SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ મૌર્યકાલીન શિલ્પો ૫૩ યક્ષમૂર્તિઓ શરૂઆતમાં અજાતશત્રુ, નંદ અથવા તેના પુત્ર મહાનંદની હોવાનું મનાતું, પરંતુ રામપ્રસાદ ચંદાએ અંતિમ સંશોધન કરી નિશ્ચિત કરી આપ્યું છે કે આ મૂર્તિઓ મગધના સામ્રાટ કે સામ્રાજ્ઞીની નહિ, પરંતુ યક્ષ-યક્ષિી નામના લોક દેવતાઓની છે અને તે દેવ-મૂર્તિઓના ગણાતી હોવાથી મનુષ્ય કદ કરતાં મોટા કદની મહામાનવ (Super human) કદની બનાવવામાં આવી છે. લોકોમાં પણ છે યક્ષ યા જખદેવ તરીકે પૂજાતી. શૈલીની દૃષ્ટિએ આ મૂર્તિ એમાં નીચેનાં લક્ષણો વ્યાપકપણે જણાય છે: ૧) આ બધી મૂર્તિઓ અતિ માનવ કદની હોય છે. તેનું શરીર સૌષ્ઠવ બલિષ્ઠ અને દૃઢ હોય છે. ૨) ચારે બાજુએ તેની કરતણી કરેલી હોય છે. તેને મુખ્ય પ્રભાવ સમ્મુખ દર્શને પ્રગટ થાય છે. ૩) વેશભૂષા : પુરુષોના શરીર પર ઉષ્ણીષ (પાઘડી), સ્કંધ અને ભુજાઓને આવૃત્ત કરતું ઉત્તરીય, કટિ નીચેનો ભાગ ધોતી વડે પરિવૃત્ત ને કટિ પર કમરબંધ જોવા મળે છે. સ્ત્રીના મસ્તકે ઉષ્ણીય નથી હોતું પણ સુંદર અને આકર્ષક કેશકલાપ હોય છે. તેમણે અધોવસ્ત્ર ધારણ કર્યું હોય છે. સ્તન અને ઉદરનો ભાગ ઘણે ભાગે ખુલ્લો હોય છે. ૪) આભૂષણે : યક્ષ-યક્ષિી બંનેના કાનમાં ભારે કુંડલ, ગળામાં ભારે નૈવેયક છાતી પર ચપટા ચોરસ, કે ત્રિકોણ ઘાટના મણકાવાળો હાર (ઉર સૂત્ર) તથા બાહુ પર અગદ (કપૂર) હોય છે. યક્ષીના કાંડામાં વલોણીઓ હોય છે. ૫) મૂર્તિઓની બનાવટમાં સ્કૂલતા અને કવચિત અણઘડપણું પ્રકટે છે, જે લોકવ્યાપક કલા પરંપરાનું ઘાતક લક્ષણ છે. પટણા પાસેના દિદારગંજમાંથી પ્રાપ્ત થયેલ ચામરધારિણીની એક યક્ષીની પદાર મૂર્તિ (આકૃતિ ૧૪) અશોકકાલીન મૂર્તિકલાનો અદ્વિતીય નમૂનો છે. સ્તનભારને કારણે તેની દેહલતા સહેજ નમેલી છે. પાતળી કટિ નીચેનો નિતંબપ્રદેશ પૂર્ણ વિકસિત સ્વરૂપે ખીલેલો છે. એનું આ આકારસીદ્ધ કાલિદાસની પેલી વિખ્યાત પંકિતઓની યાદ આપે છે. સ્તનમાં સ્તનમ્યાનું તથા કોળીમારત્ અસામને (નિતંબના ભારના કારણે જેની ગતિ ધીમી પડી છે તેવી). એનું સુડોળ મુખ, ભરાવદાર માંસલ અંગોપાંગ, અવયવોની વિભિન્ન ભંગી ને છટા, પ્રૌઢ હથોટી યા કારીગરીને વ્યકત કરે છે. આ કાલના રાજપ્રાસાદો આવી મૂર્તિઓનાં સુશોભન દ્વારા અલંકૃત કરવામાં આવતાં હશે. આ મૂર્તિઓમાંની આ એક હશે. હાલ એ પટણું મ્યુઝિયમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy