________________
૮: રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પલા
૧૬૫
છે. બુદ્ધ, અવલોકિતેશ્વર, મૈત્રય, લોકેશ્વર, મંજુશ્રી, ખદિરવણી તારા અને શ્યામ તારા વગેરે આ કાલની પ્રતિમાઓનાં સરસ દષ્ટાંત પૂરાં પાડે છે.
૪) એરિસ્સા આ કાલમાં ઉત્કલ દેશમાં કરવંશનું અને તેની દક્ષિણે ભંજભૂમિ મયૂરભંજ)માં ભંજ રાજ્ય હતું. તેમની દક્ષિણે આવેલા કલિંગ દેશમાં પૂવ ગંગવંશની સત્તા પ્રવર્તતી હતી. આમાંના પૂવી ગંગો અને ભજોના રાજ્યવિસ્તારમાંથી કલાત્મક શિલ્પો મળી આવ્યાં છે.
( ૮ મી ૯ મી સદી દરમ્યાન પૂવી-ગગલાનો ઉદય થયો અને ટૂંક સમયમાં એ પૂર્વ ભારતની ઉત્તમ કલા શૈલી તરીકે ખ્યાતિ પામી. તેને સર્વોત્તમ વિકાસ ૧૦ મી થી ૧૩ મી સદી દરમ્યાન ભુવનેશ્વર, કોણારક વગેરે સ્થાનનાં મંદિરોમાં જોવા મળે છે. આથી આ તબક્કાની કલાને ઓરિસ્સાની પૂર્વકાલીન શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. આ કલાશૈલીના પ્રારંભિક સુંદરતમ નમૂના ભુવનેશ્વરના પરશુરામેશ્વરમંદિર(ઈ. સ. ૭૫૦)ની દીવાલો પરની સંગીતકારોની હરોળમાં જોવા મળે છે. એમાં ઉત્તર-ગુપ્તકાલની પ્રશિષ્ટ કલાની ચારુતા વ્યકત થઈ છે. ભુવનેશ્વરના મુકતેશ્વર મંદિર (ઈ. સ. ૯૫૦)નાં લઘુ કદનાં અંશમૂર્ત શિલ્પોમાં વાનરોને લગતી એક કથા; દ્વારની અંદર ઊભી રહી પોતાના સ્વામીના આગમનની આતુરતાપૂર્વક વાટ જોતી અને ગૃહત્સુક (પોપટ) સાથે ગેલ કરતી નાયિકા વાસકસજિજકા; ગંધ, માલ્ય, ધૂપ, શંખ, મુકુટ વગેરેના ઉપહારો ધરાવતી વિવિધ અંગભંગીઓવાળી નાગણીઓ તેમજ અનેકવિધ અંગભંગીઓ અને મુદ્રાઓવાળી દેવાંગનાઓને મૂર્ત કરવામાં કલાકારે અદ્દભુત કૌશલ દાખવ્યું છે. જાપુરના દુર્ગામંદિરમાંથી મળેલી કેટલીક માતૃકા-મૂર્તિ એનાં શિલ્પ પણ આ તબક્કાની એરિસ્સા-કલાના સુંદર નમૂના ગણાય છે.
મયૂરભંજમાં ૯ મી ૧૦ મી સદી દરમ્યાન સ્થાનિક શિલ્પશૈલીને વિકાસ થયેલો હતો. આ ભેજ શૈલીએ ઘડાયેલી કેટલીક સ્ત્રી-આકૃતિઓનાં શિલ્પ ખિચિંગ (મયૂરભંજ) મ્યુઝિયમની શોભારૂપ છે. આ મૂર્તિ એમાં માતૃવાત્સલ્ય વિવિધ રીતે પ્રગટ થયું છે.
કટક જિલ્લામાં નલગિરિ અને લલિતગિરિમાંથી એક શિલામાંથી કંડારેલાં બૌદ્ધ શિલ્પો મળ્યાં છે. એ પણ આ તબક્કામાં છે. આ શિલ્પકૃતિઓ દેખાવમાં તેમજ રૂપાંકનમાં ભારે છે. એમાંનાં અવલોકિતેશ્વર અને તારાનાં કેટલાંક શિલ્પ