SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ભારતીય પ્રચીન શિલ્પકલા | ગુજરાતમાંથી-શામળાજી, દેવની મોરી, વડનગર, ખેડબ્રહ્મા, વલભી, આહવા વગેરે સ્થળોએથી ક્ષત્રપકાલનાં પૂર્ણ મૂર્ત શિલ્પોના કેટલાક કલાત્મક નમૂના મળ્યા છે. એ પરથી જણાય છે કે, ઈ.સની ૩ થી-૪ થી સદીમાં ગુજરાતમાં ઉચ્ચ કોટિની ક્લાશૈલી પાંગરી હતી. આ શિલ્પના ઝીણવટભર્યા અભ્યાસે ભારતીય શિલ્પકલાના ઈતિહાસમાં ગુજરાતને ગૌરવભર્યું સ્થાન અપાવ્યું છે. આ મૂર્તિશિલ્પામાં સપ્રમાણ નૈસર્ગિક દેહ, ભારે પગ, સંપૂર્ણપણે ખૂલેલી આંખ, મોટા જઘન અને ભારપૂર્વક દેહવળાંક, મૂર્તિને અનુરૂપ ભાવવ્યંજના, અધોવસ્ત્રની કલામય વલ્લી અને એમાં પાટલીને સ્થાને ગોમૂત્રિકા ઘાટ, આછા અલંકારો વગેરે લક્ષણો જોવા મળે છે. સ્થૂળ નૈસર્ગિક દેહરચનામાં મથુરાકલાનો અને અધોવસ્ત્રમાં ગોમૂત્રિકાઘાટ જેવાં કેટલાંક તત્વોમાં ગંધારકલાનો પ્રભાવ વરતાય છે. શામળાજીમાંથી મળેલ શિલ્પોમાં કમરે હાથ મૂકીને ત્રિભંગમાં ઊભેલી નાના બાળક સહિતની પક્ષી કે દેવીની પ્રતિમા, માતા અને શિશુની અધંકાય ખંડિત મૂર્તિ, ભીલડી વેશધારી પાર્વતી અને ચામુંડા, ખેડબ્રહ્મામાંથી મળેલ વિસ્ફારિત મોટી આંખેવાળું એકમુખ શિવલિંગ, શામળાજીના આસપાસના વિસ્તારમાંથી મળેલી નાના કદની ગણોની અથવા જુદા જુદા દેવો કે યક્ષની પાંચ પાષાણ મૂર્તિઓ તથા એટલાસ(ભારવાહક)નું ધાતુ શિલ૫, વલભીમાંથી મળેલ કેશિનિસૂદન કૃષ્ણ અને મહિષાસુરમર્દિનીનાં શિલ્પ, આહવામાંથી મળેલ સ્ત્રીનું અર્ધાકાય ખંડિત શિલ, સુરત જિલ્લાના તેન ગામેથી મળેલ વિષ્ણુની એક નાની ખંડિત પ્રતિમા, દેવની મેરીમાંથી મળેલ માટીની પકવેલી બુદ્ધ મૂર્તિઓ તથા કાકાની સિંહણ (સૌરાષ્ટ્ર), દોલતપુર (કચ્છ), વલ્લભવિદ્યાનગર તથા સુરતનાં મ્યુઝિયમમાં સુરક્ષિત મસ્તકો વગેરે ક્ષત્રપાલનાં નમૂનેદાર શિલ્પ છે. ભીલડી વેશે ત્રિભંગમાં ઊભેલાં પાર્વતીએ કેવળ નીચે અધોવસ્ત્ર તરીકે સિંહચર્મ ધારણ કર્યું છે. તેમાંનું સિંહમુખ મથુરાનાં સિંહમુખને મળતું છે. ચામુંડાની ઊભી પ્રતિમા(આકૃતિ ૩૩)માં દેવીએ ડાબા નીચલા હાથમાં કાપેલું અસુર-મસ્તક ધારણ કર્યું છે. આ મસ્તક સ્પષ્ટત: ગ્રીક કે ગ્રીકો-રોમન છાયાનું છે. દેવીએ ધારણ કરેલ અધોવસ્ત્રની કલામય વલ્લીઓ અને દુપટ્ટામાં અને અધોવસ્ત્રની વચમાં પાટલીને બદલે કરેલો ગોમૂત્રિકા-ઘાટ ગ્રીક કે ગંધાર કલાનો પ્રભાવ સૂચવે છે. શામળાજીવિસ્તારમાંથી મળેલ નાના કદના ગણો કે પક્ષોની આકૃતિઓ પૈકી એકમાં નાની ઘંટિકા નો હાર ઉપવીતની જેમ ધારણ કરેલો જોવા મળે છે. બીજી આકૃતિ સાંચી અને પિત્તલખેરાના યક્ષ-ગણોને મળતી આવે છે, ત્રીજી આકૃતિને એક હાથ ખંડિત અને એકમાં શંખ છે, જેથી આકૃતિ અસ્પષ્ટ છે, જ્યારે પાંચમી આકૃતિમાં મુકુટ, ખભા પર ફેલાયેલા વાળને જમણા હાથમાં ખટ્વાંગ જેવો પરીવાળો દંડ જોવા મળે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy