SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિ૯૫કલા કલાસમંદિર અને કાંચીપુરીનું કલાસનાથ મંદિર ત્રણેયમાં સ્થાપત્યની સાથે શિલ્પને સુંદર સમન્વય થયો છે. ૩) આ કાલની કલામાં પૌરાણિક દેવોના આખ્યાનાત્મક ચરિત્રનું અંકન વિપુલ પ્રમાણમાં થયેલું દષ્ટિગોચર થાય છે. શિવ અને વિષ્ણુની લીલાઓનું ઘણું ઓજસ્વી ચિત્રણ આ કોલની શિલ્પકલાની મુખ્ય વિશેષતા છે. ( ૪) આ શિલ્પોમાં ઉદ્દામ આંદોલિત ક્રિયાશકિત પ્રગટ થાય છે. શિવ-તાંડવનું શિલ્પમય આલેખન આ કાલની સહુથી ઊંચી કલ્પના ચાને કલાકૃતિ કહી શકાય. આ ઉપરાંત આ કાલના પૂર્વાર્ધનાં શિલ્પામાં સજાવટમાં આછા અલંકારો પ્રયોજાયા છે, જ્યારે એના ઉત્તરાર્ધનાં શિલ્પોમાં ભારે વૈવિધ્યપૂર્ણ અલંકારોને વિપુલ સંખ્યામાં છૂટથી પ્રયોગ દષ્ટિગોચર થાય છે. ૨) ઉત્તર ભારત કાશ્મીરમાં આ કાલનાં આરંભમાં લલિતાદિત્ય મુકતાપીડ (ઈ. સ. ૭૨૪-૭૬૦) નામના પ્રતાપી નરેશે કલાને પ્રોત્સાહન આપ્યું હતું. એણે બંધાવેલ માર્તડ મંદિર સ્થાપત્ય અને શિલ્પની દષ્ટિએ કાશમીરનું શ્રેષ્ઠ સ્મારક ગણાય છે. ૯ મી સદીમાં ઉત્પલ વંશના રાજા અવન્તિવર્માના સમય (ઈ. સ. ૮૫૫-૮૮૩)માં શિલ્પ કલાનો વિકાસ થયો. એણે અવનિતપુરમાં બંધાવેલ. અવનિતસ્વામીનું મંદિર કામારી શિ૯૫શૈલીનાં બધાં લક્ષણો ધરાવે છે. કાશ્મીરની આ શૈલીમાં ગુપ્ત, પાલ અને પ્રતીહાર કલા-તોનો સમન્વય થયો છે. જો કે ઉપરોકત બંને મહામંદિરોનાં શિલ્પમાં મુખ્યત્વે ગુપ્તકલાપરિપાટીને અનુસરવા ઉપરાંત ગંધાર અને મધ્ય એશિયાનાં કેટલાંક સુશોભનઘટકો અપનાવેલાં પણ નજરે પડે છે. માર્તડ મંદિરનાં ઘોડેસવાર સૂર્યની અને બેઠેલા વરુણના છનવીરની વાંકડિયા વાળની કેશરચના ગુપ્ત શૈલીનું સ્મરણ કરાવે છે. ત્યાંની ભૈરવમ્ ર્તિમાં ખટ્વાંગ સિવાય દેવની ઉગ્રતા અને ક્રૂરતાને ભાવ બતાવતું કોઈ તત્ત્વ જોવા મળતું નથી. અનેક મુખ શિવની એક ગવાક્ષમાં જોવા મળતી પ્રતિમા ખૂબ ખંડિત થઈ ગયેલી છે, તેમ છતાં એનું મૂળ સ્વરૂપ કેટલું કલાત્મક હશે એને ખ્યાલ આપી શકે છે. અવંતિસ્વામી મંદિર શિલ્પોથી ખીચોખીચ સજાવેલું છે. એની શિલ્પ હરોળો પૈકીના એકમાં રાજા અને રાણી અનેક અનુચરો સાથે એ મંદિર તરફ ભકત સ્વરૂપે જતાં દર્શાવ્યાં છે. આ ભાવવાહી દશ્યમાં અવનિતવર્માનું પોતાનું આલેખન થયેલું જણાય છે. એક અન્ય શિ૯૫માં પોતાની એક બાજુ રતિ અને બીજી બાજુ પ્રીતિને બેસાડીને આસન પર બેઠેલ મન્મથની પાસે એક શુકયુગ્મ પણ બેઠેલું દર્શાવ્યું છે. આ મધ્યકાલીન કાશ્મીરી કલાને વિશિષ્ટ નમૂનો છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy