SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભાણીય પ્રાચીન શિહપકા પગવાળા છતાં ભારે ને મજબૂત ખભા અને છાતીવાળા જાણે કે શૈલીને ગતિ આપતા હોય તેમ આલેખાયા છે. આ શૈલીનાં શિલ્પાનો વિષય બૌદ્ધ ધર્મનો છે, છતાં અનેકવિધ દુન્યવી માનુષી ભાવ અને સાંસારિક પરિસ્થિતિઓનું ઉત્કટ આલેખન તેમાં થયું છે. આથી કુમારસ્વામીએ તેની આ વિશિષ્ટતા પર ધ્યાન દેરતાં અમરાવતીની કલા વિશે કહ્યું છે કે “એ ભારતીય શિલ્પનું મધુર અને માર્દવભર્યું પુષ્પ છે” (the most voluntuous and the most delicate flower of Indian Sculture). 2410471, અમરાવતીની અને નાગાર્જુનીકડાની કલામાં વિષયાશકિતનું આલેખન વિશેષ છે. પરંતુ મથુરાશૈલીમાં આલેખિત ઉઘાડા શૃંગાર કરતાં નિર્દોષ ઉલ્લાસપૂર્ણ શૃંગાર અહીં આવિર્ભાવ પામ્યો છે. એનું વાસ્તવદર્શન સુરુચિપૂર્ણ છે. અમરાવતીનાં શિ અમરાવતીના સ્તૂપની જળવાઈ રહેલાં શિલ્પાની સંખ્યા આશ્વ પ્રદેશમાંથી પ્રાપ્ત થયેલ કોઈપણ સ્તૂપની શિલ્પસંખ્યા કરતાં વિશેષ છે. એટલું જ નહીં, લગભગ ૫૦૦ વર્ષના વિકાસને ઇતિહાસ રજૂ કરતાં આ શિલ્પો કલાદષ્ટિએ પણ અત્યંત સુંદર અને વૈવિધ્યપૂર્ણ વિષયો તાદશ કરે છે. શિલ્પોની શૈલી અને તેના પર અંકિત થયેલ લેખોની લિપિના આધારે આ શિલ્પોને કાલાનુક્રમની દૃષ્ટિએ ચાર સ્તરમાં વહેંચવામાં આવે છે: ૧) આરંભ કાલ-ઈ. સ. પૂર્વે ૨ જી સદી (શું કાલ) ૨) મધ્યકાલ-ઈ. સ. ની ૧ લી સદી (સાતવાહન રાજા પુલુમાવિન શાસનકાલ) (૩) ચરમોત્કર્ષ કે પરિપકવ અવસ્થા-ઈ. સ. ૧૫૦-૨૦૦ (શ્રીયજ્ઞશ્રી સાતકણને શાસનકાલ) ૪) અંતિમ અવસ્થા-ઈ. સ. ની ૩ જી સદી (ઈવાકુ રાજાઓનો સમય) આરંભકાલીન શિલ્પની કોતરકામની શૈલી અને વેશભૂષા ભરડુતનાં તથા અજંટાની ગુફા નં. ૯ અને નં. ૧૦ નાં શિલ્પો સાથે સામ્ય ધરાવે છે. આ કાલનાં શિલ્પો જૂજ સંખ્યામાં અને ખંડિત અવસ્થામાં મળ્યાં છે. મૂર્તિઓનાં મસ્તક પર ભારે ઉષ્ણીષ, કાનમાં અગ્રભાગે ચોરસ અને પૃષ્ઠ ભાગે વૃત્તાકાર કુંડળો, ગળામાં ચોરસ પદકવાળા કંઠહાર અને નેત્રો કટાક્ષયુકત છે. અંગમાં નિશ્ચલતાની સાથે ભાવાભિવ્યકિતમાં સ્થિરતા છે. બાહુ પર વલણીઓ અને આંગળીઓ પર અંગુઠ્ઠીઓ છે. સ્ત્રી-મૂર્તિઓની કટિમેખલા પહોળી પટીમાં ચોરસ પદકની પંકિતવાળી છે. પુરુષઆકૃતિઓને કટિબંધ સુધરાત્મક ઘાટનો (વળ ચડાવેલા દોરડા જેવો છે. સ્ત્રી-મૂર્તિ
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy