SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ભાસ્તીય પ્રાણીને શિહ૫કલા કેટલાક પર પૂજા–દો કંડારેલાં છે. એની વિગત ઉપર જોઈએ છે. એ સિવાયના મોટા ભાગના સ્તંભો પર પ્રાચીન ભારતીય પ્રસન્ન લોકજીવનની ઝાંખી થાય છે. આ શાલભંજિકા સ્ત્રી-શોને ભરાહત-સાંચી કે ગંધારનાં સ્ત્રી-શિલ્પ સાથે સરખાવતાં મથુરાના કલાસિદ્ધોએ રૂઢ બંધનોને ફગાવી દઈ નારીના રૂપ-લાવણ્ય અને આંતર ભાવને વૈવિધ્યપૂર્ણ રીતે દર્શાવી એમનાં અંગઉપાંગોને વિશેષ ઉઠાવ આપી સજીવ અને મોહક બનાવવામાં પોતાની મૌલિક પ્રતિભા દર્શાવી છે (જુઓ આકૃતિ ૨૯-૩૨). પ્રાચીન ભારતમાં મનોરંજન માટે ઉદ્યાન-ક્રિડાઓ, આનંદોત્સવ અને રમત-ગમત થતાં. ઘણા ઉત્સવો સાર્વજનિક હતા ને એમાં બધા વર્ગોના લોકો ભાગ લઈ શકતા. ઉદ્યાનેમાં પુષ્પ ચૂંટવાં, ઝૂલો ઝૂલવા, દડે રમવું, પક્ષીઓ સાથે ગેલ કરો વગેરે કાર્યક્રમ થતા. મથુરાની વેદિકાઓના સ્તંભ પર કોઈ સ્ત્રી બગીચામાં પુષ્પ ચૂંટતી, કોઈ કન્દુકક્રિીડારત, કોઈ ઝરણા નીચે સ્નાન કરતી, કોઈ સ્નાન પછી ભીના વાળને સૂકવતી કે વસ્ત્રો ધારણ કરતી જોવા મળે છે. પ્રસાધનને લગતાં અનેક દશ્યો મળે છે. કોઈમાં કપિલો પર લોધચૂર્ણ ઘસ્યાનું કે એના પર પત્ર-રચના કર્યાનું દશ્ય જોવા મળે છે. કોઈ સ્ત્રી કેશગૂંફન કરતી તો કોઈ આળ લગાવતી જણાય છે. “પ્રસાધનિકા સ્ત્રીઓમાં કોઈ હાથમાં શૃંગારપેટી તો કોઈ ભંગાર (સુગંધિત દ્રવ્યપાત્ર) લઈને ઊભેલ છે. મધુ-પાન, વીણા કે બંસીવાદન અને નૃત્યનાં દશ્યો પણ અંકિત થયાં છે. પક્ષીઓ સાથે ક્રીડા કરતી સ્ત્રીઓના અંકનમાં કલાકારોએ ભારે કૌશલ દાખવ્યું છે. પ્રાચીન સાહિત્યમાં હંસ, પિપટ, મેના, મેર, કોયલ વગેરે પક્ષીઓને પાળવા અંગેના વારંવાર ઉલ્લેખ મળે છે. મથુરાના વેદિકા–સ્તંભો એનાં ઉત્તમ દૃષ્ટાંત પૂરાં પાડે છે. કયાંક પાંજરામાં બંધ તો કયાંક પૂર્ણ મુકત પક્ષીઓ બતાવ્યાં છે. સુંદરીઓ મંજરી, કુલ, ફળ કે દાઢમની કળીએ જેવા પોતાના દાંત બતાવીને શુકાદિ પક્ષીઓને લલચાવતી જોવા મળે છે. કયાંક સુકેશી સ્ત્રીઓના વાળમાં ગૂંથાયેલાં મોતીઓ કે સ્તન-હારો (ઉર સૂત્રો)નાં મોતીઓના લોભી હંસ બતાવ્યા છે. એક વેદિકા સ્તંભ પર માથે મટુકી મૂકી દહીં વેચવા નીકળતી ગોપ–વધુની આકૃતિ કંડારી છે. એની વ્રજવાસી વેશભૂષા વિશિષ્ટ છે. એક સ્તંભ પર ઈરાની વેશભૂષાસજજ સ્ત્રી હાથમાં દીપક લઈ ઊભી છે. બીજા એક ત ભ પર વિદેશી પરિવારની વેશભૂષાવાળી શસ્ત્ર-ધારિણી જોવા મળે છે. આ બાબત તત્કાલમાં રાજસેવામાં રખાતી વિદેશી પરિચારિકાઓ અને અંગરક્ષિકા યવનીઓની સૂચક છે. ૮) ગુજરાતની શિ૯૫કલા ગુજરાતમાંથી શુંગકાલીન શિલ્પ મળ્યાં નથી. જો કે એ સમય દરમ્યાન ગુજરાતમાં ભારતીય-ગ્રીક રાજાઓની આણ પ્રવર્તતી હોવાનું જણાય છે. અમરેલીના
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy