SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ. ૨: ધાતુશિપ ઉત્તરકાલમાં બંગાળમાં વિકસેલી પાલ શિલ્પ-પરંપરાના આદ્ય સ્વરૂપની લાગે છે. ૭મી સદીમાં થઈ ગયેલા રાજા દેવખડ્રગની રાણી પ્રભાવતીએ આ ધાતુશિલ્પને સાના વડે રસાવ્યું હાવાનું તેના પરના અભિલેખ પરથી સ્પષ્ટ થાય છે. વળી આસામમાં તેજપુરના દાહપતીય મંદિરની દ્વારશાખામાં આવેલાં ગંગા-યમુનાનાં શિલ્પા, બાલાઇઘાટ, મહાસ્થાન (પ્રાચીન પુંડ્રવન)માંથી પ્રાપ્ત થયેલ મંજુશ્રીની સાનાથી રસેલી ધાતુપ્રતિમા વગે૨ે પણ પૂર્વ ભારતના ગણનાપાત્ર નમૂના છે. ૫) રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલ-કાલ ૨૦૭ કાશ્મીરમાં ૮ મી સદીનાં ધાતુશિલ્પામાં સ્થાનિક શૈલીની સાથે ગંધાર શૈલી, ગુપ્ત શુંંલી અને પ્રતીહાર શૈલીના સમન્વય થયેલા જોવા મળે છે. ચંબા ખીણ વિસ્તારનાં છત્રાહી અને બ્રહ્મોરનાં મ ́દિરામાં આ શૈલીનાં ૮ મી સદીનાં મોટા કદનાં શિલ્પા છે, જેમાંના ત્રણ વિશેષ નોંધપાત્ર છે. આમાં એક દેવીનું સુંદર શિલ્પ છે. દેવીના હાથમાં કમળ, દર્પણ અને પેાથી છે. દેવી પદ્માસન પર ઊભેલાં છે. આભુષણા ઓછાં છે. દેહયષ્ટિ પાતળી અને ઊંચી છે. ગળામાં ચુસ્ત મૌકિતક ગ્રીવાબંધ (કાલર), તેની નીચે પાંદડીવાળા કંઠહાર અને તેની નીચે મૌતિક ઉર:સૂત્ર છે. તે બંને સ્તન વચ્ચેથી પસાર થઈ કટિસૂત્ર સુધી લંબાતું દર્શાવ્યું છે. ઇસુની ૯ મી ૧૦ મી સદીનાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનાં શિલ્પામાં જોવામાં આવે છે તેવું તેણે ઉત્તરીય (દુપટ્ટા) જેવુ... વસ્ત્ર ધારણ કર્યું` છે. કટિ નીચેનું વસ્ત્ર બારીક ચુસ્ત છે અને તેની પાટલી બંને પગ વચ્ચેથી પસાર થતી છેક પદ્મપીઠ સુધી લંબાતી દર્શાવી છે. અહીંથી મળેલુ મહિષાસુરમર્દિનીનું શિલ્પ પણ નોંધપાત્ર છે. તે લક્ષણાદેવીના નામે ઓળખાય છે. ત્રીજુ` આસનસ્થ ન્રુસિ ંહનું શિલ્પ પણ નોંધપાત્ર છે. સિંહમુખ નૃસિંહના ચતુર્ભુ જ(હસ્ત) પૈકીના પાછલા બે હસ્ત તીક્ષ્ણ નહાર દર્શાવતા ખભા પાસે ઊભા કરેલા છે. બાકીના બે હસ્ત (પંજામાં પંજો ભેળવીને) દેવના મુખને ટેકવતા દર્શાવ્યા છે. તેની વિકરાળ મુખમુદ્રા ખાસ નોંધપાત્ર છે. શિર પર કલગીની જેમ ધારણ કરેલ મૌકિતકમાળા દર્શનીય છે. ગુજરાતમાં અકોટામાંથી પ્રસ્તુત કાલનાં કેટલાંક સરસ ધાતુશિલ્પા મળી આવ્યાં છે. એમાં ચામરધારિણી યક્ષિણી (આકૃતિ ૪૯) શ્રેષ્ઠ છે. ૮ મી સદીના મધ્યના આ શિલ્પમાં સપ્રમાણ દેહલતા ગુલાબનાં પુષ્પાની ગૂથણની મધ્યમાં ચૂડામિણ ધરાવતું અવનવું કેશગૂંફન, પત્રકુંડલ, નિષ્કના હાર, ત્રિદલ પુષ્પની ભાતવાળા બાજુબંધ, કંકણાકૃતિ વલયા, ઉર:સૂત્ર, મેખલા, બારીક અને ઢીલા અધાવસ્રને પકડી રાખતું સુશેાભિત ઊરુજાલક, નૂપુર, ખભાની પાછળથી પસાર થતું... ઉત્તરીય—જેવી વેશભૂષાની સુંદર સજાવટ નજરે પડે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy