________________
૮ રાષ્ટ્રકૂટ–પ્રતીહાર–પાલકાલની શિલ્પકલા
(ઈ. સ. ૭૦૦ થી ઈ. સ. ૧૦૦૦)
' આ કાળ દરમ્યાન ભારતમાં ત્રણ મહાસત્તા સ્થપાઈ: ૧) ઉત્તર અને પશ્ચિમમાં ગુર્જર-પ્રતીહાર, ૨) પૂર્વમાં પાલ, ૩) દખ્ખણમાં અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટ. આ ઉપરાંત દેશમાં સ્વતંત્ર, અર્ધસ્વતંત્ર કે ખંડિયા જેવી સ્થિતિ ભોગવતાં અનેક નાનાં મોટાં રાજ્યો હતાં. આ બધાં રાજ્યોના ધર્મપ્રેમી રાજવીઓએ બંધાવેલા દેવપ્રાસાદો દેશમાં ઠેરઠેર જોવા મળે છે. આ પ્રાસાદો મુખ્યત્વે ચણતરી અને કેટલાંક શૈલેન્કીર્ણ પણ છે. આ મહામંદિરોનાં દીવાલો, સ્તંભ તથા છતો પર વિપુલ પ્રમાણમાં શિલ્પકામ કરેલું જોવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક સ્વતંત્ર મૂર્તિ શિલ્પો કંડારાયાં છે. કલાની દષ્ટિએ આ બધાં શિલ્પો ભારતીય શિલ્પકલાના ઈતિહાસમાં એમનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને લઈને અનેખી ભાત પાડે છે.
૧) સામાન્ય લક્ષણે શ્રી વાસુદેવશરણ અગ્રવાલે પ્રસ્તુતકાલની શિલ્પકલાનાં ચાર વિશિષ્ટ લક્ષણો ગણાવ્યાં છે:
૧) ૮મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય કલા એક નવીન આજથી પ્રભાવિત થઈ છે. એ હવે કોમળ અને સુકુમાર ભાવોને કોરે મૂકીને દિગ્ગજ વિરાટ ભાવોને આગળ કરીને ચાલતી જોવા મળે છે. મહત્તા, વ્યાપકતા અને વિરાટ ભાવો પ્રાપ્ત કરવાને લઈને આ કલા જાણે પુન: નવજીવન પ્રાપ્ત કરતી હોય એમ લાગે છે.
૨) આ કાલમાં દાર્શનિક ક્ષેત્રે શંકરાચાર્યે જાહેર કર્યું કે, મનુષ્ય સાડાત્રણ હાથના પરિમિત દેહમાં સીમિત શકિત ધરાવતું પૂતળું નથી. એ તે દેવો સાથે સ્પર્ધા કરનાર બ્રહ્મ અને આત્માની એકતાને અધિકારી છે. શંકરનો આ બ્રહ્માત્મકયભાવ એક નવા અર્થ સાથે જીવનનાં બધાં અંગોમાં શકિતસંચાર કરતો જાગ્રત થયેલો દષ્ટિગોચર થાય છે. કલાના ક્ષેત્રમાં મનુષ્યની કાયપરિમાણ મૂર્તિઓ કોરે રાખીને એને સ્થાને દેવતુલ્ય પ્રચંડકાય પ્રતિમાઓ ઘડાવા લાગી. રાજા અને પ્રજા બંનેના હૃદય વિરાટ ભાવોથી આંદોલિત થયાં. પ્રતાપી રાષ્ટ્રકૂટના મહામહિમ ચિંતનને પરિણામે એલેરાનું દિગ્ગજ કૈલાસ મંદિર બંધાયું. આ મંદિરની પ્રત્યેક શિલ્પકૃતિને સર્જિત શકિતની આ નૂતન ધારાનો સંસ્પર્શ થયેલો જણાય છે. આ ઉપરાંત ઘારાપુરી(એલિફંટા)નું