SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ભારતીય પ્રાચીન શિ૯૫કણા ૨) મેરઠનો શિલાતંભ તે પણ ફીરોજશાહ લઈ આવેલ, જે દિલ્હી શહેરની વાયવ્ય કોણે ઊભો કરેલો છે. ૩) કૌશામ્બીના જૈન મંદિર પાસે લેખરહિત શિલાખંભ. ૪) અલાહાબાદના કિલ્લામાંનો સ્તંભ પહેલાં કૌશામ્બીમાં હતો. અકબર તેને પ્રયાગ લઈ આવ્યો. ૫) સારનાથને ચાર સિંહના શીર્ષવાળો (ખંડિત) સ્તંભ. ૬) મુઝફફરપુર જિલ્લાના બંબિરા ગામમાં આવેલ તંભ. ૭-૮) બિહારના ચંપારણ જિલ્લાના લોરિયા અને નંદનગઢ ગામમાં બે સ્તંભ છે. નંદનગઢને શિલાતંભ સૌથી ઊંચે છે અને તે પર સિંહશીર્ષ છે. ૯-૧૦) એ જ જિલ્લાના રામપુરા ગામમાં આવેલા બે સ્તંભો છે. એક પર સિંહનું અને બીજા પર વૃષભનું શીર્ષક છે. બંને લેખરહિત છે. ૧૧–૧૩) નેપાળના રુમ્મિદેય (લુમ્બિની-બુદ્ધના જન્મસ્થાને) તથા નિગ્લિવા તથા બખિરા (વૈશાલી) ગામમાં આવો એક એક સ્તંભ છે. એનાં શીર્ષ નાશ પામ્યાં છે. ૧૪) સાંચી (મધ્યભારત)ના પ્રસિદ્ધ સ્તૂપ પાસે ચાર સિંહના શીર્ષવાળો સ્તંભ આવેલો છે. ૧૫) ફરૂખાબાદ જિલ્લાના સંકીસા ગામના લેખરહિત શિલાતંભ પરના હાથીનું શિલ્પ સૂંઢથી ખંડિત થયું છે. ૧૬) કાશીમાં આવો એક સ્તંભ જમીન પર પડેલ હતો. જે ઈ. સ. ૧૮૦૫ સુધી વિદ્યમાન હતો. ૧૭) પટનામાં આવો એક સ્તંભ ગામ બહારની દરગલીની વસ્તીમાં પડ્યો છે તે પર વૃષભનું શીર્ષ છે. ૧૮) બોધગયાના બોધિવૃક્ષ પાસેના આયતન લંબગોળ)મંદિર પરની પ્રતિકૃતિઓમાં ભરડુતની વેદિકા અંકિત કરેલ છે. તેમાં આવો ખંભ કોતરાયેલો દેખાય છે. પણ આવો કોઈ સ્તંભ બોધગયામાં જોવા મળતો નથી. ફાહ્યાન અને યુઅન શ્વાંગે અનુક્રમે ૬ અને ૧૫ શિલાતંભ જોયા હોવાનું નોંધ્યું છે. ફાહ્યાને જોયેલા ૬ સ્તંભો પૈકીના બે જેતવન વિહારના પ્રવેશદ્વારની બંને બાજુએ હતા. તેમાંના એક પર ધર્મચક્ર અને બીજા પર વૃષભનું શીર્ષ હતું. સંકિસા વિહારની પાછળ એક ૫૦ હાથ (લગભગ ૭૦ ફૂટ) ઊંચો શિલા સ્તંભ હતો. આ સ્તંભ પર સિંહનું શીર્ષ હતું અને સ્તંભ પર લેખ કોતરેલો હતો. કુશીનગરથી
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy