SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ભારતીય પ્રાચીન શિ૯૫લા આ કાલના છેવટના ભાગનું મુંબઈ પાસે પરેલમાંથી મળેલું અંશમૂર્ત શિલ્પ એમાં કંડારેલી વિશિષ્ટ વિગતોને લઈને અદ્રિતીય ગણાય છે. એમાં ભૂતલમાંથી પ્રગટતી એક પુરુષાકૃતિમાંથી એક ઉપર એક એમ ઊભી હરોળમાં બે અને બંને બાજુએ બબ્બે મળીને કુલ છ આકૃતિઓ પ્રગટે છે. મુખ્ય દેવતાના પગ પાસે બે ગણ બેઠેલા છે. મધ્યમાં છેક ઉપરની બાજુની આકૃતિને અસંખ્ય હાથ છે, જેમાં વિવિધ મુદ્રાઓ અને અસ્પષ્ટ ઉપકરણો ધારણ કરેલ નજરે પડે છે. બાકીની ૬ આકૃતિઓ દ્વિભુજ છે. તેમના ડાબા હાથ અભય મુદ્રામાં છે ને જમણા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે. સાતેય આકૃતિઓએ એક સરખા જટામુકુટ, કુંડળ, હાર, વલય અને અધોવસ્ત્ર ધારણ કર્યા છે. સર્વના દેહ સ્થળ અને વર્ષો સહેજ ઉઠાવ આપેલાં છે. તેમનાં માંસલ અંગોને પ્રશિષ્ટ કલામાં જોવા મળતું સુડોળપણું અપાયું છે. પાર્શ્વગત ચારેય આકૃતિઓની ગતિશીલતા જોમપૂર્ણ છે. મુખ્ય આકૃતિની જેમ જ સર્વ આકૃતિઓ ધ્યાનસ્થ છે. સમગ્ર શિલ્પને બહિરેખા વડે કરવામાં આવ્યું છે. શિલ્પને શિવલિંગના ઘાટ અપાયો હોવાથી આને શૈવ શિલ્પ માનવામાં આવે છે. તે શિવના ત્રિગુણાત્મક સ્વરૂપનું સૂચન કરે છે એવો પણ કેટલાક વિદ્વાનોને અભિપ્રાય છે. વસ્તુત: વિષણુના વિશ્વરૂપની જેમ આમાં શિવના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આ મૂર્તિમાં જોવા મળતાં જોમયુકત વિશિષ્ટ મૂર્તિવિધાન, વિશિષ્ટ દેહસૌષ્ઠવ, ગતિશીલતા, આંતરભાવની અભિવ્યકિત વગેરે તો સમકાલીન દખ્ખણનાં શિલ્પામાં ભાગ્યે જ જોવા મળે છે. ૬) દક્ષિણ ભારત ગીમાં ૪-૫ મી સદી દરમ્યાન શાલંકાયનની આણ પ્રવર્તતી હતી. તેઓ સૂર્યની ચિત્રરથ સ્વામિના નામથી ઉપાસના કરતા હતા. તેમણે બંધાવેલ આ દેવનું દેવાલય નાશ પામી ગયું છે. જો કે એલોરા પાસે પડવેગીમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા છે. એમાંની ગણેશની દ્વિભુજ પ્રતિમાનો આ પ્રદેશની તમામ ઉત્તરકાલીન ગણેશ પ્રતિમાઓ પર પ્રભાવ પડેલ છે. શાલંકાયન કલા પૂર્વકાલીન પલ્લવ કલા સાથે સંકળાયેલી હતી. આ પૂર્વકાલીને પલ્લવ કલા વાકાટકોની કલા સાથે પણ સંબંધિત હતી. આ પલ્લવ કલાનો વિસ્તાર છેક કૃષ્ણાની ખીણના પ્રદેશ સુધી થયેલો હતો. પેઝુડિયમમાંથી મળેલ આ શૈલીનાં અંશમૂર્ત શિલ્પમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ, શિવલિંગ, વિષ્ણુ, દેવી, ઉમામહેશ્વર, શ્રી વત્સના પ્રતીકરૂપ લક્ષ્મી, મહિષાસુરમર્દિની વગેરે નોંધપાત્ર છે. મહિષાસુરમર્દિનીની ચતુર્ભુજ મૂર્તિને બાદ કરતાં બાકીની દ્વિભુજ છે ને તે કાવેરીપાક્કમ અને અન્ય સ્થાનોએથી મળેલ ઉત્તર પલ્લવકાલીન શિલ્પોને કંઇક
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy