SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પઃ અનુમૌયાહીન પિપલા ભાલો તેમજ બીજા હથિયારધારી મનુષ્ય કદનાં બાવલાં એ ખુલ્લી નાટયશાળામાં હોવાના અનુમાનને પુષ્ટિ આપે છે. આ ગુફામાં ભારતના શિલ્પ કરતાં ચઢિયાતી કારીગરી છે. શિલ્પમાં રજૂ કરેલું આયોજન અને સત્વશીલ તેમજ જીવંત આકૃતિઓનું આલેખન સાંચીના તોરણદ્વારમાં જણાત વિકાસક્રમ અહીં પણ બતાવે છે. આ ગુફામાં ઉપલા મજલે આ પ્રમાણે શિલ્પ દો કંડારેલાં છે: ૧) સ્ત્રીવંદમનો રાજા હાથીના ટોળામાંના હાથી સાથે યુદ્ધ કરે છે. ૨) જંગલનાં દશ્યો જેવાં કે ગુફાઓમાં સિંહ, વાનર, સર્પો, પક્ષીઓ અને વ્યાપે. ૩) ગુફાની આગળ સ્ત્રી. અને પુરુષ, પુરુષ મુનિ વ્રતમાં દાખલ થવા ઈચ્છે છે, સ્ત્રી એને રોકવા મથે છે. ૪) આ જ દૃશ્યનું પુનરાવર્તન ૫) સ્ત્રી અને પુરુષની ખેંચાખેંચી ચાલે છે.. તેમની પાસે એક શિયાળ ઊભું છે. લઢતી સ્ત્રીની પીઠ દેખાય છે. એની વેણી ઊડતી જણાય છે. ૬) સ્ત્રીને એક માણસ ઊંચકીને ચાલવા માંડે છે. સ્ત્રી એમાંથી છૂટવા તરફડિયા મારતી જણાય છે. એ તરફડિયાં જમણા હાથ વડે વ્યકત થાય છે. સ્ત્રી જાણે પુરુષને કહી રહી છે કે, “તું મને ભલે શારીરિક બળમાં તે પણ મારો આત્મા તને મળશે નહિ.” ૭) રાજાનો શિકાર. રાજા ઘોડા ઉપરથી નીચે ઊતરે છે. અશ્વપાલ ઘોડો પકડીને ઊભો છે. રાજા હરિણને તીર તાકતો આગળ વધે છે. હરિણની ફાળ વેગીલી છે. બીજાં બે હરણાં તેને અનુસરે છે. શિલ્પમાં હરણને તીર વાગ્યાનું દશ્ય નથી. પરંતુ બીજા દશ્યમાં હરણ તેની પાલિકા-જે વૃક્ષની એથેથી જોઈ રહી છે, તેની તરફ દોડે છે. રાજા મૃગની પાલિકા પાસે પહોંચે છે. આ વખતે એનાં તીરકામઠાં નીચે ઉતારેલાં છે. આ પ્રસંગ જોતાં કાલિદાસનુ “શાકુન્તલ” યાદ આવે છે. ૮) પ્રૌઢ વયની સ્ત્રી-કદાચ ખારવેલની રાણી પરિચારિકા સાથે બેસીને નૃત્યનું દશ્ય નિહાળે છે. ત્રણ સ્ત્રીઓ વાજિંત્ર વગાડે છે. એમાંની એકની પાસે ઉપવીણા છે. બીજી મંજીરાથી તાલ આપે છે. ને ત્રીજી હાથથી તાલ આપે છે. એક માણસ રાજાની અદાથી નૃત્ય નિહાળે છે. એ પેલી સ્ત્રીની ડાબી બાજુએ બેઠેલો છે. એની આગળ કરંડિયા જેવું કંઈક પડેલું છે. પૌઢ ઉંમરની સ્ત્રીની આગળ એક પરિચારિકા થાળમાં કુલના હાર લઈને ઊભેલી છે. કદાચ આ નતિંકા અને વાદ્યવૃંદને એ સન્માનવા માટે હશે. ૯) દરેકમાં રાજારાણીના યુગલ સાથેની ત્રણ શિલ્પ પટ્ટિકાઓ છે. પહેલી બેમાં રાજારાણી શૃંગારપ્રસાધનોમાં વ્યસ્ત જણાય છે. ત્રીજામાં રાજા તેનાથી વિરકત જણાય છે. તેથી તે સ્ત્રી તરફ વિમુખ છે. સ્ત્રી તેને “સંસાર”માં પકડી રાખવાનો પ્રયત્ન કરે છે. અહીંના છજામાંની કેટલીક આકૃતિઓ સાંચીના પશ્ચિમ બાજુના તેરણ દ્વારની આકૃતિઓને મળતી છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy