SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કઃ મૌર્યકાલીન શિક વૈશાલી જતાં માર્ગમાં ચોથો શિલાતંભ આવેલો હતો. જે ઘણું કરીને હાલને લરિયા અરરાજનો શિલાતંભ હતો. ફાલ્યાને પાંચમો શિલાતંભ પાટલિપુત્રમાં “જંબુદ્વીપ, નામે ઓળખાતો વર્ણવ્યો છે પાટલિપુત્રમાં એક બીજો એટલે કે છઠ્ઠો શિલાસ્તંભ હતો. આ સ્તંભ ૩૦ ફૂટ ઊંચો હતો. આ સ્તંભ પર સિંહ તે અને તેની. સ્થાપના નીલી નામના નગરની સ્મૃતિમાં કરી હતી. પાટલિપુત્ર પાસેથી એક તંભ મળ્યો છે, જે ઘણું કરીને “જબુદ્દીપ’ સ્તંભ છે. તેના બે મોટા ટુકડા મળ્યા છે. આ ઉપરાંત પટના સંગ્રહાલયમાં બસાઢ ગામમાંથી મળી આવેલ સ્તંભના અવશેષો, જેમાં પદાર સિંહશીર્ષ છે તે તથા ચાર વૃષો (વૃષભો)નાં સંઘાટયુકત (મિશ) સ્તંભશીર્ષ પણ ઉલ્લેખનીય છે. સાદા ચૂનાના પથ્થરના બનાવેલ આ સ્તંભ પર ઉત્કૃષ્ટ પ્રકારનો ઓપ ચઢાવવામાં આવેલ છે. આવો ઓપ ચઢાવવાની “વજલપ’ નામે ઓળખાતી પદ્ધતિ અશોકના પત્ર સંપ્રતિના સમય (ઈ. સ. પૂ. ૨૨૦-૨૧૧) સુધી પ્રચલિત હતી, ત્યાર પછી આ લુપ્ત થયેલ જણાય છે. (પાછળના સમયમાં શિલ્પગ્રંથમાં વ્રજલેપ માટે બતાવેલા નુસખા વ્રજપની મૌર્યકાલીન પ્રક્રિયા કરતાં ભિન્ન અને ઊતરતી કક્ષાના. આ શિલાતંભોનો આકાર ગોળ રહેતો. એ લગભગ ૧૨મી. ઊંચાઈ ધરાવતા.. તેનો વ્યાસ નીચેથી ઉપર જતાં ક્રમે ક્રમે ઘટતો, જેમ કે લોરિયા નંદનગઢના શિલાસ્તંભને નીચેનો વ્યાસ લગભગ ૮૯ સે. મી. છે, જે ઉપર જતાં પ૬ સે. મી. બને. છે. એક જ સળંગ પથ્થરમાંથી બનેલ આ શિલાતંભનો મુખ્ય ભાગ-ખંભયષ્ટિ તદ્દન સાદો રખાતો હોવાથી એના પર લેખ કોતરવાની સુગમતા રહે છે. સ્તંભયટિની. ઉપરનું શીર્ષ અલગ પથ્થરમાંથી બનાવેલું હોય છે. એને સ્તંભ યષ્ટિની ઉપલી ટોચ સાથે તાંબાની પીઉ (copper dowel) દ્વારા જોડેલું હોય છે. આ સ્તંભમાં અલગ બેસણી (કુંભી) હોતી નથી. આ સ્તંભશીર્ષની રચના જાણે પદ્મયુકત દાંડીને નજરમાં રાખીને કરી હોય એમ સ્પષ્ટ જણાય છે આ બાબત આકૃતિ ૧૦ પરથી સ્પષ્ટ થશે. આમાં સ્તંભની રચનામાં, પડઘી, કંઠ, પલ્લવ અને સ્તંભ યષ્ટિ પદ્મનાં અનુક્રમે ડોડે, કમલકેશર, પાંખડીઓ અને કમલનાળ સાથે સામ્ય ધરાવે છે. સ્તંભશીર્ષ નીચેની મેખલા તંભયષ્ટિ અને. સંભશીર્ષ એ બંને અંગોને જુદાં પાડવા માટે પ્રયોજી છે. તંભશીર્ષના આવા ઘાટને ઘંટાકાર(bell-shaped) કે અધોમુખ પદ્માકાસreversed lotus) કહે છે... ભા. પ્રા. શિ. ૪
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy