SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧: મીયાલીન શિકહા ૧૧૧ એમાં મેખલાબંધ પર કાયબંધ (ઉદરબંધ પણ છે. જંઘા પર અંકિત કરેલ રેખાઓ તેણે ધારણ કરેલ બારીક વસ્ત્ર અને તેની વલીઓની સૂચક છે. તેમના પગની પાનીઓ એડી ભાગે જોડેલી અને પંજા ભાગે ખુલ્લી છે. આ કાલપટની કોઈ બુદ્ધ મૂર્તિ મળી નથી પણ બૌદ્ધ પ્રતીકોનાં અંકન મળ્યાં છે. વેદિકા-ઉણીષ પર ખભાપર ચશમાલ્ય ધારણ કરતી નાની યક્ષમૂર્તિઓ અંકિત કરેલી છે. આ પ્રકારની યક્ષમૂર્તિઓ સાંચી, ભરત અને પશ્ચિમ ભારતની ગુફાઓમાં જોવામાં આવે છે. કેટલીક જગ્યાએ હાથીનાં મસ્તકીયુકત લંબોદર યક્ષ (કીચક)ની મૂર્તિઓ છે, જેની પાછળના સમયમાં ગણેશમૂર્તિમાં વિકાસ થયો. ઈહામૃગ પશુઓમાં શ્યનવ્યાલ એટલે કે ગરુડ મસ્તક અને સિંહ શરીરની બલિષ્ઠ અને પ્રભાવશાળી આકૃતિઓ નોંધપાત્ર છે. અલંકરણરૂપ કીનારીઓમાં ઘંટા પંકિત ઉપરાંત મકરમુખમાંથી નિષ્પન્ન થતી ફૂલવેલ-ભાત પણ નોંધપાત્ર છે. અમરાવતીનાં શિલ્પના વિકાસની બીજી અવસ્થામાં શૈલી અધિક સ્વાભાવિક બને છે અને નવી નવી અંગભંગીઓ પ્રગટાવે છે. આ અવસ્થાની શિલ્પશૈલી મથુરાની પ્રારંભિક કુષાણ કલા સાથે સામ્ય ધરાવે છે. વાસિષ્ઠિપુત્ર પુલુમાવિને આ કાલ સાતવાહન સત્તાન સર્વોત્કૃષ્ટ કાલ હતો. સામ્રાજ્યનો વૈભવ એની પૂર્વે અને પશ્ચિમે લહેરાતા સમુદ્રને આભારી હતો. આ કાલના શિલાપટ્ટો પર બુદ્ધની જીવનઘટનાઓનું આલેખન થયું છે. અલબત્ત, બુદ્ધનું ચિત્રણ તો બહુધા પ્રતીક દ્વારા જ થયું છે. તેમ છતાં બુદ્ધની એક બે સ્થળે પ્રતિમાઓ જોવામાં આવે છે. તેમની મુખમુદ્રા સરળ અધ્યાત્મ ભાવને પ્રગટ કરે છે. એ મથુરાશૈલીના કટરાના બુદ્ધની મૂર્તિ સાથે સામ્ય ધરાવે છે. અમરાવતી-કલાની ત્રીજી અવસ્થા પરિપકવ હથોટીની છે. આ સમયે દક્ષિણ ભારતમાં સ્થાપત્ય અને શિલ્પ સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યાં હતાં. ઈસુની ૨ જી સદીના પૂર્વાર્ધમાં સાતવાહનોની સામ્રાજ્યલક્ષ્મી સૌંદર્ય, સંપત્તિ અને યશની ચરમ સીમાએ પહોંચી હતી. આનું પ્રમાણ અમરાવતીના પના વેદિકાસ્તંભ, ઉષ્ણીષ, સૂચી, આમકમંચ, આમકસ્તંભ પરની વૈદિકા અને અંડભાગ પરની સુશોભન પટ્ટીઓ તથા સૂપપટ્ટ, ચક્રપટ્ટ, સ્વસ્તિક૫ટ્ટ, પૂર્ણઘટપટ્ટ, ત્રિરત્નપટ્ટ, વગેરે શિલાપટ્ટો અને બુદ્ધના જીવન-પ્રસંગોને લગતા અન્ય શિલાપટ્ટોના રૂપમાં ઉપલબ્ધ બને છે. મૂર્તિઓના બહુમુખી ભાવ અને અંગવિન્યાસ સ્વગય આનંદને પૃથ્વી પર સાકાર કરે છે. સદા મસ્ત અને નૃત્તરત દેવોની ક્રીડાઓ અતુલ આનંદ પ્રગટાવે છે. બુદ્ધના પાર્થિવ ચૂડા (મસ્તકઆભૂષણ)ની પૂજા માટે દેવગણ ઉત્કટ બન્યો તે પ્રસંગનું આલેખન સ્તૂપના ચૂડા પર શિલ્પપટ્ટમાં થયું છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy