ્પષ્ટ જણાઈ આવે છે. આ શિલ્પ દ્વારા એ નક્કી થાય છે કે ઓરિસ્સા શૈલી ઉપર મધ્ય ભારતીય પરંપરાની અસર હતી. આ શિલ્પ ૧૧મી સદીનું છે.
ગઢવાલના પ્રદેશમાં ઈસુની ૧૧મી–૧૨મી સદીમાં જે શિલ્પ નિર્માણ પામ્યાં છે, તે પૈકીનું એક લક્ષ્મીનારાયણનું સુંદર શિલ્પ દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. વિષ્ણુનું વાહન ગરૂડ ઉપરાંત વિષ્ણુપરિવારનાં શિલ પણ તેના સુંદર પરિકરમાં આવેલાં છે. ગરુડ પર લલિતાસનમાં બેઠેલા વિષણુના ડાબા ખેાળામાં આલિંગન પ્રાપ્ત લક્ષ્મી છે. તેને જમણો હાથ વિષ્ણુના ખભા અને ગળા પર સ્થિત છે. ડાબા હાથમાં તેણે સનાલ કમળ ધારણ કરેલું છે. વિષ્ણુના બે ઉપલા
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ભારતીય પ્રાચીન શિ૯૫કલા
હાથ જમણા-ડાબામાં અનુક્રમે ગદા અને ચક્ર છે, જમણો નીચલો હાથ અભયમુદ્રામાં તથા લક્ષ્મીને આલિંગન આપતા ડાબા નીચલા હાથમાં સનાળ કમળ છે. પરિવાર દેવમાં ઉપલા અનુક્રમે પદ્માસનસ્થ ગણેશ અને શિવ છે જે અનુક્રમે જમણી અને ડાબી બાજુ આવેલા છે. નીચલી બંને બાજુએ દ્વિભુજ પરિચારિકાઓનાં શિલ્પ છે. તે પૈકીની જમણી બાજુની પરિચારિકાના હસ્તમાં ચક્ર (કે ગદા) અને ડાબી બાજુની પરિચારિકાના હસ્તમાં દંડ છે. પરિકરની બંને બાજુએ વ્યાલ અને તે પર મકરમુખનાં શિલ્પ છે. વિષ્ણુનું પ્રભામંડળ કમળદાંકિત છે.
મદ્રાસ મ્યુઝિયમમાં ચિમકુર્તિ માંથી પ્રાપ્ત થયેલ પૂવી ચાલુકય અથવા કાકતીય ધારાનાં ધાતુશિલ્પો રક્ષાયાં છે. આમાં વેણુગોપાલ અને તેની બંને બાજુએ દેવી રુકિમણી અને સત્યભામાનાં શિલ્પ ઉત્તમ કોટિનાં છે. તામિલ શૈલી પર ચાલુકય શૈલીની સ્પષ્ટ અસર આ શિલ્પો પ્રકટાવે છે. ગજુર, કૃષ્ણા અને ગોદાવરી જિલ્લામાં મધ્યકાલીન હાયસાળ શૈલીનાં (પાષાણ) શિલ્પો મળે છે તેના કરતાં આ કાકતીય ધારાનાં શિલ્પોની દેહલતા પાતળી ને ઊંચી, અલંકારોનું આછાપણું, સાદી છતાં માર્દવભરી છટા તેમને ભિન્નત્વ બક્ષે છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં કાકતીય શૈલીની એક દીપલક્ષ્મીનું સુંદર શિલ૫ છે. તેની સાથે આ શિલ્પો સામ્ય ધરાવે છે. તેમના મસ્તક પરનું વેષ્ટા સાવ સાદુ છે. કાનમાં મોટા કદનાં કુંડળ ધારણ કરેલાં છે.
ચિદંબરમૂના નટરાજનું શિલ્પ ચેળ શૈલીનું સર્વોત્તમ શિલ્પ છે. તે જ રીતે શિયાલીમાંથી પ્રાપ્ત થતું આ જ પ્રકારનું શિલ્પ પણ ભવ્ય અને ઉત્તમ છે. પરંતુ આ બધામાં મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત તિરુવલનગડુમાંથી પ્રાપ્ત થયેલું નટરાજનું શિલ્પ(આકૃતિ ૫૦) અલૈકિક છે. વિખ્યાત શિલ્પકાર રોડીને(Rodin) અને સંવાદિત ગતિ(rhythemic movement)ની દષ્ટિએ વિશ્વનું એક ઉત્તમ શિલ્પ તરીકે બિરદાવ્યું છે. તાંજોર જિલ્લામાં નટરાજનાં અસંખ્ય શિલ્પો પ્રાચીન મંદિરોમાં આવેલાં છે, પરંતુ તે બધામાં “ભુજંગ પ્રસીત” મુદ્રામાં સ્થિત આ શિલ્પ ઉત્તમ છે. દક્ષિણ કિસીટનના વિકટોરિયા એન્ડ આલબર્ટ મ્યુઝિયમમાં આ જ શૈલીની એક સુંદર નટરાજની મૂર્તિ સુરક્ષિત છે.
નટરાજ
ભારતમાં શિવ અનેક સ્વરૂપે પૂજાય છે. એમાંનું એક સ્વરૂપ નટરાજ ઉત્તર કાલમાં સુવિખ્યાત બન્યું છે. આ સ્વરૂપ ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય થયેલું જણાય છે. શિવને નૃત્યના આચાર્ય અને ઈષ્ટદેવ માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં શિવનાં સર્જક, પોષક કે પાલક અને સંહારક શકિતનાં
Page #224
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨ઃ ધાતુશિલ
૨૧૫
ત્રણ નૃત્યો મનાય છે. આ નૃત્યો અનુક્રમે સંધ્યાનૃત્ય, નાદન અને તાંડવ કહેવાય છે. આ પૈકી છેલ્લાં બે નૃત્યો સૂચવતાં પાષાણ અને ધાતુનાં સંખ્યાબંધ શિલ્પ મળી આવ્યાં છે. આમાં શિવનું નાદા-નૃત્ય દક્ષિણ ભારતમાં ખૂબ ખ્યાતિ પામ્યું હોવાનું જણાય છે. ઉપરોકત મદ્રાસ મ્યુઝિયમનું નટરાજનું શિલ્પ(આકૃતિ ૫૦) આ પ્રકારના નૃત્યને વ્યકત કરતો સર્વોત્તમ નમૂનો ગણાય છે. શિવ વર્તુળાકાર પીઠ પર મધ્યમાં અપસ્માર પુરુષની ઉપર નૃત્ય કરી રહ્યા છે. તેમના મસ્તક પર મુકતામણિથી શોભતો જટામુકુટ છે. નૃત્યની ગતિને લઈને તેમની અલક લટો હવામાં ફરફરતી જોવા મળે છે. તેમની જટા સર્પ, ગંગા અને ખોપરીથી વિભૂષિત છે. જટામાં અર્ધચંદ્રનું આલેખન મનહર છે. શિવનું આ નૃત્ય લાસ્ય અને તાંડવથી યુકત હોવાથી અધું અંગ પાર્વતીનું અને અધું અંગ શિવનું બતાવેલું છે. તેમના ડાબા કાનમાં સ્ત્રીનું કુંડળ દષ્ટિગોચર થાય છે. જમણા કાનનું કુંડળ તૂટી ગયું છે, પરંતુ એ પુરુષનું કુંડળ હશે એમ અનુમાન થઈ શકે છે. તેમણે યજ્ઞોપવીત અને સર્પને ઉદરબંધ બાંધ્યો છે. તેમણે અધોવસ્ત્ર તરીકે વ્યાદાચર્મ પહેર્યું છે. તેમના ચાર પૈકી જમણી બાજુને આગળને હાથ અભય મુદ્રામાં અને પાછળના હાથમાં ડમરૂ છે, જ્યારે ડાબી બાજુના પાછળના હાથમાં અગ્નિજ્વાલા અને આગળનો હાથ ગજહસ્તમુદ્રામાં (દક્ષિણી શૈલીએ વરદમુદ્રામાં) છે. જમણો પગ અપસ્માર પુરુષ(મોહપુરુષ)ને કચડી રહ્યો છે, જ્યારે ડાબે પગ નૃત્યમુદ્રામાં ઊંચો કરેલો બતાવ્યો છે. શિવને ફરતું જવાલાઓનું ચક્ર તૂટી ગયું છે.
શિવના આ નૃત્યમાં તેમની પાંચ શકિતએ ૧) સૃષ્ટિ(સર્જન), ૨) સ્થિતિ (પાષાણ,) ૩) સંહાર(નાશ), ૪) તિરોભાવ (પુન: ઉત્ક્રમ) અને ૫) અનુગ્રહ(મેલ)નો સમન્વય સૂચવાતો હોવાનું આનંદકુમાર સ્વામીનું મંતવ્ય છે. ડમરૂ સર્જકનું પ્રતીક છે. તેનો નાદ જ્યારે દિગંતમાં ધ્વનિત થાય છે, ત્યારે સૃષ્ટિ થાય છે. તેથી એને “નાદા’ નૃત્ય કહે છે. અભયમુદ્રા જડ અને ચેતનની રક્ષા અને તેમનું પષણ સૂચવે છે. અગ્નિજવાળાઓ સંહારનું પ્રતીક છે. ઊંચો કરેલો ડાબે પગ પોતાની માયા દ્વારા થતા તિભાવનું પ્રતિક છે, જ્યારે પગ નીચે કચડાયેલા દત્ય તરફ નિર્દેશ કરતો ગજ હસ્તમુદ્રાવાળો હાથ મોક્ષનું પ્રતીક છે.
અન્ય પ્રતીકેમાં મસ્તક પરનો ચંદ્ર મહા આનંદ અને મહા ઉન્માદનું, જટામુકુટમાંનું ખૂ-કપાલ સંહારક કાળનું અને અપસ્માર પુરુષ ભૌતિક વાસના અને અજ્ઞાનનું પ્રતીક છે. પરાજિત અસુર(અપસ્માર)ની સમસ્ત શકિત શિવના નુત્યાંદોલનમાં પ્રગટ થાય છે, પણ એ શકિત શિવદ્વારા સંપૂર્ણ પણે અધિકૃત અને નિયંત્રિત છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૬
WANAWAKE
જ
OિW
૫૦ નટરાજ (મદ્રાસ મ્યુઝિયમ)
Page #226
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨ઃ ધાતુશિપ
૨૧૭
બીજી રીતે કહીએ તે આ મૂર્તિ માં શિવનો ભૌતિક વાસનાઓ પરના વિજયને આનંદ વ્યકત થાય છે. ડમરૂ અને અગ્નિજ્વાળા અનુક્રમે વિજયને મહાોષ અને આત્માની જાગૃતિ સૂચવે છે. અભયમુદ્રા સર્વને પોતાના તરફથી અભયનું દાન સૂચવે છે. આવું અભયદાન જેણે પોતાની વાસના ઉપર કાબૂ મેળવ્યો હોય તે પોતે આપી શકે. પોતાના પગ નીચે કચડાયેલા અસુર તરફ અંગુલિનિર્દેશ કરી શિવ એમ સૂચવે છે કે એમણે પોતાની વાસનાઓને કચડી નાખી છે. આ અંગુલિનિર્દેશનો અર્થ શરણે આવવાથી મોક્ષ પ્રાપ્ત થશે એમ પણ ઘટાવાય છે. આ શિલ૫માં ઉદ્દામ આંદોલિત ક્રિયાશકિતને સાકાર કરવામાં કલાકારે અજોડ સિદ્ધિ હાંસલ કરી છે.
ચોળ શૈલીએ ઘડાયેલી નટરાજની મૂર્તિઓ ઉપરાંત કો. દંડધારી રામનાં પણ સુંદર ધાતુશિલ્પો મળે છે. એમાં મદ્રાસ મ્યુઝિયમમાં સુરક્ષિત એક પ્રતિમામાં ધનુર્ધારી રામની આકૃતિમાં કદાવર દેહમાં લાલિત્યભરી અંગભંગી અને મુખ પરના વિજયનો ભાવ ધ્યાન ખેંચે છે.
આ ઉપરાંત આ શૈલીએ બુદ્ધ, બોધિસત્વો અને બ્રાહ્મણ દેવતાઓની મોટી સંખ્યામાં મૂર્તિ ઘડાઈ હતી. દક્ષિણનાં મંદિરો અને મ્યુઝિયમ આ ધાતુશિલ્પાથી સુસમૃદ્ધ છે. ઉત્તરકાલમાં પાંડ્યો અને વિજયનગરના શાસકોએ પણ આ શૈલીના અનુકરણમાં દેવતાઓ અને રાજપુરુષોની મૂર્તિઓ ઢળાવી. આ શેલીનાં વ્યકિત 'શિલ્પમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય અને તેની બે રાણીઓનાં ધાતુશિલ્પપ્રસિદ્ધ છે.
ધીમે ધીમે ઘરગથ્થુ ઉપયોગની ચીજોમાં પણ શિલ્પકામ થવા લાગ્યું. એમાં દેવતાઓ અને સ્ત્રીઓ તથા પુરુષની આકૃતિઓ દષ્ટિગોચર થાય છે. એમાં સ્ત્રીઆકૃતિની અત્તરની શીશીઓ અને દીપલક્ષ્મીઓ સુપ્રસિદ્ધ છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩. કા–શિલ્પો
શિલ્પમાં કાષ્ઠને પ્રયોગ ઘણા પ્રાચીનકાળથી થતો હોવાનું જણાય છે, પણ લાકડું જલદી નાશ પામતું હોવાથી તેના એટલા જૂના નમૂના પ્રાપ્ત થતા નથી. વળી આ કારણે પથ્થર, માટી અને ધાતુના મુકાબલે તેને પ્રયોગ પણ ઓછો થયો છે.
ભારતમાં કાષ્ઠ-લાકડા પર કોતરણી કરવાની પ્રથા વેદ જેટલી પ્રાચીન જણાય છે. ઋગ્વદમાં સૂર્યને રથ સુંદર કેરણીવાળા હજાર સ્તંભન હોવાને ઉલ્લેખ છે. યજ્ઞ-યજ્ઞાદિને લગતાં તમામ ઉપકરણો લાકડામાંથી બનાવવામાં આવતાં. મહાભારત, રામાયણ, ગૃહત્સંહિતા, બૌદ્ધ જાતકો વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં તથા પરદેશીઓનાં વૃત્તાંતોમાં કાષ્ઠના સિંહાસનાદિના ઉલ્લેખ મળે છે બૃહત્સંહિતાના વનપ્રવેશાધ્યાયમાં પ્રતિમા માટેના કાષ્ઠનું વર્ણન આપ્યું છે. એક જાતકમાં ઉદ્બરના લાકડામાંથી પૂરા માનવકદની પ્રતિમા બનાવ્યાને ઉલ્લેખ મળે છે. પ્રાચીન મંદિર, મહાલયો, પ્રાકારો અને પુરદ્વાર, રહેઠાણનાં મકાનો લાકડાનાં બનતાં. મૂર્તિઓ પણ લાકડાની બનતી. શિલ્પ-વિષયક ગ્રંથમાં વિવિધ વૃક્ષોના લાકડાના ગુણદોષોના વર્ણન સાથે તેમાંથી તૈયાર કરવામાં આવતી ઘરગથ્થુ અને સુશોભનાત્મક ચીજવસ્તુઓની યાદી અને તેમના રૂપવિધાનનું વર્ણન મળે છે.
બૌદ્ધ જાતકાદિ સાહિત્યમાં કાષ્ઠકર્મ વિશેનાં જે વિપુલ વણનો જોવા મળે. છે, તેનું અનુસરણ ભરડુત, સાચી વગેરે સ્થળોનાં પાષાણ શિલ્પમાં જોવામાં આવે છે. મૌર્યથી ગુપ્તકાળ સુધીનાં શૈલમંદિરોની કોતરણીમાં પણ એનું અનુકરણ થયેલું લેવામાં આવે છે. ભરહુત અને સાંચીની વેદિકાઓ, તોરણોના સ્થભે, પાટડા, સૂચિઓ, કમાનો વગેરે પરનાં કોતરકામ કાષ્ઠની કોતરણીને સ્પષ્ટત: અનુસરતાં જણાય છે. બદ્ધોના અર્ધનળાકાર ઘાટનાં છતવાળાં ચૈત્યગૃહો કાષ્ઠનિર્મિત ભવનના પ્રાસ્તારિક (પાષાણમાં અંકિત થયેલી પ્રતિરૂપે છે. સમયની દષ્ટિએ થેરવાદી(હીનયાન) પ્રાવસ્થામાં ચૈત્યગૃહોનું સ્થાપત્ય લાકડાની ઈમારતી બાંધણીની પદ્ધતિનું હોવાનું જણાયું છે. આથી એમાં પાષાણની સાથે ઘણી જગ્યાએ કાષ્ઠનો ઉપયોગ થયેલ છે, દા.ત. રઐત્યાકાર કમાન, ગવાક્ષો, તે પરની ઘાટીલી કમાન, સ્તંભ અને બારી, સંલગ્ન વેદિકા, એમાં કરેલી ચૈત્યગવાક્ષની નાની નાની પ્રતિકૃતિઓ વગેરે લાકડામાં બનતાં આ પ્રકારનાં સુશોભન સાથે સામ્ય ધરાવે છે. ભાજા, કાર્લા, કોડાને, પિત્તલખેરા, અજંટા નં. ૧૦ના ચૈત્યગૃહ અને વિહારોમાંનાં તંભ, વેદિકા, તેરણ છત, વગેરેમાં કાષ્ઠકામના અવશેષો હજી સુધી સુરક્ષિત છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
પરિ. ૩ઃ કાષ્ઠશિ -
૨૧૯ મામલપુરમૂના શૈલકર્ણ રથ અને મંડપના રચના-વિધાનમાં પણ કાષ્ઠકામનું અનુસરણ થયેલું જોવામાં આવે છે; દા. ત. પલ્લવ રાજા મહેન્દ્રવર્માએ કરાવેલા સાદા થાંભલાઓ સાથે સંલગ્ન અશ્વાકૃતિવાળા કાટખૂણિયા બ્રેકેટ સ્પષ્ટત: લાકડાના કોતરકામને નજરમાં રાખીને કર્યા હોય તેમ જણાય છે.
કાષ્ઠકલાને પ્રાચીન કાળમાં “દારુકર્મ” તરીકે ઓળખવામાં આવતી. દારુ. અથવા કાષ્ઠમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરા પ્રાચીન હતી. ભવિષ્ય, મત્સ્ય, વિષ્ણુધર્મોત્તર વગેરે પુરાણોમાં તો કાષ્ઠમાંથી પ્રતિમાઓ બનાવવાનાં પ્રકરણો આપ્યાં. છે. અપરાજિતપૃચ્છામાં ચંદન, દેવદારુ, વગેરેમાંથી લિંગ બનાવવાનું કહ્યું છે. એટલું જ નહિ પણ કાષ્ઠલિંગને કાષ્ઠમંદિરમાં સ્થાપિત કરવાનો અનુરોધ કર્યો છે. પરંતુ કાષ્ઠ પ્રતિમાઓનો નાશ જલદી થવાનો સંભવ હોવાથી સેવ્ય પ્રતિમાઓ પાષાણ અને ધાતુની બનવા લાગી. આમ છતાં ઘણાં ઘર-મંદિરોમાં પૂજાતી કાષ્ઠ મૂર્તિઓમાં શ્વેતાર્ક (ધોળા આકડા)ને લાકડામાંથી બનાવેલી ગણેશની મૂર્તિનું બાહુલ્ય જોવા મળે છે.
ઓરિસ્સાના જગન્નાથપુરીના મંદિરની કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સેવ્ય પ્રતિમાઓ કાષ્ઠની બનેલી છે. દર બાર વર્ષે આ પ્રતિમાઓ પુનર્નિર્મિત કરવામાં આવે છે. ભારતમાં જ્યાં જ્યાં જગન્નાથજીનાં મંદિરો છે, ત્યાં ત્યાં એ મૂર્તિ એ. કાષ્ઠની જ બનાવવાની પરંપરા છે.
મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત અર્ધનારીશ્વરની એક સુંદર કાષ્ઠપ્રતિમા પાટણમાંથી પ્રાપ્ત થયેલી છે. “જગસ્વામી” નામથી ઓળખાતી સૂર્યની તથા તેમની પત્ની રન્નાદેવીની કાષ્ઠ-મૂર્તિઓ પાટણના મહાલક્ષ્મીજીના મંદિરમાં પૂજાય છે. બંને મૂર્તિઓ અનુક્રમે ચાર ફૂટ અને સાડા ત્રણ ફૂટ ઊંચી છે. તે ચંપાના કાષ્ઠમાંથી બનાવેલી અખંડ મૂર્તિઓ છે. જગસ્વામીનું મૂળ કેન્દ્ર પ્રાચીન ગુજરાતની રાજધાની શ્રીમાળ( ભિન્નમાળ) હતું. ત્યાં આવેલું જગસ્વામીનું આખુંયે મંદિર કાષ્ઠનું હતું. એ મદિર ૧૨ મા સૈકા સુધી સારી સ્થિતિમાં હતું. શ્રીમાલનો ધ્વંસ થતાં જગસ્વામી તથા રન્નાદેવીની મૂર્તિઓ પાટણ, લાવવામાં આવી હોવાની અનુશ્રુતિ છે.
ગુજરાતમાં મધ્યકાળમાં ખાસ કરીને મુસ્લિમકાલમાં ઘરદેરાસરો કરવા નિમિત્તે કાષ્ઠકલાને જૈનોએ ઘણું ઉત્તેજન આપ્યું હતું. અમદાવાદ, પાટણ, ખંભાત, સુરત, સિદ્ધપુર, પાલીતાણા, રાધનપુર વગેરે સ્થળોએથી ઉત્કૃષ્ટ પ્રકારની કાષ્ઠકોતરણીના નમૂના મળી આવ્યા છે, તે એના સૂચક છે. .
Page #229
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪. હાથીદાંતનાં શિલ્પ
હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીનકાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેકવિધ નમૂના મળ્યા છે.
હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને પ્રાચીનકાળમાં “દતકાર”, “દ તઘાટક” વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયનના કામસૂત્રમાં હાથીદાંતમાંથી બનાવેલી ઢીંગલીઓ તથા રમકડાં વિશેના ઉલ્લેખો મળે છે. કાલિદાસના રઘુવંશમાં અને માઘના શિશુપાલવધમાં હાથીદાંતના પદાર્થોના ઉલ્લેખ થયા છે. બૃહત્સંહિતામાં હાથીદાંત વડે કાષ્ઠમાં જડતરકામ થતું હોવાનું જણાવ્યું છે. હરિવંશમાં હાથીદાંતને ઉપયોગ ગૃહ-સ્થાપત્યમાં થયો હોવાનું જણાવ્યું છે. હિરણ્યકશિપુનો મહેલ હાથીદાંત વડે શોભાયમાન કરેલો હોવાનું પુરાણોમાં નોંધાયું છે. વિદિશાના હાથીદાંતના કારીગરોએ સાંચીનો સ્તૂપનો દક્ષિણ તરફનો દરવાજો કોતર્યો હોવાનું ત્યાંથી પ્રાપ્ત થતા અભિલેખો દ્વારા જાણવા મળે છે. આ અને આવા ઘણા ઉલ્લેખો ભારતમાં હાથીદાંતના કોતરકામની પ્રાચીનતા પુરવાર કરે છે.
કાષ્ઠની જેમ હાથીદાંત લાંબા સમય માટે ટકાઉ પદાર્થ ન હોવાથી તેના શિ૯૫ના ઘણા પ્રાચીન નમૂનાઓ ઉપલબ્ધ થતા નથી. અહીં ભારત બહાર વિયેટનામ તથા અફઘાનિસ્તાનમાંથી ઉપલબ્ધ ભારતીય કલાના નમૂના નોંધપાત્ર છે. હાથીદાંત પર કોતરેલું એક ભારતીય શિલ્પ ભારત બહાર ચંપા (વિયેટનામ)ના પ્રાચીન નગર પમ્પીના ખોદકામમાંથી મળ્યું છે. આ નગરનો ઈસુની ૧ લી સદીમાં જવાલામુખી (વિસુવિયસ) ફાટતાં વિનાશ થયો હતો. એના ખંડેરોમાંથી આ ભારતીય શિલ્પ મળ્યું છે. દેહ પર પૂર્ણ ભારતીય ઢબને અલંકારોથી સજજ પ્રમત્ત યુવતીનું આ શિલ્પ છે. દેહ પર ધારણ કરેલ વસ્ત્ર એટલું તો બારીક છે કે પગની આંટી પાડીને ઊભેલો તેનો નારીદેહ સંપૂર્ણ નગ્ન સ્વરૂપે ઊપસી આવે છે. પૂર્ણ વિકસિત નયને, ગૌર મુખ પર વિલસતું હાસ્ય અને ઉન્નત અર્ધગોળાકાર સ્તન તેના નારીસીંદર્યમાં વધારો કરે છે. તેણે કમર પર ભારે કટિમેખલા ધારણ કરી છે. હાથ પર ધારણ કરેલી વલયપંકિત, પગમાં ધારણ કરેલ કલ્લાની પંકિત સાથે સમતુલા સાધે છે. તેને ડાબો હાથ કાનન કુંડળને સ્પર્શે છે અને જમણા હાથ વડે મસ્તક પર આવેલ ઓઢણીને તે યથાસ્થાને ગોઠવવા પ્રયત્ન કરે છે. આ નારીની બન્ને બાજુએ એક એક નારીનું નાનું શિલ્પ કંકારેલું છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પરિ. ૪? હાથીદાંતનાં શિરે
૨૨૧
એ ઘણું કરીને એને માટે શૃંગાર-પ્રસાધનની ટોપલીઓ લઈને ઊભેલી એની પરિચારિકાઓ છે. આથી આ શિલ્પ “પ્રસાધનિકાનું હોવાનું સૂચવાય છે. આ શિલ્પકૃતિ મથુરાની વેદિકા પરની યક્ષિણીઓના શિલ્પ સાથે સામ્ય ધરાવે છે. આ શિલ્પ દેહરચના, શૈલી અને અલંકાર પરથી ઈસુ પૂર્વેની ૧લી અથવા પછીની ૧ લી સદીનું હોવાનું મનાય છે.
પ્રાચીન સમયમાં અફઘાનિસ્તાનને સમાવેશ ભારતમાં થતો હતો. તાજેતરના. ત્યાંનાં કપિલા વગેરે સ્થળોએ થયેલાં ખોદકામોમાંથી ભારતીય કલાના દ્યોતક ઘણા. નમૂનાઓ મળી આવેલ છે. કાબુલની ઉત્તરે આવેલ બેગામના ખેદકામમાંથી હાથીદાંત પર કોતરેલાં અનેક ફલકો પ્રાપ્ત થયાં છે. એ ઘણું કરીને પ્રસાધન માટે તૈયાર: કરવામાં આવતી લાકડાના ચોકઠાવાળી વેદીઓનાં હોય તેમ જણાય છે. એમાં કરેલું કોતરકામ ઘણીવાર આછું, કવચિત રેખાંકિત અને કયારેક ઊંડા લક્ષણવાળું જણાયું છે. એમાં આલેખાયેલાં પાત્રોના દેહ પૂર્ણ લાલિત્યમય અને વિષયાનુરૂપ ભાવની અભિવ્યકિત કરતાં જણાય છે.
કપિશામાંથી મળેલી હાથીદાંતની કેટલીક પેટીઓ પર કક્રીડા કરતી સ્ત્રીઓનાં મનરમ અંકન છે (જુઓ પટ્ટ-૫, આકૃતિ ૨૩). આ શિલ્પો પર વિશેષત: ગધારકલાનો પ્રભાવ વરતાય છે. અલબત્ત, એમાંનાં કેટલાંક મથુરા શૈલીને અને કેટલાંક દક્ષિણની વેંગી શલીને અનુસરતાં જણાય છે. સુશોભનમાં કમળ, પુષ્પપત્ર, પશુપક્ષીઓ તથા પાંખાળા માનુષીદેહોની વિવિધ ભંગીઓને ઉપયોગ થયો છે.
કાષ્ઠની જેમ હાથીદાંતની કોતરણીનું કામ આજે પણ ભારતના અનેક પ્રદેશમાં.. ખાસ કરીને દક્ષિણમાં થતું જોવામાં આવે છે. તે
Page #231
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૫. બાલ શિ
- પ્રાચીનકાલમાં ભારતના વિદેશો સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો અને સંપર્કો ચાલુ હતા. એને લઈને પરસ્પર થયેલાં આદાનપ્રદાનમાં ભારત, મિસર,
ઈરાન અને મધ્યએશિયાની અનેક સમાન અલંકરણની પરંપરા જોવા મળે છે. - આમાંથી કેટલાંક લક્ષણોના સમન્વયથી દરેક દેશમાં કેટલાંક સમાન રૂપપ્રતીકો-કલા પ્રતીક (સુશોભન ઘટકો) પ્રયોજાયાં. આવાં રૂપપ્રતીકોમાં ઈહામૃગ-મિશ્ર આકારનાં વ્યાલ રૂપાંકને સુમેર, એસિરિયા, મેસોપોટેમિયા, કીટ, લિબિયા, ફીનિશિયા, ઈરાન (હખામની) વગેરે સંસ્કૃતિની કલામાં જોવામાં આવે છે.
“વ્યાલ” નામથી જાણીતાં થયેલાં આ રૂપાંકનના અનેકવિધ પ્રકારો ભારતીય મધ્યકાલીન શિલ્પગ્રંથોમાં પણ સંગૃહીત થયા છે; દા. ત. અપરાજિતપૃચ્છા નામના ગ્રંથ (૨૩૩,૪-૬)માં ભાલના સિંહવ્યાલ, ગજવ્યાલ, અશ્વવ્યાલ, નરવ્યાલ, વૃષવ્યાલ, મેષવ્યાલ, શુકડ્યાલ, મહિષવ્યાલ, વૃષભમચ્છ, હસ્તિમચ્છ, અશ્વમચ્છ, નરમચ્છ વગેરે ૧૬ પ્રકારો અને દરેકના સોળ સેળ ઉપભેદો સાથે ૨૫૬ પ્રકારનાં બાલશિલ્પની ચર્ચા આપેલી છે. ભરત, સાંચી, મથુરા, ગંધારાદિ કલાઓના નમૂનામાં આવાં સેંકડો વાલ-ઈહામગ અંકિત થયેલાં જોવામાં આવે છે.
ઈહામૃગો કે વ્યાલશિલ્પોની ભારતીય પરંપરા ટ્વેદ (૭-૧૦૪-૨૨) જેટલી જૂની છે. ત્યાં મનુષ્ય સ્વભાવનું વર્ણન કરતા એના છ પ્રકારો ઉલૂક, શુશુલુક, શ્વા, કોક, સુણ, વૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે - જે મુખ-વિકૃતિ નીપજે તેનાં તે ઘાતક રૂપ હોય તેમ જણાય છે. વ્યાલનાં અન્ય જાણીતાં દષ્ટાંતો નીચે પ્રમાણે છે:
૧) સાક્ષસિંહ | સિંધુસાગર-સંગમ સમીપ પર્વત પર નિવાસ કરતા આ ઈહામૃગની વાત વાલ્મિકી રામાયણ(કિષ્કિન્ધાકાંડ, ૪, ૨, ૧૦) માં આવે છે. સંભવત: ઈરાન અને મેસોપોટેમિયાના મહાકાય સપક્ષસિંહના કલાત્મક રૂપના પરિચયને આમાં પડઘો પડ્યો હોય તેમ મનાય છે. સાંચીના પશ્ચિમ તોરણનાં અને મથુરા તથા અમરાવતીના સૂપ - ઉપરનાં શિલ્પમાં સાક્ષસિંહ અંકિત છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
પરિ. ૨ : વ્યાલ શિક
૨૩
૨) યેન વ્યાસ એમાં મસ્તક ગરૂડ (ન)નું અને શરીર સિંહનું હોય છે. ભારહત અને સાંચીમાં એનું અંકન થયું છે. અંગ્રેજીમાં એને “ગ્રીફન” કહે છે.
૩) મહારગ કે સમુદ્રવ્યાલ એના શરીરને ઉપરનો ભાગ પુરુષો અને નીચેનો ભાગ મસ્યાકૃતિ કે સર્પકૃતિ હોય છે. મથુરાકલામાં એનું છૂટથી રેખાંકન થયું છે. અંગ્રેજીમાં એને “ટ્રાઈટન” કહે છે.
૪) કિન્નર આમાં મસ્તક મનુષ્યનું ને શરીર અશ્વનું હોય છે. તે કેટલીક વાર મસ્તક અશ્વનું ને શરીર પુરુષ કે સ્ત્રીનું હોય છે. બૌદ્ધ સાહિત્યમાં એક અશ્વમુખી સ્ત્રીની વાત આપી છે(પદકુસલમાણવ-જાતક), જે સાંચી, બોધગયા ને ગંધારાની કલામાં તે નજરે પડે છે.
૫) સુપર્ણ એમાં પુરુષ-મસ્તક અને બાકીને દેહ પક્ષીને હોય છે. ગ્રીકકલામાં એ હાપી” નામે ઓળખાયેલ છે. સાંચી, ભરડુત અને મથુરાના સૂપ પર એનું અંકન થયેલું છે.
૬) સુપણ સુપર્ણીનો નમૂન સિરકા(તક્ષશિલા)માંથી મળ્યો છે. એ પાંખવાળા પક્ષીને બે માથાં છે. “મહાભારત”માં “ભારુષ્ઠ” નામના પક્ષીઓને એક શરીર ને બે માથાં હોવાનો ઉલ્લેખ છે. ( પૃથીવ ભીષ્મપર્વ ૮-૧૧).
૭) એકીવ બહૂદર પશુ આમાં એક શિરવાળા પ્રાણીનું સંયોજન ઘણાં શરીર સાથે થયેલું છે. અથર્વવેદમાં એક માથું અને દસ શરીરવાળા વાછરડાનો ઉલ્લેખ છે. (gશીર્વાઈવાસા: અથર્વ, ૧૩-૪-૬). અજંટાના એક સ્તંભ પર એક મુખ સાથે ચાર હરણનાં શરીર સંયોજેલાં છે. કર્યા અને બેડસાનાં ચંત્યગૃહોમાં અને જૂનાગઢની ઉપરકોટની ગુફામાંના સ્તંભો પર આવા ગજસંઘાટ અને સિંહસંઘાટનાં શિલ્પો છે. સારનાથના સિંહસ્તંભમાં આને મળતી યોજના છે. કાર્યાના ત્યગૃહનાં સ્તંભની શિરાવટીમાં અશ્વસંઘાટ, ગજસંઘાટ, સિંહસંઘાટ વગેરેનાં શિલ્પો કોતરેલાં છે. કયારેક આવાં પશુઓ યુદ્ધરત સ્થિતિમાં પણ આલેખાય છે; દા. ત. મથુરાના એક શિલાપટ્ટ પર
ગરૂડ અને નાગનું અને એલોરામાં ગજ અને સિંહનાં આવાં યુદ્ધરત સંઘાટ- શિલ્પનું આલેખન થયું છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ–સૂચિ
Agraval, V. S. : Indian Art, Varanasi, 1965
: Masterpieces of Mathura Sculpture,
Varanasi, 1965
: Studies in Indian Art, Varanasi, 1965 Brown, Percy
: Indian Architecture (Buddhist and
Hindu), Bombay, 1942 Brunier, R.
: Hindu Mediaeval Sculpture, Paris,
1950 Burgess and Fergusson, : The Cave Temples of India, Delhi,
1969 Bussagli, M. and : 5000 Years of the Art of India Sivaramamurti, C.
Bombay. Census of India : Ivory Works in India Through the
Ages, New Delhi, 1967 Coomaraswamy, A. K. : History of Indian and Indonesian
Art, London, 1927 Introduction to Indian Art, Madras,
1956 Gangoly, 0. C. : 'Indian Sculpture', “The Cultural
Heritage of India", Vol. III, Calcutta. : Indian Terracotta Art, Calcutta,
1959 Goetz, H.
: Five Thousand Years of Indian Art
(Art of World Series), Bombay,
1959 Government of India : Archaeology in India, Delhi, 1950
: Indian Archaeology a Review, 1958
Page #234
--------------------------------------------------------------------------
________________
Havell, E. B.
Kar, C.
Kramrisch, Stella Mackay, E. J. H.
Majumdar R. C.
and others
Marshall, John (Ed)
Mathur
Munshi, K. M.
and others
Ray, Nihar Ranjan
Rowland, B.
Sarasvati, S. K.
ભા. પ્રા. શિ. ૧૫.
:
Marshall, John and Foucher, :
:
The Ancient and Medieval Architecture of India, New Delhi, 1972
: The Art Heritage of India, Bombay, 1964
: A Handbook of Indian Art, London,
1958
Indian Sculpture and Painting, London, 1928
:
: Classical Indian Sculpture, London, 1950.
Indian Metal Sculpture, London,
1952
: Indian Sculpture, Calcutta, 1933
: Further Excavations at Mohenjodaro 2. Vols., Delhi, 1937-38
२
:
: History and Culture of the Indian people, Vols. I-IV, Bombay.
Mohenjodaro and the Indus Civilization, 3 Vols. London, 1931 The Monuments of Sanchi, 3 Vols. Cambridge, 1939
: Sculpture in India, New Delhi, 1972 Indian Temple Sculpture, New Delhi, 1956
:
: Maurya and Sunga Art, Calcutta, 1945
: Art and
Architecture of India,
London, 1953
:
A Survey of Indian Sculpture, -Calcutta, 1957
Page #235
--------------------------------------------------------------------------
________________
Sivaramamurti, c.
Smith, V. A.
अग्रवाल, वासुदेवशरण
गुप्त, परमेश्वरीलाल राय कृष्णदास પરીખ, રસિકલાલ અને શાસ્ત્રી હરિપ્રસાદ (સં.) શાસ્ત્રી, હરિપ્રસાદ ગં.
:. The Art of India, New York, 1977 : Indian Bronzes, Bombay, 1962 : Indian Sculpture, New Delhi, 1961 : A History of Fine Art in India
and Ceylon, Oxford, 1930 : कला और संस्कृति, इलाहाबाद, १९५८ : ભારતીય સેના, વારાહી, ૨૬૬૬ : मथु राकला, अहमदाबाद, १९६४ : ગુપ્ત સામ્રાર્થ, વારાણસી, ૨૬૭૦ : भारतीय मूर्ति कला, काशी : ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ, ગ્રંથ ૧ થી ૪, અમદાવાદ, : હડપ્પા ને મોહેંજો-દડો,
અમદાવાદ, ૧૯૫ર : ભારતીય શિલ્પસમૃદ્ધિ, મુંબઈ, ૧૯૬૫
ભારતીય શિલ્પકલા અને સ્થાપત્ય
અમદાવાદ, ૧૯૬૮ : ભારતીય સ્થાપત્ય અને શિલ્પ,
અમદાવાદ, ૧૯૬૫
શાહ, ઉમાકાન્ત શાહ, પ્રિયબાળા
સેમપુરા, કાન્તિલાલ .
Page #236
--------------------------------------------------------------------------
________________
પરિભાષા
I English-Gujarati Abacusફલક, સ્તંભશીર્ષ તલ Niche—ગોખલો, ગવાક્ષ Alcove–કમાનાકાર ગોખલો
Nimbus-પ્રભાચક્ર, તેજચક Arch—કમાન, તોરણ, ચાપ Pedestal–પીઠિકા, બેસણી, આસન Architecture–સ્થાપત્ય, વાસ્તુકલા Pillar–સ્તંભ Rock-cut-elalesliga
, Capital-શીર્ષ, સરું, શિરાવટી Art-કલા
, stone-full School of-214
Plastic Art-2181124841 Base–પીઠ
Plasticity–રૂપક્ષમતા Basement–પીઠ, પીઠિકા Bas-relief– અ૫મૂર્ત
Porch–શુંગારચોકી . Bracket–બ્રોકેટ, ટેકો
Relic-casket—ALPH 7.41 Bronzesધાતુકામ, ધાતુશિલ્પ
Relief–અંશમૂર્ત શિલ્પ Capital–શીર્ષ, શિરાવટી
, Half–અર્ધમ્ તું શિલ્પ Casket–મંજૂષા, પેટી, દાબડો
, High–અતિમૂર્ત, અધિકમૂર્તશિલ્પ Cast–બીબું, ઢાળ, ઢાળેલું,
, Low-અલ્પમૂર્ત શિલ્પ
Railing-alest Decoration–સુશોભન
Rock–શૈલ, ખડક Design-આકૃતિ, રૂપાંકન, ભાત
Rock-cut-alalcslel Device—પ્રતીક, લાંછન, ચિલ્ડ્રન
Rock-shelter-2014 Emblem–લાંછન, પ્રતીક
Scroll_પટ્ટ, પત્રલતા Figurine-yaul
Sculpture–શિલ, શિલ્પકલા Fine Art-a[ald Sell
Seal-451 High-relief–અતિમૂર્ત, અધિકમૂર્ત
Seal-impression–મુદ્રાંક Icon–પ્રતિમા
Sealing-45is Iconography–મૂ ર્તિવિધાન,ર્તિ
Shaft–સ્તંભ-દડ શાસ્ત્ર
Spire - ( 1242 Idol—મૂર્તિ
Statue—પૂતળું Image–પ્રતિમા, મૂર્તિ
Statuetteનાનું પૂતળું Metallurgy-ધાતુકામ
steatite–સેલખડી Monolith-એકાશમ, એકશિલા
Structural-2494422 Monument—24125
-Tablet–તકર્તી, પટ્ટિકા Motif–સુશોભનઘટક, રૂપપ્રતીક,
Terracotta—hiélai usadi fucy - કલાપ્રતીક Moulding-ઢાળકામ
Verendah–રવેશ, વરંડા
Page #237
--------------------------------------------------------------------------
________________
[ Gujarati-English અતિમૂત શિલ્પ–High-relief પીઠિકા–Basement અધિકમૂર્ત શિલ્પ- , , પૂર્ણ મૂર્ત શિલ્પ–Figure (sculpture) અર્ધમૂર્ત શિલ્પ–Half-relief
in the round અલ્પમૂર્ત શિલ્પ–Bas-relief પ્રતિમા Image ails fleuad 64--Monolithic Pillar પ્રભાચ ક્ર– Nimbus, Halo એકામ સ્તંભ– એ છે
મંજૂષા–Casket કદાવર–Colossal
461-Seal લાપ્રતીક–Motif
44is-Sealing, Seal-impression કલાશૈલી–school of Art
Cualed 64-Stone-pillar થવાલ, ગોખલે Niche
Ruz1921-Capital aczel-Arched gate
શિલ્પ, શિલ્પકલા–Sculpture દેવાલય–Temple, Shrine
, અતિમૂર્વ_Half-relief 43-Torso
, અધમૂર્ત, અધિકમૂર્ત-High reliecif ધાતુકામ–Metallurgy, Bronzes , અ૫મૂર્ત-Low-relief, Bas-refl ધાતુપ્રતિમા–Bronzes
21149 - Capital ધાતુમંજૂષા–Relic-casket શૈલ–Rock પકવ મૃત્તિકા–Terracotta
શૈલગૃહ–Rock-shelter uls-Pedestal :
શૈલેન્કીર્ણ—Rock-cut મ્ તિ–Idol,
23 - Capital રવેશ–Verendah
સુઘાટયકલા–Plastic Art રૂપક્ષમતા–Plasticity
Yülad—Decoration, Decorative zuyals-Motif
design zuiset-Design
સેલખડી–Steatite લાંછન–Emblem
2d4-Pillar alest-Railing, Balust er
zd. 641941-Colonnade
Page #238
--------------------------------------------------------------------------
________________
શબ્દ-સૂચિ
અકોટા ૧૩૯, ૧૪૮, ૧૫૦, ૧૬૬-૬૭,
૨૦૫–૦૭
અગ્નિ (આચાર્ય) ૮ અગ્નિપુરાણ ૮
અગ્રવાલ, વાસુદેવશરણ ૫૫, ૮૮, ૯૦, અશાક(મૌય) ૫, ૪૩–૪૭, ૪૯,
૧૫૯
અજં’ટા ૧૦૪-૦૫, ૧૧૦, ૧૩૭, ૧૪૦૪૧, ૧૫૩, ૨૧૮, ૨૨૩
અજાતશત્રુ ૫, ૫૩, ૬૫, ૬૭
અથવ વેદ ૨૫–૨૮, ૩૦, ૩૩–૩૪, ૨૨૩ અનાથિપંડક ૬૫
અનિરુદ્ધ (આચાર્ય) ૮
અન્યાર ૯૦-૯૧
અપરાજિતપૃચ્છા ૧૦-૧૧, ૨૧૯, ૨૨૨ અભિધાનચિંતામણિ ૧ અભિલષિતા ચિંતામણિ
૧૧, ૨૦૨
અલ્બેરૂની ૪ અલ્લુરુ ૧૦૯
અવન્તિપુર ૧૬૦
અવન્તિવર્મા ૧૬૦
અમદાવાદ ૨૧૧, ૨૧૯
અમરાશ ૧
૭૬
અમરાવતી ૨૭, ૨૯, ૫૯, ૭૧, ૩૭, ૮૦, ૧૦૮-૧૧૩, ૨૨૨
અમરેલી ૯૮
અય્યનમાહદેવી ૧૫૬
અર્જુન ૧૫૭-૫૮
અર્થશાસ્ત્ર ૯
અલાહાબાદ ૩, ૪૮, ૧૩૦
૫૩-૫૬, ૬૧, ૬૫-૬૬,
૭૦, ૧૨૩
અશ્વઘોષ ૧૯૯ અષ્ટાધ્યાયી ૩૬
અહિચ્છત્રા ૫૨, ૧૯૧, ૧૯૮–૨૦૧ અંબાજી ૧૩૯
અંબાલા ૪૭
અંશુમદ્બેદાગમ ૮, ૧૦ આચારદિનકર ૧૧
આનમદ ૬૧
આબુ ૫, ૧૫૦, ૧૬૬, ૧૮૬ આયુર્વેદ ૩૬ આરકોટ ૧૭૭
આહવા ૧૦૨
ઇન્દ્રકીલ ટેકરી ૧૭૪ ઇન્દ્રવર્મા (વિષ્ણુકુંડી) ૧૫૬ ઇન્ટ્રાગ્નિમિત્ર ૭૦ ઇરિજાલકકુડ ૧૭૭ ઇશાન—શિવ-ગુરુ દેવ-પદ્ધતિ ૧૧
ઈડર ૧૮૬
આ ગ્રંથમાં હિંદુ, બૌદ્ધ અને જૈન દેવતાઓના વારવાર નિર્દેશ આવતા હાવાથી તેમનાં નામેાના શબ્દસૂચિમાં સમાવેશ કર્યો નથી.
Page #239
--------------------------------------------------------------------------
________________
ઈત્તરી ૧૮૮
કનોજ ૧૬૧-૬૨, ૧૬૬, ૧૮૧ ઉદયગિરિ (ઓરિસ્સા) ૨૭, ૬૦, ૭૧, કપડવંજ ૧૪૭, ૧૮૬
૭૩–૭૭, ૧૦૬ કપિલવસ્તુ ૪૬, ૬૫, ૧૧૪ ઉદયગિરિ(મધ્યપ્રદેશ) ૩૨, ૧૩૨-૧૩૬ કપિલા ૨૯, ૨૨૧ ઉદયન ૧૧૨
કપુરાઈ ૧૪૭–૪૮ ઉદયપુર ૧૮૭
કરણાગમ ૮-૯ ઉદયાદિત્ય ૧૮૭
કરાંચી ૨૦૪ ઉદાયી ૫
કર્માર ૨૫ ઉપાધ્યાય, ભગવતશરણ ૫૪
કલકત્તા ૩૮, પ૨, ૬૬, ૧૨૮, ૧૩૧ઉરુવિલ્વ ૬૬, ૭૦
૩૨, ૧૪૫-૪૬, ૧૬૪, ૧૬૬, ઉંડવલ્લી ૧૫૬
૧૮૧, ૧૯૯, ૨૦૮, ૨૧૨-૧૩
કલિંગ ૫૮ ઋગ્વદ ૬, ૨૫-૨૬, ૨૮–૨૯, ૩૩૩૫, ૪૧, ૧૬૧, ૨૧૮, ૨૨૨
કલ્યાણી ૧૮૮
કવિયુર ૧૭૭ એકલતના પપ એથેન્સ ૧૫૦
કસિયા ૪૭, ૨૦૧ એનાડી ૧૪૩
કલુગુમલઈ ૧૭૭ એરણ ૧૩૨, ૧૩૪
કંકાલી ટીલા ૯૨, ૯૭ એલિફંટા ૧૪૮, ૧૫૯, ૧૬૭, ૧૭૩ કંડિચૂર ૧૯૧ એલેક્ઝાન્ડર ૮૨
કંદહાર ૪૪ એલરા ૧૪૨, ૧૫૩, ૧૫૬, ૧૬૬૮, કાકાની સિંહણ ૧૦૨
૧૭૨-૭૩, ૨૨૩ કાટચવેમ ૧ ઐતરેય બ્રાહ્મણ ૧
કાબુલ ૭૮, ૨૨૧ હોળે ૧૫૧
કામસૂત્ર ૨૨૦ ઔરંગાબાદ ૧૫૩, ૧૫૫-૫૬ કામિકાગમ ૮-૯ કટરા ૮૭, ૯૦-૯૧, ૧૧૧
કારવણ ૧૪૭-૪૮ કઠલાલ ૧૪૭
કાર્લા ૧૦૩-૦૪, ૧૦૭-૦૮, ૨૧૮, કહેરી (કૃષ્ણગિરિ) ૧૦૩-૦૪, ૧૦૭, ૨૨૩
૧૪–૪૧ કાલિદાસ (મહાકવિ) ૧, ૩૪, ૭૫, ૧૧૬, કદવાર ૧૪૭ )
૧૧૮, ૨૦૦, ૨૨૦ કનિષ્ક ૭૭, ૮૯, ૯૫, ૯૭
કાલીબંગન ૨૧ કનિંગહામ ૪૭
છે. કાવેરી ૧૭૪, ૧૭૬
Page #240
--------------------------------------------------------------------------
________________
કાવેરીપાક્કમ્ ૧૪૨, ૧૭૫
કૃષ્ણા (નદી) ૧૪૨, ૧૫૬, ૨૧૪ કાશી ૪૮, ૧૨૨-૨૩
કૃષ્ણાનંદ-તંત્ર-સાર ૧૧ કાંચીપુરમ્ (કાચી, કાંચીપુરી) ૧૫૭, ૧૬૦, કોચીન ૧૭૭
૧૭૫, ૨૧૦-૧૧ કોટેશ્વર ૧૪૭ કિરાડુ ૧૮૭
કોટયર્ક (મહુડી) ૧૪૭-૪૯ કિરાતાર્જનીય ૧૩૨, ૧૭૪
કોણારક ૧૬૫, ૧૭૯-૮૦, ૧૮૩, ૧૯૧ કિલાપ્પડનુર ૨૧૧
કોલ્વિન, સર સિડની ૧ કિસીંગ્ટન ૨૧૪
કોવેલ ૨૯ કિળયુર ૧૭૬
કોસમ (કૌશામ્બી) ૩૯, ૧૯૭, ૨૦૧ કીર્તિ વર્મા (ચંદેલ્લા) ૧૮૪
કાંડાને ૧૦૪-૦૫, ૨૧૮, ૨૨૩ કીળમાંવિલંગે ૧૫૭
કૌશામ્બી ૩૯, ૪૬, ૪૮, ૧૯૪, કુકર ૯૭
૧૯૭-૯૮ કુકીહર ૧૬૪
કૌશીતકી બ્રાહ્મણ ૧ કુક્કનૂર ૧૮૮
મરિશ, સ્ટેલા ૧૨૧, ૧૯૩, ૧૯૫-૦૭ કુન્નકુડી ૧૭૬
કવેટા ૧૯૨ કુજ વિષવર્ધન (ચાલુક્ય) ૧૫૬ ક્ષીરાર્ણવ ૧૦ કુમાર (આચાર્ય) ૮
ખજુરાહો ૧૭૮, ૧૮૨-૮૫, ૧૮૭ કુમારગુપ્ત ૧લો ૧૧૬, ૧૨૨-૨૩,૧૨૮, ખંડગિરિ (ઓરિસ્સા) ૨૭, ૬૦,૭૩–૭૭
૧૩૧-૩૨ ખંડોસણ ૧૬૭ કુમારપાલ (ચૌલુક્ય) ૧૮૫
ખંભાત ૨૧૯ કુમારસંભવમ્ ૧૧૬, ૨૦૦
ખંભાલીડા ૧૦૧ કુમારસ્વામી, આનંદ ૫૫, ૭૨, ૮૨ ખારવેલ ૫૮, ૭૫-૭૬
૮૮, ૧૧૦, ૧૨૧, ખિચિંગ ૧૬૫
૧૫૧, ૧૮૫, ૨૧૫ ખેડબ્રહ્મા ૧૦૨, ૧૮૬ કુરાિયર ૧૭૭
ખોહ ૧૩૩, ૧૩૬ કુરુક્ષેત્ર પર
ગડગ ૧૮૮ કુરુવટ્ટી ૧૮૮
ગઢવાલ ૩૧, ૨૧૩ કુલ્લી ૧૨-૧૪, ૧૯૨
ગયા ૫૪ કુશીનગર ૪૭-૪૮
ગરુડપુરાણ ૮ કુંભકોણમ્ ૧૭૬
ગર્ગ (આચાર્ય) ૮ કૃષ્ણ ૧ લો (રાષ્ટ્રકૂટ) ૧૬૭
ગળતેશ્વર ૧૮૬ કૃષ્ણદેવરાય ૨૧૭_
ગંગેકડોળપુરમ્ ૧૭૬, ૧૮૯-૯૦
Page #241
--------------------------------------------------------------------------
________________
ગંડકી ૪૭ ગંડરાદિત્ય (ચળ) ૧૭૬ ગંતુર ૨૧૪ - ગંધર્વવેદ ૩૬ ગંધાર ૫, ૫૯-૬૦, ૭૭–૮૩, ૮૬,
૮૮, ૯૮, ૧૦૨-૦૩, ૧૨૦-૨૧,
૧૪૧, ૧૯૯, ૨૦૪, ૨૨૨-૨૩ ગિરનાર ૪૪, ૧૮૬ ગુડીવાડા ૧૦૮ ગુપ્ત, પરમેશ્વરીલાલ ૧૨૨-૨૩, ૧૨૮ પુત–સાવાએ ૧૨૨ ગુમડીડુ૨ ૧૦૯ ગુર્નાલા ૧૮૮ ગોદાવરી ૩૬, ૨૧૪ ગેપ ૧૩૯ ગોરખપુર ૧૯૫-૯૬ ગોલી ૧૦૯ ગ્રોસેટ ૧૫૦ ગ્વાલિયર ૧૩૭, ૧૫૦, ૧૬૧, ૧૬૩,
ચામુંડરાય, મંત્રી ૧૭૪ ચારસદ્દા ૮૦ ચાષ્ટી ૯૭ ચિરાલ ટેકરી ૧૭૭ ચિદંબરમ્ ૧૮૦, ૧૯૧, ૨૧૪ ચિમકતી ૨૧૪ ચિચંગાટ્ટાંગુડી ૧૯૧ ચિંગપુટ ૧૭૭ ચુનાર ૪, ૭૦, ૧૨૩ ચોક્કમપટ્ટી ૧૭૬ ચૌસા ૨૦૩ છત્રપુર ૧૮૨ છત્રાહીં ૨૦૭ જગન્નાથપુરી ૪, ૨૧૯ જમ્મયપેટ ૧૦૮-૦૯ જબલપુર ૧૪૭, ૧૮૫ જમાલગઢી ૨૦૧ જયદેવ (મહાકવિ) ૧૮૧ જરાસંધ ૨૬ જહોનસ્ટન ૧૯૯ રાજપુર ૧૬૫ જાનસુટી ૮૮, ૯૫ જામિદોડી ૧૭૪ જીવક ૬૫ જૂનાગઢ ૧૦૦, ૨૨૩ જૂન્નર ૧૦૪-૦૬ જોગેશ્વરી ૨૦૮ જોધપુર ૫ જલિયા ૮૦
જ્યોતિષશાસ્ત્ર ૩૬ જ્ઞાનરત્નકોશ ૧૦ ઝિંઝુવાડા ૧૮૬
૧૯૪
ઘંટશાલા ૧૦૮ ઘારાપુરી (એલિફંટા) ૧૫૯, ૧૬૭, ૧૭૩ ઘુમલી ૧૮૬ ઘોષ, અજીત ૨૧૩ ચતુર્વચિંતામણી ૧૦ ચંદા, રામપ્રસાદ ૫૩ ચંદ્રગુપ્ત મૌર્ય) ૩૬, ૪૩-૪૪, ૫૪ ચંદ્રગુપ્ત રજો (ગુપ્ત) ૧૧૬, ૧૨૩,
૧૨૯, ૧૩૧-૩૨, ૧૩૪ ચંદ્રાવતી ૧૮૭ ચંદ્રહિ ૧૮૫ ચંપા ૧૮૧
Page #242
--------------------------------------------------------------------------
________________
ઝી ગ–કા-નગરા પર
ઝુરિચ ૧૮૭
ઝાબ ૧૨-૧૪, ૧૯૨
ટી’ટાઈ ૧૪૭, ૧૫૦
ટોપરા ૪૭
ડાકારજી ૫
ઢાકા ૧૮૧
ઢાંક ૧૦૧, ૧૪૮
તક્ષશિલા ૨૦, ૩૮, ૪૦, ૫૯, ૭૮,
૯૦, ૧૯૯, ૨૨૩
તખ્તે બહાઈ ૮૦–૮૧, ૨૦૧
તળાજા ૧૦૧
। ત્રસાર ૧૦
તામલુક ૧૯૪, ૧૯૬-૯૭, ૨૦૧ તામ્રલિપ્તિ ૧૯૪, ૧૯૭, ૧૯૯ તારાલક્ષણ ૧૧
તાંજોર ૧૭૬, ૧૮૮-૮૯, ૧૯૧ તિરુકળુકુણરમ્ ૧૫૭
તિરુચિરાપલ્લી ૧૫૭, ૧૭૭ તિરુપ્પર કુમ્ ૧૭૬-૭૭
તિરુમલાઈપુરમ્ ૧૭૬ તિરુવર’ગુલમ્ ૨૧૨
તિરુવલનગડુ ૨૧૧, ૨૧૪
તિરુવલંજુળી ૧૯૧
તિરુવાડી ૧૯૧
તિસ્સરકિખ્તી ૬૫
તેજપાલ ૧૮૬ તેજપુર ૨૦૭
તેન ગામ ૧૦૩
તૈત્તિરીય બ્રાહ્મણ ૧ ત્રિપુરાન્તકમ્ ૧૮૯ ત્રિરુવિÎમરુઙૂર ૧૯૧
१०
ત્વષ્ટા (આચાય) ૨૫ દશતાલન્યગ્રોધ-પરિમ ડલ-બુદ્ધ-પ્રતિમા
લક્ષણ ૧૧ દશરથ (મૌ) ૫૪ દંતિદુગાઁ (રાષ્ટ્રકૂટ) ૧૬૭, ૧૭૫
દારયસ ૫૪
દારાસુરમ્ ૧૮૦, ૧૯૧
દિદારગ’જ ૫૨-૫૩, ૫૭, ૧૯૬ દિનાપુર ૧૬૪, ૧૮૧
દિલ્હી ૨૧, ૩૯, ૪૭–૪૮, ૧૫૧, ૧૫૭, ૧૮૧, ૧૮૮, ૨૦૯, ૨૧૩–૧૪
દિવ્યાવદાન ૨૯, ૯૭, ૧૦૫ દીગ્દનિકાય ૩૬
દીપાવ ૧૦ દેઉલવાડી ૨૦૬
દેલવાડા (આબુ) ૧૫૦ દેવખડ્ગ ૨૦૭
દેવગઢ ૩૨, ૧૩૨, ૧૩૬
દેવગિરિ ૧૮૮
દેવતાશિલ્પ ૧૦
દેવની મેારી ૧૦૧-૦૩, ૧૩૯, ૧૯૯
દેસલપુર ૨૧
દોલતપુર ૧૦૨
દ્વારકા પુ
દ્વારસમુદ્ર (હલેબીડ) ૧૮૯
ધનુર્વેદ ૩૬
ધ સિંધુ ૧૦
ધાર ૧૩૭ ધારાનગરી ૧૮૭
ધૌલી ૪૪, ૫૪ નગરી (માધ્યમિકા) ૯૩
Page #243
--------------------------------------------------------------------------
________________
*
*
નગ્નજિન (આચાર્ય) ૮
પટ્ટડકલ ૧૫ર : નીવર્મન (પલ્લવ) ૨૧૧
પટ્ટીશ્વરમ્ ૧૯૧ નરસિંહ લો (પૂવગંગ) ૧૮૦ પદ્માવતી પર, ૧૯૪ નરસિંહવર્મા (પલ્લવ) ૧૫૭-૫૮ પરેલ ૧૪૨ . નલતગિરિ ૧૬૫
પર્સિ પોલિસ ૫૪–૫૫ નવડાટોલી ૧૪
પાયા પર, ૯૭, ૧૯૪, ૨૦૧ નંદનગઢ ૪૮
પશુપતિકોવિલ ૧૯૧ નંદિવર્ધન પ
પહાડપુર ૧૩૨, ૧૪૬ નંદીશ (આચાર્ય) ૮
પાટણ ૪, ૧૬૭, ૨૧૯ નાગપટ્ટનમ્ ૨૧૧
પાટલિપુત્ર ૩૬, ૩૮, ૪૦, ૪૩-૪૪, નાગપુર ૨૦૮
૪૯, પર, ૫૪, ૧૯૪-૯૫ નાગાર્જુન (આચાર્ય) ૧૧૨
પાણિનિ ૩૬ નાગાજુની (બિહાર) ૪૩, ૫૪ પારખમ પર, પ૭, ૮૪, ૯૭ નાગાર્જુની કડા ૨૯, ૫૯, ૧૦૮–૧૦, પાલમપેટ ૧૮૮
૧૧૨–૧૫, ૨૦૩ પાલીતાણા ૨૧૯ નાગુલપાડ ૧૮૮
પાંચરાત્ર-દીપિકા ૧૦ નાટયશાસ્ત્ર ૩૬, ૧૯૧, ૧૯૫
પિત્તલખેરા ૭૧, ૧૦૨, ૧૦૪-૦૫, ૧૦૭, નાડોલ ૧૮૭
૨૧૮ નારદ (આચાર્ય) ૮.
પિલ્લલમળી ૧૮૮ નાલંદા ૧૪૬, ૧૬૪, ૨૦૮-૦૯ પિંડારક(પીંડારા) ૧૬૬ નાસિક ૧૦૩-૦૪, ૧૦૬
પીપરાવા ૪૦ નિગ્લિવા ૪૪, ૪૬, ૪૮
પીરમબેટ ૨૦૬ નિરુકત ૩૬
પુરંદર (આચાર્ય) ૮ નિર્ણયસિંધુ ૧૦
પુરી (જગન્નાથ) ૧૭૮ નિર્વાણકલિકા ૧૧
પુલકેશી ૧લો ૧૫૦. નીતિમાગ (ગંગ) ૧૭૪
પુષ્પમિત્ર (ગુંગ) ૫૮ ની–લી ૪૮
પુલુમાવિ ૧૧૦ નોહ પ૨
પડવેગી ૧૪૨ નોર્થ બવાડી ૧૭૫
પેઝુડિયમ ૧૪૨ પટના (પટણા) ૪૦,૪૮-૪૯, પર-૫૩, પેશાવર ૭૮, ૮૦–૮૧
૭૬,૯૭, ૧૩૦-૩૧, ૧૪૬, પોખરણા ૧૯૬ ૧૯૫, ૧૯૮, ૨૦૩, ૨૦૮ પમ્પી ૨૨૦
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા ૯૭ પ્રતિષ્ઠાતા દ્વાર ૧૧ પ્રભાવતી ૨૦૭ પ્રસેનજિત ૬૫, ૬૭-૬૮, ૨૦૮
કુટઢેરી ૮૦ ફાહ્યાન ૪૭–૪૯ ફિલાડેલિક્યા ૧૬૧ ફીરોઝશાહ(તુગલુક) ૪૭–૪૮ ફલોરેન્સ ૧૫૦ બકસાર ૧૯૪ બખિરા(વૈશાલી) ૪૪, ૪૭-૪૮, ૫૧ બરોદા પર બર્લિન ૨૦૪ બસાક (વૈશાલી) ૪૦ બસાઢ ૪૯, ૫૬, ૧૯૯ બંબિરા ૪૮ બાંઘ ૧૩૨,૧૩૭ બાદામી ૧૫૦-૫૨, ૧૮૮ બારાબર (બિહાર) ૪૩, ૫૪ બારીસાલ ૨૧૩ બાલાઈઘાટ ૨૦૭ બાંગઢ ૨૦૧ બિકાનેર ૧૮૭ બિચ્ચલ ૧૫૭, ૧૭૪ બિંદુસાર (મૌર્ય) ૪૪ બિંબિસાર ૬૬ બુદ્ધગયા ૧૮૧ બુધ ગુપ્ત ૧૨૩ બુલંદીબાગ ૧૯૫-૯૬ બૃહત્સંહિતા –૮, ૨૧૮, ૨૨૦.. બૃહસ્પતિ (આચાર્ય) ૮ બેગ્રામ ૨૨૧
બેડસા ૧૦૪, ૧૦૭, ૨૨૩ બેતવા (વેત્રવતી) પર, ૧૩૬ બેલગામ ૧૮૮ બેસ (નદી) પર બેસનગર (વિદિશા) ૯૩, ૯૭, ૧૩૨ બોધગયા ૨૭, ૪૪,૪૮, ૫૮, ૬૦, ૭૦
૭૩, ૮૦, ૮૬, ૧૦૪, ૧૦૬
૧૨૨, ૧૨૮, ૧૬૪, ૨૨૩ બરોબુદુર ૨૯ બોસ્ટન ૧૯૫ બ્રામિત્ર ૭૦ બ્રહો (આચાર્ય) ૮ બ્રહ્મોર ૨૦૭ બ્રાઉન,પસી ૫૪ બ્રાહ્મણાબાદ ૨૦૧ ભગવદ્ગીતા ૧૬૧ ભગીરથ ૧૫૮ ભટ્ટીપ્રોળ ૧૦૮ ભરણીક્કાણી ૧૭૭ ભરતપુર ૮૪ ભરતમુનિ ૧૯૧ ભરહુત ૪, ૨૭, ૨૯, ૩૧, ૪૩, ૪૮
પ૭-૫૮, ૬૦, ૬૩, ૬૭–૭૦,
૭૨-૭૩, ૭૫, ૮૦, ૮૪, ૮૬. -૯૦-૯૧, ૯૮, ૧૦૪, ૧૦૬,
૧૧૦, ૧૧૮-૧૯, ૧૯૯, ૨૨૨-૨૩: ભવિષ્યપુરાણ ૮, ૨૧૯ ભાગલપુર ૧૪૬, ૧૬૪ ભાજા ૧૦૩-૦૫, ૨૧૮ -ભારત–કલા-ભવન (વારાણસી) ૩૯, ૧૩૪ ભાવનગર ૨૦૬ ભાસ (મહાકવિ) ૯૭
Page #245
--------------------------------------------------------------------------
________________
ભકનાપહારી ૧૫
મહાનાડ ૧૮૧ ભિક્ષુબલ ૮૯
મહાનિર્વાણ–તંત્ર ૯ 'ભિતરગાંવ ૨૦૧
મહાબલિપુરમ્ ૧૭૫ ભિન્નમાલ ૧૦૩, ૨૧૯
મહાભારત ૩૦, ૧૮૮, ૨૧૮, ૨૨૩ ભિલસા પર
મહાવાણિજ-જાતક ૩૧ ભીટા ૧૯૪
મહાશાલા ૪૭ ‘ભુવનકેશ ૩૬
મહાસ્થાન ૧૩૧, ૧૯૪, ૨૦૧, ૨૦૧૭ ભુવનેશ્વર ૭૩, ૧૬૫, ૧૭૮-૭૯ મહેન્દ્રવર્મા (પલ્લવ) ૧૫૭-૫૮, ૨૧૦, “ભૂતેશ્વર ૯૭
૨૧૯ ભૂમરા ૧૩૨, ૧૩૬
મહેશ્વર ૧ ભૃગુ (આચાર્ય) ૮
મહોત્સવનગર (મોબા) ૧૮૨ ભેડાઘાટ ૧૪૭, ૧૮૫
મહોબા ૧૮૨, ૧૮૪ ભોજદેવ (પરમાર) ૧૮૭
મંત્રમહાર્ણવ ૧૦ મકરાણા ૫
મંત્રરત્નાકર ૧૦ મકરાન ૧૨
મંદસર ૧૩૬ મજુમદાર, રમેશચંદ્ર ૧૨૧
માઘ ૨૨૦ -મણરગુડી ૨૦૧
માછí ૧૮૮ મત્સ્યપુરાણ ૭-૮, ૩૦, ૨૧૯- માડુંગુલા ૧૪૩ મથુરા ૫, ૨૦, ૨૭, ૨૯, ૫૧–પર, માધવવર્મા ૧ લો (વિષકુંડી) ૧૫૬ પ૪, ૫૮-૬૦, ૭૭, ૮૩-૯૯,
માધ્યમિકા ૯૩ ૧૦૩, ૧૦૮, ૧૨૦-૨૩, ૧૨૫-.
માનકુંવર ૧૨૨, ૧૨૮ ૨૬, ૧૨૮–૩૦, ૧૩૪, ૧૪૦,
માનસાર ૧૦, ૨૦૨ ૧૪૫, ૧૯૮–૨૦૦, ૨૨૧-૨૩
માનસોલ્લાસ ૧૧, ૨૦૨ મદ્રાસ ૧૫૭, ૧૫, ૧૮૯, ૨૧૧,
માન્યખેટ ૧૬૬-૬૭
૨૧૪-૧૭ મામલ્લપુરમ્ ૧૪૯, ૧૫ર, ૧૫૭, ૨૧૯ મય (આચાર્ય) ૭-૮, ૧૦.
માયસોર ૪૪, ૧૭૫, ૧૮૯ મયમત ૧૦
માયૂરમ્ ૧૯૧ મયૂરભંજ ૧૬૫
માર્શલ, સર જહોન ૮૨, ૮૬ -મયૂર ૧૬૧
માલવિકાગ્નિમિત્ર ૧ મહાઉમગ્ન-જાતક ૩૭
માહિશક ૩૬ મહાદેવ (યાદવ) ૧૮૮
માહેશ્વર ૧૪ મહાનંદ ૫૩
માંગરોળ ૧૪૭.
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૪
માંધાતા ૧૦૫
રાજમહલ ૧૪૬ મીરપુરખાસ ૨૦૧, ૨૦૪
રાજમલ્લ, સત્યવાય (ગંગ) ૧૭૪ મુનિ, કાન્તિસાગર ૨૦૮
રાજરાજ (ચળ) ૧૮૯ મુરુડુ, કુલંગરઈ ૧૦૭
રાજશાહી ૧૬૪, ૧૮૧, ૨૧૨ મુલતાન ૪
રાજેન્દ્ર (ચળ) ૧૮૯, ૧૯૧ મુડેશ્વરી ૧૩૧
રાણકપુર ૧૮૭ મુંબઈ ૬૬, ૧૪૨, ૧૯૪, ૨૦૩, ૨૦૮, રાધનપુર ૨૧૯
૨૧૯ રાખી (નદી) ૪૭ મૂજીગંજ ૪૦
રામગુપ્ત ૧૩૭ મૂર્તિધ્યાન ૧૦
રામગ્રામ ૬૩ મૂર્તિલક્ષણ ૧૦
રામચંદ્ર (યાદવ) ૧૮૮ મેઘદૂત ૨૦૦
રામપુરવા ૪૫, ૪૮, ૫૧ મેરતંત્ર ૧૦
રામાયણ ૭, ૨૮, ૩૦, ૧૫૨, ૧૮૮. મોગલરાજપુરમ્ ૧૫૬
૨૧૮, ૨૨૨. મોઢેરા ૧૮૬
રાય, નિહાર રંજન ૫૪ મેરા ૮૮
રાયપરોણીય-સૂત્ત ૩૭, ૯૭ મેહેજો-દડો ૫, ૧૪, ૧૬–૧૮, ૨૧- રાયપુર ૨૦૮
૨૪, ૫૧, ૨૦૦ રાવલપિંડી ૭૮ યજ્ઞશ્રી સાતકર્ણ ૧૧૦.
રુપર ૧૪ યુઅન શ્વાંગ ૪૬-૪૮, ૧૧૭
રશ્મિનદેય ૪૭–૪૮, ૫૦ યુધિષ્ઠિર ૨૯
રૂપમંડન ૧૦-૧૧ યૂપન્ક ૨૫
રૂપાવતાર ૧૦-૧૧ રઘુવંશ ૨૨૦
રેવા (પલ્લવ રાણી) ૧૭૫ રજોના ૧૩૨
રડા ૧૪૮ રણુપીપળી ૧૬૬
રેડીન ૨૧૪ રંગપુર (બંગાળ) ૨૧૨
રોનાલ્ડ ૫૪ રંગપુર (સૌરાષ્ટ્ર) ૨૧
રોપડ ૪૬ રંગમહલ ૨૦૧
લક્ષણસમુચ્ચય ૧૦ રાજકોટ ૧૪૭
લખની ૩૯, ૧૩૦, ૨૦-૦૧. રાજગૃહ ૪૩, ૪૭, ૬૧, ૧૧૨, ૧૩૦
' લલિતગિરિ ૧૬૫
૧૬૪, ૧૮૧ રાજઘાટ(કાશી) ૩૯, ૧૨૩, ૧૯૪, ૧૯,
લલિતવિસ્તર ૨૮, ૩૫, ૯૭ ૨૦૦ લલિતાદિત્ય મુકતાપીડ ૧૬૦
Page #247
--------------------------------------------------------------------------
________________
લંડન ૨૦૪
વિજયનગર ૧૯૧, ૨૧૦, ૨૧૯ લાહોર ૮૧
વિજયવાડા ૧૪૩, ૧૫૬-૫૭, ૧૭૪ લુમ્બિની ૪૪, ૪૭–૪૮
વિજયાદિત્ય રજો (વિષ્ણુકુંડી) ૧૫૬ લોકપ્રકાશ ૧૧
૩જો (ચાલુકય) ૧૫૭, ૧૭૪ લોથલ ૧૮, ૨૧-૨૪
વિદિશા (બેસનગર) ૧૧-પર, ૯૩-૯૪, લોરિયા ૪૮
૧૨૨, ૧૩૨, ૧૩૭, ૨૨૦ લોરિયા–અરરાજ ૪૪, ૪૯
વિશાખદત્ત ૧૧૬ લોરિયા–નંદનગઢ ૪૦-૪૧, ૪૪, ૫૧, વિશાલાક્ષ (આચાર્ય) ૮
૨૦૨ વિશ્વકર્મ– પ્રકાશ ૧૦ લોહાનીપુર ૫૪
વિશ્વકર્મ-વાસ્તુશાસ્ત્ર ૧૦ વડનગર ૧૦૨, ૧૬૬, ૧૮૬ વિશ્વકર્મા ૬, ૮, ૧૦, ૨૫ વડાવલ ૧૪૭–૪૮
વિશ્વકર્માવતાર ૧૦ વડોદરા ૧૩૯, ૧૪૭–૪૮, ૧૫૦, ૧૬૭ વિષ્ણુવર્ધન (સાળ) ૧૮૯ વરંગલ ૧૮૮
વિíિજમ ૧૭૭ વરાહમિહિર –૮
વીરપુર ૧૦૧ વર્ધક ૨૫
તેમ કદફીસ ૯૫, ૯૭ વલભી ૧૦૨-૦૩, ૧૪૮, ૧૫૦, ૨૦૬ વેલાપુર (વેલૂર) ૧૮૯ વલ્લભવિદ્યાનગર ૧૨ - વેલૂર ૧૮૯ વશિષ્ઠ (આચાર્ય) ૮
વૃંગી ૫૯-૬૦, ૧૪૨,૧૫૧,૧૫૬, ૧૭૪ વસ્તુપાલ ૧૮૬
વૈખાનસાગમ ૮-૯ વાતાપિ (બાદામી) ૧૫૦, ૧૬૭ વૈશાલી ૪૦,૪૭–૪૯, ૧૯૪, ૧૯૯ વાસ્યાયન ૨૨૦
શત્રુંજય ૧૮૬ વાયુપુરાણ ૩૦
શંકરાચાર્ય ૧૫૯ વારપાલ ૨૦૧
શાકુંતલ ૭૫ વારાણસી ૪૬, ૫૧, ૬૨, ૬૬, ૧૧૪, શામળાજી ૫, ૫૯, ૯૯, ૧૦૨, ૧૩૫,
૨૦૦
૧૩૯, ૧૪૭–૪૮, ૧૯૯ વાવ ૧૩૯
શારદાતિલક ૧૦ વાસિષ્ઠિપુત્ર પુલુમાવિ ૧૧૧
શાહ, ઉમાકાંત ૧૨૧ વાસુદેવ (આચાર્ય) ૮
શાહજીકી ઢેરી ૮૧ વાસ્તુવેદ ૩૬
શિક્ષાશાસ્ત્ર ૩૬ વાસનુસાર ૧૧
શિયાલી ૨૧૪, વિક્રમોર્વશીયમ્ ૩૪
શિલ્પરત્ન ૧૦, ૧૧૭
Page #248
--------------------------------------------------------------------------
________________
શિલ્પસાર ૧૦
સાંકાશ્ય ૪૦, ૪૪, ૪૬, ૫૧ શિશુપાલગઢ પર
સાંચી ૪, ૨૭, ૨૮,૩૧, ૪૬-૪૭, ૫૮, શિશુપાલવધ ૨૨૦
૬૦, ૬૨-૬૩, ૬૬, ૬૯-૭૦, શુક્ર (આચાર્ય) ૮
૭૩, ૭૫, ૮૦, ૮૪, ૯૯૧, શુક્રનીતિ ૧૦, ૧૪૪
૯૭-૯૮, ૧૦, ૧૦૬,૧૧૯, ૧૩૦, શુક્રનીતિસાર ૧૧૭ -
૧૩૨, ૧૪૭, ૧૯૯, ૨૧૮, ૨૨૨શૂર્પારક પર
૨૨૩ શેમ્બિએન્માદેવી (ચાળ) ૧૭૬ સિદ્ધપુર ૧૬૬, ૧૮૬, ૨૧૯ શૌનક (આચાર્ય) ૮
સિદ્ધરાજ (ચૌલુકય) ૧૮૫ શ્રાવસ્તી ૪૬, ૧૯૪
સિદ્ધસર ૧૦૧ શ્રી સ્વનિધિ ૧૦
સિરકપ ૨૨૩ શ્રીનગર ૧૬૧
સિલહટ ૧૮૧ શ્રીનિવાસનçર ૧૭૬
સિંહવિષ્ણુ (પલ્લવ) ૧૫૮, ૨૧૦ શ્રીમાળ ૪
સ્મિથ, વિન્સેન્ટ ૫૦, ૫૪ શ્રી સાતકણ ૬૧
સીકરી ૮૪ સકલાધિકાર ૧૦
સીતા ૩૦. સતના ૬૬
સીમુક સાતવાહન ૫૮ સફદરગંજ મ્યુઝિયમ (દિલ્હી) ૨૧ સુગ્રીવ ૨૮, ૩૦ સમરાંગણસૂત્રધાર ૧૦
સુપ્રભેદાગમ ૮-૯ સહરી બહલોલ ૮૦–૮૨, ૨૦૧ સુરત ૧૦૨, ૨૧૯ સંકિસા (સાંકાશ્ય) ૪૦, ૪૪,૪૮, ૨૦૮ સુરતગઢ ૨૦૧ સંપ્રતિ (મૌર્ય) ૪૮
સુલતાનગંજ ૧૩૧, ૨૦૪ સાગરદિધી ૨૧૨
સૂસા પ૪-૧૫ સાણા ૧૦૧
સેન્દ્રમરમ્ ૧૭૬ સાદડી ૧૮૭
સેમિનાથ ૧૮૬ સાધનમાલા ૧૧
સોહાગપુર ૧૮૫ સાયણાચાર્ય ૧
સૌદરાનંદ ૧૯૯ સારનાથ ૨૯, ૩૯,૪૩-૪૫,૪૮, ૫૦, સ્કંદગુપ્ત ૧૧૬
૫૪, ૬૬, ૮૭, ૧૧૯, ૧૨૯- સ્કંદપુરાણ ૮
૩૧, ૧૪૧, ૧૪૬, ૧૫૧, ૨૨૩ - મૂર સારાભાઈ, ગૌતમ ૨૧૧
સ્વાત (નદી) ૫૯ સાહત-માહેત ૨૦૧
હડપ્પા ૫, ૧૪, ૧૬, ૧૮, ૨૧-૨૪
Page #249
--------------------------------------------------------------------------
________________
१७
હનમકોંડ ૧૮૮ હનુમાન ૩૦, ૨૦૧ હયશીર્ષ-પંચરાત્ર ૯ હરિભકિતવિલાસ ૧૧ હરિવંશ ૨૨૦ હલેબીડ (લારસમુદ્ર) ૧૮૯ હવેરી ૧૮૮
હાવેલ ૫૫, ૮૨, ૮૮ હવિષ્ક ૯૫ હેમચંદ્રાચાર્ય ૧ હેમાદ્રિ (યાદવ મંત્રી) ૧૮૮ હેમાવતી ૧૭૫ હેલિયોદોર ૯૪ હૈદરાબાદ ૧૮૯, ૧૯૪
Page #250
--------------------------------------------------------------------------
________________ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થયેલ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ નાં કેટલાંક પ્રકાશનો પુસ્તકનું નામ લેખ કનુ નામ કિંમત અશોક અને તેના અભિલેખ હરિપ્રસાદ ગ. શાસ્ત્રી 6-00 ઇસ્લામી સંસ્કૃતિ ડો. એ. એન. કુરેશી છે 8-00 પ્રાચીન ભારત ભાગ 1 ડો. હરિપ્રસાદ ગં, શાસ્ત્રી 10-00 પ્રાચીન ભારત ભાગ 2 ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી 11-00 પ્રાચીન ભારતીય શિલ્પકલા ડો. પ્રિયબાળા શાહ 14-00 અને સ્થાપત્ય પ્રાચીન રોમનો ઇતિહાસ સુરેશભાઇ એમ. શાહ 11-00 ભારતની પ્રાચીન સામાજિક સંસ્થાઓ ડો. રમેશ સું. બેટાઇ 15-00 ભારતને સાંસ્કૃતિક ઇતિહાસ ડો. પ્રવીણ સી. પરીખ 30-00 (ઈ. સ. 1800-1818) ભારતીય અભિલેખ વિદ્યા ડો. હરિપ્રસાદ ગં'. શાસ્ત્રી 19-00 ભારતીય ઈતિહાસની સાધનસામગ્રી સુમના શે. શાહ 4-30 ભારતીય સંસ્કૃતિના વિકાસમાં વિદેશીઓના વિજયસિંહ કિ. ચાવડા 5-50 સંપર્ક ની અસર હિન્દુ મૂર્તિવિધાન ડો. પ્રિયબાળાબેન જે. શાહ 16-50 હિન્દુ રાજકીય પદ્ધતિનો ઇતિહાસ ડે. કે એફ. સોમપુરા 14-00 ભારતીય પ્રાચીન શિલ્પકલા રૂ. -00