SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ: અનમોર્યકાલીન શિલ્પકલા ૧૦૩ છેલ્લી બેના મસ્તક પર મુકુટરચના વિદેશી અસરવાળી જણાય છે. વલભીની કેશિનિસૂદન કૃષ્ણની મસ્તકરહિત ખંડિત પ્રતિમા પ્રભાવેત્પાદક છે. સમભંગમાં ઊભેલા દિભુજ કૃષ્ણ ડાબા હાથે કેશિદૈત્યને પકડયો છે. જમણો હાથ ખંડિત છે. તેના બારીક વસ્ત્રની ગોમૂત્રિકા મનહર છે. તેમના ડાબા હાથનો પંજો ગંધારની બુદ્ધ-પ્રતિમાઓમાં જોવા મળે છે, તેમ કંઈક વધુ પહોળો છે. ડાંગના આહવામાંથી મળેલું દેવી કે યક્ષિણીનું નાનું ખંડિત શિલ્પ કાર્યા, કહેરી અને નાસિકથી માંડીને ઉત્તર ગુજરાત સુધી એક જ કલાશૈલી પ્રચલિત હોવાના પુરાવારૂપ છે. એમાં સુંદર ભરાવદાર મુખ, નીચલો જાડો હોઠ, મસ્તક પાછળ લટકતી વેણી, મસ્તક પર જૂની ઢબને ત્રિપાંખિયા મુકુટ જેવું કોઈ વેષ્ટન, જમણો હાથ કોણીથી વાળી ઊંચો કરી પકડેલું કમળ, હાથમાં ખૂબ બંગડીઓ, કમળ અને હાથ તૂટી ન જાય તે માટે મથુરાકલામાં જોવા મળે છે તેવી રીતે મસ્તક સાથે એને જોડવા પથ્થરની પટ્ટીનો પ્રયોગ, વગેરે લક્ષણો જોવા મળે છે. આ પ્રતિમા ઈ.સ.ની ૨ જી સદીની હોવા સંભવે છે.. તેન ગામની વિષ્ણુ-પ્રતિમામાં મથુરા અને ભિન્નમાળમાંથી મળેલી વિગપ્રતિમાની જેમ, શંખ ધારણ કરેલા ડાબા હાથને કટિ પર ટેકવ્યો છે. મસ્તક પરનો મુકુટ ઊંચી ટોપી ઘાટનો છે. ગળામાં ધારણ કરેલી હાંસડી ગંધાર શિલ્પોની. બંસડીનું સ્મરણ કરાવે છે. મુકુટની બંને બાજુથી નીકળતી જવાલાઓ કે કિરણાવલીની રચના વિષ્ણુ એ આદિત્યનું સ્વરૂપ છે, એનું સૂચન કરે છે. દેવની મોરીમાંથી મળેલી બુદ્ધની ધ્યાનસ્થ પ્રતિમાઓ પ્રાચીન ભારતીય બૌદ્ધ પ્રતિમાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ મૂર્તિ માં વસ્ત્રપરિધાન, આસનો અને દેહસૌષ્ઠવનું વૈવિધ્ય નોંધપાત્ર છે. કેટલીક પ્રતિમાઓમાં સંઘાટી, બંને સ્કંધને તો કેટલીકમાં કેવળ ડાબા કંધને ઢાંકતી બતાવી છે. પહેલી પ્રથા ગંધાર-કલામાં વ્યાપક પ્રચારમાં હતી, જ્યારે બીજી મથુરામાં પ્રચલિત હતી. સંઘાટીમાં વળી કેટલીક મૂર્તિઓમાં બેવડી રેખા વડે, કેટલીકમાં ઊપસાવેલી રેખા વડે એમ વિવિધ રીતે બતાવ્યા છે. બુદ્ધના મરતક પરના કેશ પણ કેટલીક પ્રતિમાઓમાં સીધા ઊભા થેલા તો કેટલીકમાં દક્ષિણાવર્ત નાના ગૂંચળામાં દર્શાવ્યા છે. કેટલીકમાં મૃતક પર ઊીષ પણ ધારણ કરેલું બતાવ્યું છે. કેટલીક પ્રતિમાઓમાં મુખાકૃતિ ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાની ભાવવાહી મૂર્તિઓ જેવી લાગે છે. ૯) દખણનાં શૈલગૃહની શિલ્પકલા દખણમાં મહારાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મને આશ્રયે ખડકોમાં કોરીને ચૈત્યગૃહો અને વિહારો કરવાની કલા વિકસી. આ સ્થાપત્યો શિલ્પની વિશિષ્ટ શૈલી ધરાવે છે. ભાજા,
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy