SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૬ઃ ગુપ્ત-વાકાટકકાલનાં પ્રશિષ્ટ શિલ્પ ગુફા નં. ૧૫ના દ્વારના તરંગમાં થરવાળા શિખરઘાટનાં બે અંકને છે, જેમાંના નીચલા થરમાં નાગફણાની છાયાયુકત રૂપ અને ઉપલા થરમાં ચૈત્યગવાક્ષનાં રૂપાંકન છે, ત્યગવાક્ષની બંને બાજુએ કપોતયુગલો કંડાર્યા છે. ગુફા નં. ૧૬ના ગર્ભગૃહમાં બુદ્ધની પ્રલંબપાદાસનમાં બેઠેલી ભવ્ય પ્રતિમા જોવા મળે છે. આ ગુફાની છતમાંના પાટડાઓને છેડે કરેલાં કીચકો, વાદકો અને આકાશગામી દેવદેવાંગનાઓનાં શિલ્પ નયનગમ્ય છે. ગુફા નં. ૧૭ ની દ્વારશાખામાં અનેક ખંડો પાડીને ફૂલવેલની ભાત, કમલદલ, સાંકળીઘાટનાં રૂપાંકને, બુદ્ધનાં શિલ્પો, દ્વારપાલિકાએ અને બે મકરસ્થિત દેવીઓનાં શિલ્પ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. ગુફા નં. ૧૯માં બુદ્ધની વિવિધ મુદ્રામાં સંખ્યાબંધ મૂર્તિએ કંડારેલી છે. આ શિલ્પો ઉત્તરગુપ્તકાલનાં જણાય છે. આ ચૈત્ય-મંદિરમાં સ્તૂપની અંડની ઊંચી પીઠિકા પર આગલા ભાગના મધ્યના ગોખલામાં ઊભા બુદ્ધની પ્રતિમાનાં દર્શન થાય છે. આ ગુફામાં પત્ની સાથે બેઠેલા નાગરાજનું શિલ્પ ઉત્કૃષ્ટ છે. અંદરના સ્તંભોના ટેકાઓ પરનાં બુદ્ધનાં શિલ્પો, હાથી, શાલ, વાદકો, અપ્સરાઓ અને ભિક્ષુ યોગીઓથી આવૃત્ત છે. બહારની બાજુએ કરેલી મુખચોકીના સ્તંભો પણ શિલ્પમંડિત છે. તેના પરની ભવ્ય રૌત્યાકાર કમાનની બંને બાજુએ બે મોટા કદના યક્ષો કંડાર્યા છે. ગુફાની બહારની દીવાલમાં મુખ્યત્વે વ્યાખ્યાનમુદ્રામાં અને યોગમુદ્રામાં બેઠેલા બુદ્ધની મૂર્તિઓ ઊભી અને આડી હરોળમાં કંડારી છે. વચ્ચે વચ્ચે, જગ્યા જણાઈ ત્યાં બુદ્ધની અભય મુદ્રા અને વરદમુદ્રાવાળી ઊભી મૂર્તિઓ કંડારી છે. આડી હરોળમાં વચ્ચે એક એક ચૈત્યગવાક્ષના સુશોભનવાળી હરોળો કરેલી છે. આ ગુફાનાં શિલ્પો પર પૂર્વવત ગંધારકલાને પ્રભાવ પણ જણાય છે. એક મતે સંભવત: આ શિલ્પો ગંધારમાં હુણોએ વેરેલા વિનાશથી નાસી છૂટી પશ્ચિમ ભારતમાં અજંટા વગેરે કલાધામોમાં આવી વસેલા કલાકારોએ કંડાર્યા હતાં. મુંબઈ પાસે કpહેરી (કૃષ્ણગિરિ)ની ગુફાઓ પૈકીની કેટલીક આ સમયની છે. એમાં બુદ્ધ અને બોધિસત્વનાં શિલ્પો અજંટાની તત્કાલીન શૈલીએ ઘડાયાં છે. જો કે અહીં અજંટા કરતાં દેહરચનામાં સ્થૂળતા વધુ જોવા મળે છે. અહીંની ૬૬મી ગુફાનું આવેલોકિતેશ્વર પગપાણિનું શિલ્પ સુંદર છે. એમાં બોધિસત્વને તારાદેવીની બે પ્રતિમાઓની વચ્ચે ઊભેલા દર્શાવ્યા છે. -9. E. B. Havell, The Ancient and Medieval Architecture of India, pp. 150f.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy